મુંબઈઃ ગઈ 29-30 મેની રાતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ-2023 ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ભારે રોમાંચક ક્ષણો વચ્ચે પાંચ-વિકેટથી જીતી લીધી હતી. તે મેચમાં ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્માએ ફેંકેલી આખરી ઓવર ખૂબ ચર્ચાસ્પદ રહી છે. મોહિતનું કહેવું છે કે પોતે એ રાતે સૂઈ જ શક્યો નહોતો.
વરસાદને કારણે ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો જીતનો નવો ટાર્ગેટ મળ્યો હતો. એને જીત માટે આખરી ઓવરમાં 13 રન કરવાના હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોહિતનેતે ઓવર ફેંકવા કહ્યું હતું. મોહિતે પહેલા ચાર બોલમાં માત્ર 3 રન જ આપ્યા હતા. તે જોતાં ગુજરાત સતત બીજી વાર વિજેતા બનશે એવું પાકું લાગતું હતું. પરંતુ આખરી બે બોલમાં રવિન્દ્ર જાડેજાએ ચિત્ર બદલી નાખ્યું અને ચેન્નાઈ ટીમ પાંચમી વાર વિજેતા બની. જાડેજાએ પાંચમા બોલમાં સિક્સર અને છઠ્ઠા બોલમાં બાઉન્ડરી ફટકારી હતી. મેચ હારી જતાં મોહિત શર્મા બહુ જ ભાવૂક થઈ ગયો હતો. કેપ્ટન હાર્દિકે એને ભેટીને દિલાસો આપ્યો હતો. મોહિતે બાદમાં મિડિયાને આપેલી એક મુલાકાતમાં કહ્યું કે, ‘પરાજય બાદ મારી તો ઊંઘ જ ઊડી ગઈ હતી. આખી રાત હું એ જ વિચારતો રહ્યો હતો કે ફાઈનલ જીતવા માટે વધુ શું કરી શકાયું હોત. હું સૂઈ જ નહોતો શક્યો. મેં શું જુદું કર્યું હોત તો મેચ અમે જીતી ગયા હોત? એ જ હું વિચારતો રહ્યો હતો. છેલ્લો બોલ અલગ ફેંક્યો હોત તો શું બન્યું હોત? હજી પણ મારા મનમાં એ વિશે ધમસાણ ચાલે છે. બધા જ બોલ યોર્કર ફેંકવા એવું મેં નક્કી કર્યું હતું. બેટરના પગની પાસે જ અચૂક યોર્કર ફેંકવાનો પ્રયત્ન હતો, પણ એવું બન્યું નહીં. બોલની ટપ જુદી જગ્યાએ પડી હતી. જાડેજાએ તે બોલને બેટ પર લીધો હતો અને ચિત્ર બદલી નાખ્યું.’
ઉલ્લેખનીય છે કે, મોહિતે ફાઈનલ મેચમાં 3 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ લીધી હતી. ગુજરાત ટીમ વતી તે શ્રેષ્ઠ બોલિંગ દેખાવ હતો. આ મોસમમાં સૌથી વિકેટ લેનાર બોલરોની યાદીમાં મોહિત બીજા સ્થાને રહ્યો હતો.
કિશોર અવસ્થામાં પ્રવેશવું એ વ્યક્તિ માટે વિમાસણભર્યો સમય હોય છે. એ સમય અંતઃસ્ત્રાવોમાં આવતા બદલાવ અને સ્વપહેચાનનો હોય છે. કિશોર અવસ્થામાં બાળકો પોતાના વિશે તથા આસપાસની દુનિયા વિશે વધુને વધુ જાણતા થાય છે અને આ બધાની છાપ તેમના મનમાં અંકિત થતી જાય છે. આ સમય દરમ્યાન તેમને સમજવા અઘરા છે અને તેઓ ઘણી ભાવનાત્મક પરાકાષ્ઠાઓમાંથી પસાર થતા હોય છે. કિશોર બાળકને સાચવવું એ ઘોડાને સાચવવા બરાબર છે. પહેલું તો તમારે લગામ લગાવવી પડે,અને તમે તેને કસીને બાંધી ના રાખી શકો,ક્યારેક તમારે એને ઢીલી કરવી પડે. વળી,તમે લગામ બિલકુલ હટાવી ના શકો. નુસખો એ છે કે :તેમને રાજી કરવા કે નારાજ કરવા પ્રયત્ન ના કરો. તેઓ ભાવનાત્મક અને શારીરિક રીતે ખૂબ અઘરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને તમારે તેમને કુશળતાથી સંભાળવા જોઈએ. પ્રશ્ન એ થાય કે કેવી રીતે?
