Home Blog Page 283

UGC શું છે અને તેના નવા નિયમોને લઈને વિવાદ કેમ?

નવી દિલ્હીઃ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ વર્ષ 2026 માટે “ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા પ્રોત્સાહન નિયમો” લાગુ કર્યા છે. આ નિયમો દેશની તમામ યુનિવર્સિટી અને કોલેજો પર લાગુ થશે. UGC કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત સંસ્થા છે, જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું નિયમન કરે છે. આ નિયમોનો હેતુ એ છે કે કોઈ પણ વિદ્યાર્થી, શિક્ષક કે કર્મચારી સાથે તેની ઓળખને આધારે ભેદભાવ ન થાય. જોકે આ નિયમો માત્ર કાગળ સુધી સીમિત નથી, પરંતુ કેમ્પસના રોજિંદા કાર્ય પરિસ્થિતિ પર પણ ઊંડો પ્રભાવ પાડે છે.

આ નવા નિયમોનો ઉદ્દેશ શો છે?

નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ ફરિયાદ થવાની પહેલાં જ ભેદભાવને રોકવાનો છે. પરંતુ ટીકાકારોનું કહેવું છે કે આથી કેમ્પસમાં સર્વેલન્સ  અને ભયનું વાતાવરણ સર્જાઈ શકે છે. UGC અનુસાર ઉચ્ચ શિક્ષણમાં કોઈની પણ સાથે પણ ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થળ અથવા દિવ્યાંગતાને આધારે ભેદભાવ થવો ન જોઈએ. ખાસ બાબત એ છે કે નિયમોમાં “માત્ર” (only) શબ્દનો ઉપયોગ થયો છે. એટલે કે આ નિયમો માત્ર ઓળખ આધારિત ભેદભાવ પર લાગુ પડશે, સામાન્ય શૈક્ષણિક વિવાદો અથવા વ્યક્તિગત ઝઘડાઓ પર નહીં.

નિયમોમાં ખાસ કરીને કેટલાક વર્ગોને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેમ કે

* અનુસૂચિત જાતિ (SC)

* અનુસૂચિત જનજાતિ (ST)

* અન્ય પછાત વર્ગ (OBC)

* આર્થિક રીતે નબળો વર્ગ (EWS)

* દિવ્યાંગ વ્યક્તિઓ

આથી સ્પષ્ટ થાય છે કે નિયમોનું ધ્યાન ઐતિહાસિક રીતે વંચિત વર્ગો પર કેન્દ્રિત છે, જોકે સુરક્ષા તમામ માટે દર્શાવવામાં આવી છે.

નિયમોમાં ભેદભાવની વ્યાખ્યા શી છે?

નવા નિયમોમાં ભેદભાવની વ્યાખ્યા ખૂબ જ વિસ્તૃત રાખવામાં આવી છે. તેમાં માત્ર ખુલ્લો અને ઈરાદાપૂર્વકનો ભેદભાવ જ નહીં, પરંતુ નીચેના મુદ્દાઓ પણ સામેલ છે:

* પરોક્ષ ભેદભાવ

* છુપાયેલો અથવા માળખાગત (structural) ભેદભાવ

* એવું વર્તન જેનાથી કોઈની ગૌરવતા અથવા સમાન અવસરોને નુકસાન પહોંચે

અર્થાત, જો કોઈ નિર્ણયથી વ્યક્તિની ગૌરવતા પર અસર પડે, તો—જો સ્પષ્ટ ભેદભાવનો ઇરાદો ન હોય—તેને પણ ભેદભાવ માનવામાં આવશે.

Nutshell in 99

‘એનિમલ’ના બીજા ભાગ વિશે રણબીર કપૂરે મોટો ખુલાસો કર્યો

રણબીર કપૂર હાલમાં સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ અને નિતેશ તિવારીની ‘રામાયણ’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મોની ચર્ચા વચ્ચે રણબીર કપૂરે તેની ફિલ્મ ‘એનિમલ’ ના બીજા ભાગ અંગે એક મોટી અપડેટ આપી છે. તેમણે ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે તે અંગે માહિતી શેર કરી.

રણબીર કપૂર ‘એનિમલ’ની સિક્વલ ક્યારે શૂટ કરશે?

