Home Blog Page 1812

International Tea Day: શું છે ચાના દિવસની ઉજવણી કરવાનો ઈતિહાસ?

મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે. પાણી પછી ચા એ વિશ્વનું બીજું સૌથી લોકપ્રિય પીણું છે. ચાના સન્માનમાં આખો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે. દર વર્ષે 21મી મેને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ (International Tea Day) તરીકે ઉજવવામાં આવે છે. ચાની ખેતી ઘણા દેશોમાં આજીવિકાનું મુખ્ય સાધન છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચા પીવાના ફાયદાઓ વિશે જણાવવાનો અને ચાના વપરાશને પ્રોત્સાહન આપવાનો છે. આસામ ભારતનું પ્રથમ રાજ્ય હતું જ્યાં ચાના બગીચાઓ વાવવામાં આવ્યા હતા. ચાલો આપણે જાણીએ આંતરરાષ્ટ્રીય ચા દિવસના ઇતિહાસ, ઉદ્દેશ્ય અને મહત્વ વિશે.

આંતરરાષ્ટ્રીય ચા દિવસનો ઇતિહાસ
આંતરરાષ્ટ્રીય ચા દિવસ 2005 થી ઉજવવામાં આવે છે, પરંતુ અગાઉ તે 15 ડિસેમ્બરે ઉજવવામાં આવતો હતો. 2015 માં સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણીનો સત્તાવાર પ્રસ્તાવ મૂક્યો હતો. જેને 21 ડિસેમ્બર 2019ના રોજ માન્યતા આપવામાં આવી હતી અને 21 મેને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. 21 મે 2020 ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણીનો હેતુ
આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં ચાનો વપરાશ વધારવાનો અને લોકોને તે પીવાના સ્વાસ્થ્ય લાભો વિશે જાગૃત કરવાનો છે. આ ઉપરાંત ચાના વેપાર સાથે સંકળાયેલા લોકોને ચાની ચૂંટવી,સૂકવવું કે પેક કરવી તેના વિશે પરિચિત કરવવાનો ઉદ્દેશ પણ આ દિવસનો.

ચા ના ફાયદા
મર્યાદિત માત્રામાં ચા પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ચા પીવાથી શરીર અને મન તો તાજા રહે છે પરંતુ હૃદય સંબંધિત સમસ્યાઓમાં પણ ચા ફાયદાકારક છે. શરદી અને ઉધરસમાં રાહત આપવા ઉપરાંત ચા ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અને માથાનો દુખાવો દૂર કરવામાં પણ અસરકારક છે.

કોરાનાના 38 નવા કેસો, એક જણનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લા કેટલાક મહિનાઓથી વૈશ્વિક સ્તરે કોરોનાના કેસો સ્થિર બનેલા હતા. હવે ફરી એક વાર એમાં ઉછાળો જોવા મળ્યો છે. US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,611 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,05,077 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 61 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 569 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,361 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 17 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૧ મે, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 21/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની    લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

કહેવત: સંપ ત્યાં જંપ

       

       સંપ ત્યાં જંપ

 

જંપ એટલે શાંતિ. અને સંપ એટલે હળી મળીને રહેવું, એકબીજાને વળગીને રહેવું, એકબીજા માટે હેતપ્રીતથી રહેવું તે. જે કુટુંબ હળીમળીને એકબીજા સાથે જોડાઈને હેતપ્રીતથી રહેતું હોય તે કોઈ પણ પ્રકારની બહારથી આવતી અડચણનો સારી રીતે સામનો કરી શકે છે. જેમ એક સાઠી હોય તો તૂટી જાય પણ સાઠીનો ભારો તોડી શકાતો નથી.

બરાબર તે જ રીતે એક જથ્થે અને સંપથી રહેતા કુટુંબ કે દેશને કોઈ તોડી શકતું નથી. એકબીજાની હુંફને કારણે એક પ્રકારની હળવાશ અને જંપ એટલે કે શાંતિનો અહેસાસ થાય છે. આ સંદર્ભમાં સંપ ત્યાં જંપ કહેવત વપરાય છે. જ્યાં સંપ નથી ત્યાં જંપ એટલે કે શાંતિ નથી અને સ્વાભાવિક રીતે જ શાંતિ નથી ત્યાં સુખ નથી. શાંતિ નથી ત્યાં ચિંતા છે અને એવું કહેવાય છે કે ‘ચિંતાથી ચતુરાઇ ઘટે, ઘટે રંગને રૂપ’.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

જૉનને ‘સરફરોશ’ માટે શાહરૂખ યોગ્ય ના લાગ્યો

નિર્દેશક જૉન મેથ્યુ મથાનને ફિલ્મ ‘સરફરોશ’ (૧૯૯૯) માટે શાહરૂખ ખાનને લેવાનો આગ્રહ થયો હતો અને આમિરને પણ પહેલાં એના પર વિશ્વાસ ન હતો. જૉન મેથ્યુએ ૧૯૯૨ માં ‘સરફરોશ’ ની સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું હતું. ગોવિંદ નિહલાનીની ‘આક્રોશ’ (૧૯૮૦) અને રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ (૧૯૮૨) માં સહાયક નિર્દેશક તરીકે કામ કરનાર જૉને મિત્ર મનમોહન શેટ્ટીને વાત કરી કે તે એક ફિલ્મ બનાવવા માગે છે. મનમોહને ત્યારે ફિલ્મ નિર્માણની એક કંપની શરૂ કરી હતી અને બે ફિલ્મો માટે ફાઇનાન્સ કર્યું હતું. એમાં એક કુંદન શાહની ‘કભી હાં કભી ના’ (૧૯૯૪) અને બીજી પ્રવિણ નિશ્ચલની ‘ઈંગ્લીશ બાબૂ દેશી મેમ’ (૧૯૯૬) હતી. બંનેમાં હીરો શાહરૂખ ખાન હતો. તેથી બધાએ સૂચન કર્યું કે જૉને પણ શાહરૂખને જ લેવો જોઈએ. પણ જૉને કહી દીધું કે એમની ફિલ્મની ભૂમિકામાં શાહરૂખ બંધબેસતો નથી.

મનમોહનનું કહેવું હતું કે એમની ત્રણ ફિલ્મોમાં એક જ હીરો રહેશે તો વધુ પૈસા બચાવી શકાશે. પરંતુ જૉને એમની ઓફર સ્વીકારી ન હતી અને પોતે જ ‘સરફરોશ’ નું નિર્માણ કર્યું હતું. જૉને ફિલ્મ ‘દિલ’ નું આમિરનું માધુરી પરના રેપનું દ્રશ્ય જોઈ એને એસીપી અજયસિંઘ રાઠોડની ભૂમિકા માટે યોગ્ય માન્યો હતો. આમિરને રાજી કરવાનું કામ સરળ ન હતું. જૉન આમિર પાસે ગયો અને ફિલ્મ માટે વાત કરી ત્યારે એના વિશે જાણીને આમિરને પહેલાં થયું હતું કે જૉન અંગ્રેજી નામ ધરાવે છે. એને હિન્દી આવડે છે કે નહીં એની ખબર નથી. વળી ૩૦ સેકન્ડની જાહેરાત બનાવે છે એ ૩ કલાકની ફિલ્મ કેવી રીતે બનાવી શકશે એની શંકા હતી.

સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી આમિરના દિલને વાર્તા સ્પર્શી ગઈ હતી. એની અલગ વાર્તા ગમી હતી. કેમકે મુખ્યધારામાં આવી ફિલ્મો બહુ ઓછી બને છે. ફિલ્મની વાર્તા સાંભળી આમિર એમાં કામ કરવા ઉત્સુક ઘણો થયો હતો. આમિરે પછી વિશ્વાસ મૂકીને ૧૫ મિનિટમાં હા પાડી દીધી હતી. આમિરે આ પહેલાં રોમેન્ટિક કોમેડી કે કોમેડી ફિલ્મો જ કરી હતી. પરંતુ ‘સરફરોશ’ માં આમિરે પોતાની ભૂમિકાને પૂરો ન્યાય આપ્યો હતો.

એણે એક મુલાકાતમાં કહ્યું હતું કે એક વાતનો અફસોસ રહી ગયો છે કે અન્ય ફિલ્મોમાં કામ કરતો હતો એટલે ભૂમિકા માટે વાળ જેટલા નાના કરવાના હતા એટલા કરી શક્યો ન હતો. આમિર ‘સરફરોશ’ ને વ્યાવસાયિક ફિલ્મ માનતો ન હતો. ફિલ્મની રજૂઆતમાં અડચણો આવી હોવાથી મોડી રજૂ થઈ હતી. પરંતુ અન્ય વ્યાવસાયિક ફિલ્મોથી વધુ સફળ રહી હતી. ખાસ તો આમિરને લેવાનો જૉનનો નિર્ણય સાચો સાબિત થયો હતો. ‘સરફરોશ’ પછી જ આમિરે અસલ વાર્તાઓ પરથી જ નહીં અલગ વિષય પરની અલગ ભૂમિકાઓવાળી ફિલ્મો કરવાનું શરૂ કર્યું હતું.

પંચાંગ 21/05/2024

KKR vs SRH: જો આમ થશે તો કોલકાતા ફાઇનલમાં પહોંચી જશે

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL 2024 હવે પ્લેઓફમાં પહોંચી ગઈ છે. લીગ રાઉન્ડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ચાર ટીમો કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. પ્રથમ ક્વોલિફાયર સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો મજબૂત છે અને જીતની દાવેદાર છે, પરંતુ શું તમે જાણો છો કે IPL 2024ના પ્લેઓફમાં એક નિયમ છે જેના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ફાયદો છે.

