Home Blog Page 2787

વાતાવરણ ને કારણે રિવરફ્રન્ટના નૌકાવિહાર પર અસર

અમદાવાદ: ગુજરાત ના દરિયા માં સર્જાયેલા આફતના વાદળો અને ચક્રવાત રાજ્ય માં પ્રવેશ કરે એ પૂર્વે તમામ નાના મોટા શહેર ને સજ્જ કરી દેવામાં આવ્યા છે. હવે..અરબ સાગર થી ગુજરાત ના દરિયા કાંઠા તરફ આવી રહેલા બિપરજોય નામક ચક્રવાત ની અસરો શરૂ થઇ ગઇ છે.

રાજ્ય ના સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણાં વિસ્તારોમાં વાતાવરણની અસરો વર્તાઈ રહી છે. એન.ડી.આર.એફ સહિત દરિયાઈ સુરક્ષા કરતી એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ત્યારે અમદાવાદ રાજ્યનું મુખ્ય મથક હોવાથી અહીં તંત્ર સાવધાન થઈ ગયું છે.

કાંકરિયા તળાવ અને સાબરમતી રિવરફ્રન્ટ પર ખાસ ચોકસાઈ રખાઈ રહી છે. શહેર ફાયર વિભાગ 85 વુડન કટર, 65 સ્લેબ કટર, બોટ સાથે તમામ ફાયર સ્ટેશનોને સાવચેતી માટે સ્ટેન્ડ ટુ રખાશે.

સાબરમતી રિવરફ્રન્ટના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે. વાતાવરણ ના પલટાથી સાવચેતીના ભાગરૂપે રિવરફ્રન્ટ પર હાલ બાળકોને મનોરંજન આપતી બોટ બંધ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં અત્યારે ફક્ત સ્પીડ બોટ જ ઉપયોગમાં લેવાઈ રહી છે.

પ્રજ્ઞેશ વ્યાસ

શુભમન ગિલના કેચનો વિવાદઃ 115 ટકા દંડ ફટકારાયો  

લંડનઃ WTC ફાઇનલના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમેરુન ગ્રીને સ્લિપ પર ફિલ્ડિંગ કરતા ભારતીય બેટ્સમેન શુભમન ગિલનો કેચ પકડ્યો હતો. આ કેચ પર ઘણો વિવાદ થઈ રહ્યો છે. ભારતીય યુવા ઓપનર ગિલ પર મેચ ફીનો 115 ટકા દંડ લગાવવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા પર 100 ટકા છે અને ગિલ પર અમ્પાયરના નિર્ણયની સામે સવાલ ઉઠાવવા પર 15 ટકા વધારાનો દંડ લગાવવામાં આવ્યો છે. હવે સવાલ એ છે કે પૂરી મેચની ફી પછી દંડની રકમ કોણ ભરશે?

ભારતની બીજી ઇનિંગ્સમાં ટીવી અમ્પાયર રિચર્જ કેટલબરોએ ગિલને આઉટ આપ્યો હતો, જેનો કેચ પકડતી વખતે કેમેરુન ગ્રીનનો હાથ જમીનને અડી ગયો હતો. એ દિવસે રમતને અંતે ગિલે ટીવી સ્ક્રીનની રિપ્લે શોર્ટ સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો હતો. એને લઈને તમામ ક્રિકેટના નિષ્ણાત અને ભૂતપૂર્વ ક્રિકેટર્સ અલગ-અલગ મંતવ્યો આપી રહ્યા છે. રિકી પોન્ટિંગે કહ્યું હતું કે કેચ સ્પષ્ટ હતો, જ્યારે હરભજન સિંહ અને અન્ય ક્રિકેટરોનું માનવું હતું કે અહીં થર્ડ એમ્પાયરથી ભૂલ થઈ હતી.

23 વર્ષીય ગિલે કહ્યું હતું કે બોલ ટર્ફ (જમીનને ટચ થયો) ટચ થતો દેખાયો, ત્યારે ગ્રીન એને પકડવાનો પ્રયાસ કરે છે. જોકે ગિલના આ પ્રકારના ટીકાના પ્રયાસથી ICCની આચારસંહિતાનું ઉલ્લંઘન થયાનું જણાવીને ICCએ ગિલ પર વધારાનો દંડ પણ લગાવ્યો હતો.

 

 

 

લોનાવલા નજીક ઓઈલ ટેન્કર ફાટ્યું; અનેક વાહનો સળગ્યાં, ચારનાં મરણ

પુણેઃ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર લોનાવલા નજીક એક ઓવરબ્રિજ પર આજે એક ઓઈલ ટેન્કરને અકસ્માત નડતાં ઓછામાં ઓછા ચાર જણનું મરણ નિપજ્યું છે અને ટેન્કરના ડ્રાઈવર સહિત 12 જણ જખ્મી થયાં છે. ડ્રાઈવરની હાલત ગંભીર છે. રસ્તા પર મોટી આગ ફાટી નીકળતાં વાહનવ્યવહાર અટકી ગયો હતો. હાલ એક્સપ્રેસવે પર માત્ર એક જ બાજુનો ઉપયોગ થતો હોવાથી વાહનોની અવરજવર અટકી ગઈ હતી.

બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ટ્રાફિકને લોનાવલા શહેરની અંદરથી વાળવામાં આવી રહ્યો હતો.

અકસ્માત કુણે પૂલ પર થયો હતો. ટેન્કરમાં રસાયણ ભર્યું હતું. તે પલટી ખાઈ ગયા બાદ એમાં આગ લાગી હતી. તે ટેન્કરમાંનું રસાયણ રસ્તા પર ઢોળાયું હતું. એને કારણે એક ટૂ-વ્હીલર રસ્તા પર સરકી ગયું હતું. પરિણામે તેની પર બેઠેલો 12-વર્ષનો એક છોકરો મૃત્યુ પામ્યો હતો અને તેના માતા-પિતા ગંભીર રીતે જખ્મી થયા છે.

ઓઈલ ટેન્કર ઊંધી વળી ગઈ હતી અને એમાં લાગેલી આગની જ્વાળાઓ 10 ફૂટ ઊંચે સુધી ગઈ હતી. ઓવરબ્રિજ પર ઢોળાયેલું તેલ બ્રિજની નીચેથી પસાર થતા રસ્તા ઉપર પણ પડ્યું હતું અને ત્યાં પણ આગ લાગી હતી.

સુભાષ ચંદ્રા, પુનિત ગોયેન્કા મહત્ત્વના પદે નહીં રહી શકેઃ સેબી

નવી દિલ્હીઃ બજાર નિયામક સેબીએ ઝી એન્ટરટેઇનમેન્ટના ભૂતપૂર્વ ચેરમેન સુભાષ ચંદ્રા અને MD અને CEO પુનિત ગોએન્કા પર કોઈ પણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર કે કોઈ પણ મેનેજરની પદ લેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સેબીએ ચંદ્રા અને ગોયેન્કા પર આ કાર્યવાહી ZEELના પૈસા અન્ય જગ્યાએ મોકલવાનાને મામલે દોષી માલૂમ પડ્યા પછી કરી છે.

સેબીએ 12 જૂનના આદેશમાં કહ્યું હતું કે નોટિસ મેળવનારા ચંદ્રા અને ગોયેન્કા આગામી આદેશ સુધી કોઈ લિસ્ટેડ કંપનીમાં કે એની સબસિડિયરી કંપનીમાં ડિરેક્ટર કે વહીવટી પદ પર નિયુક્ત નહીં થઈ શકે. સેબીએ આ વચગાળાનો આદેશ શિરપુર ગોલ્ડ રિફાઇનરી લિ.ના મામલે આપ્યો હતો.

નવેમ્બર, 2019માં ZEELના બે સ્વતંત્ર ડિરેક્ટરો- સુનીલકુમાર અને નિહારિકા વોરા-ના રાજીનામાં પછી બંને પક્ષોની તપાસ શરૂ થઈ ગઈ છે. કુમાર અને વોરાએ અનેક મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં એ બાબત પણ સામેલ હતી કે ZEELની ફિક્સ્ડ ડિપોઝિટનાં નાણાંને યસ બેન્કની લોન ચૂકવવામાં ઉપયોગમાં લેવામાં આવ્યાં હતાં. વળી, આ લોનની ગેરન્ટી કંપનીના બોર્ડની મંજૂરી વગર આપવામાં આવી હતી.

સેબીની તપાસથી માલૂમ પડે છે કે ચંદ્રાએ લેટર ઓફ કમ્ફર્ટ અથવા LOC  આપ્યો હતો, જે એસ્સેલ ગ્રુપનાં બાકી લેણાં રૂ. 200 કરોડનાં દેવાં બાકી હતી. જેથી કંપનીના ફિક્સ્ડ ડિપોઝિટનાં નાણાં આ લોન સામે સરભર કરવામાં આવ્યા હોવાની આશંકા છે. આ પ્રકારે યસ બેન્કની લોનનાં નાણાં કંપનીની સાત સબસિડિયરી સામે સરભર કરવામાં આવી હતી. જોકે આ સાત કંપનીઓની માલિકી સુભાષ ચંદ્રા અને પુનિત ગોયેન્કાની પાસે હતી, એ પછીથી માલૂમ પડ્યુ હતું, એમ સેબીનો આદેશ કહે છે.