ડેડલાઇન હોલીવુડ સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં રણબીર કપૂરે ‘એનિમલ’ ની સિક્વલની શક્યતા વિશે ચર્ચા કરી. તેમણે કહ્યું,”દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા હાલમાં તેમની બીજી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. તેથી, તેઓ 2027 માં “એનિમલ પાર્ક” નું શૂટિંગ શરૂ કરશે. અમારી પાસે પુષ્કળ સમય છે.”

તેમણે ફિલ્મની વાર્તા વિશે એક મોટો સંકેત પણ આપ્યો

રણબીર કપૂરે આગળ કહ્યું,”સંદીપ રેડ્ડી વાંગાએ વાર્તા વિશે થોડો ખુલાસો કર્યો છે. તે તેને ત્રણ ભાગમાં બનાવવા માંગે છે. બીજા ભાગનું નામ ‘એનિમલ પાર્ક’ છે. દિગ્દર્શકે પહેલી ફિલ્મ સાથે પોતાનો વાર્તાનો વિચાર શેર કર્યો. તે ખૂબ જ રોમાંચક છે કારણ કે હવે મને બે પાત્રો ભજવવાનો મોકો મળશે: એક વિલન અને એક હીરો. તેથી, તે ખૂબ જ રોમાંચક પ્રોજેક્ટ છે. હું આ ફિલ્મનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું.”

ફિલ્મ ‘એનિમલ’ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી

ફિલ્મ ‘એનિમલ’ ₹100 કરોડના બજેટમાં બની હતી. ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ₹660 કરોડની કમાણી કરી હતી. તેણે વિશ્વભરમાં ₹915 કરોડની કમાણી પણ કરી હતી. એ જોવાનું રહેશે કે ‘એનિમલ પાર્ક’ રિલીઝ થાય ત્યારે આટલું જ બોક્સ ઓફિસ કલેક્શન હાંસલ કરશે કે નહીં.

મોદીનું ભારત–EU વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’નું એલાન

નવી દિલ્હીઃ  ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે લાંબા સમયથી અપેક્ષિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર સંમતિ થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ સમજૂતીની જાહેરાત કરી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વ્યાપક આર્થિક લાભ કરાવશે. તેમણે તેને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ (Mother Of All Deals) ગણાવી હતી અને વિશ્વનાં બે સૌથી મોટાં અર્થતંત્રો વચ્ચેની ઐતિહાસિક ભાગીદારી ગણાવી હતી.

આ સમજૂતી પર સત્તાવાર હસ્તાક્ષર અંદાજે છ મહિના બાદ થશે, કારણ કે તેના લખાણને પહેલાં કાનૂની સમીક્ષા (લીગલ સ્ક્રબિંગ)માંથી પસાર થવું પડશે. ત્યાર બાદ આ ડીલ 2027થી અમલમાં આવશે.ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કેમ છે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’

આ સમજૂતી વૈશ્વિક GDPના 25 ટકા અને વૈશ્વિક વેપારના એક તૃતીયાંશનું પ્રતિનિધિત્વ કરે છે. વડા પ્રધાન મોદીએ ઇન્ડિયા એનર્જી વીક દરમિયાન જણાવ્યું કે આ વેપાર કરાર તેલ અને ગેસ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોકાણ લાવશે. તેમણે કહ્યું હતું કે આ દાયકાના અંત સુધીમાં તેલ અને ગેસ ક્ષેત્રમાં 100 અબજ ડોલરનું મૂડીરોકાણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

 

તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત–EU વેપાર સમજૂતી અમારા સંયુક્ત લોકશાહી મૂલ્યો અને કાયદાના શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ યુરોપિયન યુનિયન સાથે બ્રિટન અને EFTA સાથે થયેલા કરારોને પણ પૂરક સાબિત થશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત–EU ટેક્નોલોજી અને ડિફેન્સ ડીલ જટિલ વૈશ્વિક પરિસ્થિતિમાં બંને પક્ષોને નજીક લાવે છે.

 India-EU FTA કેમ મહત્વપૂર્ણ છે?

આ વેપાર સમજૂતી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે બંને અર્થતંત્રો સાથે મળીને લગભગ બે અબજ લોકો જોડાયેલા છે. આ ડીલનો હેતુ એવા સમયમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવાનો છે જ્યારે અમેરિકન ટેરિફને કારણે વૈશ્વિક વેપાર પર દબાણ છે.

