અમદાવાદમાં ભવ્યતિભવ્ય દિક્ષા મહોત્સવનું આયોજન

અમદાવાદ: જૈન ધર્મના અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણનાં 2550 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં તારીખ 18થી 22 એપ્રિલ દરમિયાન ભવ્યાતિભવ્ય દીક્ષા સમારોહ યોજાયો છે. જેમાં 35 મુમુક્ષુ સાંસારીક મોહમાયા ત્યાગી તારીખ 22 એપ્રીલના ભગવાનના શરણમાં જશે.

આ 35 મુમુક્ષુ માંથી 5 પરિવાર એવા છે જેમના ઘરને તાળા લાગવા જઈ રહ્યા છે. તારીખ 18 એપ્રીલના ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું. જેમાં 12 ગજરાજ પર સવાર થઈ 35 મુમુક્ષુ અધ્યાત્મ નગરી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા. ચાર દિવસ બાદ મહોત્સવમાં પધારેલા 15 આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો સહિત પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય યોગ તિલકસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે 11 વર્ષની ઉંમરના બાળકથી લઈ 56 વર્ષના પ્રૌઢ સુધીના 35 મુમુક્ષુ સંસારનો પરિત્યાગ કરીને પ્રભુ વીરના પંથે પ્રયાણ કરશે.

મોક્ષની પ્રાપ્તી પર પરમ પૂજ્ય આચાર્યદેવશ્રીએ જણાવ્યું કે દિક્ષા મહોત્સવ એટલે પ્રભુ વીરના પંથે ચાલવુ. જ્યાં કોઈ પણ જાતની મોહમાયા ના હોય. મહારાજ સ્વામીએ ચિત્રલેખા.કોમ સાથે સંથારો પર વાત કરતા કહ્યું કે, “જ્યારે મુમુક્ષુ દિક્ષા પ્રાપ્ત કરે છે ત્યારે તે તપ કરવામાં માટે યોગ્ય હોય છે. દિક્ષા પ્રાપ્ત કર્યા બાદ પણ દિક્ષાર્થીની ભાવના શરીર સાથે જોડાયેલી હોય છે. એ સંસ્કરાને સંથારો કહેવાય છે, જેમાં દિક્ષાર્થી હવા આરોગીને તપ કરે છે. અને થોડા સમયમાં દેહની માયાનો ત્યાગ કરે અને પ્રભુ ચરણે પહોંચે છે.”

આ 35 મુમુક્ષુમાં એવા વ્યક્તિનો સમાવેશ થાય છે જેમની પાસે સંયુક્ત પરિવાર, જામેલો કરોડોનો કારોબાર છે. ભાવેશભાઈ ભંડારી 35 મુમુક્ષુમાંના એક જેમના એક દિકરો અને એક દિકરીએ 2021માં સુરત ખાતે દિક્ષા પ્રાપ્ત કરી હતી. હવે ભાવેશભાઈ પોતાના શ્રાવિકા સાથે દીક્ષા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. તેમના મતે મે બંન્ન પ્રકારના જીવનનો અનુભવ કર્યો છે જેમાં સંસારીક મોહમાયના જીવનમાં તેમને પ્રગતીનો પંથ મળ્યો. પણ સાચી ખુશી તેમને આધ્યાત્મીક જીવનમાં મળી.

ઉલ્લેખીય છે કે 35 મુમુક્ષુને પરમાત્માનો પંથ આપવા માટે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આધ્યાત્મ નગરની રચના કરવામાં આવી છે. જેમાં આશરે 1000થી વધુ કારીગરો અને મજૂરો દિવસ રાત કામ કરી રહ્યા હતા. અધ્યાત્મ નગરીમાં આશરે 10000 ચોરસ ફૂટના ભવ્ય મહલ જેવા જિનમંદિરમાં 23માં તિર્થંકર શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ ભગવાનની નયનરમ્ય મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે.

આ નગરીમાં આશરે 90000 ચોરસ ફૂટમાં ભવ્ય ભંડપની રચના કરવામાં આવી છે. જેમાં નર્કની આબેહૂબ રચના જોવા મળે છે. આ ઉપરાંત ભવ્ય થિયેટર બનાવવામાં આવ્યું છે. જેમાં જૈન શાસનની શૌર્ય ગાથો લઘુ નાટીકાના સ્વરૂપમાં દર્શાવવામાં આવશે. સાથે જે એક પુસ્તકાલયનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં વિનામૂલ્યે પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે.