Home Blog Page 2891

કર્ણાટકમાં આજે મતદાનનો દિવસઃ મતાધિકાર હાંસલ કરવાની PMની અપીલ

બેંગલુરુઃ 224-બેઠકોવાળી નવી, 16મી કર્ણાટક રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે સલામતીના કડક બંદોબસ્ત વચ્ચે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે રસાકસીભર્યો જંગ છે.

શાસક ભારતીય જનતા પાર્ટી સાદી બહુમતી પ્રાપ્ત કરીને રાજ્યમાં ચૂંટણી ઈતિહાસ સર્જવાની આશા ધરાવે છે. 2008ની ચૂંટણીમાં ભાજપે 110 સીટ જીતી હતી જ્યારે 2018ની ચૂંટણીમાં 104 સીટ જીતી હતી.

બીજી બાજુ, કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં સત્તા ફરી કબજે કરવા પ્રયત્નશીલ છે. આ રાજ્યના મતદારોએ છેલ્લા 38 વર્ષમાં કોઈ પણ સરકારને બીજી વાર ચૂંટી નથી. છેક 1985માં રામકૃષ્ણ હેગડેની આગેવાની હેઠળ જનતા પાર્ટીની સરકારે સતત બે વાર ચૂંટણી જીતી હતી. કર્ણાટકમાં છેલ્લા પાંચ વર્ષમાં (2018-2023 દરમિયાન) ત્રણ મુખ્ય પ્રધાનો ફરજ બજાવી ગયા છે. કુમારસ્વામી (જનતા દળ સેક્યૂલર), યેડીયુરપ્પા અને બસવરાજ બોમ્માઈ ભાજપના.

આ વખતની ચૂંટણીમાં ભાજપ સામે હરીફાઈમાં કોંગ્રેસ, જનતા દળ (સેક્યૂલર) છે. રાજ્યમાં 58,545 પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.. કુલ 5.30 કરોડ મતદારો છે, જેમાં 2.63 કરોડ મહિલાઓ છે.

દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના લોકોને અપીલ કરી છે કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકશાહીના આ પર્વનો આનંદ ઉઠાવે. મોદીએ ખાસ કરીને પહેલી વાર મતદાન કરનાર યુવા વ્યક્તિઓને ખાસ અપીલ કરી છે.

વાહ ભાઈ વાહ! – ૧૦ મે, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૧૦ મે, ૨૦૨૩

૧૦ મે, ૨૦૨૩

૧૦ મે, ૨૦૨૩

નોટ આઉટ @ 85 : પ્રમિલા રોહિત દેસાઈ

બીજા-વિશ્વયુદ્ધ વખતે માત્ર ૩ વર્ષની ઉંમરે રંગૂનથી નવસારી આવી, આગળ અભ્યાસ કરી, રમત-ગમતમાં ભાગ લઈ, દોડ, વોલીબોલ અને ખો-ખોના કોલેજ અને એમ.એસ.યુનિવર્સિટી ચેમ્પિયન બનનાર પ્રમિલા રોહિત દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

