Home Blog Page 2776

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ‘ગુરુપૂર્ણિમા’ની ઉજવણી

મુંબઈઃ ઇન્ટરનેશનલ બ્રોડવે મ્યુઝિકલ ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ની અભૂતપૂર્વ સફળતા બાદ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં વાર્ષિક ઉજવણી સ્વરૂપે ‘પરંપરા –ગુરુપૂર્ણિમા વિશેષ મહોત્સવ’ ઊજવાશે. આ વર્ષે ભારતીય શાસ્ત્રીય સંગીતના શ્રેષ્ઠ ઉસ્તાદો અને તેમના પ્રસિદ્ધ શિષ્યોને એક મંચ પર લાવવામાં આવી રહ્યા છે. કાલાતીત ગુરુ-શિષ્ય પરંપરાના વાર્ષિક અભિવાદન તરીકે જેની કલ્પના કરવામાં આવી છે તેવી આ વિશેષ પ્રસ્તુતિ નીતા અંબાણીના વિશ્વ સમક્ષ શ્રેષ્ઠ ભારતનું પ્રદર્શન કરવા અને વિશ્વના શ્રેષ્ઠને ભારતમાં લાવવાના વિઝન થકી માર્ગદર્શિત છે.

30મી જૂન અને પહેલી જુલાઈએ બે દિવસીય વિશેષ ઉજવણી સાંજના 7.30 વાગ્યાથી સાંસ્કૃતિક કેન્દ્રના 2000-સીટર પર્ફોર્મિંગ આર્ટ સ્પેસ – ધ ગ્રાન્ડ થિયેટરમાં યોજવામાં આવશે.

આ સેન્ટરનાં સ્થાપક અને અધ્યક્ષા નીતા અંબાણીએ જણાવ્યું હતું કે ગુરુ માત્ર જ્ઞાન જ નથી આપતા, પણ શિષ્યોને સ્વ-સંશોધનના તેમના માર્ગ પર આગળ વધવાનું માર્ગદર્શન પણ આપે છે. આ ગુરુપૂર્ણિમાએ એનએમએસીસીમાં અમે આ કાલાતીત પરંપરાનું નમ્ર અભિવાદન કરતાં આનંદ અનુભવીએ છીએ. ‘પરંપરા’ ભારતીય શાસ્ત્રીય સંગીતના શ્રેષ્ઠ ઉસ્તાદો અને તેમના પ્રખ્યાત શિષ્યોને એકમંચ પર લાવી રહ્યું છે. આવો આપણે સાથે મળીને આ પવિત્ર બંધનની ઉજવણી કરીએ.

આ બે દિવસમાં કળાપ્રેમીઓ સુપ્રસિદ્ધ વાંસળીવાદક પદ્મ વિભૂષણ પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને તેમના ભત્રીજા રાકેશ ચૌરસિયાની; સરોદ ઉસ્તાદ પદ્મ વિભૂષણ ઉસ્તાદ અમજદ અલી ખાન તેમના પુત્રો અમાન તથા અયાન અલી બંગશ અને પૌત્રો ઝોહાન અને અબીર અલી બંગશ સાથે; તેમ જ સિતારવાદક પંડિત કાર્તિક કુમાર અને તેમના પુત્ર નીલાદ્રિકુમારની યાદગાર જુગલબંદીના સાક્ષી બનશે. આ પ્રતિષ્ઠિત સંગીતકારોની રજૂઆત સંગીત અને આધ્યાત્મિકતાના દુર્લભ સંશોધનને ચિહ્નિત કરશે. ધ ગ્રાન્ડ થિયેટર આ વીકએન્ડમાં આ મહાન કળાકારોના વારસાની ઉજવણી સ્વરૂપે એક અસાધારણ સંગીત જલસાનું સાક્ષી બનશે.

