Home Blog Page 2247

નોટ આઉટ @ 90: હસમુખબહેન ગાંધી

નામ પ્રમાણે સદાય હસતાં અને ખુશખુશાલ રહેતાં હસમુખબહેન કાંતિલાલ ગાંધીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

તેમનો જન્મ અમદાવાદ, પખાલીની પોળ(રાયપુર ચકલા)માં થયો હતો. તેમને ત્રણ ભાઈ…તેઓ એક જ બહેન, એટલે બાળપણ લાડકોડમાં ગયું. વનિતા વિશ્રામ(પાંચકુવા)માં અભ્યાસ કર્યો. 1950ની સાલમાં મેટ્રિક પાસ કરી. 1942ની લડત જોયેલી તે યાદ છે! તેમના સાત વર્ષે વિવાહ થયા અને 16 વર્ષે લગ્ન થયા! તેમનાં સાસુનો સ્વભાવ ઘણો સરસ હતો. તેમને સારો સપોર્ટ કરતાં અને રસોઈ પણ સરસ બનાવતાં!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે સાડા-છ-સાત વાગે ઊઠે. ટીવીમાં દર્શન કરે અને થોડીવાર આરામ કરે. ચોથી પેઢી મેહાન સાથે ઘરમાં સાત જણ રહે છે. ઘરમાંથી બહાર કામે જનાર, શાળાએ જનાર માણસોનું કામ પતી જાય પછી આઠ વાગે ઊઠી પોતાની ચા જાતે બનાવે. છાપુ વાંચે. સાફસુફી કરે. નાહી-ધોઈ  10.00 થી 12:30 સુધી શ્રીનાથજી, યમુનાજીના સેવા અને પૂજા-પાઠ કરે. જાતે  પુષ્ટિમાર્ગી છે. 12:30 વાગ્યે જમે. પછી ટીવી જુએ. ‘રસોઈ શો’ તેમનો ફેવરીટ! ચાર વાગ્યા સુધી આરામ કરે પછી ચા પીએ. ભાગવત અને ધાર્મિક પુસ્તકો વાંચે. ટીવી ઉપર કથા કે પ્રવચન સાંભળે. દ્વારકેશલાલ મહારાજની કથા બહુ ગમે! દીકરો-વહુ અને ઘરનાં બધાં બહુ સારી રીતે રાખે છે.

શોખના વિષયો : 

રસોઈ કરવાનો તથા ખાવા-ખવડાવવાનો શોખ! ઉત્તરાયણમાં ખીચડો તો તેમના જ હાથનો હોય! સમોસા બહુ સરસ બનાવે છે! બાળકો સાથે હોટલમાં પણ જાય અને ફરવા પણ જાય! કપડાનો શોખ, જુદી-જુદી સાડીઓ પહેરવાનો શોખ! ગરબા કરવાનો શોખ. વાંચન ગમે. આખું છાપુ વાંચી જાય. અંગ્રેજી છાપા પણ વાંચે! એકવાર પોસ્ટમાં અંગ્રેજીમાં સહી કરી તો પોસ્ટમેન આશ્ચર્ય પામી ગયો! પતિને LICમાં નોકરી હતી એટલે હજુ પેન્શન આવે છે. ફરવાનું ગમે, ચારધામ-યાત્રા તથા ચંપારણ્યની જાત્રા કરી છે. નેપાલ ફરી આવ્યા છે અને આખું અમેરિકા ફર્યાં છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

કાન અને પગ થોડા વખતથી સાથ નથી આપતા, છતાં આ નવરાત્રીમાં માટલી માથે મૂકી અને ગરબો લીધો હતો! ઉંમર પ્રમાણે અને કોરોના થઈ ગયા પછી તબિયત થોડી ઢીલી છે. શ્વાસ ચડી જાય છે. કોરોના સુધી તો રિક્ષામાં કે બીઆરટીએસમાં બેસી યમુનાષ્ટકના પાઠ કરવા છેક મણિનગર સુધી જતાં! મોટા બંગલામાં વર્ષો સુધી હિંમતથી એકલાં રહેતાં!

