નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 79 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,92,960 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,892 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,58,820 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 181 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2248એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 71,137 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.13 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,31,246 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 475 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મુંબઈમાં અદાણી ગ્રુપની માલિકીના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બીજા (પૂરક) રનવેને સુરક્ષિત અને સક્ષમ બનાવવા માટે તેની પર ડામરના રી-કાર્પેટિંગનું કામ પૂરું થઈ ગયું છે. એન્જિનિયરો અને કામદારો સહિત 200 જણના સ્ટાફે દરરોજ 12 કલાક સુધી કામ કરીને આ પ્રોજેક્ટ નિર્ધારિત મહેતલની અંદર પૂરો કરી બતાવ્યો છે.
ચોમાસું બેસે એ પહેલાં આ કામ પૂરું કરવાનું હતું. રીકાર્પેટિંગ કામ 2022ની 9 ડિસેમ્બરે શરૂ કરવામાં આવ્યું હતું અને 10 જૂન, 2023ના રોજ પૂરું કરી દેવામાં આવ્યું છે.
હવે સેકન્ડરી રનવે પર રીકાર્પેટિંગ કામકાજ પૂરું થઈ જતાં વિમાન કામગીરીઓ સરળ અને સક્ષમ રીતે થશે.
રનવેની લંબાઈ 2,210 મીટર છે અને પહોળાઈ 75 મીટર છે. રનવેના અપગ્રેડેશન-રીકાર્પેટિંગ માટે આશરે 72,500 ટન ડામરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના બે રનવેની ગણના વિશ્વમાં સૌથી વ્યસ્ત સિંગલ-ક્રોસઓવર રનવેમાં કરવામાં આવે છે. મુખ્ય રનવે 09/27 અને પૂરક રનવે 14/32 પર દરરોજ 950 ફ્લાઈટ્સનું આગમન-પ્રસ્થાન થાય છે. વિમાનોનું લેન્ડિંગ અને ટેકઓફ્ફ સુરક્ષિત બની રહે એ માટે આ બંને રનવેને સતત મજબૂત સ્થિતિમાં રાખવાનું અનિવાર્ય છે.
મુંબઈઃ ખાનગી વેધશાળા સ્કાઈમેટ વેધર દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે ભારતમાં આગામી ચાર અઠવાડિયા ચોમાસું નબળું રહેશે. વેધશાળાની આ જાહેરાતને કારણે દેશના ખેડૂતવર્ગમાં તેમજ સામાન્ય પ્રજાજનોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ભારત ખેતીપ્રધાન દેશ છે, ખેતીવાડી પર ઘણોખરો નિર્ભર રહે છે. તેથી જો ચોમાસું નબળું જશે તો કૃષિ ઉત્પાદન પર માઠી અસર પડશે.
સ્કાઈમેટ વેધરનું કહેવું છે કે એક્સ્ટેન્ડેડ રેન્જ પ્રિડિક્શન સિસ્ટમ (ERPS) આગામી ચાર અઠવાડિયા માટે નિરાશાજનક અંદાજ દર્શાવે છે. ભારતના મધ્ય અને પશ્ચિમી ભાગો, જે મુખ્ય વર્ષાઋતુના ઝોન ગણાય છે, ત્યાં આ વખતની ચોમાસાની મોસમના આરંભમાં અપૂરતા વરસાદને કારણે ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે.
કેરળમાં ચોમાસું સામાન્ય રીતે 1 જૂને બેસતું હોય છે, પરંતુ આ વખતે 8 જૂને બેઠું હતું. અરબી સમુદ્રમાં બિપરજોય ચક્રવાતી વાવાઝોડું સર્જાતાં કેરળમાં ચોમાસું મોડું બેઠું હતું અને તેની પ્રગતિમાં અવરોધ ઊભો થયો છે. મહારાષ્ટ્ર, ઓડિશા, અડધું તેલંગણા, છત્તીસગઢ, ઝારખંડ, બિહારમાં 10-15 જૂન દરમિયાન ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખતે 13 જૂન થઈ હોવા છતાં મહારાષ્ટ્રમાં ચોમાસાએ આગમન કર્યું નથી.
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતું નથી તેવી મનમાં ફરીયાદ રહે, વેપારના કામકાજમાં જોખમ ટાળવું, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપવી.
આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનું આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાંકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનું આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારાપરિણામની આશા જોવા મળે , યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામાં તક ઝડપવામાં થોડી તકલીફ પડી શકે તેવું બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમાં રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યું હોય તેવું મનમાં ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે અને તેમાં પણ કામમાં વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમાં ક્યાંક અશાંતિ રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમાં ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદના થાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.
આજનો દિવસ સારો છે અને તેમાં ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમાં તેમને સારી ખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે , હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવું, વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.
આજનો દિવસ યાદગાર બની શકે છે તેમાં પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સંભાળવા મળે શકે છે, વેપારીવર્ગને કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાયના જવાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહ ન આપવી.
આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે જેમાં તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે ,સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમાં લાભની તક છે.
આજનો દિવસ સામાન્ય છે તમે કામમાં વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમાં જલ્દીથી ઉકેલન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમાં શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણીના દુભાય, વેપારમાં પોતાના અનુભવ મુજબ નાનું અને ગણતરીપૂર્વકનું કામ સારું રહે.
આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડા દ્વિધામાં રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવું જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમાં સમયનો વ્યય વધુ થાય વેપારના કામકાજમાં ધીરજ રાખવી.
રિટેલ ફુગાવાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મોંઘવારીના મોરચે સતત ત્રીજા મહિને સરકાર અને સામાન્ય લોકોને રાહતના સમાચાર મળ્યા છે. માહિતી અનુસાર મે મહિનામાં રિટેલ મોંઘવારી દર ઘટીને 4.25 ટકા પર આવી ગયો છે. જે એપ્રિલ 2021 પછી સૌથી ઓછું જોવા મળે છે. આ જ આંકડો એપ્રિલ મહિનામાં 4.70 ટકા હતો અને માર્ચ મહિનામાં ઘટીને 5.7 ટકા થયો હતો. આનો સ્પષ્ટ અર્થ એ છે કે સતત ત્રીજા મહિને ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે અને ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 205 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું માનીએ તો મોંઘવારીના આંકડા આગામી દિવસોમાં ચોમાસા પર નિર્ભર રહેશે. આ વખતે અલ નીનો કૃષિ ક્ષેત્ર પર પણ જોવા મળી શકે છે.
ખાદ્ય ફુગાવો પણ ઘટ્યો
જો આપણે ખાદ્ય મોંઘવારીની વાત કરીએ તો મે મહિનામાં તેમાં ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ મહિનામાં ખાદ્ય ફુગાવો 3.84 ટકા હતો જે મે મહિનામાં ઘટીને 2.91 ટકા પર આવી ગયો છે. ગ્રામીણ ફુગાવો 4.17 ટકા જ્યારે શહેરી ફુગાવો 4.27 ટકા હતો. બેઝ ઈફેક્ટ સિવાય ખાદ્યપદાર્થો અને ઈંધણની કિંમતોમાં થયેલા ઘટાડાને કારણે પણ આવી સંખ્યા જોવા મળી રહી છે. નીચા ઉર્જાના ભાવો ઉપરાંત, અનાજ અને શાકભાજીના ભાવમાં નરમાઈએ પણ ફુગાવાના સ્તરમાં ઘટાડો કર્યો છે. એલપીજી અને કેરોસીનના આંતરરાષ્ટ્રીય ભાવમાં તીવ્ર ઘટાડાને કારણે મે મહિનામાં ઇંધણનો ફુગાવો નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે.
RBI દ્વારા શું અનુમાન લગાવવામાં આવ્યું છે?
નાણાકીય નીતિની બેઠકમાં, આરબીઆઈએ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ફુગાવાના અનુમાનને 5 ટકાથી નીચે રાખ્યું છે. આનો અર્થ એ થયો કે આરબીઆઈ અનુસાર, પ્રથમ ક્વાર્ટરમાં છૂટક ફુગાવો 4.6 ટકા પર રહી શકે છે. પછીના ત્રિમાસિક ગાળામાં છૂટક ફુગાવાનો દર 5 ટકાથી વધુ હોઈ શકે છે. આંકડાઓની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં રિટેલ ફુગાવો 5.2 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 5.4 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.2 ટકા રહેવાનો અંદાજ છે. જો કે, સમગ્ર નાણાકીય વર્ષ માટે અંદાજ 5.1 ટકા કરવામાં આવ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે આ વખતે આરબીઆઈનો ટાર્ગેટ 4 ટકાથી વધુ ફુગાવાનો અંદાજ છે.
આરબીઆઈનો રેપો રેટ સ્થિર
આ મહિને યોજાયેલી RBI MPCની બેઠકમાં રિઝર્વ બેંકે સતત બીજા મહિને રેપો રેટ સ્થિર રાખ્યો છે. હાલમાં આરબીઆઈનો રેપો રેટ 6.50 ટકા છે. છેલ્લી વખત ફેબ્રુઆરી મહિનામાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધીમાં રેપો રેટમાં 2.50 ટકાનો વધારો થયો છે. નિષ્ણાતોના મતે આ વર્ષના અંત સુધી RBI રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. બીજી તરફ, કેટલાક નિષ્ણાતો માને છે કે જો ઓગસ્ટ સુધીમાં ફુગાવો 4 ટકા પર આવી જાય છે, તો ઓગસ્ટના દર ચક્રમાં વ્યાજ દર 0.15 ટકાથી વધારીને 0.25 ટકા થઈ શકે છે.