ત્રણ વર્ષ સુધીનું બાળપણ (બર્મા) રંગૂનમાં. કુટુંબમાં બે ભાઈ, એક બહેન. બીજા વિશ્વયુદ્ધ વખતે 1941માં રંગૂનથી આવતા છેલ્લા વહાણમાં નવસારી આવ્યાં. 30 વર્ષની ઉંમરે, બહાદુરીથી, એકલે હાથે, ત્રણ બાળકોને રંગૂનથી નવસારી લાવનાર માતાને પ્રમિલાબહેન ભગવાનની જેમ પૂજે છે! શાળાનું ભણતર નવસારીની પારસી સ્કૂલમાં. 9 વર્ષે પ્રમિલાબહેનને  સાઇકલ ચલાવતાં જોઈ નવસારીમાં બધાંને નવાઈ લાગે! દસમા ધોરણથી એક્સપરિમેન્ટલ સ્કૂલ, વડોદરામાં. એમ.એસ.યુનિવર્સિટીમાંથી BA કર્યું. ભાસ્કરભાઈની મદદથી ફ્રી-શિપ મળી. કૃષ્ણકાંત યાજ્ઞિક પીટીના ટીચર, જેમણે પ્રમિલાબહેનની આવડત પારખી વોલીબોલ અને ખો-ખો રમતાં કર્યાં. તેઓ દોડી શકે છે એવું તો કોને ખબર? પહેલી જ હરિફાઈમાં બે કપ મળ્યા! લેફ્ટનન્ટ-જનરલ મિસ્ત્રીસાહેબના પિતા એક્સપરિમેન્ટલ સ્કૂલમાં. તેમણે અને શાળાનાં શિક્ષકોએ ઘણું પ્રોત્સાહન આપ્યું. યુનિવર્સિટી અને કોલેજ ચેમ્પિયન થઈ પહોંચી ગયાં ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, કાંદીવલી! ચાર વર્ષ જબલપુર ઇન્ટરસ્ટેટ સ્પર્ધામાં ભાગ લીધો. ત્રણ વર્ષનો બોન્ડ આપવો પડ્યો. મોટાભાઈના સપોર્ટથી તેઓ આગળ વધતાં ગયાં! તેમના ભાવિ-સસરા રંગૂનથી પ્રમિલાબહેનના પિતાનો કાગળ લઈને ખો-ખો રમતી દેસાઈની છોકરીને મળવા કોલેજમાં આવ્યા. મુક્ત-વિચારવાળા ભાવિ-સસરાને પ્રમિલાબહેન પહેલીવાર હાફ-પેન્ટ-ટી-શર્ટમાં મળ્યાં! લગ્ન પછી પણ પતિદેવ (કર્નલ રોહિત દેસાઈ)  અને કુટુંબીઓનો સારો સહકાર મળ્યો. ફોજની નોકરીમાં બદલી થયા કરે.  હિમાચલ-પ્રદેશ, ધાંગધ્રા, હિંમતનગર એમ જુદી-જુદી શાળાઓમાં પીટી-ટીચર તરીકે કામ કર્યું. ૪૨ વર્ષે પુના યુનિવર્સિટીમાંથી બી.એડ. કર્યું!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

વર્ષો પહેલાં, વડોદરાની નવરચના શાળામાં દીકરાના એડમીશન માટે ગયાં તો ગુજરાતી ભણાવી શકે તેવા શિક્ષકની જરૂર હોવાથી તેમને ત્યાં નોકરી મળી ગઈ! એક વર્ષ બાદ બ્રાઇટ સ્કૂલમાં જોડાયાં. ત્યાં 12 વર્ષ કામ કર્યાં પછી નિવૃત્ત થયાં. અત્યારે સવારે વહેલાં ઊઠે, ચા-પાણી બનાવે, સંગીત સાંભળે, ચાલે.બંને પગે ઓપરેશન થયાં છે, પણ વેરીકોઝ-વેઈનની તકલીફ છે. જમવા માટે ગરમાગરમ ટિફિન આવે છે.  સાંજે એકાદ વસ્તુ જાતે બનાવી લે છે.

શોખના વિષયો : 

સંગીત અને ગરબાનો ભારે શોખ! આર્મી-ઓફિસરોને અને એનડીએમાં કેડેટ્સને પણ તેમણે ગરબા કરાવ્યા! સ્પોર્ટ્સનો શોખ છે, એટલે ખો-ખો, ટેબલ-ટેનિસ, બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેતાં, પણ હવે બરાબર રમાતું નથી.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે, પણ હમણાં થોડું બીપી રહે છે. બાળપણથી જ શારીરિક અને માનસિક રીતે મજબૂત છે. હિમતવાન માતાના આશીર્વાદ છે! શ્રી શ્રી રવિશંકરના કોર્સ કરેલા છે, સુદર્શન-ક્રિયા કરે છે. તેઓ માને છે કે મૃત્યુ અનિવાર્ય છે, પણ ક્યારે આવશે તે ખબર નથી, એટલે સ્વીકાર, એક્સેપ્ટન્સ, જીવનમાં બહુ મદદ કરે છે. 25-26 વર્ષની દીકરી ગુમાવી ત્યારે તેઓ ડિપ્રેશનમાં આવી ગયાં હતાં. 