 

 

 

રથયાત્રા પૂર્વે જર્જરિત મકાનો અંગે પોલીસની અનોખી સેવા

અમદાવાદઃ ભગવાન જગન્નાથની આ વર્ષે 146મી રથયાત્રા પૂર્વે રૂટ ઉપર તમામ વિભાગો પોતાની કામગીરી ચોકસાઈપૂર્વક કરી રહ્યા છે. રથયાત્રા જે રૂટ પરથી પસાર થાય છે એમાં ઘણા વિસ્તારો એકદમ સાંકડા છે. જ્યાં શેરી, મહોલ્લા અને પોળોના એકદમ જૂના ખખડી ગયેલાં જર્જરિત મકાનો આવેલાં છે. હેરિટેજ અમદાવાદની કેટલીક ઇમારતો સુરક્ષિત કરવામાં આવી છે. વર્ષોથી ખંડેર હાલતનાં કેટલાંક મકાનો ઉતારી પણ લેવામાં આવે છે, પરંતુ વર્ષોથી વસવાટ કરતા કેટલાક લોકોનાં મકાનો પર  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ લગાડવામાં આવી છે.

જાહેર ચેતવણી સાથેની નોટિસમાં “આ મકાન ભયજનક છે” આથી તેનો કોઈ વ્યક્તિઓએ ઉપયોગ કરવો નહીં. આ મકાન ઉપર અથવા નીચે અથવા આસપાસ વધારે વ્યક્તિઓ ભેગા થાય તે જોખમકારક છે તથા તકેદારી રાખવા દરેક નાગરિકને ચેતવણી આપવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની આ પ્રકારની નોટિસો છતાં આવાં ભયજનક મકાનોમાં લોકો રહે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે રથયાત્રા આવે ત્યારે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની સાથે માનવ મહેરામણ રથયાત્રાના રૂટ પર જમા થાય છે. લોકો રથયાત્રાનાં દર્શન કરવા ઇમારતની ઉપર અને નીચે ઊભા રહી જાય છે. રથયાત્રાનાં દર્શન માટે આવેલા લોકો સાવધાની વર્તે અને સાવચેત થઈ જાય એ માટે આ વર્ષે શહેર પોલીસની એક ટીમ દ્વારા એક અનોખી કામગીરી કરવામાં આવી. જે  ઇમારતો પર ભયજનક હોવાની નોટિસ AMC દ્વારા મારવામાં આવી છે એ ઇમારતો પર તરત જ નજર પડે એવાં બેનર્સ લગાડવામાં આવ્યાં છે.

ક્યાંક ગાડીમાં તો ક્યાંક શહેરના સાંકડા માર્ગો પર ફરી જર્જરિત ઇમારતો પર સાવધાનીનાં બેનરો લગાડતા પોલીસ જવાનો ચિત્રલેખા. કોમને કહે છે, આ અમારી નૈતિક જવાબદારી છે અને અમે આ કામગીરી સ્વૈચ્છિક રીતે કરી રહ્યા છીએ. લોકોની સેવા કરવી અને સાવધાન રાખવા અમારી ફરજ છે. કોર્પોરેશન અને અન્ય વિભાગની કામગીરી હોવા છતાં પોલીસના જવાનોની ટીમે લોકોની સુરક્ષા માટે સેવાની જવાબદારી સ્વીકારી  અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

 

અસરાની પહેલી ફિલ્મમાં ‘મહેમાન’ બન્યા

અસરાનીને પહેલી વખત મુંબઈમાં એક વર્ષના પ્રયત્ન પછી અભિનયની તક ના મળતા પાછા ઘરે આવી ગયા હતા. અસરાનીને પહેલાં એવી ગેરસમજ હતી કે તે અભિનેતા બની શકે છે. એ સ્કૂલમાં ભણતા હતા ત્યારે સ્ટેજ પર અભિનય સાથે રેડિયો પર બાળકોના કાર્યક્રમો કરતા હતા. મેટ્રિકનો અભ્યાસ પૂરો કર્યા પછી બધાંના પ્રોત્સાહનને કારણે ફિલ્મોમાં નસીબ અજમાવવા મુંબઈ જવાનો નિર્ણય કરી લીધો. મિત્રોનું કહેવું હતું કે અશોકકુમાર, બલરાજ સહાની વગેરેએ કોઈ તાલીમ લીધી ન હતી.

