Home Blog Page 2407

Apple પછી હવે Google પણ ભારતમાં ફોન બનાવશે

શું દુનિયા માનતી હતી કે એપલ ભારતમાં નિકાસ મોરચે આટલો મોટો હિસ્સો હાંસલ કરશે ? કદાચ ના. વિશ્વની તમામ કંપનીઓએ આ વસ્તુ જોઈ અને અનુભવી. હવે વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલે પણ ભારતમાં પોતાના ફોન બનાવવાની જાહેરાત કરી છે. જેના વિશે ખુદ ગૂગલના સીઈઓ સુદર પિચાઈએ માહિતી આપી છે. તેણે એ પણ જણાવ્યું કે ગૂગલનો પહેલો મેક ઇન ઇન્ડિયા ફોન ક્યારે લોન્ચ થશે. એપલ બાદ ગૂગલના આ પ્લાનિંગથી ભારત દુનિયાના તમામ દેશોને પાછળ છોડી દેવાની તૈયારી કરી રહ્યું છે. આનું કારણ એ છે કે જ્યારે ગૂગલ ભારતમાં આવશે ત્યારે સ્માર્ટફોન માર્કેટમાં શેર માટેની સ્પર્ધા ત્રિકોણીય બની જશે. જેમાં એપલ અને સેમસંગ પછી ગૂગલનું નામ હશે. ભારતમાં ઉત્પાદન એકમો ખોલવામાં આવશે તો રોજગારીની તકો ઉભી થશે અને ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. ચાલો સૌપ્રથમ સુંદર પિચાઈની પોસ્ટ જોઈએ, જેમાં તેમણે મેક ઈન ઈન્ડિયા ગૂગલ ફોન વિશે માહિતી આપી છે.

ઉપકરણ વર્ષ 2024માં લોન્ચ કરવામાં આવશે

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરતા મોટી જાહેરાત કરી છે. તેણે લખ્યું કે અમે ભારતમાં Pixel સ્માર્ટફોનનું સ્થાનિક સ્તરનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેણે પોતાના પ્લાનિંગ વિશે વધુમાં કહ્યું કે પહેલું ઉપકરણ વર્ષ 2024માં લોન્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતની ડિજિટલ વૃદ્ધિ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. અમે વૃદ્ધિમાં ભાગીદાર બનવા પણ ઈચ્છીએ છીએ. આ માટે તેમણે ભારતના વડાપ્રધાન અને અશ્વિની વૈષ્ણવનો પણ આભાર માન્યો હતો.

શું હશે કિંમત?

સૌથી મોટો સવાલ એ છે કે Google Pixelની કિંમત શું હશે? ગૂગલ અને સીઈઓ સુંદર પિચાઈ દ્વારા આ માહિતી આપવામાં આવી નથી. Apple ભારતમાં પણ ફોન એસેમ્બલ કરી રહી છે. પરંતુ ભાવમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. તેનું મહત્વનું કારણ એ છે કે એપલ હજુ પણ ફોનના પાર્ટ્સ આયાત કરે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું Google Pixel માત્ર અહીં જ એસેમ્બલ થશે કે પછી તેને સંપૂર્ણ રીતે અહીં બનાવવામાં આવશે. ભારતમાં Google Pixelની કિંમતો આ જ આધારે નક્કી કરવામાં આવશે.

પાર્કિંગ ફીની 20,000 કરોડની વાર્ષિક આવકઃ નફામાં લંડન કાઉન્સિલ મોખરે

લંડનઃ સામાન્ય રીતે પાર્કિંગ ફીની વાર્ષિક આવક કેટલી અંદાજી શકાય. UKમાં એક વર્ષની વાહન પાર્કિંગ થકીની કમાણી રૂ. 20,000 કરોડ થાય છે. આ રકમ ખરેખર તો પૂરા ઉદ્યોગની કમાણીના બરાબર છે. યુકેમાં લંડન કાઉન્સિલ્સ નફાની દ્રષ્ટિ સૌથી વધુ વાર્ષિક કમાણી કરે છે.

