નવી દિલ્હીઃ હમાસની સાથે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઇઝરાયેલે ભારતથી એક લાખ બાંધકામ ક્ષેત્રના શ્રમિક તત્કાળ મોકલવાની વિનંતી કરી છે. ઇઝરાયેલની બાંધકામ ક્ષેત્રની કંપનીઓએ સરકારથી એક લાખ ભારતીય શ્રમિકોની ભરતી કરવાની મંજૂરી માગી છે. આ શ્રમિકોને પેલેસ્ટાઇનના શ્રમિકોની જગ્યાએ રાખવામાં આવશે, એમ અમેરિકા મિડિયાનો અહેવાલ જણાવે છે.
ઇઝરાયેલમાં પેલેસ્ટાઇન મજૂરો કામ કરી રહ્યા છે, પણ હમાસના હુમલા પછી કંપનીઓએ આ શ્રમિકોને હટાવી દીધા છે. હાલ ઇઝરાયેલમાં બાંધકામ પ્રવૃત્તિ ઠપ પડી છે. જોકે કેટલાક ચીની મજૂરો કામ કરી રહ્યા છે, પરંતુ તેમની સંખ્યા ઘણી ઓછી છે. બાંધકામ ક્ષેત્રે કામમાં વેગ લાવવા માટે સરકાર અને કંપનીઓ ભારત તરફ આશાની નજરે જોઈ રહી છે.ઇઝરાયેલની સરકાર ભારતીય શ્રમિકોને ત્યાં કામ પર રાખવા માટે સમજૂતી પહેલાં જ કરી ચૂકી છે. મે મહિનામાં ઇઝરાયેલના વિદેશપ્રધાન એલી કોહેને સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી હેઠળ ભારતથી 42,000 શ્રમિકો ઇઝરાયેલ મોકલવામાં આવશે. એમાંથી 34,000 બાંધકામ ક્ષેત્ર માટે હશે. ભારતીય શ્રમિકો માટે ઇઝરાયેલના બાંધકામ ક્ષેત્રે કામ કરવાની આ પહેલી તક છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ ફરી એક વાર ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ માનવીય કારણોથી ગાઝા પર હુમલાને વિરામ આપવા અને બંધકોને છોડી મૂકવાની સંભાવના પર ચર્ચા કરી હતી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સાત ઓક્ટોબરથી યુદ્ધ જારી છે, જેમાં આશરે 11,000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં આઠ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,392 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.દેશમાં અત્યાર સુધી 5,33,294 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,923 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 19 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 180 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,75,659 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 123 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયની એક વાર્તાને હિન્દી ફિલ્મ ‘પિપ્પા’માં દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ આવતી 10 નવેમ્બરે OTT પ્લેટફોર્મ પર – પ્રાઈમ વીડિયો પર રજૂ કરવામાં આવશે. ફિલ્મના નિર્માતાઓએ 6 નવેમ્બર, સોમવારે મુંબઈમાં જે.ડબલ્યુ. મેરિયટ હોટેલ ખાતે યોજેલા એક પ્રમોશનલ કાર્યક્રમ વખતે ફિલ્મના મુખ્ય કલાકારો – ઈશાન ખટ્ટર અને મૃણાલ ઠાકુરે પોઝ આપ્યાં હતાં. RSVP મૂવીઝ અને રોય કપૂર ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને રાજા કૃષ્ણ મેનન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ઈશાન અને મૃણાલ ઉપરાંત પ્રિયાંશૂ પૈન્યુલી અને સોની રાઝદાનની પણ મહત્ત્વની ભૂમિકા છે. (તસવીર અને વીડિયોઃ માનસ સોમપુરા)
‘પિપ્પા’ ભારતીય સેનાની 45-કેવેલરી રેજિમેન્ટના કેપ્ટન બલરામ સિંહ મેહતાનાં વાસ્તવિક જીવનની કથા પર આધારિત છે. તેઓ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે બાંગ્લાદેશની મુક્તિ માટે પૂર્વ ભારતના મોરચે પાકિસ્તાની સૈનિકો સામે લડ્યા હતા. ‘પિપ્પા’ નામ રશિયાની જમીન અને પાણીની સપાટી, બંને પર ચાલતી યુદ્ધ ટેન્ક ‘PT-76’ પરથી આપવામાં આવ્યું છે. ‘પિપ્પા’ એટલે ઘીનો ખાલી ટિનનો ડબ્બો. ફિલ્મમાં ઈશાને કેપ્ટન બલરામ સિંહ મેહતાની ભૂમિકા ભજવી છે.
મૃણાલ ઠાકુર
દિગ્દર્શક રાજા કૃષ્ણ મેનન, મૃણાલ ઠાકુર અને ઈશાન ખટ્ટર
રાયપુર/ઐઝવાલ: છત્તીસગઢ રાજ્યમાં 90-સભ્યોની વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં આજે 20 બેઠકો માટે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. એવી જ રીતે, ઈશાન ભારતના મિઝોરમ રાજ્યમાં તમામ 40-બેઠકોની વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં આજે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. બંને રાજ્યમાં સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં 10 બેઠક પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ કરાયું હતું, જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે જ્યારે બાકીના મતવિસ્તારોમાં 8 વાગ્યાથી શરૂ કરાયું હતું જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે.