યાદગાર પ્રસંગ:  

જીવનમાં બધાંનો પ્રેમ મળ્યો છે અને એ પ્રેમને લીધે તેઓ ટકી ગયાં છે! અગવડ, દુઃખ, મુશ્કેલી ખાસ પડી નથી. દીકરીઓને પરણાવતાં બહુ દુઃખ થયું. બાળકો ઘરમાંથી અમેરિકા ગયા ત્યારે તેમને અમેરિકા માટે મનમાં આશ્ચર્ય રહેતું: ત્યાં લોકો શું ખાતા-પીતા હશે? કેવી રીતે રહેતા હશે? બે ભાણિયાઓએ તેમને અમેરિકા બોલાવ્યા અને આખું અમેરિકા ફેરવ્યું ત્યારે તેમને થયું કે અમેરિકામાં લોકો લહેર કરે છે! LAથી ન્યૂયોર્ક ફ્લાઇટમાં(વ્હીલ-ચેરની મદદથી) એકલાં ગયાં હતાં! અમેરિકામાં બેબી-શાવરનો પ્રસંગ પણ કર્યો અને વહુની બહેનનું લગ્ન પણ માણ્યું!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

મોબાઈલથી પરદેશ રહેતાં બાળકો સાથે વાત કરી લે છે. 90મી વર્ષગાંઠમાં ટચ-સ્ક્રીન વાળો નવો મોબાઈલ દીકરાઓએ ભેટ આપ્યો છે જેની ઉપર તેઓ નવું-નવું ઘણું શીખી રહ્યાં છે! દીકરાએ બધા કોડ પૂરા કર્યા છે તેનો આનંદ છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

બહુ જ ફેર પડી ગયો છે! પહેલાં સ્ત્રીઓ ઘરનાં બધાં કામ જાતે કરતી, તેમને લેવડદેવડમાં, ધંધામાં કે કામકાજમાં કંઈ ખબર પડતી નહીં. હવે સ્ત્રીઓ ઘણી આગળ વધી ગઈ છે, જે તેમને બહુ ગમે છે. તેઓ ઘરની સ્ત્રીઓને બહુ જ સપોર્ટ કરે છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

બાળકો અને યુવાનો સાથે તેમને બહુ ફાવે છે! બધાંને ‘બા’ની કંપની ગમે છે. દીકરાના મિત્રો વર્લ્ડકપ જોવા ભેગા થાય તો બા પણ બધા સાથે મેચ જુએ! તેમને ત્રણ દીકરી, એક દીકરો તથા 17 માણસનું કુટુંબ છે. અડધું કુટુંબ અમેરિકામાં રહે છે! પિયરમાં પણ તેમનું બહુ માન છે, હમણાં જ ભત્રીજાના લગ્ન પિયરમાં માણીને આવ્યાં છે! ચોથી પેઢી સાથે બહુ માયા છે! ચોથી પેઢીના મેહાનના જન્મ વખતે પ્રેગ્નેન્ટ વહુ માટે તપેલી ભરીને લાપસી કરી હતી!

સંદેશો : 

શાંતિથી જીવો! એડજસ્ટ થાવ! રોંદણાં રડવાં નહીં! શરીરને પંપાળવાનું નહીં અને તકલીફોથી ડરવાનું નહીં!

રાશિ ભવિષ્ય 13/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

પંચાંગ 13/12/2023

સૂર્યકુમાર T20માં સૌથી ઝડપી 2000 રન બનાવનાર બીજો ભારતીય બન્યો

સૂર્યકુમાર યાદવની કપ્તાનીવાળી ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર T20 શ્રેણી રમી રહી છે. વરસાદના કારણે પ્રથમ મેચ રદ્દ થયા બાદ બીજી T20 ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરીને, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ T20 માં સૌથી ઝડપી 2000 રન બનાવનાર મેન ઇન બ્લુનો બીજો ખેલાડી બન્યો. આ સિવાય તે ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો.