યાદગાર પ્રસંગ: 

બાળપણથી રમતગમત અને શારીરિક વ્યાયામનો શોખ. કિરણ બેદી પોલીસ ઓફિસર થયા ત્યારે પ્રમિલાબહેન બહુ ખુશ થયાં હતાં. તક મળતાં, તેમણે રાયફલ ટ્રેનિંગ તથા 303ની પિસ્તોલની તાલીમ લીધી હતી અને કોમ્પિટિશન જીત્યાં હતાં. જો બીજો જન્મ મળે તો તેઓ આર્મી જ જોઈન કરશે એવી ઈચ્છા છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજી ઓછી વાપરે છે. કેનેડા રહેતા દીકરા સાથે વાત કરી શકાય એટલું આવડે છે! ટેકનોલોજીને લીધે ક્રાઇમ વધી રહ્યા છે. એક શિક્ષક તરીકે તેમને લાગે છે કે બાળકોના હાથમાં મોબાઈલ આપી દેવાથી ફોનનો ઘણો મિસ-યુઝ થાય છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

અત્યારે સ્ત્રીઓ ઘણી જાગૃત થઈ છે, દેસાઈની છોકરીઓ તો ખાસ! પહેલા બધું સ્વીકારવું પડતું હતું, હવે આર્થિક સ્વતંત્રતા મળતાં સ્ત્રીઓ સ્વતંત્ર થઈ છે, પણ તેમના મતે, વધારે પડતી સ્વતંત્રતા ઉચ્છૃંખલતામાં પરિણમે છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો

ઘરનાં અને કુટુંબનાં બાળકો સાથે સારા સંપર્કમાં છે. પોતે શિક્ષિકા હતાં એટલે બાળકો સાથે કામ કરવાનું તેમને ગમે છે. રોજ સાંજે સોસાયટીમાં, બાળકો રમતાં હોય ત્યારે તેમની સાથે વાતો કરવાનું તેમને  ગમે છે.

સંદેશો : 

યુવાનો માટે : “બહારની વસ્તુઓથી અંજાશો નહીં, દેખાદેખી કરશો નહીં, મગજથી હતાશ થશો નહીં. લડતાં રહો, ખરાબ સમય પણ જતો રહેશે!”

પાકિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ, ગોળીબારમાં 3 લોકોના મોત

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ સેના વિરુદ્ધ બળવો શરૂ કર્યો છે. ધરપકડના વિરોધમાં કેટલાય પ્રદર્શનકારીઓ પાકિસ્તાન આર્મી કમાન્ડરના ઘરમાં ઘૂસી ગયા છે. જણાવી દઈએ કે ઈમરાન ખાનની મંગળવારે અર્ધલશ્કરી દળોએ ધરપકડ કરી હતી જ્યારે તેઓ ભ્રષ્ટાચારના કેસમાં સુનાવણી માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર હતા. એક દિવસ પહેલા ખાને દેશની સેના પર કથિત રીતે તેમની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.


દેખાવકારો ખૈબર પખ્તુનખ્વા વિધાનસભામાં ઘૂસી ગયા હતા

ઈમરાનના સમર્થકો ખૈબર પખ્તુનખ્વા વિધાનસભામાં ઘુસી ગયા છે. કરાચીમાં ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા છે. કરાચીમાં મહિલા પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.


રાવલપિંડીમાં ઈમરાન સમર્થકો પર સેનાએ ગોળીબાર કર્યો હતો

પાકિસ્તાનના રાવલપિંડીમાં સેનાએ ઈમરાનના સમર્થકો પર ગોળીબાર કર્યો છે. દરમિયાન બ્રિટને એડવાઈઝરી ચાલુ રાખી છે અને લોકોને સલામત સ્થળોએ રહેવા કહ્યું છે. સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આમ છતાં ઈમરાનના સમર્થકો બેકાબૂ બની ગયા છે.


