Home Blog Page 245

સત્તા મેળવવા માટે દેશના વિભાજનનું કાવતરું રચી રહ્યા છે રાહુલ ગાંધી?

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસ સાંસદના ‘વર્તન’ પર સવાલ ઉઠાવતા દુબેએ પૂછ્યું હતું કે સત્તા મેળવવા માટે શું રાહુલ ગાંધી દેશના વિભાજનનું કાવતરું કરી રહ્યા છે? દુબેએ પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ X પર કેટલાક દસ્તાવેજો શેર કર્યા છે અને તેને રાહુલ ગાંધી વિરુદ્ધના આરોપો તરીકે રજૂ કર્યા છે. ભાજપ સાંસદે દાવો કર્યો કે રાહુલ ગાંધી ‘ટુકડે-ટુકડે ગેંગ’ના રિંગ લીડર છે.

દુબેએ X પર લખ્યું હતું કે મારા આરોપો ફોર્ડ ફાઉન્ડેશનના સોરોસ અને ટુકડે-ટુકડે ગેંગના રિંગ લીડર રાહુલ ગાંધી સામે છે. આ આરોપો પર ચર્ચા કરવા માટે મેં લોકસભા સ્પીકર પાસે મંજૂરી માગી છે. શું વિરોધ પક્ષના નેતા સત્તા મેળવવા માટે દેશના વિભાજનનું ષડયંત્ર કરી રહ્યા છે? લોકસભામાં રાહુલના તાજેતરના ભાષણને દુબેએ ‘અમર્યાદિત વર્તન’ ગણાવી તેની તપાસ સંસદીય સમિતિ દ્વારા કરાવવાની માગ કરી છે.

વિયેતનામ, કમ્બોડિયા, બહેરીન અને થાઈલેન્ડ જવાને મુદ્દે પણ આરોપ

ભાજપ સાંસદે રાહુલ ગાંધીના સોરોસ ફાઉન્ડેશન અને ફોર્ડ ફાઉન્ડેશન સાથે સંબંધ હોવાના આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી માત્ર દેશદ્રોહીઓ સાથે મળવા માટે જ વિયેતનામ, કમ્બોડિયા, બહેરીન અને થાઈલેન્ડ જાય છે. દુબેએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે તે ક્યારે ચૂંટણી પંચ પર, ક્યારે બંધારણ પર, ક્યારે લોકસભા અધ્યક્ષ પર અને ક્યારે સર્વોચ્ચ કોર્ટ પર આરોપ મૂકે છે — લગભગ બધી જ બંધારણીય સંસ્થાઓ પર સવાલ ઉઠાવે છે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે વિશેષ પ્રસ્તાવ લાવી રાહુલ ગાંધીની સભ્યતા રદ કરવી જોઈએ અને તેમને ક્યારેય ચૂંટણી લડવા ન દેવા જોઈએ.

પ્રસ્તાવ પર ચર્ચાની મંજૂરી મગાઈ

દુબેએ ગૃહની કાર્યપદ્ધતિના નિયમ 352(5) અને 353 હેઠળ આ પ્રસ્તાવ પર ચર્ચા કરવાની મંજૂરી આપવા અધ્યક્ષ પાસે વિનંતી કરી છે. આ મુદ્દે કોંગ્રેસના સભ્યોએ કડક વિરોધ નોંધાવ્યો અને ગૃહમાં હંગામો થતા અધ્યક્ષ  ક્રિષ્ના પ્રસાદે કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી હતી. દુબેએ અગાઉ સંસદ પરિસરમાં જણાવ્યું હતું કે તેમણે રાહુલ ગાંધી વિરુદ્ધ ‘વિશેષ પ્રસ્તાવ’ લાવવા માટે નોટિસ આપી છે.

વાસ્તુ: નમ્રતા, ક્ષમા અને સ્વમાન વચ્ચેની સમજણ

સંબંધ સાચવવા જરૂર પડે તો નમી જવું જોઈએ. પરંતુ વારંવાર એટલું પણ ન નમવું જોઈએ કે કમર કાયમ માટે નમેલી જ રહી જાય. વળી વીર બનવાના ધખારામાં જેને-તેને ક્ષમા પણ ન આપવી જોઈએ. ક્ષમા ભૂલની હોય, ગુનાની નહિ—એટલી સમજણ પણ જરૂરી છે. આપણા ગ્રંથોમાં પણ રાક્ષસનો વધ કરવાની વાત જ કહી છે. ખૂની, બળાત્કારી કે પાખંડીને સજા થવી જ જોઈએ. જો માત્ર કર્મના ભરોસે જ દુનિયા ચાલતી હોત, તો રામ અને કૃષ્ણ યુદ્ધ ન લડ્યા હોત. જો ઈશ્વર મનુષ્ય અવતાર લે તો એમને પણ પોતાના હક માટે લડવું પડતું હોય, તો એમાંથી સામાન્ય માણસે પણ શીખવું જરૂરી છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પુછી શકો છો.