કિશોરોના ગુસ્સાને પ્રતિભાવ આપવાના કેટલાક રસ્તા છે:
જેવી રીતે બાળક તોફાની હોય છે તેમ કિશોર બળવાખોર બની શકે છે. તોફાની બાળકોને પ્રેરિત કરવાના હોય અને તેમના પર બળજબરીથી શિસ્ત ઠોકી ના બેસાડવાની હોય. જ્યારે તમે તેમના તોફાનોનો વિચાર કરો ત્યારે તમારે હસવાનું ચાલુ કરી દેવું જોઈએ.
ભણતર સાથે મુલ્યો જોડવા જોઈએ
દરેક માતા પિતા પોતાનું બાળક સારું ભણે એવું ઈચ્છે છે. પરંતુ બાળકોમાં મુલ્યો રોપવા એ પણ અગત્યનું છે. આપણે બાળકો વધુ પચાવી શકે અને સમજી શકે તે માટે તેમની ક્ષમતા વધારવી જોઈએ અને નહીં કે તેમની ઉપર પુષ્કળ વણજોઈતી માહિતીનો મારો કરવો જોઈએ. ભણાવવાની સર્જનાત્મક રીતો બાળકોને તેમના વ્યક્તિત્વ ઘડતરમાં સહાય કરશે.શિક્ષણ પધ્ધતિ લોકોને ધર્માંધ થતા રોકવી જોઈએ. યોગ્ય શિક્ષણ એ કહેવાય જે મનને મુક્ત કરે,મન કશામાં અતિ આસક્ત ના રહે, ભૂતકાળને લીધે ગુસ્સામાં કે ભવિષ્ય બાબતે ચિંતામાં ના રહે. શિક્ષણની વ્યવસ્થા આત્મગૌરવ અને સર્જનાત્મકતા જગાવે એવી હોવી જોઈએ.
કિશોર બાળકોના માતા પિતા તેમના બાળકો માટે હકૂમત ચલાવનાર કરતાં મિત્ર સમાન હોવા જોઈએ. એ રીતે માતા પિતા બાળકને સમજી શકશે અને તેમને જરૂરી એવી સલાહ તથા સહકાર આપી શકશે. કિશોરો પોતાને અને પોતાના વિચારોને વ્યક્ત કરી શકે એવું વાતાવરણ હોવું જોઈએ.તેમને માર્ગદર્શન આપવું અગત્યનું છે,પરંતુ તેઓ પોતાની ભૂલોમાંથી શીખી શકે અને પોતાને માટે શું યોગ્ય છે અને નથી તે જાતે જ નક્કી કરી શકે એ અવકાશ પણ આપવો જોઈએ. સંસ્કૃતમાં એક જૂની કહેવત છે કે,”જ્યારે તમારો દિકરો કે દિકરી સોળ વર્ષના થાય ત્યારે તેમની સાથે એક મિત્ર જેવું વર્તન કરવું.” તેમના શિક્ષક ના બનો,શું કરવું અને ના કરવું એ વિષે તેમને ટોકો નહીં. તેમના મનમાં શું છે અને તેમને કઈ સમસ્યાઓ છે એ વિષે તમારી સાથે વાત કરે એવી મોકળાશ આપો. એવા મિત્ર બનો જે તેમના જ સ્તરનો હોય.જો તમે માવતર તરીકે નહીં પણ મિત્ર તરીકે તેમની સાથે રજૂ થશો તો તેઓ તમારી સાથે ખુલીને વાત કરશે. તમારી વચ્ચેનું અંતર પુરાઈ જશે. એમ થવાથી પ્રેમ વ્યક્ત થઈ શકે છે અને વાતચીત કરવાનું સરળ બને છે.અને એક વાર વાતચીત થાય તો તમામ સમસ્યાઓનું નિરાકરણ આવે છે.
