નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 33 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,99,621 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,32,037 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,293 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 37 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 312 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 19,202 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.56 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,73,608 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 129 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મુંબઈઃ દેશનું સૌથી વધારે વ્યસ્ત રહેતું એરપોર્ટ છે મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ. આ એરપોર્ટ આજે સમારકામને કારણે બંધ રહેવાનું છે. ચોમાસાની મોસમ પૂરી થયા બાદ આ એરપોર્ટના બંને રનવેનું સમારકામ કરવામાં આવે છે. આજે આ કામ હાથ ધરાવાનું હોવાથી છ કલાક માટે એરપોર્ટ બંધ રખાશે. આ દરમિયાન એકેય ફ્લાઈટ અહીંથી રવાના થશે નહીં કે લેન્ડ કરાશે નહીં. એરપોર્ટના સત્તાવાર X પેજ CSMIA પર જાણકારી આપવામાં આવી છે કે આજે સમારકામ સવારે 11 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી હાથ ધરાશે અને આ છ કલાક દરમિયાન એરપોર્ટ પરની વિમાનસેવા સ્થગિત રહેશે.
એરપોર્ટ તરફથી આ સમારકામ વિશેની જાણકારી મહિનાઓ પૂર્વે જ તમામ એરલાઈન્સને આપી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ચોમાસાની ઋતુમાં વરસાદ ખૂબ પડતો હોય છે. એને કારણે એરપોર્ટના બંને રનવેને નુકસાન પહોંચતું હોય છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉચ્ચતમ સ્ટાન્ડર્ડ જાળવવા માટે રનવેનું ચોમાસા બાદ મરમ્મત કરવાનું એરપોર્ટ માટે આવશ્યક છે.
નવી દિલ્હીઃ ગઈ 24 ઓગસ્ટે 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનાં વિજેતાઓનાં નામોની જાહેરાત કરાયા બાદ આજે વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ સમારંભ આજે બપોરે 1.30 વાગ્યાથી અહીં વિજ્ઞાન ભવન ખાતે યોજવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એવોર્ડ આપશે. આ સમારંભમાં હાજર રહેવા માટે વિજેતાઓ તથા બીજી ઘણી ફિલ્મી હસ્તીઓ દિલ્હી આવી પહોંચી છે.
આ વર્ષે શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીત્યો છે, ‘રોકેટ્રીઃ ધ નંબી ઈફેક્ટ’ ફિલ્મે, જેને તામિલ, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. સંપૂર્ણ મનોરંજન પ્રદાન કરનાર શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ તેલુગુ ફિલ્મ ‘RRR’ ને આપવામાં આવ્યો છે.
શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ નીખિલ મહાજનને મરાઠી ફિલ્મ ‘ગોદાવરી’ માટે આપવામાં આવ્યો છે.
શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અલ્લૂ અર્જુનને આપવામાં આવ્યો છે તેલુગુ ફિલ્મ ‘પુષ્પા’માં કરેલા અભિનય બદલ.
બોલીવુડમાંથી, આલિયા ભટ્ટને ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં અને કૃતિ સેનનને ‘મિમી’ ફિલ્મમાં કરેલા અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને રાષ્ટ્રીય એકતા વિષય પર આધારિત શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટેના નરગિસ દત્ત એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ભાવિન રબારીએ શ્રેષ્ઠ બાળકલાકાર એવોર્ડ વિજેતા તરીકે ઘોષિત કરાયો છે.
ગીતકાર સમીરને ઘણી વખત સંગીતકાર નદીમ- શ્રવણનો સાથ મળ્યો હતો. સમીરના ગીતો માટે નદીમ- શ્રવણે સંગીત તો તૈયાર કર્યું જ હતું પણ એને ફિલ્મમાં રાખવા માટે ઘણી વખત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જો આમ ના બન્યું હોત તો સમીરના અનેક જાણીતા ગીતો ફિલ્મમાં આવી શક્યા ના હોત. સમીરે એક મુલાકાતમાં આવા અનેક કિસ્સા સંભળાવ્યા છે. આમિર ખાનની ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ (૧૯૯૬) માટે સમીરે ‘પરદેસી પરદેસી જાના નહીં મુઝે છોડકે…’ લખીને સાંભળાવ્યું ત્યારે નિર્માતાને ‘પરદેસી’ શબ્દમાં ‘પઅઅર દેસી’ ઉચ્ચાર બરાબર લાગ્યો નહીં અને ‘પરદેસી’ શબ્દ જ કાઢી નાખવા કહ્યું.
ગાયનમાં ‘પરદેસી’ શબ્દનો થ્રો ‘પઅઅર દેસી’ એમને ખોટો લાગતો હોવાથી એના સ્થાને બીજો શબ્દ વાપરવા સૂચન કર્યું. સંગીતકાર નદીમ- શ્રવણનો આગ્રહ હતો કે આ ગીતમાં ‘પરદેસી’ શબ્દ જ હોવો જ જોઈએ. એ માટે પહેલાં આ ગીત ઉદીત નારાયણ પાસે ગવડાવવામાં આવ્યું. ત્યારે ‘પરદેસી’ શબ્દનો થ્રો એમને ગમ્યો નહીં. એટલે ગાયક બદલ્યા અને કુમાર સાનૂને બોલાવવામાં આવ્યા. એમની પાસે ગીત ગવડાવી ‘પરદેસી’ શબ્દનો ઉચ્ચાર કરાવવામાં આવ્યો ત્યારે પણ ‘પઅઅર દેસી’ ઉચ્ચાર જ આવતો હતો. કેમકે ગીતનું મીટર જ એવું હતું. નિર્માતા ‘પરદેસી’ શબ્દ રાખવા રાજી ન હતા ત્યારે નદીમ- શ્રવણ એવા અડી ગયા અને શરત કરી કે જો આ ગીત ચાલશે નહીં તો એના રેકોર્ડિંગના ખર્ચના પૈસા એ ચૂકવી દેશે. પણ જો ગીતને પસંદ કરવામાં આવશે તો નિર્માતાએ ગીતના ખર્ચની બમણી રકમ એમને આપવી પડશે. અને નદીમ- શ્રવણે ‘પરદેસી પરદેસી જાના નહીં’ ગીતની બમણી રકમ લીધી હતી. કેમકે એ ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત બન્યું હતું.
કેસેટમાં ‘પરદેસી’ ગીતને કુમાર સાનૂ અને ઉદીત નારાયણ એમ બંનેના અવાજમાં અલગ રાખવામાં પણ આવ્યા હતા. માધુરી દીક્ષિતની ફિલ્મ ‘રાજા’ (૧૯૯૫) વખતે પણ આવું જ કંઈક બન્યું હતું. એના ‘અંખિયાં મિલાઉં કભી અંખિયાં ચૂરાઉં ક્યા તુને કિયા જાદૂ’ વખતે ભૂલ કાઢવામાં હતી. નિર્માતાનું કહેવું હતું કે એમાં છેલ્લે ‘બીના પાયલ કે હી બજે ઘૂંઘરુ’ માં વ્યાકરણની ભૂલ છે. પાયલ વગર ઘૂંઘરુ વાગી ના શકે. ત્યારે સમીરે પોતાના પિતાના ‘બંધન’ (૧૯૬૯) ના એક ગીત ‘બીના બદરા કે બિજૂરિયા કૈસે ચમકે’ નું ઉદાહરણ આપીને કહ્યું હતું કે જો વાદળો વગર વીજળી ચમકી શકે તો પાયલ વગર ઘૂંઘરું કેમ ના વાગી શકે?! અને ગીત સાંભળીને કોરિયોગ્રાફર સરોજ ખાને પણ પહેલાં કહ્યું હતું કે એનું શૂટિંગ કરાવી શકશે નહીં. કેમકે એમાં એકસરખી બીટ આવે છે.
એક જ પ્રકારની બીટ અને એકસરખા ડાન્સ પર આખા ગીતમાં હીરોઈન નાચતી રહે તે યોગ્ય નથી. ત્યારે નદીમે સરોજ ખાનને કહી દીધું હતું કે તમારું કામ ગીત પર નૃત્ય કરાવવાનું છે. ગીત કેવું બનાવવું એ અમારું કામ છે. અમને અમારું કામ કરવા દો. જ્યારે ગીત ચાલશે નહીં ત્યારે અમે તમારી સાથે આ બાબતે વાત કરીશું. અને ‘અંખિયાં મિલાઉં કભી અંખિયાં ચૂરાઉં’ ગીત પણ જબરદસ્ત લોકપ્રિય રહ્યું હતું.
આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે, વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.
આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.
આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે, મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું
આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.
આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.
આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
કોઈ પણ પ્રકારની ખોટી અપેક્ષા ઊભી કરીને એના બદલામાં સામા વ્યક્તિ પાસેથી માલ અથવા પૈસા લીધા બાદ એ ઓળવી જવું એટલે કે હજમ કરી જવું એવી વૃત્તિથી દોરાનાર વ્યક્તિએ કોઈને ગોળના પાણીએ નવરાવ્યો એમ કહેવાય.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ 43.3 ઓવરમાં 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે ઓપનર કુસલ પરેરાએ 12 ચોગ્ગાની મદદથી 78 (82 બોલ) અને પથુમ નિસાન્કાએ 8 ચોગ્ગાની મદદથી 61 (67 બોલ) રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના સ્પિનર એડમ ઝમ્પાએ 4 વિકેટ પોતાના નામે કરી હતી. લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 35.2 ઓવરમાં 5 વિકેટે જીત મેળવી લીધી હતી.
Adam Zampa’s leg-spin magic helped him to four wickets in Lucknow 🪄
રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત મળી શકી ન હતી. ટીમે ચોથી ઓવરમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને પહેલો ફટકો ચોથી ઓવરના પહેલા બોલ પર ડેવિડ વોર્નર (11)ના રૂપમાં લાગ્યો હતો. ત્યારબાદ ઓવરના છેલ્લા બોલ પર સ્ટીવ સ્મિથ ખાતું ખોલાવ્યા વગર જ ચાલ્યો ગયો. દિલશાન મદુશંકાએ બંને બેટ્સમેનોને LBW દ્વારા પોતાનો શિકાર બનાવ્યા હતા.
Five-time Men’s @cricketworldcup champions Australia opened their account in #CWC23 with a solid victory over Sri Lanka 💪
આ દરમિયાન ઓપનર મિચેલ માર્શે ઇનિંગને સંભાળી હતી. જોકે, 15મી ઓવરમાં માર્શે પોતાની અડધી સદી પૂરી કરી અને રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. તેણે 51 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 52 રનની ઇનિંગ રમી હતી. માર્શે ચોથા નંબરે આવેલા માર્નસ લાબુશેન સાથે ત્રીજી વિકેટ માટે 56 (62 બોલ)ની ભાગીદારી પણ કરી હતી. માર્શની વિકેટ બાદ, જોસ ઈંગ્લિસ સાથે મળીને લાબુશેને ઇનિંગ્સને આગળ ધપાવી અને બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 77 રન (86 બોલ)ની ભાગીદારી થઈ. પરંતુ આ ભાગીદારી 29મી ઓવરમાં લાબુશેનની વિકેટ સાથે સમાપ્ત થઈ, જે 40 રન (60 બોલ) બનાવીને દિલશાન મદુશંકાની જાળમાં ફસાઈ ગયો.
આ પછી ઓસ્ટ્રેલિયાને પાંચમો ફટકો 34મી ઓવરના પ્રથમ બોલ પર જોસ ઈંગ્લિસના રૂપમાં લાગ્યો હતો, જે સારી ઈનિંગ્સ રમી રહ્યો હતો, જે 58 (59) રન બનાવીને સ્પિનર ડ્યુનિથ વેલાલાઘેની જાળમાં ફસાઈ ગયો હતો. જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા. આ પછી ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઇનિસે અણનમ રહીને ઓસ્ટ્રેલિયાને જીતની લાઇન પર લઈ લીધું. મેક્સવેલ 31* રન બનાવી અણનમ પાછો ફર્યો અને સ્ટોઈનિસ 20* રન બનાવીને અણનમ પાછો ફર્યો. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 9 ઓવરમાં 38 રન આપ્યા હતા. આ સિવાય દુનિથ વેલ્લાલેગાને 1 સફળતા મળી. અન્ય કોઈ બોલર વિકેટ લઈ શક્યા ન હતા.
અભિનેત્રી પરિણીતી ચોપરા આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે. પરિણીતી લગ્ન બાદ પહેલીવાર વેકેશન પર ગઈ છે અને ખાસ વાત એ છે કે તેનો પતિ રાઘવ ચઢ્ઢા તેની સાથે ગયો નથી. ઇન્સ્ટાગ્રામ પર તેના વેકેશનની વાર્તા પોસ્ટ કરતી વખતે, જ્યાં પહેલા પરિણીતીએ સ્પષ્ટ કર્યું હતું કે તે છોકરીઓની સફરનો આનંદ માણી રહી છે, હવે પોતાનો એક સુંદર ફોટો પોસ્ટ કરીને, અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે તે કોની સાથે વેકેશન કરી રહી છે.
પરિણીતી ચોપરાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. આ તસવીરમાં પરિણીતી બ્લેક સ્વિમ સૂટ પહેરીને પૂલમાં આરામ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન અભિનેત્રી તેની બંગડીઓ પણ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. પરિણીતીએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે – ‘હું હનીમૂન પર નથી, ફોટો મારી ભાભીએ ક્લિક કર્યો છે.’ તેના કેપ્શનથી સ્પષ્ટ છે કે અભિનેત્રી તેની ભાભી એટલે કે રાઘવ ચઢ્ઢાની બહેન સાથે માલદીવમાં રજાઓ માણી રહી છે. તમને જણાવી દઈએ કે રાઘવ ચઢ્ઢાની બહેન પણ તેમની જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.
તેનો લુક ફેશન વીકમાં હેડલાઇન્સ બન્યો હતો
હાલમાં જ પરિણીતી ચોપરા લેક્મે ફેશન વીકમાં રેમ્પ પર વોક કરતી જોવા મળી હતી. લગ્ન બાદ અભિનેત્રીએ પહેલીવાર રેમ્પ પર વોક કર્યું હતું. આ સમય દરમિયાન, તેના નવા દુલ્હન દેખાવે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. પરિણીતીએ હાથમાં સિંદૂર અને હાથમાં આછા ગુલાબી બંગડીઓ સાથે સફેદ ચમકદાર સાડી પહેરેલી જોવા મળી હતી. તેણે લેયર્ડ નેકલેસ અને રિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો.
આ ફિલ્મમાં અભિનેત્રી જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પરિણીતી ચોપરા હાલમાં જ રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’માં જોવા મળી છે. આ પછી તે તેની આગામી ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2024માં રિલીઝ થશે.