Home Blog Page 1929

સુવિચાર – ૧૫ એપ્રિલ, ૨૦૨૪

સુવિચાર – ૧૫ એપ્રિલ, ૨૦૨૪

૧૫ એપ્રિલ, ૨૦૨૪

૧૫ એપ્રિલ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 15/04/2024 થી 21/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામા દ્વિધા રહી શકે છે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું


નોકરીકે વેપારમા ફેરબદલીના સારાસમાચાર મળે, ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્નબાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિકભાવના સારી જાગે અને ક્યાય્ક ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.


સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો.


ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમા ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્યબાબતની કોઈ તકલીફ હોયતો તેમા પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિકથાકની લાગણી પણ જોવા મળે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે તેવું પણ બની શકે છે.


વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિકકે ધાર્મિકકાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચાર અને  ઉમંગમા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમા હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આર્થિકબાબતની ચિંતા અને નવા આયોજનબાબતમા અન્યનો સાથસહકાર મળી  શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે,  જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.


કામકાજમા અચાનક સારા સમાચાર સાંભળવા મળી  જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે.


પરિવારમા કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય.


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિકબાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે.


કામકાજમા ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થાય તેવા યોગ છે.


સપ્તાહ દરમિયાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનુ આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને અને નવીનકામકાજમા રૂચી થોડી ઓછી જોવા મળી શકે છે.

રાશિ ભવિષ્ય 15/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.


આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.


આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.


આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો.


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 15/04/2024

લોકસભા ચૂંટણી: કોંગ્રેસે 10 ઉમેદવારોની યાદી જાહેર કરી

લોકસભા 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે રવિવારે ઉમેદવારોની યાદી બહાર પાડી. કોંગ્રેસે આ યાદીમાં ત્રણ રાજ્યોના 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે ઉત્તર પૂર્વ દિલ્હીથી કન્હૈયા કુમારને ટિકિટ આપી છે. કન્હૈયા કુમાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર મનોજ તિવારીને પડકારશે. પાર્ટીએ દિલ્હીમાં ત્રણ, પંજાબમાં છ અને ઉત્તર પ્રદેશમાં એક લોકસભા બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

ચાંદની ચોક બેઠક પરથી જેપી અગ્રવાલને ટિકિટ આપવામાં આવી

જ્યારે દિલ્હીની ચાંદની ચોક બેઠક પરથી જેપી અગ્રવાલ અને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ઉદિત રાજને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે પટિયાલાથી ધરમવીર ગાંધી, સંગરુરથી સુખપાલ સિંહ ખૈરા, અમૃતસરથી ગુરજીત ઔજલા, જલંધરથી પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને અલ્હાબાદથી ઉજ્જવલ રેવતી રમણ સિંહને ટિકિટ આપી છે.

કન્હૈયા કુમાર બીજી વખત ચૂંટણી લડી રહ્યો છે

37 વર્ષીય કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયનો રહેવાસી છે, આ વખતે તે બીજી વખત લોકસભાની ચૂંટણી લડશે. 2019ની લોકસભા ચૂંટણીમાં, તેમણે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ની ટિકિટ પર બેગુસરાય લોકસભા બેઠક પરથી કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સામે ચૂંટણી લડી હતી. તે ચૂંટણીમાં તેમને 4 લાખથી વધુ મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ JNUSU પ્રમુખ કન્હૈયા કુમાર 2021માં કોંગ્રેસમાં જોડાયા હતા અને 2023માં કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સામેલ થયા હતા.

ચૈત્રઃ ગણેશના આ મંદિરે મેળામાં અનોખી પરંપરા

મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલા ઐઠોર ગામનું ગણપતિ મંદિર એકદમ જાણીતું શ્રધ્ધાનું કેન્દ્ર છે. ચૈત્ર મહિનાની સુદ ત્રીજ, ચોથ અને પાંચમ ઉત્તર ગુજરાતના આ સુપ્રસિધ્ધ ગણપતિ મંદિરે શ્રધ્ધાળુઓનો મેળો ભરાય છે. ભારત વર્ષમાં મંદિરોમાં જુદા જુદા સમયે વિવિધ મેળાઓ ભરાતા હોય છે. જેના સામાજિક, ધાર્મિક અને ઋતુઓ સહિતના અનેક કારણો હોય છે. મહેસાણાના ઐઠોરના ગણપતિ મંદિર ખાતે ચૈત્ર મહિનામાં મેળો ભરાવવાનું પણ એક વિશિષ્ટ મહત્વ છે.

ગણપતિ મેળાનું મહત્વ

મંદિરના પ્રમુખ મુકેશ ચોધરી ચિત્રલેખા.કોમને કહે છે ઐઠોરના મેળામાં સમાજના તમામ લોકોનું પ્રદાન હોય છે. ગામે ગામથી માળીભાઇઓ ફૂલ લઇને આવે છે. આ ફૂલની તાજગી પરથી આવનારા સમયમાં ઋતુઓનો વરતારો નીકળે છે. આ મેળામાં આખાય વર્ષના શુકન ફળ એટલે કે વર્ષનો વરતારો જોવામાં આવે છે. મેળા દરમિયાન નાયક લોકો ત્રણ દિવસ સુધી રાત્રે સતત ભવાઇના કાર્યક્રમો કરે છે. ત્રીજના દિવસે ભવાઇ કરતાં નાયકભાઇઓ જ્યારે ગામમાં પ્રવેશ કરે ત્યારે ગામના વડીલો દ્વારા શુકન જોવાનું ચાલુ થાય છે. નાયકભાઇઓ ત્રીજના દિવસે ઘુઘરા બાંધે ત્યારબાદ ગામના પરંપરાગત રિવાજો ચાલુ થાય છે.

ગણપતિ મંદિરે રંગમંડપ નીચે જ્યાં વરતારો શુકન જોવામાં આવે છે એ જગ્યાને ખરવાડ કહેવામાં આવે છે. આસપાસના પંથકમાંથી આવેલા ફૂલોના વ્યવસાય સાથે સંકળાયેલા માળીભાઇઓ માનતા પ્રમાણે ફૂલોના હાર લાવે છે. એમના સગા સંબંધી પણ ફૂલોના હાર, છાબ લઇને ખરવાડમાં આવે છે.

ચૈત્ર સુદ પાંચમના મેળાના દિવસે ગામના પરંપરાગત તલાટી પરિવારના ઘર પાસે જ ગામ સભા ભરાય છે. નાયકભાઇઓની ભવાઇના શબ્દોનું અર્થઘટન અને પરંપરા પ્રમાણે સૌ ભેગા મળી વર્ષફળ શુકન વરતારો કાઢે છે.

ઐઠોરનું ગણપતિનું મંદિર અતિ પ્રાચિન માનવામાં આવે છે. ધાર્મિક સ્થળ અને મેળાની સૌથી મહત્વની વાત એ છે કે મંદિરના મેળામાં વર્ષનો વરતારો શુકન ફળના અનુમાનો કરવામાં આવે છે. આ સાથે જૈન નાયક, માળીથી માંડી અન્ય તમામ સમાજના લોકોનું ઐક્ય જોવા મળે છે. ચૈત્રની ત્રીજ, ચોથ અને પાંચમનો ઐઠોરનો મેળો ભવાઇની પ્રસ્તુતિ અને વર્ષના વરતારો કાઢતો અનોખો મેળો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ, હુમલાખોરોની તસવીર સામે આવી

14 એપ્રિલે સવારે બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ભારે સુરક્ષા હોવા છતાં, સવારે 4.50 વાગ્યે, બે અજાણ્યા લોકો અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર આવ્યા અને ફાયરિંગ શરૂ કર્યું. બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને પછી હવામાં ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. બંનેએ હેલ્મેટ પહેરી હતી, જેના કારણે હાલ તેમની ઓળખ થઈ શકી નથી.

બંને હુમલાખોરોની તસવીરો સામે આવી 

ગોળીબાર કરનારા બંને હુમલાખોરોની તસવીરો સામે આવી છે. હુમલાખોર બ્લેક એન્ડ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. જ્યારે અન્ય એક લાલ ટી-શર્ટમાં જોવા મળે છે. આ તસવીર સીસીટીવી ફૂટેજમાંથી મેળવવામાં આવી છે. આ તસવીરના આધારે બંનેની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. પોલીસ બંનેને શોધવામાં વ્યસ્ત છે. સેન્ટ્રલ એજન્સીઓને શૂટરો અંગે મહત્વની કડીઓ મળી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનારા શૂટર્સ હરિયાણા અને રાજસ્થાન સાથે સંકળાયેલા હોઈ શકે છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાની ગેંગે શૂટરની વ્યવસ્થા કરી હોવાની શક્યતા છે. આ સાથે રોહિત ગોદારા સામે ઈન્ટરપોલની નોટિસ પણ જારી કરવામાં આવી છે. રાજસ્થાનના સનસનાટીભર્યા ગોગામેડી હત્યા કેસમાં રોહિત ગોદારાનું નામ સામે આવ્યું હતું. મુંબઈ પોલીસ બાદ હવે દિલ્હી પોલીસ પણ સક્રિય થઈ છે. બંને હુમલાખોરોની તસવીરો તમામ પોલીસ સ્ટેશનમાં વાયરલ કરવામાં આવી છે.

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે BJPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

લોકસભાની ચૂંટણીનો જંગ હવે નજીક આવી રહ્યો છે. જેની સાથે જ તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરવાની કામગીરી પણ પૂર્ણ કરી છે. આ વચ્ચે ભાજપે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને 5 વિધાનસભાની પેટાચૂંટણી માટેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત 40 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યા છે.

સલમાન ખાનના ઘરે ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈના ગૃપે લીધી જવાબદારી

જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. લોરેન્સનો ભાઈ અનમોલ અમેરિકામાં હાજર છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સલમાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. એમ પણ કહ્યું કે સલમાન, અમે તમને ટ્રેલર બતાવવા માટે જ આ હુમલો કર્યો છે. આ અમારી પ્રથમ અને છેલ્લી ચેતવણી છે.

રવિવારે સવારે મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર મોટરસાઈકલ પર સવાર બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો. આ પછી પોલીસે તેમના નિવાસસ્થાનની આસપાસ સુરક્ષા કડક કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે સવારે લગભગ 5 વાગે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્થિત ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ની બહાર બે વ્યક્તિઓએ ચાર ગોળીઓ ચલાવી અને ભાગી ગયા. સલમાનનું ઘર આ એપાર્ટમેન્ટમાં છે. પોલીસ હાલમાં ઘરની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે.

‘અમે માત્ર ટ્રેલર બતાવ્યું, હવે ઘરમાં ગોળી નહીં ચાલે’

અનમોલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, “ઓમ જય શ્રી રામ, જય ગુરુજી જંભેશ્વર, જય ગુરુ દયાનંદ સરસ્વતી, જય ભારત. અમને શાંતિ જોઈએ છે. જો જુલમ વિરુદ્ધ નિર્ણય યુદ્ધ દ્વારા લેવામાં આવે તો યુદ્ધ યોગ્ય છે. સલમાન ખાન, અમે તમને આ ફક્ત ટ્રેલર બતાવવા માટે કહ્યું છે, જેથી તમે સમજો કે આ પછી, ખાલી ઘર પર ગોળી ચલાવવામાં આવશે નહીં. પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, તમે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલને ભગવાન માન્યા છે, પરંતુ અમને વધારે બોલવાની આદત નથી. લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ, ગોલ્ડી બ્રાર ગ્રુપ, કાલા જાથેડી ગ્રુપ.