ઇંગ્લેન્ડમાં સ્થાનિક અધિકારીઓએ વર્ષ 2022-23માં પાર્કિંગ ફી, પરમિટ, દંડ અને કાર પાર્કના ભાડા સ્વરૂપે 1.95 અબજ પાઉન્ડ (આશરે રૂ. 20,000 કરોડ)ની ચુકવણી કરી છે. ડ્રાઇવરોએ કાઉન્સિલ પર વધુ ફી વસૂલવાનો આરોપ લગાવ્યો છે, એમ ધ મેટ્રો ન્યૂઝનો અહેવાલ કહે છે.

કલાકદીઠ છ પાઉન્ડ (રૂ. 605) લેખે પાર્કિંગનો ચાર્જ વસૂલવામાં આવ્યો છે, જે કોરોના રોગચાળા પૂર્વેના મહત્તમ સ્તરે પહોંચી ગયો છે, આમાં ક્લીન એરઝોન્સ સહિત અન્ય ચાર્જ ઉમેરવામાં નથી આવ્યા.

લંડનમાં સૌથી મોંઘું પાર્કિગ સ્થળ હેમરસ્મિથ, ફુલહેમ, કેન્સિગ્સટન અને ચેલ્સી છે, જયાં કાઉન્સિલે કલાકદીઠ છ પાઉન્ડનો ચાર્જ વસૂલીને 41 મિલિયન પાઉન્ડનો નફો રળ્યો હતો. UKના રહેવાસીઓ આટલો અધધધ પાર્કિંગ ચાર્જ હોવાથી જાહેર ટ્રાન્સપોર્ટેશનનો વિકલ્પ પસંદ કરવા મજબૂર થવું પડ્યું છે.

અર્લ્સ કોર્ટમાં રહેતા ચાર્લી નીલે જણાવ્યું હતું કે પાર્કિંગનો વધુપડતો ચાર્જ હોવાથી તેમને જાહેર સાધનો (પબ્લિક ટ્રાન્સપોર્ટ)નો ઉપયોગ કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે જ્યારે હું કાર પાર્ક કરું છું, ત્યારે એ પાર્કિંગનું ભાડું 100 ટકા વધી જાય છે.

 

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૯ ઓક્ટોબર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૯ ઓક્ટોબર, ૨૦૨૩

IND vs BAN : બાંગ્લાદેશે ભારતને જીત માટે 257 રનનો ટાર્ગેટ આપ્યો

આજે ODI વર્લ્ડ કપ 2023ની 17મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને આઠ વિકેટે 256 રન બનાવ્યા. ભારતને જીતવા માટે 257 રનનો ટાર્ગેટ મળ્યો છે. બુમરાહની તોફાની બોલિંગે બાંગ્લાદેશને છેલ્લી ઓવરોમાં મોટા શોટ મારવાની તક આપી ન હતી. બુમરાહે 10 ઓવરમાં 41 રન આપીને બે વિકેટ લીધી હતી. સિરાજ અને જાડેજાને પણ બે-બે વિકેટ મળી હતી. બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી હસન અને લિટને અર્ધસદી ફટકારી હતી.

પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે આઠ વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને ODI વર્લ્ડ કપ 2023માં સતત ચોથી જીત હાંસલ કરવા માટે 257 રનનો લક્ષ્યાંક છે. બાંગ્લાદેશ તરફથી લિટન દાસે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. જ્યારે તંજીદ હસને 51 રનની ઇનિંગ રમી હતી. અંતે, મહમુદુલ્લાહે 46 રનની ઇનિંગ રમી અને ટીમના સ્કોરને 250 રનની નજીક પહોંચાડ્યો. મુશ્ફિકુર રહીમે 38 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે અને તેણે અત્યાર સુધીની ત્રણેય મેચ જીતી છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ ત્રણમાંથી એક જીતી છે અને બેમાં હાર છે.

IND vs BAN: બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિક પંડ્યા થયો ઘાયલ

વર્લ્ડ કપની 17મી મેચમાં ભારત અને બાંગ્લાદેશની ટીમો આમને-સામને છે. બંને ટીમો વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસેન શાંતોએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરવા ઉતરી હતી. ટીમ ઈન્ડિયાને નવમી ઓવરમાં મોટો ફટકો પડ્યો હતો. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. અત્યારે મેડિકલ ટીમ તેની ઈજા પર નજર રાખી રહી છે. ત્યારે જ ખબર પડશે કે તે કેટલી ગંભીર છે.