ભારત માટે સૌથી ઝડપી 2000 રન પૂરા કર્યા

સૂર્યા પહેલા વિરાટ કોહલીએ ટી20માં ભારત માટે સૌથી ઝડપી 2000 રન પૂરા કર્યા હતા. જ્યારે T20Iમાં સૌથી ઝડપી 2000 રન બનાવનારની આ યાદીમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ ટોપ નંબર પર છે. બાબર T20Iમાં 52 ઇનિંગ્સમાં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર હતો. ત્યારબાદ આ યાદીમાં પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પણ સંયુક્ત પ્રથમ સ્થાન પર છે, જેણે ફોર્મેટમાં 2000 રન પૂરા કરવા માટે 52 ઇનિંગ્સ પણ લીધી હતી.

સૂર્યાએ 56 T20 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા

ત્યારબાદ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બીજા, સૂર્યકુમાર યાદવ સંયુક્ત રીતે બીજા અને કેએલ રાહુલ ત્રીજા ક્રમે છે. સૂર્યાએ કેએલ રાહુલને પાછળ છોડ્યો છે. સૂર્યાએ 56 T20 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા, જ્યારે કેએલ રાહુલે 58 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો. જ્યારે વિરાટ કોહલીએ T20Iમાં 56 ઇનિંગ્સ રમીને 2000 રન પૂરા કર્યા, જે સૂર્યકુમાર યાદવની બરાબર છે.

T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર બેટ્સમેન (ઈનિંગ્સની દ્રષ્ટિએ)

52 ઇનિંગ્સ – બાબર આઝમ

52 ઇનિંગ્સ – મોહમ્મદ રિઝવાન

56 ઇનિંગ્સ – વિરાટ કોહલી

56 ઇનિંગ્સ – સૂર્યકુમાર યાદવ*

58 ઇનિંગ્સ – કેએલ રાહુલ.

T20Iમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ અત્યાર સુધી 107 ઇનિંગ્સમાં 4008 રન બનાવ્યા છે. આ સિવાય રોહિત શર્મા T20Iમાં ભારત માટે બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે, કેએલ રાહુલ ત્રીજો અને સૂર્યકુમાર યાદવ ચોથો બેટ્સમેન બની ગયો છે.

4008 રન – વિરાટ કોહલી (107 ઇનિંગ્સ)

3853 રન – રોહિત શર્મા (140 ઇનિંગ્સ)

2256 રન – કેએલ રાહુલ (68 ઇનિંગ્સ)

2000* રન – સૂર્યકુમાર યાદવ (56 ઇનિંગ્સ).

Ind Vs Sa: બીજી T20માં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T-20 શ્રેણીની બીજી મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહી છે. ત્રણ મેચની આ શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રમાઈ શકી ન હતી, બીજી મેચ પણ વરસાદના છાયામાં રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરવાની છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ આ સીરીઝમાં મેદાન માર્યું છે, આ સીરીઝથી સ્પષ્ટ થઈ જશે કે ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા કેવી તૈયારી કરે છે.

 

સાઉથ આફ્રિકાની પ્લેઈંગ-11:

રીઝા હેન્ડ્રીક્સ, મેથ્યુ બ્રેટ્ઝકે, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો યેન્સન, એન્ડીલે ફેહલુકવાયો, ગેરાલ્ડ કોએત્ઝી, લિઝાર્ડ વિલિયમ્સ, તબ્રેઈઝ શમ્સી.

ભારતની પ્લેઈંગ-11:

યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા, રવિન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર.

વિદેશ કેવી રીતે જઈશ…ડાબેથી કે જમણેથી..?