ઈમરાન સમર્થકોએ સેનાના વાહનો સળગાવ્યા, પ્લેન પણ ઉડાવી દીધું

ઈમરાન ખાનની ધરપકડ બાદ પીટીઆઈ સમર્થકોએ આઈએસઆઈ ઓફિસનો ઘેરાવ કર્યો હતો. તેના પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. તે જ સમયે, ક્વેટામાં સેનાના બે વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા. મિયાંવાલી એરબેઝની બહાર આગ લાગી છે. એક વિમાન પણ બળી ગયું છે. પેશાવરમાં રેડિયો પાકિસ્તાનમાં આગ લાગી છે.

ઈમરાન ખાનની ધરપકડ પર હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે

ઈસ્લામાબાદ હાઈકોર્ટે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. જણાવી દઈએ કે ઈમરાન ખાનની ‘અલ-કાદિર ટ્રસ્ટ’ કેસમાં મંગળવારે ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં અલગ-અલગ જગ્યાએથી હિંસા અને આગચંપીના સમાચાર આવી રહ્યા છે. બગડતી પરિસ્થિતિને જોતા સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

ઈમરાન ખાનની ધરપકડ બાદ હિંસા અને તોફાન, આખા પાકિસ્તાનમાં 144 લાગૂ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મંગળવારે ‘અલ-કાદિર ટ્રસ્ટ’ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની રેન્જર્સે તેની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરી હતી. ઈમરાન ખાનની ધરપકડ સાથે જોડાયેલો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં રેન્જર્સે તેને ઘેરી લીધો છે અને તેઓ તેને કાળા કારમાં લઈ જઈ રહ્યા છે. બીજી તરફ ઈમરાનની ધરપકડ બાદ તેના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ઈમરાનની મુક્તિની માંગણી કરી છે. ઈમરાનના સમર્થકો લાહોર, પેશાવર સહિત પાકિસ્તાનના ઘણા શહેરોમાં સૂત્રોચ્ચાર કરતા જોઈ શકાય છે.

ઈમરાન ખાનની ધરપકડની થોડીવાર બાદ તેમના સમર્થકો લાહોરની શેરીઓ પર ઉતરી આવ્યા હતા. ઈમરાનના સમર્થકો લાકડીઓ અને સળિયા સાથે રસ્તા પર જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પાકિસ્તાનમાં પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા પોલીસે અનેક શહેરોમાં ટીયર ગેસના શેલ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. કરાચીમાં પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમની પાર્ટી પીટીઆઈના સમર્થકોએ તોડફોડ અને આગચંપી કરી છે. પાકિસ્તાનના અનેક શહેરોમાં ઈમરાનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓએ રસ્તાઓ પર ટાયરો સળગાવીને પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન આગચંપીનો બનાવ પણ સામે આવ્યો છે.


ઈસ્લામાબાદમાં કલમ 144 લાગુ

ઈમરાન ખાનની ધરપકડ બાદ ઈસ્લામાબાદમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઈસ્લામાબાદમાં પીટીઆઈના ઘણા સમર્થકોની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમના સમર્થકોએ પ્રદર્શન કર્યું અને રમખાણ જેવી સ્થિતિ સર્જી, જેના પગલે તેમની ધરપકડ કરવામાં આવી.


ઈમરાન ખાનની ધરપકડ પર હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે

ઈસ્લામાબાદ હાઈકોર્ટે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. જણાવી દઈએ કે ઈમરાન ખાનની ‘અલ-કાદિર ટ્રસ્ટ’ કેસમાં મંગળવારે ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં અલગ-અલગ જગ્યાએથી હિંસા અને આગચંપીના સમાચાર આવી રહ્યા છે. બગડતી પરિસ્થિતિને જોતા સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.


