નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 27 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,343 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.દેશમાં અત્યાર સુધી 5,33,294 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,852 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 26 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 230 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,75,364 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 139 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
દીપક તિજોરીએ શાહરૂખ ખાન સાથે તૈયાર થયેલી ફિલ્મ ‘બાઝીગર’(૧૯૯૩) છોડી દીધી હતી. અસલમાં દીપક જ્યારે ફિલ્મોમાં સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે એને ‘બાઝીગર’ ની નકારાત્મક ભૂમિકાવાળી વાર્તા ગમી હતી અને એની સાથે જ ફિલ્મ બનવાની હતી. નિર્માતા પહેલાજ નિહલાનીએ દીપક સાથે એક કમર્શિયલ ફિલ્મ બનાવવાની વાત કરી ત્યારે દીપકે હોલિવૂડની ફિલ્મ ‘અ કિસ બિફોર ડાઇંગ’ ની વાર્તા વિષે વાત કરી હતી. પહેલાજ એના પરથી ફિલ્મ બનાવવા તૈયાર થઈ ગયા હતા અને એના માટે નિર્દેશક અને હીરોઈન વિષે ચર્ચા કરી ત્યારે દીપકે એમાં હીરોઇનની ડબલ રોલની ભૂમિકા હતી એ માટે પૂજા ભટ્ટના નામની ભલામણ કરી હતી. પહેલાજે એની વાત માન્ય રાખી હતી.
દીપકે નિર્દેશક તરીકે અબ્બાસ-મસ્તાનનું નામ સૂચવ્યું હતું. એટલું જ નહીં એમની સાથે વાત કરી લીધી હતી. કેમકે એ ત્યારે એમની સાથે ફિલ્મ ‘ખિલાડી’ (૧૯૯૧) કરી રહ્યો હતો. દીપકે અબ્બાસ- મસ્તાનનો પહેલાજને ફોન નંબર આપ્યો અને વાત કરવા કહ્યું. પહેલાજે જ્યારે અબ્બાસ- મસ્તાન સાથે બેઠક યોજી ત્યારે એમણે જુદી જ વાત કરી. નવાઈ પામેલા પહેલાજે દીપકને જાણ કરી કે તેઓ શાહરૂખ ખાન સાથે આ ફિલ્મ બનાવવા માગે છે. તું વિચાર કરી લે તારે શું કરવું છે. આ વાત જાણીને દીપકને આંચકો લાગ્યો હતો. પહેલાજે દીપકને કહ્યું હતું કે જો વાર્તા સારી લાગતી હોય તો તેઓ બીજા કોઈ નિર્દેશકને લાવીને એમની સાથે હોલિવૂડની ફિલ્મની વાર્તા પરથી ફિલ્મ બનાવવા માગશે તો એ નિર્માણ કરશે. પણ દીપકે આ સંજોગોમાં એના મેન્ટર રિક્કુની સલાહ લીધી. એમણે અબ્બાસ- મસ્તાનને મળવાનું સૂચન કર્યું. દીપકને ત્યારે શાહરૂખ સાથે મિત્રતા હતી.