IIP આંકડા
ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન એટલે કે IIP આ વર્ષે એપ્રિલમાં 4.2 ટકાના દરે વધ્યું છે. સોમવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, એપ્રિલ 2022માં ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક 6.7 ટકા વધ્યો હતો. NSOના ડેટા અનુસાર, એપ્રિલ 2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન 4.9 ટકા અને ખાણકામનું ઉત્પાદન 5.1 ટકા વધ્યું છે. વીજળી ઉત્પાદનમાં 1.1 ટકાનો ઘટાડો થયો છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની હાર સાથે ભારતીય ક્રિકેટ ટીમનું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. સતત બે વખત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હારી ચૂકેલી ટીમ ઈન્ડિયા હવે ફરી પ્રયાસ કરશે અને તેની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી થશે. ભારતીય ટીમ નવી ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રની તેમની પ્રથમ શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે, જે 12 જુલાઈથી શરૂ થશે. બીસીસીઆઈએ આની જાહેરાત કરી છે.ચાર વર્ષ પહેલા જ્યારે પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થઈ હતી, ત્યારે ટીમ ઈન્ડિયાએ પોતાના અભિયાનની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી કરી હતી. આ વખતે પણ ભારતની યાત્રા અહીંથી શરૂ થશે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ ઉપરાંત વનડે અને ટી-20 સિરીઝ પણ રમશે. T20 શ્રેણીની બે મેચ પણ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે.
ટેસ્ટ શ્રેણી ઓવલ ખાતે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતની હારના એક દિવસ બાદ, ભારત અને વેસ્ટ ઈન્ડિઝના બોર્ડે સાથે મળીને શ્રેણીનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. શ્રેણીની શરૂઆત 12 જુલાઈ પહેલા ટેસ્ટ મેચથી થશે. આ ટેસ્ટ ડોમિનિકામાં વિન્ડસર પાર્ક ખાતે યોજાશે. તે જ સમયે, બીજી ટેસ્ટ મેચ 20 જુલાઈથી ત્રિનિદાદના પ્રખ્યાત ક્વિન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાશે.
ODI અને T20 સિરીઝ એક્શન ફરી થશે
ટીમ ઈન્ડિયાના આ 33 દિવસના પ્રવાસમાં, ટેસ્ટ શ્રેણી પછી 3 વનડે રમાશે, જે 27 જુલાઈથી બાર્બાડોસમાં શરૂ થશે અને પછી 1 ઓગસ્ટે ત્રિનિદાદમાં સમાપ્ત થશે. તે જ સમયે, આ પછી, 5 મેચની T20 શ્રેણી 3 ઓગસ્ટથી ત્રિનિદાદમાં શરૂ થશે અને 13 ઓગસ્ટે ફ્લોરિડામાં સમાપ્ત થશે. છેલ્લી બે મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે. આ પહેલા પણ છેલ્લી બે-ત્રણ ટૂરમાં ટીમ ઈન્ડિયા ફ્લોરિડામાં T20 રમી ચૂકી છે.
ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ
ટેસ્ટ શ્રેણી
પ્રથમ ટેસ્ટ – 12 થી 16 જુલાઈ, વિન્ડસર પાર્ક
બીજી ટેસ્ટ – 20 થી 24 જુલાઈ, ક્વીન્સ પાર્ક ઓવલ, ત્રિનિદાદ
ODI શ્રેણી
1લી ODI – 27 જુલાઈ, કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ
2જી ODI – 29 જુલાઈ, કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ
ત્રીજી ODI – 1 ઓગસ્ટ, બ્રાયન લારા ક્રિકેટ એકેડમી, ત્રિનિદાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જૂન 2023ના રોજ રોજગાર મેળામાં 70,000 લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. મંગળવારે સવારે 10.30 કલાકે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાના આ કાર્યક્રમમાં જોડાશે, જેમાં નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી યુવાનોને પણ સંબોધિત કરશે.
આ વિભાગોમાં નોકરીઓ ઉપલબ્ધ થશે
કેન્દ્ર સરકારના વિભાગો ઉપરાંત, આ નિમણૂક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કરવામાં આવી રહી છે. સરકારના વિવિધ વિભાગો જેમ કે નાણાકીય સેવાઓ વિભાગ, પોસ્ટ વિભાગ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, મહેસૂલ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં દેશભરમાં નવા નિયુક્ત કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. , ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, રેલ્વે મંત્રાલય, ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ અને ગૃહ મંત્રાલય સાથે જોડાશે.
રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક મોટું પગલું છે. રોજગાર મેળો વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે.
નવા ભરતી કરાયેલા સરકારી કર્મચારીઓને પણ iGOT કર્મયોગી પોર્ટલ પર એક ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પ્રરંભ દ્વારા પોતાને તાલીમ આપવાની તક મળી રહી છે, જ્યાં 400 થી વધુ ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ કર્મચારીઓ ગમે ત્યાંથી અને કોઈપણ ઉપકરણ દ્વારા તેની સાથે કનેક્ટ થઈ શકે છે.
આ પહેલા 16 મે, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 71,000 લોકોને નિમણૂક પત્ર આપ્યા હતા. ગયા વર્ષે જૂનમાં વડાપ્રધાને જાહેરાત કરી હતી કે આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોને મિશન મોડમાં સરકારી નોકરીઓ આપવામાં આવશે. વડાપ્રધાને પોતે જૂન 2022માં તમામ સરકારી મંત્રાલયો અને વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓની સમીક્ષા કરી હતી, ત્યારબાદ ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.