નવી દિલ્હીઃ કોંગ્રેસે અમેઠીથી કિશોરી લાલ શર્માને અને રાયબરેલીથી રાહુલ ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કેએલ શર્મા ગાંધી પરિવારની નજીકની વ્યક્તિ છે. તેઓ સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ છે. રાહુલ ગાંધી 12.15 કલાકે નામાંકન ભરશે. અમેઠી અને રાયબરેલીમાં પાંચમા તબક્કામાં 20 મેએ મતદાન થશે.
રાહુલ ગાંધી માટે રાયબરેલીની સીટ કોઈ સુરક્ષા કવચથી ઓછી નથી. આજથી 20 વર્ષ પહેલાં 2004માં સોનિયા ગાંધીએ અમેઠીની સીટ રાહુલ ગાંધી માટે છોડી હતી, કેમ કે તેઓ રાજકારણમાં રાહુલ ગાંઘીને લોન્ચ કરવા માગતા હતા. તેમણે અમેઠીની સીટ રાહુલ માટે કુરબાન કરી દીધી હતી. એ સુરક્ષિત સીટ પુત્રને સોંપી દીધી હતી.
जननायक श्री @RahulGandhi आज रायबरेली, उत्तर प्रदेश से नामांकन करेंगे।
नामांकन कार्यक्रम में शामिल होने के लिए CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी और कांग्रेस महासचिव श्रीमती @priyankagandhi जी रायबरेली पहुंची हैं। pic.twitter.com/50ehpbuliP
હવે રાહુલની અમેઠીથી થયેલી પહેલી જીત એક તરફ સોનિયા ગાંધીની કેટલાંય વર્ષોની મહેનતનું પરિણામ હતું. હવે ફરી એક વાર 20 વર્ષ પછી સોનિયાએ રાયબરેલી સીટ છોડી દીધી છે. તેમણે અહીંથી રાહુલ ગાંધીને આગળ કર્યા છે. અહીં લોકપ્રિય સોનિયા જ છે, પણ સીધી મદદ રાહુલની થવાની છે. રાયબરેલીમાં હજી પણ એક મોટો વર્ગ ગાંધી પરિવારની સાથે મજબૂતીથી ઊભો છે.
કિશોરી લાલ શર્મા કોણ છે?
અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા પંજાબના મૂળ રહેવાસી છે. તેઓ ચાર દાયકાથી અમેઠી અને રાયબરેલીમાં સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિના રૂપે કામ કરતા આવ્યા છે. આ બે જિલ્લાઓમાં તેમને એકેએક ગલી માલૂમ છે. રાજીવ ગાંધીના વખતથી તેમને પ્રચાર પ્રસારનું કામ કરવા UPમાં મોકલવામાં આવ્યા હતા.
લોકસભા ચૂંટણીને ચાર દિવસ બાકી છે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચાર તેજી કર્યો છે. ફરી એક વખત ચૂંટણી ઢંઢેરામાં રાજકોટના નેતા ભાન ભૂલ્યા છે. જ્યાં એક બાજુ રાજકોટના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનથી રાજોકટ રાજકારણમાં ગરમાયેલો છે. ત્યારે ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની જીભ લપસી હતી. ઈન્દ્રનીલ રાજ્યગરુએ રાહુલ ગાંધીની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથે સરખામણી કરીને તેમજ અપમાનજનક નિવેદન આપ્યું છે.
રાજકોટ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની પ્રચાર સભા હેદર ચોકમાં યોજાઈ હતી. આ દરમિયાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પર અપમાનજનક નિવેદન આપ્યું હતું. પૂર્વ ધારાસભ્યના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતો. રાજ્યગુરુએ મંચ પરથી બોલ્યા હતા કે ‘આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો, આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે.’ પૂર્વ ધારાસભ્યએ ધુમાં કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી તો સંપુર્ણપણે નિખાલસ અને સાચો માણસ છે, કે જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કરાયો અને તેના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા તેમ છતાં દેશ આજે સ્વીકારે છે કે આ (રાહુલ ગાંધી) માણસ બરાબર છે.’