કિશોરોએ જીવનમાં આધ્યાત્મિકતા અપનાવવી જોઈએ.
યોગ,ધ્યાન અને જ્ઞાન જેવી આધ્યાત્મિક પ્રક્રિયાઓ અપનાવવાથી તેઓ બિનજરૂરી વિચારો આવતા રોકી શકે છે તથા જીવનના તમામ પાસાંઓને અપનાવી શકે છે.
કિશોરોએ નવા અને જૂના બન્નેના સમન્વયને અપનાવવો જોઈએ.
ઘણા કિશોરો પોતાની ચેતનાની ક્ષમતા વધારવા કંઈ કરતા નથી. શ્રાવ્ય અને દ્રશ્ય માધ્યમો,ચિત્રપટો તથા વીડીઓ ગેમ્સ દ્વારા માહિતીનો મારો ચાલે છે.આ બધું મન ઉપર દબાવ લાવે છે જે જીવનમાં પાછળથી માનસિક વ્યાધિ લાવી શકે છે. કિશોરોએ સર્જનાત્મકતા અપનાવવી જોઈએ.પ્રાચીન પ્રક્રિયાઓ જેવી કે અવધાનમ,ધ્યાન,યોગ અને પ્રાણાયામ રમતગમત,નૃત્ય અને સંગીતની સાથે સાથે કરવાથી ખૂબ ફાયદા મળે છે તથા તેઓ પોતાની જાતને વ્યક્ત કરી શકે તે માટે એક પ્લેટફોર્મ ઊભું થાય છે અને કિશોર વયે આવતા ગુસ્સામાંથી બહાર આવવા સહાય મળે છે.
તમારા બાળકના ગુસ્સા કે હતાશાને ગળી જવા તૈયાર રહો.
માતા,પિતા અને શિક્ષકે બાળકના ગુસ્સાને ગળી જવાનો હોય. તેમના ગુસ્સા કે હતાશાને ગળી જવા તમારે તૈયાર રહેવાનું હોય. તમારું બાળક તમારાથી બહુ ગુસ્સે હોય તો પણ તમે તે ગળી જાવ અને તેમને માટે જે સારું હોય તે કરો અને એ નહીં કે જે તેમને ખુશ કરે. એટલું સમજી જાવ કે તમને હંમેશા રસ્તો મળી રહેશે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
નવી દિલ્હીઃ અમેરિકામાં એક તૃતીયાંશ અમેરિકી લોકો માટે પરિવાર સાથે સમય વિતાવવો જિંદગીમાં સૌથી મહત્ત્વની બાબત છે. તેમની વ્યક્તિગત પ્રાથમિકતાઓમાં ફિઝિકલ એક્ટિવિટી, ધર્મ-કર્મ, કેરિયરમાં સફળતા અને બહાર ફરવા કરતાં પણ વધુ જરૂરી પરિવારને સમય આપવો છે, એમ પ્યુ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે. સર્વેમાં 73 ટકા અમેરિકનો માને છે કે તેમના માટે પરિવારને પ્રાથમિકતા આપવી એ સૌથી વધુ મહત્ત્વની બાબત છે. 10માંથી નવ લોકોએ કહ્યું હતું કે કોઈ પણ કામની તુલનામાં તેઓ પરિવારને સમય આપવો વધુ પસંદ કરે છે. યુવા, નોકરિયાત અને વડીલોએ બધાને પરિવાર સૌથી ટોચના ક્રમે મૂક્યો હતો.
ધર્મ-કર્મ મામલે 50 ટકા લોકોએ મહત્ત્વનું માન્યું હતું, જ્યારે 21 ટકા એને વધુ મહત્ત્વ નહોતું આપ્યું. 61 ટકા રિપબ્લિકનોએ 40 ટકા ડેમોક્રેટ્સે ધર્મ-કર્મને મહત્ત્વનું માન્યુ હતું. હરવા-ફરવાનું અને કુદરતની નજીદીકીને 29 ટકા અમેરિકનો મહત્ત્વ આપે છે, જ્યારે 43 ટકા એને જરૂરી માને છે. જ્યારે 23 ટકા માટે એ સામાન્ય વાત છે. આ સાથે સંગીત, કલા અને લેખન જેવી રચનાત્મકતાને 43 ટકા અમેરિકનો મહત્ત્વ આપે છે, જ્યારે 40 ટકા લોકો સામાજિક સક્રિયતાને મહત્ત્વની માને છે.
આ સર્વેમાં 65થી વધુ વયવાળા (60 ટકા)ને ધાર્મિક આસ્થાનું પાલન મહત્ત્વનું લાગે છે, જ્યારે 18-29 વયવાળા 40 ટકા એવું માને છે. 65થી વધુ વયવાળા કેરિયરમાં સફળતાને અને રચનાત્મકતાને જરૂરી નથી સમજતા, જ્યારે 18-29 વયવાળા 76 ટકા લોકો કેરિયર વધુ મહત્ત્વની ગણે છે.
જન્મ વડોદરામાં, ગર્ભ-શ્રીમંત પુષ્ટિમાર્ગી કુટુંબ, પિતા જમીનોના કામકાજના વકીલ હતા અને નાના રાવ-સાહેબ સોમાભાઈ પરીખ સુપરીન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની મોભાદાર પદવી પર હતા. બાળપણ અમદાવાદમાં, શાળાનો અભ્યાસ સી.એન. વિદ્યાલયમાં. એચ. એલ. કોમર્સ કોલેજમાંથી રેન્ક સાથે બીકોમ કર્યું, ફેલોશીપ મળી, LLBમાં ગોલ્ડ મેડલ મેળવ્યો, સફળ વકીલ થયા. આઈ.એ.એસ.ની પરીક્ષા પાસ કરી. તેમને ત્રણ ભાઈ અને બે બહેન, બધાં ભાઈબહેનોએ બહુ જ ઉચ્ચ અભ્યાસ કરેલો છે. મોટાભાઈ એફઆરસીએસ ડોક્ટર. કિરીટભાઈ ઇકોનોમિસ્ટ, મેમ્બર ઓફ પ્લાનિંગ કમિટી, પદ્મભૂષણ વિજેતા. નાનાભાઈ પ્રતિષ્ઠિત બોસ્ટન યુનિવર્સીટીમાં ભણ્યા હતા, મોટાં-બહેન પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીમાંથી એલ.એલ.એમ. થયાં, નાનાં-બહેન બોસ્ટન યુનિવર્સીટીમાં ભણેલાં અને ગાંધીવાદી વિચારધારામાં માને. વિપિનભાઈએ 1953થી વકીલાત શરૂ કરી. જમીનોના કામમાં ફાવટ ઘણી સારી. 1976માં અર્બન સીલીંગ એક્ટ આવ્યો ત્યારે ભરપૂર કામ કર્યું, લોકોને માહિતી આપતાં ઘણાં ભાષણો કર્યાં. અસીલોની 50-50 ગાડીઓની લાઈન ઘરે લાગતી! ચાર-ચાર ટાઈપીસ્ટોને એક સાથે ડીકટેશન આપતા! દિવસના 16-16 કલાક કામ કરતા! આજે પણ માર્યાદિત કામ સાથે પ્રોફેશનલ કેરિયર ચાલુ છે!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
માનસિક અને શારીરિક તબિયત સારી છે એટલે નિવૃત્તિ નથી લીધી. એકદમ નિયમિત જીવન છે. સવારે 7:30 વાગે ઊઠે. 9:00 વાગે દીકરા-વહુ સાથે ચા-નાસ્તો કરે. દીકરો ઓફિસ જાય પછી ફિઝિયોથેરેપીસ્ટ આવે, કલાક યોગ અને કસરત કરાવે. તૈયાર થઈ કામકાજ કરે. દોઢ વાગે જમે. જમ્યા પછી બે કલાક નવલકથાઓ વાંચે! સાંજે પાંચેક વાગે ચા-નાસ્તો કરે. સાત વાગ્યે ટીવીમાં સમાચાર અને સીરીયલ જોઈ જમે. 9:30 થી 11 ફરી ટીવી જોઈ સૂઈ જાય. તેમને એક દીકરો, બે દીકરી, સાત પૌત્ર-પૌત્રી તથા ચાર પ્ર-પૌત્રી છે અને બધાં પ્રસંગે ભેગાં થાય છે.
શોખના વિષયો :
વાંચવાનો જબરો શોખ, રોજ નવલકથાઓ વાંચે! એસ્ટ્રોલોજી તથા ન્યૂમેરોલોજીમાં ઘણો રસ પડે. પ્રવાસ કરવો ગમે. 1971થી 2006 સુધી, પાંચ કપલ ભેગાં થઈ દેશ-પરદેશમાં દર વર્ષે બે વેકેશન લેતાં. આખી દુનિયા જોઈ નાખી છે! શાસ્ત્રીય-સંગીતનો ઘણો શોખ છે, જાતે શીખ્યા છે અને ઘરે કાર્યક્રમો પણ યોજે છે. ચુસ્ત પુષ્ટિમાર્ગી છે અને મંત્રોચ્ચાર સરસ કરી શકે છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સારી છે, હરતાં-ફરતાં છે. થોડું બીપી રહે છે પણ ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ છે નહીં. 2011માં બાયપાસનું ઓપરેશન કરાવેલું. અત્યારે દસ્તાવેજોના લખાણનું કામકાજ નિયમિત કરે છે, પણ બહાર ઓછું જાય છે.
યાદગાર પ્રસંગ:
ત્રણે સંતાનોના લગ્ન ભવ્ય રીતે કર્યા તે પ્રસંગો યાદગાર છે. તેમની ૭૫મી વર્ષગાંઠ 2005માં ઉજવી તે પણ બહુ યાદગાર પ્રસંગ. દીકરીએ તે પ્રસંગે તેમના વિશે એક કોફી-ટેબલ-બુક તૈયાર કરી હતી. સામાજિક કામકાજોમાં, 1977માં તેઓ લાયન્સ-ક્લબના પ્રેસિડેન્ટ હતા તે વખતે માત્ર એક-વર્ષના સમયગાળામાં મીઠાખળી લાયન્સ-હોલ માટે જમીન ખરીદી, ડોનેશનના પૈસા ભેગા કરી અને હોલ બનાવ્યો. 1981થી 1987 સુધી જીવરાજ મહેતા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી રહ્યા, 1984થી 2020 સુધી નિરમા યુનિવર્સિટીની કારોબારી કમિટીના સભ્ય, અત્યાર-સુધી ભવન્સ કોલેજમાં વાઈસ-પ્રેસિડેન્ટ છે. ખેડામાં 3500 વિદ્યાર્થીઓની KES શાળામાં પ્રેસિડેન્ટ છે. પત્ની મીનાક્ષીબહેન (2018માં દેવ થયાં) સામાજિક કાર્યમાં ઘણા એક્ટિવ હતાં, મોટાં દાતા હતાં, ઘણી હોસ્પિટલોમાં અને સંસ્થાઓમાં પ્રમુખ અને સભ્ય હતાં.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
પોતે નવી ટેકનોલોજી બિલકુલ વાપરતા નથી પણ હાથ નીચેના માણસો વાપરે છે. પ્રોફેશનલ કામ ચાલુ છે એટલે તેના વગર તો ચાલે જ નહીં! તેમને પોતાને પણ નવું શીખવાનો શોખ છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
ખાસ્સો ફેર છે! કામકાજ એનું એ જ પણ કામ કરવાની રીતમાં ઘણો ફેર આવી ગયો છે. કાયદો બદલાય ત્યારે તો બધું જ બદલાઈ જાય છે! મોંઘવારી વધી રહી છે પણ સાથે પ્રગતિ પણ થઈ રહી છે, ઇન્ફલેશન દેશની પ્રગતિની પારાશીશી છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
કુટુંબના યુવાનો, લાર્જર-ફેમિલીના યુવાનો, યુવાન ક્લાયન્ટ્સ સાથે ટચમાં છે. આજની જનરેશન ઘણી HARDWORKING છે તેવું તેઓ માને છે.
