Home Blog Page 2186

આ સધરા જેસંગના સાળાને ઓળખો છો?

આમ તો રાજકારણ ગંભીર વિષય, પણ આજકાલ અમુક નેતાઓના જાહેર વાણી-વર્તાવ જોયા પછી લોકોએ દુઃખી થવાનું છોડીને હસવાનું ચાલુ કરી દીધું છે એ જોઇને લાગે કે, આ નેતાઓ અને કોમેડિયનો વચ્ચે બહુ, ના, બિલકુલ ફરક નથી.

પરંતુ આજે આ નેતાઓની વાત નથી કરવી. વાત કરવી છે રાજકારણ જેવા ગંભીર વિષય પર ખડખડાટ હસાવતી, રાજકારણ અને સમાજકારણમાં આજે જે સ્થિતિ પ્રવર્તે છે એના પર હળવી શૈલીમાં વેધક ચાબકાં ફટકારતી એક નવલકથાની. હાસ્યરસ પ્રધાન હોય એવી રાજકીય નવલકથાઓની વાત આવે એટલે સૌ પ્રથમ શ્રીલાલ શુક્લ રચિત અત્યંત જાણીતી હિન્દી નવલકથા રાગ દરબારીની યાદ આવે, પરંતુ આપણી જે વાત છે એ ગુજરાતી નવલકથાની છે.

આ નવલકથા એટલે સધરા જેસંગનો સાળો. મડિયા રાજા તરીકે પોંખાયેલા આપણી ભાષાના લોકપ્રિય સર્જક ચુનીલાલ મડિયાની કલમે આલેખાયેલી એક અદભૂત હાસ્યનવલ. ગુજરાતી સાહિત્યમાં આમેય પોલિટીકલ હ્યુમર ધરાવતી નવલકથાઓ-કૃતિઓ ઓછી છે, પણ જેટલુ લખાયું છે એમાં શિરમોર અને અપવાદરૂપ કૃતિ કોઇ હોય તો એ આ નવલકથા છે.

અને, આજે એની વાત કરવાનું કારણ એ છે કે, આજે 29 ડિસેમ્બરે મડિયાની 55મી પુણ્યતિથી છે અને આ દિવસે અમદાવાદમાં રતિલાલ બોરીસાગર, બળવંત જાની, અરવિંદ બારોટ ને કિરીટ દૂધાત જેવા દિગ્ગજો મડિયા વિશે બોલી રહ્યા છે.

આ વિદ્વાનો તો મડિયાના સર્જન વિશે સાહિત્યિક દ્રષ્ટિકોણથી બોલશે અને મૂલવશે, પણ આપણે તો આજે ફક્ત ને ફક્ત એક વાચકના દ્રષ્ટિકોણથી સધરા જેસંગના સુવર્ણદ્વીપની રાજકીય દુનિયા માણવી છે.

000                           000                           000

સુવર્ણદીપ તરીકે ઓળખાતા પ્રદેશની રાજધાની સજનગઢમાં બે રાજકીય પક્ષો, પ્રજામંડળ પક્ષ અને લોકસત્તા પક્ષ વચ્ચે જામેલા ચૂંટણી જંગથી શરૂ થતી આ નવલકથામાં મડિયા પૂરજોશમાં ખીલ્યા છે. આરંભમાં જ સુવર્ણદ્વીપના મહારાજા સજનસિંહના અવસાન પછી એમના પાટવીકુંવર મહારાજા દુર્ગેશસિંહજીએ જય જગદંબા લોન્ડ્રી ખોલી હતી એવું કહીને એમણે સંકેત આપી દીધો છે, નવલકથામાં એ રાજા કે રંક (પ્રજા), કોઇનેય બક્ષવાના નથી. કોને ઉમેદવાર બનાવવો એની મૂંઝવણમાં પ્રજામંડળ પક્ષના વડા સેવકરામ અચાનક સજનગઢમાં શાકભાજી વેચતા, રાજકારણનો ‘ર’ ય ન જાણતા સધરા જેસંગને ચૂંટણીમાં ઉમેદવાર બનાવે છે અને કઇ રીતે સધરાનો સાળો નામે ભડક એમને જાદુ કરીને જીતાડે છે અને પછી કઇ રીતે સજનગઢમાં રાજકીય ઘટનાક્રમો સર્જાય છે એના વર્ણનમાં લેખકે રાજકીય નેતાઓ તો ઠીક, સાહિત્યકારો, વેપારીઓ, કોન્ટ્રાક્ટરો, પોલીસ અને અખબારીઆલમ સહિત કોઇને ય છોડ્યા નથી.

