Home Blog Page 2807

કડાકોઃ આઇસી15 ઇન્ડેક્સ 846 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકાના સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશને સૌથી મોટા ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ – બાઇનાન્સ અને એના સીઈઓ ચાંગપેંગ ઝાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી એને પગલે વૈશ્વિક સ્તરે મંગળવારે ક્રીપ્ટો માર્કેટમાં મોટો ઘટાડો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના તમામ ઘટક કોઇન ઘટ્યા હતા, જેમાંથી સોલાના, બીએનબી, ડોઝકોઇન અને પોલીગોન 6થી 8 ટકા સાથે સૌથી વધુ ઘટેલા કોઇન હતા.

બાઇનાન્સ અને ચાંગઝેંગ પર આરોપ છે કે એમણે સિક્યોરિટીઝને લગતા કેન્દ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે. બીજી બાજુ, અલ સાલ્વાડોરે બિટકોઇનનો વપરાશ વધારવા માટેના પ્રયાસ વેગવા બનાવ્યા છે. એણે વિશ્વની બિટકોઇન માઇનિંગ માટેની અગ્રણી કંપનીઓમાં 1 અબજ ડોલરનું રોકાણ કરવાનું આયોજન કર્યું છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.26 ટકા (846 પોઇન્ટ) ઘટીને 36,509 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,355 ખૂલીને 37,417ની ઉપલી અને 36,190 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

રેલવે અકસ્માતમાં આંખ ખોલનારો CAGનો રિપોર્ટ

 નવી દિલ્હીઃ બાલાસોર ટ્રેન દુર્ઘટના થયા પછી રેલવેએ સિગ્નલ સિસ્ટમ તપાસવાની દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. આ દુર્ઘટના સિગ્નલ સિસ્ટમમાં છેડછાડને કારણે થવાની શક્યતા છે. જોકે એનાં વાસ્તવિક કારણો આવવામાં સમય લાગશે. કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલે 2020-21માં ભારતીય રેલવે પરનો ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યો છે. જે મુજબ 2017-18થી 2020-21ની વચ્ચે 217 દુર્ઘટનાઓ થઈ હતી. એમાંથી 163 (75 ટકા) ટ્રેનો ડિરેલમેન્ટ થઈ હતી. 42 ટકા દુર્ઘટનાઓ પાટાના મરામતની સમસ્યાઓને કારણે થઈ હતી.

રેલવે સેફ્ટીને લઈને નાણાપ્રધાને બજેટમાં કહ્યું હતું કે રૂ. એક લાખ કરોડની સાથે રાષ્ટ્રીય રેલ સુરક્ષા ભંડાર બનાવવામાં આવશે. એના માટે પાંચ વર્ષ સુધી રૂ. 20-20,000 કરોડ ફાળવવાના હતા, જેમાં રૂ. 15,000 કરોડ સરકાર આપશે, જ્યારે રેલવે તેનાં સંસાધનો થકી રૂ. 5000 કરોડ ઊભા કરશે. રિપોર્ટ મુજબ રેલવે આ રકમ ઊભી નહોતી કરી શકી.

ભારતમાં ટ્રેનોની સરેરાશ ઝડપ આશરે પ્રતિ કલાક 50 છે. રેલવે બોર્ડે 2017-18માં પાંચ વર્ષમાં પ્રતિ કલાક 75 કિમી સુધીની ઝડપ વધારવાનું લક્ષ્ય રાખ્યું હતું, પણ એ થયું નથી.

પ્રગતિ ખૂબ ધીમી

ચીન સાથે ભારતની તુલના કરીએ તો 1950માં ચીનનું રેલવે નેટવર્ક માત્ર 21,800 કિમી હતું. એ સમયે ભારતીય રેલ લાઇનોની કુલ લંબાઈ બે ગણીથી પણ વધુ 53,596 કિમી હતી.

50 વર્ષથી પણ ઓછા સમયમાં ચીને ભારતને પાછળ છોડી દીધું છે. 1997માં ભારતમાં કુલ 62,900 કિમી લાંબું રેલ નેટવર્ક હતું, જ્યારે ચીનનો એ આંકડો 66,000 કિમી થઈ ગયો હતો. ચીનમાં આજે રેલવે લાઇનોની લંબાઈ 1,55,000 કિમી થઈ ચૂકી છે, જ્યારે ભારતમાં 68,100 લાંબી રેલ નેટવર્ક થઈ ચૂક્યું છે.

