Home Blog Page 1813

સોના-ચાંદી રેકોર્ડ બ્રેક, સોનું પહેલીવાર 74 હજારને પાર

એક તરફ ચાંદીના ભાવ આસમાને છે. બીજી તરફ સોનાની કિંમતે પણ લગભગ 40 દિવસ બાદ નવો રેકોર્ડ બનાવ્યો છે. પહેલીવાર સોનાના ભાવ રૂ.74 હજારના સ્તરને પાર કરી ગયા છે. સાંજે 5 વાગ્યે ખુલેલા મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના અને ચાંદીના ભાવ ઊંચા જોવા મળ્યા હતા. જ્યાં સોનાની કિંમતમાં 700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ શુક્રવારના બંધ ભાવની સરખામણીમાં ચાંદીના ભાવમાં રૂ. 2300થી વધુનો વધારો જોવા મળ્યો છે. સવારથી વિદેશી બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ચાલો તમને એ પણ જણાવીએ કે હાલમાં દેશના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો જોવા મળી રહ્યો છે.

 

સોનાનો રેકોર્ડ 

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ પ્રથમ વખત 74 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરને પાર કરી ગયો છે. મળતી માહિતી મુજબ સોનાની કિંમતમાં 700 રૂપિયાનો વધારો થયો છે અને તે 74,411 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. જોકે, સાંજે 5 વાગ્યે ખુલેલા બજારમાં સોનાની શરૂઆતી કિંમત 73,900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળી હતી. જ્યારે શુક્રવારે સોનાનો બંધ ભાવ 73,711 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. સાંજે 6:15 વાગ્યે, સોનું 10 ગ્રામ દીઠ રૂ. 192ના વધારા સાથે રૂ. 73,903 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું.

બીજી તરફ એમસીએક્સ પર ચાંદી પણ રોકેટ બનતી જોવા મળી હતી. એમસીએક્સ પર ચાંદીની શરૂઆત રૂ. 1370 પ્રતિ કિલોના વધારા સાથે થઈ હતી. જેના કારણે ચાંદીની કિંમત અચાનક 91 હજાર રૂપિયાથી વધીને 92,394 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. થોડા સમયની અંદર ચાંદીના ભાવ રૂ. 2,355 પ્રતિ કિલો વધીને રૂ. 93,379ની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. સાંજે 6:15 કલાકે ચાંદી 1,057 રૂપિયા પ્રતિ કિલોના વધારા સાથે 92,081 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે. ચાંદીએ શુક્રવાર સુધી મે મહિનામાં રોકાણકારોને 12 ટકાથી વધુ વળતર આપ્યું હતું.

વિદેશી બજારોમાં સોનાનો જાદુ

જો વિદેશી બજારોની વાત કરીએ તો સવારે સોના-ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો, પરંતુ સાંજ સુધીમાં ભાવ નીચે આવી ગયા છે. ન્યુયોર્કના કોમેક્સ માર્કેટમાં સોનાના ભાવિ ભાવ ઔંસ દીઠ $6.80ના વધારા સાથે $2,424.20 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાના ભાવિની કિંમત 2453 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી. સોનાનો ભાવ પ્રતિ ઔંસ $5.66 ઘટીને $2,409.56 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાની કિંમત 2450 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ હતી.

ઈરાનના રાષ્ટ્રપતિનું નિધન, ભારતમાં એક દિવસનો રાજકીય શોક

ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીના હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.

આ પછી, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીના માનમાં સમગ્ર ભારતમાં એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. સમગ્ર ભારતમાં જ્યાં તે નિયમિતપણે લહેરાવાય છે ત્યાં તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધો ફરકાવવામાં આવશે અને રાજ્યના શોકના સમયગાળા દરમિયાન કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો નહીં થાય. ઉત્તર-પશ્ચિમ ઈરાનના પહાડી વિસ્તારમાં ખરાબ હવામાન વચ્ચે હેલિકોપ્ટર ક્રેશ થતાં પ્રમુખ ઈબ્રાહિમ રઈસી, વિદેશ મંત્રી અને અન્ય લોકો માર્યા ગયા હતા.

