Home Blog Page 203

વાસ્તુ: તહેવારોમાં વધતી જતી અસંસ્કારી પ્રવૃત્તિઓ

સંસ્કૃતિના નામે વિકૃતિ ફેલાવવાનો પ્રયાસ સતત થતો હોય ત્યારે દરેક વ્યક્તિની ફરજ છે કે સાચું શું છે તેનો વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. “બુરા ન માનો હોળી હૈ” કહીને કોઈની અનિચ્છાએ છેડતી કરવી એ સંસ્કૃતિ નથી. ભારતીય તહેવારોના નામે દારૂ પીીને છાકટા થવું એ પણ સંસ્કૃતિ નથી. ભારતીય સંસ્કૃતિ વૈજ્ઞાનિક અને સામાજિક પરિબળો સાથે કુદરતના નિયમોને આધીન રહી વિકસેલી છે. તેથી ધંધાદારી વલણ સાથે ગંદકી ફેલાવવાને ઉત્સવ ગણાવી શકાય નહીં.

રંગો અને રંગોળી, દીપ અને ધૂપ જેવી પરંપરાઓને ભૂલીને રેઇન ડાન્સ, મીણબત્તી અને બીભત્સ નૃત્ય તરફ વળતા લોકોને માત્ર મનોરંજન માટે કારણો જોઈએ છે. આવા કારણોને સંસ્કૃતિ સાથે જોડવા યોગ્ય નથી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે આપેલા ઈમેઇલ પર પૂછો.

પ્રશ્ન: સામાન્ય રીતે કોઈ સ્ત્રીને પોતાની સાચી ઉમર જણાવવામાં રસ નથી હોતો, પરંતુ મારી વાતને આધાર આપવા માટે જણાવું છું કે ૪૫ વર્ષની ઉમર સુધીમાં મેં અનેક દિવાળીઓ અને હોળીઓ અનુભવી છે. થોડા સમય પહેલા અમારી સોસાયટીમાં નવી કમિટી આવી. એમનું માનવું છે કે ઉત્તર ભારતીય રીત મુજબ તહેવાર ઉજવવા જોઈએ. પરંતુ એના ભાગરૂપે તેમણે સોસાયટીને પોતાના પિતાશ્રીની જાગીર સમજીને વેપારવૃત્તિ શરૂ કરી છે.

વરસોથી હોળી પર રેઇન ડાન્સ થતો હતો. કોઈ ટીકીટ નહોતી અને ખાવાનું સોસાયટી તરફથી જ મળતું હતું. સૌને આનંદ આવતો. પરંતુ છેલ્લા બે વર્ષથી ટીકીટ વેચવામાં આવે છે. કમિટીની આ રીત જોઈને ઘણા રહીશો વિરોધ કરીને ટીકીટ વગર આવવાની માંગ કરવા લાગ્યા. બદલો લેવા માટે કમિટીએ બહારના લોકોને પણ ટીકીટ વેચી. કેટલાક લોકો દારૂના નશામાં આવ્યા અને સોસાયટીની એક યુવતી સાથે છેડતી કરી. તેઓ કહેતા હતા – “બુરા ન માનો, હોળી હૈ.” કેટલાક ઉત્તર ભારતીય લોકોએ તો એમ પણ કહ્યું કે જો છેડતી ન કરાવવી હોય તો હોળીના દિવસે બહાર કેમ નીકળ્યા?

ફરિયાદ કરતાં ખબર પડી કે એમની પાસે તો અમારી હોળીની ટીકીટ હતી.

પહેલી વાત, અમારી સોસાયટીની હોળીની ટીકીટ બહારના લોકો ખરીદી જ ન શકે. બીજી વાત, ટીકીટ રેઇન ડાન્સ માટે હોય તો પણ છેડતી કરવાની કોઈને છૂટ નથી. ગુજરાતમાં દારૂબંધી છે. તેથી તહેવારમાં તો બધા પીવે જ ને? એવું કહીને બાબતને અવગણવી યોગ્ય નથી. અને હોળી ઉજવવી એટલે છેડતી સહન કરવા બહાર નીકળવું – એવો કોઈ નિયમ નથી.

સમાજની અધોગતિ અને સંસ્કૃતિનું પતન હદ વટાવી રહ્યા છે. આવા વિચારોમાં સકારાત્મકતા લાવવા શું કરી શકાય?

જવાબ: સૌથી પહેલી ભૂલ તમારી સોસાયટીના રહીશોની છે – કારણ કે તેઓ વિરોધ કરવાનું ભૂલી ગયા. કોઈ ગુંડા-મવાલીને કમિટીમાં લેતા પહેલા તપાસ કરવી જરૂરી છે. બીજી વાત, છેડતી જાહેરમાં થઇ છતાં કોઈએ પીડિતાની મદદ ન કરી. દારૂના નશામાં લોકો છેડતી કરતા રહ્યા અને બાકી લોકો “બુરા ન માનો” કહીને તમાશો જોતાં રહ્યા.

નવી કમિટી પસંદ કરતી વખતે સાવચેતી રાખો. જે થયું તે ખોટું છે, પરંતુ જો હવે પણ અવાજ નહીં ઉઠાવો તો ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ભયાનક બની શકે છે. તમે એવા લોકોની ભૂલો માફ કરી રહ્યા છો જેઓની હિંમત વધતી જાય છે. ખોટું છે તો તેનો વિરોધ કરો. કોઈ મસીહા આવીને બચાવશે એવી ભ્રાંતિ રાખશો નહીં. મોડું થાય તે પહેલા જાગો અને નિર્ણય લો.

ભારતીય વાસ્તુ પ્રમાણે જોવામાં આવે તો તમારી સોસાયટીના નૈરુત્ય ખૂણામાં સફાઈ કામદાર, સપ્લાયર વગેરે પોતાની અંગત સમસ્યાઓ માટે ભેગા થાય છે. આવી ઉર્જાની અસર આસપાસના જીવન પર પડે છે. ઉપરાંત કમિટી કામધંધો છોડીને સતત ઓફિસમાં બેસી રહે છે; નવરું મન ઘણી વખત નકારાત્મક વિચારો પેદા કરે છે. આ બંને બાબતો બંધ કરાવવી જોઈએ.

સૂચન: વ્યક્તિની હાજરીની પણ એક ઉર્જા હોય છે. તેથી સકારાત્મક લોકો અને સારા વિચારોને જ પોતાની જગ્યામાં આવકારવા જોઈએ.

(આપના સવાલો મોકલી આપો Email : vastunirmaan@gmail.com)

પંચાંગ 06/03/2026

૦૬ માર્ચ ૨૦૨૬

Chitralekha Gujarati – 16 March, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

ફાઈનલમાં ભારતની એન્ટ્રી, સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું

ટી20 વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલમાં ભારત ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. ટોસ જીતીને ઈંગ્લેન્ડે ભારતને પહેલા બેટિંગ આપી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા પહાડી સ્કોર ક્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 253 રન ફટકારી ઈંગ્લેન્ડને જીત માટે 254 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડે પણ મજબૂત લડત આપી હતી અને 20 ઓવરમાં 7 વિકેટે 246 રન કરી શક્યું હતું.

ટી20 વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી મહત્વપૂર્ણ મેચમાં રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારતે શાનદાર બેટિંગ કરતા પહાડી સ્કોર ઉભો કર્યો હતો. જેમાં આજે પણ સંજૂ સેમસને શાનદાર બેટિંગ કરતા 89 રન ફટકાર્યા હતા. જો કે તે શતક ચૂકી ગયા હતા. સંજૂ સેમસને 42 બોલમાં 89 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 7 સિક્સર અને 8 ફોર ફટકારી હતી. તો બીજી તરફ આજે પણ અભિષેક નિષ્ફળ સાબિત થયો હતો. અભિષેક શર્માએ 7 બોલમાં 9 રન કર્યા હતા. તો ઈશાન કિશને 18 બોલમાં 39 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. શિવમ દૂબેએ પણ શાનદાર બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે 6 બોલમાં 11 રનની ઈનિંગ રમી હતી.

મેચ દરમિયાન ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેનોએ આત્મવિશ્વાસ સાથે રમત દેખાડતા રનગતિ ઝડપી રાખી હતી. મેદાનના ચારેય બાજુ શાનદાર શોટ્સ રમતા ભારતે સ્કોરબોર્ડ પર ઝડપથી રન ઉમેર્યા અને ઈંગ્લેન્ડના બોલરો પર દબાણ બનાવી દીધું. મધ્યક્રમના બેટ્સમેનોએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપતા ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.

ભારતીય વાયુસેનાનું Su-30 MKI ફાઇટર જેટ ટેકઓફ બાદ થયું ગાયબ

આસામમાં સુખોઈ-30 MKI ફાઇટર જેટનો રડાર સંપર્ક તૂટી ગયો છે. વિમાન હજુ સુધી શોધી શકાયું નથી. ગુવાહાટીના સંરક્ષણ પીઆરઓ કહે છે કે ઘટનાની તપાસ માટે વાયુસેનાની એક ટીમ મોકલવામાં આવી છે અને શોધખોળ શરૂ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે કાર્બી આંગલોંગ જિલ્લામાં ઉડાન ભરતી વખતે Su-૩૦ MKI ગાયબ થઈ ગયું હતું.

કેટલાક અહેવાલો સૂચવે છે કે વિમાન ક્રેશ થયું છે. સ્થાનિક લોકોએ જોરદાર વિસ્ફોટ પણ સાંભળ્યો હતો. જોકે, વાયુસેના કે સંરક્ષણ મંત્રાલય તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. હાલમાં શોધખોળ કામગીરી ચાલી રહી છે.

સુખોઈ-30 ફાઇટર જેટે નેજોરહાટથી ઉડાન ભરી હોવાના અહેવાલ છે અને પછી રડાર સંપર્ક તૂટી ગયો છે. સ્થાનિક લોકો કહે છે કે સાંજ પછી તરત જ, પહાડી વિસ્તારમાંથી એક જોરદાર વિસ્ફોટ સંભળાયો, જે એટલો જોરદાર હતો કે તેનાથી લોકો ગભરાઈ ગયા.

કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે વિસ્ફોટ થયાની થોડીવાર પછી ટેકરીઓમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જ્યાં વિસ્ફોટ અને ધુમાડાની જાણ થઈ તે વિસ્તાર વસાહતથી દૂર છે.

T20 World Cup 2026 : ભારતે ઈંગ્લેન્ડને જીત માટે આપ્યો 254 રનનો ટાર્ગેટ

ટી20 વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી મહત્વપૂર્ણ મેચમાં રોમાંચક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મેચની શરૂઆતમાં ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રિત કરી હતી. પરંતુ ભારતીય બેટ્સમેનોએ આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવતા આક્રમક બેટિંગ કરી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી છે. ભારતે 20 ઓવરમાં વિકેટે રન ફટકારી ઈંગ્લેન્ડને જીત માટે રનનો ટાર્ગેટ આપ્યો છે.

ભારતે શાનદાર બેટિંગ કરતા પહાડી સ્કોર ઉભો કર્યો હતો. જેમાં આજે પણ સંજૂ સેમસને શાનદાર બેટિંગ કરતા 89 રન ફટકાર્યા હતા. જો કે તે શતક ચૂકી ગયા હતા. સંજૂ સેમસને 42 બોલમાં 89 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 7 સિક્સર અને 8 ફોર ફટકારી હતી. તો બીજી તરફ આજે પણ અભિષેક નિષ્ફળ સાબિત થયો હતો. અભિષેક શર્માએ 7 બોલમાં 9 રન કર્યા હતા. તો ઈશાન કિશને 18 બોલમાં 39 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. શિવમ દૂબેએ પણ શાનદાર બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે 6 બોલમાં 11 રનની ઈનિંગ રમી હતી.

મેચ દરમિયાન ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેનોએ આત્મવિશ્વાસ સાથે રમત દેખાડતા રનગતિ ઝડપી રાખી હતી. મેદાનના ચારેય બાજુ શાનદાર શોટ્સ રમતા ભારતે સ્કોરબોર્ડ પર ઝડપથી રન ઉમેર્યા અને ઈંગ્લેન્ડના બોલરો પર દબાણ બનાવી દીધું. મધ્યક્રમના બેટ્સમેનોએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપતા ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.

બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે અચાનક આપ્યું રાજીનામું

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. રાજ્યપાલ ગુરુવારે દિલ્હીમાં હતા. દિલ્હીની મુલાકાત દરમિયાન તેમણે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપરત કર્યું. અહેવાલો અનુસાર, તમિલનાડુના રાજ્યપાલ સીવી રવિને બંગાળના રાજ્યપાલ તરીકે કામચલાઉ નિયુક્ત કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યપાલનું રાજીનામું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજીનામું આપ્યા પછી, સીવી આનંદ બોસે પીટીઆઈને કહ્યું, “મેં રાજ્યપાલ કાર્યાલયમાં ઘણો સમય વિતાવ્યો છે.

જગદીપ ધનખર ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી, 23 નવેમ્બર, 2002 ના રોજ સીવી આનંદ બોસને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે લગભગ ત્રણ વર્ષ અને પાંચ મહિના સુધી આ પદ પર સેવા આપી. રાજ્યપાલ તરીકે, આનંદ બોસ શરૂઆતથી જ રાજ્યમાં ઘણા મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા હતા. તેમણે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારની નીતિઓની સતત ટીકા કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, રાજ્ય અને રાજ્યપાલ વચ્ચે અનેક મુદ્દાઓ પર સંઘર્ષ વધ્યો.

સચિન તેંડુલકરના પુત્રના લગ્નમાં સામેલ થઈ ક્રિકેટ અને ફિલ્મ જગતની આ હસ્તીઓ

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર અને સાનિયા ચાંડોકના લગ્નમાં સ્પોટ્સ અને ફિલ્મ જગતના સ્ટાર્સ હાજરી આપી. શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાન અને પુત્રી સુહાના ખાન સાથે પહોંચ્યા હતા, જ્યારે આમિર ખાન શેરવાનીમાં સજ્જ થઈ સમારોહમાં પહોંચ્યા છે.

સચિન તેંડુલકરના પુત્ર, અર્જુન તેંડુલકરે આજે એટલે કે 5 માર્ચ, 2026 ના રોજ મુંબઈમાં સાનિયા ચાંડોક સાથે લગ્ન કર્યા. આ લગ્ન વર્ષના સૌથી મોટા અને સૌથી વધુ ચર્ચિત લગ્નોમાંના એક હતા. આ સમારોહમાં બોલિવૂડ, ક્રિકેટ અને વ્યવસાય જગતની ઘણી જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.

શાહરૂખ ખાન ઉપરાંત, આમિર ખાને પણ અર્જુન તેંડુલકરના લગ્નમાં હાજરી આપી હતી. આમિર એકલો પહોંચ્યા હતા અને લાલ શેરવાની પહેરીને પાપારાઝી માટે પોઝ આપ્યો હતો.

અર્જુન તેંડુલકર અને સાનિયા ચાંડોકના લગ્નમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, ફરહાન અખ્તર અને ગાયિકા આશા ભોંસલેએ હાજરી આપી હતી. એમએસ ધોની, સુરેશ રૈના, શ્રેયસ ઐયર, પૃથ્વી શો, ઇરફાન પઠાણ અને હરભજન સિંહ જેવા ક્રિકેટરો પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આઈસીસીના જય શાહ અને અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા.

અર્જુન અને સાનિયાની સગાઈ ઓગસ્ટ 2025 માં ખાનગીમાં થઈ હતી. લગ્ન સમારોહ 3 માર્ચે શરૂ થયો હતો, જેમાં મહેંદી અને સંગીત જેવા પરંપરાગત સમારોહનો સમાવેશ થતો હતો. મુખ્ય લગ્ન સમારોહ 5 માર્ચે મુંબઈમાં એક ભવ્ય રીતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો.

સાનિયા મુંબઈના એક પ્રખ્યાત ઉદ્યોગપતિ પરિવારમાંથી આવે છે. તે ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે. આ લગ્ન એક ખાસ પ્રસંગ બની ગયો, જેમાં ક્રિકેટ, ફિલ્મ અને વ્યવસાય જગતની મોટી હસ્તીઓ સાથે જોવા મળી. આ એક યાદગાર અને ભવ્ય લગ્ન હતા, જેમાં બધા સ્ટાર્સ, ક્રિકેટરો અને અન્ય મહેમાનોએ નવદંપતી પર પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા હતા.

T20 World Cup : ભારત સામે ઈંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ટી20 વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાઈ રહ્યો છે. આ રોમાંચક મેચ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ બાદ ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવા આમંત્રિત કરવામાં આવી છે અને ટીમ ઈન્ડિયા મોટા સ્કોર સાથે ઈંગ્લેન્ડ સામે પડકાર ઉભો કરવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે.

સેમીફાઈનલ જેવી મહત્વપૂર્ણ મેચમાં બંને ટીમો માટે જીત ખૂબ જ અગત્યની છે કારણ કે આ મુકાબલાનો વિજેતા સીધો ફાઈનલમાં સ્થાન મેળવશે. ભારતીય ટીમ છેલ્લા કેટલાક મુકાબલાઓમાં સારા ફોર્મમાં જોવા મળી રહી છે અને બેટિંગ તથા બોલિંગ બંને વિભાગમાં મજબૂત પ્રદર્શન કરી રહી છે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ પણ તાકાતવર માનવામાં આવે છે અને તેની બોલિંગ લાઈનઅપ શરૂઆતમાં જ વિકેટ મેળવવાની ક્ષમતા ધરાવે છે.

ક્રિકેટપ્રેમીઓ માટે આ મેચ ખૂબ જ રોમાંચક બની શકે છે કારણ કે બંને ટીમોમાં વિશ્વસ્તરીય ખેલાડીઓ સામેલ છે. ભારત પ્રથમ બેટિંગ કરીને મજબૂત સ્કોર ઉભો કરવાની કોશિશ કરશે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ શરૂઆતથી જ દબાણ બનાવવાની યોજના સાથે મેદાનમાં ઉતરી છે. હવે નજર રહેશે કે ભારત કેટલો મોટો સ્કોર ઉભો કરે છે અને ઈંગ્લેન્ડ તેને કેવી રીતે ચેઝ કરે છે.