પ્રશ્ન:
ભારતમાં પહેલા સ્વમાન અને હક માટે યુદ્ધ થતા હતા. નારીને બચાવવા વિધર્મી શાસકો પણ મેદાનમાં આવી ગયા હતા. તો આજે એ જ દેશમાં કોઈની સાથે કશું ખરાબ થાય ત્યારે લોકો ચૂપ કેમ રહે છે? શું તેઓ પોતાની ફરજ ભૂલી ગયા છે કે પછી તેમનો સ્વાર્થ તેમના આત્મસન્માનથી ઉપર જતો રહ્યો છે? આવી નમાલી પ્રજા બનવા પાછળ દેશનું વાસ્તુ જવાબદાર ગણી શકાય?

ઉત્તર:
જ્યારથી વિદેશી વિચારોથી આપણે પ્રભાવિત થઈને જીવી રહ્યા છીએ, ત્યારથી આપણે ભારતીય વિચારોથી વિમુખ થતા જઈ રહ્યા છીએ. જાહેરમાં સારા દેખાવાની વાત જ ખોટી છે. જે જેવા છે એવા દેખાય, એ સમાજવ્યવસ્થા માટે પણ સારું છે. એક ગુંડો કે મવાલી માત્ર ૧૫ ડિગ્રી પર નમીને કેટલાક લોકોનો પ્રિય બની જાય અને પછી એ જ વ્યક્તિની જગ્યા પર પોતે આવે, ત્યારે વિશ્વાસઘાત થયો ગણાય. નમે એ બધાને ગમે, પણ કોણ ક્યારે અને કેટલું નમે છે—એ સમજવું પડે. રાજા સત્તામાં હોય ત્યારે તે પ્રજાલક્ષી કાર્ય કરે, અને ભિખારી પાસે માત્ર પોતાના સ્વાર્થ અને વૈભવી દેખાડાની જ અપેક્ષા રાખી શકાય. તેથી જ આપણે કોણ છીએ અને આપણી નૈતિક જવાબદારી શું છે—એ સમજવું જરૂરી છે.

આપણી રહેણાકની શૈલી ભારતીય હતી ત્યાં સુધી આપણે ભારતીય ખુમારી ધરાવતા હતા. હવે આપણે વિદેશી શૈલીના મકાનોમાં રહીએ છીએ. વળી નગરરચના માટેના વાસ્તુનિયમોનું પણ પાલન થતું નથી. સમગ્ર દેશ અને ખંડ-ઉપખંડ માટે પણ વાસ્તુનિયમો હોય છે. માત્ર એક નાનકડી જગ્યાનું વાસ્તુ જોવાથી કોઈ ફાયદો થતો નથી; તેને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે.

એક વિચિત્ર વાત એ પણ છે કે મેડિકલ સાયન્સ અને વાસ્તુ જેવા જીવનલક્ષી વિષયોની પણ રીલ્સ જોઈને લોકો પોતાનું જીવન નક્કી કરે છે. જે વાતનો કોઈ આધાર છે કે નહિ—એ સમજ્યા વિના કશું પણ કરવું ઘાતક છે. મફતમાં મળેલું જ્ઞાન કશા કામનું હોતું નથી.

અંગત સ્વાર્થ પણ વધી રહ્યો છે. તેથી જ કોઈનું ખરાબ થાય ત્યારે કેટલાક લોકો આનંદિત પણ થાય છે. તો એમનું ખરાબ થાય ત્યારે અન્ય લોકો પણ આવું કરી શકે. કોઈ જવાબદારી લેતું નથી. વિભાજિત લોકોને મૂર્ખ બનાવવું સહેલું છે. ભારત દેશમાં વસ્તી ઉપરાંત રોજગારની સમસ્યા તો છે જ, પરંતુ જ્ઞાન વિનાની ડિગ્રી આસાનીથી મળે એવી પણ કેટલીક જગ્યાએ વ્યવસ્થા છે. આવા લોકોના વિચારો નકારાત્મક હોય છે, કારણ કે સમજ્યા વિના ડિગ્રી લીધા પછી નોકરી ન મળે ત્યારે એ સમાજ અને સરકાર પર પ્રહાર કરવા ઉપરાંત નકારાત્મક વિચારો ફેલાવે છે. જેમના જીવનની શરૂઆત જ મૂલ્ય આધારિત નથી, એ જવાબદાર સમાજનો ભાગ કેવી રીતે બની શકે?