IIT ગાંધીનગરમાં IPS સફીન હસનનું પ્રેરણાત્મક વ્યક્તવ્ય

ગાંધીનગર: દ્રઢતા, મહત્વાકાંક્ષા અને નિષ્ઠાવાન પ્રયાસ સપનાને વાસ્તવિકતામાં ફેરવી શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) ખાતે તાજેતરના આઉટરીચ સત્રમાં આ વિષય પર સેમિનાર યોજાયો. જેમાં IPS સફીન હસન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સફીન હસને 22 વર્ષની ઉંમરે 2018માં UPSC પરીક્ષા પાસ કરી હતી અને ભારતના તેઓ સૌથી યુવા IPS ઓફિસર બન્યા હતા. તેમની પ્રેરણાદાયી સફર તેમણે IITGN ખાતે યોજાયેલા ખાસ સેમિનારમાં શેર કરી.આ સેમિનારનો ઉદ્દેશ્ય સંસ્થાના પાયાના લોકોને પ્રેરણા અને પ્રોત્સાહિત કરવાનો હતો. આ પાયાના લોકોમાં હાઉસકીપિંગ સ્ટાફ, કેન્ટિન કામદારો, સુરક્ષા કર્મચારીઓ, મેઈન્ટેનસ સ્ટાફ તેમજ હોર્ટિકલ્ચર સ્ટાફનો સમાવેશ થાય છે. IITGN ખાતે પ્રેરણાદાયી વ્યક્તિઓ સાથે દર મહિને એક ખાસ વાતચીત શ્રેણીની શરૂઆત કરવામાં આવી છે. જેના પ્રથમ આઉટરીચ સેમિનારમાં 350 થી વધુ IITGN સપોર્ટ સ્ટાફે હાજરી આપી હતી. IPS સફીન હસનને પ્રોફેસર ગૌરવ શ્રીવાસ્તવ, ડૉ. વિલાસ મુજુમદાર ચેર એસોસિયેટ પ્રોફેસર, સિવિલ એન્જિનિયરિંગ, IITGN દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

સફીન હસન પાલનપુર જિલ્લાના કાણોદર ગામના વતની છે, તેમણે UPSCમાં ઓલ ઈન્ડિયા રેન્ક 570 હાંસલ કર્યો હતો. આ સેમિનારમાં તેમણે પોતાની નાણાકીય પરિસ્થિતિ અને વ્યક્તિગત પડકારોને પાર કરીને UPSC પરીક્ષામાં મેળવેલી સફળતા વાત કરી હતી. ખાસ કરીને IITGN ના મહેનતુ સહાયક સ્ટાફ માટે આયોજિત આ સત્ર, દ્રઢતાની શક્તિ અને સમર્પણ અને સખત પરિશ્રમ દ્વારા વ્યક્તિના સંજોગોને પાર કરવાની સંભાવના દર્શાવીને તેમને પ્રેરણા અને પ્રોત્સાહિત કરવા માટે ખાસ રાખવામાં આવ્યું હતું.IITGN ના પ્રોફેસર ડૉ. દિનેશ પરમાર સાથેની વાતચીતમાં સફીન હસને તેમની પરીક્ષાના દિવસે થયેલા ગંભીર અકસ્માત સહિતની ઘટનાઓની વાત કરતા કહ્યું કે, “હું માત્ર એટલો જ ખુશ હતો કે મારા જમણા હાથને ઈજા થઈ ન હતી અને હું હજુ પણ મારી પરીક્ષા આપી શકતો હતો.”

મુંબઈકરોએ મતદાન કરી ઉજવ્યું લોકશાહીનું પર્વ

મુંબઈ: દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2024માં આજે પાંચમા તબક્કામાં મતદાન યોજાયું. પાંચમા તબક્કામાં મુંબઈકરોએ ઉત્સાહભેર મતદાન કર્યુ. જુઓ તસવીરોમાં…

(દીપક ધૂરી – તસવીરો)

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, 18 લોકોના મોત

કવર્ધા જિલ્લાના કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે એક પીકઅપ ખીણમાં પડી હતી જેમાં 18 લોકોના મોત થયા હતા.જ્યારે ચાર ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ કારમાં 25 લોકો સવાર હતા. મૃત્યુઆંક હજુ વધી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપ પર સવાર મજૂરો તેંદુના પાન તોડીને પરત ફરી રહ્યા હતા. આ ઘટના બહુપાણી ગામ પાસે બની હતી.

સીએમ વિષ્ણુ દેવ સાંઈએ દુઃખ વ્યક્ત કર્યું

સીએમ વિષ્ણુ દેવ સાઈએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે કબીરધામના બાહપાની ગામ પાસે એક પીકઅપ પલટી જવાથી 18 ગ્રામજનોના મોત અને 4 લોકોને ઈજા થવાના દુઃખદ સમાચાર મળ્યા છે. તેમણે ઘાયલોની સારી સારવાર માટે જિલ્લા પ્રશાસનને જરૂરી સૂચનાઓ આપી છે. દિવંગત આત્માઓને શાંતિ મળે અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ.

આ તસવીરકાર પાસે છે ખાણોના ફોટાની ખાણ

શહેરમાં લાઈફ, પોર્ટ્રેટ, વેડિંગ થી માંડી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરોના અનેક પ્રદર્શનોનું આયોજન આર્ટ ગેલેરીઓમાં થાય છે. મૂળ વઢવાણના હાલ અમદાવાદમાં સ્થાયી એવા તસવીરકાર સુનીલ મહેતાએ જુદી જુદી ખાણોની કરેલી ફોટોગ્રાફીનું એક અલભ્ય પ્રદર્શન રવિશંકર રાવળ કલા ભવનમાં ખુલ્લું મુકવામાં આવ્યું છે.

સુનીલભાઈ શિક્ષક દિવસે જન્મેલા અને શિક્ષક પિતાના પુત્ર મેટ્રિક સુધીનું શિક્ષણ પણ મેળવી શક્યા નહીં. નબળી શારિરીક અને અન્ય સમસ્યાઓ સામે ઝઝુમતા સુનીલભાઈએ પિતાની જેમ કલાક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી, ડાર્ક રૂમમાં પણ નિપૂણતા મેળવી લીધી. ફોટોગ્રાફી એક ફક્ત દસ્તાવેજી કરણ નથી એ કલા છે એ વાતને મનમાં દ્રઢ કરી દીધી.

સુનીલ મહેતા ચિત્રલેખા.કોમને કહે છે મેં મારે માણસોના ફોટા પાડવાનું બહુ ઓછું બન્યું છે. શહેરની એક જાણીતી જાહેરાતોની એજન્સી માં વર્ષો સુધી કામ કર્યુ. જેમાં મને ઈન્ટસ્ટ્રિયલ ફોટોગ્રાફીની એક રાહ મળી. આ સાથે મને ખાણોની ફોટોગ્રાફી કરવાની તક મળી.

જેમાં સરકારના મોટા એકમો જી.એમ.ડી.સી.,જી.એન.એફ.સી.,જી.એસ.એફ.સી.,જી.આઈ.ડી.સી.,જી.એ.સી.એલ.,ની ફોટોગ્રાફી કરી હતી. નિર્જન અને નિર્જીવ એકમો જગ્યાઓની જીવંત તસવીરો કચકડે કંડારી હતી. લખપત જેવા કેટલાક એકમોની ફોટોગ્રાફી કરવી ખૂબ જ અઘરું હતું જે કોઠાસૂઝથી પાર પાડ્યું હતું. અનેક પ્રકારના ખાણ ખનીજ એકમોની જુદી જુદી પરિસ્થિતિમાં વર્ષો સુધી પાડેલી તસવીરોનું નિષ્ણાત લોકોએ પ્રદર્શન સ્વરૂપે રજુ કરવાનું સૂચન કર્યુ. જે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સંમતિથી શક્ય બન્યું છે. સુનીલભાઈ વધુમાં કહે છે મેં ફંક્શન ફોટોગ્રાફી અને માણસોના ફોટા ઓછા પાડ્યા છે. પરંતુ આપણાં જ રાજ્યનો નર્મદા ડેમ, શિવરાજપુર, ક્વાંટ અને કંડલા પોર્ટ જેવા અનેક સ્થળોને કેમેરામાં કેદ કર્યા છે.

અમદાવાદમાં “ધ બિગ વિઝન” નામથી સુનિલભાઈ મહેતાએ કંડારેલી તસવીર થકી માઇનિંગ ફોટોગ્રાફીનું રેર કલેક્શન દર્શાવતું એક્ઝિબિશન રવિશંકર રાવળ કલા ભવનમાં 21 મે સુધી ચાલશે.
સુનીલભાઈએ તેમના વિવિધ અસાઇમેન્ટ દરમિયાન માઈનિંગ ક્ષેત્રની ફોટોગ્રાફી કરી કમળના ફોટોગ્રાફ કેપ્ચર કર્યા હતા. માઇનિંગના ચાર દાયકા જુના ફોટોગ્રાફ આ એક્ઝિબિશનમાં જોઈ શકાશે. ફોટોગ્રાફર સુનિલ મહેતાની સામાન્ય વિષયો કરતાં અલગ એવા માઈનિંગની તસવીરો એદમ જીવંત છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે લાંબો સમય સેવા આપનારા નિવૃત આઇએએસ અધિકારી એમ શાહુએ આ ફોટો એકઝીબીશન “ધ બિગ વિઝન”ને ખુલ્લું મુકતાં કહે છે આ ફોટોગ્રાફી માઈનિંગ ક્ષેત્રની બ્યુટીને વર્ણવે છે. આ પ્રદર્શનમાં કેટલીક તસવીરો માઈનિંગ સેક્ટરના લોકો, ડિપાર્ટમેન્ટ માટે નોલેજ અને એજ્યુકેશન, સંશોધનની દ્રષ્ટિએ પણ અલભ્ય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ઉનાળાની ઋતુ બની વેરી, બેના લીધા ભોગ

રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે ઉંચકાતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં લગભગ મહત્મ તાપમાન 45 ડિગ્રી પાસે પહોંચ્યું છે. ત્યારે વડોદરામાં પણ 2019નો રેકોર્ડ તોડતા ગરમીનો પારો 44.4 ડિગ્રી નોંધાયો હતો.

એક બાજુ રાજ્યમાં જ્યા ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યાં રોગચાળોએ પણ માથું ઉંચક્યું છે. ત્યારે વડોદરા શહેરમાં માત્ર બે જ દિવસમાં આકરી ગરમીને લઈ 9 લોકોએ જીવ ગુમાવ્યાનો સામે આવ્યું છે. આકરી ગરમીને લીધે 2 લોકોનાં હાર્ટ એટેકથી મોત થવા પામ્યા હતા. ગરમ પવનનાં લીધે લોકોને સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ સર્જાઈ રહી છે.

ગરમી અને હીટ સ્ટ્રોકને કારણે બેભાન અને ચક્કર આવે છે ત્યારે શરીરનું તાપમાન બહારના હાઇ ટેમ્પરેચરની પ્રતિક્રિયામાં અનેક ઘણો વધી જાય છે. વધારે ગરમીમાં બહાર નીકળતા લોકો, ફિલ્ડમાં કામ કરતા લોકો તેમજ ગરમીમાં એક્સેસાઇઝ કરતા લોકોને આ તકલીફ વધારે રહે છે. કોઇપણ ઇનડોર જગ્યાએ જ્યાં તાપમાન વધારે હોય છે ત્યાં પણ આ સમસ્યા લોકોને રહેતી હોય છે.હેલ્થ એક્સપર્ટ અનુસાર ગરમીમાં તાપમાન વધારે હોય છે અને સાથે કેટલીક સ્થિતિ એવી હોય છે જેના કારણે થાક, ચક્કર આવવા તેમજ બેભાન જેવી સમસ્યા થઇ શકે છે. આ પાછળનું મુખ્ય કારણ ડિહાઇડ્રેશન છે. જ્યારે શરીરમાંથી પરસેવો વધારે નીકળે ત્યારે પાણીની ખાસ જરૂરિયાત હોય છે. પાણી ના પીવાને કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે જેના કારણે ચક્કર અને બેભાન આવે છે.

પાંચમા તબક્કામાં 64 ટકા મતદાન, પશ્ચિમ બંગાળ હિંસાની ઘટનાઓ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાચમા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં હિસાની છૂટીછવાઈ ઘટનાઓ અને ઉત્તર પ્રદેશના એક ગામમાં ચૂંટણીના બહિષ્કારના સમાચારોની વચ્ચે આઠ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સીટો પર સાંજે છ કલાક સુધી 64 ટકા મતદાનના અહેવાલો હતા.

પશ્ચિમ બંગાળમાં પાર્ટીના પદાધિકારીઓ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની વિરુદ્ધ કરવામાં આવેલી અશોભનીય ટિપ્પણીઓને પગલે પ્રદેશ એકમની ઓફિસમાં તોડફોડ થઈ હતી. આ સિવાય પશ્ચિમ બંગાળમાં પણ ઘણી જગ્યાએ ઘર્ષણની ઘટનાના અહેવાલ આવી રહ્યા છે. સાત બેઠકો પર ચાલી રહેલા મતદાન દરમિયાન, હુગલીના આરામબાગમાં ટીએમસીના એક નેતા પર ભાજપના કાર્યકરો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખાનકુલમાં પણ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હાવડા જિલ્લાના ઉલુબેરિયા અને સાલ્કિયામાં ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

લોકસભા ચૂંટણીમાં 49 સીટોમાં બપરે ત્રણ કલાક સુધી બિહારમાં 52.4, જમ્મુ-કાશ્મીરમાં 54.2, લદ્દાખમાં 67.2 ટકા, ઝારખંડમાં 61.9 ટકા, મહારાષ્ટ્રમાં 48.7, ઓડિશામાં 60.5 ટકા ઉત્તર પ્રદેશમાં 55.8, અને પશ્ચિમ બંગાળમાં 73 ટકા મતદાન થયું હતું.

પાંચમા તબક્કામાં બિહારમાં પાંચ લોકસભા સીટો પર મતદાન સાથે રાજ્યમાં મતદાન પૂરું થઈ ચૂક્યું છે. પાંચમા તબક્કામાં સાંજે છ સુધી દેશમાં 56.68 ટકા મતદાન થયું હતું. પાંચમા તબક્કા ઉદ્યોગપતિ રતન ટાટા, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, ઐશ્વર્યા રાય, તમન્ના ભાટિયા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ,  અનિલ અંબાણીએ અને અંબાણી પરિવાર સહિત દિગ્ગજોએ મતદાન કર્યું હતું.લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા, ત્રીજા તબક્કામાં 65.68 ટકા અને ચોથા તબક્કામાં 69.16 ટકા મતદાન થયું હતું.

 

 

 

 

 

 

 

 

 

 

ગુગલના CEOને ઢોંસા, પાવભાજી કે છોલે-ભટુરે શું પસંદ છે?

ગુગલના CEO સુંદર પિચાઈનો જન્મ ભારતમાં અને ઉછેર ભારતમાં થયો હતો. ભારતીય મૂળના સુંદર પિચાઈએ તાજેતરમાં તેમના પસંદગીના ભારતીય ફૂડને લઈને યુટ્યુબર વરુણ માયાને આપેલા ઈન્ટરવ્યુમાં વાત કરી. સુંદર પિચાઈ ભારતીય મૂળના એવા CEOમાંથી એક છે જેમની દુનિયાભરમાં ચર્ચા થાય છે. 51 વર્ષીય પિચાઈએ તાજેતરમાં ભારત પર AIની અસર, ભારતીય એન્જિનિયરોને સલાહ અને અન્ય વિષયો વિશે વાત કરી હતી.જ્યારે યુટ્યુબર વરુણ માયા દ્વારા તેમના મનપસંદ ભારતીય ફૂડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પિચાઈએ કહ્યું કે જ્યારે તેઓ બેંગલુરુમાં હોય છે ત્યારે તેમને ઢોંસા ખાવાનું ગમે છે અને જ્યારે તેઓ દિલ્હીમાં હોય છે ત્યારે તેમને છોલે-ભટુરે ખાવાનું પસંદ હોય છે. જ્યારે તેઓ મુંબઈમાં હોય તો પાવભાજી ખાવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે ગૂગલની તાજેતરની ઇવેન્ટમાં પિચાઈએ ગૂગલના ઘણા નવા પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી હતી. આ વાર્ષિક ડેવલપર્સ કોન્ફરન્સમાં, ગૂગલે એન્ડ્રોઇડ 15 બીટા 2 લોન્ચ કર્યું છે, જે હાલમાં Pixel સહિત ઘણા મોબાઈલ ફોન પર ઉપલબ્ધ છે.સુંદર પિચાઈ ભારતીય મૂળના એવા  CEOમાંથી એક છે જેમની વિશ્વભરમાં ચર્ચા થાય છે. તેઓ વિશ્વના સૌથી વધુ પગાર મેળવનારા CEO તરીકે પણ જાણીતા છે. પિચાઈનો જન્મ તમિલનાડુના એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમણે IIT ખડગપુરમાંથી B.Tech કર્યું. તે પછી તેઓ અમેરિકા ગયા. જ્યાં તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એસ. કર્યું. પિચાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત મટિરિયલ એન્જિનિયર તરીકે કરી હતી. તે પછી તેઓ વર્ષ 2004માં મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ તરીકે Googleમાં જોડાયા. સુંદર પિચાઈ વર્ષ 2015માં ગૂગલના CEO બન્યા હતા. જે બાદ તેમની દરેક જગ્યાએ ચર્ચા થવા લાગી. પિચાઈ અબજોપતિઓની યાદીમાં સામેલ થનારા પ્રથમ નોન-ફાઉન્ડર ટેક એક્ઝિક્યુટિવ છે.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને મતદાન કરી નિભાવી ફરજ

મુંબઈ: લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે આજે મતદાન થયું. આજે દેશના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 49 બેઠકો પર મતદારોએ પોતાનો મત આપ્યો. લોકશાહીની ઉજવણીમાં અનેક ફિલ્મ સ્ટાર્સે ભાગ લીધો હતો. બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા. તેમની સાથે જયા બચ્ચન પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન જયા બચ્ચન હંમેશની જેમ તેના ઉગ્ર સ્વાભાવમાં દેખાયા.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન વોટિંગ કર્યા બાદ સાથે નીકળી ગયા હતા. પોતાની કારમાં બેસીને મીડિયાનો સામનો કરતી વખતે જયા બચ્ચનના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જોકે તેમ છતાં તેઓ કંઈ બોલ્યા નહોતા, પરંતુ તેના ચહેરાના હાવભાવ જોઈને સ્પષ્ટ હતું કે તે ખૂબ જ ગુસ્સે છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે. જયા બચ્ચનની સ્ટાઈલ જોઈને યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

યુઝર્સ કોમેન્ટ બોક્સમાં અલગ-અલગ પ્રશ્નો પૂછતા જોવા મળે છે. એક યુઝરે લખ્યું, ‘શું તમે ક્યારેય હસો છો?’ એક યુઝરે લખ્યું, ‘તેના ચહેરા પર ગુસ્સો રહે છે. ક્યારેય હસતા જોયા નથી. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘બિગ બીનો સ્વભાવ જેટલો શાંત અને ગંભીર છે, તે તેનાથી બિલકુલ વિપરીત દેખાય છે.’ જો કે, કેટલાક લોકો જયા બચ્ચનનો બચાવ કરતા પણ જોવા મળ્યા હતા અને ટ્રોલ કરનારાઓને વડીલોનું સન્માન કરવાનું શીખવ્યું હતું.

બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય પણ મતદાન કરવા આવી હતી. જોકે, તે પોલિંગ બૂથ પર એકલી જોવા મળી હતી. જ્યાં બિગ બી અને જયા બચ્ચન સાથે જોવા મળ્યા હતા. ઐશ્વર્યા રાય પોતાનો વોટ આપ્યા બાદ એકલી આવતી જોવા મળી હતી. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન એક જ પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા. આ દરમિયાન અભિષેક બચ્ચન જોવા મળ્યો ન હતો. ઐશ્વર્યાને એકલી જોઈને યુઝર્સ સવાલો પૂછી રહ્યા છે. વળી, ફરી એકવાર અભિનેત્રીના તેના સાસરિયાઓ સાથે અણબનાવની અટકળો લગાવવામાં આવી રહી છે.