Home Blog Page 1789

મેઘની પધરામણીમાં થશે વિલંબ, હવામાને ગરમીને લઈ કરી આગાહી

ગુજરાતની જનતાને આકરી ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જ્યારે હાલ અનેક વિસ્તારમાં પવન ફૂંકાવવા સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યાતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનને લઈ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ તાપમાનને લઈ આગાહી વ્યક્ત કરી છે. મળતી માહિતી અનુસાર ચાર જિલ્લામાં વરસાદનું નહીં પણ આંધી વંટોળ ફૂંકાવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હાલ વાતાવરણ શુષ્ક રહેશે. આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન વધવાની કોઇ શક્યતા નથી. નોંધનીય છે કે આજથી ત્રણ દિવસ માટે ડસ્ટ સ્ટ્રોમની (આંધી વંટોળ) વોર્નિંગ આપવામાં આવી છે. આખા ગુજરાતમાં સ્ટ્રોંગ સરફેસ વિંડ રહેશે. ત્રણ દિવસ માટે જેની સ્પીડ 25થી 30 કિમી પ્રતિ કલાક રહેશે. આગામી ચાર દિવસ માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠે પવનની ગતિ 40થી 45 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાશે. જેમાં મહત્તમ 65 કિમી પ્રતિ કલાક પણ જઇ શકે છે. દરિયામાં તેજ પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં 45.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક માટે 43 ડિગ્રી તાપમાન નોંધાઇ શકે છે.

હવે નકલી ભરતી કૌભાંડ, જાણો ક્યાં-ક્યાં ખેલાયો નકલીનો ખેલ?

ગાંધીનગર: પાટનગરમાં નકલી ભરતી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સરકારી નોકરી અપાવવાના બહાને 60 લાખનું ફૂલેકું ફેરવાયું છે. IAS ઓફિસર સાથે ઓળખાણ હોવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ સમગ્ર મામલે સેક્ટર 7 પોલીસે વિનોદ પટેલ અને નકલી IAS ઓફિસર વિરૂદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ પેપરમાં નકલી જાહેરાત બતાવી ઉદ્યોગ નિગમ સેવા વર્ગ-3માં નોકરીની વાત કરી હતી. આટલું જ નહીં, અસલી પરીક્ષા લઈ નકલી ઓર્ડર આપ્યા હતા. સાથે જ નોકરીની લાલચ આપી પૈસા પડાવ્યાનો આરોપ છે. ફરિયાદી અને તેના મિત્રોએ પૈસા આપ્યા હતા. ગાંધીનગર અને બાલાસિનોરમાં પરીક્ષા લેવાઈ હતી. ગાંધીનગર સેક્ટર 17 સ્ટાફ ટ્રેનિંગ સેન્ટરમાં પરીક્ષા લેવાઈ હતી. જ્યારે બાલાસિનોરની સરસ્વતી હાઇસ્કૂલમાં પણ પરીક્ષા લેવાઈ હતી. અહીં પરીક્ષા કેન્દ્રો પણ નકલી હોવાની શક્યતા છે. ઉપરાંત અન્ય કેટલા લોકોએ પરીક્ષા આપી તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. સમગ્ર કાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે? તેની તપાસ થઇ રહી છે.

પહેલાં ક્યાં-ક્યાં પકડાઈ નકલીના કૌભાંડો ?

ઓક્ટોબર, 2023માં છોટાઉદેપુરથી આખેઆખી નકલી કચેરી ઉભી કરવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. જેમાં એક આરોપીએ કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામની એક ખોટી સરકારી ઓફિસ શરૂ કરી હતી. આ નકલી કચેરીએ સરકારની આદિજાતિ પ્રાયોજના વિભાગની કચેરીમાંથી સરકારી ગ્રાન્ટ મેળવી 26 જુલાઈ 2022થી લઈ કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. દાહોદ જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમા હડકંપ મચાવનાર નકલી કચેરી કૌભાંડમાં અત્યાર સુધીમાં પોલીસે કુલ 14 આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કરી દીધા છે.ડિસેમ્બર 2023માં મોરબી જિલ્લાના વાંકાનેરમાં નકલી ટોલનાકું ઝડપાયું હતું. દોઢ વર્ષથી આ નકલી ટોલનાકું ચાલતું હોવાનો દાવો કરાયો હતો. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી આ ટોલનાકું ચલાવવામાં આવતું હતું. નકલી ટોલનાકું ઉભું કરી કરોડોની ઉઘરાણીનો આક્ષેપ પણ કરાયો હતો.

