Home Blog Page 2026

સંદેશખાલીમાં જે થયું તે શરમજનક છે : પીએમ મોદી

સંદેશખાલી વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઉત્તર 24 પરગણાના બારાસત પહોંચ્યા. અહીં તેમણે નારી શક્તિ વંદન અભિનંદન કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભાજપ મહિલા શક્તિને વિકસિત ભારતની શક્તિ બનાવી રહી છે. આજનો વિશાળ કાર્યક્રમ તેનો સાક્ષી છે.પીએમ મોદીએ કહ્યું કે ભાજપ સરકાર ઝડપથી કામ કરી રહી છે.

તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભાજપે બંગાળના વિકાસ માટે ઈમાનદારીથી કામ કર્યું છે. આવું કામ જોઈને આખો દેશ કહી રહ્યો છે કે આ વખતે NDA સરકારે 400નો આંકડો વટાવી દીધો છે! પશ્ચિમ બંગાળ પણ કહે છે આ વખતે એનડીએ સરકાર! પીએમ મોદીએ ‘પરિવાર’ પરના નિવેદન પર વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે વિપક્ષ આ દિવસોમાં મારા પરિવાર વિશે પૂછે છે.

બંગાળની દરેક માતા અને બહેન મોદીનો પરિવાર

તેણે કહ્યું કે આ લોકો પૂછે છે કે મારો પરિવાર ક્યાં છે? બંગાળની દરેક માતા અને બહેન મોદીનો પરિવાર છે. આ આત્યંતિક કુટુંબવાદીઓએ અહીં એક નજર નાખવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે દરેક દેશવાસી મોદીને પોતાનો પરિવાર કહે છે. દેશનો દરેક ગરીબ વ્યક્તિ મોદીને પોતાનો પરિવાર કહી રહ્યો છે. પીએમ મોદીની આ રેલીમાં સંદેશખાલીની પીડિત મહિલાઓ પણ હાજર છે.

ટીએમસીના શાસનમાં મહિલાઓ પર અત્યાચાર

પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના શાસનમાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. સંદેશખાલીમાં જે બન્યું તે શરમજનક છે. તેમણે કહ્યું કે મમતા સરકારને અત્યાચારી પર વિશ્વાસ છે. સંદેશખાલીમાં બનેલી ઘટનાથી શરીર શરમથી ઝૂકી ગયું. ટીએમસી સરકાર સામે મહિલાઓમાં રોષ છે. મમતા સરકારને બહેન-દીકરીઓ પર વિશ્વાસ નથી.

ટીએમસીને ખતમ કરવા માટે મહિલા શક્તિ બહાર આવી 

પીએમ મોદીએ કહ્યું કે મમતા સરકાર ગુનેગારોને શોધવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. TMCને ખતમ કરવા માટે મહિલા શક્તિ બહાર આવી છે. મમતા સરકારને પહેલા હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યો અને હવે સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. મમતા સરકાર બહેનો અને દીકરીઓને સુરક્ષા આપી શકતી નથી. ટીએમસી સરકાર મહિલાઓનું કલ્યાણ ઈચ્છતી નથી. પીએમ મોદીએ કહ્યું કે ભાજપ બંગાળની બહેનોનો બુલંદ અવાજ છે.

દેશભરના ખેડૂતોની આજે ફરી દિલ્હી કૂચ, પોલીસ સતર્ક

નવી દિલ્હીઃ MSP સહિત વિવિધ માગોને લઈને આંદોલનકારી ખેડૂતો દિલ્હી કૂચ કરશે. એને લઈને દિલ્હીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ટિકરી, સિંધુ અને ગાઝીપુર બોર્ડર પર સુરક્ષાના પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. રેલવે અને મેટ્રો સ્ટેશનો અને બસ ડેપો પર કડક નિગરાની કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે કહ્યું હતું કે રેલવે સ્ટેશનો અને ઇન્ટરસ્ટેટ બસ ટર્મિનલ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે. દરેક શખસની દેખરેખ કરવામાં આવી છે. પોલીસ ખેડૂતોની માર્ચને લઈને સતર્ક છે. ખેડૂત નેતા તેજવી સિંહે કહ્યું હતું કે છઠ્ઠી માર્ચે દેશના ખેડૂતો દિલ્હીના જંતર-મંતર તરફ શાંતિપૂર્વક કૂચ કરશે. એ માટે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહારના ખેડૂતોએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. 

ખેડૂત નેતા સરવન સિંહ પંઢેર અને જગજિત સિંહ ડલ્લેવાલે ત્રણ માર્ચે દેશભરના ખેડૂતોને દેખાવો કરવા માટે બુધવારે દિલ્હી પહોંચવાનું આહવાન કર્યું હતું. તેમણે ઊપજ માટે મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) પર કાનૂની ગેરન્ટી સહિત વિવિધ માગોના ટેકામાં 10 માર્ચે ચાર કલાક માટે દેશવ્યાપી રેલ રોકો આંદોલનનું આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ખેડૂતોનું બલિદાન વ્યર્થ નહીં જાય અને માગ પૂરી થવા સુધી સંઘર્ષ જારી રહેશે.

ખેડૂતોને માર્ચને જોતાં દિલ્હીમાં પોલીસ અને અર્ધસૈનિક દળોની તહેનાત કરવામાં આવ્યાં છે. આ સાથે રેલવે અને મેટ્રો સ્ટેશનો પર નિગરાની વધારી દેવામાં આવી છે, કેમ કે ખેડૂતો ટ્રેન કે બસમાં ભરીને આવવાની સંભાવના છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે (રેલવે) કેપીએસ મલ્હોત્રાએ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે સુરક્ષા વ્યવસ્થાને કડક કરવામાં આવી છે.

 

 

 

 

 

 

 

મહારાષ્ટ્રઃ સીટોનો વિવાદ ખતમ! અમિત શાહે અડધી રાત્રે બેઠક યોજી

મહારાષ્ટ્રમાં સીટની વહેંચણી પર ભાજપ અને ગઠબંધન પક્ષો વચ્ચે મતભેદો વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળવારે રાત્રે મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા. મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે ગૃહ પ્રધાનનું સ્વાગત કર્યું હતું. આ પહેલા સોમવારે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ મુંબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંભાજીનગર, અકોલા અને જલગાંવ જિલ્લાની મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ વિવાદ પર અમિત શાહે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં મોડી રાત્રે બેઠક યોજી હતી.

મહાયુતિમાં સીટો પર વિવાદ

તમને જણાવી દઈએ કે અમિત શાહ આજે પણ બેઠક કરશે. ત્યારપછી મહાગઠબંધન એટલે કે એનડીએમાં સીટ વહેંચણીનો વિવાદ ખતમ થવાની આશા છે. હવે મુદ્દો એ છે કે કઈ અને કેટલી બેઠકો પર ત્રણેય પક્ષો વચ્ચે વિવાદ છે, જેને લઈને મહાયુતિમાં બેઠકોને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

રાશિ ભવિષ્ય 06/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

શાહજહાં શેખની કસ્ટડી મામલે પશ્ચિમ બંગાળ, કેન્દ્ર સામસામે

નવી દિલ્હીઃ સંદેશખાલી અને શેખ શાહજહાંને મામલે CBI તપાસને મામલે સુપ્રીમ કોર્ટ પહોંચેલી મમતા સરકારને આંચકો લાગ્યો છે. મમતા સરકારે તરત સુનાવણી માટે અપીલ કરી હતી, પણ કોર્ટે તત્કાળ સુનાવણી કરવાનો ધરાર ઇનકાર કર્યો હતો. રાજ્ય સરકારે કોર્ટમાં હાઇકોર્ટના આદેશ પર વચગાળાનો પ્રતિબંધ ઇચ્છતી હતી. શાહજહાં શેખ પર બંગાળના સંદેશખાલીમાં જબરદસ્તી વસૂલી, જમીન હડપવા અને સૌને ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો છે.

બંગાળ સરકારે કલકત્તા હાઇકોર્ટના જે આદેશની વિરુદ્ધ અરજી દાખલ કરી છે, એમાં CBIને તપાસ સોંપવાની વાત કહી છે. મમતા સરકારનું કહેવું છે કે તપાસ SITને આધીન જારી છે, તેમ છતાં CBIને તપાસ સોંપવાનો આદેશ યોગ્ય નથી. હાઇકોર્ટના આદેશના કેટલાક કલાકોની અંદર TMC સરકારે આદેશને પડકારવા સુપ્રીમ કોર્ટ ગઈ હતી. જોકે સુપ્રીમ કોર્ટે તત્કાળ સુનાવણીથી ઇનકાર કર્યો હતો અને રાજ્યને રજિસ્ટ્રાર જનરલની સમક્ષ મામલાની રજૂઆત કરવા નિર્દેશ આપ્યા હતા.રાજ્ય સરકારે કહ્યું હતું કે CBIને કેસ ટ્રાન્સફર કરવો ગેરવાજબી છે. આ સુપ્રીમ કોર્ટના જૂના આદેશોનું ઉલ્લંઘન છે. ASGએ HCમાં કહ્યું હતું કે શાહજહાં શેખ પર પહેલેથી આશરે 40 FIR નોંધાયેલી છે, પરંતુ એની ધરપકડ ED પર હુમલા મામલે નોંધાવવામાં આવેલી બે FIRમાં કરવામાં આવી હતી. એ રાજ્યની મંછાને દર્શાવે છે. પાંચ જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળમાં રાશન કૌભાંડમાં શેખના નિવાસસ્થાને પહોંચેલી ED અધિકારીઓ પર 200 સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. આ ઝડપમાં કેટલાય ED અધિકારીઓ ઘાયલ થયા હતા. પશ્ચિમ બંગાળ પોલીસે 55 દિવસો પછી 29 ફેબ્રુઆરીએ શેખની ધરપકડ કરી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

કોરાનાના 217 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 217 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,96,104 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિસ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,499 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,96,104 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 189 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1081 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,07,248 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 227 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

વાહ ભાઈ વાહ! – ૦૬ માર્ચ, ૨૦૨૪

વાહ ભાઈ વાહ! – ૦૩ માર્ચ, ૨૦૨૪

૦૬ માર્ચ, ૨૦૨૪

પંચાંગ 06/03/2024

બદલાતી રહેતી દુનિયામાં રહેલી નિશ્ચિતતાઓ

જો તમને ચેતનાની અનિશ્ચિતતાનો, અસંદિગ્ધતાનો, ખ્યાલ આવે છે તો તમે દુનિયાની અનિશ્ચિતતા બાબતે નચિંત થઈ શકો છો. લોકો મોટા ભાગે એનાથી વિપરીત કરે છે. તેઓ દુનિયા બાબતે નિશ્ચિત, સ્પષ્ટ હોય છે અને ઈશ્વર બાબતે અનિશ્ચિત, અસ્પષ્ટ. જે ભરોસાપાત્ર નથી તેના પર લોકો આધાર રાખે છે અને વ્યાકુળ થાય છે. અનિશ્ચિતતા સ્થિરતા માટે ઝંખના ઉત્પન્ન કરે છે. દુનિયામાં જે સૌથી વધુ સ્થિર, નિશ્ચિત વસ્તુ છે, તે છે ચેતના.

પરિવર્તન એ દુનિયાની પ્રકૃતિ છે અને સ્થિરતા એ ચેતનાની. તમારે અપરિવર્તનશીલ છે તેના પર મદાર રાખવો જોઈએ અને જે પરિવર્તન છે તેનો સ્વીકાર કરવો જોઈએ. જો તમે દ્રઢપણે માનતા હોવ કે બધું પરિવર્તનશીલ છે તો તમે મુક્તિ પામો છો. જ્યારે તમે અજ્ઞાનતાને લીધે અવઢવમાં હોવ છો ત્યારે તમે ચિંતિત અને ઉત્તેજિત થાવ છો. સજગતા સાથે અનિશ્ચિતતાનો સ્વીકાર એક સ્મિત સાથે ચેતનાની ઉચ્ચ અવસ્થા લાવે છે.

લોકો મોટા ભાગે એવું માને છે કે નિશ્ચિતતા એટલે મુક્તિ. જ્યારે તમે નિશ્ચિત નથી હોતા ત્યારે તે મુક્તિનો અનુભવ કરો છો તો તે ખરેખરી મુક્તિ છે. મોટા ભાગે તમારી નિશ્ચિતતા કે અનિશ્ચિતતા સાપેક્ષ દુનિયા આધારિત હોય છે. સાપેક્ષની અનિશ્ચિતતાની સ્પષ્ટ સમજ હોવી એ તમને જે સંપૂર્ણ છે તેના અસ્તિત્વ વિશે નિશ્ચિત બનાવે છે તથા તેના માટે દ્રઢ શ્રધ્ધા પણ સ્થાપિત કરે છે.

માત્ર જ્ઞાન થકી વ્યક્તિ અનિશ્ચિતતાઓની વચ્ચે પણ ઉત્સાહિત રહી શકે છે. મોટા ભાગે જે લોકો અનિશ્ચિત હોય છે તેઓ નિષ્ક્રિય રહે છે; તેઓ માત્ર બેસીને રાહ જુએ છે. અનિશ્ચિતતા દરમ્યાન પણ સક્રિય રહેવું એ જીવનને એક ખેલ, એક પડકાર બનાવી દે છે. અનિશ્ચિતતામાં હોવું એટલે જતું કરવું. દુનિયાની સાપેક્ષતાને નિશ્ચિતપણે માનવાથી નિષ્ક્રિયતા જન્મે છે. ચેતના વિશેની અનિશ્ચિતતા ડર ઉત્પન્ન કરે છે.

ભૌતિક પદાર્થોની અનિશ્ચિતતા ચેતના વિશે નિશ્ચિતતા લાવે છે. જ્યારે તમને લાગે છે કે સમય બહુ ઓછો છે ત્યારે તમે કાં તો વ્યાકુળ હોવ છો અથવા વિસ્તૃત જાગૃતિની અવસ્થામાં. જ્યારે તમને એવું લાગે છે કે સમય ઘણો લાંબો છે ત્યારે કાં તો દુખી હોવ છો અથવા જીજ્ઞાસાસભર હોવ છો. જ્યારે તમે ખુશ હોવ છો અને કંઈક ગમતું કરતા હોવ છે તો તમને સમયની જાણ રહેતી નથી. જ્યારે તમે સમય કરતાં વહેલા હોવ છો ત્યારે તમે ઢસડાવ છો અને કંટાળાજનક લાગે છે. જ્યારે સમય તમારા કરતાં આગળ હોય છે ત્યારે તમે અચંબામાં અને આઘાતમાં પડી જાવ છો. ઘટનાઓનો ખેલ તમે સમજી શકતા નથી. ગહેરા ધ્યાનમાં તમે જ સમય હોવ છો અને દરેક વસ્તુ તમારી અંદર થઈ રહેલી હોય છે. ઘટનાઓ તમારામાં ઘટીત થઈ રહી હોય છે, જેવી રીતે આકાશમાં વાદળો આવે અને જાય છે. જ્યારે તમે સમય હોવ છો ત્યારે તમે જ્ઞાનમાં અને શાંતિમય હોવ છો.

જ્યારે મન ખુશ હોય છે ત્યારે તે વિસ્તૃત થાય છે અને સમય ખૂબ ટૂંકો લાગે છે. જ્યારે મન દુખી હોય છે ત્યારે તે સંકુચિત થાય છે અને સમય ખૂબ લાંબો લાગે છે. જ્યારે મન સંતુલિત હોય છે ત્યારે તે સમયને પાર કરી જાય છે. આ બે પરાકાષ્ઠામાંથી છટકવા માટે ઘણા મદ્યપાન અથવા નિંદ્રાનો આશરો લે છે. પરંતુ જ્યારે મન નીરસ કે અજાણતાની અવસ્થામાં હોય છે ત્યારે તે પોતાનો અનુભવ કરી શકતું નથી. સમાધિ, કે જે મન કે સમયની પાર જવાની અવસ્થા છે,તે શાંતિ છે, ખરેખરી શાંતિ. તે સૌથી પ્રબળ સ્વસ્થતા પ્રદાયક છે.

જ્યારે મન સમયનો અનુભવ કરે છે ત્યારે એ ક્ષણને પોતાનું મન હોય છે, એક બૃહદ મન, જેની પાસે પુષ્કળ અને અનંત વ્યવસ્થા શક્તિ હોય છે. વિચાર એ કંઈ નથી પણ આ ક્ષણમાં ઉદ્દભવેલું એક વમળ છે. આમ, સમાધિની થોડી ક્ષણો મનને ઊર્જાથી ભીંજવી દે છે. તમે ઊંઘી જાવ તેની તરત પહેલા અથવા તમે જાગી જાવ તે ક્ષણે ચેતના સમયાતિત થવાનો અનુભવ કરે છે.

જીવન આકાર અને નિરાકારનો સમન્વય છે. લાગણીઓનો કોઈ આકાર હોતો નથી, પણ તેમની અભિવ્યક્તિને સ્વરુપ હોય છે, ચેતનાનો કોઈ આકાર નથી, પરંતુ તેના આવાસને સ્વરુપ છે. એ જ રીતે, જ્ઞાન અને કૃપાને કોઈ આકાર નથી. પરંતુ તેઓ કોઈ સ્વરુપ થકી વ્યક્ત થાય છે. નિરાકારને ત્યજી દેવાથી તમે જડ, ભૌતિકવાદી અને અતિશય હતાશ થઈ જાવ છો. આકાર/સ્વરૂપોનો અસ્વીકાર કરવાથી તમે સ્વપ્નોમાં ખોવાયેલા રહો છો, એક નિષ્ફળ આત્મસંયમી બનો છો અથવા ભાવનાત્મક રીતે અસંતુલિત થઈ જાવ છો.

જ્યારે કોઈ વસ્તુ માની ના શકાય તેટલી સુંદર કે આનંદપ્રદ હોય છે ત્યારે તમને આશ્ચર્ય થાય છે કે આ એક સ્વપ્ન તો નથી ને! ઘણીવાર તમે જેને વાસ્તવિકતા તરીકે જુઓ છો તે આનંદપ્રદ નથી હોતું, આથી જ્યારે દુ:ખ હોય છે ત્યારે તમને લાગે છે કે આ સ્વપ્ન છે કે શું? તમને ખાતરી હોય છે કે એ ખરેખર વાસ્તવિક જ છે. આ, વાસ્તવિકને અવાસ્તવિક અને અવાસ્તવિકને વાસ્તવિક જાણવું છે. હકીકતમાં બધા દુ:ખ અવાસ્તવિક હોય છે. એક જ્ઞાની વ્યક્તિ સમજે છે કે સુખ એ વાસ્તવિકત છે કારણ કે તે તમારો મૂળ સ્વભાવ છે. દુ:ખ અવાસ્તવિક છે કારણ કે તે સ્મૃતિને દ્વારા થોપી દીધેલી હોય છે.

જ્યારે તમે દરેક વસ્તુને એક સ્વપ્ન તરીકે જુઓ છો ત્યારે તમે આપણા મૂળ સ્વભાવમાં રહી શકો છો. એક દુઃસ્વપ્ન એ એવું સ્વપ્ન છે જેને ભૂલથી વાસ્તવિકતા માની બેસીએ છીએ. સ્વપ્નમાં કોઈ મૂંઝવણ હોતી નથી. જો તમે આશ્ચર્ય પામતા રહો છો કે આ બધું સ્વપ્ન છે તો તમે જે વાસ્તવિક છે તે પ્રત્યે જાગૃત થાવ છો. ઘટનાઓ આવે છે અને જાય છે, પુષ્પોની જેમ તે નષ્ટ પામે છે. પરંતુ દરેક ઘટના અને દરેક વ્યક્તિમાં કંઈક મધ હોય છે. એક મધમાખીની જેમ દરેક ઘટના અને દરેક ક્ષણમાંથી માત્ર મધ લઈ લો અને આગળ વધતા જાવ. એક વ્યસ્ત માખીના જેવા બનો અને પોતાનામાં એકરૂપ થઈ જાવ.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)