નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,294 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,32,031 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,65,783 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 90 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 480 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 18,909 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.51 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,70,296 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 088 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદના પુરસ્કારથી પુરસ્કૃત, ગુજરાતી ભાષામાં 20 થી વધુ પુસ્તકો લખનાર તથા રેડિયોની અને ટીવીની ઘણી ગુજરાતી શ્રેણીઓ લખનાર જાણીતા લેખિકા ઈલા આરબ મહેતાની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ મુંબઈમાં. તેમનો પ્રાથમિક અભ્યાસ જામનગર, રાજકોટ અને મુંબઈમાં થયો. બી.એ. તથા એમ.એ. રુહિયા કોલેજ, મુંબઈમાં. શરૂઆતનાં થોડાં વર્ષો રુહિયા કોલેજમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું અને ત્યારબાદ લાંબો સમય સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. તેમના પતિ વ્યસ્ત ડોક્ટર હતા અને બાળકોની જવાબદારી ઈલાબહેન પર હતી. તેમને એક પુત્ર,એક પુત્રી છે, તથા એક પૌત્રી, એક દોહિત્ર અને એક દોહિત્રી છે. પ્રખ્યાત લેખક ગુણવંત આચાર્ય તેમના પિતા અને જાણીતી લેખિકા વર્ષા અડાલજા તેમની નાની બહેન. શરૂઆતમાં અખંડાનંદ, નવનીત અને સ્ત્રી સામાયિકોમાં લેખ લખતાં અને આમ ધીમે-ધીમે લખવાનું શરૂ થયું. પિતા ગુણવંત આચાર્યના અચાનક મૃત્યુ વખતે એક સામયિકમાં તેમની ધારાવાહિક નવલકથા પબ્લિશ થતી હતી. તે નવલકથા આગળ ચલાવવા સામાયિકના તંત્રીએ ઈલાબહેનને વિનંતી કરી અને તેમણે લખવાનું શરૂ કર્યું તે પછી ક્યારેય પાછું જોયું નથી!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે ઊઠીને એક કપ ચા પીએ. છાપુ લઈ સમાચાર વાંચે. જરૂરી દવાઓ લે અને આઠેક વાગ્યે પૌત્રી શાળાએ જાય તે પછી તેમની કસરત વગેરેનું કામ શરૂ કરે જે 11 વાગ્યા સુધી ચાલે. પછી થોડો આરામ કરે. આખો દિવસ વાંચન-લેખનનો પ્રોગ્રામ ચાલે. થોડો સમય ટીવી ઉપર ન્યુઝ જુએ. પિક્ચર પણ જુએ. પ્રોગ્રામો જોવા પણ ગમે ….જો કે હવે અંધેરીથી બહુ દૂર જતાં નથી. વાંચવું અને લખવું એ તેમની મુખ્ય પ્રવૃત્તિ.
શોખના વિષયો :
ઈલાબહેનને સિરિયસ વાંચન કરવું બહુ ગમે. અને લેખન કરવું પણ ઘણું ગમે. હિન્દી અને અંગ્રેજી પિક્ચરો જોવાનો શોખ. ફિલ્મી સંગીત સાંભળવાનું પણ ગમે. ઘરમાં કૂક હોવાથી 40 વર્ષથી રસોડામાં ગયાં જ નથી.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત આમ તો સારી છે. કોવિડ પછી પગમાં થોડી તકલીફ થઈ છે. નિયમિત ફિઝીઓ થેરેપી કરાવવી પડે છે. 2000 ની સાલમાં બાયપાસ ઓપરેશન થયું હતું. હાલ ઘરમાં હરતાં-ફરતાં છે. હમણાં જ ભવન્સમાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી, પણ હવે પ્રોગ્રામ માટે બહુ દૂર જતાં નથી.
