Home Blog Page 2841

PMની યાત્રા પહેલાં USના સંરક્ષણપ્રધાન ભારતની મુલાકાતે આવશે

વોશિંગ્ટનઃ અમેરિકી સંરક્ષણપ્રધાન લોઇડ ઓસ્ટિન તેમની સમકક્ષ રાજનાથ સિંહથી મુલાકાત કરવા માટે આગામી સપ્તાહે ભારત આવશે. એ પ્રવાસ આવતા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વ્હાઇટ હાઉસની સત્તાવાર રાજકીય યાત્રાથી પહેલાં થશે.

 પેન્ટાગોને સંરક્ષણપ્રધાન ઓસ્ટિનની જાપાન, સિંગાપોર, ભારત અને ફ્રાન્સનો પ્રવાસની ઘોષણા કરતાં કહ્યું હતું કે ઓસ્ટિન સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને અન્ય નેતાઓથી મળવા માટે નવી દિલ્હીની મુલાકાત લેશે. બંને દેશો અમેરિકા- ભારતના મુખ્ય સંરક્ષણ ભાગીદારીનું આગળ ધપાવશેય પેંટાગોને કહ્યું હતું કે આ મુલાકાત સંરક્ષણ ઇન્નોવેશન અને ઓદ્યૌગિક સહયોગનો પ્રારંભ તથા અમેરિકી અને ભારતીય સેનાઓની વચ્ચે ઓપરેશન સપોર્ટનો વિસ્તાર કરવા માટેના પ્રયાસોમાં તેજી લાવવાની તક પ્રદાન કરે છે.

પેન્ટાગોને કહ્યું હતું કે આ વર્ષના પ્રારંભમાં ઐતિહાસિક US-જાપાન સાથે મંત્રી સ્તરીય બેઠક પછી અમેરિકા અને જાપાન ગઠબંધનની ક્ષમતાને આધુનિક બનાવવા અને અમેરિકી સેનાની સ્થિતિને અનુકૂળ કરવા અને સમાન વિચારધારાવાળા ભાગીદારોની વ્યૂહાત્મ સંબંધો બનાવવા માટે મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે.  ઓસ્ટિન હિન્દ-પ્રશાંત ક્ષેત્રની સાતમા પ્રવાસ તરીકે જાપાનથી પ્રવાસનો પ્રારંભ કરશે. ટોક્યોમાં તેમની યોજના જાપાનના સંરક્ષણપ્રધાન યાસુકાસુ હમાદા અને અન્ય વરિષ્ઠ નેતાઓ તથા જાપાનમાં તહેનાત અમેરિકી સૈનિકોથી પણ મુલાકાત કરવાના છે. ત્યાંથી ઓસ્ટિન સિંગાપોર જશે. જ્યાં તો આંતરરાષ્ટ્રીય સંસ્થા (IISS)ની 20મી શંગરી-લા સંવાદને સંબોધિત કરશે. સિંગાપોર બાદ તેઓ નવી દિલ્હી આવશે અને એ પછી તેઓ ફ્રાન્સ જઈને ડી-ડે (નોરમેન્ડી પર હુમલાના 79 વર્ષે) આયોજિત કાર્યમમાં ભાગ લેશે.

 

 

 

 

 