ઈન્દ્રનીલ રાજ્યગુરૂની સ્પષ્ટતા
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ નિવેદના બાદ સ્પષ્ટતા આપી હતી. નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યું કે ‘મે જે વાત કરી છે તે ઈતિહાસમાં લખાયેલી વાત છે. ગાંધીજીએ તેમની કુશળતા દેશને અર્પણ કરી,રાહુલ ગાંધી એ બીજા ગાંધીજી છે, ગાંધીજીને બદનામ કરનારા ગાંધીજીની ચિંતા કરે છે, રાહુલ ગાંધી મજબુતાઈ અને નિષ્ઠાથી લડવા નીકળ્યા છે. ભાજપ રાહુલ ગાંધીને બદનામ કરી રહી છે, રાહુલ ગાંધીમાં ગાંધીજી જેવી ચતુરાઈ અને કુશળતા છે. ગોડસેની પુજા કરનારા ગાંધીજીની ચિંતા કરે તે મને ગમ્યુ, રાહુલ ગાંધી દ્રઢતા, નિષ્ઠા અને સત્યાગ્રહ રાખે છે,મે ઈતિહાસને વાગોળ્યો છે.’
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 112 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,37,410 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,588 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,03,109 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 111 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 850 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,041 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 15 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
વિશ્વ પ્રેસ ફ્રીડમ ડે (World Press Freedom Day) દર વર્ષે 3 મેના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ ભારત અને સમગ્ર વિશ્વમાં મીડિયાના યોગદાનને યાદ કરવા માટે સમર્પિત છે. પ્રેસને લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે. તે સરકાર અને લોકોને જોડે છે. આ દિવસ આપણને પ્રેસની સ્વતંત્રતાના મહત્વ વિશે જણાવે છે અને પત્રકારોની સુરક્ષા માટે અમારો અવાજ ઉઠાવવા માટે પ્રેરણા આપે છે. ચાલો જાણીએ પ્રેસ ફ્રીડમ ડેના ઈતિહાસ અને તેના મહત્વ વિશે.
વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ: ઇતિહાસ
1991 માં આફ્રિકન પત્રકારોએ પ્રથમ વખત પ્રેસની સ્વતંત્રતા માટે પોતાનો અવાજ ઉઠાવ્યો. 3 મેના રોજ આ પત્રકારોએ પ્રેસની સ્વતંત્રતાના સિદ્ધાંતો અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેને વિન્ડહોકની ઘોષણા તરીકે પણ ઓળખવામાં આવે છે. બે વર્ષ પછી 1993માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ પ્રથમ વખત વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવવાનું નક્કી કર્યું. ત્યારથી વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ દર વર્ષે 3 મેના રોજ ઉજવવામાં આવે છે.
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે 2024: થીમ
આ વર્ષે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડેની થીમ છે “એ પ્રેસ ફોર ધ પ્લેનેટઃ જર્નાલિઝમ ઇન ધ ફેસ ઓફ ધ એન્વાયર્નમેન્ટલ ક્રાઈસીસ”. આજે સમગ્ર વિશ્વ બદલાતી આબોહવા અને જૈવવિવિધતા સંકટથી પ્રભાવિત છે. જેઓ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની વાર્તાઓ અન્ય લોકો સુધી પહોંચાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પત્રકારો આમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે આગળ આવે છે અને આપણી પૃથ્વી અને તેના સારા ભવિષ્ય માટે લડે છે. તેથી આ દિવસ તેમના કામના સન્માન માટે ઉજવવામાં આવે છે.
વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસનું મહત્વ
આપણે દરરોજ પત્રકારોની હેરાનગતિ વિશે સાંભળીએ છીએ. પત્રકારો પોતાની જાતને જોખમમાં મૂકીને લોકોને માહિતી આપવાનું કામ કરે છે અને કેટલીકવાર તેમની હત્યાના સમાચાર પણ સામે આવે છે. ઘણી વખત તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેથી, આ તમામ અન્યાય સામે લડવા અને પત્રકારો અને તેમના કાર્યને સન્માનિત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.