યાદગાર પ્રસંગ:
એક વાર અમદાવાદ રેડિયો તરફથી યોજએલ વકૃત્વ સ્પર્ધામાં તેમણે ભાગ લીધો હતો. તેમના પિતાજી પણ તેમની સાથે અમદાવાદ આવ્યા હતા તે તેમને યાદ છે. આ રીતે તેઓ રેડિયો આર્ટિસ્ટ તરીકે નાટકોમાં ભાગ લેતાં થયાં જેમાં તેમના પિતાજી કાયમ તેમને સાથ આપતા. રેડિયો પર રૂપકો અને ચર્ચા-વિચારણાના સંવાદો વગેરેમાં પણ ભાગ લેતાં થયાં અને ધીરે ધીરે રેડિયોની સાથે સાથે તેમણે ટીવીમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું. 1972માં દિલ્હીથી પ્રસારિત થતાં ગુજરાતી પ્રોગ્રામ માટે ઝવેરચંદ મેઘાણીની “તુલસી ક્યારો” તેમણે 13 એપિસોડમાં તૈયાર કરી હતી. ટીવી નાટકો પર હથોટી સારી બેસી ગઈ. તે પછી તો તેમણે “રાધા”, “વારસદાર” જેવી ઘણી શ્રેણીઓ લખી.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ટેકનોલોજી માટે તેઓ ઘણાં પોઝિટિવ છે, પણ કાગળો સાથે તેમને વધુ ફાવે છે! whatsapp, ઇમેલ તથા ઝૂમ મીટીંગોનો સારી રીતે ઉપયોગ કરી જાણે છે. હસતાં-હસતાં ઉમેરે છે: “મારી 11 વર્ષની પૌત્રી કદાચ મારા કરતાં ટેકનોલોજી વધારે જાણતી હશે!”
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
આજનો માણસ “કંઈક” મેળવવા માટે જબરી દોટ લગાવે છે! માતા-પિતા પણ બાળકને આ માટે પુશ કરે છે! મહત્વકાંક્ષા પૂરી કરવા કુટુંબ આખું મથી પડે છે! ઘણાં ક્ષેત્રમાં બાળકને ધકેલે, તેને પરદેશ જવા માટે ક્લાસની ફી ભરે, વગેરે વગેરે. બાળકો પર એટલું બધું પ્રેશર આવી જાય છે વાત આત્મહત્યા સુધી પહોંચી જાય છે! શું આ બધું જરૂરી છે?
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
“લેખિની” જેવી સાહિત્યની સંસ્થાઓને લીધે યુવાનો સાથે સંપર્કમાં છે. 2000ની સાલ સુધી તો કોલેજમાં આધ્યાપક હતાં એટલે યુવાનો સાથે નિયમિત સંપર્કમાં રહેતાં. હજુ પણ એમ.ફીલ. અને પીએચડીનાં વિદ્યાર્થીઓ સાથે નિયમિત ટચમાં છે.
સંદેશો :
યુવાનો માટે ખાસ સંદેશ છે: સારું વાંચન કરો. ઉપર-છલ્લા દેખાવો છોડો. દેખાડા છોડી મા-બાપના પ્રશ્નો સમજો અને ગંભીરતાપૂર્વક જીવન જીવો.
ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન-MD મુકેશ અંબાણીના મુંબઈસ્થિત નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે 19 સપ્ટેમ્બર, મંગળવારે ગણેશ ચતુર્થી તહેવાર નિમિત્તે ગણેશોત્સવ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં માધુરી દીક્ષિત-નેને, આલિયા ભટ્ટ, રણવીરસિંહ-દીપિકા પદુકોણ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેની પત્ની કિયારા અડવાની સહિતનાં બોલીવુડ સિતારાઓ તેમજ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એમના પત્ની અમૃતા ફડણવીસ, શિવસેના (યૂબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એમના પત્ની રશ્મી ઠાકરે સહિત અનેક નામાંકિત વ્યક્તિઓએ હાજરી આપી હતી. માધુરી દીક્ષિત-નેનેએ તેનાં પતિ ડો. શ્રીરામ નેને સાથે કાર્યક્રમમાં હાજરી આપી હતી. એમણે ભગવાન ગણપતિજીનાં દર્શન કર્યાં હતાં અને સેલ્ફી લીધી હતી. (તસવીર અને વીડિયોઃ મૌલિક કોટક)
ગણેશ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે આ ધર્મના ઉત્સવની બીજા દિવસની વાત કરીએ.. અમદાવાદના મણીનગર સ્થિત દક્ષિણી સોસાયટી ખાતે શિવશક્તિ યુવક મંડળ દ્ધારા સ્થાપિત ગણેશ પંડાલની.