બાંગ્લાદેશની ઇનિંગ્સની નવમી ઓવરના ત્રીજા બોલ પર લિટન દાસે ફ્રન્ટ શોટ રમ્યો હતો. હાર્દિકે પોતાના પગથી શોટ રોકવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન તેના પગમાં તણાઈ આવી હતી. મેડિકલ ટીમે મેદાનમાં જ હાર્દિકની સારવાર કરી હતી. તે બોલિંગ કરવા પણ ઉભો થયો, પરંતુ રન કરી શક્યો નહીં. હાર્દિકને બહાર જવું પડ્યું. તેની જગ્યાએ વિરાટ કોહલીએ ઓવર પૂરી કરી. બીસીસીઆઈએ કહ્યું કે, હાર્દિકને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે.

કેપ્ટન રોહિત શર્માએ અનુભવી ખેલાડી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે વાત કરી હતી. બંનેએ જોખમ ન લેવાનું નક્કી કર્યું. કોહલી અને રોહિતે હાર્દિક સાથે વાત કરી અને તેને મેદાન છોડવા કહ્યું. હાર્દિકે બોલિંગની જીદ છોડી દીધી અને મેડિકલ ટીમ સાથે બહાર ગયો.

ગુજરાતમાં ફરી વાવાઝોડાનો ખતરો, 5 દિવસ બેવડી ઋતુની અસર રહેશે

ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલા જ ગરમી સહન કરવી પડશે. તેવું રાજ્યમાં હવામાન વિભાગનું અનુમાન છે. તેમજ રાજ્યમાં દિવસે ગરમીનો પારો 34 થી 36 ડિગ્રી રહેશે. તથા 21 ઓક્ટોબરે લો પ્રેશર સક્રિય થતા વાતાવરણમાં પલટો રહેશે. તેમજ ગઈકાલે અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાત્રે લઘુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. 5 દિવસ રાજ્યભરમાં બેવડી ઋતુની અસર રહેશે. જેમાં માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું છે. અરેબિયન સીમા થઈ રહેલ લો પ્રેશરને પગલે હવામાન વિભાગનુ સૂચન છે કે માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવો. ગુજરાતમાં ફરી વાવાઝોડાના વાદળો બંધાયા છે. ગુજરાત પર બિપોરજોય જેવી જ બીજી મોટી આફત આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા તેની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે.

દક્ષિણ પૂર્વ – દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર બન્યું

આ વાવાઝોડાને તેજ નામ આપવામા આવ્યું છે. ભારત દ્વારા જ આ વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, અગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે. દક્ષિણ પૂર્વ – દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર બન્યું છે. તેથી દક્ષિણ પૂર્વ – દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના છે. હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી કે, આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની શકયતા નહિવત છે. જોકે સાથે જ અરેબિયન સમુદ્રમાં એક લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. 21 તારીખે આ લો પ્રેસર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિણમશે. દક્ષિણ પૂર્વ દક્ષીણ મધ્યમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. આ ડિપ્રેશન બાદમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. તેના બાદ આ સિસ્ટમ વાવાઝોડામાં તબદીલ થશે. જોકે હાલ લો પ્રેસર સિસ્ટમ પર હવામાન વિભાગનું સતત મોનીટરીંગ ચાલી રહ્યું છે.

સાવચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના અપાઈ

સાવચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના અપાઈ છે. આ દિવસોમાં રાજ્યમાં તાપમાન 34 થી 36 ડિગ્રી આસપાસ રહેશે. હાલ અમદાવાદમાં 35 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયુ છે. તો હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વાવાઝોડાની સ્થિતિ વિશે જણાવ્યું કે, ગુજરાતમાં વાવાઝોડાની અસરને લઈને હાલ કહેવું વહેલું છે. પરંતુ લો પ્રેસર સિસ્ટમ પર અમારું સતત મોનીટરીંગ ચાલુ જ છે.

