ભોપાલઃ મધ્ય પ્રદેશમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં સોશિયલ મિડિયા પર રીલ બનાવતો એક ટેક્સી ડ્રાઇવર કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તે સમયે આશ્ચર્યચકિત થઈ ગઈ, જ્યારે ગેરકાયદે હથિયારોની શોધ માટે કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીમાં ઓટો-રિક્ષા ચાલકના ઘરમાંથી લગભગ ત્રણ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. સાગર જિલ્લામાં સોશિયલ મિડિયા પર પિસ્તોલ લહેરાવતા વિડિયો પોસ્ટ કરનારા બે ભાઈઓની શોધ દરમિયાન પોલીસે તેમાંથી એકના ઘરની બંધ અલમારીમાંથી ત્રણ કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરી હતી.

જોકે રવિવારે કરવામાં આવેલી પોલીસ તપાસ દરમિયાન આરોપીના ઘરમાંથી કોઈ પિસ્તોલ મળી આવી નહોતી. પોલીસ અધિક્ષક (SP) અનુરાગ સુજાનિયાએ જણાવ્યું હતું કે સૌરભ અહિરવાર અને તેના ભાઈએ કથિત રીતે પિસ્તોલ લહેરાવતા વિડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા. ત્યાર બાદ પોલીસ તેમની શોધમાં લાગી હતી.
કેવી રીતે થયો શંકા?
તેમણે જણાવ્યું હતું કે જ્યારે પોલીસની એક ટીમ પિસ્તોલ જપ્ત કરવા માટે અહિરવારના ઘરે પહોંચી ત્યારે તેમને એક બંધ અલમારી જોવા મળી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે પોલીસ ટીમે તેમને અલમારી ખોલવા માટે કહ્યું ત્યારે તેણે આનાકાની કરી અને કહ્યું કે તેની પાસે ચાવી નથી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસે અલમારીનું તાળું તોડી નાખ્યું, ત્યાર બાદ એક બેગમાંથી ત્રણ કરોડ રૂપિયાથી વધુની બિનહિસાબી રોકડ મળી આવી હતી.
भ्रष्टाचार किस हद तक बढ़ गया है देखो।
ड्राइवर के घर बंदूक तलाशने गई थी पुलिस, मिला नोटों का अंबार, गिनने के लिए मंगानी पड़ी मशीन।
सागर (एमपी) में पेशे से ड्राइवर युवक के घर अवैध हथियार की तलाश में पहुंची पुलिस को वहां करीब 3 करोड़ नकद मिले जिसके बाद हड़कप मच गया।
रकम इतनी… pic.twitter.com/yxCe4oehhW
— Sachin (@Sachin_Ji07) August 17, 2026
કોના હતા આ રૂપિયા?
અધિકારીઓએ જણાવ્યું હતું કે અહિરવારનો ભાઈ ઓટો-રિક્ષા ચલાવે છે. બંને ભાઈઓનો દાવો છે કે આ રૂપિયા તેમના એક સંબંધીએ રાખ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બંનેએ દાવો કર્યો હતો કે સંબંધીએ આશરે 8-9 વર્ષ પહેલાં અલમારીમાં આ રોકડ રાખી હતી. આટલી મોટી રકમ જોઈને પોલીસ અધિકારીઓએ તરત જ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી. ત્યાર બાદ નોટોની ગણતરી કરવા માટે મશીનો મગાવવામાં આવી હતી. પોલીસ અને અધિકારીઓની ટીમને રોકડની ગણતરી કરવામાં લગભગ પાંચ કલાક લાગ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ જપ્ત કરાયેલી રોકડની રકમ લગભગ ત્રણ કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ કહ્યું કે હાલમાં સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.