સૂચન:
વહેલા ઊઠવાથી સ્વ માટેનું સન્માન વધે છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPને બે તૃતીયાંશ બહુમતઃPM મોદીએ આપ્યાં અભિનંદન

ઢાકાઃ બાંગ્લાદેશની ચૂંટણીમાં બંગલાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ને એકતરફી જીત મળી છે. બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં BNPએ મોટી જીત નોંધાવી છે. 299 બેઠકોમાંથી 200થી વધુ બેઠકો પર પાર્ટી આગળ ચાલી રહી છે, જે બહુમતી માટે જરૂરી 150ના આંકડા કરતાં ઘણી વધુ છે. બીજી તરફ ચૂંટણીમાં મહત્વની ગણાતી જમાત-એ-ઇસ્લામી પાર્ટીને આ વખતે મોટો આંચકો લાગ્યો છે.

 આ મોટી જીત માટે ભારતના વડા પ્રધાન મોદીએ BNPના નેતા તારિક રહેમાન ને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે ભારત લોકશાહી, પ્રગતિશીલ અને સમાવી લેતા બંગલાદેશ માટે પોતાનું સમર્થન ચાલુ રાખશે.

પીએમ મોદીનું નિવેદન — સમર્થન ચાલુ રહેશે

પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું હતું કે બાંગ્લાદેશની સંસદીય ચૂંટણીમાં BNPને નિર્ણાયક જીત મળવા બદલ હું તારિક રહેમાનને હાર્દિક અભિનંદન પાઠવું છું. આ જીત બાંગ્લાદેશની જનતાનો તમારા નેતૃત્વ પરનો વિશ્વાસ દર્શાવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત લોકશાહી, પ્રગતિશીલ અને સમાવી લેતા બાંગ્લાદેશ માટે પોતાનું સમર્થન ચાલુ રાખશે. આપણા બહુમુખી સંબંધોને વધુ મજબૂત બનાવવા અને સંયુક્ત વિકાસ લક્ષ્યોને આગળ વધારવા માટે હું આપ સાથે કામ કરવા આતુર છું.

તારિક રહમાનના વડા પ્રધાન બનવાની સંભાવના મજબૂત

ચૂંટણીમાં મોટી જીત મળતા BNP અધ્યક્ષ તારિક રહેમાનના વડા પ્રધાન બનવાની સંભાવના હવે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. તેમના સલાહકાર સૈયદ મોઅઝ્ઝમ હુસેન અલાલાએ પાર્ટીની ભવ્ય જીત અને શપથવિધિની સંભાવિત તારીખની જાહેરાત પણ કરી છે.

તેમણે જણાવ્યું કે BNPને પૂર્ણ બહુમતી મળી છે. જમાત-એ-ઇસ્લામી પાર્ટીને પણ સારી સંખ્યામાં બેઠકો મળી છે. શપથવિધિ સમારોહ સંભવતઃ 14 ફેબ્રુઆરીએ યોજાશે.

ઈમોશનલ લીટરસી : ભાવનાત્મક દુનિયાનું અનોખું રહસ્ય

શાળામાં હંમેશા 90% લાવતું બાળકને તમે કોઈપણ પ્રશ્ન પૂછો કે “આ રાજ્યનું કેપિટલ શું છે?” તો તે તરત જ જવાબ આપશે. પરંતુ જો તમે તેને પૂછશો કે અત્યારે “તમે શું અનુભવી રહ્યા છો?” તો તેની લાગણીઓ માટે તેની પાસે એક પણ શબ્દ નહીં મળે. કારણ કે આપણે હંમેશા ઇન્ટેલીજન્સને ઇમોશન કરતાં વધુ મહત્વ આપ્યું છે. બાળક મેથ્સ, સાયન્સ, જનરલ નોલેજ, કરાટે, ડ્રોઇંગ બધું જ સમજી જાય, શીખી જાય, પણ પોતાના મનની લાગણીઓ સમજી શકતો નથી. કારણ કે આપણે કોઈ દિવસ ઇમોશનલ લિટરસી વિશે ચર્ચા કરી નથી. બાળક રડવા લાગે એટલે એક જ લક્ષ હોય કે તેને કેવી રીતે ચૂપ કરાવવો—ચોકલેટ આપી કે રમકડું આપી ખુશ કરતા માબાપ કદી લાગણીઓનું અર્થઘટન કરતા નથી, કારણ કે તેઓ પોતે જ આ વાતથી અજાણ છે.