પુણેમાં ભારત-બાંગ્લાદેશ વર્લ્ડ કપ-2023 જંગ

પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમમાં 19 ઓક્ટોબર, ગુરુવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023માં રાઉન્ડ રોબિન મેચ રમાઈ. બાંગ્લાદેશના હંગામી કેપ્ટન નજમુલ શાન્તોએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશનો દાવ 50 ઓવરમાં 8 વિકેટે 256 રનમાં પૂરો થયો હતો. લિટન દાસે 66, તંઝીદ હસને 51, મુશફિકુર રહીમે 38, મેહમુદૂલ્લાહે 46 રન કર્યા હતા. જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી જ્યારે શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી. (તસવીરકારઃ દીપક ધુરી)

ભારતની આ ચોથી મેચ છે. કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી મેચમાં રમેલી ટીમને પુણે મેચ માટે યથાવત્ રાખવાનું પસંદ કર્યું.

ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પહેલી જ ઓવર ફેંકતી વખતે ઘૂંટણ મચકોડાઈ જતાં મેદાન છોડી ગયો હતો. તેના બાકી રહેલા 3 બોલ બાદમાં વિરાટ કોહલીએ ફેંક્યા હતા. તેને બોલિંગ કરતો જોવાનો અનુભવ સ્ટેડિયમ તેમજ ટીવી દર્શકો માટે અનેરો અનુભવ હતો. વીઆઈપી સ્ટેન્ડમાં બેસીને મેચ નિહાળતી સચીન તેંડુલકરની પુત્રી સારા

મોદી સરકારે દિવાળી પહેલા ખેડૂતોને મોટી રાહત આપી

મોદી સરકારે દિવાળી પહેલા ખેડૂતોને મોટી રાહત આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ માર્કેટિંગ સિઝન 2024-25 માટે તમામ ફરજિયાત રવી પાકો માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)માં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે.  સરકારે માર્કેટિંગ સીઝન 2024-25 માટે રવી પાકોની એમએસપીમાં વધારો કર્યો છે, જેથી ઉત્પાદકોને તેમના ઉત્પાદન માટે લાભદાયક કિંમતો સુનિશ્ચિત કરી શકાય. એમએસપીમાં સૌથી વધુ વધારાને મંજૂરી મસૂર માટે ક્વિન્ટલદીઠ રૂ. 425, ત્યારબાદ રેપસીડ અને રાઈમાં રૂ. 200 પ્રતિ ક્વિન્ટલ મંજૂર કરવામાં આવી છે. ઘઉં અને કુસુમ માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.150નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. જવ અને ચણા માટે ક્વિન્ટલદીઠ અનુક્રમે રૂ.115 અને ક્વિન્ટલદીઠ રૂ.105નો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.

માર્કેટિંગ સીઝન 2024-25 માટે તમામ રવી પાકો માટે લઘુતમ ટેકાના ભાવ

માર્કેટિંગ સીઝન 2024-25 માટે ફરજિયાત રવી પાકો માટે એમએસપીમાં વધારો એ કેન્દ્રીય બજેટ 2018-19ની જાહેરાતને અનુરૂપ છે, જેમાં એમએસપી નક્કી કરવાની જાહેરાત અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચનાં ઓછામાં ઓછા 1.5 ગણી વધારે છે. અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ પર અપેક્ષિત માર્જિન ઘઉં માટે 102 ટકા છે, ત્યારબાદ રેપસીડ અને સરસવ માટે 98 ટકા છે. મસૂરની દાળ માટે ૮૯ ટકા; ગ્રામ માટે ૬૦ ટકા; જવ માટે 60 ટકા; અને કુસુમ માટે 52 ટકા. રવી પાકની આ વધેલી એમએસપીથી ખેડૂતોને વળતરદાયી કિંમતો સુનિશ્ચિત થશે અને પાકના વૈવિધ્યીકરણને પ્રોત્સાહન મળશે.