 

 

 

UP, કાશ્મીરથી માંડીને NCR સુધી ભૂકંપના આંચકાઃ 5.4ની તીવ્રતા

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપનીના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 રહી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના કિશ્તેવાડ બતાવવામાં આવી રહ્યું છે. મિડિયા અહેવાલો મુજબ ભૂકંપના આંચકા જમ્મુ-કાશમીર સિવાય લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ સિવાય દિલ્હીના NCRમાં પણ અનુભવાયા હતા. ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ આવ્યો, ત્યારે સ્કૂલમાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા, પરંતુ જેવો ભૂકંપ આવ્યો, એટલે બાળકો સ્કૂલોમાંથી બહાર દોડી આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં કિશ્તવાડથી 30 કિમી દૂર દક્ષિણ-પૂર્વમાં ભૂકંપનું એપિ સેન્ટર બતાવવામાં આવી રહ્યું છે. વળી, આ ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ડોડામાં હતું. એની ઊંડાઈ જમીનથી છ કિલોમીટર અંદર હતી. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 5.4 માપવામાં આવી હતી.

આ પહેલાં માર્ચમાં ભારતનાં ઘણાં રાજ્યોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એ ભૂકંપની તીવ્રતા 6.6 હતી. ભૂકંપની અસર દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ, પંજાબ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો.

 

NCSના ડેટા અનુસાર, ભારતમાં 1 મેથી 31 મેમાં 41 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાંથી સાત ભૂકંપ ઉત્તરાખંડમાં આવ્યા અને 6 ભૂકંપ મણિપુરમાં આવ્યા. આ સિવાય અરુણાચલમાં પાંચ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે હરિયાણા અને મેઘાલયમાં ત્રણ-ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

 

 

 

‘જરા હટકે જરા બચકે’ ફિલ્મની સક્સેસ પાર્ટીમાં અનેક સિતારાઓની ઉપસ્થિતિ

હાલમાં જ રિલીઝ થયેલી અને દર્શકોએ પસંદ કરેલી હિન્દી ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ની સફળતાની ખુશાલીમાં તેના નિર્માતાઓએ 12 જૂન, સોમવારે મુંબઈમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમાં ફિલ્મનાં મુખ્ય કલાકારો – વિકી કૌશલ અને સારા અલી ખાન અને કસબીઓ ઉપરાંત તમન્ના ભાટિયા, વરુણ શર્મા, કૃતિ સેનન જેવા અન્ય કલાકારો તથા મિડિયાકર્મીઓએ પણ હાજરી આપી હતી.

વિકી કૌશલ અને સારા અલી ખાન

સારા અલી ખાન

તમન્ના ભાટિયા

વિકી કૌશલ

કૃતિ સેનન

(તસવીર અને વિડિયોઃ માનસ સોમપુરા)

ટીવી પર કમાણીની દ્રષ્ટિએ ફિલ્મી હસ્તીઓમાં આ છે ‘બિગ બોસ’

મુંબઈઃ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને ભલે નાનો પડદો કહેવામાં આવે, પરંતુ કમાણીને મામલે એ ઘણી મોટી થઈ ચૂકી છે. હવે એ દિવસો ગયા કે જેમાં ટીવીસ્ટારને ફિલ્મસ્ટારની તુલનાએ ઓછી કમાણી થતી હતી. હવે કેટલાય ટીવીસ્ટારોની કમાણી બોલીવૂડ સેલેબ્સથી પણ વધુ છે.

 અમે તમને એવા ટીવીસ્ટારો વિશે જણાવીએ છીએ, જેઓ એક-એક એપિસોડની તગડી ફી વસૂલે છે. હવે ટીવી પર આવતા ફિલ્મસ્ટારો, ગેમ શો અને રિયલ્ટી ટીવીએ ઘણુંબધું બદલી કાઢ્યું છે.ટીવી પર સૌથી વધુ કમાણી કરતી હસ્તીઓ

ટીવી પર સૌથી વધુ કમાણી કરતી મશહૂર હસ્તીઓ મોટે ભાગે ફિલ્મી હસ્તીઓ છે, જેમાં તેઓ કોઈને કોઈ શો હોસ્ટ કરી રહ્યા છે. – પછી ભલે તે ‘ધ કપિલ શર્મા શો’ના કપિલ શર્મા હોય, ‘લોક અપ’ની કંગના રણોત હોય ‘કૌન બનેગા કરોડપતિ’ના અમિતાભ બચ્ચન હોય કે પછી ‘કોફી વિથ કરણ જૌહર’ હોય- જોકે આ બધા સિને આઇકન એપિસોડદીઠ રૂ. એક કરોડ કે એનાથી વધુ ચાર્જ વસૂલે છે. આ ફિલ્મ કમ ટીવીસ્ટારોની સીઝનની કમાણી કેટલાક ટોચના ફિલ્મસ્ટારોની ફિલ્મની કમાણી કરતી ઘણી વધુ છે, પણ સલમાન ખાને આ બધાને પાછળ રાખી દીધા છે. સુપરસ્ટાર સલમાન ખાન લોકપ્રિય રિયલ્ટી શો ‘બિગ બોસ’ને હોસ્ટ કરવા માટે ક્યાંય વધુ રકમ વસૂલે છે. ગયા વર્ષે અનેક રિપોર્ટોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સલમાન ખાને ‘બિગ બોસ-16’ની સીઝન માટે રૂ. 1000 કરોડની કમાણી કરી હતી.  જોકે નવી સીઝન માટે સલમાન ખાન પ્રતિ સપ્તાહ રૂ. 25 કરોડ ચાર્જ કરી રહ્યો છે. એટલે કે કે પ્રતિ એપિસોડ રૂ. 12.50 કરોડ વસૂલી રહ્યો છે. આ એક્ટર ટીવી પર સૌથી વધુ કમાણી કરનાર ભારતીય હસ્તી બની ગયો છે. એના સિવાય ઊંચી કમાણી કરનાર ટીવી સ્ટારોમાં રૂપા ગાંગુલી, હીના ખાન, રોનિત રોય અને રામ કપૂર સામેલ છે.

 

 

‘બિપરજોય’ને પગલે 8000 લોકો, બે લાખ પ્રાણીઓનું સ્થળાંતર

નવી દિલ્હીઃ વાવાઝોડું ‘બિપરજોય’ 15 જૂને ગુજરાતના તટે લેન્ડફોલ થશે. હવે આ વાવાઝોડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગૃહપ્રધાન અમિત શાહે વાવાઝોડાને ધ્યાનમાં રાખતાં ઉચ્ચ સ્તરીય મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં અધિકારીઓ સિવાય રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ અને આઠ અસરગ્રસ્ત લોકસભા ક્ષેત્રોના સાંસદ પણ સામેલ થશે. વડા પ્રધાને પણ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલથી ફોન પર વાત કરી હતી અને સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. તેમણે રાજ્યને દરેક સંભવ મદદનો વિશ્વાસ આપ્યો હતો.

રાહત-બચાવ કાર્યમાં લાગેલા કર્મચારીઓએ આશરે 8000 લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યા છે. આ સાથે બે લાખ પ્રાણીઓનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે.  પણ આ સાથે 31 ગામોમાં આશરે 3000 લોકોને દ્વારકામાં આશરે 1500 લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવ્યા છે. આ સિવાય કચ્છ-સૌરાષ્ટ્ર જિલ્લામાં તટથી 10 કિલોમીટરના અંતરે રહેલાં ગામોમાંથી લોકોને સલામત સ્થળે લઈ જવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. બિપરજોય બહુ ગંભીર રૂપ ધારણ કરી લીધું છે. વાવાઝોડાને પગલે 150 કિમી ઝડપે પવન ફૂંકાશે. સેના, નૌસેના અને ભારતીય તટરક્ષકોને અલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે.

કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકાભડાકા સાથે વરસાદ શરૂ થવાનો અંદાજ છે, બીજી બાજુ, વેરાવળ અને સુત્રાપાડામાં  24 કલાકમાં સાડાઆઠ ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર સહિત 17 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. આથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. હાલ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ખંભાળિયામાં આજે સવારે બે કલાકમાં ત્રણ ઇંચ અને ઉપલેટામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

 

 

 

મંસૂરની કારકિર્દી ‘કયામત…’ થી ‘જોશ’ સુધી

મંસૂર ખાનને નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ અચાનક જ મળી ગઈ હતી પણ છેલ્લી ફિલ્મ ‘જોશ’ (૨૦૦૮) થી જાતે જ નિર્દેશન છોડી દીધું હતું. જે ફિલ્મ ‘કયામત સે કયામત તક’ (૧૯૮૮) થી મંસૂર નિર્દેશક બન્યા હતા એનું નિર્દેશન અસલમાં નાસીર હુસેન કરવાના હતા. આમિર ખાન અને જુહી ચાવલાની પહેલી ફિલ્મ નાસીર હુસેને નાદુરસ્ત તબિયતને કારણે કરી ન હતી. એમણે ફિલ્મની સ્ક્રીપ્ટ મંસૂરને આપી નિર્દેશન સંભાળવા કહ્યું હતું. મંસૂરે ફિલ્મમાં પિતાની ભૂમિકા માટે સાઇન થયેલા બંને અભિનેતા શમ્મી કપૂર અને સંજીવકુમારને બદલી નાખ્યા હતા. તે માનતા હતા કે પોતે નવા હોવાથી આ વરિષ્ઠ અને પ્રસિધ્ધ અભિનેતાઓને નિર્દેશન આપી શકશે નહીં. ‘જોશ’ માં પિતા તરીકે ભૂમિકા મેળવનાર દિલીપ તાહિલે એક મુલાકાતમાં ફિલ્મ વિશે આ ઉપરાંત બીજી વાતો કહી હતી.

મંસૂરે ફિલ્મના બે અંત તૈયાર કર્યા હતા. જેમાં બીજો સુખદ હતો. મંસૂર જ્યારે ફિલ્મ સાથે જોડાયા ત્યારે એવી શરત કરી હતી કે દુ:ખદ અંત હશે તો એ નિર્દેશન કરશે. લોકોને અંત પસંદ નહીં આવે એવી નાસીર હુસેનને શંકા હતી. તેથી લેખક રાહી માસૂમ રઝાનો અભિપ્રાય મેળવ્યો હતો. એમણે પણ દુ:ખદ અંત યોગ્ય હોવાનું માન્યું હતું. એ અંત સાથે ફિલ્મને પસંદ કરવામાં આવી હતી. મંસૂરને શ્રેષ્ઠ નિર્દેશકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. એ પછી મંસૂરે ‘જો જીતા વો હી સિકંદર’ (૧૯૯૨) અને ‘અકેલે હમ અકેલે તુમ’ (૧૯૯૫) જેવી લાંબા નામવાળી ફિલ્મો જ બનાવી હતી. એમણે ‘જોશ’ બનાવવાનું નક્કી કર્યું ત્યારથી એમની પરેશાની શરૂ થઈ ગઈ હતી. એમાં અનેક ફેરફાર કરવા પડ્યા હતા. ‘જોશ’ ની વાર્તા વિદેશી ફિલ્મ ‘વેસ્ટ સાઈડ સ્ટોરી’ પરથી તૈયાર કરી હતી.

છેલ્લે શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય અને ચંદ્રચૂડ સિંહ સાથે ફિલ્મ બનાવી હતી. સૌપ્રથમ ચંદ્રચૂડવાળી ભૂમિકા માટે આમિર ખાનને પસંદ કર્યો હતો. પરંતુ આમિરને શાહરુખવાળી ભૂમિકા કરવી હતી. એ ભૂમિકા તો કાજોલને પણ કરવી હતી. અસલમાં ઐશ્વર્યાની ભૂમિકા પહેલાં કાજોલને ઓફર થઈ હતી. જ્યારે શાહરુખ પહેલાં એની ભૂમિકા સલમાનને ઓફર થઈ હતી. પરંતુ સલમાન ઐશ્વર્યા સાથે ‘હમ દિલ દે ચૂકે સનમ’ (૧૯૯૯) માં રોમેન્ટિક ભૂમિકામાં રહ્યો હોવાથી ‘જોશ’ માં ઐશ્વર્યાના ભાઈ તરીકે કામ કરી શકે એમ ન હતો. જોકે, શાહરૂખને કારણે ફિલ્મ બનવામાં સમય લાગ્યો હતો. મંસૂર ખાનને બીજી બે ફિલ્મોમાં નિર્દેશનનું કામ મળ્યું હોવા છતાં આ ફિલ્મ બનાવતી વખતે અનેક અવરોધો આવ્યા હોવાથી ઉત્સાહ આખરે નિર્દેશન કરવાનું છોડી દીધું હતું.

કોરાનાના 79 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 79 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,92,960 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,892 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,58,820 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 181 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2248એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 71,137 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.13 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,31,246 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 475 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.