વિશેષ થીમ આધારિત દાદાનો પંડાલ
છેલ્લા સાડા છ દાયકાથી દક્ષિણી સોસાયટીમાં ગણેશમહોત્સવની ઉજવણી થાય છે. દર વર્ષે વિશેષ થીમ આધારિત દાદાનો પંડાલ સજાવવામાં આવે છે. આમ તો સમગ્ર અમદાવાદમાં જુદા-જુદા પંડાલ જોવા મળે છે. પરંતુ અહીં બિરાજમાન ગણપતિના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામે છે.
રોજના 25 હજાર ભાવિકો કરે છે દર્શન
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પંડાલના આયોજક અને છેલ્લા 35 વર્ષથી દાદાની આરાધના કરતા પરાગ નાઈક કહે છે, અમારા પંડાલમાં દર વર્ષે જુદી-જુદી થીમ જોવા મળે છે. પરંતુ દેશના સ્વાભિમાન આધારિત થીમ જ વધુ હોય છે. આ વર્ષે અમે ભારત હી ભાગ્ય વિધાતા આધારિત થીમ રાખી છે. દર્શનાર્થીઓની વાત કરુ તો બાપ્પાના દર્શન કરવા રોજના અંદાજે 25 હજાર લોકો આવતા હશે. દુંદાળા દેવનો રાજીપો મેળવવા વહેલી સવારથી મોડી રાત સુધી ભાવિકોની ભીડ જોવા મળે છે. દસ દિવસના આ ગણેશોત્સવમાં અંદાજે ચારથી પાંચ લાખ લોકો બાપ્પાના દર્શન કરશે.
જૂની પ્રતિમામાંથી જ નવી થીમ
વધુમાં પરાગ નાઈક કહે છે, અમારા ત્યાં જે દાદાની મૂર્તિ સ્થાપિત છે એ ફાઈબરની છે. ગણેશ મહોત્સવ પૂર્ણ થયા પછી ફાઈબરની મૂર્તિને મુકી રાખવામાં આવે છે અને બીજા વર્ષે આ જૂની પ્રતિમામાંથી જ નવી થીમ બનાવી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ફાઈબરી 17 ફૂટની પ્રતિમા ઉપરાંત માટીની નાની પ્રતિમાઓનું પણ સ્થાપન કરવામાં આવે છે. જેનું વાજતે ગાજતે વિસર્જન કરાય છે.
ભક્તો દાદાની ભક્તિમાં સદાય રહે છે લીન
બાપ્પાના પંડાલ હોય અને કાર્યક્રમ ન હોય એ વાત માનવામાં ન આવે પરંતુ પરાગભાઈ કહે છે, અમારા ત્યાં દાદાના દર્શન કરવા એટલી મોટી સંખ્યામાં લોકો આવે છે એની કતારો માઇલો સુધી હોય છે. જેનું આયોજન સરળ રીતે પાર પાડવાની જહેમત કરવી પડે છે. આ કારણે અન્ય કોઈ કાર્યક્રમ કરવાનું આયોજન કરી શકાતુ નથી. જોકે આખાય વિસ્તારના લોકો દાદાની ભક્તિમાં સદાય લીન રહે છે.
ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે, ભક્તોમાં બાપ્પાના આગમનને લઈને ઉમંગ જોવા મળે છે ત્યારે વાત કરવી છે એક એવા ગણેશ મંદિરની જ્યાં ભગવાન પત્રો દ્વારા ભક્તોની વાત સાંભળે છે. જી હાં, આ મંદિર ગુજરાતમાં જ આવેલું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામના ગણેશ મંદિરમાં ભગવાન પત્રો દ્વારા ભક્તોની મનોકામના પૂરી કરે છે.
દાદાને પ્રસન્ન કરવા મંદિર જવાની જરૂર નથી
છેલ્લા ત્રણ દાયકાથી વર્ષથી ઢાંકના ગણપતિ મંદિરમાં આ પરંપરા ચાલી આવે છે. હવે તો આ પરંપરાના કારણે જ ઢાંકનું ગણપતિ મંદિર જાણીતું બન્યું છે. સામાન્ય રીતે ભક્તો ભગવાનને પ્રાર્થના કરવા માટે મંદિરે જાય, હાથ જોડીને પ્રાર્થના કરે, બાધા આખડી રાખે. પરંતુ ઢાંકના ગણપતિ મંદિરની બાધા આખડી રાખવા માટે મંદિર સુધી જવાની જરૂર જ નથી. કારણ કે અહીં બિરાજેલા ગણપતિ દાદા પત્ર દ્વારા જ તમારી વાત સાંભળી લે છે.
