નવી દિલ્હીઃ રાજ્યસભાના સદસ્ય કપિલ સિબ્બલ આજે અહીં રામલીલા મેદાન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જાહેર સભામાં ગયા હતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ સાથે સ્ટેજ પર સ્થાન મેળવ્યું હતું. AAP દ્વારા આ રેલી કેન્દ્ર સરકારે સરકારી સેવાઓને અંકુશમાં લેવા માટે બહાર પાડેલા વટહૂકમ સામેના વિરોધમાં યોજવામાં આવી હતી. કપિલ સિબ્બલે 2022માં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.
લોકોને આશ્ચર્ય એ વાતનું થયું છે કે 2011માં કેજરીવાલે ભ્રષ્ટાચારના મુદ્દે સિબ્બલ અને કોંગ્રેસ પાર્ટી પર આકરાં પ્રહારો કર્યા હતા, સિબ્બલને ભ્રષ્ટ નેતા કહ્યા હતા, પણ એ જ સિબ્બલને આજની રેલીમાં સ્ટેજ પર બેસાડ્યા હતા. સિબ્બલે સભાને સંબોધિત પણ કરી હતી અને કહ્યું હતું કે જનતા હવે મોદી સરકારથી ત્રાસી ગઈ છે. હું આજે અહીં એ દર્શાવવા માટે આવ્યો છું કે દેશના બંધારણ પર પ્રહાર થાય એ દરેક વખતે આપણે સહુએ સંગઠિત રહેવું જોઈએ. આવનારા દિવસોમાં હું જુદે જુદે સ્થળે જવાનો છું અને લોકોને જણાવવાનો છું કે હવે આપણે મોદીજી વિરુદ્ધ સંગઠિત થવાનો અને લડત ચલાવવાનો સમય આવી ગયો છે. જનતાને મોદી ગમતા નથી. લોકો કહે છે, મોદી સરકારનું હવે બહું થયું. તમને (મોદીને) પૂરતો સમય આપ્યો હતો. તમે ધનવાન લોકોના વડા પ્રધાન છો, તમે ગરીબ લોકોની તકલીફો પર ધ્યાન આપતા નથી. સરકારનો એકેય વિભાગ લોકોની સુખાકારી માટે કામ કરતો નથી.
બીજી બાજુ, કેજરીવાલે કહ્યું કે, ‘આજની રેલી સરમુખત્યારશાહી વિરુદ્ધ એક આંદોલન સમાન છે. 12 વર્ષ પહેલાં આ જ રામલીલા મેદાનના મંચ પરથી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈએ સફળતા મેળવી હતી. આજે આ જ મંચ પરથી સરમુખત્યારશાહીવાળી સરકારને દૂર કરવા અને લોકશાહી તથા બંધારણને બચાવવા માટેનું આંદોલન શરૂ કરીએ છીએ.’ કપિલ સિબ્બલને ‘બંધારણીય નિષ્ણાત’ તરીકે AAPની રેલીમાં આમંત્રિત કર્યા છે એવું તેમણે કહ્યું હતું.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના રામલીલા મેદાનમાં રેલીને સંબોધી હતી. કેન્દ્રના વટહુકમ વિરુદ્ધ બોલાવવામાં આવેલી રેલીમાં વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. કેજરીવાલે કહ્યું કે આજે ઘણા વર્ષો પછી અમે રામલીલા મેદાનમાં એકઠા થયા છીએ. 12 વર્ષ પહેલા ભ્રષ્ટાચાર સામે એકઠા થયા હતા. આજે આપણે આ દેશમાંથી એક ઘમંડી સરમુખત્યારને હટાવવા માટે ભેગા થયા છીએ. આ દરમિયાન કેજરીવાલે મનીષ સિસોદિયાને લઈને પણ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.
#चौथी_पास_राजा की कहानी को जितनी बार सुनोगे, दूसरों को सुनाओगे 📢
उतनी ही भगवान की कृपा आपके परिवार पर बरसेगी।
चौथी पास राजा की कहानी का प्रचार-प्रसार करने से देश और समाज की तरक़्क़ी होगी।
इसलिए जिसने भी ये कहानी सुनी है, इसे दोबारा सुनना और अच्छे से प्रचार-प्रसार करना।
કેજરીવાલે કહ્યું, તેમણે (પીએમ) મનીષ સિસોદિયાને જેલમાં નાખ્યા, સત્યેન્દ્ર જૈનને જેલમાં નાખ્યા. અમારી પાસે એક મનીષ સિસોદિયા નથી, અમારી પાસે 100 મનીષ સિસોદિયા છે, અમારી પાસે એક સત્યેન્દ્ર જૈન નથી, અમારી પાસે 100 સત્યેન્દ્ર જૈન છે. એકને જેલમાં નાખો તો બીજા કામે આવશે પણ દિલ્હીમાં વિકાસનું કામ અટકશે નહીં.
एक चौथी पास राजा की कहानी। इसे ज़्यादा से ज़्यादा सुनें, सुनाएँ और शेयर करें… pic.twitter.com/UZzgUAeNiL
આ પીએમ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા નથી – કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે, 11 મેના રોજ દેશની સુપ્રીમ કોર્ટે દિલ્હીની તરફેણમાં નિર્ણય આપ્યો અને 19 મેના રોજ મોદી સરકારે વટહુકમ લાવીને સુપ્રીમ કોર્ટના આદેશને ફગાવી દીધો. 75 વર્ષમાં એવા પીએમ આવ્યા છે જે કહે છે કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશને માનતા નથી. કેજરીવાલે કહ્યું, દેશમાં લોકશાહી ખતમ થઈ રહી છે, આને કહેવાય સરમુખત્યારશાહી અને હિટલરશિપ. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે જનતા સર્વોચ્ચ છે. મોદીજીનો વટહુકમ કહે છે કે દિલ્હીના લોકો સર્વોચ્ચ નથી, LG સર્વોચ્ચ છે.