દીપકે જ્યારે આ ફિલ્મ વિષે પૂછ્યું ત્યારે શાહરૂખે કહ્યું કે અબ્બાસ- મસ્તાન આવ્યા હતા અને હોલિવૂડની ફિલ્મની કેસેટ આપી ગયા છે. પણ હજુ હા પાડી નથી. ત્યારે દીપકે રિક્કુ સાથે જઈ અબ્બાસ- મસ્તાન સાથે વાત કરી. એમણે કહ્યું કે તેઓ શાહરૂખ સાથે ફિલ્મ બનાવવા માગે છે. ભવિષ્યમાં આ ફિલ્મના વળતર તરીકે જરૂર એની સાથે કોઈ ફિલ્મ બનાવશે. ત્યારે દીપકે એમની પાસે બાહેંધરી લીધી હતી કે તેઓ બીજી ફિલ્મ એની સાથે બનાવવાના હોય તો જ એ છોડી દેશે નહીંતર પહેલાજ નિહલાની બીજા નિર્દેશક સાથે ફિલ્મ બનાવવા તૈયાર છે. અબ્બાસ- મસ્તાને વચન આપ્યું હોવાથી દીપક એમની વાતમાં આવી ગયો અને ફિલ્મ છોડી દીધી. એ નકારાત્મક ભૂમિકાવાળી ફિલ્મ ‘બાઝીગર’ થી શાહરૂખ ખાનની કારકિર્દી બની ગઈ હતી. પણ એ પછી દીપકને ફરીથી અબ્બાસ- મસ્તાનની એવી કોઈ બીજી ફિલ્મમાં તક મળી ન હતી. પાછળથી દીપકને અનુભવે ખબર પડી હતી કે બોલિવૂડમાં ‘આગળ જતાં કામ કરવાની’ વાત કરવાનું સામાન્ય હતું. પછીથી કોઈ કામ કરતું હોતું નથી. દીપક તિજોરીને ‘બાઝીગર’ હાથમાંથી આ રીતે જતી રહી એનો કાયમ અફસોસ રહ્યો.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.
આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.
આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે , મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર,દલાલી,કમીશન,પત્રકાર,લેખનકામ , કાનૂની, નાણાકીય સલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતાએ તકેદારી રાખવી, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન,બાંધકામ,વાહનવ્યવહાર,ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.
આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે. અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે તેવું બની શકે છે.
(તમામ પ્રકારના ભેદ દૂર કરીને સમસ્ત શરીરધારી જીવોમાં પરમાત્માનાં દર્શન કરવાં; મન, વચન તથા કર્મથી કોઈનું પણ અનિષ્ટ ચિંતન કરવું નહીં; દયા અને શક્તિ પ્રમાણે દાન કરતાં રહેવું. બધા સદાચારીઓનો આ જ સનાતન ધર્મ છે).
26 વર્ષીય રાજીવનો કિસ્સો જોઈએ. શિક્ષણ પૂરું કરીને તેને બેંગલુરુમાં નોકરી મળી છે. ત્યાં તે પેઈંગ ગેસ્ટ તરીકે રહે છે. દર શનિવારે રાતે એ મિત્રો જોડે એ પબમાં જાય છે, પણ વધારે પીતો નથી. તેના મિત્રવર્તુળમાંની છોકરીઓ સિગારેટ અને દારૂ બન્ને પીએ છે તથા ટૂંકા સ્કર્ટ પણ પહેરે છે. રાતે મોડે સુધી પાર્ટી કરવાની તેમને આદત છે. ક્યારેક એ છોકરીઓ વધુપડતું પી લે છે ત્યારે રાજીવ તેમને પોતાની કારમાં ઘર સુધી મૂકી આવે છે.
56 વર્ષીય આધેડ અશ્વિન આચાર્યની વાત કરીએ. તેમનો ઉછેર રૂઢિચુસ્ત પરિવારમાં થયો છે. મંદિરે જવું, પૂજા-અર્ચના કરવી, વારે-તહેવારે ઉપવાસ કરવા એ બધા તેમના બાળપણના સંસ્કારો છે. આ ઉંમરે પણ તેઓ વહેલી સવારે નજીકના મંદિરમાં અચૂક જાય છે.
રાજીવ અને અશ્વિનભાઈ એ બન્નેમાં વધારે ધાર્મિક કોણ કહેવાય?
માફ કરો, હું એક માહિતી આપવાનું ભૂલી જ ગયો!