પત્ર દ્વારા બાપ્પાને વીનવવાની શરૂઆત કરી
મંદિરના પૂજારી ભરતગિરી ગોસ્વામીના કહ્યા પ્રમાણે ‘આ પરંપરા એમના પિતા દયાગીરીજીના સમયથી ચાલી આવે છે. શરૂઆતમાં લોકો આશીર્વાદ મેળવવા માટે સગાઈ કે લગ્નની કંકોત્રી મોકલતા. ક્યારેક પોતાનું કામ પુરુ થાય એ માટે બાધા રાખતા. ધીરે ધીરે લોકોએ પત્ર દ્વારા ભગવાનને વીનવવાની શરૂઆત કરી. લોકોની માનતા પૂરી થઈ. અને આ સિલસિલો શરૂ થયો.’
ગણેશોત્સવમાં પત્રો વધારે આવે છે
આજે ઢાંકના આ ગણપતિ મંદિરમાં રોજના 50થી વધુ પત્રો આવે છે. ગણેશોત્સવ દરમિયાન આ આંકડો 150 સુધી પણ પહોંચે છે. જેમાં ભક્તો પોતાની માનતા લખે છે. આ પત્રો આવે એટલે પૂજારી એને એક્ઠા કરીને ગણેશજીની મૂર્તિ સામે ઉભા રહી વાંચી સંભળાવે છે, અને ભક્તોને મદદ કરવા વિનંતી કરે છે.
દાદા નથી બિરાજતા મૂષકરાજ પર
આ મંદિરની બીજી રસપ્રદ વાત એ છે કે મંદિરમાં ગણપતિનું વાહન ઉંદર નથી. સામાન્ય રીતે દરેક મંદિરમાં ગણપતિની મૂર્તિ પાસે જ મૂષકરાજ પણ હોય. પરંતુ ઢાંકના ગણેશ મંદિરમાં ગણપતિજી સિંહ પર બિરાજમાન છે. અને સિંહના વાહન ધરાવતા ગણપતિનું મંદિર ગુજરાતમાં આ એક માત્ર છે.
આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.
તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.
નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.
લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.
આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.
આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.
માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.
તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.
બહુપ્રતિક્ષિત મહિલા અનામત બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. સરકારે તેને ‘નારી શક્તિ વંદન એક્ટ’ બિલ તરીકે રજૂ કર્યું. ગૃહમાં બિલ રજૂ કરતી વખતે કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે તેમાં શું જોગવાઈઓ છે. આ બિલ લોકસભામાં પસાર થવાની શક્યતા છે, કારણ કે ગૃહમાં સરકાર પાસે બહુમતી છે અને ઘણા વિરોધ પક્ષોએ પણ બિલને સમર્થન આપ્યું છે. કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીથી લઈને અનેક મહિલા નેતાઓ અને અન્ય નેતાઓએ મહિલા અનામત બિલને લઈને પ્રતિક્રિયાઓ આપી છે. ચાલો જાણીએ કોણે શું કહ્યું?
Across the length and breadth of India, people are rejoicing the introduction of the Nari Shakti Vandan Adhiniyam in Parliament. It shows the unwavering commitment of the Modi Government to empower women. Sadly, the Opposition is unable to digest this. And, what is more shameful…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહિલા અનામત બિલને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વિપક્ષ મહિલા અનામત બિલને પચાવી શક્યું નથી. ગૃહમંત્રી શાહે ટ્વિટર પર લખ્યું, “સંસદમાં નારી શક્તિ વંદન એક્ટની રજૂઆતથી ભારતભરના લોકો ખુશ છે. આ મહિલા સશક્તિકરણ માટે મોદી સરકારની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.આ સાથે શાહે લખ્યું કે, તે અફસોસની વાત છે કે વિપક્ષ આ વાત પચાવી શક્યો નથી. તેનાથી પણ વધુ શરમજનક બાબત એ છે કે ટોકનિઝમ સિવાય કોંગ્રેસ ક્યારેય મહિલા અનામતને લઈને ગંભીર નથી રહી. કાં તો તેણે કાયદાને સમાપ્ત થવા દીધો અથવા તેના સાથીઓએ બિલ રજૂ થતા અટકાવ્યું. તેનું ડબલ કેરેક્ટર ક્યારેય છુપાશે નહીં, ભલે તે ક્રેડિટ મેળવવા માટે ગમે તેટલા સ્ટંટ કરે.