IPL પ્લેઓફનો અદ્ભુત નિયમ

આઈપીએલના નિયમો અનુસાર જો સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ ટાઈ થાય છે તો સુપર ઓવર રમાશે. જો સુપર ઓવર ટાઈ થાય અને નિર્ધારિત સમયમાં સમાપ્ત ન થાય તો પોઈન્ટ ટેબલમાં ટોચની ટીમ ફાઇનલમાં પહોંચશે. મતલબ જો KKR અને SRH વચ્ચેની મેચમાં આવું થશે તો શાહરૂખની ટીમ ફાઇનલમાં પહોંચી જશે.

આઈપીએલ પ્લેઓફમાં રિઝર્વ દિવસ હોય

વરસાદના કારણે IPLની કેટલીક મહત્વની મેચોમાં વિક્ષેપ પડ્યો છે. ગુજરાતની બીજી અને રાજસ્થાનની છેલ્લી મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. જો પ્લેઓફ મેચ દરમિયાન પણ આવું થાય તો ચાહકોએ નિરાશ થવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે IPL પ્લેઓફની તમામ મેચો માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો કે, અનામત દિવસ પહેલા 120 મિનિટનો વધારાનો સમય પણ છે. તે જ દિવસે રમત સમાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવશે. તમામ પ્રયાસો નિષ્ફળ ગયા બાદ જ મેચ રિઝર્વ ડેમાં જશે.

હવે જો રિઝર્વ ડે પણ વરસાદને કારણે ધોવાઈ જશે તો પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. મતલબ કે, જો બીજા ક્વોલિફાયરમાં RCB અને હારેલી ટીમ વચ્ચે મેચ થાય અને મેચ ડે અને રિઝર્વ ડે વરસાદને કારણે ધોવાઈ જાય તો ડુ પ્લેસિસની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. ખેર, સારી વાત એ છે કે પ્લેઓફ મેચોમાં વરસાદનો કોઈ ખતરો નથી. અમદાવાદ હોય કે ચેન્નાઈ, આખી મેચ સમયસર શરૂ અને સમાપ્ત થવાની અપેક્ષા છે.

સોના-ચાંદી રેકોર્ડ બ્રેક, સોનું પહેલીવાર 74 હજારને પાર

એક તરફ ચાંદીના ભાવ આસમાને છે. બીજી તરફ સોનાની કિંમતે પણ લગભગ 40 દિવસ બાદ નવો રેકોર્ડ બનાવ્યો છે. પહેલીવાર સોનાના ભાવ રૂ.74 હજારના સ્તરને પાર કરી ગયા છે. સાંજે 5 વાગ્યે ખુલેલા મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના અને ચાંદીના ભાવ ઊંચા જોવા મળ્યા હતા. જ્યાં સોનાની કિંમતમાં 700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ શુક્રવારના બંધ ભાવની સરખામણીમાં ચાંદીના ભાવમાં રૂ. 2300થી વધુનો વધારો જોવા મળ્યો છે. સવારથી વિદેશી બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ચાલો તમને એ પણ જણાવીએ કે હાલમાં દેશના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો જોવા મળી રહ્યો છે.

 

સોનાનો રેકોર્ડ 

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ પ્રથમ વખત 74 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરને પાર કરી ગયો છે. મળતી માહિતી મુજબ સોનાની કિંમતમાં 700 રૂપિયાનો વધારો થયો છે અને તે 74,411 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. જોકે, સાંજે 5 વાગ્યે ખુલેલા બજારમાં સોનાની શરૂઆતી કિંમત 73,900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળી હતી. જ્યારે શુક્રવારે સોનાનો બંધ ભાવ 73,711 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. સાંજે 6:15 વાગ્યે, સોનું 10 ગ્રામ દીઠ રૂ. 192ના વધારા સાથે રૂ. 73,903 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું.

બીજી તરફ એમસીએક્સ પર ચાંદી પણ રોકેટ બનતી જોવા મળી હતી. એમસીએક્સ પર ચાંદીની શરૂઆત રૂ. 1370 પ્રતિ કિલોના વધારા સાથે થઈ હતી. જેના કારણે ચાંદીની કિંમત અચાનક 91 હજાર રૂપિયાથી વધીને 92,394 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. થોડા સમયની અંદર ચાંદીના ભાવ રૂ. 2,355 પ્રતિ કિલો વધીને રૂ. 93,379ની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. સાંજે 6:15 કલાકે ચાંદી 1,057 રૂપિયા પ્રતિ કિલોના વધારા સાથે 92,081 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે. ચાંદીએ શુક્રવાર સુધી મે મહિનામાં રોકાણકારોને 12 ટકાથી વધુ વળતર આપ્યું હતું.

વિદેશી બજારોમાં સોનાનો જાદુ

જો વિદેશી બજારોની વાત કરીએ તો સવારે સોના-ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો, પરંતુ સાંજ સુધીમાં ભાવ નીચે આવી ગયા છે. ન્યુયોર્કના કોમેક્સ માર્કેટમાં સોનાના ભાવિ ભાવ ઔંસ દીઠ $6.80ના વધારા સાથે $2,424.20 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાના ભાવિની કિંમત 2453 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી. સોનાનો ભાવ પ્રતિ ઔંસ $5.66 ઘટીને $2,409.56 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાની કિંમત 2450 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ હતી.