 

 

 

રાજસ્થાની કોરમા પરાઠા

રાજસ્થાની કોરમા પરાઠા એ રાજસ્થાનની સૌથી પ્રાચીન જાણીતી વાનગી છે. જે બહુ જ પૌષ્ટિક તો છે સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે!

સામગ્રીઃ

  • આખા મગ ½ કપ
  • લીલા કાંદા પાન સહિત (ધોઈને સમારેલાં) ½ કપ
  • લીલા મરચાં 2
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • હળદર પાવડર ¼ ટી.સ્પૂન
  • ગરમ મસાલો ¼ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • જીરુ ½ ટી.સ્પૂન
  • આદુ-લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • ઘઉંનો લોટ 1 કપ
  • તેલ પરાઠા શેકવા માટે

રીતઃ મગને મિક્સીમાં કરકરા પીસી લેવા. આ મગના પાવડરને 2-3 પાણીએથી ધોઈ લેવા. જેથી તેમાંના ફોતરા પણ પાણી સાથે નીકળી જાય. હવે દળેલા મગનો પાઉડર ડૂબે તેટલું પાણી તેમાં રાખવું.  આ પલાળેલા મગનો પાવડર અડધો કલાક રહેવા દો. ત્યારબાદ જોશો કે પલાળેલા મગનો લોટ ફૂલી ગયો છે.

પલાળેલા મગના લોટમાં સમારેલો લીલો કાંદો, લીલા મરચાં, હીંગ, ગરમ મસાલો, હળદર, મરચાં પાવડર, જીરુ તેમજ આદુ-લસણની પેસ્ટ મેળવીને સારી રીતે મિક્સ કરી લો. હવે ઘઉંનો લોટ તેમાં ઉમેરીને પાણી ઉમેર્યા વગર કણક બાંધી લો અને 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. 15 મિનિટ બાદ તેમાં 1 ટી. સ્પૂન તેલ ચોપડીને થોડો કુણી લો.

આ લોટમાંથી લૂવો લઈ પરાઠું વણી લો. ગેસની મધ્યમ આંચ પર તવો ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે ½ ટી.સ્પૂન તેલ રેડી તેની ઉપર પરાઠું શેકાવા મૂકો. ½ મિનિટ સુધી શેકાયા બાદ પરાઠું ઉથલાવો અને ફરીથી ½ ટી.સ્પૂન તેલ ફરતે રેડો. તેલનું પ્રમાણ ઓછું લઈ શકાય છે.

આ ગરમા ગરમ પરાઠા દહીં, ટોમેટો કેચ-અપ અથવા ખજૂર-આમલીની ગળી ચટણી સાથે સ્વાદિષ્ટ લાગે છે.

ભારતની ઈન્ટરનેટ અર્થવ્યવસ્થા 2030 સુધીમાં 6 ગણી વધી 1-ટ્રિલિયન ડોલર થશે

મુંબઈઃ ગૂગલ, ટુમાસેક અને બેઈન એન્ડ કંપનીએ રિલીઝ કરેલા એક સંયુક્ત અહેવાલમાં જણાવ્યા મુજબ, ભારતની ઈન્ટરનેટ આધારિત અર્થવ્યવસ્થા 2030ની સાલ સુધીમાં છ ગણી વધીને 1 ટ્રિલિયન ડોલરના આંકને સ્પર્શી જશે. આ ઉછાળો મુખ્યત્વે ઈ-કોમર્સને લીધે હશે. 2022માં ભારતની ઈન્ટરનેટ-ઈકોનોમી 155-175 અબજ ડોલરની રેન્જમાં રહી હતી.

આ ઉછાળામાં મુખ્ય હિસ્સો B2C (બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર) ઈ-કોમર્સ સેગ્મેન્ટનો હશે. ત્યારબાદના ક્રમે B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) ઈ-કોમર્સ, સોફ્ટવેર સર્વિસ પ્રોવાઈડર્સ અને ઓનલાઈન મિડિયા આવે છે.