જયરામ રમેશે કહ્યું કે આ બિલ માત્ર આજે હેડલાઈન્સ બનાવવા માટે
સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે આ બિલ માત્ર આજે હેડલાઈન્સ બનાવવા માટે છે, જ્યારે તેનો અમલ ઘણો પાછળથી થઈ શકે છે. કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયાઓ વચ્ચે, ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા વિપક્ષ પર નિશાન સાધ્યું.
VIDEO | “(Women’s reservation in Parliament) should be tabled, passed and implemented now. Why did they (BJP) wait for 10 years to implement it? The BJP could have supported us in 2008 and passed the women reservation bill, but they never supported us then,” says Rajya Sabha MP… pic.twitter.com/HoTTJv7ogW
મહિલા અનામત બિલ પર સોનિયા ગાંધી, રાબડી દેવીની પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ મહિલા આરક્ષણ બિલ વિશે કહ્યું, આ અમારું (બિલ) છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી નેતા રાબડી દેવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે સીટો કૃષિ અને મજૂર વર્ગની મહિલાઓ માટે અનામત હોવી જોઈએ. ભૂલશો નહીં, સ્ત્રીઓની પણ જાતિ હોય છે. અન્ય વર્ગોની ત્રીજી/ચોથી પેઢીને બદલે, વંચિત વર્ગની મહિલાઓની માત્ર પ્રથમ પેઢી જ શિક્ષિત થઈ રહી છે, તેથી તેમના માટે અનામતની અંદર અનામત હોવું ફરજિયાત છે. આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “આમ આદમી પાર્ટીએ આ બિલનું સ્વાગત કર્યું છે…” જો કે, તેણીએ એમ પણ કહ્યું, બિલની જોગવાઈઓ 2024 માં લાગુ થશે નહીં. ભાજપને મહિલાઓના કલ્યાણમાં કોઈ રસ નથી. આપના આતિશીએ કહ્યું, આ મહિલા અનામત બિલ નથી, પરંતુ મહિલાઓને મૂર્ખ બનાવવાનું બિલ છે.
हम हमेशा महिला आरक्षण बिल के पक्ष में रहे हैं। 2010 में कांग्रेस सरकार ने इस बिल को राज्यसभा में पास किया था।
राजनीति में जैसे SC-ST वर्ग को संवैधानिक अवसर मिला है, वैसे ही OBC वर्ग की महिलाओं को समान मौका मिलना चाहिए।
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટર પર લખ્યું છે કે, “મહિલા આરક્ષણ લિંગ ન્યાય અને સામાજિક ન્યાયનું સંતુલન હોવું જોઈએ. આમાં પછાત, દલિત, લઘુમતી, આદિવાસી (PDA) ની મહિલાઓ માટે અનામત ચોક્કસ ટકાવારી સ્વરૂપે સ્પષ્ટ હોવી જોઈએ. સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું એક મહિલા છું અને હું આ બિલનું સમર્થન કરું છું પરંતુ અમે ઈચ્છીએ છીએ કે છેલ્લી હરોળમાં ઉભેલી મહિલાને પણ તેનો અધિકાર મળવો જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે ઓબીસી મહિલાઓને પણ આમાં અનામત મળવી જોઈએ…”
महिला आरक्षण लैंगिक न्याय और सामाजिक न्याय का संतुलन होना चाहिए।
इसमें पिछड़े, दलित, अल्पसंख्यक, आदिवासी (PDA) की महिलाओं का आरक्षण निश्चित प्रतिशत रूप में स्पष्ट होना चाहिए।
પીડીપી વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું – આ એક મોટું પગલું છે
પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ ટ્વિટર પર લખ્યું, “પુરુષ રાજકીય લેન્ડસ્કેપના મુશ્કેલ ક્ષેત્રને વ્યક્તિગત રૂપે નેવિગેટ કર્યા પછી, હું એ જોઈને ખુશ છું કે મહિલા આરક્ષણ બિલ આખરે વાસ્તવિકતા બનશે. અડધી વસ્તી હોવા છતાં આપણું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે. આ એક ઉત્તમ પગલું છે. આ સિવાય પીડીપી ચીફે મીડિયાને કહ્યું કે, એનડીએ સરકાર 10 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. જો તેઓએ આ અગાઉ કર્યું હોત, તો મહિલાઓને 2024ની ચૂંટણીમાં મોટી સંખ્યામાં ભાગ લેવાની તક મળી હોત, પરંતુ ક્યારેય નહીં થાય તેના કરતાં મોડું થવું એ સારી વાત નથી… દેશની પ્રગતિમાં આ એક મહત્વપૂર્ણ પગલું હશે.” સાથે જ જમ્મુ.-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેમની પાર્ટી મહિલા અનામત બિલની વિરુદ્ધ નથી.
