Home Blog Page 2224

કોરાનાના 335 નવા કેસો, ત્રણનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 335 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,04,142 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,317 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,69,931 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 132 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1828 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,206,779,049 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 45 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

પીઢ અભિનેત્રી તનુજાની તબિયત બગડતાં મુંબઈની હોસ્પિટલમાં દાખલ

મુંબઈઃ વીતી ગયેલાં વર્ષોનાં પ્રસિદ્ધ અભિનેત્રી તનુજાને વૃદ્ધાવસ્થાને કારણે આરોગ્યને લગતી તકલીફ ઊભી થતાં ગઈ કાલે સાંજે અહીંના જુહૂ વિસ્તારની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 80 વર્ષીય તનુજા હાલ હોસ્પિટલના આઈસીયૂમાં છે અને ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ છે. પરિવારની નિકટના એક વર્તુળે સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું છે કે તનુજાની તબિયતમાં સુધારો થયો છે. ચિંતા કરવા જેવું નથી.

તનુજાએ અનેક હિન્દી અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ જાણીતાં અભિનેત્રી શોભના સમર્થ અને નિર્માતા કુમારસેન સમર્થનાં પુત્રી છે. પ્રસિદ્ધ હિન્દી ફિલ્મ અભિનેત્રી સ્વ. નૂતનનાં તેઓ બહેન છે અને જાણીતી અભિનેત્રી કાજોલનાં માતા છે. તનુજા ‘બહારેં ફિર ભી આયેગી’, ‘જ્વેલ થીફ’, ‘હાથી મેરે સાથી’, ‘મેરે જીવન સાથી’ જેવી ફિલ્મોમાં ભજવેલી ભૂમિકા માટે જાણીતાં છે.

દાઉદ ઈબ્રાહિમ કરાચીની હોસ્પિટલમાં એડમિટ; કોઈએ ઝેર આપ્યાનો અહેવાલ

કરાચીઃ ભારત સરકારે જેને મોસ્ટ વોન્ટેડ ગુનેગાર તરીકે ઘોષિત કર્યો છે તે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને આરોગ્યને લગતા મોટા કારણસર કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, એવું સૂત્રોનું કહેવું છે. એવી અફવા છે કે એને ઝેર આપવામાં આવ્યું છે, પરંતુ આ સમાચારને હજી સુધી પુષ્ટિ મળી નથી. દાઉદ બે દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કહેવાય છે કે, કોઈક અજ્ઞાત વ્યક્તિએ દાઉદને ઝેર આપ્યું હતું અને તેને કારણે દાઉદની તબિયત બગડી ગઈ છે. હોસ્પિટલના આખા માળ પર દાઉદ એકમાત્ર દર્દી છે. હોસ્પિટલમાં સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તે માળ પર માત્ર હોસ્પિટલના ટોચના અધિકારીઓ, સભ્યો તથા દાઉદના નિકટના પરિવારજનોને જ જવાની છૂટ છે. કહેવાય છે કે દાઉદને ઝેર અપાયાના સમાચાર વહેતા થતાં પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. કરાચી, લાહોર, ઈસ્લામાબાદ સહિતના ઘણા મોટા શહેરોમાં ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ ગઈ છે. X, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ બંધ છે. ઈન્ટરનેટની સ્પીડ રાતે 8 વાગ્યાથી ધીમી કરી દેવામાં આવે છે.

મુંબઈના 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના કેસમાં દાઉદને માસ્ટરમાઈન્ડ તરીકે ઘોષિત કરાયો છે. દાઉદ પહેલા મુંબઈમાં રહેતો હતો, પણ ગુનાખોરીમાં એની સંડોવણી થતાં એ પાકિસ્તાન ભાગી ગયો હતો. દાયકાઓથી એ ત્યાં જ રહે છે. કહેવાય છે કે, કરાચીનું એરપોર્ટ દાઉદ અને તેના ગાઢ સાગરિતોના નિયંત્રણ હેઠળ છે.