રાહુલ ગાંધીને નવો પાસપોર્ટ ઈશ્યૂ કરવા દિલ્હીની કોર્ટે NOC આપી

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સાંસદપદ ગેરલાયક ઠેરવાયા બાદ તેઓ સાંસદ તરીકેના એમના વિશેષાધિકાર ખોઈ બેઠા છે. પરંતુ દિલ્હીની એક કોર્ટે રાહુલ ગાંધીને આગામી ત્રણ વર્ષ માટે રેગ્યૂલર પાસપોર્ટ મેળવવાની આજે પરવાનગી આપી છે. રાહુલે એમનું સાંસદપદ અયોગ્ય ઠેરવાયા બાદ પોતાનો રાજદ્વારી પાસપોર્ટ શરણે કરી દીધો હતો અને ત્યારબાદ એમણે નવા પાસપોર્ટ માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) મેળવવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વૈભવ મહેતાએ રાહુલ ગાંધીના ધારાશાસ્ત્રીને કહ્યું, હું તમારી અરજીને આંશિક રીતે મંજૂર રાખું છું. 10 વર્ષ માટે નહીં, પણ ત્રણ વર્ષ માટે મંજૂર કરું છું.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપી છે અને ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી ફરિયાદી છે. રાહુલે પોતાની અરજીમાં પોતાને નવો ઓર્ડિનરી પાસપોર્ટ ઈશ્યૂ કરાય એ માટે એનઓસી મંજૂર કરવા કોર્ટને વિનંતી કરી હતી. હવે કોર્ટે એનઓસી મંજૂર કરતાં રાહુલને ત્રણ વર્ષ માટે પાસપોર્ટ મળશે. દેશમાં કોઈ પણ નાગરિકને નવો પાસપોર્ટ મેળવવા માટેની પ્રક્રિયામાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે એવું સમર્થન સૂચવે છે કે અરજદારને નવો પાસપોર્ટ ઈશ્યૂ કરાય એની સામે અદાલતને કોઈ વાંધો નથી.

સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિથી નવી સંસદના ઉદઘાટન મામલે અરજી ફગાવી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી જ નવી સંસદનું ઉદઘાટન કરશે. સુપ્રીમ કોર્ટે એ જનહિત અરજીને ફગાવી દીધી છે, જેમાં દેશના રાષ્ટ્પતિ દ્વારા નવી સંસદનું ઉદઘાટન કરવા માટે લોકસભા સચિવાલય અને કેન્દ્ર સરકારને નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતાં અરજીકર્તાઓને ફટકાર પણ લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે આ અરજી કેમ દાખલ કરવામાં આવી છે?  તમે અમારો આભાર માનો કે અમે તમારી પર દંડ નથી લગાવતા. અરજી ફગાવી દેતાં સ્પષ્ટ કહ્યું હતું કે આ કોર્ટનો વિષય નથી. જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ પીએસ. નરસિંહાની ખંડપીઠે કહ્યું હતું કે આ કોઈ એવો મામલો નથી કે, જેમાં કોર્ટ દખલ દે.

કોર્ટે કહ્યું હતું કે આ અરજી પર સુનાવણીનો કોઈ આધાર નથી. કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. બંધારણના અનુચ્છેદ 79 મુજબ રાષ્ટ્રપતિ સંસદનો હિસ્સો છે. લોકસભા સચિવાલયે તેમનાથી ઉદઘાટન નહીં કરવાનો જે નિર્ણય છે, એ ખોટો છે.

વકીલ સીઆર જયા સુકિને દાખલ કરવામાં આવેલી અરજીમાં તર્ક આપવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિને ઉદઘાટન સમારોહથી બહાર કરીને કેન્દ્ર સરકારે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે અને એના સન્માનમાં ઊણપ દેખાઈ રહી છે. તેમણે અરજીમાં સંસદનું ઉદઘાટન વડા પ્રધાનને બદલે રાષ્ટ્રપતિને હાથ કરવા માટે આદેશ જારી કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે રાષ્ટ્રપતિ બંધારણીય રીતે સરકારના વડા હોય છે. આવામાં તેમને સમારંભમાં કેમ બોલાવવામાં નથી આવ્યાં.

જોકે સુનાવણી દરમ્યાન અરજીકર્તાએ દલીલ કરતાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિનું બંધારણીય વડાનું પદ, જેના પર કોર્ટે કહ્યું હતું કે કાર્યકારી પ્રમુખ ( વડા પ્રધાન) સંસદના સભ્ય હોય છે. અમે અરજીને ડિસમિસ કરીએ છીએ.

ત્યાર બાદ વકીલે અરજી પરત લેવાની માગ કરી હતી. એના પર સોલિસિટર જનરલે કહ્યું હતું કે અરજી પરતની મંજૂરી માગી તો તેઓ હાઇકોર્ટમાં જશે. કોર્ટે હાઇકોર્ટ જવાની મંજૂરી ના આપતાં અરજદારને અરજી પરત ખેંચવાની વાત કરી હતી.

 

 

 

કન્ટ્રસ્ટ્રક્શન કંપની સાથે SGD 51 લાખની છેતરપિંડીઃ ભારતીયને જેલ

સિંગાપોરઃ એક કન્સ્ટ્રક્શન કંપની સાથે કથિત રીતે 51 લાખ સિંગાપોર ડોલરથી વધુની ગેરકાયદે ચુકવણી કરવાના આરોપમાં એક ભારતીય નાગરિકને 30 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે. હુસૈન નૈના મોહમ્મદ (47)ને ગુરુવારે કોર્ટે છેતરપિંડીના નવ કેસોમાં 25 લાખ સિંગાપોર ડોલરથી વધુની છેતરપિંડી નો દોષી ઠેરવ્યો હતો.  આ સજા સંભળાવવા દરમ્યાન બાકીની રકમ સાથે જોડાયેલા અન્ય આરોપો પર વિચાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે તપાસકર્તાઓ જણાવ્યું હતું કે તેણે માતાપિતાને ઘરેલુ ખર્ચ પૂરા કરવામાં મદદ કરવા માટે પૈસા ભારત મોકલ્યા હતા.

તેણે સ્વીકાર કર્યો હતો કે તેણે યુટાકોર્ન કોર્પથી કેટલીક રોકડ કમાવા માટે કંપનીની સ્થાપના કરી હતી. કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે બધા વ્યાવસાયિક નિર્ણય લેનાર એકમાત્ર વ્યક્તિ હતી, જ્યારે તેની બહેન કંપનીનો ચહેરો હતી. ગેરકાયદે ચુકવણી 2009 અને 2019ની વચ્ચે થઈ હતી, જેનાથી અલ્ટ્રાકોનને કમસે કમ SGD પાંચ લાખનું નુકસાન થયું હતું.

મોહમ્મદે જાન્યુઆરી, 2019 ધી નિર્માણ કંપની યુટ્રાકોન સ્ટ્રક્ચરલ સિસ્ટમ માટે કામ કર્યું હતું, જે યુટ્રાકોન કોર્પોરેશનનો હિસ્સો છે. તેણે યુટ્રાકોન ઓનવરસીઝને પણ મદદ કરી હતી, જે કંપનીનો હિસ્સો હતો.  વળી, મોહમ્મદ કંપનીને બતાવવામાં નિષ્ફળ રહ્યો હતો કે તે આરેટમાં ભાગીદાર છે. તેણે પોતાના સિનિયરોને પિતાની કંપની એસએમ એન્ટરપ્રાઇઝીસ (SME)ની ભલામણ કરી હતી. મોહમ્મદને લીધે કંપનીને પાંચ લાખ સિગાપોર ડોલરનું નુકસાન થયું હતું, આ નુકસાનથી મોહમ્મદને ગેરકાયદે લાભ થયો હતો.

 

 

 

વાસ્તુ: શું વાતાવરણમાં ઉર્જા ઘટી રહી છે?