ઇમોશનલ લિટરસી એટલે કે ભાવનાત્મક સાક્ષરતા. એ કોઈ સંવેદનશીલતા નહીં, પણ એક પ્રકારની જાગૃતતા છે કે તમે તમારી લાગણીઓને કેવી રીતે હેન્ડલ કરો છો. ગુસ્સો, ડર, ભય, નિરાશા દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પણ તેને સમજવું દરેક માટે સહેલું નથી. એમના માટે બાળપણથી જ આપણે એવા કોઈ પાઠ ભણ્યા નથી. ઇમોશનલ લિટરસી એટલે પોતાની તેમજ બીજાની લાગણીઓને ઓળખવાની, સમજવાની અને વ્યક્ત કરવાની ક્ષમતા.

ધારો કે કોઈ એક બાળક રડતું હોય. ત્યારે માં પૂછે કે,
“તને ગુસ્સો આવ્યો છે કે તું દુઃખી છે?”
અને તે બાળક ધીમે ધીમે પોતાની લાગણી ઓળખવાનું શીખે છે. અહીં તે પોતાની લાગણીઓના આવેગનું કારણ જાણી શકે છે અને તેને સમજવાની કોશિશ કરે છે. રડવું હંમેશા ખરાબ નથી હોતું. બાળક સમજશે કે રડવું કોઈ નબળાઈ નથી. આમ તેમાં કોઈ અપરાધભાવ કે ખોટા વિચારો નહીં આવે. માનસિક મજબૂતાઈ માટે આ ખૂબ જરૂરી છે.

મનોવિજ્ઞાનમાં ઇમોશનલ લિટરસી મહત્વ

ઇમોશનલ લિટરસી મેન્ટલ હેલ્થ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તમને વાત વાતમાં રિસાઈ જવાની ટેવ હોય તો આ શીખવું ખૂબ જરૂરી છે. આથી સ્ટ્રેસ, ડિપ્રેશન જેવા રોગોથી બચી શકાય છે. બીજાઓની લાગણીઓ સમજવામાં એ ખૂબ ઉપયોગી છે. બિઝનેસમાં, સમાજમાં મહત્વના સંબંધો જાળવવામાં પણ તે જરૂરી છે. આ ઉપરાંત, બાળકોના વિકાસમાં એ મહત્વનો ભાગ ભજવે છે. મોટાં થઈને તે આત્મવિશ્વાસુ અને સફળ બને છે અને ભવિષ્યમાં એકલતાનો શિકાર બનતા નથી.

શાળાઓમાં પણ ભાવનાઓ અંગે ચર્ચા થવી જોઈએ. એક શિક્ષક જો વિદ્યાર્થીના ગુસ્સા પાછળનો ડર સમજી શકે, તો તે સજા કરતા પહેલા વાતચીત પસંદ કરશે. અને અહીંથી જ બદલાવ શરૂ થશે. કારણ કે આપણે બાળકને માત્ર સફળ નહીં, પરંતુ સંવેદનશીલ અને સમજદાર પણ બનાવા માંગીએ છીએ. એટલે, બાળકોને શીખવવું જોઈએ કે રડવું નબળાઈ નથી અને ગુસ્સો ખરાબ નથી, પણ તેને કેવી રીતે વ્યક્ત કરવો તે મહત્વનું છે.