કેજરીવાલે વધુમાં કહ્યું કે, બીજેપીના લોકો દરરોજ મારી સાથે દુર્વ્યવહાર કરે છે, મને અપમાનની ચિંતા નથી. અમે અમારા કામમાં વ્યસ્ત છીએ પરંતુ આ વખતે તેઓએ તમારું અપમાન કર્યું. હું તેને સહન કરી શકતો નથી. અમે આ વટહુકમને ફગાવી દઈશું. સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવાનું ચાલુ રાખશે
AAP કન્વીનરે કહ્યું, અમે આખા દેશમાં ફરી રહ્યા છીએ, હું તમને કહેવા માંગુ છું કે 140 કરોડ લોકો તમારી સાથે છે. હું આખા દેશની જનતાને જણાવવા માંગુ છું કે દિલ્હીના લોકો સાથે શું થયું છે. જે રીતે દિલ્હીમાં વટહુકમ લાગુ કરવામાં આવ્યો હતો તે જ રીતે આવતીકાલે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર માટે પણ વટહુકમ લાવવામાં આવશે.
यह एक पवित्र मंच है।
12 साल पहले Ramlila मैदान के इसी मंच से भ्रष्टचार के ख़िलाफ़ आंदोलन सफ़ल हुआ था
आज इसी मंच से तानशाही सरकार को हटाने, लोकतंत्र और संविधान को बचाने के लिए जो आंदोलन शुरू हो रहा है, यह आंदोलन भी सफ़ल होगा।
કેજરીવાલે કહ્યું કે મને ખબર નથી કે મોદીજી દિલ્હીની પાછળ કેમ છે. 2014માં દિલ્હીની જનતાએ ભાજપને 7 લોકસભા સીટો આપી હતી. દિલ્હીના લોકોએ કહ્યું, મોદીજી, દિલ્હીનું ધ્યાન રાખો. દિલ્હીની જનતાએ વિધાનસભામાં ભાજપને માત્ર 3 બેઠકો આપી. આનો અર્થ સ્પષ્ટ છે, દિલ્હીની જનતાએ કહ્યું છે કે મોદીજી, દિલ્હી તરફ ન જુઓ. કેજરીવાલે વધુમાં કહ્યું કે, 2019માં ફરી લોકસભાની તમામ બેઠકો ભાજપને આપવામાં આવી હતી અને 2020ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 70માંથી 62 વિધાનસભા બેઠકો આમ આદમી પાર્ટીને આપવામાં આવી હતી. પછી સ્પષ્ટ કર્યું કે દિલ્હી તરફ ન જુઓ.
કેજરીવાલે 21 વર્ષ વિરુદ્ધ 8 વર્ષનો પડકાર આપ્યો
કેજરીવાલે કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન સહિત મોદીજી 21 વર્ષથી રાજ કરી રહ્યા છે અને હું 8 વર્ષથી રાજ કરી રહ્યો છું. કેજરીવાલે પડકાર ફેંક્યો હતો કે કોઈ પણ વ્યક્તિ મોદીજીના 21 વર્ષ અને મારા 8 વર્ષની સરખામણી કરે, જુઓ કોણે વધુ કામ કર્યું છે.
‘ચિત્રલેખા’ના સ્થાપક-તંત્રી વજુ કોટકની લોકપ્રિય કોલમને અનુરૂપ ભવ્ય બની રહ્યો ‘પ્રભાતનાં પુષ્પો’ની ઓડિયો આવૃત્તિનો મુંબઈસ્થિત લોકાર્પણ કાર્યક્રમ
સત્ય હકીકત એ છે કે મહાન કાર્ય કરવા માટે કદી પણ અનુકૂળ સંજોગો મળતા જ નથી. પ્રતિકૂળ સંજોગોની સામે જ સર્જકોની શક્તિ સદા ખીલી ઊઠે છે. જેમ જેમ આફતોના પહાડ તૂટતા જાય છે તેમ તેમ એની શક્તિ પ્રચંડ સ્વરૂપ ધારણ કરે છે અને કાર્યની સિદ્ધિ માટે એ ઝઝૂમે છે. નદી જ્યારે પહાડમાંથી નીકળે છે ત્યારે તે એમ નથી કહેતી કે, ‘મારી સામે પથ્થરો ખડકાયા છે. હું કેવી રીતે આગળ વધીશ.’ એ તો રસ્તા પર પડેલા પથ્થરો સામે માથું ઝીંકે છે, હેરાન થાય છે, પોતાનો પ્રવાહ વેગવંતો બનાવે છે અને આખરે પથ્થરોની છાતી વીંધીને તે સાગરને ભેટી પડે છે…
******
આખરે જે હતું તે ગયું અને હું આજે આકાશ સામે મીટ માંડીને જોયા કરું છું. વહેલી સવારે પતંગ લઈને અગાસીમાં ગયો. આકાશમાં દૂર દૂર ઊડવાની ઈચ્છા હતી, સૂર્યને સંદેશો પહોંચાડવો હતો, ઊડતા પંખીઓ સાથે વાતો કરવી હતી અને એકલી-અટૂલી કોઈ વાદળીનું અંતર ઉઘાડવું હતું. પવન અનુકૂળ હતો અને એક જ સપાટે પતંગ ઉપર ચાલ્યો. હવાની લહેરો પર એણે ડોલવા માંડ્યું…
******
આ છે, લોકપ્રિય ગુજરાતી સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના સ્થાપક-તંત્રી અને લેખક વજુ કોટક લિખિત ચિંતનાત્મક લખાણોના સંગ્રહ ‘પ્રભાતનાં પુષ્પો’ની અમુક કડી. વજુભાઈ લિખિત આ ચિંતનકણિકાઓથી ભાગ્ય જ કોઈ ગુજરાતી વાચક અજાણ હશે. વર્ષો સુધી ‘ચિત્રલેખા’ના ઉઘડતાં પાને પ્રકાશિત થયેલી એમની કોલમ ‘પ્રભાતનાં પુષ્પો’ અત્યંત લોકપ્રિય નીવડી છે. વજુભાઈનાં સમયાતીત લખાણને હવે ઓડિયો સ્વરૂપે એમના ચાહકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. મુંબઈમાં 10 જૂન, શનિવારે બીકેસી સ્થિત એનએસઈ બિલ્ડિંગ ખાતે આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયેલા આ સંસ્કરણનું જાણીતા કથાકાર પૂજ્યશ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ એમના આશીર્વચન સાથે વિમોચન કર્યું હતું. ‘પ્રભાતનાં પુષ્પો’ની ઓડિયો આવૃત્તિમાં સ્વર જાણીતા ઉદ્દઘોષક હરીશ ભીમાણીએ આપ્યો છે જ્યારે સંગીત છે દીપક શાહનું. લોકાર્પણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ફિલ્મ અભિનેતા મનોજ જોશી અને લેખક-વક્તા જય વસાવડા ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ, મહારાષ્ટ્રના પર્યટન ખાતાના પ્રધાન મંગલ પ્રભાત લોઢા અને હરીશ ભીમાણીની વિશેષ ઉપસ્થિતિ હતી.
આ પ્રસંગે ‘ચિત્રલેખા’ના ચેરમેન અને વજુ કોટકના જ્યેષ્ઠ પુત્ર મૌલિક કોટક, ‘ચિત્રલેખા’ના વાઈસ-ચેરમેન મનન મૌલિક કોટક, રાજુલબેન મૌલિક કોટક, વજુભાઈ-મધુરીબહેનનાં પુત્રી રોનકબેન ભરતભાઈ કાપડિયા, અદિતી મનન કોટક સહિત કોટક પરિવારજનો અને સગાં-સંબંધીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તે ઉપરાંત ‘ચિત્રલેખા’ પરિવારના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
પૂજ્યશ્રી ભૂપેન્દ્રભાઈએ દીપ પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. એમણે પોતાના આશીર્વચન સંબોધનમાં કહ્યું હતું કે, ‘દાદા વજુભાઈ કોટકના શબ્દસર્જનને ઓડિયો સ્વરૂપે રિલીઝ કરવાના નિર્ણય માટે હું મનન કોટકને અભિનંદન આપું છું. શ્રુતિ, સ્મૃતિ, લેખન, વાંચન – એમ એક વર્તુળ હોય છે. પરંતુ કોટક પરિવારે આ વર્તુળને પૂરું થવા નથી દીધું અને વજુભાઈની કોલમને ઓડિયો સ્વરૂપે રિલીઝ કરીને તેને ગતિશીલ રાખ્યું છે. વજુભાઈ લિખિત પ્રભાતનાં પુષ્પોની આ ઓડિયો આવૃત્તિ ઘર-ઘરમાં, મન-મનમાં, હૃદય-હૃદયમાં પહોંચે એવી શુભેચ્છા આપું છું અને મારા આશીર્વાદ આપું છું.’
તે સાથે જ પ્રભાતનાં પુષ્પોની ઓડિયો આવૃત્તિનું પૂજ્ય ભૂપેન્દ્રભાઈએ વિમોચન કર્યું હતું અને તેનો QR કોડ વિશાળ સ્ક્રીન પર દર્શાવીનને શ્રોતાગણને તે સ્કેન કરવા ઓફર કરવામાં આવ્યો હતો.
અભિનેતા મનોજ જોશીએ વજુભાઈના એક પ્રભાતનાં પુષ્પનું પઠન કર્યું હતું અને કહ્યું કે, ‘આજની પેઢીને વજુભાઈની કોલમને સાંભળતી કરવાના અદ્દભુત પ્રયત્ન બદલ હું મનન કોટકને અભિનંદન આપું છું.’
લેખક-વક્તા જય વસાવડાએ કહ્યું હતું કે, ‘પ્રભાતનાં પુષ્પ એ માત્ર પુસ્તક નથી, પરંતુ એક ટ્રેન્ડ સેટર છે. દાદા વજુભાઈએ મનન કરીને જે લખ્યું હતું એને પૌત્ર મનન કોટકે આપણી સમક્ષ ઓડિયો સ્વરૂપમાં પ્રસ્તુત કર્યું છે એ વખાણવાલાયક છે. પ્રભાતનાં પુષ્પોનું આ માધ્યમ ફૂલોમાંથી બનેલું અત્તર છે. પ્રભાતનાં પુષ્પો અને તેની ઓડિયો આવૃત્તિ માત્ર શબ્દો નથી અને વાણી નથી, પરંતુ એક આધાર છે – ધરિ છે.’
નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું કે, ”ચિત્રલેખા’ સાથે મારો સંબંધ 50 વર્ષ જેટલો જૂનો છે. ચિત્રલેખાનો અંક ઉઘાડતાં પ્રથમ પાને વજુભાઈ સર્જિત પ્રભાતનાં પુષ્પ વાંચવાનું બહુ ગમે. ચિત્રલેખાની સ્થાપનાને આજે સાત દાયકા થઈ ગયા છે અને તેની ગરિમાને જાળવી રાખવા બદલ હું કોટક પરિવારને અભિનંદન આપું છું. પ્રભાતનાં પુષ્પોની ઓડિયો આવૃત્તિના લોકાર્પણ કાર્યક્રમ માટે એનએસઈ સંસ્થા નિમિત્ત બની છે તેનો હું આનંદ અનુભવું છું. ઓડિયો સંસ્કરણ ઉત્તમ સુવિધા છે અને લોકોને આ માધ્યમ દ્વારા પ્રભાતનાં પુષ્પો સાંભળવા જરૂર ગમશે.’
મહારાષ્ટ્રના પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ કહ્યું કે, ‘સંજોગોના ઉતાર-ચડાવ વચ્ચે પણ ચિત્રલેખાની નૌકાને સ્થિર રાખીને અને પ્રભાતનાં પુષ્પો કોલમને હવે ઓડિયો આવૃત્તિમાં રિલીઝ કરીને મૌલિક કોટકે એમના પિતા પ્રત્યેની લાગણી દર્શાવી છે. કોટક પરિવાર માત્ર ચિત્રલેખાનો જ નહીં, પરંતુ ગુજરાતી સાહિત્યનો પણ પરિવાર છે. વજુભાઈ આજે જ્યાં પણ હશે ત્યાંથી તેઓ આત્મા સ્વરૂપે નિહાળતા હશે અને એમના આશીર્વાદ આપતા હશે. આ કાર્યક્રમ માટે કોટક પરિવારને મારા ધન્યવાદ છે.’
પ્રભાતનાં પુષ્પો માટે પોતાનો સ્વર આપનાર હરીશ ભીમાણીએ કહ્યું, ‘હું મારી કારકિર્દીમાં અત્યાર સુધીમાં 27,000થી વધારે રેકોર્ડિંગ કરી ચૂક્યો છું, પરંતુ પ્રભાતનાં પુષ્પોનું રેકોર્ડિંગ નોખા પ્રકારનું રહ્યું. આ રેકોર્ડિંગમાં ભાવનાત્મક એકાત્મતા છે. પ્રત્યેક પ્રભાતનાં પુષ્પનું રેકોર્ડિંગ કરાવીને જ્યારે એ સાંભળતો ત્યારે એમાં ખોવાઈ જતો. આ ઓડિયો આવૃત્તિ સાંભળનારના માત્ર કાન સુધી જ નહીં, પરંતુ હૃદય સુધી પહોંચશે. આ પ્રોજેક્ટ માટેના મેક્રો-મેનેજમેન્ટ માટે મનન કોટકનો ખરેખર આભાર માનવો જોઈએ. જે લોકો વજુભાઈનાં પ્રભાતનાં પુષ્પો વાંચી શક્યા ન હોય તો કંઈ નહીં, આ ઓડિયો આવૃત્તિ સાંભળવામાં પણ એટલું જ પુણ્ય છે.’
અગાઉ, મૌલિક કોટકે પૂજ્ય ભૂપેન્દ્રભાઈને પુષ્પ અને સ્મૃતિચિન્હ આપીને એમનું સ્વાગત કર્યું હતું. મૌલિકભાઈએ કહ્યું કે, ‘મારા પિતા વજુભાઈએ દાયકાઓ પહેલાં એવાં પુષ્પોનું સર્જન કર્યું હતું જે આજે પણ કરમાયા નથી. પ્રભાતનાં પુષ્પોની ઓડિયો આવૃત્તિનું લોકાર્પણ આનંદનો અવસર છે, પણ સાથોસાથ મારા માતુશ્રી સ્વ. મધુરીબહેનની ગેરહાજરીનો એક રંજ પણ છે. અમારા બાપુજીએ અઘરા વિષયો પર લખવાનું 18 વર્ષની ઉંમરથી જ શરૂ કરી દીધું હતું. બાપુજીના નિધન બાદ માતા મધુબેને પ્રભાતનાં પુષ્પોની પ્રથમ આવૃત્તિ પ્રગટ કરી હતી. મારા પુત્ર મનનને પ્રભાતનાં પુષ્પો ખૂબ બધા ગમી ગયા હતા. એમણે તેનો સતત અભ્યાસ કર્યો હતો અને પછી એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે આપણે પ્રભાતનાં પુષ્પોની સુગંધને એક નવા – ઓડિયો માધ્યમથી નવી પેઢી સુધી લઈ જવી જોઈએ. ઓડિયો સ્વરૂપે સાંભળીને આજની પેઢીનાં લોકો પણ પ્રભાતનાં પુષ્પોને જાણી શકે. એમની આ પહેલ ખરેખર આવકારદાયક છે. આપણી નવી પેઢીમાં ગુજરાતીનું વાંચન ઓછું થઈ રહ્યું છે ત્યારે વધુ ને વધુ લોકો સુધી આપણું દરેક પ્રકારનું સાહિત્ય આ રીતે પહોંચાડી શકાય છે અને પ્રભાતનાં પુષ્પોના ઓડિયો સંસ્કરણ સાથે ‘ચિત્રલેખા’એ પણ એ કામ આદર્યું છે એ આનંદની વાત છે. મને આશા છે કે વજુભાઈના ચાહકો આ ઓડિયો સંસ્કરણને પણ પ્રેમથી વધાવી લેશે.’
મૌલિકભાઈએ એમના પિતા સાથેની કેટલીક વાતો શેર પણ કરી હતી અને કહ્યું કે, ‘એ કાયમ કંઈને કંઈ લખતા જ રહેતા. એમને શાંતિ ખૂબ પ્રિય હતી. એ જ્યારે લખતા હોય ત્યારે જરાય અવાજ થાય એ તેમને ગમતું નહીં. એમને ફોટોગ્રાફીનો પણ બહુ શોખ હતો. મને અને મારા ભાઈ બિપીનને ફોટોગ્રાફી વિશે એમનામાંથી જ પ્રેરણા મળી હતી.’
‘ચિત્રલેખા’ પરિવારની નવી પેઢીના સુકાની એવા મનન કોટકે જણાવ્યું હતું કે, ‘મને મારા દાદા વજુભાઈ સર્જિત પ્રભાતનાં પુષ્પોમાં પ્રેમ, શક્તિ, માર્ગદર્શન અને રચનાત્મક્તાનાં ગુણ જોવા મળ્યા છે. આને ઓડિયોના નવા માધ્યમથી, નવા સ્વરૂપે, નવી પેઢી સમક્ષ પહોંચાડવાનું મેં સપનું સેવ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પરિમલ નથવાણી મને આ માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રોજેક્ટમાં અમે જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ અનેક સ્પોન્સર્સનો ટેકો સાંપડતો ગયો.’ મનનભાઈએ આમ કહીને આશિષકુમાર ચૌહાણ, હરીશ ભીમાણી, લાલુભાઈ સહિત સૌનો આભાર માન્યો હતો.
મનનભાઈએ વધુમાં કહ્યું કે, ‘હરીશભાઈ ભીમાણીને પ્રભાતનાં પુષ્પોની ઓડિયો આવૃત્તિમાં એમનો સ્વર આપવા સહમત થયા હતા. દરેક ચેપ્ટર વિશે એમની સાથે વિસ્તૃતપણે ચર્ચા કરી હતી. એમના જીવનસાથી રેખાબેને સૂચન કર્યું હતું કે આમાં બેકગ્રાઉન્ડ સંગીત પણ હોવું જોઈએ. તેથી એ પીરસ્યું દીપક શાહે. એમણે પ્રભાતનાં પુષ્પોનાં દરેક ચેપ્ટરના મૂડ પ્રમાણે સંગીત આપ્યું છે. મારા દાદી મધુરીબેનને ઓડિયો આવૃત્તિનું પહેલું ચેપ્ટર સંભળાવ્યું હતું, પરંતુ જૈફ વયને કારણે નિધન થવાથી તેઓ આજના પ્રસંગે હાજર રહી શક્યાં નથી તેનું દુઃખ છે. મારી સાત વર્ષની દીકરી તનાયાને પણ પ્રભાતનાં પુષ્પોનું ઓડિયો વર્ઝન સાંભળવાની મજા આવે છે.’
મનનભાઈએ એમના આ પ્રોજેક્ટ અને લોકાર્પણ કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપનાર તમામનો આભાર માન્યો હતો અને દરેકના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેમ કેઃ સ્પોન્સર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જીવરાજ 9 (નાઈન) ટી, જેડ બ્લ્યૂ, બેન્ચમાર્ક વોટર હીટર, સ્પાયરન મસાલા, મંગલ ફાઉન્ડેશન, પાર્ટનર નેશનલ સ્ટોક એક્સચેન્જ, હેત ગ્રાફિક્સ, ખુશી આઉટડોર એન્ડ એમ્બિયન્ટ મીડિયા, સમાચાર-ફોર-મીડિયા ડોટ કોમ, ન્યૂઝ ટીવી, પાર્ટનર ટીવી-નાઈન ગુજરાતી, આઉટડોર પાર્ટનર-મુંબઈ બ્રાઈટ મીડિયા લિમિટેડ, વિડિયો પાર્ટનર 92.7 બિગ એફ એમ.
આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોની અનેક નામાંકિત વ્યક્તિઓએ ઉપસ્થિત રહીને આ આમંત્રિત કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધાં હતાં. એમાં સાહિત્યકાર દિનકર જોષી, સાહિત્યકાર વર્ષા અડાલજા, ગુજરાતી રંગભૂમિનાં પીઢ અભિનેત્રી સરિતા જોશી, સ્ટેજ સંયોજક લાલુભાઈ અને એમના ગાયિકા પત્ની રૂપા બાવરી, હેમરાજ શાહ, નાટ્યલેખક પ્રવીણભાઈ સોલંકી, ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીના લલિતભાઈ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્નેહલ મુઝુમદાર, અગ્રણી શૅર બ્રોકર દેવેન ચોક્સી, ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા, સ્વરકાર ઉદય મઝુમદાર, ‘જન્મભૂમિ’ ગ્રુપના અખબારોના તંત્રી-સીઈઓ કુંદન વ્યાસ, ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નિલેશ દવે, ‘મિડ-ડે ગુજરાતી’ના તંત્રી બાદલ પંડ્યા, વાણિજ્ય પત્રકાર જયેશ ચિતલિયા, એન.એમ. ઠક્કર કંપનીના હેમંત ઠક્કર તથા અન્ય મહાનુભાવોનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમનો આનંદ વ્યક્ત કર્યો છે અને પત્ર લખીને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. તે પત્રને વિશાળ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમનાં સંચાલક નેહલ ગઢવીએ તે વાંચી સંભળાવ્યો હતો. તદુપરાંત, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ન શકનાર અભિનેતા પૂજ્ય ભાઈશ્રી રમેશ ઓઝા, પરેશ રાવલ અને ફિલ્મ નિર્માતા વિપુલ શાહનો વિડિયો શુભેચ્છા સંદેશ પણ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મધુરીબહેન કોટકનાં શબ્દોને સ્વરસરિતા રૂપે રજૂ કરતા એક વિડિયોની પણ રજૂઆત કરવામાં આવી હતી. વિડિયોમાં અભિનેત્રી સરિતા જોશીએ મધુબહેનનાં શબ્દોને પોતાનો સ્વર આપ્યો છે.
કાર્યક્રમનું સંચાલન નેહલ ગઢવીએ રસપ્રદ શૈલીમાં કર્યું હતું. એમણે કહ્યું કે, ‘વજુભાઈની શબ્દચેતના આજે પણ ઝળકે છે. એમણે સાત દાયકા પહેલાં ચૂંટેલા પુષ્પો આજે પણ કરમાયા નથી. આ સાથે જ મધુરીબહેન કોટકનું પણ વિશેષ સ્મરણ કરીએ જેમણે એમનાં પતિ વજુભાઈએ નાની ઉંમરે આકસ્મિક વિદાય લીધા બાદ એમની પત્રકારત્વની યાત્રાને અટકવા દીધી નહોતી અને તેને આગળ વધારી હતી. વજુભાઈએ ચૂંટેલા શબ્દોરૂપી પુષ્પોની એમણે માળા બનાવી હતી.’
જાણીતા કલાવૃંદ દ્વારા ‘પ્રભાતનાં પુષ્પો’નાં લખાણો પર આધારિત બે વિશેષ પરફોર્મન્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા. લક્ષ્ય શર્મા, કંચન ખિલારે અને સાત્વિક મહાજન જેવા કલાકારોએ ચિંતનકણિકાઓને નૃત્યનાટિકા સ્વરૂપે રજૂ કરી હતી. ‘સ્ટોરી સર્કસ’ ગ્રુપના ફાઉન્ડર ઉલ્કા મયુરે આ પરફોર્મન્સનું વિઝયુલાઈઝેશન, કોરિયોગ્રાફી અને નિર્દેશન કર્યું હતું.
ભારતીય હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું કે ‘બિપરજોય’ આગામી 12 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. પરંતુ વિભાગે જણાવ્યું હતું કે તે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી ધારણા નથી અને ચક્રવાત પોરબંદર કિનારેથી 200-300 કિલોમીટરનું અંતર પસાર કરે તેવી ધારણા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન વાવાઝોડાં અને ભારે પવનની શક્યતા છે. તેની નવી આગાહીમાં, IMD એ કહ્યું કે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ આગામી 12 કલાક દરમિયાન અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.
પોરબંદરથી 600 કિમી દૂર ચક્રવાત વાવાઝોડું
ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતા પહેલા આગામી ત્રણ દિવસ દરમિયાન તે ધીમે ધીમે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. અમદાવાદ (ભારત હવામાન વિભાગ) કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, “ચક્રવાતી વાવાઝોડું હાલમાં પોરબંદરથી 600 કિમી દૂર છે. જેમ જેમ તે આગળ વધશે તેમ તેમ પોર્ટ સિગ્નલ ચેતવણીઓ બદલાશે. હાલમાં ચક્રવાત 200-200 કિમી દૂર છે. પોરબંદર. તે 300 કિમીના અંતરે અને નલિયા 200 કિમીના અંતરેથી પસાર થવાનો અંદાજ છે. હાલની આગાહી મુજબ તે ગુજરાતના દરિયાકાંઠે અથડાવાની ધારણા નથી.
માછીમારોને અરબી સમુદ્રમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે
તેમણે મીડિયાને જણાવ્યું હતું કે માછીમારોને આગામી પાંચ દિવસ દરમિયાન અરબી સમુદ્રમાં સાહસ ન કરવા ચેતવણી આપવામાં આવી છે અને તમામ માછીમારી પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવામાં આવી છે. મોહંતીએ કહ્યું, “ચક્રવાત ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકમાં તેની ગતિ ઉત્તરપૂર્વ તરફ બદલાઈ જવાની ધારણા છે. ત્યારબાદ ચક્રવાતની ગતિ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ રહેશે.
વાવાઝોડાની આગાહી
તેમણે કહ્યું કે ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં વાવાઝોડાની શક્યતા છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં પવનની ઝડપ વધુ રહેશે. મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસ દરમિયાન, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચતા પવનની ઝડપ જોવા મળી શકે છે. ત્યારબાદ આ પ્રદેશમાં 30-50 કિમી પ્રતિ કલાકની ઝડપે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
સત્તાવાળાઓએ પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડ જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો મોકલી છે. ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત, દમણ અને દીવના માછીમાર સમુદાય અને ખલાસીઓને જરૂરી સાવચેતી અને સલામતીના પગલાં લેવાની સલાહ આપી છે.
લોકસભા ચૂંટણી 2024 માટે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. તમામ પક્ષોએ પોતાના રાજકીય સમીકરણો સુધારવાનું કામ શરૂ કરી દીધું છે. જેના માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન, ખાપ પંચાયતોને સોંપીને કુસ્તીબાજોની ચળવળનો હિસ્સો બનેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ સંપૂર્ણ રીતે સક્રિય જોવા મળે છે. રાકેશ ટિકૈત વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં સરકાર પર તીક્ષ્ણ સવાલો ઉઠાવી રહ્યા છે.
રાકેશ ટિકૈતે ‘પ્રેસ કોન્ફરન્સ’માં વાત કરતા 2024માં વડાપ્રધાન બનવા અંગે મોટું નિવેદન આપ્યું હતું. ટિકૈતે એક નિવેદન પણ આપ્યું છે જેના પર દેશના સામાન્ય લોકોએ પણ ઘણા સર્વેમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે. વાસ્તવમાં, એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં ટિકૈત 2024માં વડાપ્રધાન કોણ બનશે તેના પર જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને દેશના આગામી વડાપ્રધાન બનાવવાની વાત કરી હતી.
શું નરેન્દ્ર મોદી બનશે દેશના આગામી વડાપ્રધાન?
વાસ્તવમાં કંઈક એવું થયું કે રાકેશ ટિકૈતને પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે 2024માં દેશના આગામી વડાપ્રધાન કોણ બનશે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, “નરેન્દ્ર મોદી દેશના આગામી વડાપ્રધાન બનશે. પરંતુ પીએમ મોદી તેમનો કાર્યકાળ પૂરો નહીં કરે… કારણ કે તેઓ અધવચ્ચે જ ચાલ્યા જશે… તેઓ દેશના આગામી રાષ્ટ્રપતિ બનવાના છે. સારું.” ટિકૈતે કહ્યું કે પીએમ મોદી તમામ કામ કરીને જશે.
મોદી તેમનો કાર્યકાળ પૂરો કરી શકશે નહીં – ટિકૈત
જ્યારે રાકેશ ટિકૈતને પૂછવામાં આવ્યું કે પીએમ મોદી તેમનો કાર્યકાળ પૂરો નહીં કરી શકે તો આગામી વડાપ્રધાન કોણ બનશે? આના પર ટિકૈતે ઉગ્રતાથી કહ્યું – “યોગીજીને (વડાપ્રધાન પદ) આપો.” સીએમ યોગી આદિત્યનાથ વિશે બોલતા તેમણે કહ્યું કે તેઓ પીએમ મોદી કરતા સારા છે. જો કે, ટિકૈતે કહ્યું કે સીએમ યોગી તેમની એક પણ વાત સાંભળતા નથી.
તે જ સમયે, આ જ કાર્યક્રમમાં રાકેશ ટિકૈતને પૂછવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે દેશના આગામી વડા પ્રધાન કોણ બનવું જોઈએ? આ અંગે તેમણે કહ્યું કે, “આપણા કહેવાથી કોણ કોને વડાપ્રધાન બનાવી રહ્યું છે… બેમાંથી લોકો જેને પસંદ કરશે તે દેશનો આગામી વડાપ્રધાન બનશે. જેણે દેશની વ્યવસ્થા કબજે કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી લોકસભા ચૂંટણીને લઈને સક્રિય છે. શાહે શનિવારે (10 જૂન) મહારાષ્ટ્રના નાંદેડમાં મુસ્લિમ આરક્ષણને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ માને છે કે મુસ્લિમ આરક્ષણ ન હોવું જોઈએ કારણ કે તે બંધારણની વિરુદ્ધ છે. ધર્મ આધારિત આરક્ષણ ન હોવું જોઈએ. શાહે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.
मोदी सरकारने 9 वर्षात देशाला विकसित राष्ट्र बनवण्यासाठी भक्कम पाया रचला आहे. यशस्वीतेची ९ वर्षे पूर्ण झाल्याबद्दल @BJP4Maharashtra कडून नांदेड येथे आयोजित जाहीर सभेतून लाईव्ह…#9YearsOfSevahttps://t.co/PZyHhrZkAH
ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેને પ્રશ્ન કર્યો અને પૂછ્યું, “હું ઉદ્ધવ ઠાકરેને પૂછું છું કે કર્ણાટકમાં બનેલી સરકાર વીર સાવરકરને ઈતિહાસના પુસ્તકોમાંથી ભૂંસી નાખવા માંગે છે. શું તમે આ વાત સાથે સહમત છો? હું નાંદેડનો છું, હું જનતાને પૂછું છું કે શું કરવું જોઈએ. મહાન દેશભક્ત, બલિદાન પુરૂષ એવા વીર સાવરકરનું સન્માન કરવામાં આવે કે નહીં? ઉદ્ધવજી, તમે તમારા પગ બે હોડીમાં ન રાખી શકો… ઉદ્ધવજી કહે છે કે અમે તેમની સરકાર તોડી છે. અમે તેમની સરકાર તોડી નથી. શિવસૈનિકો ચાલ્યા ગયા. તમારી નીતિ વિરોધી વાતોથી કંટાળીને તમારો પક્ષ.”
मोदी सरकारची 9 वर्षे भारताच्या अभिमानाची, गरीब कल्याणाची आणि देशाला सुरक्षित ठेवणारी 9 वर्षे आहेत. pic.twitter.com/rG4iGQQCN2
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઘેરતા તેમણે વધુમાં કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે ત્યાં ‘મોદી…મોદી…મોદી’ના નારા લાગે છે… એક તરફ મોદીજીને દુનિયામાં સન્માન મળી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસના રાજકુમાર રાહુલ બાબા વિદેશ જઈને દેશનું અપમાન કરે છે.
आज जगभरात भारताचा प्रभाव वाढत आहे.
गरिबी निर्मूलन असो किंवा स्टार्ट अप, शिक्षण असो किंवा अवकाशात नवीन उंची गाठणे असो, प्रत्येक क्षेत्रात जे काँग्रेस 4 पिढ्यांमध्ये करू शकले नाही ते मोदीजींनी अवघ्या 9 वर्षात करून दाखवले. pic.twitter.com/IDUsLhMkdS
શાહે નાંદેડમાં કહ્યું, રાહુલ બાબા, વિદેશમાં દેશની રાજનીતિની વાત નથી કરતા. જો તમને ખબર ન હોય તો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને પૂછો. રાહુલ બાબા અહીં બોલતા નથી, તેઓ વિદેશમાં બોલે છે કારણ કે તેમને સાંભળનારા લોકો અહીં ઓછા થઈ ગયા છે.
ગુજરાત ATSની ટીમે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISKPના આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ATSની ટીમે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા ત્રણ લોકોની પોરબંદરથી અટકાયત કરી લીધી હતી. આ ત્રણ લોકો પોરબંદરથી ઇરાન થઇને અફઘાનિસ્તાન જવાના હતા. આ ત્રણેયની પૂછપરછમાં સુરતની એક મહિલાનો પણ ખુલાસો થતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ કેસમાં પોરબંદર સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને આગામી 22 તારીખ સુધી એટલે કે 13 દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે. મહિલા આરોપી સહિતના તમામ આરોપીઓને અમદાવાદ એટીએસની જેલમાં બંધ રાખવામાં આવશે. જ્યાં આગળની કાર્યવાહી કરતાં વધારે પૂછપરછ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, રિમાન્ડ દરમિયાન આઈએસને લગતી વધારે સઘન માહિતી સામે આવી શકે છે.
ગુજરાત એ.ટી.એસને માહિતી મળી હતી કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળાયેલ ત્રણ કટ્ટરવાદી યુવાનો પોરબંદરના દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ ઇરાન થઇને અફઘાનિસ્તાન જવાના હતા. આ માહિતીના આધારે ગુજરાત એ.ટી.એસની ટીમે 9 જૂન વહેલી સવારે પોરબંદર રેલ્વે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી અને આ ત્રણેય યુવકોને આઇડેન્ટીફાઇ કરી વધુ પૂછપરછ માટે અટકાયત કરાઇ હતી. આ ત્રણેય વ્યક્તિ શ્રીનગરના હોવાનું જાણવા મળ્યુ હતુ અને તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથી બન્યા હતા અને તેઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ (ISKP)માં જોડાયા હતા.
વધુ પૂછપરછમાં જાણવા મળ્યુ કે અન્ય બે વ્યક્તિ, ઝુબેર અહેમદ મુનશી (શ્રીનગર) અને સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક સૈયદપુરા, સુરત પણ ISKPના આ જ મોડ્યૂલના સભ્યો છે અને અટકાયત કરાયેલા આ ત્રણેય વ્યક્તિની સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યુ હતુ. હવે આ તમામ આરોપીઓને પોલીસ રિમાન્ડ હેઠળ મોકલી દેવામાં આવ્યા છે. તેથી આગળ પણ ચોંકાવનારી માહિતી સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોરબંદરમાં ગુજરાત ATSએ સફળતાપૂર્વક સુપર ઓપરેશન પાર પાડ્યુ છે. જાણકારી મુજબ ATSએ 4 શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સોનું આતંકવાદીના આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે. પોરબંદરના દરિયા કાંઠે એક તરફ બિપરજોય વવાઝોડાનો ખતરો મંડરાયેલો છે ત્યારે બીજી તરફ પોરબંદર દરિયાઈ પંથકમાં કેટલીક આતંકી પ્રવૃત્તિ ચાલતી હોવાની શક્યતા વચ્ચે ગુજરાત એટીએસની ટીમ પોરબંદરમાં ધામા નાખીને બેઠી છે. ત્યારે આજે ATSને મોટી સફળતા મળી છે. ATS એ પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં સફળતાપૂર્વક મોટું ઓપરેશન પાર પાડ્યું છે્. ATSએ પોરબંદરમાંથી 4 શખ્સોની ધરપકડ કરી છે. એટીએસના ડીઆઇજી દીપેન ભદ્રને ગઈકાલથી ધામા નાખીને સ્થાનિક પોલીસને સાથે રાખી કરી સફળ કામગીરી કરી છે.
ગુજરાત ATSએ પોરબંદરમાંથી 4 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં એક મહિલા પણ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ શખ્સોનું આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે સાંઠગાઠ હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. આ ચારેય આરોપીઓ ISISના સક્રિય ગૃપના સભ્યો છે. આ લોકો છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ATS ની ટીમે ડગ્સનો મોટો જથ્થો લોકેટ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
જાણકારી મુજબ પોરબંદરના દરિયાઈ પંથકમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. ATSના તમામ સિનિયર અધિકારીઓના પોરબંદરમાં ધામા નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ATSની વિશેષ ટિમ છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ ઓપરેશન માટે સક્રિય હતી.હાલ આ મામલે વધુ વિગતો સામે આવી નથી પરંતુ ATS પ્રેસકોન્ફરન્સ કરી મોટા ખુલાસા કરી શકે છે.