22 મેના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉનમાં આવેલા તિરુપતિ બંગલોમાં ચાલતી નકલી સિંચાઈ વિભાગની કચેરી મળી આવી છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કચેરીમાં ચાલતી શંકાસ્પદ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. બંગલોમાંથી કોરી બુક્સ, કોરા બિલ, અલગ-અલગ તાલુકાના એન્જિનિયરોના 50-60 જેટલા સિક્કાઓ પણ મળી આવ્યા છે. ઘટનાને લઈને મોડાસા ટાઉન પોલીસ પણ ત્યાં પહોંચી હતી.

આ ઉપરાંત નકલી માર્કશીટ, નકલી ડિગ્રી, નકલી દાખલાઓ, નકલી આધારકાર્ડ, નકલી લોન, નકલી દવાઓ, નકલી કુટુંબ નિયોજન ઓપરેશન, નકલી તેલ, નકલી ઘી, નકલી દૂધ જેવાં અનેક કૌભાંડો રોજબરોજ સામે આવતાં જ હોય છે.

T20 વર્લ્ડ કપ 2024: 20 ટીમો વચ્ચે પહેલીથી 29 જૂન સુધી થશે ટક્કર

 ન્યુ યોર્કઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ પુરુષ ICC T20 વર્લ્ડ કપની નવમી આવૃત્તિ પહેલી જૂનથી શરૂ થઈ રહી છે. સૌપ્રથમ વાર 20 ટીમો એકબીજાને ટક્કર આપશે. પહેલી જૂનથી 29 જૂન, 2024 સુધી USA અને વેસ્ટ ઇન્ડિઝમાં હશે.

વિશ્વ કપની મોટા ભાગની મેચો (55)નું આયોજન કેરેબિયન દેશોમાં થશે. એમાં નોકઆઉટ તબક્કાની સાથે ફાઇનલ પણ સામેલ છે. અમેરિકાનાં ત્રણ સ્થાનો ન્યુ યોર્ક, ડલાસ અને લોડરહિલમાં કુલ 16 મેચો રમાશે. 29 એપ્રિલે ન્યુ ઝીલેન્ડે સૌથી પહેલાં ટીમની ઘોષણા કરી હતી, જ્યારે સૌથી છેલ્લે 24 મેએ પાકિસ્તાને ટીમનું એલાન કર્યું હતું. ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી, ભારતના યુવરાજ સિંહ અને વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલ અને મહાન એથ્લીટ ઉસેન બોલ્ટને T20 વિશ્વ કપના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આફ્રિદીએ 2009માં પાકિસ્તાનની T20 વિશ્વ કપ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

નવ જૂને ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ રમાશે. આ ઓલિમ્પિકમાં ક્રિકેટની 128 વર્ષ પછી વાપસી થશે.T20 વર્લ્ડ કપ 2024માં 20 ટીમો ભાગ લેશે. આ 20 ટીમો વચ્ચે પહેલી જૂનથી 29 જૂન સુધી 71 મેચો રમાશે. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આવું પહેલી વાર થઈ રહ્યું છે, જેમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. આ સાથે T20 વર્લ્ડ કપ 2024ને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ એસોસિયેશન મળીને હોસ્ટ કરશે. આમ આવું પહેલી વાર થઈ રહ્યું, જેમાં બે ક્રિકેટ બોર્ડ મળીને આ ટુર્નામેન્ટનું આયોજન કરશે.

 

 

 

 

 

 

 

20 મીનિટમાં જ વેચાયો દીપિકાનો મેટરનિટી યલો ગાઉન, જાણો શું હતી કિંમત?

મુંબઈ: અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાનો યલો મેટરનિટી ગાઉન વેચી દીધો છે. તેણીએ તાજેતરમાં તેની બ્યુટી બ્રાન્ડ 82°Eની એક ઇવેન્ટ દરમિયાન આ યલો ગાઉન વેચ્યો હતો. દીપિકા પાદુકોણે આ ઈવેન્ટ માટે ગૌરી અને નૈનિકાએ ડિઝાઈન કરેલો ગાઉન પહેર્યો હતો, જે તેણે 34,000 રૂપિયામાં વેચ્યો હતો. આમાંથી જે આવક થશે તે દાનમાં આપવામાં આવશે.

દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર તેના ગાઉનના વેચાણની જાહેરાત કરી અને માત્ર 20 મિનિટ પછી તેણે માહિતી આપી કે તેનો યલો મેટરનિટી ગાઉન વેચાઈ ગયો છે. સોમવાર, 27 મેના રોજ, અભિનેત્રીએ તેની વ્યક્તિગત વેબસાઇટ પર ફ્રેશ ઓફ ધ રેક સેગમેન્ટના રૂપમાં ચેરિટી સેલનું આયોજન કર્યું હતું. તેણીએ ક્લોસેટમાં ચેરિટી સેલ માટે તે જ યલો ગાઉન રાખ્યો જે તેણે થોડા દિવસો પહેલા તેણીએ પહેર્યો હતો.

દીપિકા પાદુકોણે આ ગાઉન ચેરિટી માટે વેચાણ પર મૂકયો હતો

દીપિકા પાદુકોણે તેની ઇન્સ્ટાગ્રામ રીલમાં યલો ગાઉન પહેરેલી પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે, “ફ્રેશ ઓફ ધ રેક! આ કોને મળશે!? હંમેશની જેમ, વેચાણથી થતી આવક @tlllfoundation પહેલને સમર્થન આપે છે.ચેરિટીની ‘ફ્રેશ ઓફ ધ રેક’ પહેલના ભાગ રૂપે તેના દેખાવના 72 કલાક પછી જ ગાઉન વેચાણ માટે મૂકવામાં આવ્યું હતું.

દીપિકા પાદુકોણનો પીળો ગાઉન 34,000 રૂપિયામાં વેચાયો

તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર રીલ શેર કરી, જેમાં તેણીના ‘ક્લોસેટ’ ની લિંક હતી, જેમાં આઉટફિટની કિંમત દર્શાવેલી હતી.થોડીવારમાં જ ડિઝાઈનર ગાઉન34,000 રૂપિયામાં વેચાઈ ગયો. ત્યાર બાદ તેણીએ તેના ગાઉનની રસીદને ટેગ કરતો એક ફોટો શેર કર્યો જેમાં તેના પર ‘સોલ્ડ આઉટ’ લખેલું હતું. તેની ટીમનો દાવો છે કે આ ગાઉન 20 મિનિટમાં વેચાઈ ગયો હતો.

રાજકોટમાં તંત્ર હવે જાગ્યું, 8 ગેમ ઝોન સામે ગુનો નોંધાયો

રાજકોટ: શહેરના ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે ભયાનક આગની દુર્ઘટનામાં 28થી વધુ લોકો જીવતા ભીંજાઈ ગયાની ઘટના બાદ તંત્રએ ઘોડા છૂટયા બાદ તબેલાને તાળા માર્યાની જેમ કાર્યવાહી શરૂ કરી છે. સરકારની સૂચના બાદ રાજકોટના ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કમાં સેફ્ટી સહિતના સાધનોની ચકાસણીમાં ખામી જોવા મળતા રાજકોટ પોલીસે 8 ગેમ ઝોનના માલિકો-કર્તાહર્તાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલામાંથી અત્યાર સુધીમાં 25 વ્યક્તિની ઓળખ પૂરી થતા તેમના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. દરમિયાન કોર્પોરેશન અને પોલીસે રાજકોટના અન્ય ગેમ ઝોનમાં તપાસ શરૂ કરી સુરક્ષા અને સલામતીની બાબતોની ચકાસણી કરી તેમાંથી જ્યાં ક્ષતિ જોવા મળી તેવા 8 ગેમ ઝોન સામે ગુનો નોંધી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. 28 લોકોના મોત બાદ હવે તંત્ર સફાળું જાગતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે ગેમ ઝોન સામે ગુનો નોંધાયો તેની પોલીસે જાહેર કરેલી યાદી આ પ્રમાણે છે.

અત્યાર સુધીમાં કુલ – 25 મૃતદેહ તેઓના સ્વજનોને સોંપવામાં આવેલ છે.

1) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, રહે. રાજકોટ
2)સ્મિત મનીષભાઈ વાળા, રહે. રાજકોટ
3)સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, રહે. રાજકોટ
4) જીગ્નેશ કાળુભાઇ ગઢવી, રહે. રાજકોટ
૫) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, રહે. ભાવનગર
૬) વિશ્વરાજસિંહ જશુભા જાડેજા, રહે. રાજકોટ
૭) આશાબેન ચંદુભાઈ કાથડ, રહે. રાજકોટ
૮) સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, રહે. જામનગર
૯) નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, રહે. જામનગર
૧૦) જયંત અનીલભાઈ ઘોરેચા, રહે. રાજકોટ
૧૧) હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર, રહે. રાજકોટ
૧૨) ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, રહે.રાજકોટ
૧૩) વિરેન્દ્રસિંહ નિર્મળ સિંહ જાડેજા, રહે. રાજકોટ
૧૪) દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા, રહે. સુરેન્દ્રનગર
૧૫) રાજભા પ્રદીપસિંહ ચૌહાણ , રહે. રાજકોટ
૧૬) શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા, રહે.ગોંડલ
૧૭) નીરવભાઈ રસિકભાઈ વેકરીયા, રહે. રાજકોટ
૧૮) વિવેક અશોકભાઈ દુસારા, રહે. વેરાવળ
૧૯) ખુશાલી અશોકભાઈ મોડાસિયા, રહે. વેરાવળ
૨૦) ખ્યાતીબેન રતિલાલભાઈ સાવલિયા, રહે. રાજકોટ
૨૧) હરિતાબેન રતિલલભાઈ સાવલિયા, રહે. રાજકોટ
૨૨) ટિશા અશોકભાઈ મોડાસિયા, રહે. રાજકોટ
૨૩) કલ્પેશ પ્રવીણભાઈ બગડા, રહે. રાજકોટ
૨૪) મિતેષભાઈ બાબુભાઈ જાદવ, રહે. રાજકોટ
૨૫) પ્રકાશ કનૈયાલાલ હિરણ, રહે. રાજકોટ

(દેવેન્દ્ર જાની – રાજકોટ)

ચીન પર આપેલા નિવેદનને લઈને મણિશંકર ઐયરે માફી માગી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા માટેનું મતદાન થતાં પહેલાં કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે ફરી એક વાર વિવાદિત નિવેદન કર્યું છે. કોંગ્રેસની રેવડી દાણાદાણ થયા પછી તેમણે પોતાના નિવેદન બદલ માફી માગી લીધી હતી. કોંગ્રેસે આ મામલે સ્પષ્ટતા કરવી પડી હતી, પરંતુ ભાજપ હવે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી રહ્યો છે.

વાસ્તવમાં મણિશંકર ઐયરે 1962માં થયેલા ચીનના આક્રમણ માટે ભૂલથી કથિત શબ્દનો ઉપયોગ કરવા માટે ગઈ કાલે માફી માગી હતી. ઐયરના આ નિવેદનથી કોંગ્રેસે ખુદને અલગ કરી દીધી હતી.

જોકે ભાજપે આ સંશોધનવાદ (રિવિજનિઝમ)નો નિર્લજ્જ પ્રયાસ ઘોષિત કર્યો હતો. ઐયરે ફોરેન કોરસ્પોડન્ટ ક્લબમાં એક કાર્યક્રમમાં એક ઘટના સંભળાવતાં કહ્યું હતું કે ઓક્ટોબર 1962માં ચીનીઓએ કથિત રીતે ભારત પર આક્રમણ કર્યું હતું. ઐય્યરના નિવેદનને ભાજપે સંશોધનવાદનો નિર્લજ્જ પ્રયાસ ગણાવ્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે કહ્યું હતું કે ઐયરના વિના શરતે માફી માગ્યા પછી આ મુદ્દો ખતમ થઈ જવો જોઈએ.

ઐયરે આ ટિપ્પણી “નેહરુઝ ફર્સ્ટ રિક્રુટ્સ” પુસ્તકના વિમોચન સમયે કરી હતી. તેમના આ નિવેદન બાદ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે ઐય્યરે પાછળથી ભૂલથી ‘કથિત હુમલો’ શબ્દનો ઉપયોગ કરવા માટે માફી માગી હતી અને પાર્ટીએ ‘મૂળ પરિભાષા’થી પોતાને અલગ કરી દીધા હતા. રમેશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મે, 2020માં ચીનની ઘૂસણખોરી માટે ‘ક્લીનચિટ’ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.