હાલમાં અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે. FTA અમલમાં આવ્યા બાદ ભારતીય નિકાસકારોને તેમના શિપમેન્ટ અલગ-અલગ દેશોમાં મોકલવાના વધુ વિકલ્પ મળશે અને ચીન પરની નિર્ભરતા પણ ઘટશે. આવી પરિસ્થિતિમાં આ ડીલ ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. આ ડીલ હેઠળ બંને પક્ષ આયાત શૂલ્ક ઘટાડવાની યોજના બનાવી રહ્યા છે, જેને કારણે કંપનીઓ માટે માલ અને સેવાઓ વેચવું સરળ બનશે અને જટિલ વેપાર નિયમોમાં પણ ઘટાડો થશે.

આતંકવાદ, સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનને UNમાં ભારતની ફટકાર

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને આકરો જવાબ આપતાં આતંકવાદને મુદ્દે તેની બેવડી નીતિને ખુલ્લી પાડી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય મંચ પાકિસ્તાન માટે આતંકવાદને કાયદેસરતા આપવાનો મંચ બની શકે નહીં.

પાકિસ્તાનને ભારતના આંતરિક મામલાઓ પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ હતો, છે અને હંમેશાં રહેશે, એમ ભારતે જણાવ્યું હતું.

પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી હજારો ભારતીયોનાં મોત

છેલ્લા અનેક દાયકાઓમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકી હુમલાઓમાં હજારો ભારતીય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદને કોઈ પણ પરિસ્થિતિમાં સામાન્ય માનવામાં આવી શકે નહીં. ભારતે પાકિસ્તાનને યાદ અપાવ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન એ જ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર મદદ અને દયા માટેની અપીલ કરતું હતું, જ્યારે વર્ષોથી તે ભારત વિરુદ્ધ આતંકવાદને નીતિ તરીકે ઉપયોગમાં લેતું આવ્યું છે.

સિંધુ જળ સંધિ પર ભારતનું સ્પષ્ટ વલણ

65 વર્ષ પહેલાં તેણે સિંધુ જળ સંધિને સદ્ભાવના, મિત્રતા અને સારા પડોશી સંબંધોની ભાવનાથી સ્વીકારી હતી. જોકે છેલ્લા છ દાયકાઓ દરમિયાન પાકિસ્તાને આ સંધિના મૂળ ભાવને સતત ભંગ કર્યો છે, જેમાં ભારત પર ત્રણ યુદ્ધ લાદવા અને હજારો આતંકી હુમલાઓ કરાવવાનો સમાવેશ થાય છે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેને આ નિર્ણય લેવાનો મજબૂર થવું પડ્યું છે કે સિંધુ જળ સંધિને ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવશે, જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદ અને આતંકનાં તમામ સ્વરૂપોને વિશ્વસનીય અને અપરિવર્તનીય રીતે સંપૂર્ણપણે સમાપ્ત નથી કરતું, એમ ભારતે જણાવ્યું હતું.

ભારતે પુનરાવર્તન કર્યું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ સામે નક્કર અને વિશ્વસનીય પગલાં નથી લેતું, ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય સમુદાયે તેના દાવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ.

ભારતનો સંદેશ સ્પષ્ટ

ભારતે અંતમાં સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદને ક્યારેય સામાન્ય બનાવી શકાય નહીં અને ન તો તેને કોઈ પણ સ્વરૂપે ન્યાયસંગત ઠરાવી શકાય.

રાશિ ભવિષ્ય 26/01/2026 થી 01/02/2026

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

નવા સંબંધની શરૂઆત થવાના કારણે તમને કામકાજમાં ધ્યાન ઓછું અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે. કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમાં રૂચિ ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતાં હોવ તેવી લાગણી મનમાં રહે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિઓના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે. સાસરી પક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે. આરામ કરવાની વૃત્તિ વધુ જોવા મળી શકે. બજારમાં અનુભવના આધારે નાનું કામકાજ કરવું યોગ્ય છે.


સંતાન બાબત અને પ્રેમસંબંધમાં કંઈક નવીનતા બની શકે છે. લગ્ન બાબતે ક્યાંક વાતચીત ચાલતી હોય તો તેમાં પણ સારી આશા જાગવાના સંજોગો ઉભા થઈ શકે છે. જુના મિત્રવર્તુળ સાથે મિલન-મુલાકાત દરમિયાન ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય. વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારી કે શીખવાની તક મળે. તમારું પોતાનું માન જળવાય અને કામકાજમાં અન્યનો સાથ-સહકાર મળે, જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજમાં આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાંક લાભ પણ થાય.