ગરમી તો દર વરસે આવે છે. તો પછી આ વરસે બધાના મગજ આટલા જલ્દી કેમ ગરમ થઇ જાય છે. વળી આ ગરમીમાં ઘણા લોકો પોતાના રોટલા પણ શેકી નાખે છે. ક્યારેય વિચાર કર્યો છે કે કુદરતના વિનાશ સાથે કુદરતની માનવ માટેની સકારાત્મક ઉર્જા પણ ઘટી શકે છે? કે પછી વાતાવરણની ગરમીને જ આપણે મગજ ગરમ થવાનું એક માત્ર કારણ સમજી શકીએ? મોટાભાગે આપણે જે આપણને અનુકુળ આવે છે એ જ કારણને સાચું કારણ માની લઈએ છીએ. જો કે જીવનમાં સરળ કશું જ નથી. સકારાત્મક ઉર્જા એને સરળ બનાવવામાં મદદ કરે છે. ઉત્ક્રાંતિથી લઇ અને અત્યાર સુધીમાં બનેલી દરેક ઘટનામાં ક્યાંકને ક્યાંક કશુક વિશેષ થતું જોવા મળે છે. અને એ વિશેષ શક્તિ એટલે જીવનની ઉર્જા. ઉર્જાનું વિજ્ઞાન એટલે વાસ્તુશાસ્ત્ર.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે આપેલા મેઈલ આઈડી પર પૂછી શકો છો.

સવાલ: શું આપણે ભારતમાં રહીએ છીએ? કેટલા બધા લોકોને બધું જ બેઠા બેઠા જોઈએ છે. પોતાના સપના પુરા કરવા માટે અન્યની મદદ લેવાય છે. સફળ થવા માટે કશું પણ કરાય એવી વિચારધારા પણ પ્રવર્તે છે. અમે નાના હતા ત્યારે જ્ઞાન, પરિશ્રમ અને અનુભવની વાત થતી હતી, હવે સ્માર્ટ વર્ક વેંચાય છે. ઓછી મહેનતે જ કામ થાય એવા ભ્રમમાં કેટલી બધી જગ્યાએ સ્ટાફનું શોષણ પણ થાય છે અને લોકોનો એક બીજા પરનો વિશ્વાસ પણ ઘટી રહ્યો છે. ઠગ વિષે જાણવા તો મળે છે પણ પછી બધા નવા ઠગની રાહ પણ જુએ છે. શું વાતાવરણમાં ઉર્જા ઘટી રહી છે? આનો ઉપાય શું?

જવાબ: આપણે ભારતમાં જ રહીએ છીએ. એક ભારત જ્યાં વેદ, ઉપનિષદ અને પુરાણો રચાયા હતા. એજ ભારત જ્યાં જ્ઞાન અને ખુમારી ઓળખ હતી. જ્યાં ધર્મના નિયમો માનવતાવાદી હતા. જ્યાં કર્મને પ્રાધાન્ય અપાતું અને દરેક જીવમાં શિવને જોવામાં આવતા. નવા નિયમોએ લોકોને પાંગળા કરી દીધા. શું સરકાર મદદ ન કરે તો લોકો કામધંધો બંધ કરીને બેસી જાય? કોઈક અકસ્માત થાય તો એનું વળતર સરકારે જ આપવાનું? કોઈ માનવીય ભૂલ કે કુદરતી આફત બધા માટે પણ સરકાર જ? રસ્તા ઉપર દૂધ ઢોળી દેવાનું. મહા મહેનતે ઉગાડેલું અનાજ બાળી મુકવાનું? આવી માનસિકતા નકારાત્મક ગણી શકાય. જગતનો તાત કહેવાતો ખેડૂત કોઈક અલગ માનસિકતામાં આવી ગયો એનું કારણ નકારાત્મક ઉર્જા હોઈ શકે. વળી નવા નિયમોએ ભારતીય વિચારધારાને બદલવામાં ખુબ મોટો ભાગ ભજવ્યો છે. ભારતમાં તો રાજકારણમાં પણ નીતિ નિયમો હતા. માણસને એનું વાતાવરણ ઘડે છે. અને વાતાવરણ સતત પ્રદુષિત થઇ રહ્યું છે. પણ દરેક રાત પછી એક સવારની આશા હોય છે. નવા યુવાનો કોઈ પણ વાતમાં સવાલો પૂછતા થયા છે. એટલે જ આપણા દેશ માટે આપણે પણ સાચું સંશોધન કરીને જવાબો તૈયાર રાખવા પડશે. કોઈ પણ ઉપજાવી કાઢેલી વાત એમની દિશા બદલી શકશે. ટૂંકમાં પાયાના ફેરફાર જરૂરી છે.