 

 

 

 

 

 

શાહરુખ ખાનને લઈ મનોજ બાજપેયીએ સિગારેટ માટે કર્યો આવો ખુલાસો

મુંબઈ: હિન્દી સિનેમાના ઘણા દિગ્ગજ કલાકારો ઘણીવાર તેમના જૂના દિવસો વિશે વાત કરતા જોવા મળે છે. અમિતાભ બચ્ચન, આયુષ્માન ખુરાના અને શાહરૂખ ખાનથી લઈને મનોજ બાજપેયી સુધીના ઘણા સ્ટાર્સે પોતાના જૂના દિવસો અને સંઘર્ષ વિશે ખુલીને વાત કરી છે, ક્યારેક સોશિયલ મીડિયા પર તો ક્યારેક ઈન્ટરવ્યુમાં. હવે ‘ભૈયાજી’અભિનેતા મનોજ બાજપેયીને એ દિવસો પણ યાદ આવ્યા જ્યારે તેઓ થિયેટર કલાકાર હતા. મનોજ બાજપેયીએ જણાવ્યું કે શાહરૂખ ખાન અને તેણે તેમની એક્ટિંગ કરિયરની શરૂઆત સાથે કરી હતી. જ્યાં એક તરફ શાહરૂખ ખાનને બોલિવૂડનો સુપરસ્ટાર કહેવામાં આવ્યો તો બીજી તરફ મનોજ બાજપેયીને પણ તેની જોરદાર એક્ટિંગ માટે ખૂબ જ પ્રશંસા મળી. આજે બંને સ્ટાર્સ દર્શકોના દિલ પર રાજ કરે છે. શાહરૂખ હવે બોલિવૂડનો સૌથી અમીર સુપરસ્ટાર છે, તો મનોજ બાજપેયી પાસે પણ કોઈ વસ્તુની કમી નથી, પરંતુ એક સમય એવો હતો જ્યારે બંને એક જ સિગારેટ પીતા હતા.

શાહરૂખ સાથેના થિયેટરના દિવસો યાદ આવ્યા

ગલાટ્ટા ઈન્ડિયા સાથેની વાતચીતમાં મનોજ બાજપેયીએ શાહરૂખ ખાન સાથેના તેમના દિવસોને યાદ કર્યા. શાહરૂખ અને મનોજ એક જ સમયે દિલ્હીમાં બેરી જોનના થિયેટર ગ્રૂપનો ભાગ હતા. તે દિવસોમાં તે બંને પોતાને સ્ટાર અભિનેતા તરીકે સ્થાપિત કરવામાં વ્યસ્ત હતા. મનોજ બાજપેયીએ તાજેતરમાં શેર કર્યું હતું કે કેવી રીતે તેઓ બંને તેમના થિયેટર દિવસોમાં એક જ સિગારેટ પીતા હતા.

શાહરૂખ અને મનોજ એક જ સિગારેટ પીતા હતા

પોતાના થિયેટર દિવસોને યાદ કરતા મનોજ બાજપેયીએ કહ્યું, ‘જ્યારે તમે થિયેટર ગ્રુપનો ભાગ હોવ અને કોઈ સિગારેટ પીતું હોય, ત્યારે કોઈને પણ એકલા સિગારેટ પીવાની છૂટ નહોતી. એકલા સિગારેટનો ખર્ચ કોઈ કરી શકતું ન હતું. તેથી તે સમય દરમિયાન જો કોઈની પાસે એક સિગારેટ હોય, તો તેણે તે ચાર લોકો સાથે વહેંચવાની હતી. જો કોઈની પાસે સિગારેટનું પેકેટ ખરીદવા માટે પૈસા હોય, તો પણ તે એકલો ધૂમ્રપાન કરી શકતો નથી, કારણ કે ભૂતકાળમાં અન્ય લોકોએ તેને તેની સાથે શેર કર્યો છે અને હવે તેનો વારો છે કે તેઓ તેને શેર કરે.’

શાહરુખ-મનોજ બેરી જોનના થિયેટર ગ્રૂપમાં હતા

શાહરૂખ ખાન વિશે વાત કરતાં મનોજે કહ્યું – ‘જ્યારે હું બેરી જોનના થિયેટર ગ્રૂપમાં થોડા વર્ષો માટે હતો, ત્યારે શાહરૂખ પણ મુંબઈ જઈને બોલિવૂડ કરિયર શરૂ કરતા પહેલા થિયેટર સાથે જોડાઈ ગયો હતો. શાહરૂખ અને હું બેરી સાથે હતા. એક રાત્રે ઘણા મિત્રો ત્યાં બેઠા હતા, હું હજુ પણ તેના સંપર્કમાં છું, તે હજુ પણ ખૂબ જ સારો મિત્ર છે. શાહરૂખનું જીવન હવે આપણા કરતાં ઘણું અલગ થઈ ગયું છે. પરંતુ, પછી અમે બીડી સિગારેટ શેર કરતા હતા, અમને જે પરવડતું હતું તે અમે એકબીજા સાથે શેર કરતા. તે એક મોહક હતો અને અમારી વચ્ચેની છોકરીઓમાં ખૂબ જ લોકપ્રિય હતો. મને હજુ પણ યાદ છે એ દિવસોમાં આખા થિયેટર ગ્રુપમાં શાહરૂખ એકમાત્ર એવો વ્યક્તિ હતો જે મારુતિ વાનમાં આવતો હતો. તે દિવસોમાં તેની પાસે જે મારુતિ વાન હતી તે લાલ રંગની હતી અને મને આજે પણ તે યાદ છે. તે પ્રથમ વ્યક્તિ હતા જે મને તાજ પર લઈ ગયા.’

ગેમ ઝોન દુર્ઘટના સ્થળ પર ફર્યું બુલડોઝર

રાજકોટ માટે 25મી મે એક ગોઝારો દિવસ સાબિત થયો. વેલડિંગના તણખાથી લાગેલી આગ લગભગ 30 જેટલા લોકોના જીવને ભભૂખી ગઈ છે. ત્યારે હવે તંત્ર સફાળું જાગ્યું છે. રાજ્યમાં તમામ ગેમ ઝોન સહિતની કેટલીક જગ્યા પર બિલ્ડીંગ યુઝ અને NOC જેવા ડોક્યુમેન્ટને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીની જેટલી વિગતો પ્રમાણે આ ગેમ ઝોન બિલ્ડીંગ યુઝ પરમિશન વગર ત્રણ વર્ષથી ધમધમતો હતો. આ ઉપરાંત ફાયર સેફ્ટી માટેના ઉપકરણો ન હતા કે નહીં તેના માટે કોઈ મંજૂરી મેળવવામાં આવેલી.

ગેમ ઝોનમાં કેટલીક ગેમ્સ માટે પેટ્રોલ-ડિઝલના જેવા જવલનશીલ પદાર્થોના સ્ટોરેજ પણ કરવામાં આવ્યા હતા. આ સ્ટોરેજને લઈ પરવાનગી મંજૂરી અને નિયમ પાલનને લઈ હાલ તપાસ ચાલી રહી છે. આ જીવલેણ આગ લાગી ત્યારે અંદર કેટલા લોકો હતા, કેટલા બહાર નીકળવામાં સફળ થયા, કેટલાનો ભોગ લેવાયો, કેટલાની હજી ભાળ નથી મળી એવા કોઈ સવાલનો સત્તાવાર કે બિનસત્તાવાર જવાબ નથી. સમાન્ય રીતે સ્થિતીની તપાસ ચાલી રહી છે. જેવા અનેક નિવેદનો આપના સરકાર તરફથી પણ કોઈ પણ નિવેદન આવ્યું નથી.

રાજકોટમાં હોસ્પિટલની બહાર કેટલાક પરિવારોને પોતાના પ્રિયજનોના મૃતદેહની ભાજ પડી નથી. હાલ કેટલાક લોકોને મૃતદેહ સોંપવામાં આવ્યો છે. તો કેટલાક લોકો ભૂખ્યાને તરસ્યા હોસ્પિટલની બહાર રાત દિવસ રાહ જોય રહ્યા છે. તો બીજી બાજુ દુર્ઘટના જે સ્થળે બની તે ‘ક્રાઈમ સીન’ બૂલડોઝરનો ઉપયોગ કરી સમથળ કરી નાખવામાં આવી છે. હવે પ્રશ્ન એ થાય છે કે જ્યાં પરવાનગી માટે ચાર વર્ષનો સમય ટૂંકો પડ્યો ત્યારે દુર્ઘટનાના 96 કલાકમાં કેમ જમીન સમથલ કરી નાખવામાં આવી છે. ફોરેન્સિક લેબ મૃતકોના ડીએનએ મેળવી તેમની ઓળખ કરવામાં વ્યસ્ત છે. રાજકોટ પોલીસ આરોપી પકડી તેને રિમાન્ડ મેળવવામાં અને મ્યુનિસિપલ કમિશનરઆડેથઝોનને પરમિશન આપી કે નહીં તેના કાગળિયા એકત્ર કરી રહી છે.

ગેમ ઝોન જેમ દરેક નિયમોનું ઉલ્લંઘન કરી ઉભો કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે હજારો લીટર પેટ્રોલ અને ડિઝલનો જથ્થો પણ ગેરકાયદે જ સ્ટોર કરવામાં આવ્યો હશે. હવે જમીન સમથળ કરી દેવામાં આવી છે. તેના ઉપર બુલડોઝર ફરી વળ્યું છે. રોડરોલરથી માટી દબાવી દેવામાં આવી છે, તો આ સ્ટોરેજના પુરાવા કેવી રીતે મળશે? કોણ એકત્ર કરશે? અને ક્યારે એકત્ર કરશે? આવા સવાલ ઉભા થઈ રહ્યા છે. પુરાવાનો નાશ કરવો, પુરાવા સાથે ચેડાં કરવા એ પણ એક મોટો ગુનો બને છે.