(તસવીર સૌજન્યઃ @ECISVEEP)
છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. બીજા તબક્કા માટેનું મતદાન 17 નવેમ્બરે કરાશે. બંને રાજ્યમાં મતગણતરી અને પરિણામ માટે 3 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી ચે.
મિઝોરમઃ આંતરરાષ્ટ્રીય સરહદોને સીલ કરી દેવાઈ છે
40 બેઠકોવાળી મિઝોરમ વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ મતદાન શરૂ થયું છે. મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. રાજ્યમાં 8 લાખ 57 હજારથી વધારે મતદારો છે. આમાં 4 લાખ 3 હજાર મહિલાઓ છે. ચૂંટણીજંગમાં 174 ઉમેદવારોએ ઝૂકાવ્યું છે. આમાં 27 અપક્ષ ઉમેદવારો છે.
ચૂંટણીમાં શાસક મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ), મુખ્ય વિરોધપક્ષ ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ) અને કોંગ્રેસે તમામ બેઠકો પર પોતપોતાનાં ઉમેદવારો ઊભાં રાખ્યા છે. ભારતીય જનતા પાર્ટી 23 મતવિસ્તારોમાં ચૂંટણી લડે છે જ્યારે આમ આદમી પાર્ટીએ ચાર બેઠકો પર ઉમેદવારો ઊભાં રાખ્યા છે.
રાજ્યમાં 1,276 મતદાન મથકો ઊભાં કરાયા છે. આમાં 149 મથકો અંતરિયાળ વિસ્તારોમાં આવેલા છે. 30 મથક આંતર-રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદો પર આવેલા છે. આ વિસ્તારોને સંવેદનશીલ જાહેર કરાયા છે. મતદાન પ્રક્રિયા મુક્ત, શાંતિપૂર્ણ અને સરળતાપૂર્વક પાર પડી જાય એ માટે સમગ્ર રાજ્યમાં 7,200 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
ચૂંટણીને ધ્યાનમાં લઈને પડોશના બે દેશ – મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે મિઝોરમની સરહદોને સીલ કરી દેવામાં આવી છે. મ્યાનમાર સાથે મિઝોરમની 510 કિ.મી. લાંબી આંતરરાષ્ટ્રીય છે જ્યારે બાંગ્લાદેશ સાથે 318 કિ.મી. લાંબી સરહદ છે.
ગાયિકા તરીકે અનુપમા દેશપાંડેએ ઓછા ગીતો ગાયા છે પણ ઘણા યાદગાર સાબિત થયા છે. કોરસમાં ગાઈને શરૂઆત કરનાર અનુપમાને કલ્પના ન હતી કે એ પાર્શ્વગાયિકા બની જશે અને પહેલા જ ગીત માટે એવોર્ડ મેળવશે. અનુપમા શાસ્ત્રીય ગાયન પિતા પાસેથી શોખથી શીખતી હતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં મરાઠી ભાવગીતો ગાતી હતી. એક વખત સંગીતકાર જોડીના પ્યારેલાલને ત્યાં ગણેશ ઉત્સવ વખતે અનુપમાએ ભજન અને ગીતો ગાયા ત્યારે એમના પત્નીએ સૂચન કર્યું કે કોરસમાં ગાવું જોઈએ. અનુપમાને એ વિચાર ગમ્યો. કેમકે એમ કરવાથી આવક થવા સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખાણ થાય એમ હતી. અને એ કોરસમાં ગાવા લાગી હતી.