પ્રજામંડળ પક્ષના સર્વેસર્વા, આજીવન વિધૂર સેવકરામની વિધવાને જ પરણવાની પ્રતિજ્ઞા, ચૂંટણી વખતે જ સુવર્ણદ્વીપની લોકશાહીનો સ્ટડી કરવા આવેલી વિદેશી મહિલા ફ્લોરાબેનનું લોકોને ઘેલું લાગવું, દરેક રજૂઆતના જવાબમાં સેવકરામનો ‘ધોરણસરનું થશે’ એવો તકિયાકલામ જવાબ, સધરાની જગ્યાએ રાજ્યનો ખરો વહીવટ ચલાવતો એનો સાળો ભડક અને પછીથી સાળા-બનેવી વચ્ચે રાજકીય છૂટાછેડા, ભડકનો પક્ષપલટો, નાગાબાવાનો રાજકીય પ્રવેશ, સેવકરામના ઉપવાસ, સુવર્ણદ્વીપના સાહિત્ય સમારોહમાં અધ્યક્ષ થવાની હોડ… પાને-પાને મડિયા પેટ પકડીને હસાવે છે. તીવ્ર અવલોકનશક્તિ અને વર્ણનશૈલી સાથે હસવા હસવામાં મડિયારાજ્જા કોથળીમાં પાંચશેરી ફટકારતા જાય છે.

અમુક વિધાનો અને સંવાદો તો વાંચ્યા પછી તો એવું જ લાગે કે, જાણે એમણે આજના રાજકારણને ધ્યાનમાં રાખીને જ એ લખ્યા છે. ઉદાહરણોઃ

  • પુનર્લગ્નના સૂચનના જવાબમાં સેવકરામ કહે છેઃ જ્યાં સુધી સમાજના એકએક પુરુષને પત્ની ન મળી રહે ત્યાં સુધી મને પણ અર્ધાંગના અગરાજ ગણાય.
  • અને જ્ઞાતિજનો પણ એવા રૂઢિચુસ્ત કે પોતાની પુત્રીની જેમ મત પણ પરનાતના ઉમેદવારને કદી આપે જ નહીં.
  • કોણ જાણે કેમ, પણ પરધાન એટલે મને પારકું ધાન એમ સમજાય છે.
  • સધરો નિયત સમય કરતાં ખાસ્સો મોડો આવવાથી નેતા તરીકેની એની આબરૂમાં પણ ખાસ્સો વધારો થઇ ગયો.
  • છાપાનાં અગ્રલેખોને હું વ્યગ્રલેખો જ કહું છું. એમાં તંત્રીની પોતાની વ્યગ્રતા જ ઠલવાતી હોય છે.
  • અને તેથી જ ઇસ્પિતાલ ભડભડ બળતું રહ્યું અને પ્રેક્ષકો તટસ્થ રાષ્ટ્રોની શિખર પરિષદના સભ્યોની અદાથી આ તાલ અને તમાશો નિહાળી રહ્યા.
  • મોટા માણસોમાં અશુધ્ધિ તો ચંદ્રના કલંક જેવી શોભી રહે.

આ નવલકથાની પહેલી આવૃત્તિ છેક 1962માં પ્રકાશિત થઇ હતી એટલે મડિયાએ આ 1961-62ના સમયગાળામાં લખી હશે એવું માનીએ તો પણ આજે વર્ષ 2023 (અને 2024)માં, છ દાયકા પછી ય એમાં લખેલી વાતો જાણે આજના સમાજજીવન-રાજકીયજીવનમાં એટલી જ લાગુ પડતી હોય એવું લાગે છે.

જેમ કે, ચૂંટણી વખતે બન્ને રાજકીય પક્ષ વચ્ચે મતદારોને રીઝવવા યોજાતા સામસામા જમણવારો, બન્ને પક્ષના મુખપત્ર જેવા ‘સિંહગર્જના’ અને ‘ડીમડીમ’ વચ્ચેની સ્પર્ધા, પંતપ્રધાન સધરા પાસે કામ કઢાવવા એના સાળા ભડક એટલે કે ભડકદેવના બંગલે થતી ભીડ, સત્તાનું કેન્દ્ર ભડકનો સાગરતરંગ બંગલો, ઘી-વેજીટેબલની બનાવટોમાં ભેળસેળ કરતા વેપારીઓ, રાજકારણમાં નાગાબાવાનો પ્રવેશ અને એને હંફાવવા ડોક્ટર દામાણીનો દામાણીદેવ તરીકેનો અવતાર, સધરો પંતપ્રધાન બનતાં જ શાકભાજીની હાટડી આગળ ફરજ બજાવતા સિપાઇ જીલુભાનું ડીઆઇજી પદે પ્રમોશન, આખેઆખી મતપેટીઓ બદલવાનો ચમત્કાર કરતો ભડક, પક્ષ છોડીને સગા બનેવી સામે મોરચો માંડતો ભડક… આવું બધું આપણી આસપાસ આજેય નથી બનતું? સાહિત્યના કાર્યક્રમોમાં અધ્યક્ષપદે જેને સાહિત્ય સાથે નહાવા નીચોવવાનો સંબંધ ન હોય એવા વેપારીઓ અધ્યક્ષપદે હોય એવું આજે બને છે એવું નહીં, એ સમયમાં પણ મડિયાની નવલકથામાં બને છે! એ છોડોઃ ‘ખાતો નથી અને ખાવા દેતો નથી’ એ સૂત્ર રાજકારણમાં આજે પ્રચલિત છે, પણ મડિયાએ તો એ જમાનામાં આ સૂત્ર આપેલુઃ ‘ખાઓ અને ખાવા દો…!’