સુવિચાર – ૧૮ ડિસેમ્બર, ૨૦૨૩

સુવિચાર – ૧૮ ડિસેમ્બર, ૨૦૨૩

૧૮ ડિસેમ્બર, ૨૦૨૩

૧૮ ડિસેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 18/12/2023 થી 24/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમને કામકાજમાં ધ્યાન ઓછુ અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય તેમજ કામ પરણે કર્તા હોય તેવી લાગણી મનમાંને મનમાં રહ્યા કરે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ર્વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણા અને સમય નો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.


તમારા મનમાં રહેલી કોઈ વાત જાણે અજાણે ક્યાય રજુ કરવાની તક મળી જાય, લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો, અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજાર ના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ સંભવિત છે.


આ સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાંને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાનીનાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય, ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉદાસીન બનો. બજારના કામકાજ માં તમારામાં કામકાજ કરવામાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં થઇ શકે છે.


તમારી નજીકની વ્યક્તિ જેવીકે ઘરની પાસે રેહતી હોયકે ઓફીસમાં તમારી પાસે કામકાજ કરતી હોય તેવી વ્યક્તિ સાથે કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. ઘરકે કુટુંબમાં ભાઈ બહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે , તારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો, બજારના કામકાજ સારી વાત બની શકે છે.


આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમાર કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળા ની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબત નું ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


તમારી મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચેહરા પર સ્પષ્ટ દેખાઈ આવે, આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકે છે અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જુની વાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે માટે તમારી આશાને સફળતા દેખાવાની સમભાવના તો રહેલી છે પણ તેમાં તમારી થોડી મેહનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત છે. મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી તેમાં પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમાં ચાલતી હોય, બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે જેમાં તમને તમાર કામના અધીરપણ નું ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિ નો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ.


તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદર કે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગા સ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વાતું ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે, તમારા ધરેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રા પ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્ર વર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.

રાશિ ભવિષ્ય 18/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે,  વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે,  વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રરહેવું, પ્રિયજન સાથે વિચાર મતભેદના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે,  તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

ધ્યાન – સમયનો બગાડ

સદ્‍ગુરુ: આ એક ગણતરી, “ધ્યાનથી મને શું મળશે?” એને છોડી દેવી જ જોઇએ. તમારે કંઈપણ મેળવવાની જરૂર નથી. તમારે આનો લાભ લેવાની જરૂર નથી. દરરોજ થોડી મિનિટો બગાડો – થોડો સમય બગાડતા શીખો, બસ. કંઇ થવાની જરૂર નથી. આ તંદુરસ્ત બનવા અથવા પ્રબુદ્ધ બનવા અથવા સ્વર્ગ સુધી પહોંચવા વિશે નથી – આ ફક્ત સમયનો બગાડ છે.

આ દિવસોમાં ઘણી બધી આધુનિક પરિભાષાઓ ચાલે છે, “આજના સત્સંગથી શું મેળવ્યું?” જો તમે ફક્ત મેળવવાની ઝંખના કરો છો, તો તમે ફક્ત નાની વસ્તુ જ લેશો. વાસ્તવિક વસ્તુ તમારી સાથે ક્યારેય આવશે નહીં. જો તમને વાસ્તવિક વસ્તુ જોઈએ છે, તો ફક્ત મેળવવાનો વ્યવસાય બંધ કરો. સરળ રીતે રહો, કંઇ થાય એવું જરૂરી નથી. જો તમે તમારા જીવનની દરેક બાબતમાં આ એક ગણતરી છોડી દો – “હું શું મેળવી શકું?” – તમે ખરેખર અમર્યાદિત અને સંપૂર્ણ કરુણામયી બનશો. બીજો કોઈ રસ્તો નથી. તમારે ફક્ત આ એક સામાન્ય ગણતરી છોડવી પડશે કારણ કે તે તમારા આખા મન અને માનસિક પ્રક્રિયાની ચાવી છે. તે મનમાં થઈ રહેલી બધી પ્રવૃત્તિની ચાવી છે.