સંદેશો :
પહેલા જેવી HONESTY અને INTEGRITY હવે નથી. પ્રામાણિકતાથી HARDWORK કરો તો ચોક્કસ ઊંચા આવશો.
નવી દિલ્હીઃ એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં એક પેસેન્જરે ક્રૂ સભ્ય સાથે મારપીટ કરી છે. ગોવાથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં મારપીટ કરનાર પેસેન્જરને નવી દિલ્હી એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓને હવાલે કરી દીધો હતો. આ ઘટના સોમવારે બની હતી.
એરલાઇને આ ઘટનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે ગોવાથી એર ઇન્ડિયાના વિમાનમાં સવાર એક પેસેન્જરે ક્રૂના એક સભ્યની સાથે મારપીટ કરી હતી. એ પેસેન્જરને દિલ્હી એરપોર્ટ પર ઉતાર્યા પછી સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના ગોવાથી દિલ્હી જતી ફ્લાઇટ AI882માં બની હતી. એરલાઇને જણાવ્યું હતું કે આરોપી પેસેન્જરે પહેલાં ક્રૂના સભ્યો સાથે ગાળાગાળી કરી હતી. ત્યાર બાદ તેણે એક ક્રૂ સભ્ય પર હુમલો કર્યો હતો.પેસેન્જરે એ વ્યવહાર અને આક્રમકતા અકારણ બતાવી હતી. ત્યાર બાદ તેની સામે એરપોર્ટ ઓથોરિટીને રિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો.
અમારા ચાલક દળ અને પેસેન્જરોની સુરક્ષા અમારા માટે મહત્ત્વની છે અને અમે યાત્રી કરેલા દુર્વ્યવહારની આકરી ટીકા કરીએ છીએ. અમે પ્રભાવિત ચાલક દળના સભ્યોને દરેક સંભવ મદદ કરીએ છીએ. DGCAના નિયમો હેઠળ એક અનિયંત્રિત પેસેન્જરને અલગ-અલગ- સમયગાળા માટે ઉડાન પ્રતિબંધ લગાવવામાં આવે છે. નિયમાનુસાર યાત્રીઓના અનિયંત્રિત વ્યવહારને ત્રણ સ્તરોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
એર ઇન્ડિયાએ આ મહિનાના પ્રારંભમાં 10 એપ્રિલે દિલ્હી-લંડન ફ્લાઇટમાં બે મહિલા કેબિન ક્રૂ સભ્યોને શારીરિક નુકસાન પહોંચાડનાર વ્યક્તિને બે વર્ષ માટે ફ્લાઇટમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 310 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,90,588 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,870 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,54,496 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 588 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4222એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.80 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,06,580 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.04 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,10,552 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1266 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
ઉજ્જૈન (મધ્ય પ્રદેશ): બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન આજે સવારે અહીં મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી અને ત્યાં ભસ્મ આરતીમાં સામેલ થઈ હતી અને પૂજા-અર્ચના કરી હતી. તેની તસવીરો અને વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે.