ખાદ્ય સુરક્ષા વધારવા, ખેડૂતોની આવક વધારવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકાર તેલીબિયાં, કઠોળ અને શ્રી અન્ના/બાજરી તરફ પાકના વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપી રહી છે. ભાવ નીતિ ઉપરાંત સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અભિયાન (એનએફએસએમ), પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (પીએમકેએસવાય) અને નેશનલ મિશન ઓન તેલીબિયાં અને ઓઇલ પામ (એનએમઓઓપી) જેવી વિવિધ પહેલો હાથ ધરી છે, જેનો ઉદ્દેશ ખેડૂતોને તેલીબિયાં અને કઠોળની ખેતી માટે પ્રોત્સાહિત કરવા નાણાકીય સહાય, ગુણવત્તાયુક્ત બિયારણ પ્રદાન કરવાનો છે.

તદુપરાંત, કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) યોજનાનો લાભ દેશભરના દરેક ખેડૂત સુધી પહોંચાડવા માટે, સરકારે કિસાન રિન પોર્ટલ (કેઆરપી), કેસીસી ઘર ઘર અભિયાન અને હવામાન માહિતી નેટવર્ક ડેટા સિસ્ટમ્સ (વીઓએસ) શરૂ કરી છે, જેનો ઉદ્દેશ ખેડૂતોને તેમના પાક સંબંધિત સમયસર નિર્ણયો લેવામાં સક્ષમ બનાવવા માટે સમયસર અને સચોટ હવામાન માહિતી પ્રદાન કરવાનો છે. આ પહેલોનો ઉદ્દેશ કૃષિમાં ક્રાંતિ લાવવાનો, નાણાકીય સર્વસમાવેશકતામાં વધારો કરવાનો, ડેટાના ઉપયોગને શ્રેષ્ઠ બનાવવાનો અને સમગ્ર દેશમાં ખેડૂતોના જીવનમાં સુધારો લાવવાનો છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે 1 જુલાઈ, 2023થી કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોના મોંઘવારી રાહત (DR)માં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે 42 ટકાથી વધીને 46 ટકા થયો છે. આ ઉપરાંત રેલ્વે કર્મચારીઓને બોનસ આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠક બાદ વધુમાં જણાવ્યું હતું કે રેલવેના નોન-ગેઝેટેડ કર્મચારીઓને 78 દિવસના પગાર જેટલું બોનસ આપવામાં આવશે.

9 વર્ષ બાદ સલમાન ખાન અને અરિજીત સિંહ ફરી બન્યા મિત્ર

શું સલમાન ખાન અને અરિજીત સિંહ વચ્ચેનો ઝઘડો હવે ખતમ થઈ ગયો છે? આ પ્રશ્નો છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. અરિજિત સિંહ એ બોલિવૂડ સિંગર છે. જેણે આમિર ખાન, અક્ષય કુમાર અને રણવીર સિંહ જેવા ઘણા સ્ટાર્સ માટે પ્લેબેક ગીતો કરીને લોકોના દિલ પર રાજ કર્યું છે, પરંતુ તેણે માત્ર સલમાન ખાન માટે કોઈ ગીત ગાયું નથી. તેની પાછળનું કારણ બંને વચ્ચેનો વિવાદ હતો. પરંતુ હવે આ વિવાદ 9 વર્ષ પછી ખતમ થઈ ગયો છે. આ વાતની જાહેરાત ખુદ ‘ટાઈગરે’ કરી છે. અરિજીત સિંહ અને સલમાન ખાન વચ્ચે મિત્રતાના સમાચારની પુષ્ટિ થઈ છે. આ સસ્પેન્સનો અંત કરીને સલમાને પુષ્ટિ કરી છે કે બંને વચ્ચેની લડાઈ હવે પૂરી થઈ ગઈ છે. આ મિત્રતાની સાથે અરિજિતે પહેલીવાર સલમાન માટે ગીત પણ ગાયું છે, જેની પહેલી ઝલક ખુદ અભિનેતાએ શેર કરી છે.

 

સલમાન ખાને ખાસ રીતે મિત્રતાની જાહેરાત કરી હતી

જે પોસ્ટ સાથે સલમાન ખાને આ મિત્રતાની જાહેરાત કરી છે. તેમાં કેટરિના કૈફ, સલમાન ખાન સાથે રસપ્રદ રેડ ફેડર આઉટફિટમાં પોઝ આપતી જોવા મળે છે. ફિલ્મના પોસ્ટરની સાથે સલમાને ફની અંદાજમાં કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું- ‘પહેલા ગીતની પહેલી ઝલક, #LekePrabhuKaNaam! ઓ…હા…મારા માટે આ અરિજીત સિંહનું પહેલું ગીત છે.