જેમને કામ કરવું છે એના માટે કાયમ કામ મળી જ રહે છે. જેમને કામ નથી કરવું એ કાયમ બહાના શોધે છે. એક વખત કામ ન કરવાની આદત ઉભી થઇ જાય પછી બધું જ બેઠા બેઠા મેળવી લેવાની ભાવના જાગે છે. અને ક્યારેક મફતમાં લઇ લેવાની લાલચ પણ જાગે. મફતમાં બધું ન મળે તો શું કરવું? ક્યારેક છીનવી લેવાની, ક્યારેક ચોરી કરવાની ઈચ્છા પણ થાય. આ બધું ખોટું થાય ત્યારે સમજાય કે મફતની ટેવ ન જ પડાય. વળી જે લોકો મહેનત કરીને કમાય છે એમનું જ છીનવાઈ જાય ત્યારે સમાજ વ્યવસ્થાનો પણ વિચાર આવે. ભારતીય સંસ્કૃતિમાં ભીખ આપવાનો નિષેધ છે. દાન પણ સુપાત્રને આપવાની વાત હતી. દક્ષિણા યોગ્યતાના આધારે અપાતી. પણ બદલાતી વિચારધારા સાથે ઘણું બદલાઈ રહ્યું છે ત્યારે શાસ્ત્રોની સાચી સમજણ ખુબ જ જરૂરી છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: અમારું પેકેજીંગનું કામ છે. છેલ્લા કેટલાક સમયથી માણસોને કામમાં રસ નથી હોતો. ઓછુ કામ કરે, કામ બગાડે, વચ્ચે વચ્ચે આંટો મારવા જતા રહે અને સતત પૈસા વધારે માંગતા રહે. આ જ માણસો પહેલા સારું કામ કરતા હતા. હવે એમને જાણે પૈસા કમાવાની ચિંતા જ નથી. કાઈ કહીએ તો કામ છોડીને જતા રહે. આ બધું થવાનું કારણ પહેલા સમજાતું ન હતું. પણ ધીમે ધીમે સમજાઈ રહ્યું છે કે એમની પાસે કોઈ એવો સોર્સ ઉભો થયો છે જે એમને કામ ન કરવા માટે પ્રેરે છે. હમણાં એક માણસે ચોરી કરી. એ પકડાઈ ગયો એટલે એણે અમને સમજાવ્યું કે જરૂર પડે તો માણસ ચોરી કરે પણ ખરો. આખી દુનિયા ચોરી કરે છે. આ તો હું પકડાયો. બાકી તમને ખબર પણ ન પડત. એના મોઢા પર કોઈ ગ્લાની ન હતી. હવે અમે પેકેજીંગનું મશીન વસાવવાના છીએ. મારા બાપુજી રોજગારના આગ્રહી હતા. પણ હવે એ પણ માની ગયા છે. શું અમે ખોટું વિચારીએ છીએ?
જવાબ: આપણો ધર્મ કર્મ આધારિત છે. કર્મ એટલે કાર્ય નહિ. પણ એ સમજણ ઓછી થઇ ગઈ છે. કર્મને ખોટી રીતે સમજવા વાળા કોરોનામાં બચી ગયા બાદ કર્મમાંથી વિશ્વાસ ખોઈ ને વિચારવા લાગ્યા. માનવ મન જે રીતે બદલાઈ રહ્યું છે એ ખરેખર આઘાતજનક છે. તમે કોઈને રોજગાર આપીને મદદ કરતા હતા તે સારું જ હતું. પણ ઘર બાળીને જાત્રા ન જ થાય. મશીનમાં ઉર્જા નથી હોતી. પણ ચોરી કરવાના માનસ સાથે કામ કરતી વ્યક્તિ કરતા મશીન વધારે સારા ગણાય. જયારે અગ્નિનો દોષ હોય ત્યારે ચોરીનો ભય રહે. તમારી જગ્યાના અગ્નિ ખૂણામાં બે ફૂલ દાડમ ના છોડ વાવી દો. દર ગુરુવારે મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ લગાવી અને ઉંબરો પૂજી લો.
સવાલ: મારા પડોશીઓ ખુબ ખરાબ છે. કોઈ વાસ્તુ દોષ હોય તો આવું થાય?
જલાબ: જયારે બે મકાનના દરવાજા સામસામે આવતા હોય અને એકજ દીવાલ પર બે અલગ અલગ ઘરના દરવાજા આવતા હોય ત્યારે એ બંને મકાનમાં રહેતી વ્યક્તિઓને ઓછુ બને. તમારા દરવાજાની બારશાખની બંને બાજુએ બે ઇંચના અરીસા લગાવી દો. ફર્ક લાગશે.
સુચન: એક જ દીવાલ પર બે દરવાજા બાજુ બાજુમાં આવતા હોય તો એ નકારાત્મક ગણાય છે.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે,મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય,સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે.
