સુભાષ ચંદ્રા, પુનિત ગોયેન્કા મહત્ત્વના પદે નહીં રહી શકેઃ સેબી

નવી દિલ્હીઃ બજાર નિયામક સેબીએ ઝી એન્ટરટેઇનમેન્ટના ભૂતપૂર્વ ચેરમેન સુભાષ ચંદ્રા અને MD અને CEO પુનિત ગોએન્કા પર કોઈ પણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર કે કોઈ પણ મેનેજરની પદ લેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સેબીએ ચંદ્રા અને ગોયેન્કા પર આ કાર્યવાહી ZEELના પૈસા અન્ય જગ્યાએ મોકલવાનાને મામલે દોષી માલૂમ પડ્યા પછી કરી છે.

સેબીએ 12 જૂનના આદેશમાં કહ્યું હતું કે નોટિસ મેળવનારા ચંદ્રા અને ગોયેન્કા આગામી આદેશ સુધી કોઈ લિસ્ટેડ કંપનીમાં કે એની સબસિડિયરી કંપનીમાં ડિરેક્ટર કે વહીવટી પદ પર નિયુક્ત નહીં થઈ શકે. સેબીએ આ વચગાળાનો આદેશ શિરપુર ગોલ્ડ રિફાઇનરી લિ.ના મામલે આપ્યો હતો.

નવેમ્બર, 2019માં ZEELના બે સ્વતંત્ર ડિરેક્ટરો- સુનીલકુમાર અને નિહારિકા વોરા-ના રાજીનામાં પછી બંને પક્ષોની તપાસ શરૂ થઈ ગઈ છે. કુમાર અને વોરાએ અનેક મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં એ બાબત પણ સામેલ હતી કે ZEELની ફિક્સ્ડ ડિપોઝિટનાં નાણાંને યસ બેન્કની લોન ચૂકવવામાં ઉપયોગમાં લેવામાં આવ્યાં હતાં. વળી, આ લોનની ગેરન્ટી કંપનીના બોર્ડની મંજૂરી વગર આપવામાં આવી હતી.

સેબીની તપાસથી માલૂમ પડે છે કે ચંદ્રાએ લેટર ઓફ કમ્ફર્ટ અથવા LOC  આપ્યો હતો, જે એસ્સેલ ગ્રુપનાં બાકી લેણાં રૂ. 200 કરોડનાં દેવાં બાકી હતી. જેથી કંપનીના ફિક્સ્ડ ડિપોઝિટનાં નાણાં આ લોન સામે સરભર કરવામાં આવ્યા હોવાની આશંકા છે. આ પ્રકારે યસ બેન્કની લોનનાં નાણાં કંપનીની સાત સબસિડિયરી સામે સરભર કરવામાં આવી હતી. જોકે આ સાત કંપનીઓની માલિકી સુભાષ ચંદ્રા અને પુનિત ગોયેન્કાની પાસે હતી, એ પછીથી માલૂમ પડ્યુ હતું, એમ સેબીનો આદેશ કહે છે.