VIDEO | “I myself being a woman, I have gone through a lot as you have to face a lot of challenges in a male dominated political scene. I think this is high time that we have women in the decision-making places, whether it is assemblies or Parliament,” says PDP chief… pic.twitter.com/ff3E0hdnmA
BSP સુપ્રીમો માયાવતીએ મહિલા અનામત બિલને સમર્થન આપ્યું હતું
બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીએ મહિલા અનામત બિલને સમર્થન આપ્યું છે. તેમણે આ મુદ્દે એક પ્રેસ નોટ જાહેર કરી, જેમાં કહ્યું હતું કે, “…લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં દેશની મહિલાઓને 33 ટકા અનામત આપવાને બદલે, જો તેમની વસ્તીને ધ્યાનમાં રાખીને 50 ટકા અનામત આપવામાં આવે તો. અમે તેની પ્રશંસા કરી હોત. પાર્ટી તેનું દિલથી સ્વાગત કરશે, જેના વિશે સરકારે વિચારવું જોઈએ.” અન્ય ઘણી માંગણીઓ કરતા, તેમણે આગળ લખ્યું, “પરંતુ જો બસપાની આ માંગણીઓ સરકાર દ્વારા લાગુ કરવામાં નહીં આવે, તો અમારી પાર્ટી જો સંસદમાં આ મહિલા અનામત બિલને પણ સમર્થન આપે છે અને તેને પસાર કરાવવામાં સંપૂર્ણ સહયોગ આપશે…”
STORY | Mayawati says BSP will support women’s reservation bill
JDUએ ટ્વિટર પર લખ્યું છે કે, નીતિશ સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. સરકારની અદ્ભુત ‘આરક્ષણ નીતિ’ના કારણે આજે મહિલાઓને દરેક ક્ષેત્રમાં પૂરેપૂરું સન્માન મળી રહ્યું છે.જેડીયુએ મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ કહેતા જોવા મળી રહ્યા છે કે, “જ્યારે કાયદો બન્યો, તે સમયે, અમે સાંસદો અને સમિતિના સભ્યો પણ હતા.તે સમયે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછું એક તૃતીયાંશ (અનામત) મહિલાઓને આપવામાં આવશે. ત્યાં ઓછામાં ઓછું એક તૃતીયાંશ હતું, તેથી અમે અહીં આવ્યા અને પ્રથમ વખત 50 ટકા આપ્યા. અડધું કાપી નાખો…”
संसद में जो महिला आरक्षण बिल लाया गया है, वह स्वागत योग्य कदम है।
हम शुरू से ही महिला सशक्तीकरण के हिमायती रहे हैं और बिहार में हमलोगों ने कई ऐतिहासिक कदम उठाये हैं। वर्ष 2006 से हमने पंचायती राज संस्थाओं और वर्ष 2007 से नगर निकायों में महिलाओं को 50 प्रतिशत आरक्षण दिया।
वर्ष…
મહિલા આરક્ષણ બિલ પર લોક જનશક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવાને કહ્યું, “સૌથી પહેલા હું દેશની તમામ મહિલાઓને અભિનંદન આપવા માંગુ છું. અમે લાંબા સમયથી મહિલાઓના અધિકારો સંસદમાં પસાર થાય તેની રાહ જોઈ રહ્યા છીએ. તેમાં ઘણો સમય લાગ્યો પરંતુ અમને અમારા પીએમમાં આ વિશ્વાસ હતો… મને ખુશી છે કે આજે આ બિલને ‘નારી શક્તિ વંદના’ તરીકે મજબૂત રીતે રજૂ કરવામાં આવ્યું છે. આના પર ચર્ચા થવી જોઈએ… મને આશા છે કે આ બિલ સંપૂર્ણ સંમતિ સાથે પસાર થશે જેથી મહિલાઓને તેમના અધિકારો મળી શકે.