રાજીવ દારૂ પીધેલી હાલતમાં છોકરીઓને તેમના ઘરે મૂકવા જાય ત્યારે ક્યારેય તેમની સ્થિતિનો ગેરલાભ લેતો નથી. એ હંમેશાં પોતાની મર્યાદામાં રહે છે અને સ્ત્રીદાક્ષિણ્ય દાખવે છે. છોકરાઓ રાજીવની મશ્કરી કરીને તેને યોગી મહારાજ કહે છે, પરંતુ છોકરીઓ તેના પર પૂરેપૂરો વિશ્વાસ રાખે છે.
રાજીવની બીજી એક ખાસિયત તેના પાક્કા દોસ્તારોને જ ખબર છે. એ દર મહિને પોતાનો એક દિવસનો પગાર સેવાભાવી સંસ્થાને દાનમાં આપે છે. રવિવારની બપોરનો સમય એ આ જ સંસ્થામાં સ્વયંસેવક તરીકે જઈને વિતાવે છે. ત્યાં તે ઝૂપડપટ્ટીનાં બાળકોને ભણાવે છે. રાજીવ એ બાળકો માટે ચોકલેટ લઈ જાય છે અને તેથી તેનું નામ ચોકલેટવાલા ભૈયા પડી ગયું છે. રાજીવ ભાગ્યે જ મંદિરે જાય છે. આ વાત તેની મમ્મીને જરાપણ ગમતી નથી.
બીજી બાજુ, અશ્વિન આચાર્ય રોજ મંદિરે જાય ત્યારે ત્રાંસી આંખે મહિલાઓ સામું જોવાનું ચૂકતા નથી. સ્ત્રી-પુરુષો માટેની લાઇન અલગ હોવા છતાં તેઓ મહિલાઓ સાથે ઘસાઈને ચાલવાનો પ્રયાસ કરે છે. મંદિરમાં તહેવારોમાં ગિરદી હોય એ દિવસની તેઓ રાહ જ જોતા હોય છે. તેઓ ક્યારેય દાન આપતા નથી. ક્યારેક આપે તોપણ પોતાની નામના થાય એ વાતની ખાસ તકેદારી લે છે.
રાજીવ અને અશ્વિનભાઈ એ બન્નેમાં વધારે ધાર્મિક કોણ કહેવાય, ભાગ્યે જ મંદિરમાં જતો અને દર શનિવારે પબમાં જતો 26 વર્ષીય રાજીવ કે પછી મંદિરમાં નિયમિતપણે જતા અને ધાર્મિક દિવસોએ ઉપવાસ કરતા 56 વર્ષીય અશ્વિન આચાર્ય?
જો માણસનાં મન, વચન અને કર્મ શુદ્ધ ન હોય તો મંદિરે જવાનો કે ભજનો સાંભળવાનો કે પછી ઉપવાસ કરવાનો કોઈ અર્થ હોતો નથી. મનમાં જે હોય એ જ વચન અને કર્મમાં આવતું હોય છે.
જે માણસ સમાજ, સરકાર કે બીજી કોઈ વ્યક્તિની કુથલીઓ કરતો હોય, જે માણસ પોતાનું નામ થાય એ માટે દાન આપતો હોય, એ માણસ સ્વભાવે ઈર્ષ્યાળુ હોય છે અને અન્યો સાથે પોતાની તુલના કરતો હોય છે. અન્યો સાથેનું તેનું વર્તન ધાર્મિક કહેવાય નહીં. લોભ, ચિંતા, અસલામતી એ બધાં લક્ષણો ધાર્મિક વ્યક્તિનાં નથી હોતાં.
ગયા માર્ચ મહિનામાં હું એક પરિચિતનાં લગ્નપ્રસંગ માટે વડોદરા ગયો હતો. ત્યાં એક મિત્ર જોડે વાત કરતો હતો ત્યારે તેણે કહ્યું કે હવે એ 50 વર્ષનો થઈ ગયો હોવાથી ધીમેધીમે ધર્મ તરફ વળી રહ્યો છે. મને તેની આ વાત વિચિત્ર લાગી. માણસ ધર્મ તરફ વળવા લાગે એ વળી કેવું? કાં તો માણસ ધાર્મિક હોય કાં ધાર્મિક ન હોય.
કમનસીબે, આપણામાંથી મોટાભાગના લોકો ધાર્મિક સ્થળોએ જવાને, કર્મકાંડ કરવાને ધર્મ માને છે. હું કોઈ પણ કર્મકાંડ કે વર્તનની વિરુદ્ધમાં કે તરફેણમાં બોલી રહ્યો નથી. મારે તો એટલું જ કહેવું છે કે જે કરીએ એ નહીં, પણ આપણા મનની જે સ્થિતિ છે એ ધર્મ છે.
મહાભારતમાં કહેવાયું છે કે ધર્મ મનની અવસ્થા છે. સદાચારી વ્યક્તિ અન્યો પ્રત્યે કરુણાભાવ ધરાવતી હોય છે, સમાજ સાથે ધન વહેંચી લે છે. ધન વહેંચીને ખાઈએ કે પછી કોઈના માટે સમય ફાળવીએ એ કરુણાભાવ છે. કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર સ્વૈચ્છિક રીતે કાર્ય કરીએ એ પણ મહાભારતમાં કહ્યા પ્રમાણે ધર્મ છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીન્ટાએ અભિનેત્રી અને ફિલ્મ નિર્માત્રી તરીકે ભારતીય સિનેમા ક્ષેત્રમાં આપેલા યોગદાન તેમજ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટીમ પંજાબ કિંગ્સ સાથે સંકળાઈને બિઝનેસ જગતમાં આપેલા પ્રદાન બદલ બ્રિટનની બર્મિંઘમ સિટી યૂનિવર્સિટીએ એને ડોક્ટરેટની માનદ્દ પદવીથી સમ્માનિત કરી છે. આ બહુમાન માટે પ્રીતિનાં નામની જાહેરાત વેસ્ટ મિડલેન્ડ્સ કમ્બાઈન્ડ ઓથોરિટી (WMCA) અને પ્રદેશના મેયર એન્ડી સ્ટ્રીટ દ્વારા કરવામાં આવી છે. પ્રીતિ વિશેષ દિવાળી ઉજવણી માટે આ સપ્તાહાંતે બર્મિંઘમ જવાની છે. કહેવાય છે કે પ્રીતિને આ માનદ્દ પદવી આવતા વર્ષે ભારતમાં વિધિસર એનાયત કરવામાં આવશે.
મેયર એન્ડી સ્ટ્રીટ WMCA સંસ્થાના ચેરમેન પણ છે. આવતા શનિવાર અને રવિવારે બર્મિંઘમમાં દિવાળી ઉજવણી કાર્યક્રમનું આયોજન બ્રિટનસ્થિત ભારતીય કોન્સ્યૂલેટ જનરલના સંગાથમાં કરવામાં આવનાર છે. એ પ્રસંગે બર્મિંઘમ ટાઉન હોલ ખાતે ભવ્ય ડિનર કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
પોતાને ડોક્ટરેટની માનદ્દ પદવી અપાયાના સમાચાર વિશે પ્રત્યાઘાત આપતાં 48 વર્ષીય પ્રીતિએ કહ્યું કે, ‘બીસીયૂ તરફથી આ માનદ્દ પદવી માટે મને પસંદ કરાઈ છે તે બદલ હું મારું ગૌરવ સમજું છું. બર્મિંઘમમાં દિવાળી ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થઈશ એ માટે હું રોમાંચિત છું. બર્મિંઘમની મુલાકાતે જવા હું ઉત્સૂક છું.’
બર્મિંઘમમાં પ્રીતિ શહેરની કોલેજો અને યૂનિવર્સિટીઓમાં ભણતાં સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને મળશે. તે છેલ્લે એક દાયકા પહેલાં બ્રિટનની મુલાકાતે ગઈ હતી. ત્યારે એ ઓક્સફોર્ડ યૂનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને મળી હતી અને ઓક્સફોર્ડ યૂનિયન સોસાયટી ખાતે સંબોધન પણ કર્યું હતું.
