વોર ડ્રામા ફિલ્મ ‘પિપ્પા’માં ઈશાન ખટ્ટર-મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયની એક વાર્તાને હિન્દી ફિલ્મ ‘પિપ્પા’માં દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ આવતી 10 નવેમ્બરે OTT પ્લેટફોર્મ પર – પ્રાઈમ વીડિયો પર રજૂ કરવામાં આવશે. ફિલ્મના નિર્માતાઓએ 6 નવેમ્બર, સોમવારે મુંબઈમાં જે.ડબલ્યુ. મેરિયટ હોટેલ ખાતે યોજેલા એક પ્રમોશનલ કાર્યક્રમ વખતે ફિલ્મના મુખ્ય કલાકારો – ઈશાન ખટ્ટર અને મૃણાલ ઠાકુરે પોઝ આપ્યાં હતાં. RSVP મૂવીઝ અને રોય કપૂર ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને રાજા કૃષ્ણ મેનન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ઈશાન અને મૃણાલ ઉપરાંત પ્રિયાંશૂ પૈન્યુલી અને સોની રાઝદાનની પણ મહત્ત્વની ભૂમિકા છે. (તસવીર અને વીડિયોઃ માનસ સોમપુરા)

‘પિપ્પા’ ભારતીય સેનાની 45-કેવેલરી રેજિમેન્ટના કેપ્ટન બલરામ સિંહ મેહતાનાં વાસ્તવિક જીવનની કથા પર આધારિત છે. તેઓ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે બાંગ્લાદેશની મુક્તિ માટે પૂર્વ ભારતના મોરચે પાકિસ્તાની સૈનિકો સામે લડ્યા હતા. ‘પિપ્પા’ નામ રશિયાની જમીન અને પાણીની સપાટી, બંને પર ચાલતી યુદ્ધ ટેન્ક ‘PT-76’ પરથી આપવામાં આવ્યું છે. ‘પિપ્પા’ એટલે ઘીનો ખાલી ટિનનો ડબ્બો. ફિલ્મમાં ઈશાને કેપ્ટન બલરામ સિંહ મેહતાની ભૂમિકા ભજવી છે.

મૃણાલ ઠાકુર

દિગ્દર્શક રાજા કૃષ્ણ મેનન, મૃણાલ ઠાકુર અને ઈશાન ખટ્ટર

(ફિલ્મનુું ટ્રેલર)