શિવસેના (UBT)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, ‘દરવાજા ખોલી દેવામાં આવ્યા છે પરંતુ…’
મહિલા આરક્ષણ બિલ પર, શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, “તે 30 વર્ષથી સંઘર્ષ કરી રહ્યો છે. આપણા બંધારણે સમાનતાનું વચન આપ્યું છે…આ બિલ જરૂરી હતું. ઘણી પાર્ટીઓએ ભાજપને સાડા નવ વર્ષ પહેલા જાહેર કરેલા મેનિફેસ્ટોના વચનની યાદ અપાવી હતી. તે મોડું આવ્યું પરંતુ મને આશા છે કે તે ટૂંક સમયમાં અમલમાં આવશે. બિલમાં લખવામાં આવ્યું હતું કે તેને તાત્કાલિક સક્રિય કરવામાં આવશે નહીં કારણ કે તે સીમાંકન પછી જ અમલમાં આવશે. મતલબ કે આ અનામત 2029 સુધી લાગુ નહીં થાય. તેઓએ દરવાજા ખોલી દીધા છે પરંતુ હજુ પણ મહિલાઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ છે.
એઆઈએમઆઈએમના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું, “જ્યારે આ પ્રકારનું બિલ 1996માં બનાવવામાં આવ્યું હતું અને તે પછી મનમોહન સાહેબની સરકારમાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું, તે સમયથી અમારી પાર્ટીનું વલણ હા તરફ હતું, અમે છીએ. મહિલાઓ અને છોકરીઓના રાજકીય સશક્તિકરણની વિરુદ્ધ નથી, પરંતુ જ્યારે તમે કાયદો બનાવી રહ્યા છો, જેના દ્વારા તમે વિધાનસભા અને સંસદમાં આપણી વસ્તીના તે ભાગને રાજકીય પ્રતિનિધિત્વ આપવા માંગો છો, તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ન્યાયની માંગ એ છે કે. ઓબીસી મહિલાઓ અને મુસ્લિમ મહિલાઓને તે ક્વોટામાં હિસ્સો મળવો જોઈએ, જે આજે થયું નથી…”
VIDEO | “We have never been against women empowerment. However, if a law is being made, it is important that OBC and Muslim women get a share in that quota,” says AIMIM chief @asadowaisi on Women’s Reservation Bill tabled in Lok Sabha.#WomensReservationBillpic.twitter.com/MZhOK8Fo7b
મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું, “પીએમનો નિર્ણય હંમેશા રાષ્ટ્રીય હિતમાં હોય છે, અમે તેનું સમર્થન કરીશું.” આ પહેલા તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય કેબિનેટ તરફથી અનામત બિલને આવકારવામાં આવ્યું હતું.
VIDEO | “Only lip-service has been paid to the long-standing demand of the citizens and the Congress. The bill should have been brought much earlier,” says Congress leader @SachinPilot on the Women’s Reservation Bill being tabled in Lok Sabha.#WomenReservationBillpic.twitter.com/Lza9jjAHth
VIDEO | “The Women’s Reservation Bill which the Congress could never pass due to lack of political will, has now been tabled in the Parliament. I thank PM Modi. This historic day will be etched in the journey of women’s empowerment,” says Assam CM @himantabiswa in Raipur,… pic.twitter.com/hG7QYjI6rq
VIDEO | “They (NDA government) could have done this nine years ago, they have the majority. They have brought the bill now only to send a message to the public. They won’t be able to implement it,” says Rajasthan CM @ashokgehlot51 on Women’s Reservation Bill being tabled in… pic.twitter.com/98ym2poiKJ
VIDEO | “Previous governments may have tried, but they lacked the intention to bring the bill. The Bhartiya Janata Party believes in doing rather than just talking. Several historical steps will be taken in the new (Parliament) building,” says BJP MP @SadhviPragya_MP on Women’s… pic.twitter.com/wns0GLAIWT
VIDEO | “PM Modi has dedicate Nari Shakti Vandan Bill to the country. I want to thank him for finding solution to years of struggle,” says Union minister @smritiirani on Women’s Reservation Bill tabled in Lok Sabha.#WomensReservationBillpic.twitter.com/YTsLVP635I