પાકમાં બધા ઇચ્છે છે કે મોદી ચૂંટણી હારેઃ ફવાદ ચૌધરી

ઇસ્લામાબાદઃ ભારતમાં થઈ રહેલી લોકસભા ચૂંટણીમાં પાકિસ્તાન ના માત્ર રસ લઈ રહ્યું છે, પરંતુ એ હસ્તક્ષેપ પણ કરી રહ્યું છે. પાકિસ્તાનના જ ભૂતપૂર્વ સરકારના મંત્રી ફવાદ ચૌધરી સતત ભારતની ચૂંટણી પર નિવેદનબાજી કરી રહ્યા છે. તેમનાં નિવેદનો પર ભારતમાં રાજકારણમાં ચર્ચા થઈ રહી છે.

પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીએ વડા પ્રધાન મોદીના જૂના નિવેદનને આધાર બનાવતાં કહ્યું છે ભારતના મતદાતાનો અસલ લાભ એ વાતમાં છે કે પાકિસ્તાન સાથે તેના સંબંધો સારા થાય. ભારત વિકાસશીલ દેશ તરફ આગળ વધે. તેમણે આગળ કહ્યું છે કે આ બધું ત્યારે થઈ શકે, જ્યારે મોદી અને તેમની વિચારધારાને હરાવી શકાય. હવે જે પણ નેતા તેમને હરાવશે- પછી એ રાહુલ ગાંધી હોય, કેજરીવાલ હોય કે પછી મમતા બેનરજી હોય- અમારી શુભકામનાઓ તેમની સાથે છે. જે પણ કટ્ટરપંથીઓને હરાવશે, તેમને અમારો ટેકો રહેશે.

વડા પ્રધાન મોદીને ફવાદના નિવેદન વિશે માલૂમ પડ્યું હતું, ત્યારે તેમણે કહ્યું હતું કે તેમના વિરોધીઓને કઈ રીતે પાકિસ્તાનથી સપોર્ટ મળી રહ્યો છે. તેમણે એ વાતે ચિંતા વ્યક્ત કરી હતી કે તપાસ કરવાની વાત કરી હતી.

બીજી બાજુ ભાજપ આ વાતને લઈને મોટો મુદ્દો બનાવી રહી છે. ભાજપ રાષ્ટ્રવાદની પિચ પર બેટિંગ કરી રહ્યો છે. એ વિરોધીઓને પાકિસ્તાનના મિત્ર બનાવીને મત હાંસલ કરવાના પ્રયાસ કરી રહ્યો છે. ભાજપના નેતાઓ કહી ચૂક્યા છે કે જો ઇન્ડિયા ગઠબંધન જીતશે તો પાકિસ્તાનમાં ફટકડા ફૂટશે.

 

 

 

 

 

 

 

 

‘સ્ટારી નાઇટ’ થી લઈ ‘લા ડોલ્સે વિટા’ સહિતની ચાર દિવસમાં 9 થીમ પાર્ટીઓ

જામનગરમાં એખ ભવ્ય પ્રિ-વેડિંગ સેલિબ્રેશન બાદ અંબાણી પરિવારે બીજા શાહી સેલિબ્રેશનની તૈયારી કરી લીધી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પહેલા પ્રી-વેડિંગ ફંક્શનનું હેંગઓવર નથી ઉતર્યુ ત્યાં બીજા પ્રિ-વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત ઈટાલીમાં ભવ્ય ક્રૂઝ પર થઈ ગઈ છે.ગુજરાતના જામનગરમાં સ્ટાર-સ્ટડેડ મેળાવડાનું આયોજન કર્યા પછી, અંબાણી પરિવાર હવે વિદેશમાં સેલિબ્રેશન કરવા પહોંચી ગયા છે. બીજી પ્રી-વેડિંગ ઈવેન્ટમાં ભારતીય અને વિદેશી સ્ટાર્સ પણ હાજરી આપશે. આ ફંક્શનમાં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળશે. આ મેગા ઈવેન્ટ ચાર દિવસ ચાલશે અને ચારેય દિવસે 9 અલગ-અલગ થીમ પાર્ટીઓ હશે.