યોગ, પ્રાણાયામ, વ્યાયામ અને યોગ્ય શિક્ષણ ઉપરાંત સ્વ માટેની સમજણ અને યોગ્ય ઉર્જા જરૂરી છે. ફાસ્ટ ફૂડના  જમાનામાં અધૂરા જ્ઞાન સાથે લેવાયેલા નિર્ણયો ઘાતક બની શકે. સૂર્યપૂજા, શિવપૂજા આમાં મદદ કરી શકે.

સુચન: સ્વની સમજણ માટે ઈશાનની સકારાત્મક ઉર્જા મદદ કરે  છે.

(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com )

કોરાનાના 490 નવા કેસો, બેનાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 490 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,88,916 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,856 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,51,353 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 949 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 5707એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.80 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,24,753 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.98 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,04,252 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1380 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

સંસદભવનની નવી ઈમારતના ઉદઘાટન પ્રસંગે રૂ.75ના મૂલ્યનો વિશેષ સિક્કો બહાર પડાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં મંત્રાલયે જાહેરાત કરી છે કે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં નવા સંસદભવનની ઈમારતના આવતી 28 મેએ થનાર ઉદઘાટન પ્રસંગની ઉજવણી રૂપે અને પ્રસંગની યાદગીરી રૂપે રૂ. 75ના મૂલ્યનો એક વિશેષ સિક્કો બહાર પાડવામાં આવશે.

(પ્રતિકાત્મક તસવીર)

વિશેષ સિક્કાની એક તરફ અશોક સ્તંભના પ્રતિષ્ઠિત સિંહ (લાયન કેપિટલ) હશે જેની નીચે ‘સત્યમેવ જયતે’ લખેલું હશે. ડાબી અને જમણી બાજુએ દેવનાગરી લિપિમાં ‘ભારત’ અને અંગ્રેજી શબ્દ ‘ઈન્ડિયા’ લખેલા હશે. સિક્કા પર ભારતીય રૂપિયાનું ચિન્હ પણ દર્શાવેલું હશે અને લાયન કેપિટલની નીચે દેવનાગરી લિપિમાં રૂપિયાનો સિમ્બોલ તેમજ આંતરરાષ્ટ્રીય આંકડામાં 75નું મૂલ્ય પણ દર્શાવેલું હશે. સિક્કાની બીજી બાજુએ નવા સંસદભવન સંકુલનો શિલાલેખ (ચિત્ર) હશે. ઉપરની બાજુએ દેવનાગરી લિપિમાં ‘સંસદ સંકુલ’ લખેલું હશે જ્યારે નીચેની બાજુએ અંગ્રેજીમાં ‘પાર્લામેન્ટ કોમ્પ્લેક્સ’ લખેલું હશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદભવનનું ઉદઘાટન કરશે અને સ્મારક સિક્કાનું અનાવરણ કરશે.

૨૬ મે, ૨૦૨૩

૨૬ મે, ૨૦૨૩

કાંદિવલીમાં ‘સંવિત્તિ’ના ઉપક્રમે કઠપૂતળીકળા વિશે રસપ્રદ વાતો અને ખેલ પ્રસ્તુત કરશે ડો. પ્રણવ વ્યાસ

મુંબઈઃ તમે છેલ્લે કઠપૂતળીનો ખેલ (પપેટ શો) ક્યારે જોયો હતો, યાદ છે? આજના બાળકોએ તો ભાગ્યે જ જોયો હશે, એ પણ બહુ ઓછાંએ. શું કરીએ? હવે કઠપૂતળીના ખેલ થાય છે પણ ક્યાં અને કેટલાં? આ ખેલ કરનારા અને બતાવનારા પણ રહ્યા છે કેટલાં? સવાલો ઘણાં છે, જવાબો જૂજ છે. કળા, સંગીત અને સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે સતત કાર્યરત કાંદિવલીની સંસ્થા ‘સંવિત્તિ’એ આ ખેલને અને તેના માસ્ટર કહી શકાય એવી હસ્તીને રજૂ કરવા કાંદિવલીમાં શનિવાર તા. ૨૭મેના રોજ એક રસપ્રદ કાર્યક્રમનું આયોજન કર્યુ છે. મુંબઈમાં આવા અનોખા કાર્યક્રમ ભાગ્યે જ યોજાતા હોય છે.

આ કાર્યક્રમની પ્રસ્તુતિ માટે કઠપૂતળી નિષ્ણાત અને જેમણે પૂતળી-કળામાં પીએચડી કર્યું છે અને જીવન પણ સમર્પિત કર્યું છે એવા શિક્ષક અને જ્ઞાનપિપાસુ ડો. પ્રણવ જે. વ્યાસ અમરેલીથી કાંદિવલી આવી રહ્યા છે. શિક્ષણ અને કળા સાથે વરસોથી સંકળાયેલા ડો. પ્રણવ વ્યાસ શનિવારની સાંજે કાંદિવલીમાં પોતાની પ્રસ્તુતિમાં કઠપૂતળી કળાની ઉત્પત્તિથી આજ સુધીની વિકાસરેખા, વિશ્વની કઠપૂતળીકળા અને ‘ભારતીય કઠપૂતળીકળા – એક તુલના’, ‘પૂતળીકળાની સફરઃ મનોરંજનથી લઈને લોક શિક્ષણ સુધી’, ‘પૂતળી-કળા અને પૂતળી કલાકારોની વર્તમાન સ્થિતિ’, ‘આધુનિક પૂતળી કળામાં વિશ્વકક્ષાએ ભારતનું સ્થાન અને યોગદાન’, ‘બાળકોના વિકાસમાં એક કલા સ્વરૂપ તરીકે પૂતળી કલાનું યોગદાન’, પૂતળી નાટકને પોતાની રસપ્રદ શૈલીમાં આવરી લેશે.

ડો. પ્રણવ વ્યાસે ‘પૂતળીનો પરમાટ’ (પૂતળીના માધ્યમથી ગુજરાતી લોકકથા પ્રસ્તુતિકરણ), ‘પૂતળીકલાનું આદિ-અનાદિ’, ‘ટેરવાં નાચે છે’ (ભારતીય પૂતળીકલાઃ એક વિહંગાવલોકન) અને ‘પૂતળીકલાવિધાન’ નામના પુસ્તકો પણ લખ્યા છે. તેમને આ વિષયમાં અનેક રજૂઆતો-પ્રસ્તુતિ કરવાનો અવસર વિવિધ માધ્યમો દ્વારા મળતો રહ્યો છે અને તેમને આ નિમિત્તે અનેક સન્માન પણ પ્રાપ્ત થયા છે.

ડો. વ્યાસ વાર્તાલાપ કરશે એટલું જ નહીં, બલકે વચ્ચે-વચ્ચે કઠપૂતળીના ખેલની પ્રસ્તુતિ પણ કરશે. બાળકોથી માંડી દરેક વયના લોકોને રસ પડે એવા આ કાર્યક્રમમાં શ્રોતા તરીકે હાજર રહેવાનું જાહેર આમંત્રણ છે. બેઠક વ્યવસ્થા ‘વહેલો તે પહેલો’ ધોરણે રહેશે. આ કાર્યક્રમ માટે કોઈ ફી નથી.

કાર્યક્રમનું સ્થળઃ કે.ઈ.એસ. ઈન્ટરનેશનલ સ્કુલ, ઈરાની વાડી-નંબર-૪, ગ્રાઉન્ડ ફ્લોર, કાંદિવલી-વેસ્ટ.

સમયઃ સાંજે પાંચથી સાત.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો