નવી દિલ્હીઃ એર ઇન્ડિયાના 300 સિનિયર કર્મચારીઓ એકસાથે સિક લીવ પર ચાલ્યા જતાં એર ઇન્ડિયા એક્સપ્રેસની 82 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી 78 ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. 300 સિનિયર કેબિન ક્રૂ સભ્યોએ છેલ્લી ઘડીએ બીમાર હોવાની સૂચના આપ્યા પછી પોતાના મોબાઇલ ફોમ ફરી દીધા હતા.
Taxing aircraft’s wing knocks down lighting pole in Vijayawada airportટાટા ગ્રુપની માલિકીની એરલાઇનમાં કથિત ગેરવહીવટના વિરોધમાં ઘણા ક્રૂ સભ્યો સિક લીવ પર ઊતરી ગયા છે. સોમવારે સાંજથી ઘણા ક્રૂ સભ્યોએ સિક લીવની સૂચના આપવાની શરૂઆત કરી હતી અને ક્રૂ મેમ્બર્સની અપૂરતી સંખ્યાને કારણે કોચિ, કાલિકટ અને બેંગલુરુ સહિત અનેક એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, એમ સૂત્રોએ કહ્યું હતું.
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ક્રૂ મેમ્બર્સના સિક લીવના રિપોર્ટ બાદ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની આટલી મોટી સંખ્યામાં ક્રૂ મેમ્બર્સના બીમાર હોવાની જાણ કરવા પાછળનાં કારણોને સમજવા માટે તેમનો સંપર્ક કરી રહી છે અને ટીમ આ મુદ્દાનું સમાધાન કરી રહી છે.
અમારા કેબિન ક્રૂના એક વિભાગે ગઈ કાલે રાતથી માસ સિક લીવ પર જવાની જાણ કરી હતી, જેના પરિણામે ફ્લાઈટ વિલંબ અને રદ થઈ છે. જ્યારે અમે આ ઘટનાઓ પાછળનાં કારણોને સમજવા માટે ક્રૂના સંપર્કમાં છીએ ત્યારે અમારી ટીમો મુસાફરોને કોઈ પણ અસુવિધા ઘટાડવા માટે સક્રિયપણે આ મુદ્દાનો હલ કરી રહી છે, એમ કંપનીએ કહ્યું હતું.
અમે અમારા મુસાફરોની નિષ્ઠાપૂર્વક માફી માગીએ છીએ. જેઓ પ્રભાવિત થયા છે તેમને સંપૂર્ણ રિફંડ અથવા બીજા દિવસની ટિકિટ આપવામાં આવશે. અમારા મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ એરપોર્ટ પર જતાં પહેલાં તેમની ફ્લાઈટને અસર થઈ છે કે કેમ? એ તપાસી લે, એમ એરલાઇન્સે કહ્યું હતું.
પતંજલિ યોગ સૂત્રમાં એક સુંદર સૂત્ર એ છે કે ‘જતિદેશા કાલસમયનવછ્છિન્નહઃ સાર્વભૌમમહાવ્રતમ્’. એનો અર્થ એ થાય છે કે ‘વિરાટ પ્રતિજ્ઞાઓ વૈશ્વિક હોય છે અને તે જીવન, રાજય, દેશ,સમય કે સંજોગોની મર્યાદાથી પર હોય છે.’ આ શબ્દો સર્વત્ર,હર સમયે અને દરેકને લાગુ પડે છે.ઉપરોક્ત પાંચ પરિબળો સાર્વત્રિક છે.કોઈ પ્રાણી અકારણ હિંસક બનતું નથી. જંગલી પ્રાણીઓ જ્યારે ભૂખ લાગી હોય છે અને તેમને ખાવું હોય ત્યારે જ શિકાર કરે છે.માનવી આનંદ પ્રમોદ માટે શિકાર કરે છે. માણસોને ભગવાનના નામે હિંસા કરવામાં કોઈ સંતાપ થતો નથી. દુનિયામાં દેશ,ધર્મ અને જાતિના નામે અવિચારી હિંસા પ્રચલિત છે.આ બાબત વિવેકબુદ્ધિનો સંપૂર્ણ અભાવ દર્શાવે છે.હિંસક માણસ કોઈનું સાંભળવા તૈયાર હોતો નથી.
હિંસા શા માટે થાય છે? એનો ઉત્તર છે હતાશા. મન હતાશ થાય છે અને હતાશા વધતી જાય છે. ‘શા માટે,શા માટે, શા માટે’ એ પ્રશ્ન હિંસામાં ફેરવાઈ જાય છે અને ચેપી થઈ જાય છે.ટોળુ હિંસા આચરે છે.વ્યક્તિગત રીતે કોઈ એ હિંસક કૃત્ય કરવા સક્ષમ ના હોય ,પરંતુ જ્યારે એ માણસ ટોળાનો એક ભાગ હોય છે ત્યારે તે તેમાં સહભાગી થાય છે. વિવેક એને કહેવાય કે જ્યારે વ્યક્તિ “આ પૃથ્વી પર હું જાણતા કે અજાણતા કોઈ પ્રાણી કે જીવની હત્યા નહીં કરું” એમ કહીને અહિંસા અપનાવે છે. આમેય તમે તમારી જાણ બહાર ઘણા જીવોનો નાશ કરતા હોવ છો. તમે ચાલો છો ત્યારે તમારા પગ નીચે ઘણી કીડીઓ મરી જતી હોય છે.તમે કોઈને મારી નાંખતા નથી. બસ એવું થઈ જાય છે. પરંતુ કશું નષ્ટ કરવાનો ઈરાદો, હિંસા કરવાનો ઈરાદો તમારા મૂળભૂત આધારને નષ્ટ કરી શકે છે. હિંસાનો આ ઈરાદો પડવો મુકવો એટલે અહિંસા.
અહિંસાની શું અસર થાય છે? મહર્ષિ પતંજલિ 35 માં સૂત્રમાં સુંદર રીતે વર્ણવે છે: ‘અહિંસાપ્રતિષ્ટયમ્ તત્સન્નિધૌ વૈરાત્યગઃ’ એટલે કે ‘જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે અહિંસા અપનાવે છે ત્યારે તેની ઉપસ્થિતિમાં હિંસા ટકી શકતી નથી.’
જો તમે સંપૂર્ણપણે અહિંસાનો અમલ કરો છો તો તમારી ઉપસ્થિતિ માત્રમાં અન્ય પ્રાણીઓ હિંસા આચરી શકતા નથી. દા.ત.,કોઈ તમારી ઉપર આક્રમણ કરવા આવે છે. તે જેવા તમારી નજીક આવશે ત્યારે તમારા સ્પંદનો સંપૂર્ણ અહિંસક હોવાથી તે ખમી જશે. તે હિંસક બનતા અટકી જશે.ભગવાન મહાવીર અહિંસા પર ભાર મુકે છે. એવું કહેવાય છે કે તેઓ જ્યારે ચાલતા ત્યારે તેમની આસપાસના વીસ કિલોમીટર વિસ્તારમાં લોકો હિંસક બનતા અટકી જતા. એવું કહેવાય છે કે હિંસા એ હદે અટકી જતી કે કાંટા પણ કોઈને વાગવાને બદલે મૃદુ બની જતા. અહિંસાથી સહનશક્તિ આવે છે.
તમને ક્યારેય કોઈને મારવાનું મન થયું છે? તમારા મનમાં શેનાથી હિંસાનો ભાવ જાગે છે? હિંસાનો સ્રોત શું છે? જ્યારે તમે હિંસાના સ્રોત તરફ ધ્યાન લઈ જાવ છો ત્યારે તમે જોશો કે હિંસા અદ્રશ્ય થઈ જાય છે,ઓગળી જાય છે અને શાંતિનું અવતરણ થાય છે. યોગથી એટલી આંતરિક શાંતિ આવે છે જે અહિંસાની સ્થાપના કરે છે. અહિંસાનું આચરણ બન્ને બાજુના વાહન વ્યવહાર જેવું છે. અહિંસા મનની શાંતિ આપે છે અને જ્યારે તમે અંદરથી શાંત હોવ ત્યારે આપોઆપ અહિંસક બની જાવ છો.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 82 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,37,948 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,596 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,03,660 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 145 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 810 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,118 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 12 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
ગાયનેકોલોજીસ્ટ તરીકેની 31 વર્ષની સફળ કારકિર્દીમાં 10,000 થી પણ વધુ ડીલીવરી (મોટા ભાગે નોર્મલ ડીલીવરી) કરાવી ચૂકેલાં, અમદાવાદનાં જાણીતાં ડોક્ટર અંજનાબહેન શાહની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે:
અંજનાબહેનનો જન્મ અમદાવાદના પંચભાઈની પોળના સુખી કુટુંબમાં. પિતાને પોતાનો ધંધો. તેમનો આગ્રહ કે બધાં બાળકો ભણે. કુટુંબમાં પાંચ ભાઈ અને ત્રણ બહેનો. બધાં ભણેલાં. નાનીબહેન સિવિલમાં ડોક્ટર અને HOD, મોટાબહેન MA, ભાઈઓ એન્જિનિયર, CA વગેરે. અંજનાબહેનને ગણિત બહુ ગમે. મેટ્રીકમાં ગણિતમાં 100માંથી 100 માર્ક લાવ્યાં હતાં! તેમને ઇજનેર થવું હતું, પણ તે સમયે બહેનો એન્જિનિયરિંગ કૉલેજમાં જાય નહીં એટલે તેમણે ડોક્ટરીનો અભ્યાસ કર્યો.
શાળાનો અભ્યાસ ન્યુ-એજ્યુકેશન શાળામાં, પછી બે વર્ષ ગુજરાત કોલેજમાં, આગળનો અભ્યાસ બી.જે. મેડિકલ અને વી.એસ.માં. અભ્યાસ બાદ તરત પ્રેક્ટિસ શરૂ કરી. લગ્ન વખતે અભ્યાસ ચાલુ હતો. પતિ એડવાન્સ મિલમાં મેડિકલ-ઓફિસર તરીકે કામ કરતા. રીલીફ-રોડ પર, ક્રષ્ણ-સિનેમા સામે કન્સલ્ટિંગ શરૂ કર્યું. ત્યાંથી ચાંપાનેર સોસાયટી અને પછી શાંતિનગર સોસાયટીમાં. નોર્મલ ડીલીવરી કરાવવાનો આગ્રહ રાખતાં એટલે તેમની ઉપર લોકોને બહુ વિશ્વાસ હતો. અંજનાબહેનનું દવાખાનું એટલું જાણીતું કે બસ-સ્ટેન્ડનું નામ “ડોક્ટર અંજનાબહેનનું દવાખાનું”! રિક્ષાવાળાને “અંજનાબહેનનું દવાખાનું” કહે એટલે યોગ્ય સ્થાને પહોંચાડે!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે સાડા-ચાર વાગ્યે ઊઠે. ભક્તામર અને 27 વાર ઉવસ્સગરમ્ કરે. પછી થોડો આરામ કરે. સાડા-છ વાગ્યે ચા, પ્રોટીનવાળું દૂધ, કેળું, રોટલી/ખાખરો/પરોઠું…શિયાળામાં ડ્રાયફ્રુટ. સાત વાગ્યે છાપા લઈ બેસે. ધ્યાનથી છાપાની એકેએક હેડલાઈન વાંચે! સુડોકુ તો કરવાનું જ! પછી ઘરમાં ચાલવાનું. નાહવા-ધોવાનું. પ્રાર્થના, કલ્યાણ મંદિર 44 ગાથા સંસ્કૃતમાં હજુ યાદ છે. કલાક પ્રાર્થના કરે, તત્વાર્થ સૂત્ર લગભગ મોઢે. 10:30 વાગે લંચ કરી છાપાં-ચોપડીઓ વાંચે. ક્યારેક વાંચતાં-વાંચતાં સૂઈ જાય. બાળપણમાં આ રીતે સૂઈ જતાં તો પિતાજી આવી ચોપડી બાજુમાં મૂકી દે! ત્રણ વાગ્યાની આસપાસ ઊઠી, બપોરે સાડા-ત્રણ વાગ્યે ડિનર લે! અડધો કલાક આરામ કરે. પછી ચાલે. (ક્યારેક ન ચલાવનાં બહાનાં કાઢે!) પાંચ વાગ્યે પ્રવચન સાંભળે. 6:00 વાગે રૂમમાં જાય. ફરી વાંચન! સાડા-આઠે વાંચતાં-વાંચતાં સૂઈ જાય. 60 વર્ષે પંડિતજી પાસે સંસ્કૃત શીખ્યાં! 64 વર્ષે સ્ટેડિયમના સ્વિમિંગ-પૂલમાં સ્વિમિંગ શીખ્યાં! ક્લબ-કલ્ચર બિલકુલ ગમે નહીં! ઘરમાં ધર્માદાનો પૈસો વાપરવાનો નહીં એવો ચુસ્ત નિયમ.
શોખના વિષયો :
વાંચનનો ભારે શોખ. ભરત-ગુંથણ ગમે. સ્વિમિંગ કરવું ગમે. હીરાના દાગીનાનો શોખ. ઇન્વેસ્ટમેન્ટ થાય તેવી ખરીદી કરવી ગમે. નવું-નવું શીખવું ગમે. યુવાનીમાં પિક્ચર જોવાં ગમતાં. લોકોને મદદ કરે. 31 વર્ષ ખૂબ કામ કર્યું! 1972માં કરફ્યુ વખતે નજીકનાં દર્દીઓ આવતાં થયાં. કલોલ ESISમાં વીઝીટીંગ ડોક્ટર તરીકે જતાં. એકવાર ગાડીને અકસ્માત થયો, ફ્રેક્ચર થયું, ત્રણ મહિના હોસ્પિટલમાં હતાં.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
નિયમિત જિંદગી જીવે છે એટલે તબિયત સારી છે. માતાને બીપી અને ડાયાબિટીસની તકલીફ હતી એટલે તેમણે ડોક્ટર તરીકે પહેલેથી સાચવી લીધું છે. બે વર્ષ પહેલાં હાર્ટ-અટેક આવ્યો હતો, પણ હવે કોઈ તકલીફ કે ફરિયાદ નથી.
યાદગાર પ્રસંગ:
અંજનાબહેનની મેટ્રીકની ગણિતની પરીક્ષાને દિવસે તેમનાં મમ્મીની તબિયત ખરાબ હતી અને તેઓ હોસ્પિટલમાં દાખલ હતાં. વિકલ્પો સાથેના બધા દાખલા કરી, પરીક્ષાનું આખું પેપર સોલ્વ કરી અંજનાબહેન ત્યાં ડેસ્ક પર જ સૂઈ ગયાં! નિરીક્ષકને લાગ્યું કે દીકરીને આવડતું નથી. ઊઠાડીને જોયું તો તેમને પણ આશ્ચર્ય થયું! અંજનાબહેનને તે પેપરમાં 100માંથી 100 માર્ક આવ્યાં!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
કાયમ ‘ટોપ ઓફ ધ લાઈન’ રહ્યાં છે! પ્રેક્ટિસ વખતે બધાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ જર્મન, સારી બ્રાન્ડનાં વાપરતાં! નવું-નવું જાણવાનું, કરવાનું અને આધ્યાત્મિક સૂત્રો શીખવાનું ગમે છે. આ પણ જુદી જાતની ટેકનોલોજી જ છે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તે સમયમાં છોકરીઓ એન્જિનિયરિંગ કોલેજમાં જતી નહીં. હવે ઘણી દીકરીઓ એન્જિનિયર થાય છે! આજકાલ દીકરીઓ મા-બાપની બહુ સેવા કરે છે! કુટુંબમાં દરેકને મદદ કરે છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેમને એક દીકરો, બે દીકરી તથા ત્રણ પૌત્ર-પૌત્રી છે. હવે બહાર જવાનું ઓછું થાય છે. દીકરા-દીકરીઓનાં મિત્રો અને સગાં-સંબંધીઓને મળવાનું ગમે. દીકરીઓએ આર્થિકરીતે સ્વાયત્ત બનવું જોઈએ છતાં સાસરીમાં એડજસ્ટ થઈને રહેવું જોઈએ તેવું તેઓ માને.
ગરમીમાં મોટેભાગે શાકભાજી મળતાં નથી. તો સહેલાઈથી ઉપલબ્ધ કાંદા તેમજ ટામેટાંનું સ્વાદસભર શાક બનાવી લો! જેમાં રહેલા કાંદા તમને ગરમીમાં લૂથી પણ બચાવશે!
સામગ્રીઃ
કાંદા 8-10
ટામેટાં 4
ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
હળદર પાઉડર ¼ ટી.સ્પૂન
કસૂરી મેથી 1 ટી.સ્પૂન
જીરુ 1 ટી.સ્પૂન
તેલ 2 ટે.સ્પૂન
ચણાનો લોટ 2 ટે.સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
દહીં 1 કપ
મલાઈ 1 ટે.સ્પૂન
લીલાં મરચાં 3-4
કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન
મસાલોઃ
4-5 લસણની કળી
આદુનો ટુકડો 1 ઈંચ
કાળાં મરી 4-5
તજનો ટુકડો 1 ઈંચ
લવિંગ 3
રીતઃ કાંદાને છોલીને ધોઈ લો. તેમાંથી લાંબી જાડી સ્લાઈસ કટ કરી લો. ટામેટાંની પણ લાંબી જાડી સ્લાઈસ કટ કરી લો. કાંદા તેમજ ટામેટાંને એક બાઉલમાં લઈ તેમાં ધાણાજીરુ પાઉડર, લાલ મરચાં પાઉડર, હળદર પાઉડર, ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું તેમજ કસૂરી મેથી ઉમેરીને હાથેથી કાંદાને મસાલા સાથે મેળવીને મેરીનેટ કરી લો. લીલા મરચાંને લાંબી બે ચીરીમાં કટ કરીને ભેળવી લો. આ મિશ્રણને અડધા કલાક માટે ઢાંકીને રાખો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુનો વઘાર કરી અધકચરા વાટેલા મસાલાની પેસ્ટ સાંતડી લો. હવે તેમાં મેરીનેટ કરેલા કાંદા વઘારીને કઢાઈ ઢાંકીને ધીમી આંચે 10 મિનિટ થવા દો. વચ્ચે વચ્ચે શાકને તવેથા વડે ફેરવતા રહો. કાંદા-ટામેટાં નરમ થઈને ચઢી જાય એટલે તેમાં મલાઈ તેમજ દહીં મેળવીને એક કપ પાણી ઉમેરીને મિક્સ કરીને ઢાંકીને ફરીથી 10 મિનિટ રહેવા દો. ત્યારબાદ તેમાં તેલ છૂટું પડેલું દેખાય એટલે કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને શાક ઉતારી લો.
આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.
આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.
પાંચ વર્ષથી લંડનની જેલમાં રહેલા ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદીએ મંગળવારે નવી જામીન અરજી દાખલ કરી હતી. પરંતુ બ્રિટિશ ન્યાયાધીશે તેને ફગાવી દીધી હતી. આ પાંચમી વખત છે જ્યારે કોર્ટે નીરવ મોદીની જામીન અરજી ફગાવી છે. ન્યાયાધીશે કહ્યું કે તે હજુ પણ ન્યાયથી છટકી જવાનું ‘નોંધપાત્ર જોખમ’ ધરાવે છે. નીરવ મોદી, જે ભારતમાં પ્રત્યાર્પણ સામે પોતાનો કેસ હારી ગયો છે, તે ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહ્યો છે.
નીરવ મોદી કોર્ટમાં હાજર થયો ન હતો
લંડનમાં જામીનની સુનાવણી દરમિયાન 52 વર્ષીય હીરા વેપારી હાજર થયો ન હતો. તેમનો દીકરો અને બે દીકરીઓ ગેલેરીમાં હાજર હતા. જિલ્લા ન્યાયાધીશ જ્હોન જાનીએ નીરવ મોદીની કાનૂની ટીમની દલીલ સ્વીકારી હતી કે અગાઉની જામીન અરજી લગભગ સાડા ત્રણ વર્ષ પહેલા દાખલ કરવામાં આવી હતી. આટલા લાંબા સમય બાદ સુનાવણી આગળ વધવા દેવા માટે સંજોગોમાં ફેરફાર થયો છે.
કોર્ટે અરજી ફગાવી દીધી હતી
ટૂંકી સુનાવણી પછી, ન્યાયાધીશે કહ્યું, ‘જો કે હું સંતુષ્ટ છું કે જામીન સામે પૂરતા આધારો છે, ત્યાં એક મોટો ખતરો છે કે નીરવ મોદી કોર્ટમાં હાજર થવામાં અથવા સાક્ષીઓ સાથે દખલ કરવામાં નિષ્ફળ જશે.’ તેમણે કહ્યું, ‘આ કેસમાં છેતરપિંડીનો મોટો આરોપ સામેલ છે. આવી સ્થિતિમાં જામીન આપી શકાય નહીં. તેથી અરજી નામંજૂર કરવામાં આવે છે. સુનાવણી માટે CBI અને EDની સંયુક્ત ટીમ ભારતથી આવી પહોંચી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આજે યોજાયેલા લોકસભા ચૂંટણી મતદાનમાં ઉત્સાહપૂર્વક અને શાંતિ પૂર્ણ વાતાવરણ માં મોટાપાયે મતદાન કરવા માટે રાજ્યના સૌ મતદાર નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે હાથ ધરાયેલા સુદ્રઢ આયોજન માટે પણ મુખ્યમંત્રીએ કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીના વહીવટી તંત્રનો આભાર દર્શાવ્યો છે.
ગુજરાતમાં આજે યોજાએલ લોકસભા ચૂંટણી મતદાનમાં ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મોટાપાયે મતદાન કરવા માટે રાજ્યના સૌ મતદાર નાગરિકોનો હૃદયથી આભાર.
ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે હાથ ધરાયેલા સુદ્રઢ આયોજન માટે કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના…
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 7, 2024
તેમણે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા રાજ્ય સરકારના સંબંધિત વિભાગો, પોલીસ તંત્ર, કેન્દ્રીય અર્ધ લશ્કરી દળો સહિતના ફરજ પરના સૌ અધિકારીઓ કર્મચારીઓની ફરજ નિષ્ઠાની પણ પ્રસંશા કરી છે. મુખ્યમંત્રીએ લોકશાહીના આ ચુનાવ મહાપર્વને ઉમંગ પર્વ તરીકે મનાવવા બદલ સમગ્ર રાજ્યની જનતા જનાર્દનને અભિનંદન પાઠવ્યા છે.
બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ લોકસભા ચૂંટણી 2024 વચ્ચે મોટો નિર્ણય લીધો છે. બસપા સુપ્રીમો માયાવતીના આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક અને તેમના અનુગામી પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો છે. બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું છે કે તેની પાછળનું કારણ સંપૂર્ણ પરિપક્વતા છે.
BSP સુપ્રીમો માયાવતીએ X પર પોસ્ટ કર્યું અને લખ્યું – તે જાણીતું છે કે BSP એક પક્ષ હોવા સાથે બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના સ્વાભિમાન અને સામાજિક પરિવર્તન માટેનું આંદોલન પણ છે.અમારી આખી જીંદગી અને તેને વેગ આપવા માટે એક નવી પેઢી તૈયાર કરવામાં આવી રહી છે, પાર્ટીમાં અન્ય લોકોને પ્રમોટ કરવા સાથે આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક અને તેમના અનુગામી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ પક્ષ અને ચળવળના વિશાળ હિતમાં હવે તેઓ સંપૂર્ણ પરિપક્વતા સુધી પહોંચે ત્યાં સુધી તેઓ આ બે મહત્વપૂર્ણ જવાબદારીઓથી અલગ થઈ રહ્યા છે.