સધરો, સધરાનો સાળો ભડક, ઓઘડ, ડોક્ટર દામાણી અને એમની સ્વરૂપવાન દીકરી વત્સલા ઉર્ફ વફાબહેન, ધૂન માટે પ્રખ્યાત ધૂનીબહેન, કુશળવપુશંકર, કવિ પ્રેમપિપાસુ, જોહરમલ, જીલુભા, ઘોઘલો ગંજેરી, સેવકરામ, નાગાબાવા અને ફ્લોરાંબહેન જેવા પાત્રોથી સજનગઢના જાહેરજીવનની જે દુનિયા રચાય છે એમાં આ બધા પાત્રો એક યા બીજા સ્વરૂપે જાણે આપણી આસપાસ આજેય જીવતાં હોય એવું ન લાગે તો જ નવાઇ!

000                           000                           000

બેશક, ચુનીલાલ મડિયા આપણી ભાષાના એક ઉત્તમ, દિગ્ગજ સર્જક. સિનેમાના ચાહકો એમને જાણીતી ફિલ્મ મિર્ચ મસાલાના મૂળ લેખક તરીકે ઓળખે. સાહિત્યજગત એમને લીલુડી ધરતી, વેળાવેળાની છાંયડી અને આલા ધાંધલનું ઝીંઝાવદર જેવી નવલકથાઓ અને અન્ય વાર્તાસંગ્રહોથી ઓળખે. એમ તો મડિયાએ નાટકો અને વિવેચનો લખ્યાં છે. અનુવાદો અને સંપાદનો પણ કર્યા છે. 12 ઓગસ્ટ, 1922ના રોજ જન્મેલા મડિયાએ ફક્ત 46 વર્ષની આયુમાં પુષ્કળ લખ્યું છે અને ઉત્તમ લખ્યું છે.

સધરા જેસંગનો સાળો એ એમાંનું એક, અલગ ફ્લેવરનું સર્જન. કાશ, એ અન્ય ભાષાઓમાં ગઇ હોત કે પછી કોઇ ફિલ્મ નિર્માતાએ એના પર હાથ અજમાવ્યો હોત!

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)

(તસવીર સૌજન્યઃ ચુનીલાલ મડિયાના ફેસબુક પેજ પરથી સાભાર)  

 

 

 

૨૯ ડિસેમ્બર, ૨૦૨૩

૨૯ ડિસેમ્બર, ૨૦૨૩

Chitralekha Gujarati – 08 January, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 29/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.


આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય.


આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.

પંચાંગ 29/12/2023

IND vs SA: સાઉથ આફ્રિકામાં ભારતનું સિરીઝ જીતવાનું સપનું ફરી ચકનાચૂર

સેન્ચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને ઈનિંગ અને 32 રને હરાવ્યું. આ રીતે ભારતીય ટીમનું દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ભારતીય ટીમ બીજા દાવમાં માત્ર 131 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 408 રન બનાવ્યા હતા. ભારતીય ટીમનો પ્રથમ દાવ 245 રન પર સિમિત રહ્યો હતો. આ રીતે દક્ષિણ આફ્રિકાને 163 રનની લીડ મળી હતી.

બીજા દાવમાં પણ ભારતીય બેટ્સમેનોનો ફ્લોપ શો ચાલુ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા કોઈ રન બનાવ્યા વગર વોકઆઉટ થઈ ગયો હતો. યશસ્વી જયસ્વાલ 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી શુભમન ગિલ 26 રન બનાવીને પેવેલિયન ગયો હતો. જોકે વિરાટ કોહલીએ 76 રનની ઇનિંગ રમી હતી, પરંતુ બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે અનુક્રમે 6 અને 4 રન બનાવ્યા હતા. રવિ અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે અનુક્રમે 0, 2 અને 0 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયા દરેક રીતે ઘૂંટણિયે પડી ગઈ

જોકે, ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો બે દાવમાં એટલા રન બનાવી શક્યા ન હતા જેટલા રન સાઉથ આફ્રિકાની ટીમે એક દાવમાં કર્યા હતા. આ સિવાય સાઉથ આફ્રિકાએ માત્ર એક ઇનિંગમાં 108.4 ઓવર બેટિંગ કરી હતી, પરંતુ ભારતીય બેટ્સમેનો બંને ઇનિંગ્સ સહિત માત્ર 101.5 ઓવર જ રમી શક્યા હતા. ખાસ કરીને બીજા દાવમાં ભારતીય બેટ્સમેનોએ ખૂબ જ નબળી બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો બીજી ઈનિંગમાં માત્ર 34.1 ઓવર જ રમી શક્યા હતા. સાઉથ આફ્રિકાના ઓપનર ડીન એલ્ગરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ડીન એલ્ગરે 185 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 28 ચોગ્ગા ફટકાર્યા હતા.