ભાવનાત્મક સાક્ષરતા જીવનની સાચી શિક્ષા છે. કારણ કે જે વ્યક્તિ પોતાની લાગણીઓને સમજી શકે છે, અંદરના વિશ્વનું અર્થઘટન કરી શકે છે, તેના માટે બહારની દુનિયા જીતવી સહેલી બની જાય છે. તે ખોટા વિચારોમાં કે સંબંધોમાં ગૂંચવાતા નથી.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬

Chitralekha Gujarati – 23 February, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

T20 World Cup: ભારતે નામિબિયાને 93 રનથી હરાવ્યું

T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાનો વિજય ક્રમ ચાલુ. દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં, ભારતીય ટીમે નામિબિયાને 93 રનથી હરાવ્યું. ટીમ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત 210 રનના લક્ષ્યનો પીછો કરતા, નામિબિયાની આખી ટીમ માત્ર 132 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. વરુણ ચક્રવર્તી નામિબિયાના બેટ્સમેન માટે કોયડો સાબિત થયો, તેણે માત્ર 7 રનમાં 3 વિકેટ લીધી. અક્ષર પટેલે પણ મુખ્ય ભૂમિકા ભજવી. અગાઉ, ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ વિસ્ફોટક ઇનિંગ્સ રમી અને અડધી સદી ફટકારી.

ભારત દ્વારા નિર્ધારિત 210 રનના પીછો કરવામાં નામિબિયાએ સારી શરૂઆત કરી. જાન ફ્રાયલિંક અને લોરેન સ્ટીનકેમ્પે પ્રથમ વિકેટ માટે 33 રન ઉમેર્યા. ફ્રાયલિંક ૧૫ બોલમાં ૨૨ રન બનાવીને અર્શદીપ સિંહનો શિકાર બન્યો. નિકોલ લોફ્ટી-ઇટન ૧૩ રન બનાવીને આઉટ થયો.

સ્ટીનકેમ્પ ૨૦ બોલમાં ૨૯ રન બનાવીને વરુણ ચક્રવર્તીના બોલ પર ક્લીન બોલ્ડ થયો. ગેરહાર્ડ ઇરાસ્મસ ૧૮ રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ નામિબિયાએ નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી દીધી, ફક્ત ૧૧૬ રન બનાવીને ટીમ ઇન્ડિયાનો પરાજય થયો. વરુણ ચક્રવર્તીએ ટીમ ઇન્ડિયા માટે ત્રણ મહત્વપૂર્ણ વિકેટ લીધી, જેમાં તેણે માત્ર સાત રન આપી દીધા. અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ લીધી.

ઇશાન અને હાર્દિકે ધમાકેદાર પ્રદર્શન કર્યું

પહેલાં, ટોસ હારીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી, ટીમ ઇન્ડિયાની શરૂઆત નબળી રહી. સંજુ સેમસનએ ધમાકેદાર પ્રદર્શન કર્યું, પરંતુ તે આઠ બોલમાં ૨૨ રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ ઇશાન કિશન અને તિલક વર્માએ બીજી વિકેટ માટે ૭૪ રનની ભાગીદારી કરી. તિલક ૨૫ રન બનાવીને આઉટ થયો. જોકે, ઇશાને એક છેડેથી પોતાની વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી, માત્ર ૨૦ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. ઇશાને ૨૪ બોલમાં ૬૧ રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં છ ચોગ્ગા અને પાંચ જબરદસ્ત છગ્ગા ફટકાર્યા.

અંતિમ ઓવરોમાં, હાર્દિક પંડ્યાએ ૨૮ બોલમાં ૫૨ રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. શિવમ દુબેએ ૧૬ બોલમાં ૨૩ રન બનાવ્યા, જ્યારે તિલક વર્માએ ૨૫ રનનું યોગદાન આપ્યું. સંજુ સેમસને આઠ બોલમાં ૨૨ રનની ઝડપી ઇનિંગ રમી, જેનાથી ભારત નવ વિકેટે ૨૦૯ રન સુધી પહોંચ્યું. આ ભારતનો સતત બીજો વિજય છે, જ્યારે નામિબિયાને બીજી મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે.

બાંગ્લાદેશ ચૂંટણી 2026: 17 વર્ષના દેશનિકાલ પછી તારિકનું તોફાન

શેખ હસીના વિરુદ્ધ 2024માં થયેલા બળવા બાદ, બાંગ્લાદેશમાં ગુરુવારે સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું. મત ગણતરી બાદ, મત ગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણો અને પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે દેશની કમાન કોણ સંભાળશે. ઝિયા ખાલિદાના પુત્ર તારિક રહેમાનના નેતૃત્વ હેઠળના બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) એ કમાન્ડિંગ લીડ મેળવી છે. તેનો મુખ્ય હરીફ, જમાત-એ-ઇસ્લામી, ઘણો પાછળ રહેલો દેખાય છે. વર્તમાન આંકડાઓ અનુસાર, BNP એ 299 માંથી 120 બેઠકો જીતી છે, જ્યારે જમાત-એ-ઇસ્લામી પાસે ફક્ત 38 બેઠકો છે. બાંગ્લાદેશમાં સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી 151 છે.