ગૂગલ ઈન્ડિયાના કન્ટ્રી મેનેજર અને વાઈસ-પ્રેસિડેન્ટ સંજય ગુપ્તાનું કહેવું છે કે ભવિષ્યમાં ભારતમાં મોટા ભાગની ખરીદી ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. કોરોનાવાઈરસ મહામારી બાદ સ્ટાર્ટઅપ્સ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો તેમજ મોટી કંપનીઓએ ડિજિટલ માર્ગ અપનાવવામાં આગેવાની લીધી છે. એને કારણે ડિજિટલ ટેક્નોલોજીઓનો ઉપયોગ વધારે સ્પર્ધાત્મક બન્યો  છે.

ગોધરામાં બે જૂથો વચ્ચે અથડામણઃ 10ની ધરપકડ

અમદાવાદઃ રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક રસ્તાના ઉપયોગને લઈને જે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, એમ પોલીસે માહિતી આપી હતી. ગઈ કાલે સાંજે થયેલી અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી અને પોલીસે આ ઘટના સંબંધે 10 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે બે FIR નોંધી હતી. એમાં બંને પક્ષોના પાંચ-પાંચ લોકોનાં નામ નોંધવામાં આવ્યાં છે. પોલીસ આ વિસ્તાર પર ચાંપતી નજર રાખી રહી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસે નોંધેલા FIR અનુસાર કાદરખાન પઠાને ફરિયાદ દાખલ કરી હતી, જે અનુસાર એક આરોપી મિત્રંગ પરમાર અને અન્ય વ્યક્તિઓએ એક રસ્તાનો ઉપયોગ કરવા બદલ વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ તેમની વચ્ચે ચડસાચડસી થઈ હતી. ત્યાર પછી આ ઝઘડો એટલો વધ્યો હતો કે બંને જૂથના સભ્યોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ ઘટનામાં સામસામે પથ્થરમારામાં મહમંદભાઈને ઇજા પહોચી હતી. આઈ પથ્થરમારાની જાણ પોલીસને થતાં બી ડિવિઝનનો કાફલો પહોંચ્યો હતો. પથ્થરમારોનો વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો હતો. ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 323, 335, 504, 143 અને 147 હેઠળ બંને જૂથોના પાંચ-પાંચ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.

 

 

રિઝર્વ બેન્ક વ્યાજદરો યથાવત્ રાખે એવી શક્યતા

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની સમિતિની ત્રણ દિવસ સુધી ચાલનારી બેઠકનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2023-24ની બીજી દ્વિમાસિક બેઠક છે. આ બેઠક આઠ જૂન સુધી ચાલશે. RBI ગવર્નર શક્તિકાંત દાસ MPCના નિર્ણયોની માહિતી આઠ જૂને આપશે.

વિશ્લેષકોનું માનવું છે કે શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી RBI MPC દ્વારા રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય એવી અપેક્ષા નથી. હાલના સમયે RBIના મુખ્ય બેન્ચમાર્ક દર 6.5 ટકા છે. દેશમાં રિટેલ મોંઘવારી દરમાં આવી રહેલી નરમાઈની વચ્ચે વ્યાજદર યથાવત્ રહેવાની ધારણા છે.રિટેલ મોંઘવારીનો દર એપ્રિલમાં 4.7 ટકા રહ્યો હતો, જે RBIના લક્ષ્યાંક અનુસાર છે. સરકારે RBIને રિટેલ મોંઘવારીનો દર 2-6 ટકાની વચ્ચે સીમિત રાખવા માટે નિર્દેશ આપ્યા છે. RBIએ મે, 2022થી માંડીને ફેબ્રુઆરી, 2023ની વચ્ચે રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો હતો.અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે RBI આગામી કેટલાક સમય સુધી રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રુપ ચીફ ઇકોનોમિક એડવાઇઝર સૌમ્ય કાંતિ ઘોષને એ આશા છે કે RBI રેપો રેટમાં  ફેરફાર નહીં કરે અને લાંબા સમય સુધી વ્યાજદરોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરે. આ સિવાય ઘોષનું માનવું છે કે મધ્યસ્થ બેન્ક મોંઘવારી દરથી જોડાયેલા અંદાજોમાં ઘટાડો કરી શકે છે, જ્યારે GDP ગ્રોથથી જોડાયેલા અંદાજોને અપગ્રેડ પણ કરી શકે છે.

 

 

 

 

 

અટલબ્રિજની અટલ કમાણી..બે મહિનામાં આટલા કરોડની થઇ આવક

અમદાવાદનો અટલબ્રિજ માત્ર ગુજરાત પુરતો જ નહીં પરંતુ દેશભરમાં જાણીતો બન્યો છે. ત્યારે આ ઉનાળા વેકેશન દરમિયાન અટલબ્રિજ જોવા આવનારી સંખ્યામાં પણ સતત વધારો થયો છે. જેના કારણે સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનને રૂપિયા 1.50 કરોડની આવક થઇ છે.

નોંધનીય છે કે અમદાવાદીઓ માટે કાંકરીયા પછી સૌથી ગમતા સ્પોર્ટ તરીકે અટલ બ્રિજનું નામ આવે છે. સાબરમતી નદી પર બનાવામાં આવેલા આઈકોનિક અટલબ્રિજ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉનાળાના વેકેશનના સમયગાળા દરમિયાન અટલ ફૂટ ઓવરબ્રિજ લોકો માટે ફરવા લાયક સ્થળ બની ગયું હતું છેલ્લા બે મહિનામાં 5 લાખ  મુલાકાતીઓએ આ બ્રિજની મુલાકાત લીધી હતી. જેમાં મે મહિનામાં સૌથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા. જ્યારે 4 જૂન વેકેશનનો અંતિમ રવિવાર હોવાના કારણે અંદાજે 20 હજાર લોકોએ અટલબ્રિજની મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં અટલબ્રિજ જોવાનો સમય સવારે નવ કલાકથી રાત્રીના નવ સુધીનો હોય છે. પરંતુ વેકેશનનો સમય હોવાના કારણે બ્રિજ રાતના 11 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રાખવામાં આવતો હતો.  છેલ્લા ત્રણ મહિનામાં અટલફૂટ ઓવરબ્રિજ અને ફ્લાવર પાર્કમાં પાંચ લાખ જેટલા લોકો આવ્યા હતા જેમાં સૌથી વધારે મે મહિનામાં કુલ 2,64,932 મુલાકાતીઓ અટલબ્રિજ પર આવ્યા હતા. ઉનાળુ વેકેશન હોવાના કારણે અટલબ્રિજ પર રોજના આશરે સાત હજાર જેટલા મુલાકાતીઓ નોંધાયા હતા. જયારે ઉનાળાના વેકેશન દરમિયાન દર રવિવારે 12000થી 15000 જેટલા મુલાકાતીઓ અટલ ફૂટ ઓવરબ્રિજ જોવા આવતા હતા.

નોંધનીય છે કે 31 ઓગસ્ટ 2022એ અટલબ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારથી લઇને 31 મે,2023 સુધી એટલે કે નવ મહિના દરમિયાન 26,36, 412 લોકોએ અટલબ્રિજની મુલાકાત લીધી છે. જ્યારે જૂનના પ્રથમ ચાર દિવસની વાત કરીએ તો 46 હજારથી પણ વધુ મુલાકાતીઓ નોંધાયા છે. આમ અમદાવાદનો અટલબ્રિજ લોકોમાં લોકપ્રિય બન્યો છે.

WTC ફાઇનલ 2023: રોહિત શર્માને આપવામાં આવ્યો ખાસ ટાસ્ક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની બીજી આવૃત્તિની ફાઇનલ મેચ શરૂ થવામાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ 7 જૂનથી લંડનના ઓવલ મેદાન પર રમાશે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું કે તે કેપ્ટન તરીકે 1 થી 2 ICC ટ્રોફી જીતવા માંગે છે.

રોહિતે પોતાના નિવેદનમાં કહ્યું કે મને ભારતીય ક્રિકેટને આગળ લઈ જવાની જવાબદારી સોંપવામાં આવી છે. અમે ટાઇટલ જીતવા માટે રમીએ છીએ. હું કેપ્ટન તરીકે 1 થી 2 ICC ટાઇટલ જીતવા માંગુ છું. આ મેચમાં, જે ટીમ આગામી 5 દિવસ સુધી દબાણ અને સ્થિતિને સારી રીતે હેન્ડલ કરવામાં સક્ષમ હશે તેનો હાથ ઉપર રહેશે.

બીજી તરફ, રોહિતે ઓવલ મેદાનની પિચ વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર કહ્યું કે અહીંની પિચમાં સતત ફેરફાર થાય છે. પિચ કેવી રીતે ચાલશે તે વિશે મને કંઈ ખબર નથી. હું અત્યારે અશ્વિન ટીમ સાથે જોડાય તેવી શક્યતાને નકારી શકતો નથી. આવતીકાલે પીચ જોયા બાદ અમે નક્કી કરીશું કે ટીમ પસંદ કરવી કે નહીં.

રોહિતે આ જવાબ વર્કલોડ મેનેજમેન્ટને લઈને આપ્યો હતો

ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ IPLની 16મી સિઝનની સમાપ્તિ બાદ જ આ મહત્વપૂર્ણ મેચ રમશે. આવી સ્થિતિમાં, ખેલાડીઓના થાક વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર રોહિતે જવાબ આપ્યો કે એક ખેલાડી તરીકે તમે જૂની ભૂલનું પુનરાવર્તન કરવા માંગતા નથી. અમે છેલ્લા ઘણા સમયથી IPL રમી રહ્યા છીએ. અમને ક્યારે આરામ મળ્યો તેની અમને ખબર નથી. તેથી જ વર્કલોડ મેનેજમેન્ટ છે. જો ખેલાડીઓ ઈચ્છે તો તેમને આરામ આપવામાં આવે છે. આ કોઈ નવી વાત નથી. આપણને તેની આદત પડી ગઈ છે. ટીમ મેનેજમેન્ટ વર્કલોડ પર ધ્યાન આપી રહ્યું છે.

મણિપુરમાં ફરી હિંસા, BSF જવાન શહીદ, આસામ રાઈફલ્સના બે જવાનોને પણ ગોળી વાગી

મણિપુરમાં હિંસાની આગ ઓલવાઈ રહી નથી, સુરક્ષા દળોની તૈનાતી અને કડકતા છતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે. હવે મણિપુરના સેરાઉ વિસ્તારમાંથી એક સમાચાર સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ફાયરિંગમાં BSFનો એક જવાન શહીદ થયો છે. આ સિવાય આસામ રાઈફલ્સના બે જવાનોને પણ ગોળી વાગી છે. બંને ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જાણકારી સેના દ્વારા આપવામાં આવી છે. મણિપુરમાં વિદ્રોહીઓ સતત ગોળીબાર કરી રહ્યા છે, જે બાદ સ્થળ પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે.

 

સુરક્ષા દળો સાથે અથડામણ

સેનાના દીમાપુર સ્થિત સ્પીયર કોર્પ્સ હેડક્વાર્ટરએ ટ્વિટ કર્યું કે ઘાયલોને મંત્રીપુખરી લઈ જવામાં આવ્યા છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. મુખ્યાલયે એમ પણ કહ્યું કે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. ટ્વીટ અનુસાર, “મણિપુરમાં સુગનુ/સેરાઉ વિસ્તારોમાં આસામ રાઈફલ્સ, બીએસએફ અને પોલીસ દ્વારા એક મોટા ઓપરેશન દરમિયાન, 5-6 જૂનની મધ્યરાત્રિએ સુરક્ષા દળો અને વિદ્રોહીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. સુરક્ષા દળોએ ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો.”

હિંસામાં 70થી વધુ લોકોના મોત થયા છે

છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી હિંસા બાદ મણિપુરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક જગ્યાએ સુરક્ષા દળો તૈનાત છે. આમ છતાં બદમાશો સતત હિંસા કરી રહ્યા છે, જેને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળો પણ ફાયરિંગ કરી રહ્યા છે. આસામમાં ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 70 થી વધુ લોકોના મોત થયા છે. મોટાભાગના મૃત્યુ ગોળીબારના કારણે થયા છે. સરકાર દ્વારા સુરક્ષા દળોને સૂચના આપવામાં આવી છે કે જો જરૂર પડશે તો તેઓ બદમાશો સામે કડક કાર્યવાહી કરી શકે છે.

ઇન્ટરનેટ પર પ્રતિબંધ વધ્યો

મણિપુરમાં સતત હિંસાને જોતા ઈન્ટરનેટ પ્રતિબંધને વધુ લંબાવવામાં આવ્યો છે. હવે મણિપુરમાં 10 જૂને બપોરે 3 વાગ્યા સુધી ઈન્ટરનેટ પ્રતિબંધ ચાલુ રહેશે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈક રીતે બદમાશોને એક જગ્યાએ એકઠા થતા અટકાવવામાં આવી રહ્યા છે. જેથી હિંસા રોકી શકાય. જો કે, ઇન્ટરનેટ પર પ્રતિબંધ હોવા છતાં, હિંસા અને હત્યાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે.

સાવધાન.. ઓનલાઈન ગેમ દ્વારા થઈ રહ્યું છે ધર્માંતરણ

યુપીના ગાઝિયાબાદમાં ઓનલાઈન ગેમિંગ દ્વારા સગીર બાળકોને ધર્માંતરણ કરાવતી ગેંગનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે. આ ગેંગનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું હોવાના ઈનપુટ પોલીસને મળ્યા છે. જે બાદ હવે આઈબીએ આ મામલે તપાસ શરૂ કરી છે. તે જ સમયે, આ સમાચાર પછી, ગૃહ મંત્રાલય અને યુપી સરકાર પણ એક્શન મોડમાં છે. આ મામલે ગાઝિયાબાદ પોલીસ પાસેથી માહિતી માંગવામાં આવી છે.

What every Hindu girl marrying a Muslim should know: Marriage Laws in Bharat

પોલીસ હવે એ જાણવાની કોશિશ કરી રહી છે કે ઓનલાઈન ગેમ્સ દ્વારા સગીર બાળકોને ધર્મ પરિવર્તનનો શિકાર બનાવવાની ટોળકીમાં કોણ કોણ સામેલ છે અને અત્યાર સુધીમાં તેઓએ કેટલા લોકોની હત્યા કરી છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધી ગાઝિયાબાદની જ એક મસ્જિદના મૌલવી અબ્દુલ રહેમાન ઉર્ફે નન્નીની ધરપકડ કરી છે. આરોપી બે વર્ષ પહેલા જ આ મસ્જિદમાં આવ્યો હતો અને અહીં કામ કરતો હતો. નાનીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ગેંગનો લીડર મુંબઈના થાણેનો રહેવાસી છે. તેનું નામ બદ્દો છે.

Home Minister Amit Shah to review security situation in Kashmir on June 3 : The Tribune India

ઑનલાઇન ગેમિંગ દ્વારા રૂપાંતર રમત

આ ગેંગના માસ્ટરમાઇન્ડને પકડવા માટે ગાઝિયાબાદ પોલીસ મુંબઈ પહોંચી ગઈ છે. આ ગેંગની વિદેશી ફંડિંગના એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે પોલીસને શંકા છે કે આ ગેંગ ભારતની સાથે અન્ય દેશોના સગીરોને પણ પોતાનો શિકાર બનાવી શકે છે. યુપી અલ્પસંખ્યક આયોગે પણ આ મામલે રાજ્યના ડીજીપી પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કમિશનના સભ્ય પરવિંદર સિંહે ડીજીપીને પત્ર લખીને જણાવ્યું છે કે ઓનલાઈન ગેમિંગની આડમાં સગીરોનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે. તેનો તપાસ રિપોર્ટ 12 જૂન સુધીમાં આપવાનો રહેશે.

Best Online Games to Play | MPL Blog

ગાઝિયાબાદમાં બે સગીર કિશોરોના સંબંધીઓએ તેમના બાળકોના ધર્મ પરિવર્તન અંગે ફરિયાદ નોંધાવી હતી, આરોપીઓએ માત્ર તેમનું ધર્માંતરણ કર્યું જ નહીં પરંતુ તેમને પાંચ સમયની પ્રાર્થના પણ કરાવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ કિશોરો સાથેના કેટલાક મુસ્લિમ છોકરાઓએ નામ બદલીને નાઈટ ગેમ એપ માટે ઓનલાઈન ગેમ રમી હતી, ગેમ હારવા પર તેમને ઝાકિર નાઈકની કલમો શીખવવામાં આવી હતી, જેના પછી તેઓ જીતી ગયા હતા અને છંદોની ખાતરી હતી. આ પછી, ડિસ્કોર્ડ એપ દ્વારા, મુસ્લિમ છોકરાઓ યુઝર આઈડી બનાવતા હતા અને હિન્દુ છોકરાઓ સાથે ચેટ કરતા હતા, તેમને ઇસ્લામિક રિવાજો અપનાવવા સમજાવતા હતા અને તેમને ભાષણો બતાવતા હતા અને તેમને ઇસ્લામ અપનાવવા માટે પ્રેરિત કરતા હતા.