અસરાની પણ એમની જેમ અભિનેતા બની શકે છે. અસરાની માટે સારી વાત એ હતી કે સંગીતકાર નૌશાદ એમના ફળિયામાં રહેતા એક વડીલના સગા હોવાથી એમણે કામ આપવા ચિઠ્ઠી લખી આપી. ઉર્દૂમાં લખી આપેલી એ ચિઠ્ઠીમાં અસરાનીએ સ્ટેજ પર અને રેડિયો કાર્યક્રમોમાં કામ કર્યું છે, અવાજ સારો છે, સારું ગાઈ શકે છે વગેરે વગેરે લખ્યું હતું. જયપુરના નાના શહેરમાંથી અસરાની મુંબઈ મામાના ઘરે આવ્યા અને નૌશાદની શોધમાં લાગી ગયા. અસરાનીને એમ હતું કે નૌશાદ મળશે એટલે બે-ચાર ફિલ્મોમાં કામ મળી જશે. ઘરે પત્ર પણ લખી દીધો હતો કે બે-ચાર મહિનામાં એને ફિલ્મોમાં જોઈ શકશો. એક મહિનો શોધખોળ કર્યા પછી બાન્દ્રામાં નૌશાદના ‘આશિયાના’ બંગલાનો પત્તો મળ્યો. ત્યાં ચોકીદારે આવવાનું કારણ પૂછ્યું ત્યારે અભિનય માટે ભલામણ ચિઠ્ઠી લઈને આવ્યો હોવાનું જણાવ્યું. ચોકીદારે માહિતી આપી કે એ તો સંગીતકાર છે. તું અભિનેતા બનવાની ગેરસમજ દૂર કરી દે. નૌશાદ સાહેબ બહુ વ્યસ્ત છે. એમને મળવાનો સમય જલદી મળશે નહીં. ચોકીદારે ચિઠ્ઠી મૂકીને એક મહિના પછી આવવા જણાવ્યું.

અસરાનીએ લગભગ એક વર્ષ સુધી પ્રયત્ન કર્યો ત્યારે નૌશાદના એક ભાણીયા હતા એમને દયા આવી ગઈ અને જૉની વૉકરની ફિલ્મ ‘ખોટા પૈસા’ (૧૯૫૮) માં મહેમાન ભૂમિકા નહીં પણ એક ‘મહેમાન’ વ્યક્તિની ભૂમિકા આપી. જેમાં અસરાનીએ ઘણા બધાં મહેમાનો સાથે પાર્ટીમાં માત્ર લાઇનમાં ઊભા રહેવાનું હતું. એ માટે પહેલાં અસરાનીને પૂછવામાં આવ્યું કે એની પાસે પહેરવાનો સૂટ છે? અસરાનીએ કહ્યું કે ખમીસ જ નથી. જોકે, પછી મામાનો સૂટ મેળવીને એ શૂટિંગમાં પહોંચી ગયા. એક દ્રશ્ય માટે અસરાની આઠ દિવસ સુધી સૂટ પહેરીને મહેમાન તરીકે લાઇનમાં ઊભા રહ્યા. એ પછી ગેરસમજ દૂર થઈ કે અભિનેતા બનવાનું સરળ નથી. હવે ઘરે પાછા જતાં રહેવું જોઈએ. અને અસરાની એક વર્ષમાં માત્ર એક ફિલ્મ ‘ખોટા પૈસા’ માં નાનકડી ભૂમિકા કરીને ખોટા સિક્કાની જેમ જયપુર ઘરે પાછા આવી ગયા હતા. પરિવારે એમને ઘરની કપડાની દુકાન પર બેસી જવા કહ્યું હતું. અસરાનીએ આગળ ભણવાનું નક્કી કર્યું અને કોલેજમાં પ્રવેશ મેળવી લીધો. (અસરાની ફરીથી ફિલ્મોમાં કેવી રીતે આવ્યા એની વાત આવતા અંકમાં)

રાશિ ભવિષ્ય 17/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામજ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે,  વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

