ઉનાળાની ઋતુ બની વેરી, બેના લીધા ભોગ

રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે ઉંચકાતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં લગભગ મહત્મ તાપમાન 45 ડિગ્રી પાસે પહોંચ્યું છે. ત્યારે વડોદરામાં પણ 2019નો રેકોર્ડ તોડતા ગરમીનો પારો 44.4 ડિગ્રી નોંધાયો હતો.

એક બાજુ રાજ્યમાં જ્યા ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યાં રોગચાળોએ પણ માથું ઉંચક્યું છે. ત્યારે વડોદરા શહેરમાં માત્ર બે જ દિવસમાં આકરી ગરમીને લઈ 9 લોકોએ જીવ ગુમાવ્યાનો સામે આવ્યું છે. આકરી ગરમીને લીધે 2 લોકોનાં હાર્ટ એટેકથી મોત થવા પામ્યા હતા. ગરમ પવનનાં લીધે લોકોને સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ સર્જાઈ રહી છે.

ગરમી અને હીટ સ્ટ્રોકને કારણે બેભાન અને ચક્કર આવે છે ત્યારે શરીરનું તાપમાન બહારના હાઇ ટેમ્પરેચરની પ્રતિક્રિયામાં અનેક ઘણો વધી જાય છે. વધારે ગરમીમાં બહાર નીકળતા લોકો, ફિલ્ડમાં કામ કરતા લોકો તેમજ ગરમીમાં એક્સેસાઇઝ કરતા લોકોને આ તકલીફ વધારે રહે છે. કોઇપણ ઇનડોર જગ્યાએ જ્યાં તાપમાન વધારે હોય છે ત્યાં પણ આ સમસ્યા લોકોને રહેતી હોય છે.હેલ્થ એક્સપર્ટ અનુસાર ગરમીમાં તાપમાન વધારે હોય છે અને સાથે કેટલીક સ્થિતિ એવી હોય છે જેના કારણે થાક, ચક્કર આવવા તેમજ બેભાન જેવી સમસ્યા થઇ શકે છે. આ પાછળનું મુખ્ય કારણ ડિહાઇડ્રેશન છે. જ્યારે શરીરમાંથી પરસેવો વધારે નીકળે ત્યારે પાણીની ખાસ જરૂરિયાત હોય છે. પાણી ના પીવાને કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે જેના કારણે ચક્કર અને બેભાન આવે છે.