નડિયાદ : હમણાં ભારતભરમાંથી વિદેશ ફરવા, કમાવવા અને ભણવા જવાનો ટ્રેન્ડ સતત વધતો જાય છે. એમાંય ગુજરાતના કોઈપણ નાના મોટા શહેરમાં એન્ટ્રી મારો ત્યારથી જ વિદેશ મોકલવા મદદ કરતી સંસ્થાઓના હોર્ડિંગ્સ, કટ આઉટ, બેનર્સ જોવા મળે.  વિદેશની ટુર્સ ટ્રાવેલ્સ, એજ્યુકેશન વિઝા, વર્ક વિઝા માટેની જાહેરાતો અખબારોમાં પણ અઢળક છપાય છે. લોકોને વિદેશ મોકલવા માટે આકર્ષણ ઉભુ કરવા માટે એકદમ પોશ વિસ્તારના જાજરમાન હોલ અને હોટલોમાં સેમિનારો પણ ગોઠવાય છે. આમેય આખાય ચરોતરમાં અઢળક લોકો વિદેશમાં છે. એટલે ખેડા, આણંદ, નડિયાદમાં લોકોને વિદેશ પહોંચાડવા અવનવી જાહેરાતો મુકવામાં આવે છે.

લોભામણી જાહેરાતો

એમાંય સૌથી મજાની વાત વિદેશ જવા કાગળીયા ભેગા કરવા સલાહ આપવા મદદ કરતી સંસ્થાઓની લોભામણી આકર્ષક જાહેરાતોની છે. અરજન્ટ વિઝા..પરિણામની ઉચ્ચ ટકાવારી સાથેના ફોટા..તો મુકે જ સાથે વિઝાની ગેરેંટી પણ આપે. આવી જ એક અનોખી જાહેરાત નડિયાદ શહેરથી ઉતરસંડા તરફ જતા માર્ગના ડીવાઈડર પરના પાટિયા પર જોવા મળી.

વિદેશ જવા ડાબી બાજુ વળો

એમાં અંગ્રેજીમાં લખ્યું છે..યુકે, કેનેડા, યુએસએ, યુરોપ. વિદેશ જવા માટે ડાબી બાજુ વળો,, બીજી તરફ માર્ગ પર લખ્યું છે..વિદેશ જવા જમણી બાજુ વળો.. જે શિક્ષિત અને જાણકાર હોય એને સમજણ પડી જાય. આ ભણવા કે કમાવા વિદેશ મોકલતા સલાહ આપતા એજન્ટની ઓફિસ જ હશે..બાકી વિદેશ જવા ડાબી બાજુ વળો અને જમણી બાજુ વળોનું પાટિયું વાંચી એમ થાય કે આ નડિયાદમાં ડાબે જમણે જવાથી ક્યા દેશ જવાતુ હશે..?

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

દિશા સાલિયન મૃત્યુ કેસની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે SITની રચના કરી

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર રહેનાર દિશા સાલિયનનાં મૃત્યુમાં તપાસ કરવા માટે એક SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવાનો આજે આદેશ આપ્યો છે. SITની રચના કરાશે એવી માહિતી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગયા વર્ષના ડિસેમ્બરમાં વિધાનસભામાં આપી હતી. SITનું નેતૃત્વ મુંબઈ પોલીસના ઉત્તર વિભાગના એડિશનલ કમિશનર લેશે.

દિશા સાલિયનનું 2020ની 8 જૂનની મધરાતે મુંબઈના મલાડ (વેસ્ટ) ઉપનગરમાં એક બહુમાળી મકાનના 12મા માળ પરથી પડી જવાથી મૃત્યુ થયું હતું. તે ફ્લેટ દિશાનાં કથિત બોયફ્રેન્ડ અને મોડેલ-એક્ટર રોહન રાયનો હતો, જે મૂળ પુણેનો વતની છે. બંને જણ સાતેક વર્ષથી એકબીજાનાં પ્રેમમાં હતાં અને લગ્ન કરવાનાં હતાં એવું મનાય છે. કમનસીબ ઘટનાની રાતે રોહનનાં ફ્લેટમાં એક પાર્ટી રખાઈ હતી જેમાં રોહન, દિશા તથા એમનાં બીજાં ત્રણ મિત્રો પણ હાજર હતાં. દિશાનાં મૃત્યુના એક અઠવાડિયા બાદ સુશાંતસિંહ રાજપૂત બાન્દ્રા (વેસ્ટ) સ્થિત એના ઘરમાં લટકતી હાલતમાં મૃત મળી આવ્યો હતો. મુંબઈ પોલીસે તે કેસને આકસ્મિક મૃત્યુના કેસ તરીકે નોંધ્યો છે. દિશા દાદર ઉપનગરમાં તેનાં માતા-પિતા સાથે રહેતી હતી.

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે ફુગાવો ફરી વધ્યો

નવેમ્બર મહિનામાં છૂટક ફુગાવાના દરમાં વધારો થયો છે. સરકારે છૂટક ફુગાવાના દરના આંકડા જાહેર કર્યા છે, જે મુજબ નવેમ્બર 2023માં છૂટક ફુગાવાનો દર 5.55 ટકા હતો જે ઓક્ટોબર 2023માં 4.87 ટકા હતો. જુલાઈ 2023 માં, ટામેટાં સહિત ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થયા પછી, છૂટક મોંઘવારી દર 7.44 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. જે બાદ ઓગસ્ટમાં તે ઘટીને 6.83 ટકા અને સપ્ટેમ્બરમાં 5.02 ટકા થયો હતો.

ખાદ્ય ફુગાવાના દરમાં વધારો

આંકડા મંત્રાલયે છૂટક ફુગાવાના દરના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા અનુસાર નવેમ્બર મહિનામાં ખાદ્ય મોંઘવારી દરમાં પણ વધારો જોવા મળ્યો છે. ખાદ્ય ફુગાવો નવેમ્બર મહિનામાં વધીને 8.70 ટકા થયો છે, જે ઓક્ટોબર 2023માં 6.61 ટકા હતો. ફળો, શાકભાજી, કઠોળ અને મસાલાના ભાવમાં વધારાને કારણે ખાદ્યપદાર્થોની મોંઘવારી વધી છે.

કઠોળના ફુગાવાના દરમાં વધારો

કઠોળનો ફુગાવો સામાન્ય લોકોને સૌથી વધુ પરેશાન કરે છે તે પણ છૂટક ફુગાવાના દરના આંકડા પરથી સ્પષ્ટ થાય છે. કઠોળનો મોંઘવારી દર વધીને 20.23 ટકા થયો છે જે ઓક્ટોબરમાં 18.79 ટકા હતો. અનાજ અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 10.27 ટકા રહ્યો છે, જે ગયા મહિને 10.65 ટકા હતો. મસાલાનો મોંઘવારી દર 21.55 ટકા રહ્યો છે જે ગયા મહિને 23.06 ટકા હતો. ફળોનો મોંઘવારી દર 10.95 ટકા રહ્યો છે જે ગયા મહિને 9.34 ટકા હતો. શાકભાજીનો મોંઘવારી દર વધીને 17.70 ટકા થયો છે જે ગયા મહિને 2.70 ટકા હતો.

સસ્તી લોન ખાટી થઈ શકે છે

રિટેલ ફુગાવામાં વધારો એ લોકો માટે ખરાબ સમાચાર છે જેઓ આગામી દિવસોમાં સસ્તી લોનની આશા રાખતા હતા. 8 ડિસેમ્બરે નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પહેલેથી જ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારામે સોમવારે 11 ડિસેમ્બરે સંસદમાં કહ્યું કે રિટેલ ફુગાવો સ્થિર થઈ રહ્યો છે. પરંતુ નવેમ્બરમાં ફરી મોંઘવારી વધી છે.

ભજનલાલ શર્માનો તેમના જન્મદિવસ પર રાજ્યાભિષેક!

ભજનલાલ શર્માની જાહેરાત સાથે, હવે શપથ ગ્રહણ સમારોહનો વારો છે. રાજસ્થાનમાં 15 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે આ દિવસે ભજનલાલ શર્માનો જન્મદિવસ પણ છે. તેમનો જન્મ 15 ડિસેમ્બર 1968ના રોજ ભરતપુર જિલ્લામાં થયો હતો. ભાજપે ભજનલાલ શર્માના નામની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. કારણ કે આ એક એવું નામ હતું જે ક્યાંય રેસમાં નહોતું. ખાસ વાત એ છે કે ભજનલાલ પહેલીવાર સાંગાનેરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા અને સીધા સીએમની ખુરશી સુધી પહોંચ્યા. તે બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજસ્થાનનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરાશે

ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ ભજનલાલ શર્માએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજસ્થાનનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે કહ્યું, હું ખાતરી આપવા માંગુ છું કે રાજસ્થાનની આ ટીમ… રાજસ્થાનના અમારા તમામ ધારાસભ્યો… ચોક્કસપણે રાજસ્થાન અમારી પાસેથી શું અપેક્ષા રાખે છે, ભારતીય જનતા પાર્ટી, અમે ભવ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીશું. અમે રાજસ્થાનનો સર્વાંગી વિકાસ ચોક્કસપણે પૂર્ણ કરીશું. હું તમને આ બધાની ખાતરી આપું છું.

ભજનલાલ ભાજપના પ્રદેશ મહાસચિવ

ભજનલાલ ભાજપના પ્રદેશ મહાસચિવ છે. તેમની પાસે પોલિટિકલ સાયન્સમાં એમએની ડિગ્રી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા શર્મા જયપુરની સાંગાનેર સીટ પરથી પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે જયપુરની સાંગાનેર બેઠક 48,081 મતોના માર્જિનથી જીતી હતી. તે ભરતપુર જિલ્લાનો રહેવાસી છે. ધારાસભ્ય દળની બેઠક પહેલા એક ગ્રુપ ફોટો પડાવવામાં આવ્યો હતો જેમાં તેઓ છેલ્લી હરોળમાં ઉભા હતા. બેઠકમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય નિરીક્ષક રાજનાથ સિંહે મીડિયાને જણાવ્યું કે ધારાસભ્ય દિયા કુમારી અને પ્રેમ ચંદ બૈરવા નાયબ મુખ્યમંત્રી હશે. વાસુદેવ દેવનાની વિધાનસભાના અધ્યક્ષ હશે. ભાજપે 199 બેઠકોમાંથી 115 બેઠકો જીતી છે.

CBSE એ ધોરણ 10 અને 12 ની ડેટશીટ જાહેર કરી, આ રીતે કરો ડાઉનલોડ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12ની ડેટશીટ જાહેર કરી છે. આ વખતે બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે. વિદ્યાર્થીઓ સત્તાવાર સાઇટની મુલાકાત લઈને ડેટ શીટ ડાઉનલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓ અહીં જણાવેલ સ્ટેપ્સ દ્વારા ડેટશીટ પણ ડાઉનલોડ કરી શકે છે.

વેબસાઇટ

  • cbse.gov.in
  • cbse.nic.in

આ રીતે ડાઉનલોડ કરો

  • સૌ પ્રથમ વિદ્યાર્થીઓ સત્તાવાર સાઇટ cbse.nic.in પર જાઓ.
  • આ પછી વિદ્યાર્થીઓ હોમપેજ પર CBSE ટેબ પર પહોંચે ત્યાં સુધી નીચે સ્ક્રોલ કરે છે.
  • ત્યારબાદ વિદ્યાર્થીઓ ધોરણ 10/12ની તારીખપત્રક ખોલે છે.
  • હવે વિદ્યાર્થીઓ તેને ડાઉનલોડ કરી શકશે.
  • અંતે વિદ્યાર્થીઓ ડેટશીટની પ્રિન્ટ આઉટ લઈ શકશે.