Mukesh and Nita Ambani’ son Anant engaged to Radhika Merchant in Rajasthan.

  • 29 મે: પાલેરેમેક પર
    થીમ: ‘વેલકમ લંચ’

ડ્રેસ કોડ: ક્લાસિક ક્રૂઝ
મહેમાનના આગમન પછી ખાસ વેલકમ લંચનું આયોજન કરવામાં આવે છે. તેમાં ખાવા માટે ઉત્તમ ફૂડ હશે.

  • મે 29: સમુદ્રમાં જહાજ પર
    થીમ: ‘સ્ટારી નાઇટ’
    ડ્રેસ કોડ: વેસ્ટર્ન ફોર્મલ્સ
    સ્ટાર ગેઝિંગ માટે સ્ટારી નાઈટ થીમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ થીમ પાર્ટીમાં લોકો સંગીત સાથે ક્રૂઝ શિપ પર સ્ટાર્સને નિહાળશે. ખાણી-પીણીની પણ મજા લેશે.

 

  • 30 મે: રોમની ધરતી પર
    થીમ: ‘રોમન હોલિડે’
    ડ્રેસ કોડ: ટૂરિસ્ટ ચીક અટાયર
    અંબાણી પરિવારની સાથે તેમના મહેમાનો પણ રોમના મેદાન પર ધમાલ મચાવશે. આખો પરિવાર તેમના મહેમાનને રોમની ટૂર પર લઈ જશે. જ્યાં દરેક પ્રવાસીઓની જેમ પોશાક પહેરીને મજા માણશે.

 

  • મે 30: જહાજ પર
    થીમ: La Dolce Far Niente
    ડ્રેસ કોડ: રેટ્રો
    ‘La Dolce Far Niente’ નો સીધો અર્થ થાય છે કંઈ ન કરવાની મીઠાશ. જેથી લોકોને આ ખાસ પ્રસંગમાં આરામ કરવાનો મોકો મળશે. રેટ્રો લુકમાં દરેક જહાજ પર આરામ કરતા જોવા મળશે.

 

  • 30 મે: ટોગા પાર્ટી
    ટોગા પાર્ટી ગ્રીક અને રોમન રિવાજનો એક ભાગ છે. અહીં પહેરવામાં આવતા કપડાં ખૂબ જ ખાસ હોય છે. વાસ્તવમાં, પહેરવામાં આવેલા કપડાને જોતા એવું લાગે છે કે તે બેડશીટના બનેલા છે. તે તદ્દન ‘એ રોમન હોલિડે’ થીમ છે.

 

  • મે 31: જહાજ પર
    થીમ: ‘વી ટર્ન્સ વન અંડર ધ સન’
    ડ્રેસ કોડ: પ્લેફુલ
    આ એક ખૂબ જ અલગ થીમ પાર્ટી પણ બનવા જઈ રહી છે. આમાં લોકો રમતિયાળ અંદાજમાં જોવા મળશે. એકંદરે આ પાર્ટીમાં ખૂબ જ મસ્તી જોવા મળશે.

 

  • મે 31: કાન્સની ધરતી પર
    થીમ: લે માસ્કરેડ
    ડ્રેસ કોડ: બ્લેક ધ માસ્કરેડ
    આ થીમ પાર્ટીમાં દરેક વ્યક્તિ ચહેરા પર માસ્ક પહેરીને જોવા મળશે, એટલે કે તમે આ પાર્ટીમાં લોકોના ચહેરા જોઈ શકશો નહીં. આ પાર્ટી ખૂબ જ મજેદાર છે.

 

  • મે 31: જહાજ પર
    થીમ: પાર્ડન માય ફ્રેન્ચ માફ કરો (આફ્ટર પાર્ટી)
    તમામ પાર્ટીઓ બાદ આફ્ટર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પછી પાર્ટીમાં લોકો ડાન્સ કરતા અને ગાતા જોવા મળશે.

 

  • જૂન 1: પોર્ટોફિનોની ધરતી પર
    થીમ: ‘લા ડોલ્સે વિટા’
    ડ્રેસ કોડ: ઇટાલિયન સમર
    અંતિમ ઉજવણી ઇટાલિયન સમર ડ્રેસ કોડમાં ‘લા ડોલ્સે વિટા’ થીમ આધારિત હશે. લા ડોલ્સે વીટા એટલે સુખી જીવન. આ પ્રસંગમાં લોકો દંપતીને સુખી જીવન માટે અભિનંદન આપશે.