એ સમયમાં અનુપમાને ડબિંગ કલાકાર તરીકે કામ મળવા લાગ્યું હતું. જાણીતા ગાયકો પાસે ગીતનું રેકોર્ડિંગ કરાવતા પહેલાં એનો ઉપયોગ કરવા ડબિંગ કલાકાર પાસે ગીત ગવડાવવામાં આવતું હતું અને એનાથી જ ફિલ્માંકન થતું હતું. પાછળથી એ ગીત જાણીતા ગાયક પાસે રેકોર્ડ કરવામાં આવતું હતું. ફિલ્મ ‘સોહની મહિવાલ’ (૧૯૮૪) નું એક ગીત ‘સોહની ચિનાબ દે’ એ જ પ્રકારે સંગીતકાર અનુ મલિકે અનુપમા પાસે ડબ કરાવ્યું હતું. એ ગીતનું નવોદિત પૂનમ ધિલ્લોન ઉપર ફિલ્માંકન થઈ રહ્યું હતું ત્યારે વારંવાર વાગતું હતું. ફિલ્મના નિર્દેશક ઉમેશ મહેરાને અનુપમાનો અવાજ ગમ્યો અને પૂનમ નવી જ હોવાથી એના પર વધારે યોગ્ય લાગ્યું. એમણે અનુપમાનું ડબિંગ કરેલું ગીત જ રાખવાનો નિર્ણય કરી લીધો. ફરીથી એનું રેકોર્ડિંગ પણ કરાવ્યું નહીં. અને ફિલ્મના આ જ ગીત માટે અનુપમાને શ્રેષ્ઠ પાર્શ્વગાયિકાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
આ એક જ નહીં બીજા પણ કેટલાક ગીતો અનુપમાએ ડબ કર્યા હતા એને એમનેમ જ રહેવા દેવામાં આવ્યા હતા. અનુપમાને કોરસમાં ગાવામાં જ નહીં ડબિંગ કલાકાર તરીકે કામ કરવામાં પણ ક્યારેય શરમ આવી ન હતી. ફિલ્મફેર એવોર્ડ મળ્યા પછી અનુપમાએ પોતાના અવાજથી કિશોરકુમાર સાથે પણ તક મેળવી હતી. મહેશ ભટ્ટની ફિલ્મ ‘કાશ’ (૧૯૮૭) ના યુગલગીત ‘ઓ યારા તૂ પ્યારોં સે હૈ પ્યારા’ માં કિશોરકુમાર સાથે ડબિંગ માટે અનુપમાને બોલાવવામાં આવી હતી. ત્યારે કિશોરકુમારે એને કહ્યું કે તું ડબ કરે છે એના બદલે પાર્શ્વગાયન કરાવવા સંગીતકારોને કેમ કહેતી નથી? અનુપમાએ કહ્યું કે એમ કહેવાથી આ કામ પણ જતું રહેશે. એ વાતને ધ્યાનમાં રાખીને એમણે ગીત ગાવાનું શરૂ કર્યા પછી અટકાવી દીધું.
નિર્દેશક મહેશ ભટ્ટ અને સંગીતકાર રાજેશ રોશને એમને કારણ પૂછ્યું ત્યારે કહી દીધું કે આ યુગલગીતમાં અનુપમા પાર્શ્વગાયિકા તરીકે કામ નહીં કરે તો પોતે ગાશે નહીં. અને કિશોરકુમારની વાત માની લેવામાં આવી હતી. એ પછી મહેશ ભટ્ટની ‘કબ્જા’ (૧૯૮૮) માં પણ કિશોરકુમાર સાથે ‘તુમસે મિલે બિન ચૈન નહીં આતા’ ગીત ગાવા મળ્યું હતું. બપ્પી લહેરીના સંગીતમાં ફિલ્મ ‘સૈલાબ’ (૧૯૯૦) નું ‘હમ કો આજકલ હૈ ઇંતજાર’ ગીત એ કોરસમાં ગાવા ગઈ હતી. અસલમાં આખું ગીત કોરસમાં છે. ફક્ત ‘હમ કો આજકલ હૈ ઇંતજાર’ પંક્તિ જ અલગથી છે. અને જ્યારે એક જ પંક્તિ વારંવાર આવતી હોય ત્યારે એમાં વૈવિધ્ય લાવવાનું મુશ્કેલ હોય છે. અનુપમાએ એ પંક્તિઓને સરસ રીતે ગાઈ એ સાંભળીને ગીતકાર જાવેદ અખ્તરે પણ પ્રસંશા કરી. એટલું જ નહીં ગીતનું શૂટિંગ પૂરું થયા પછી માધુરી દીક્ષિતે પણ પૂછ્યું હતું કે ગાયિકા કોણ છે. અને માધુરીની પસંદગીના ગીતોમાં આ એક બની રહ્યું હતું.
આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.
આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.
આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.
સામુદ્રિકશાસ્ત્ર શરીર અને એના વિવિધ અંગો ઉપરથી કેટલાક વરતારા કરે છે. મોટા ભાગે આ પ્રકારના વરતારા આધારિત જે કોઈ માન્યતાઓ ચલણમાં આવી હોય તેનું વૈજ્ઞાનિક સમર્થન મળતું નથી. કેટલાક આવી માન્યતાઓને અંધશ્રધ્ધા તરીકે પણ ખપાવે છે. આ બધી જ મર્યાદાઓ સાથે જે વર્ણન કરવામાં આવ્યું છે તેવો વ્યક્તિ સામો મળે તો એવા ભયાનક અપશુકન થાય કે વ્યક્તિ પાછો વળીને પોતાના ઘરે ના આવે એવું તારણ ઉપરની પંક્તિઓમાંથી નીકળે છે.
આ વર્ણન મુજબ જેને માંકડા જેવી મૂછો હોય, માંજરી આંખો હોય અને છાતીમાં વાળ ના હોય તેવો વ્યક્તિ સામે મળે તો એના શુકને જનાર પાછો વળીને પોતાના ઘરે નથી આવતો એટલે કે તેનું મૃત્યુ થાય એવા ભયાનક અપશુકન થાય છે.
બીજી સમાનર્થી પંક્તિઓ છે –
માંકડ મૂછો ને માંજરો, જેના હૈયે નહીં વાળજી
એના શકને રાજા જો જશો, નહીં ભાળો ઘર કે બારજી
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)