તારિક રહેમાન બંને બેઠકો જીત્યા

BNPના અધ્યક્ષ તારિક રહેમાને ઢાકા-17 અને બોગરા-6 બે બેઠકો પર ચૂંટણી લડી અને બંને બેઠકો જીતી લીધી. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, પાર્ટીના સૂત્રોએ તેમની જીતની પુષ્ટિ કરી. તારિક રહેમાન તાજેતરમાં 17 વર્ષના દેશનિકાલ પછી લંડનથી ઢાકા પરત ફર્યા. આ જીત તેમના અને તેમના પક્ષ માટે જીવનરેખા છે.

બીએનપીનું તોફાન, જમાતનો પરાજય

શરૂઆતમાં કઠિન લડાઈનો દાવો કરનારી જમાત બીએનપીના તોફાન સામે ડગમગી રહી હોય તેવું લાગે છે. અહેવાલો અનુસાર, બીએનપી અત્યાર સુધીમાં 129 બેઠકો જીતી ચૂકી છે, અને જમાત ગઠબંધન 38 બેઠકો જીતી ચૂક્યું છે.

બીએનપીમાં ઉજવણી

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 299 બેઠકો માટે સત્તાવાર અને અંતિમ પરિણામો શુક્રવાર સવાર સુધીમાં જાણી શકાશે. અહેવાલો અનુસાર, ઢાકાના રસ્તાઓ હાલમાં બાંગ્લા જીવો, બીએનપી જીવોના નારાઓથી ગુંજી રહ્યા છે. બીએનપીના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે.

પરિણામ ગમે તે હોય, અમે તેમને સ્વીકારીશું – જમાત ચીફ

આ દરમિયાન, જમાત-એ-ઇસ્લામીના વડા શફીકુર રહેમાને જણાવ્યું છે કે તેમની પાર્ટી ચૂંટણી પરિણામો સ્વીકારશે, પછી ભલે અન્ય પક્ષો સ્વીકારે કે ન સ્વીકારે. તેમણે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશભરમાંથી પ્રારંભિક પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ રાત્રે 11 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.

300 બેઠકોમાંથી 299 બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવ્યું છે. એક ઉમેદવારના મૃત્યુને કારણે એક મતવિસ્તારમાં ચૂંટણી રદ કરવી પડી હતી. મતદાન માટે 42,779 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. બપોરે 2 વાગ્યા સુધીમાં, આશરે 48 ટકા મતદાન નોંધાયું હતું. દેશભરમાં આશરે 12.7 કરોડ મતદારો છે.

પંચાંગ 13/02/2026

114 નવા રાફેલનો સોદો મંજૂર, DAC એ આપી મંજૂરી

ભારતીય સેના માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. ભારતે 114 નવા રાફેલ ખરીદવાને મંજૂરી આપી છે. આનાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં નોંધપાત્ર વધારો થશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે News24 ના અહેવાલને સમર્થન આપ્યું છે.

ગુરુવારે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંરક્ષણ સંપાદન પરિષદ (DAC) ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ઐતિહાસિક ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી. કાઉન્સિલે ભારતીય વાયુસેના માટે 114 રાફેલ ફાઇટર જેટ અને નૌકાદળ માટે છ P-8I પોસાઇડન વિમાન ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. P-8I પોસાઇડન એક દરિયાઈ દેખરેખ વિમાન છે. આ સોદો ભારતના અત્યાર સુધીના સૌથી મોટા સંરક્ષણ ખરીદી પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવે છે, જેની અંદાજિત કિંમત આશરે ₹3.25 લાખ કરોડ છે.

એ નોંધનીય છે કે ભારત પહેલાથી જ રાફેલ જેટ ખરીદી ચૂક્યું છે. એપ્રિલ 2025 માં, ફ્રાન્સ સાથે ₹63,000 કરોડના મૂલ્યના 26 રાફેલ મરીન જેટ માટે એક સોદો કરવામાં આવ્યો હતો. રાફેલ જેટ વિમાનવાહક જહાજોથી ઉડાન ભરવા માટે સક્ષમ છે. તેમને ખાસ કરીને નૌકાદળના મિશન માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેના આ સોદામાં તાલીમ, શસ્ત્રો, સિમ્યુલેટર અને લાંબા ગાળાના સમર્થનનો સમાવેશ થાય છે.