જોકે, દક્ષિણ આફ્રિકાની ટીમ 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી રમાશે. બંને ટીમો કેપટાઉનમાં સામસામે ટકરાશે. ભારતીય ટીમ કેપટાઉન ટેસ્ટ જીતીને શ્રેણીને ડ્રો પર ખતમ કરવા ઈચ્છે છે. દક્ષિણ આફ્રિકા તરફથી નાન્દ્રે બર્જરે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. માર્કો યુનસેનને 3 સફળતા મળી. આ સિવાય કાગિસો રબાડાએ ટીમ ઈન્ડિયાના 2 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. કાગિસો રબાડાએ આ મેચમાં 7 વિકેટ લીધી હતી.

આ પહેલા દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા 245 રનમાં સમેટાઈ ગઈ હતી. કેએલ રાહુલે 101 રનની સદીની ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડાએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. નાન્દ્રે બર્જરને 3 સફળતા મળી. આ સિવાય માર્કો યુનસેન અને ગેરાલ્ડ કોએત્ઝીએ 1-1 બેટ્સમેનને આઉટ કર્યા હતા.

દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 408 રન પર સમેટાઈ ગયો હતો. આ રીતે યજમાન ટીમને 163 રનની લીડ મળી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ઓપનર ડીન એલ્ગરે સૌથી વધુ 185 રન બનાવ્યા હતા. માર્કો યુનસેન 84 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે પ્રથમ દાવમાં સૌથી સફળ બોલર રહ્યો હતો. જસપ્રીત બુમરાહે 26.4 ઓવરમાં 69 રનમાં 4 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. મોહમ્મદ સિરાજને 2 સફળતા મળી. આ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણ અને રવિ અશ્વિને 1-1 વિકેટ લીધી હતી.

Bye Bye 2023: સમગ્ર વર્ષ દરમિયાન ભારતમાં બનેલી વિવિધ ઘટનાઓ પર એક નજર

2023 નું વર્ષ સમાપ્ત થવાના આરે છે. હવે નવા વર્ષને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવે તમને ખ્યાલ હશે કે આ 2023ના વર્ષમાં દેશભરના લોકો માટે અલગ અલગ અનુભવો રહ્યા. તો બીજી તરફ આ વર્ષ દરમિયાને કેટલીક સારી ઘટના બની તો કેટલીક ખરાબ ઘટનાઓએ લોકોને હચમચાવી નાખ્યા હતા. વર્ષ 2023એ દેશ માટે ઐતિહાસિક સાબિત થયું છે. આ વર્ષે ભારતે આવી અનેક સિદ્ધિ હાંસલ કરી છે, જે ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ છે. સફળ ચંદ્રયાન મિશન, G20ની અધ્યક્ષતા અને આદિત્ય L-1 મિશને ભારતને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ આપી છે. આ સાથે ભારતનું નવું સંસદ ભવન, સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા લોકોને બચાવવા અને વિશ્વ સ્તરની સ્પર્ધામાં ભારતની સિદ્ધિ ખૂબ જ ખાસ રહી છે. જો કે દેશે આખા વર્ષ દરમિયાન અનેક મોટા પડકારોનો પણ સામનો કર્યો છે. તો ચાલો આજે સમગ્ર વર્ષ દરમિયાન ભારતમાં બનેલી વિવિધ ઘટનાઓ વિશે જાણીએ, જેણે આ વર્ષને યાદગાર બનાવ્યું છે.

જાન્યુઆરીમાં કુસ્તીબાજોએ જાતીય સતામણી વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા

જાન્યુઆરી 2023ના શરૂઆતના દિવસો કુસ્તીબાજો માટે ખૂબ જ પડકારજનક સાબિત થયા હતા, કારણ કે ભારતની મહિલા કુસ્તીબાજોએ ભારતીય રેસલિંગ ફેડરેશનના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જોરદાર વિરોધ કર્યો હતો. બ્રિજ ભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ હતો. આ દરમિયાન તેમની માંગ હતી કે બ્રિજ ભૂષણને તેમના પદ પરથી બરતરફ કરવામાં આવે અને મામલાની તપાસ થવી જોઈએ. જોકે, હજુ સુધી આ મામલો થાળે પડ્યો નથી. તાજેતરમાં સંજય સિંહ WFIના વડા તરીકે ચૂંટાતા કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી, અને બજરંગ પુનિયાએ તેમનું પદ્મશ્રી પરત કર્યું છે. બાદમાં રમત-ગમત મંત્રાલયે સંજય સિંહને WFI ચીફના પદ પરથી બરતરફ કર્યા હતા. એમ કહી શકાય છે કે, એક વર્ષ પછી પણ કુસ્તીબાજો તેમના ન્યાય માટે લડી રહ્યા છે.

ફેબ્રુઆરી 2023માં ક્રિકેટ જગતમાં ભારતીય ટીમે ઈતિહાસ સર્જ્યો

ભારતીય ટીમે ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવીને ક્રિકેટ જગતમાં નવો ઈતિહાસ રચ્યો હતો. ક્રિકેટ પ્રેમીઓ માટે આ સોનેરી ક્ષણ હતી. ભારતીય ટીમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર-1 ટીમ બની ગઈ હતી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે રાષ્ટ્રીય ટીમ એક સાથે ત્રણેય ફોર્મેટમાં ટોચ પર રહી હોય.

માર્ચ મહિનો રાજકીય ઊથલપાથલથી ભરેલો હતોપૂર્વોત્તર રાજ્યોની ચૂંટણીઓ અને રાહુલ ગાંધીને લોકસભામાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. 2019માં માનહાનિના કેસમાં ગુજરાતની સુરત કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા અને સજા ફટકારવામાં આવ્યા બાદ હવે તેમનું સંસદ સભ્યપદ રદ કરાયું હતું. જો કે બાદમાં માનહાનિના કેસમાં SCએ રાહુલની બે વર્ષની સજા પર રોક લગાવી દીધી હતી.

એપ્રિલમાં ચીનને પાછળ છોડી ભારત વિશ્વનો વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો

ભારતે એપ્રિલમાં એક રેકોર્ડ બનાવ્યો હતો. હકીકતમાં ભારત વસ્તીની દ્રષ્ટિએ ચીનને પાછળ છોડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો. સંયુક્ત રાષ્ટ્રના અનુમાન મુજબ, ભારતની વસ્તી આગામી ત્રણ દાયકા સુધી વધવાની ધારણા છે, જો કે તે પછી ધીમે-ધીમે તેમાં ઘટાડો થશે.

એપ્રિલના મધ્યમાં જ ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પત્રકારો બનીને આવેલા હત્યારાઓએ મીડિયાની સામે લાઈવ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જો કે ઘટનાસ્થળેથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ પછી એપ્રિલમાં કટ્ટરપંથી ખાલિસ્તાની વારિસ પંજાબ દેના વડા અમૃતપાલની પણ એક મહિના સુધી સતત પીછો કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ પોલીસને તેમના મિશનમાં સફળતા મળી હતી. હાલ અમૃતપાલને જેલમાં રાખવામાં આવ્યો છે.

મે મહિનામાં મણિુપરમાં હિંસા ફાટી અને 2000 રૂ.ની નોટ પાછી ખેંચાઈ

મે મહિનો દેશ માટે ખૂબ જ પડકારજનક રહ્યો. મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આખું મણિપુર આગચંપી, અપહરણ અને હત્યાઓથી ઝઝૂમી રહ્યું હતું અને રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો હતો. આ હિંસામાં ઘણા નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જો કે, આ મુદ્દો ત્યારે વધુ ગૂંજ્યો જ્યા જુલાઈ 2023માં 4 મેનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક સમાજની બે મહિલાઓને ટલાક લોકોએ નગ્ન કરીને રસ્તા પર પરેડ કરી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દેશભરમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. હજુ પણ મણિપુરમાં વારંવાર હિંસાની ઘટના બનતી હોય છે.

કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આની જાહેરાત કરતા RBIએ કહ્યું કે ‘Clean Note Policy’ હેઠળ RBIએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, RBIએ કે 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકમાં 2000 રૂપિયાની નોટ બદલવાની સમય મર્યાદા આપી હતી. જો કે, હાલમાં જેમની પાસે હજુ પણ 2000 રૂપિયાની ચલણી નોટ હોય તો તેઓ રિઝર્વ બેન્કમાં જઈ નોટ પરત કરાવી શકે છે.

સૌથી ખાસ અને દેશનું ગૌરવ વધારનાર વાત એ બની કે, 28 મેના રોજ જ ભારતને તેની નવી અને અત્યાધુનિક સંસદની ઇમારત મળી. પીએમ મોદીએ 28મી મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. 971 કરોડના ખર્ચે બનેલી આ ઈમારતમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 300 સાંસદો બેસી શકે છે.

દક્ષિણ ભારતના મહત્વના રાજ્ય કર્ણાટકમાં મે મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જંગી જીત નોંધાવી અને ભાજપને સત્તા પરથી હટાવી દીધી. કોંગ્રેસે વિધાનસભાની 224 બેઠકોમાંથી 135 બેઠકો જીતી અને પ્રચંડ બહુમતી સાથે પોતાની સરકાર બનાવી.

જૂનમાં કુદરતી અને માનવસર્જિત ઘટનાએ કેટલાયના જીવ લીધા

જૂનની શરૂઆત દેશ માટે ખૂબ જ પીડાદાયક રહી. 2 જૂનના રોજ,ઓડિશામાં ચેન્નઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ અને SMVT બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં લગભગ 300 લોકોના મૃત્યુ થયા અને લગભગ 850 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ભારતીય રેલવેના ઈતિહાસની મોટી ઘટના સાબિત થઈ હતી.


ચક્રવાત બિપરજોયે આ વર્ષે જૂનની શરૂઆતમાં ગુજરાતમાં તબાહી મચાવી હતી, બિપરજોય વર્ષ 1977 પછી ઉત્તર હિંદ મહાસાગરમાં સૌથી લાંબુ સક્રિય ચક્રવાતી તોફાન હતું. ચક્રવાત બિપરજોયએ ભારત અને પાકિસ્તાનને અસર કરી હતી, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 1,80,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ વાવાઝોડું અરબી સમુદ્રમાં કુલ 13 દિવસ અને ત્રણ કલાક સુધી સક્રિય રહ્યું હતું.

જુલાઈમાં હિમાચલ પ્રદેશમાં વિનાશક પૂર આવ્યો

જુલાઈ મહિનામાં બે મોટી ઘટનાઓના કારણે દેશભરમાં ચર્ચાઓ જોર પકડ્યું હતું. હકીકતમાં મણિપુરમાં હિંસા પછી, ત્યાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેથી કોઈ પણ પ્રકારની હિંસા ન વધે. થોડા સમય પછી જુલાઈમાં ઈન્ટરનેટ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું, જે પછી એક ખૂબ જ શરમજનક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં બે મહિલાઓ નગ્ન અવસ્થામાં ફરતી જોવા મળી હતી અને ઘણા પુરુષો તેને ફિલ્માવી રહ્યા હતા.

મામલો અહીં જ અટક્યો ન હતો. ભારતને પણ જુલાઈમાં કુદરતનો માર સહન કરવો પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યને વિનાશક ભૂસ્ખલન અને પૂરનો સામનો કરવો પડ્યો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર સુંદર પર્યટન સ્થળની સુંદરતાનો નાશ કર્યો હતો અને કરોડોની સંપત્તિ વેરવિખેર બની હતી. સરકારી અંદાજ મુજબ, રાજ્યને અંદાજે 12,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ તોફાની મહિનામાં ભારતે 14 જુલાઈએ એક ઐતિહાસિક પગલું ભર્યું.આ દિવસે ભારતે તેનું ચંદ્રયાન મિશન-3 લોન્ચ કર્યું હતું.

ઓગસ્ટમાં ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર પહોંચી ઈતિહાસ રચ્યો

ઓગસ્ટ મહિનો ભારત માટે ઐતિહાસિક મહિનો સાબિત થયો. હકીકતમાં, 23 ઓગસ્ટના રોજ, ભારતે તેના ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ કરીને ઇતિહાસ રચ્યો હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત એકમાત્ર દેશ બન્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ બાદ સમગ્ર વિશ્વમાં ભારતની પ્રશંસા થવા લાગી. દરેકે ભારતને તેની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સપ્ટેમ્બરમાં ભારતે G-20ની અધ્યક્ષતા કરી

સપ્ટેમ્બર મહિનામાં પણ ભારતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. હકીકતમાં આ મહિને નવી દિલ્હીમાં G20 સમિટનું આયોજન કરાયું હતું. રાજધાનીમાં આયોજિત આ સમિટમાં ઘણા શક્તિશાળી વૈશ્વિક નેતાઓએ ભાગ લીધો હતો. આ સમિટમાં અમેરિકાના પ્રમુખ જો બિડેન, ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક, ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સહિત વિશ્વભરના અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો. G-20 સમિટમાં ભારતે મોટી સફળતા હાંસલ કરી હતી.

મહિલા આરક્ષણ બિલ અથવા નારી શક્તિ વંદન એક્ટને 29 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂની સંમતિ મળી હતી, જેનાથી તે કાયદો બનવાનો માર્ગ મોકળો થયો હતો. આ સાથે જ લોકસભા અને દેશની તમામ વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે. આ બિલ સંસદના વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ 20 સપ્ટેમ્બરે લોકસભામાં અને 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં પસાર થયું હતું.

ઑક્ટોબરમાં ભારતે એશિયન ગેમ્સમાં 107 મેડલ જીત્યા

G-20 ની સફળતા બાદ P-20 સમિટનું આયોજન ભારતમાં 13-14 ઓક્ટોબર 2023 ના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર’, દ્વારકા દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. P-20 સમિટમાં G20 દેશોની સંસદના સ્પીકર્સ અને અધ્યક્ષોએ ભાગ લીધો હતો. આ સમિટમાં 25 દેશોના પ્રમુખ અધિકારીઓ અને G20 સભ્ય દેશોના 10 ડેપ્યુટી સ્પીકરોએ ભાગ લીધો હતો.

ચીનમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારતે 100 મેડલનો આંકડો સ્પર્શીને વધુ એક ઈતિહાસ રચ્યો છે. ભારતે હાંગઝોઉ 2023માં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ સહિત કુલ 107 મેડલ જીત્યા હતા.

આ મહિને સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો અને સર્વસંમતિથી ગે લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. જો કે, આ નિર્ણય પણ એકદમ શાંતિપૂર્ણ રીતે અપનાવવામાં આવ્યો હતો.

નવેમ્બરમાં સિલ્કયારા ટનલમાં ફસાયેલા મજૂરોનો આબાદ બચાવ

નવેમ્બર મહિનો અનેક પાસાઓથી ઘણો મહત્ત્વનો હતો. હકીકતમાં, જ્યારે આખો દેશ દિવાળીનો તહેવાર ઉજવી રહ્યો હતો, ત્યારે ઉત્તરાખંડમાં સિલ્ક્યારા સુરંગ તૂટી પડતાં 41 મજૂરો ફસાઈ ગયા. દેશે જોયેલી આ એક અલગ પ્રકારની અસાધારણ કટોકટી હતી. વાસ્તવમાં, એક પ્રોજેક્ટ પર કામ કરી રહેલા 41 મજૂરો રાબેતા મુજબ તેમના કામ પર ગયા હતા, પરંતુ કમનસીબે ટનલના માર્ગ પર ભૂસ્ખલન થતાં તમામ 41 મજૂરો તેમાં ફસાઈ ગયા હતા. 13-14 દિવસ સુધી વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને પ્રયાસો દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ક્રિકેટ પ્રેમીઓ માટે તે ખૂબ જ દુઃખદ હતું. વાસ્તવમાં, ભારતે વર્લ્ડ કપ સિરીઝમાં ઘણી સફળતા હાંસલ કરી હતી અને 19 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ રમી હતી. જો કે, તે સાંજે દેશના લગભગ 1.4 અબજ લોકોના હૃદય તૂટી ગયા હતા. 40 રાત સુધી અજેય રીતે આગળ વધ્યા બાદ ભારતને 41મી રાત્રે ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

ડિસેમ્બરમાં સંસદ હુમલાની વરસી પર ફરીવાર હુમલો થયો

ડિસેમ્બરની શરૂઆત રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. વાસ્તવમાં, 3 ડિસેમ્બરે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમના ચૂંટણી પરિણામો જાહેર થયા હતા, જ્યાં ભાજપે ત્રણ રાજ્યોમાં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી હતી. તે જ સમયે, તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ZPM પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી હતી.

સુપ્રીમ કોર્ટે 11 ડિસેમ્બર, 2023ના રોજ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું હતું કે કલમ 370 એક અસ્થાયી વ્યવસ્થા હતી, જેને હટાવવાનો નિર્ણય સંપૂર્ણપણે બંધારણીય છે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે જમ્મુ-કાશ્મીરને જલ્દી રાજ્યનો દરજ્જો આપવામાં આવે.

બીજી મોટી ઘટના ડિસેમ્બરના મધ્યમાં સંસદ હુમલાની વરસી પર કરવામાં આવી હતી. હકીકતમાં લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદી પડ્યા અને કેનમાંથી પીળો ધુમાડો છોડ્યો. જો કે, આ મુદ્દો સમગ્ર દેશમાં ગુંજી ઉઠ્યો. હાલમાં દિલ્હી પોલીસ અને સ્પેશિયલ સેલ આ મામલે ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે.

6 જ દિવસમાં ‘સાલાર’નું કલેક્શન રૂ. 500 કરોડને પાર

ભારતીય સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર પૈકીના એક પ્રભાસ ફરી એકવાર થિયેટરોમાં રાજ કરી રહ્યા છે. ‘બાહુબલી 2’ પછી પ્રભાસની ફિલ્મો લોકોની અપેક્ષા મુજબ સારું પ્રદર્શન કરી શકી ન હતી. તેમની ફિલ્મ ‘સાહો’ હજુ પણ સારી કમાણી કરી હતી, પરંતુ ‘રાધે શ્યામ’ અને ‘આદિપુરુષ’ની હાલત સારી નહોતી. આવી સ્થિતિમાં પ્રભાસના સ્ટારડમ પર પણ સવાલો ઉઠી રહ્યા હતા. પરંતુ હવે ‘સાલારે’ એવો ધડાકો કર્યો છે કે આવા તમામ સવાલોના ધુમાડા ઉઠી ગયા છે.
KGF બ્રહ્માંડ બનાવનાર નિર્દેશક પ્રશાંત નીલ સાથે પ્રભાસનો કોમ્બો એક વિસ્ફોટક એક્શન ફિલ્મ લઈને આવ્યો છે. વિવેચકો દ્વારા આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે અને લોકો પણ પ્રભાસના એક્શનથી લઈને પ્રશાંતના વિઝન સુધીની દરેક વસ્તુની પ્રશંસા કરી રહ્યા છે. ગયા શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘સાલાર’એ માત્ર 6 દિવસમાં કમાણી કરીને મોટા રેકોર્ડ્સને પડકારવાનું શરૂ કર્યું છે.

પહેલા દિવસથી જ જોરદાર કમાણી શરૂ

પ્રભાસની ફિલ્મે પહેલા દિવસથી જ જોરદાર કમાણી શરૂ કરી દીધી હતી. 2023ની સૌથી મોટી વિશ્વવ્યાપી ઓપનિંગ લાવનાર ‘સાલાર’નો ક્રેઝ કામકાજના દિવસોમાં પણ મજબૂત રહે છે. નવું સપ્તાહ શરૂ થયા બાદ પણ ફિલ્મની કમાણી ઝડપથી વધી રહી છે. હવે ‘સાલાર’એ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર રૂ. 500 કરોડનો સીમાચિહ્નરૂપ આંકડો પાર કરી લીધો છે. અને આશ્ચર્યજનક વાત એ છે કે પ્રભાસની ફિલ્મને આ કરવામાં માત્ર 6 દિવસનો સમય લાગ્યો હતો. ‘સલાર’એ બુધવારે ભારતીય બોક્સ ઓફિસ પર 18 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. 6 દિવસ બાદ ફિલ્મનું નેટ કલેક્શન 299 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. ગુરુવારે આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરશે.

‘સાલાર’ આ વર્ષની 7મી સૌથી મોટી ભારતીય ફિલ્મ

‘સલાર’નું હિન્દી વર્ઝન શાહરૂખ ખાનની ‘ડંકી’ જેવી ફિલ્મોની સામે પણ ઘણી કમાણી કરી રહ્યું છે. પ્રભાસની ફિલ્મે બુધવારે હિન્દીમાં આશરે રૂ. 8 કરોડની કમાણી કરી છે, જે એક મજબૂત કલેક્શન છે. આ સાથે ‘સાલર’ના હિન્દી વર્ઝને બોક્સ ઓફિસ પર 85 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આગામી 2 દિવસમાં પ્રભાસની ફિલ્મનું હિન્દી વર્ઝનથી જ નેટ કલેક્શન 100 કરોડ રૂપિયાને વટાવી જશે. ‘સાલાર’ 2023માં 7મી સૌથી મોટી ભારતીય ફિલ્મ બની ગઈ છે. તેણે સલમાન ખાનની ‘ટાઈગર 3’ને વર્લ્ડવાઈડ કલેક્શનના મામલે પાછળ છોડી દીધી છે. ‘ટાઈગર 3’નું વિશ્વભરમાં કુલ 466 કરોડ રૂપિયાનું કલેક્શન હતું. ‘સાલાર’ આ વર્ષની 7મી સૌથી મોટી ભારતીય ફિલ્મ છે.

ટૂંક સમયમાં જ ‘જેલર’, ‘લિયો’ અને ‘ગદર 2’ને પાછળ છોડી દેશે

પ્રભાસની ફિલ્મ ટૂંક સમયમાં જ ‘જેલર’, ‘લિયો’ અને ‘ગદર 2’ને પાછળ છોડી દેશે જેણે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર રૂ. 600 કરોડથી રૂ. 700 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સપ્તાહના અંત સુધીમાં તે ‘જવાન’, ‘પઠાણ’ અને ‘એનિમલ’ પછી વર્ષની ચોથી ટોચની ફિલ્મ બની જશે.

કોરોના બીમારી સામે જંગ હારી ગયા પીઢ તામિલ એક્ટર, નેતા વિજયકાંત

ગુરુવાર, 28 ડિસેમ્બરે અવસાન પામેલા જાણીતા તામિલ ફિલ્મ અભિનેતા અને નેતા વિજયકાંત (71)ના પાર્થિવ દેહના દર્શન માટે ચેન્નાઈમાં માનવમહેરામણ ઉમટ્યો હતો. વિજયકાંતના સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવાનો તામિલનાડુ સરકારે નિર્ણય લીધો હતો. વિજયકાંતના અવસાનને પગલે વિજયકાંતના સમર્થકો અને પ્રશંસકોમાં ભારે શોક ફેલાઈ ગયો છે.

વિજયકાંતની અંતિમ યાત્રા વખતે માનવમહેરામણ ઉમટ્યો હતો. લોકોને નિયંત્રણમાં રાખવા માટે પોલીસોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

વિજયકાંતને કોરોનાવાઈરસ મહામારીનો ચેપ લાગ્યો હતો અને તેઓ નવેમ્બર મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

વિજયકાંતે સક્રિય રાજકારણમાં પ્રવેશતા પહેલાં 150થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. ડીએમડીએક નામનો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો. તેઓ 18 વર્ષ સુધી તામિલનાડુના રાજકારણમાં સફળતાપૂર્વક આગળ વધતા રહ્યા હતા. એમણે કરૂણાનિધિ અને જયલલિતા જેવા દિગ્ગજ નેતાઓને ટક્કર આપી હતી.

વિજયકાંતના પોસ્ટરને સ્પર્શ કરીને શોક વ્યક્ત કરતો એમનો એક સમર્થક

અંતિમયાત્રા વખતે શોક વ્યક્ત કરતો વિજયકાંતનો એક સમર્થક.

શોક વ્યક્ત કરતી વિજયકાંતની મહિલા સમર્થક

આતંકવાદી હાફિઝ સઈદને ભારતને સોંપવાની માંગ

મુંબઈમાં 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર-એ-તૈયબાના નેતા આતંકી હાફિઝ સઈદને ભારત લાવવાની ચર્ચા ચાલી રહી છે. પાકિસ્તાની મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતે પાકિસ્તાન સરકાર પાસે આતંકી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની સત્તાવાર માંગ કરી છે. ઈસ્લામાબાદ પોસ્ટ જણાવે છે કે ભારતે પાકિસ્તાનને હાફિઝ સઈદને સોંપવા માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે.

મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકવાદી હાફિઝ સઈદને ભારત લાવવામાં આવશે! પાકિસ્તાની મીડિયા દાવો કરી રહ્યું છે કે ભારતે આ માંગ કરી હતી.