નોકરી-ધંધામાં ઉતર-ચઢાવ દરમિયાન મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે. કામકાજમાં ઉત્સાહ ઓછો રહે તેમજ નાની બાબતોમાં ઉશ્કેરાઈ જવાય. ઘર કે ઓફિસમાં અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે, પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહી શકે છે. કામકાજમાં અન્યનો સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમે પણ અન્યને સહયોગી થવામાં ઉદાસીન બની શકો છો. બજારના કામકાજમાં દ્વિધા અનુભવાય અને તેની અસર કામકાજ પર પડી શકે છે.


અસફળતા અને ઉશ્કેરાટવાળું વાતાવરણ જોવા મળે. ઘર કે કુટુંબમાં ભાઈ-બહેન સાથે કામકાજમાં સાથ-સહકાર ઓછો રહે. લગ્ન માટે વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી ખટપટ જોવા મળી શકે છે. પરિશ્રમ મુજબ ફળ ન મળવાના કારણે અશાંતિ અનુભવાય. કોઈની સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા કે આકસ્મિક ખર્ચ પણ થઈ શકે છે. નોકરીમાં કામનું વધુ ભારણ કે અણગમતું કામ કરવાથી માનસિક અશાંતિ વધે. બજારના કામકાજમાં ધીરજ રાખવી સારી. વાહન ધીમે ચલાવવું તથા મુસાફરી દરમિયાન તકેદારી રાખવી ઇચ્છનીય છે.


પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો થતો જોવા મળે, તેથી ધીરજ રાખવી સારી. ક્ષણિક આવેશ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચથી અકળામણ થાય પરંતુ મોટી સમસ્યા જણાતી નથી. વિચારોની વધુતા કામ અને વર્તનમાં અસર કરે છે. ક્યાંક મુસાફરી થઈ શકે છે જેમાં કંટાળો અનુભવાય. વાતચીત દરમિયાન ચોખવટ અને તકેદારી રાખવી જરૂરી છે. બજારના કામકાજમાં ઉતાવળિયા નિર્ણય ન લેવાં.


પરિસ્થિતિમાં પરિવર્તન જોવા મળશે અને આનંદ-ઉત્સાહ વચ્ચે સમય પસાર થાય. લગ્ન માટે વાર્તાલાપ કે મિલન-મુલાકાતમાં તમારી પ્રતિભાનો સારો પ્રભાવ પડે. તમે થોડા ચંચળ તથા વધુ ઉદારવાદી બની શકો છો, પરંતુ ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. બજારના કામકાજમાં અપેક્ષા કરતાં ઓછું પરિણામ મળે. જુના અટકેલા કામ પૂરાં કરવાની કોશિશ કરશો તો થોડી ગતિ જોવા મળે. સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓએ સમયનો સદુપયોગ કરવો. આરોગ્ય બાબતે બેદરકાર ન બનવું.


કામકાજમાં રુકાવટને કારણે વ્યસ્તતા વધે. સામાજિક કે ધાર્મિક કાર્યક્રમોમાં તમારી હાજરી પ્રભાવશાળી બને અને આત્મસંતોષ મળે. નવીન કામકાજ શરૂ થઈ શકે છે. અણધાર્યા નાણાકીય ખર્ચ થાય. અન્યના કામમાં સહભાગી બનશો તો તમારા કામની નોંધ લેવાય. કામકાજની કદર થાય. જૂની અટકેલી બાબતમાં સહયોગ મળે. બજારના કામકાજમાં ગણતરીપૂર્વક વર્તવું યોગ્ય છે; માર્કેટિંગ ક્ષેત્રમાં મહેનત પ્રમાણે ફળ મળે.


પુરુષાર્થ વધુ કરવો પડે અને મળતા ફળમાં સંતોષ રાખવો. મિત્રો સાથે મિલન-મુલાકાતમાં ખુશી સાથે માનસિક થાક અનુભવાય. અટકેલા કામમાં મહેનત કરશો તો ગતિ આવે. શરદી, તાવ, કફ, આંખ કે માથાની ફરિયાદ ધરાવતા લોકોએ વધુ કાળજી રાખવી. બજારમાં નાનું અને આયોજનપૂર્વકનું કામ કરવું ઇચ્છનીય છે. યુવાવર્ગમાં ઈતર પ્રવૃત્તિઓ વધે અને આકસ્મિક ખર્ચ થાય, તેથી તકેદારી રાખવી.


વડીલવર્ગના આરોગ્ય અંગે ચિંતા રહે. કામમાં અધીરાપણું વધે અને ઉશ્કેરાટનો ભોગ બનવાની શક્યતા રહે. તેમ છતાં કામકાજમાં સહકાર મળવાથી ખુશી અનુભવાય. ઘર કે ઓફિસમાં મતભેદ ઊભા થાય, પરંતુ વ્યવહારકુશળતાથી પરિસ્થિતિ સંભાળી શકો છો. બજારના કામકાજમાં નિર્ણયશક્તિની અછત અનુભવાય, તેથી શાંતિ અને ગણતરીપૂર્વક કામ કરવું. વાહન ધીમે ચલાવવું સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે અને ઉત્સાહ અનુભવાય. તમારી લાગણીઓની કદર થાય. અગાઉ નારાજ રહેલા લોકો તરફથી પણ સારો પ્રતિભાવ મળે. લાગણીઓનો દુરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું. લગ્નની વાતચીતમાં સારો પ્રતિભાવ મળી શકે છે. ધાર્મિક પ્રવૃત્તિ તરફ ઝુકાવ વધે. બજારના કામકાજમાં અનુભવથી લાભ મેળવી શકો છો.


યુવાવર્ગમાં નાની બાબતમાં ગુસ્સો અને નારાજગી જોવા મળે. ક્યાંકથી આકસ્મિક નાણાકીય લાભ કે ખુશી મળે. કમર, સાંધા અને સ્નાયુની તકલીફ ધરાવતા લોકોએ કાળજી રાખવી. સગા-સ્નેહી સાથેની વાતચીતમાં ગમતી વાત સાંભળવા મળે. હિતશત્રુ ઉશ્કેરે નહીં તેની કાળજી રાખવી. પસંદગીની વસ્તુ ખરીદવાની તક મળી શકે છે. બજારના કામકાજમાં પસંદગી મુજબ નાનાં કામ યોગ્ય છે.


કામકાજમાં અન્યનો સહકાર ઓછો મળે. મહેનત પ્રમાણે ફળ ઓછું મળે. લગ્ન બાબતે ચાલતી વાતચીતમાં અતિઉત્સાહ ન રાખવો અને ઈર્ષાળુ ખટપટથી સાવધાન રહેવું. યાત્રા-પ્રવાસમાં ઉત્સાહ ઓછો રહે. મિત્રવર્તુળ સાથે નવી વાતચીત થઈ શકે છે. બજારના કામકાજમાં આયોજનપૂર્વક કાર્ય કરશો તો થોડો લાભ મળે. આકસ્મિક ખર્ચથી મન નારાજ રહી શકે છે.

દેશભરમાં આજે સરકારી બેંકોની હડતાળઃ કઈ સેવાઓ થશે અસરગ્રસ્ત?

નવી દિલ્હીઃ બેંક કર્મચારી સંગઠનો પોતાની લાંબા સમયથી બાકી રહેલી માગોને લઈને આજે દેશવ્યાપી હડતાળ પર છે. બેંક કર્મચારીઓ લાંબા સમયથી સપ્તાહમાં પાંચ દિવસ કામ કરવાની માગ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

જોકે  ખાનગી ક્ષેત્રની બેંકો પર આ હડતાળની ખાસ અસર થવાની શક્યતા નથી, પરંતુ બેંક કર્મચારી યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાળના આહ્વાનને કારણે આજે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)નું કામકાજ અસર થવાની સંભાવના છે. આ હડતાળનો મુખ્ય હેતુ લાંબા સમયથી લંબિત પાંચ દિવસના વર્ક વીકની માગને તરત અમલમાં લાવવાનો છે.

 બેંક કર્મચારીઓની હડતાળ પાછળનું કારણ શું?