ઉનાળાની ઋતુમાં ઘણા મોસમી ફળો અને શાકભાજીઓ વિપુલ પ્રમાણમાં હોય છે. આનું સેવન કરવાથી તમે ઉનાળાની ઋતુમાં થતી સમસ્યાઓથી દૂર રહી શકો છો. આ સિવાય હેલ્ધી ડ્રિંક પીવાથી હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનથી પણ રક્ષણ મેળવી શકાય છે. સત્તુનું ડ્રિંક, નાળિયેરનું પાણી, છાશ એ કેટલાક પ્રવાહી પીણાં છે જે તમને ઉનાળામાં અંદરથી ઠંડક આપે છે. આ સાથે શરીરને ઘણા પોષક તત્વો પણ પૂરા પાડે છે. ઉનાળામાં ફાયદઓ આપે એવા 5 હેલ્ધી ડ્રિંક વિશે જાણીએ. આ ઉનાળામાં તમે ડાયેટમાં આનો સમાવેશ કરી શકો છો.
સત્તુનું ડ્રિંક- સત્તુ આયર્ન અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે અને તેમાં સોડિયમ ઓછું હોય છે. તે શરીરને ઝડપી ઉર્જા પ્રદાન કરે છે અને શરીરને અંદરથી ઠંડુ પણ રાખે છે. સત્તુ આંતરડા માટે સારું છે, કારણ કે તેમાં ઘણા બધા અદ્રાવ્ય ફાઇબર હોય છે. તે ગેસ, કબજિયાત અને એસિડિટીને પણ નિયંત્રિત કરે છે, જે તેને ઉનાળા માટે એક આદર્શ ઠંડક બનાવે છે.
છાશ- દહીંમાં મીઠું અને મસાલા ઉમેરીને બનેલી છાશ શરીરની ગરમી ઘટાડવામાં અને ડિહાઇડ્રેશનને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર હોય છે. ઉનાળામાં ઘણીવાર શરીરમાં પાણીની ઉણપ જોવા મળે છે, તેનાથી બચવા માટે છાશ એક ઉત્તમ પીણું છે. ઉનાળામાં છાશ પીવાથી ગરમીની ફોલ્લીઓ અને સામાન્ય બેચેની જેવી આ ઋતુમાં થતા રોગોને દૂર કરવામાં મદદ મળે છે.
કાકડી, મિન્ટ ડ્રિંક– કાકડી અને ફુદીનામાંથી તૈયાર કરવામાં આવેલ પીણું પણ ઉનાળામાં પીવા માટે એક ઉત્તમ અને ઠંડુ અને તાજગી આપનારું પીણું છે. તે તેની ઠંડક ક્ષમતા સાથે હીટ સ્ટ્રોકની શક્યતા ઘટાડી શકે છે. તે શરીરમાં ડીહાઈડ્રેશનને પણ અટકાવે છે કારણ કે કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે.
નારિયેળનું પાણી- નારિયેળનું પાણી કુદરતી હાઇડ્રેટર છે. નાળિયેર પાણી પીવાથી પરસેવા દ્વારા ઉત્સર્જન થતા માનવ શરીરના ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપને દૂર કરી શકાય છે. તેને પીતાની સાથે જ શરીર પર ઠંડકની અસર થાય છે. તે ઉનાળાની ઋતુમાં આપણી પાચનતંત્રને પણ યોગ્ય રાખે છે. પેટની અસ્તર પર બળતરાની સમસ્યાને ઓછી કરે છે.
બીલાનો રસ: બીલા એક એવું ફળ છે જે ઉનાળાના કાળઝાળ દિવસોમાં ઉર્જા વધારવાનું કામ કરે છે. તેનો રસ પીવાથી શરીરને ઠંડક મળે છે. બીલાનો રસ રિબોફ્લેવિનથી ભરપૂર હોય છે. તેમાં બી-વિટામિન પણ હોય છે, જે ગરમીના દિવસોમાં શરીરની એનર્જી સપ્લાય જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉનાળામાં દરરોજ એક ગ્લાસ ઠંડું શરબત પીવો. તેમાં ફાઈબર હોય છે, જે ન માત્ર કબજિયાતની સમસ્યાને દૂર કરે છે પરંતુ પાચનને પણ સ્વસ્થ રાખે છે.