તે ફક્ત એટલા માટે કે લોકોમાં માત્ર હોવાની સરળ જાગરૂકતા ન હતી, માટે તે વૈકલ્પિક રીતે સૂચવવામાં આવ્યું હતું કે તમે ફક્ત પ્રેમમાં હોવા જોઈએ. કારણ કે તે એક એવી અવસ્થા છે જ્યાં અમુક હદ સુધી – હું બધી રીતે નહીં કહું – પરંતુ અમુક અંશે તમે કોઈ મેળવ્યા વગર હોઈ શકો. પ્રેમ અથવા કરુણાની ઊંડી ભાવના વિકસાવવા વિશેની બધી વાતો ફક્ત આ તરફ જ છે કે તમે અપેક્ષાને દૂર કરી રહ્યા છો. કોઈના પ્રત્યે તીવ્ર ભાવના ઉત્પન્ન કરીને, “મને શું મળવું જોઈએ?” એને દૂર કરવામાં આવી રહ્યું છે.

જો તમે આ એક ગણતરી તમારા જીવનમાં છોડી દો, તો નેવું ટકા કામ પૂરું થઈ ગયું; બીજા દસ ટકા જાતે જ થશે. તે સાપ-સીડીની રમત જેવું છે. ત્યાં ઘણી સીડી અને ઘણા સાપ છે. ઉપર અને નીચે મુસાફરી થશે, પરંતુ એકવાર તમે છેલ્લા પગથિયે પહોંચો, તે પછી ત્યાં વધુ સાપ નથી. તમારે ફક્ત એક અને એક અને એક મેળવવાનું છે અને તમે ત્યાં છો; તમને ખાઈ જવા માટે વધુ સાપ નથી. આ તેના જેવું જ છે. જો તમે ફક્ત આ એક ગણતરી છોડી દો, તે પછી, વધુ સાપ નહીં. તમે ત્યાં પહોંચો તે માત્ર સમયનો જ પ્રશ્ન છે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ) 

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

પંચાંગ 18/12/2023

કાશી તમિલ સંગમમમાં પહેલીવાર AIનો ઉપયોગ કરવામાં આવ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી તમિલ સંગમમમાં તેમના ભાષણમાં એક નવો પ્રયોગ કર્યો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભાશિનીનો ઉપયોગ તેમના ભાષણને તમિલમાં અનુવાદ કરવા માટે કરવામાં આવ્યો હતો. લોકોએ આનું સ્વાગત કર્યું. આ પ્રયોગ વિશે પીએમ મોદીએ કહ્યું, આજે અહીં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા ટેકનોલોજીનો નવો ઉપયોગ થયો છે. આ એક નવી શરૂઆત છે અને આશા છે કે તે મારા માટે તમારા સુધી પહોંચવાનું સરળ બનાવશે.

કાશી તમિલનો અદભૂત સંબંધ- પીએમ મોદી

કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, કાશી તમિલ વચ્ચે અદ્ભુત સંબંધ છે. તમે બધા સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરીને આટલી મોટી સંખ્યામાં કાશી આવ્યા છો. કાશીમાં, તમે બધા અહીં મહેમાન કરતાં મારા પરિવારના સભ્યો તરીકે વધુ છો. ‘કાશી તમિલ સંગમમ’માં હું આપ સૌનું સ્વાગત કરું છું. પીએમે કહ્યું, તમિલનાડુથી કાશી આવવું એટલે મહાદેવના એક ઘરથી બીજા ઘરે આવવું, તમિલનાડુથી કાશી આવવું એટલે મદુરાઈ મીનાક્ષીના સ્થાનથી કાશી વિશાલાક્ષીના સ્થાન પર આવવું. એટલા માટે તમિલનાડુના લોકો અને કાશીના લોકો વચ્ચેના હૃદયમાં જે પ્રેમ અને સંબંધ છે તે અલગ અને અનોખો છે.

પીએમ મોદીએ કાશીના એક વિદ્યાર્થીનો ઉલ્લેખ કર્યો

પીએમ મોદીએ કહ્યું, સુબ્રમણ્ય ભારતી, જેઓ એક સમયે કાશીના વિદ્યાર્થી હતા, તેમણે લખ્યું હતું – કાશી નગર પુલ્વર પેસુમ ઉરૈતમ કાંચીયલ કેતપદારકુ અથવા કારુવી સેયવોમ, તેઓ કહેવા માંગતા હતા કે કાશીમાં જે મંત્રોનો જાપ કરવામાં આવે છે તે તમિલનાડુના કાંચી શહેરમાં સાંભળી શકાય છે. જો વ્યવસ્થા કરવામાં આવે તો તે સારું રહેશે. આજે સુબ્રમણ્ય ભારતીજીની તે ઈચ્છા પૂરી થઈ રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, કાશી તમિલ સંગમમનો અવાજ આખા દેશ અને સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે. હું આ કાર્યક્રમનું આયોજન કરવા માટે તમામ સંબંધિત મંત્રાલયો, યુપી સરકાર અને તમિલનાડુના તમામ નાગરિકોને અભિનંદન આપું છું.


આ યાત્રામાં દિવસેને દિવસે લાખો લોકો જોડાઈ રહ્યા છે – PM

પીએમ મોદીએ કહ્યું, મારા પરિવારના સભ્યો, ગયા વર્ષે કાશી તમિલ સંગમની શરૂઆતથી, લાખો લોકો દરરોજ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. વિવિધ મઠોના ધાર્મિક નેતાઓ, વિદ્યાર્થીઓ, કલાકારો, સાહિત્યકારો, કારીગરો, વ્યાવસાયિકો અને જીવનના ઘણા ક્ષેત્રોના લોકોને આ સંગમ દ્વારા પરસ્પર સંચાર અને સંપર્ક માટે અસરકારક પ્લેટફોર્મ મળ્યું છે. મને ખુશી છે કે બનારસ હિંદુ યુનિવર્સિટી અને આઈઆઈટી મદ્રાસ પણ આ સંગમને સફળ બનાવવા માટે સાથે આવ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની આ ભાવના ત્યારે પણ દેખાતી હતી જ્યારે અમે સંસદના નવા બિલ્ડીંગમાં પ્રવેશ્યા હતા. નવા સંસદભવનમાં પવિત્ર સેંગોલ સ્થાપિત કરવામાં આવ્યું છે. આદિનમના સંતોના માર્ગદર્શન હેઠળ, આ જ સેંગોલ 1947 માં સત્તા સ્થાનાંતરણનું પ્રતીક બન્યું. આ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાનો પ્રવાહ છે, જે આજે આપણા રાષ્ટ્રના આત્માને પાણી આપી રહ્યો છે.

તમને વિવિધતામાં આત્મીયતાનું કુદરતી અને શ્રેષ્ઠ સ્વરૂપ ભાગ્યે જ ક્યાંય મળશે

પીએમએ કાર્યક્રમમાં કહ્યું, જ્યારે અમારી આસ્થાના કેન્દ્ર કાશી પર ઉત્તરના આક્રમણકારો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો હતો, ત્યારે રાજા પરાક્રમ પાંડિયને તેનકાશી અને શિવકાશીમાં મંદિરો બનાવ્યા હતા અને કહ્યું હતું કે કાશીને નષ્ટ કરી શકાય નહીં. જો તમે વિશ્વની કોઈપણ સંસ્કૃતિ પર નજર નાખો, તો તમને વિવિધતામાં આત્મીયતાનું આટલું સરળ અને ઉમદા સ્વરૂપ ભાગ્યે જ ક્યાંય જોવા મળશે. તેમણે કહ્યું, તાજેતરમાં જ જી-20 સમિટ દરમિયાન પણ ભારતની આ વિવિધતા જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. વિશ્વના અન્ય દેશોમાં રાષ્ટ્રની રાજકીય વ્યાખ્યા રહી છે, પરંતુ ભારત એક રાષ્ટ્ર તરીકે આધ્યાત્મિક માન્યતાઓથી બનેલું છે. આદિ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય જેવા સંતો દ્વારા ભારત એક થયું છે, જેમણે પોતાની યાત્રાઓ દ્વારા ભારતની રાષ્ટ્રીય ચેતનાને જાગૃત કરી હતી. મને વિશ્વાસ છે કે કાશી-તમિલ સંગમનો આ સંગમ આપણી વિરાસતને વધુ મજબૂત બનાવશે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત બનાવશે.