અમદાવાદઃ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી-ગુજરાત, અમદાવાદ મેડિકલ એસોસિયેશન-ગુજરાત, ધ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લિ. તથા ધ ગુજરાત સ્ટેટ કો-ઓપ બેન્કના સંયુક્ત ઉપક્રમે શહેરની સ્કૂલો તથા કોલેજોના વિદ્યાર્થીઓ માટે એક ટ્રેનિંગ અભિયાન યોજવામાં આવ્યું છે.
જેમાં સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓને બેન્કિંગ, અંગદાન, CPR, એનિમિયા, પ્રાથમિક સારવાર, રક્તદાન, ટ્રાફિક, થેલેસેમિયા અને જુનિયર રેડક્રોસની તાલીમ મણિનગરમાં ચોથી નવેમ્બરે દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં સવારે આપવામાં આવશે.
આ અભિયાનનો શુભારંભ ઇન્ડિયા રેડક્રોસ સોસાયટી-ગુજરાત શાખાના ચેરમેન અજયભાઈ પટેલના હસ્ત કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ ગુજરાત મેડિકલ એસોસિયેશનના સેક્રેટરી ડો. મેહુલભાઈ શાહ અને દીવાન બલ્લુભાઈ શાળા પરિવાનો ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે.
નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં પ્રદૂષણ અત્યંત ‘ગંભીર’ સ્તરે પહોંચી ચૂક્યું છે. દિલ્હીનાં કેટલાંક સ્થળોએ AQI 800ને પાર થઈ ચૂક્યો છે. ઉપ રાજ્યપાલ વીકે સકસેનાએ CM અને પર્યાવરણ મંત્રીની સાથે બેઠક બોલાવી છે. તેમણે કહ્યું હતું કે હું લોકોને અપીલ કરું છું કે તેઓ શક્ય એટલું ઘરની અંદર રહે. ખાસ કરીને બાળકો અને વડીલોને બહારના પ્રદૂષિત વાતાવરણમાં ના રાખે.
દિલ્હી NCRમાં વાયુ ગુણવત્તા સિવિયર એટલે કે ગંભીર શ્રેણીમાં આવી ચૂકી છે. કેન્દ્ર સરકારના વાયુ ગુણવત્તા નિગરાની તંત્ર ‘સફર’ મુજબ સૌથી ખરાબ શ્રેણી છે. દિલ્હીનો સરેરાશ AQI 504 થઈ ચૂક્યો છે. જ્યારે સફરમાં મહત્તમ મર્યાદા 500ની છે. કેટલાક વિસ્તારોમાં સ્થિતિ એનાથી પણ વધુ ખરાબ છે.
What do we do with growth, if we can not even breathe properly!
I am in #Delhi today. I am sharing the image of the morning sky of Delhi, taken at 8:45am. How dirty it looks! Even the Sun is looking like a dot. #AQI in some areas is over 750!
આવી હાલતમાં ડોક્ટરોએ અને સરકાર તરફથી ઘરની બહાર જવાથી બચવાની એડવાઇઝરી આપવામાં આવે છે.દિલ્હીમાં સ્મોગને કારણે લોકોમાં આંખોમાં જલનની સાથે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે દિલ્હીના પ્રદૂષણની પાછળ ત્રણ કારણ છે.
ગુરુવારે દિલ્હીની વાયુ ગુણવત્તા –AQI 400ને પાર થઈ હતી, જ્યારે શુક્રવારે એ 500નો આંકડો પણ પાર થઈ ગયો હતો. NCRમાં સ્મોગની મોટી ચાદર છવાઈ ગઈ હતી. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પ્રાઇમરી સ્કૂલોને બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી સહિત NCR પ્રદૂષણને કારણે ગેસ ચેમ્બરમાં તબદિલ થઈ ગયું છે.