સારા મંદિરમાં સવારે 7 વાગ્યે થતી ભોગ આરતી વખતે હાજર રહી હતી અને ત્યારબાદ ભસ્મ આરતીમાં પણ સામેલ થઈ હતી. ત્યારબાદ નંદી હોલમાં લગભગ અડધા કલાક સુધી ધ્યાનમાં બેસીને એણે શિવ જાપ કર્યો હતો. એ પછી ગર્ભગૃહમાં જઈને એણે દર્શન કર્યાં હતાં. સારા આ ત્રીજી વાર મહાકાલ મંદિરમાં આવી હતી.
નવી દિલ્હીઃ ગયા રવિવારે દિલ્હીના એક રસ્તા પર રાહદારીઓની નજર સામે 16 વર્ષની છોકરી સાક્ષીની છરો ભોંકીને કરપીણ રીતે હત્યા કરનાર 20 વર્ષીય આરોપી સાહિલ ખાનની ધરપકડ કરાઈ છે. સ્થાનિક અદાલતે એને બે દિવસ માટે પોલીસ રીમાન્ડ પર મોકલી આપ્યો છે. સાહિલે એકરાર કર્યો છે કે એણે ગુસ્સામાં આવીને અપરાધ કર્યો હતો, પરંતુ તે છોકરીની હત્યા કરવા બદલ પોતાને કોઈ પસ્તાવો થતો નથી, એવું પણ તેણે પોલીસને કહ્યું છે.
સાહિલે 16 વર્ષની સાક્ષીને છરાના અસંખ્ય ઘા માર્યા હતા અને ત્યારબાદ પથ્થર વડે સાક્ષીનું માથું છુંદી નાખ્યું હતું. લગભગ ડઝન જેટલા રાહદારીઓએ તે ઘટના જોઈ હતી, પરંતુ કોઈ સાક્ષીની મદદે ગયું નહોતું. સાહિલ દિલ્હીમાં એસી મિકેનિક તરીકે કામ કરતો હતો. હત્યા કર્યા બાદ એ ફરાર થઈ ગયો હતો. દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં જઈને એને પકડ્યો હતો.
સાહિલે પોલીસને એમ પણ કહ્યું કે, સાક્ષી એની સાથે સંબંધ તોડવા માગતી હતી અને તે એનાં ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સાથે ફરતી દેખાઈ હતી. ભૂતપૂર્વ બોયફ્રેન્ડ એક ગૂંડો હતો. સાહિલે આ વિશે સાક્ષીને સમજાવી હતી, પણ સાક્ષી એની અવગણના કરતી હતી એટલે સાહિલને એની પર ગુસ્સો ચડ્યો હતો. હત્યા કર્યા બાદ સાહિલે છરો અને પોતાનો મોબાઈલ ફોન ફેંકી દીધા હતા અને બસમાં બેસીને બુલંદશહર જતો રહ્યો હતો. ત્યાં એ તેના કાકીનાં ઘરમાં સંતાઈ ગયો હતો.
લેયર્ડ વેજીટેબલ કટલેસ એક અનોખી વાનગી છે. જે બનાવવામાં થોડી કડાકૂટ તો ખરી, પણ કટલેસ તૈયાર થયા પછી ગરમાગરમ સ્વાદિષ્ટ કટલેસ પીરસવામાં અને ત્યારબાદ ખાવામાં રાંધવાની મહેનત અને કળાકૂટ તો ભૂલાઈ જ જાય છે!
એક થાળીમાં મેંદો છાંટી, બટેટાના માવામાંથી લૂવો લઈ હાથેથી થાપીને નાની પુરી બનાવો.
તેમાં લીલા વટાણાનું સ્ટફિંગમાંથી પુરી બનાવી તેની ઉપર મૂકી દો. હવે તેની ઉપર લીલા કોપરાના ખમણવાળું સ્ટફિંગ મૂકીને આ કટલેસને ગોળાની જેમ વાળી લો. તૈયાર કટલેસને મેંદાના ખીરામાં બોળી, બ્રેડ ક્રમ્સમાં રગદોળીને તેલમાં બદામી રંગની તળી લો.