કોરાનાના 108 નવા કેસો, એક પણ મોત નહીં  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 108 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,93,390 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,893 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,59,514 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 142 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1983એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 74,749 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.16 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,32,512 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 142 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ગુલકંદ – ૧૭ જૂન, ૨૦૨૩

ગુલકંદ – ૧૭ જૂન, ૨૦૨૩

૧૭ જૂન, ૨૦૨૩

૧૭ જૂન, ૨૦૨૩

પંચાંગ 17/06/2023

BSE સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ થયા

અમદાવાદઃ ભારતીય શેરબજાર સપ્તાહના અંતે રેકોર્ડ ઊંચા સ્તરે બંધ થયા હતા. નિફ્ટી 137.90 પોઇન્ટ ઊછળી 18,826ના સ્તરે બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ 466.95 પોઇન્ટ વધીને 63,384.58ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી 50 એના સૌથી ઊંચા સ્તરે માત્ર 63 પોઇન્ટ દૂર છે. આ પહેલાં શેરબજારનો રેકોર્ડ હાઇ બંધ પહેલી ડિસેમ્બર,2022એ જોવા મળ્યો હતો, જેમાં નિફ્ટી 18,812.50ના મથાળે અને સેન્સેક્સ 63,284.19ના મથાળે બંધ રહ્યો હતો. એનાલિસ્ટોના જણાવ્યા મુજબ FTSE ઇન્ડેક્સમાં હાલમાં ફેરફારથી અનેક ભારતીય શેરોમાં વિદેશી મૂડીરોકાણ વધવાથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ મજબૂત થયું છે.

આ ફેરફારથી ભારતીય શેરોમાં આશરે 15થી 20 કરોડ ડોલરનું મૂડીરોકાણ આવવાની અપેક્ષા છે. રોકાણકારોઅ મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસની સાથે ભારત સરકારની ચર્ચાનું પણ સ્વાગત કર્યું છે. સરકારે વૈશ્વિક એજન્સીથી રેટિંગ વધારવાની માગ કરી છે. મૂડીઝે હાલમાં ભારતને સ્થિર આઉટલૂકની સાથે Baa3ના નીચલા મૂડીરોકાણના ગ્રેડમાં રાખ્યું છે.

બજારમાં એનાલિસ્ટોના જણાવ્યા મુજબ બેન્કિંગ, ફાર્મા અને કન્ઝ્યુમર શેરોમાં લેવાલી અને વૈશ્વિક બજારોમાં પ્રોત્સાહક સંકેતોને પગલે ઘરેલુ બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં PSU બેન્ક ઇન્ડેક્સ 1.4 ટકા, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ એક ટકો અને હેલ્થકેર ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યા હતા, જ્યારે BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.7 ટકા વધીને બંધ રહ્યા હતા.

 

 

 

 

IC15 ઇન્ડેક્સ 519 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે નીચલા મથાળે ખરીદી થતાં વૃદ્ધિ જોવા મળી હતી. માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી પોલિગોન સિવાયના તમામ કોઇન વધ્યા હતા. બેથી ચાર ટકાની રેન્જમાં વધેલા મુખ્ય કોઇન લાઇટકોઇન, અવાલાંશ, બિટકોઇન અને શિબા ઇનુ હતા.

દરમિયાન, કોલંબિયાની સેન્ટ્રલ બેન્કે રિપલના સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) પ્લેટફોર્મની મદદથી દેશની પેમેન્ટ સિસ્ટમમાં બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અર્થે રિપલ સાથે સહયોગ સાધ્યો છે. બીજી બાજુ, યુરોપિયન યુનિયને ક્રિપ્ટોકરન્સી સંબંધિત ફરિયાદો બાબતે તથા હિતના ટકરાવ સંબંધેના નિયમો બાબતે ચર્ચા કરવા જુલાઈમાં બેઠક બોલાવી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.45 ટકા (519 પોઇન્ટ) વધીને 36,193 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,674 ખૂલીને 36,345ની ઉપલી અને 35,556 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.