હાલમાં બેંક કર્મચારીઓને રવિવાર સિવાય દર મહિને બીજો અને ચોથો શનિવાર રજા મળે છે. માર્ચ 2024માં થયેલા પગાર સુધારા કરાર દરમિયાન ભારતીય બેંક સંઘ (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે તમામ શનિવારે રજા જાહેર કરવાની સહમતી થઈ હતી. UFBUનું કહેવું છે કે RBI, LIC, GIC, શેરબજાર અને સરકારી કચેરીઓ પહેલેથી જ પાંચ દિવસના વર્ક વીકનું પાલન કરે છે, તો પછી બેંકોમાં એવું ન થવાનું કોઈ યોગ્ય કારણ નથી.

બેંક હડતાળથી કઈ સેવાઓ થશે અસરગ્રસ્ત?

રોકડ જમા, ઉપાડ, ચેક ક્લિયરન્સ અને પ્રશાસનિક કામકાજ જેવી સેવાઓ જાહેર ક્ષેત્રની બેંકોની શાખાઓમાં પ્રભાવિત થઈ શકે છે. તેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB) અને બેંક ઓફ બરોડા (BoB)નો સમાવેશ થાય છે.

 23 જાન્યુઆરીએ થયું હતું હડતાળનું એલાન

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)  નવ યુનિયનોની મુખ્ય સંસ્થા છે. 23 જાન્યુઆરીએ પાંચ દિવસના વર્ક વીકની માગને લઈને યુનિયન અને ચીફ લેબર કમિશનર વચ્ચે બેઠક થઈ હતી, પરંતુ કોઈ ઉકેલ ન નીકળતાં દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી હતી.

મોર પીંછે રળિયામણો

 

 

    મોર પીંછે રળિયામણો

 

 

મોર જ્યારે કળા કરે ત્યારે સૌથી સુંદર લાગે છે. પીંછા વગરનો મોર હોય તો કળા કરવાની તો વાત જ ન થાય ને! બાળપણમાં એક કવિતા બીજા કે ત્રીજા ધોરણમાં ગવડાવતા –

મારો છે મોર, મારો છે મોર, મોતી ચરંતો મારો છે મોર,

મારી છે ઢેલ, મારી છે ઢેલ, મોતી ચરંતી મારી છે ઢેલ.

મારો છે મોર, મારો છે મોર માળામાં બેસનાર, મારો છે મોર

મારી છે ઢેલ, મારી છે ઢેલ બારી એ બેસનાર, મારી છે ઢેલ

મારો છે મોર, મારો છે મોર, રાજાનો માનીતો મારો છે મોર

મારી છે ઢેલ, મારી છે ઢેલ, રાણીની માનીતી મારી છે ઢેલ

બોલે છે મોર, બોલે છે મોર, સોનાને ટોડલે બોલે છે મોર

બોલે છે ઢેલ, બોલે છે ઢેલ, રૂપાને બારણે બોલે છે ઢેલ

આમ જે રીતે રંગબેરંગી પીંછા મોરને શોભાવે છે તે જ રીતે માણસ સામાજિક પ્રાણી છે, આત્મીયતાના રંગબેરંગી સંબંધો એના વ્યક્તિત્વને નિખારે છે, એને શોભા આપે છે. બાકી એકલો અટૂલો ફરતો માણસ ગમે તેટલો મોટો બને તો પણ બાવળીયાનાં ઠૂંઠા જેવા આ માણસ માટે એવું કહેવાય છે કે – ‘બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહી ફલ લાગે અતિ દૂર’. સાચે જ મોર તો પીંછે જ રળિયામણો.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

રાજેશ ખન્ના માત્ર 3 કલાકમાં સુપરસ્ટાર બની ગયા હતા!

‘આરાધના’ ફિલ્મના સૌથી આઇકોનિક ગીત ‘મેરે સપનો કી રાની’ ના શૂટિંગ પાછળ પણ એક મોટી મજબૂરી હતી. દાર્જિલિંગમાં જ્યારે આ ગીતનું શૂટિંગ થવાનું હતું ત્યારે છેલ્લી ઘડીએ શર્મિલા ટાગોરે ના પાડી દીધી હતી. કારણ કે તેમને સત્યજીત રેની ફિલ્મનું શૂટિંગ કરવાનું હતું. અને તે એમને ના પાડી શકે એમ ન હતા.