ઈમરાન ખાનના સમર્થકોએ લાહોરમાં પાકિસ્તાની સેના કમાન્ડરને ઘેરી લીધો

ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ બની ગઈ છે. ઈમરાનના સમર્થકો ઘણા શહેરોમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. લાહોરમાં પાકિસ્તાની સેનાના કમાન્ડરના ઘરને ઘેરી લેવામાં આવ્યું છે અને કેટલાક લોકો કમાન્ડરના ઘરમાં ઘૂસી ગયા છે.


શેહબાઝના મંત્રીએ કહ્યું – પૈસા ઈમરાન ખાનના નામે નોંધાયેલા ટ્રસ્ટમાં ગયા

પાકિસ્તાનના ગૃહમંત્રીનું કહેવું છે કે ઉચાપત કરાયેલી રકમ એક ટ્રસ્ટમાં જમા કરાવવામાં આવી હતી જે ખાન અને તેની પત્નીના નામે નોંધાયેલી હતી. આ નાણાં રાષ્ટ્રીય તિજોરીમાં જમા કરાવવાના હતા, પરંતુ અલ-કાદિર ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી મિલકતમાં ગયા.


ઈમરાનની ધરપકડ ફાસીવાદ છેઃ શેખ રશીદ

પીટીઆઈના વરિષ્ઠ નેતા શેખ રશીદે કહ્યું છે કે ઈમરાન ખાનની ધરપકડ ફાસીવાદ, ક્રૂરતા અને અશાંતિ દર્શાવે છે. ઈમરાન ખાનને હરાવીને આ દુનિયાને બતાવી દીધું છે. આ સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે.

આઇસી15 ઇન્ડેક્સ275 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં ગ્રાહક ભાવાંક જાહેર થવા પૂર્વે સાવચેતીના વલણરૂપે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના ઘટકોમાંથી એકમાત્ર ટ્રોન 0.34 ટકા વધ્યો હતો. બાકીના ઘટેલા કોઇનમાંથી પોલીગોન, અવાલાંશ, લાઇટકોઇન અને ડોઝકોઇન 2થી 6 ટકાના ઘટાડા સાથે મોખરે હતા.

પ્રાપ્ત અહેવાલો મુજબ હોંગકોંગ ક્રીપ્ટોકરન્સી ક્ષેત્ર માટે નવી માર્ગદર્શિકા ઘડવા કાર્યરત છે. દેશને એશિયામાં ક્રીપ્ટોકરન્સીની રાજધાની બનાવવાના હેતુસર આ કાર્ય કરવામાં આવી  રહ્યું છે. બીજી બાજુ, બેન્ક ઓફ કેનેડાએ કેનેડિયન ડિજિટલ ડોલર સંબંધે જનતાનાં મંતવ્યો જાણવાની કવાયત શરૂ કરી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.72 ટકા (275 પોઇન્ટ) ઘટીને 38,045 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,320 ખૂલીને 38,433ની ઉપલી અને 37,732 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

કર્ણાટક ચૂંટણીઃ ઈવીએમ મશીન્સ, મતદાન સામગ્રીઓનું વિતરણ

કર્ણાટકમાં નવી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે 10 મે, બુધવારે મતદાન થશે. એની પૂર્વસંધ્યાએ, મંગળવારે રાજ્યના પાટનગર બેંગલુરુમાં જુદા જુદા મતદાન કેન્દ્રો ખાતે ચૂંટણી અધિકારીઓને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) તથા અન્ય મતદાન સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.)

224-બેઠકોવાળી વિધાનસભાની ચૂંટણીમાં 13 મેએ મતગણતરી હાથ ધરાશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે. આ વખતની ચૂંટણી માટે કુલ 2,163 ઉમેદવારો જંગમાં ઝુકાવ્યું છે. આમાં માત્ર 185 મહિલાઓ છે. રાજ્યમાં હાલ ભાજપનું શાસન છે.

સ્પાઈડર-મેન ગિલ: ફિલ્મી દુનિયામાં શુભમનની એન્ટ્રી; બન્યો ભારતીય સ્પાઈડરમેનનો સ્વર

મુંબઈઃ ભારતીય બેટર શુભમન ગિલે સોની પિક્ચર્સની આગામી એનિમેટેડ ફિલ્મ ‘સ્પાઈડર-મેનઃ અક્રોસ ધ સ્પાઈડર-વર્સ’ની હિન્દી અને પંજાબી આવૃત્તિમાં ભારતીય સ્પાઈડરમેન પાત્ર પવિત્ર પ્રભાકર માટે પોતાનો સ્વર આપ્યો છે. આ જાણકારી શુભમન ગિલે ઈન્સ્ટાગ્રામ મારફત આપી છે. પોતાનો વિડિયો શેર કરવા સાથે એણે લખ્યું છે: શુભ-મેન હવે સ્પાઈડર-મેન છે. ભારતીય સ્પાઈડર-મેન માટે મારો સ્વર આપવા માટે હું રોમાંચિત છું.’

‘સ્પાઈડર-મેનઃ અક્રોસ ધ સ્પાઈડર-વર્સ’ ફિલ્મ આવતી બીજી જૂનથી ગુજરાતી સહિત 10 ભારતીય ભાષાઓમાં રિલીઝ થવાની છે.

રાજ્યમાંથી પાંચ વર્ષમાં 40,000થી વધુ મહિલાઓ લાપતાઃ NCRBનો ડેટા

અમદાવાદઃ રાજ્યમાં એક બહુ ચોંકાવનારો અહેવાલ આવ્યો છે. સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં પાંચ વર્ષ દરમ્યાન 40,000થી વધુ મહિલાઓ લાપતા વધુ થઈ છે. નેશનલ ક્રાઇમ ર્કોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા મુજબ વર્ષ 2016માં 7105, 2017માં 7712, વર્ષ 2018માં 9246 અને વર્ષ 2019માં 9268 મહિલાઓ લાપતા થઈ ચે. જ્યારે વર્ષ 2020માં 8290 મહિલાઓના લાપતા થવાની માહિતી મળી હતી. પાંચ વર્ષમાં કુલ સંખ્યા 41,621 સુધી પહોંચી હતી.

રાજ્યની ભાજપની સરકાર દ્વારા 2021માં વિધાનસભામાં આપવામાં આવેલા એક નિવેદન અનુસાર અમદાવાદ અને વડોદરામાં માત્ર એક વર્ષમાં (2019-20)માં 4722 મહિલાઓ લાપતા થઈ હતી. રાજ્યમાં છેલ્લાં 25 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે. ભૂતપૂર્વ IPS અધિકારી અને ગુજરાત રાજ્ય માનવાધિકાર પંચના સભ્ય સુધીર સિંહાએ કહ્યું હતું કે મિસિંગના કેટલાક મામલામાં મેં જોયું હતું કે યુવતીઓ અને મહિલાઓને ક્યારેક-ક્યારેક ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. અને Prostitution માટે મજબૂર કરવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે પોલીસ સિસ્ટમની સમસ્યા એ છે કે એ લાપતાના મામલાઓને ગંભીરતાથી નથી લેતી. આવા મામલે હત્યાથી ગંભીર હોય છે. પોલીસે મહિલાઓના લાપતા થવાની તપાસ મુદ્દે સખતાઈથી કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે પોલીસ દ્વારા લાપતા લોકોને મામલે આંખ આડા કાન કર્યા છે, કેમ કે એની તપાસ બ્રિટિશ કાળમાં કરાતી હતી, એ પ્રમાણે કરવામાં આવે છે. ભૂતપૂર્વ પોલીસ ડિરેક્ટર જનરલે કહ્યું હતું કે ડો. રાજન પ્રિયદર્શીએ કહ્યું હતું કે યુવતીઓ લાપતા થવા માટે હ્યુમન ટ્રાફિકિંગ જવાબદાર છે.