Home Blog Page 2877

રાશિ ભવિષ્ય 15/05/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે,  વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે,  વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રરહેવું, પ્રિયજન સાથે વિચાર મતભેદના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે,  તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

પંચાંગ 15/05/2023

PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ

PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલની સાદગી અને નૈતિકતાના વખાણ કર્યા છે. ત્યારે CMએ PMના ટ્વિટનો જવાબ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા છે. CM ભૂપેન્દ્ર પટેલની સાદગી અને નૈતિકતાના વખાણ કર્યા છે. તેમાં PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી માહિતી આપી છે.

ભૂપેન્દ્રભાઇનું આચરણ લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે

ભૂપેન્દ્ર પટેલે નીતિમત્તા-સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. જેમાં ભૂપેન્દ્રભાઇનું આચરણ લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. CMએ મુંબઇ જવા સરકારી ખર્ચનો ઉપયોગ કર્યો ન હતો. CMના પુત્ર અનુજની મુંબઇમાં સારવાર ચાલી રહી છે. તેમાં એર એમ્બ્યુલન્સનો ચાર્જ પણ CMએ ચૂકવ્યો હતો. PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલની સાદગીની વખાણ કર્યા છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીના ટ્વિટનો જવાબ આપ્યો છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે જાહેરજીવનમાં સંપૂર્ણ પ્રામાણિકતાયુક્ત છે આપનું જીવન. આપનું જીવન મારા માટે હંમેશા દિવાદાંડી સમાન. આપનો સાથ મારા માટે અમૂલ્ય અને શક્તિનો મોટો સ્ત્રોત. દીકરાના સ્વાસ્થ્ય માટે આપની પ્રાર્થના મારા માટે અમૂલ્ય.


CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીના ટ્વિટનો જવાબ આપ્યો

આદરણીય વડાપ્રધાનશ્રી,

માતાપિતા અને ગુરુજનોએ આપેલી વ્યવહારશુદ્ધિની શીખ તેમજ જાહેરજીવનમાં સંપૂર્ણ પ્રામાણિકતાયુક્ત આપનું જીવન મારા માટે હંમેશા દિવાદાંડી બનીને રહ્યા છે. દીકરાના સ્વાસ્થ્ય માટે આપની પ્રાર્થના અને આપનો સાથ મારા માટે અમૂલ્ય છે. મારા માટે શક્તિનો મોટો સ્ત્રોત છે.

કર્ણાટકમાં મુખ્યપ્રધાનની પસંદગી કોંગ્રેસ હાઈકમાન્ડ કરશે

બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બહુમતી સાથે જીત મેળવ્યા બાદ મુખ્ય પ્રધાન પદ માટે કોંગ્રેસના રાજ્ય એકમમાં સિદ્ધરામૈયા શિવકુમાર વચ્ચે હરીફાઈ ચાલી રહી છે ત્યારે પક્ષપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના નિરીક્ષકો કર્ણાટકના કોંગ્રેસી વિધાનસભ્યોનો અભિપ્રાય મેળવશે અને પક્ષના મોવડીમંડળને પાઠવશે અને ત્યારબાદ મોવડીમંડળ મુખ્ય પ્રધાન કોને બનાવવા તેનો આખરી નિર્ણય લેશે.

Bengaluru: Congress President Mallikarjun Kharge with senior party leaders Siddaramaiah, D.K. Shivakumar and K.C. Venugopal during celebrations after the party’s win in Karnataka Assembly elections, in Bengaluru, Saturday, May 13, 2023. (Photo: Dhananjay Yadav/IANS)

ખડગેએ એમ પણ કહ્યું છે કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ માટે બધું સરળ રીતે પાર પડ્યું છે અને શક્ય એટલી ઝડપથી સરકાર રચવામાં આવશે.

ગઈ વેળાની વિધાનસભાની મુદત 24 મેએ પૂરી થાય છે. આનો અર્થ એ કે નવા મુખ્ય પ્રધાન અને એમના સાથી પ્રધાનોએ એ તારીખના અમુક દિવસો પૂર્વે શપથ ગ્રહણ કરી લેવા પડશે.

આત્મનિર્ભર ભારત તરફ રક્ષા મંત્રાલયનું પગલું, 928 સંરક્ષણ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ

આત્મનિર્ભર ભારત તરફ એક પગલું ભરતા, સંરક્ષણ મંત્રાલયે 928 સ્પેરપાર્ટ્સની નવી સૂચિને મંજૂરી આપી છે, જે ફક્ત દેશની કંપનીઓ પાસેથી જ ખરીદી શકાય છે. મંત્રાલયે રવિવારે (14 મે) જણાવ્યું હતું કે આ પગલાનો હેતુ સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંરક્ષણ મંત્રાલયે સંરક્ષણ ક્ષેત્રમાં ‘આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા અને સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોની આયાત ઘટાડવા માટે ચોથી PILને મંજૂરી આપી છે. આ ચોથી ‘પોઝિટિવ ઈન્ડિજનાઈઝેશન’ લિસ્ટ (PIL) છે, જેમાં ‘રિપ્લેસમેન્ટ યુનિટ્સ’, સબ-સિસ્ટમ્સ અને વિવિધ સૈન્ય પ્લેટફોર્મ, સાધનો અને શસ્ત્રોમાં વપરાતા ભાગોનો સમાવેશ થાય છે. હાલમાં આ ઉત્પાદનોની આયાત પર લગભગ 715 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.


સંરક્ષણ મંત્રાલયે સમયમર્યાદા નક્કી કરી

સંરક્ષણ મંત્રાલયે વસ્તુઓની આયાત પ્રતિબંધ માટે સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરી છે, જે ડિસેમ્બર 2023 થી ડિસેમ્બર 2028 સુધીની છે. અગાઉ, મંત્રાલયે ડિસેમ્બર 2021, માર્ચ 2022 અને ઓગસ્ટ 2022માં સમાન ત્રણ પીઆઈએલ જારી કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સૂચિઓમાં 2500 થી વધુ વસ્તુઓ શામેલ છે જે પહેલાથી જ સ્વદેશી છે અને 1238 (351+107+780) વસ્તુઓને નિર્ધારિત સમયમર્યાદામાં સ્વદેશીકૃત કરવામાં આવશે.

તેમાં કહેવામાં આવ્યું છે કે 1238 વસ્તુઓમાંથી 310 સ્વદેશી છે. વધુમાં, તે શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓને સામેલ કરીને સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગની ડિઝાઇન ક્ષમતાઓને વધારશે, એમ નિવેદનમાં જણાવાયું છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કર્યું કે નરેન્દ્ર મોદી સરકાર સ્વદેશીકરણ અને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને, 928 લાઈન રિપ્લેસમેન્ટ યુનિટ્સ (LRUs)/સબ-સિસ્ટમ્સ અને સ્પેર્સની ચોથી PIL મંજૂર કરવામાં આવી છે. સૂચિમાં અદ્યતન સામગ્રી અને ઘટકોનો સમાવેશ થાય છે, જેની આયાત અવેજીકરણ મૂલ્ય રૂ. 715 કરોડ છે.

મંત્રાલયે કહ્યું કે સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમો ટૂંક સમયમાં આ સૂચિત વસ્તુઓ માટે પ્રાપ્તિ પ્રક્રિયા શરૂ કરશે. સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણાં પગલાં લીધાં છે. ભારત વૈશ્વિક સ્તરે શસ્ત્રોના સૌથી મોટા આયાતકારોમાંનો એક છે.

RR vs RCB : બેંગ્લોરની ધમાકેદાર જીત, રાજસ્થાન માત્ર 59 રનમાં ઓલઆઉટ

પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહેલા ફાફ ડુપ્લેસીના ખેલાડીઓએ આ સિઝનમાં કદાચ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને રાજસ્થાન રોયલ્સને 112 રનથી હરાવ્યું. માર્જિન ગ્લેન મેક્સવેલના ઓલરાઉન્ડ પ્રદર્શન અને બોલરોના સ્પેલના કારણે રાજસ્થાન આ સિઝનનો સૌથી નાનો સ્કોર 59 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

રાજસ્થાન અને બેંગ્લોર માટે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આ મેચમાં જીત નોંધાવવી જરૂરી હતી. આ મેચ પહેલા રાજસ્થાનના 12 પોઈન્ટ હતા જ્યારે બેંગ્લોરના માત્ર 10 પોઈન્ટ હતા. નેટ રન રેટમાં પણ રાજસ્થાન બેંગ્લોર કરતા આગળ હતું. આવી સ્થિતિમાં, આ મેચ જીતવા સિવાય બેંગ્લોરને રાજસ્થાનથી આગળ રહેવા માટે 100થી વધુ રનથી જીતવાની જરૂર હતી અને આરસીબીએ આ જ કર્યું. આ સાથે તેણે પોઈન્ટ ટેબલમાં પણ જબરદસ્ત છલાંગ લગાવી અને પાંચમા સ્થાને પહોંચી ગઈ.


ડુપ્લેસી-મેક્સવેલ ફરી ફોર્મમાં જોવા મળ્યા

બેંગ્લોર માટે, ફરી એકવાર કેપ્ટન ફાફ ડુપ્લેસીસ અને ગ્લેન મેક્સવેલની જોડીએ રનનો બોજ વહન કર્યો. પાવરપ્લેમાં ધીમી શરૂઆત બાદ વિરાટ કોહલી ફરી એકવાર સસ્તામાં આઉટ થયો હતો. આવી સ્થિતિમાં મેક્સવેલે આવીને કેટલાક મોટા શોટ રમ્યા અને રનની ગતિ વધારી. બીજી તરફ કેપ્ટન ડુપ્લેસીએ જોરદાર સામનો કર્યો અને તેની સાતમી અડધી સદી ફટકારી. જોકે, 15મી અને 16મી ઓવર વચ્ચે બેંગ્લોરે માત્ર 5 બોલમાં કેપ્ટન ડુપ્લેસીસ સહિત 3 વિકેટ ગુમાવી દીધી હતી. મુશ્કેલીઓ વધી રહી હતી પરંતુ મેક્સવેલે 30 બોલમાં અડધી સદી ફટકારીને હુમલો ચાલુ રાખ્યો હતો.

18મી ઓવરમાં મેક્સવેલના આઉટ થવાથી ફરી નાના સ્કોરનું જોખમ વધી ગયું હતું. તે સમયે બોર્ડ પર માત્ર 137 રન હતા, પરંતુ અત્યાર સુધી નિષ્ફળ ગયેલા અનુજ રાવતે માત્ર 11 બોલમાં 29 રન ફટકારીને ટીમને 171 રનના લાયક સ્કોર સુધી પહોંચાડી દીધી હતી.


અનુજ રાવતની આ ઇનિંગે બેંગ્લોરમાં નવો ઉત્સાહ ભરી દીધો અને તેની અસર ટીમની બોલિંગમાં જોવા મળી. યશસ્વી જયસ્વાલ, જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસન પ્રથમ બે ઓવરમાં જ આઉટ થઈ ગયા હતા. મોહમ્મદ સિરાજે પ્રથમ ઓવરમાં જયસ્વાલને આઉટ કર્યો હતો, જ્યારે ટીમમાં પરત ફરેલા ડાબોડી ફાસ્ટ બોલર વેઇન પાર્નેલએ પછીની ઓવરમાં બટલર અને સેમસન સાથે વ્યવહાર કર્યો હતો. રાજસ્થાન માત્ર 7 રનના સ્કોર પર પડ્યા બાદ બેકફૂટ પર આવી ગયું હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ બાકીના બેટ્સમેનોએ જે રીતે આત્મસમર્પણ કર્યું, તેની કોઈને આશા ન હતી. દેવદત્ત પડિકલ અને જો રૂટની વિકેટ પણ પાંચમી અને છઠ્ઠી ઓવરમાં પડી હતી. પાવરપ્લેમાં જ 28 રનમાં 5 વિકેટ પડી હતી.

IPL 2023નો સૌથી નાનો સ્કોર બનાવ્યો

અહીંથી શિમરોન હેટમાયરે 4 છગ્ગા ફટકારીને થોડો સંઘર્ષ ચાલુ રાખ્યો પરંતુ બીજી બાજુથી વિકેટો પડતી રહી. પાર્નેલ અને સિરાજની ગતિએ કરેલા કામ બાદ બેંગ્લોરના સ્પિનરોએ બાકીનું કામ કર્યું. બ્રેસવેલ, મેક્સવેલ અને કર્ણ શર્માએ બાકીના બેટ્સમેનોને આઉટ કર્યા અને માત્ર 10.3 ઓવરમાં 59 રન પર ઢગલા થઈ ગયા. આ સિઝનનો આ સૌથી નાનો સ્કોર છે અને IPL ઈતિહાસનો ત્રીજો સૌથી નાનો સ્કોર છે.

કારમો ઉનાળોઃ તરસ્યા ગામવાસીઓની હાલાકી…

આ વર્ષે ઉનાળાની મોસમમાં ગરમીએ માઝા મૂકી છે. સૂર્યદેવ ખૂબ આકરા બન્યા હોવાથી અનેક નાના તળાવો, નદીઓ સૂકાઈ ગયા છે. પરિણામે ગામડાઓમાં રહેતાં લોકોની હાલત વધારે કફોડી થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં મુંબઈની પડોશના થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં ભાત્સા, તાનસા, વૈતરણા જેવા અનેક મોટા જળાશયો આવેલા છે, જે મુંબઈના સવા કરોડથી વધારે લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે. તે છતાં આ તાલુકાના અનેક ગામોમાં તો વર્ષોથી પાણીની તંગી જ રહે છે. ગામવાસીઓને અમુક કૂવાઓના પાણી પર અને પાણીની ટેન્કરો મારફત પૂરા પાડવામાં આવતા પાણી નિર્ભર રહેવું પડે છે. 14 મે, રવિવારે એક ગામમાં તરસ્યા લોકો એક સૂકાઈ ગયેલા કૂવાની આસપાસ ભેગા થયા છે, જેમાં ટેન્કરનું પાણી ઠલવાયા બાદ ગામવાસીઓ વારાફરતી પોતપોતાના વાસણોમાં પાણી એકત્ર કરી રહ્યાં છે.

પાણી ભરવા માટે ગામવાસી મહિલાઓ કૂવાની આસપાસ એકઠી થઈ છે.

ટેન્કરમાંથી પીવાનું પાણી કૂવામાં ઠાલવવામાં આવી રહ્યું છે

શાહપુર તાલુકાના એક ગામની મહિલાઓ એક કૂવામાંથી પાણી ખેંચીને ઘડાઓમાં ભરીને પોતાનાં ઘર તરફ પાછી ફરી રહી છે.

ગામવાસીઓની તરસ છીપાવવા માટે પાણીની ટેન્કર આવી પહોંચી છે

મારામારી કેસ મામલે સૈફ અલી ખાને ફરી મુશ્કેલીમાં !

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અન્ય બે લોકોએ મુંબઈની એક હોટલમાં દક્ષિણ આફ્રિકાના વેપારી અને તેના સસરાને કથિત રીતે માર માર્યાના 11 વર્ષ પછી આવતા મહિને સુનાવણી શરૂ થવાની સંભાવના છે. એસ્પ્લેનેડ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે 24 એપ્રિલે સૈફ અલી ખાન અને શકીલ લડાક, બિલાલ અમરોહી વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા. કોર્ટે આ મામલામાં સાક્ષીઓને નિવેદન નોંધવા માટે સમન્સ પણ જારી કર્યા છે, જેનાથી સુનાવણીનો માર્ગ ખુલી ગયો છે. આ મામલામાં સુનાવણી 15 જૂનથી શરૂ થઈ શકે છે.

શું છે મામલો?

તાજ હોટેલમાં વસાબી રેસ્ટોરન્ટમાં કથિત બોલાચાલી બાદ 22 ફેબ્રુઆરી, 2012ના રોજ બિઝનેસમેન ઈકબાલ મીર શર્માએ ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ત્રણેય આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ઘટના સમયે સૈફ અલી ખાન સાથે તેની પત્ની અને અભિનેત્રી કરીના કપૂર ખાન, તેની બહેન કરિશ્મા કપૂર, અભિનેત્રી મલાઈકા અરોરા ખાન, અમૃતા અરોરા અને અન્ય કેટલાક મિત્રો પણ હતા.

બંને પક્ષોએ એકબીજા પર આરોપ લગાવ્યા

પોલીસના જણાવ્યા અનુસાર, સૈફ અલી ખાને કથિત રીતે તેને ધમકી આપી હતી અને તેના નાક પર મુક્કો માર્યો હતો જ્યારે બિઝનેસમેન ઈકબાલ મીર શર્માએ અભિનેતા અને તેના મિત્રોને જોરથી બોલવા પર વાંધો ઉઠાવ્યો હતો, જેના કારણે તેને ‘ફ્રેક્ચર’ થયું હતું. એનઆરઆઈ બિઝનેસમેને સૈફ અને તેના મિત્રો પર તેના સસરા રમણ પટેલ પર પણ હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે, સૈફ અલી ખાને કહ્યું કે શર્માએ ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી હતી અને તેની સાથે રહેલી મહિલાઓ સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ઝઘડો થયો હતો. પોલીસે આ કેસમાં 21 ડિસેમ્બર 2012ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. સૈફ અલી ખાન અને તેના બે મિત્રો પર ભારતીય દંડ સંહિતાની કલમ 325 અને કલમ 34 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

Video: કર્ણાટકમાં જીત બાદ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા!

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. આજે પણ બેઠકોનો દોર ચાલુ છે. ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, ચૂંટણી જીત્યા પછી ઉમેદવાર આનંદથી કૂદી પડે છે. તેની સાથે સમર્થકો પણ ઉજવણીમાં ઉમટી પડ્યા હતા. કર્ણાટકની બેલગામ નોર્થ સીટ પરથી કોંગ્રેસના આસિફ (રાજુ) સેઠ જીત્યા. આ દરમિયાન લોકોએ ઉજવણી કરવાનું શરૂ કર્યું. આથી ભીડે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સમર્થકોની ભીડ પાકિસ્તાન ઝિંદાબાદ, પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહી છે. જોકે, ટ્વિટર યુઝર્સે એમ પણ કહ્યું છે કે વીડિયોમાં આસિફ સૈત પાકિસ્તાન ઝિંદાબાદ નહીં પણ ઝિંદાબાદના નારા લગાવી રહ્યો છે. જોકે પોલીસે તેની સામે એફઆઈઆર નોંધી છે. પરંતુ પોલીસે તેમની એફઆઈઆરમાં આ બંને સૂત્રોનો ઉલ્લેખ કર્યો નથી. પોલીસનું કહેવું છે કે ફોરેન્સિક ટીમ દ્વારા વીડિયોને તપાસ માટે મોકલવામાં આવ્યો છે. તપાસ બાદ સ્પષ્ટ થશે કે ટોળું કયું સ્લોગન વાપરતું હતું. આ પછી જ પોલીસ તેમાં યોગ્ય કલમો ઉમેરશે.

વીડિયો ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે

પોલીસે આ મામલે આઈપીસીની કલમ 153 હેઠળ કેસ નોંધ્યો છે. વીડિયો ફોરેન્સિક ટીમને મોકલવામાં આવ્યો છે. હાલમાં આ મામલે વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. અનેક હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. ગુનેગારો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. આ વિડિયો TV9 દ્વારા ચકાસાયેલ નથી. સોશિયલ મીડિયા પર જે રીતે વિવાદ થયો છે તેનાથી લોકો બે છાવણીમાં વહેંચાઈ ગયા છે. વીડિયોને સાંભળ્યા બાદ ઘણા લોકોએ દાવો કર્યો છે કે તેમાં પાકિસ્તાન ઝિંદાબાદ કહેવામાં આવ્યું છે.

કર્ણાટકમાં કોંગ્રેસની જીત

કર્ણાટકમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસને 135 જ્યારે ભાજપને 66 બેઠકો મળી હતી. કોંગ્રેસમાં સત્તા વાપસીની ભારે જશ્ન મનાવવામાં આવ્યો હતો. પાર્ટી હાઈકમાન્ડ પણ કાર્યકરોથી ખૂબ ખુશ છે. આજે વિધાનસભા પક્ષની બેઠક યોજાવા જઈ રહી છે. તે નક્કી કરશે કે સીએમ કોણ બનશે. કોંગ્રેસ હાઈકમાન્ડ સામે આ સૌથી મોટો પ્રશ્ન છે. અહીં ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાની લડાઈ ચાલી રહી છે. પાર્ટી હાઈકમાન્ડનું મન સિદ્ધારમૈયા તરફ છે. પરંતુ ડીકે શિવકુમારને પણ અવગણી શકતા નથી.

આ 28 વર્ષીય વ્યક્તિએ ફોર્બ્સમાં 82% હિસ્સો ખરીદ્યો, $800 મિલિયનની કરી ડીલ

28 વર્ષના એક અબજોપતિએ ફોર્બ્સ મેગેઝિનમાં મોટો હિસ્સો ખરીદ્યો છે. ઓટોમોટિવ ટેક્નોલોજી કંપની લ્યુમિનાર ટેક્નોલોજિસે ફોર્બ્સ ગ્લોબલ મીડિયા હોલ્ડિંગ્સમાં 82 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. મીડિયા હાઉસ કંપનીની ડીલ 800 મિલિયન ડોલરમાં થઈ છે. એક અહેવાલ મુજબ, અબજોપતિના હિસ્સામાં તેમના પરિવારની માલિકીની કંપનીનો બાકીનો હિસ્સો સામેલ છે, જેણે 2014માં હોંગકોંગ સ્થિત રોકાણકાર જૂથ ઈન્ટીગ્રેટેડ વ્હેલ મીડિયા ઈન્વેસ્ટમેન્ટ્સને કંપનીના 95 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું.

ફોર્બ્સ માટે રસેલની મોટી યોજના

કંપનીના નિવેદન અનુસાર, રસેલ ફોર્બ્સ બ્રાન્ડ માટે સ્વપ્નદ્રષ્ટા તરીકે સેવા આપવાની યોજના ધરાવે છે અને રોજિંદા કામગીરીમાં સામેલ થશે નહીં. ફોર્બ્સ અમેરિકન મીડિયા ટેક્નોલોજી અને AI નિષ્ણાતોને સમાવતું નવું બોર્ડ નિયુક્ત કરવાની યોજના બનાવી રહ્યું છે. સંકલિત વ્હેલ બોર્ડ સીટ પણ રાખશે.

લ્યુમિનાર ટેક્નોલોજી વિશે

રસેલ BC ફોર્બ્સ વતી 1917માં સ્થપાયેલ ફોર્બ્સમાં રોજ-બ-રોજની કામગીરીમાં સામેલ થશે નહીં અને અમેરિકન મીડિયા, ટેક્નોલોજી અને AI નિષ્ણાતો સાથે પ્રકાશનના નવા બોર્ડની નિમણૂક કરશે. તમને જણાવી દઈએ કે રસેલની કંપની Luminar Technologies નું માર્કેટ કેપ હાલમાં $2.1 બિલિયન છે. છેલ્લા એક દાયકામાં, Luminar એ તેના 50 થી વધુ ભાગીદારોને સક્ષમ કરવા માટે એક અદ્યતન હાર્ડવેર અને સોફ્ટવેર પ્લેટફોર્મ બનાવ્યું છે.