શક્તિદા આ કારણે ખૂબ ગુસ્સે થયા હતા પણ શું કરી શકાય? તેમણે રાજેશ ખન્ના અને સુજીતકુમાર સાથે જીપ પરના બધા શોટ્સ દાર્જિલિંગમાં શૂટ કરી લીધા હતા. ત્યારબાદ મુંબઈ આવીને સ્ટુડિયોમાં ટ્રેનના ડબ્બાનો સેટ બનાવવામાં આવ્યો અને શર્મિલા ટાગોરના બધા ક્લોઝ-અપ શોટ્સ ત્યાં લેવામાં આવ્યા હતા.

એટલે કે હકીકતમાં ખન્ના અને ટાગોરે એ આખું ગીત ક્યારેય સાથે શૂટ કર્યું જ નહોતું! એડિટિંગ દ્વારા તેને એટલું સરસ રીતે જોડી દેવામાં આવ્યું હતું કે આજે પણ કોઈને શંકા જતી નથી. મુંબઇમાં ‘આરાધના’ રજૂ થઈ એના એક સપ્તાહ પહેલાં પ્રીમિયર દિલ્હીમાં યોજાયો ત્યારે શરૂઆતમાં કોઈને નવોદિત ગણાતા રાજેશ ખન્નામાં કોઈ રસ નહોતો. લોકો શર્મિલા ટાગોર અને સંગીત માટે આવ્યા હતા. પરંતુ ઇન્ટરવલ આવતા સુધીમાં તો પ્રેક્ષકો રાજેશ ખન્નાના ચાહકો બની ગયા હતા.

ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધીમાં તો થિયેટરની બહાર ભીડ ઉમટી પડી હતી. માત્ર ત્રણ કલાકમાં એક અભિનેતા સામાન્ય વ્યક્તિમાંથી સુપરસ્ટાર બની ગયા હતા. આ ફિલ્મ પછી એસ. ડી. બર્મન કામ કરી શક્યા ન હતા. કેમ કે ‘આરાધના’ નું સંગીત તૈયાર થઈ રહ્યું હતું ત્યારે જ એસ.ડી. બર્મન ખૂબ બીમાર પડ્યા હતા. તેમણે શક્તિદાને કહ્યું હતું કે ‘હું કદાચ આ ફિલ્મ પૂરી નહીં કરી શકું. તું બીજા કોઈ સંગીતકારને લઈ લે.’ ત્યારે શક્તિદાએ કહ્યું હતું કે ‘જો સંગીત હશે તો તમારું જ હશે, ભલે મારે રાહ જોવી પડે.’ પિતાની તબિયત ખરાબ હોવાને કારણે પંચમદાએ ‘આરાધના’ ના ગીતોમાં મદદ કરવા સાથે બેકગ્રાઉન્ડ સંગીતની જવાબદારી ઉપાડી લીધી હતી.

આ જ કારણ છે કે ફિલ્મના સંગીતમાં પિતા-પુત્ર બંનેની સંયુક્ત મહેનત દેખાય છે. એ પછી શક્તિ સામંતા, રાજેશ ખન્ના અને આર.ડી. બર્મનની એવી ત્રિપુટી બની જેણે ‘કટી પતંગ’ અને ‘અમર પ્રેમ’ જેવી અનેક યાદગાર ફિલ્મો આપી હતી. ‘આરાધના’ ની અભૂતપૂર્વ સફળતા પછી શક્તિ સામંતા રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરની જોડીને ફરીથી ‘કટી પતંગ’ માં સાથે લાવવા માંગતા હતા. જ્યારે ફિલ્મનું આયોજન થઈ રહ્યું હતું ત્યારે શર્મિલા ટાગોર પ્રેગ્નન્ટ હતા.

શક્તિદાને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે સમજ્યું કે આ સ્થિતિમાં શૂટિંગ કરવું અને દોડાદોડી કરવી શર્મિલાજી માટે મુશ્કેલ હશે. શર્મિલાજી આ ફિલ્મ કરી શકે એમ ન હોવાથી શક્તિદાએ તેમની બીજી પસંદગી તરીકે આશા પારેખને સાઈન કર્યા હતા. આશા પારેખ માટે આ ફિલ્મ માઈલસ્ટોન સાબિત થઈ હતી અને તેમને આ રોલ માટે ‘ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ’નો એવોર્ડ મળ્યો હતો. પરંતુ સૈફ અલી ખાનના જન્મ પછી શર્મિલાએ તરત જ શક્તિદાની આગામી ફિલ્મ ‘અમરપ્રેમ’ (1972) માં કામ કર્યું હતું.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો