નવી દિલ્હી: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ રૂપિયા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરીને PF ખાતાધારકોને મોટી રાહત આપી છે. પેન્શન ફંડ બોડીએ હવે ખાતાધારકની પોતાની અથવા તેના આશ્રિતોની સારવાર માટે EPF ઉપાડ મર્યાદામાં વધારો કર્યો છે. અત્યાર સુધી આ ઉપાડ મર્યાદા 50,000 રૂપિયા સુધી હતી, માર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.

નવો ફેરફાર 16મી એપ્રિલથી લાગુ
સારવાર માટે પૈસા ઉપાડવા અંગે EPFO દ્વારા કરવામાં આવેલ નવો ફેરફાર બુધવાર, 16 એપ્રિલ, 2024 થી લાગુ કરવામાં આવ્યો છે. આ ફેરફાર લાગુ કરતા પહેલા, 10 એપ્રિલના રોજ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને એપ્લિકેશન સોફ્ટવેરમાં જરૂરી ફેરફારો કર્યા હતા. પોતાની અથવા તેના આશ્રિત સભ્યની સારવાર માટે ખાતામાંથી પૈસા ઉપાડવા માટે, ખાતાધારકે 68J હેઠળ ઉપાડ કરવો પડશે.
EPFOને સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર (CPFC) તરફથી લીલી ઝંડી મળતાની સાથે જ આ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે પીએફ ખાતા ધારકને ગંભીર બીમારી અથવા પ્રતિકૂળ સ્વાસ્થ્ય સ્થિતિની સારવાર માટે પીએફ ખાતા માંથી પૈસા ઉપાડવાની સુવિધા મળે છે. જો ખાતાધારક અથવા તેના આશ્રિત સભ્ય ગંભીર બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ હોય તો તેનો ઉપયોગ એડવાન્સ હેલ્થ ક્લેમ માટે કરી શકાય છે.

ખાતા ધારકને 68J હેઠળ ભરવુ પડશે ફોર્મ
સારવાર માટે 1 લાખ રૂપિયા ઉપાડવા માટે, ખાતાધારકે 68J હેઠળ ફોર્મ ભરવું પડશે. નોંધનીય છે કે ગ્રાહકોને ધ્યાન રાખવું કે આ ઉપાડ મર્યાદા હેઠળ, ખાતાધારકો 6 મહિનાના મૂળ પગાર અને DA (અથવા વ્યાજ સાથે કર્મચારીનો હિસ્સો) જે ઓછો હોય તે રૂપિયા ઉપાડવા માટે દાવો કરી શકે છે. ખાતાધારકને ફોર્મ 31 દ્વારા આંશિક ઉપાડની સુવિધા પણ મળે છે, જો કે, આ માટે ડૉક્ટર દ્વારા સહી કરેલું પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. 1 લાખ રૂપિયા ઉપાડવા માટે દાવો કર્યા પછી, ખાતાધારક તેને પોતાના અથવા સંબંધિત હોસ્પિટલના ખાતામાં પૈસા મોકલી શકે છે.












મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય પી.ભારતી દ્વારા તસવીરો, ઐતિહાસિક દસ્તાવેજોના પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાતનું ચૂંટણી પંચ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જાગૃત નાગરિકો, NSS સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ભારતની ચૂંટણીના ઇતિહાસની અલભ્ય તસવીરો કંડારનાર અને જાળવણી કરનાર કલ્પિત ભચેચ ચિત્રલેખા.કોમને કહે છે ઐતિહાસિક જગ્યાએ વિશ્વ વારસા દિવસે આ એક ઐતિહાસિક પ્રદર્શન લોક જાગૃતિ, મતદાર જાગૃતિ માટે ખુલ્લું મુકવામાં આવ્યું. આ પ્રદર્શનમાં 1952થી માંડી તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓની એકદમ દુર્લભ તસવીરો મુકવામાં આવી છે.
તસવીરો પીઢ ફોટો જર્નાલિસ્ટ શુકદેવ ભચેચ અને કલ્પિત ભચેચ દ્વારા જુદી જુદી ચૂંટણીઓમાં ક્લિક કરવામાં આવી છે. આ સાથે ઇતિહાસકાર રિઝવાન કાદરીનું પ્રથમ ચૂંટણીનું અલભ્ય દસ્તાવેજીકરણ પણ મુકવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો પણ સમાવેશ થાય છે.
ચૂંટણીના ઇતિહાસ દર્શાવતું ફોટો પ્રદર્શન “Electoral Journey of Gujarat” , ઐતિહાસિક જૂના દસ્તાવેજીકરણને શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલા ભદ્રના કિલ્લામાં ખુલ્લું મુકાયું ત્યારે ગુજરાત યુનિવર્સિટીના યુવાન વિધાર્થીઓએ મતદાર જાગૃતિ ઝુંબેશ માટે રંગોળી પુરી હતી.





રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી રામોદમાં રામનવમીના દિવસે યોજાયેલા આ અનોખા લગ્નમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સહિતની ટીમ પણ હાજર રહી હતી.
જૂની માન્યતા-પરંપરાનું ખંડન કરી, કાળ ચોઘડિયામાં ઊંધા ફેરા લેવાયા હતા. બંધારણના શપથ સાથે લગ્ન સમારોહ સફળતાથી સંપન્ન થયો હતો. ફુલેકુ, કાળી સાડીમાં કન્યા, ભૂત-પ્રેતના વેશમાં કાર્યકરોને જોવા ગામ ઉમટી પડયું હતું.
પોલીસ બંદોબસ્ત સાથે આ અનોખા લગ્ન સંપન્ન થયા હતા. વિજ્ઞાન જાથાએ સમાજમાં નવો રાહ બતાવ્યો છે. વર અને કન્યા પક્ષે પણ અંધશ્રધ્ધા દૂર કરવા અલગ રીતે લગ્ન કરી સમાજને એક નવી દિશા આપી હતી.