 

આ ગીત ક્યારે રિલીઝ થશે?

આ સાથે અભિનેતાએ જણાવ્યું કે ફિલ્મનો આ ટ્રેક 23 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ટાઈગર 3 એ ‘ટાઈગર’ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે, જેમાં કેટરિના કૈફ સલમાન ખાન અને ઈમરાન હાશ્મીની સાથે ખતરનાક વિલનની ભૂમિકામાં છે. મનીષ શર્મા દ્વારા નિર્દેશિત ‘ટાઈગર 3’ 12 નવેમ્બરે રિલીઝ થશે.

 

બંને વચ્ચે 9 વર્ષ પહેલા ઝઘડો થયો હતો

તમને જણાવી દઈએ કે 9 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2014માં એક એવોર્ડ ફંક્શન દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી સલમાન પર ઘણી વખત આરોપ લાગ્યો કે તેણે અરિજીત પાસેથી ઘણા પ્રોજેક્ટ છીનવી લીધા. બંને પોતપોતાના ક્ષેત્રના રાજા છે. એક અભિનયનો બાદશાહ અને બીજો અવાજનો જાદુગર. એકની ફિલ્મ ફ્લોપ થાય તો પણ કરોડો કમાય છે અને બીજાની ફિલ્મ ફ્લોપ થાય તો તેના ગીતો જાતે જ હિટ થઈ જાય છે. એક બોલિવૂડના ‘ભાઈજાન’ અને બીજા સંગીત જગતના ‘દાદા’. સલમાન અને અરિજીતના ફેન્સ તેમની મિત્રતાથી ખૂબ જ ખુશ છે.

CM ગહેલોતે ટિકિટ વહેંચણી મુદ્દે વચ્ચે ઊભરો ઠાલવ્યો

જયપુરઃ કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે અત્યાર સુધી એક પણ ટિકિટ નથી આપી, તેમ છતાં ગહેલોત જૂથ અને સચિન પાઇલટ જૂથ વચ્ચે ચાલી રહેલી રસાકસીને કારણે ઉમેદવારોની યાદીમાં વિલંબ થઈ રહ્યો છે. મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને મુદ્દે કહ્યું છે કે સચિન પાઇલટની નજીકના બધી વ્યક્તિઓને ટિકિટ ક્લિયર થઈ રહી છે. અમારી તરફથી એક પણ સમર્થકે એ ટિકિટો પર વાંધો નથી ઉઠાવ્યો, એના પરથી અંદાજ લગાવી લો કે અમારી વચ્ચે કેટલો પ્રેમ છે? એમ તેમણે કહ્યું હતું.

તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે તેઓ મુખ્ય પ્રધાનપદ છોડવા ઇચ્છે છે, પણ આ પદ તેમને નથી છોડી રહ્યું અને કદાચ છોડશે પણ નહીં. પાર્ટીના સર્વોચ્ચ નેતા જે નિર્ણય લેશે એનો બધાને સ્વીકાર કરવો પડશે. સચિન પાઇલટની સાથેના મતભેદો પર તેમણે કહ્યું હતું કે ‘ભૂલો અને માફ કરો’ની નીતિના અમલની વાત કરી હતી.  

તેમણે ભાજપ પર હુમલો કરતાં આરોપ લગાવ્યો હતો કે ‘લાલ ડાયરી’નું ષડયંત્ર ભાજપના વડા મથકમાં રચવામાં આવ્યું હતું, પણ એ નિષ્ફળ થઈ ગયું. સરકાર પાડવા માટે ‘લાલ ડાયરી’થી જોડાયેલા કાવતરામાં અમિત શાહ, જેપી નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર શેખાવત અને જફર ઇસ્લામ સામેલ હતા. આ ભાજપ ચૂંટાયેલી સરકાર પાડી રહી છે અને એને સત્તાવામાં રહેવાનો કોઈ હક નથી, એમ તેમણે કહ્યું હતું.