Home Blog Page 1790

‘સ્ટારી નાઇટ’ થી લઈ ‘લા ડોલ્સે વિટા’ સહિતની ચાર દિવસમાં 9 થીમ પાર્ટીઓ

જામનગરમાં એખ ભવ્ય પ્રિ-વેડિંગ સેલિબ્રેશન બાદ અંબાણી પરિવારે બીજા શાહી સેલિબ્રેશનની તૈયારી કરી લીધી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પહેલા પ્રી-વેડિંગ ફંક્શનનું હેંગઓવર નથી ઉતર્યુ ત્યાં બીજા પ્રિ-વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત ઈટાલીમાં ભવ્ય ક્રૂઝ પર થઈ ગઈ છે.ગુજરાતના જામનગરમાં સ્ટાર-સ્ટડેડ મેળાવડાનું આયોજન કર્યા પછી, અંબાણી પરિવાર હવે વિદેશમાં સેલિબ્રેશન કરવા પહોંચી ગયા છે. બીજી પ્રી-વેડિંગ ઈવેન્ટમાં ભારતીય અને વિદેશી સ્ટાર્સ પણ હાજરી આપશે. આ ફંક્શનમાં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળશે. આ મેગા ઈવેન્ટ ચાર દિવસ ચાલશે અને ચારેય દિવસે 9 અલગ-અલગ થીમ પાર્ટીઓ હશે.

Mukesh and Nita Ambani’ son Anant engaged to Radhika Merchant in Rajasthan.

  • 29 મે: પાલેરેમેક પર
    થીમ: ‘વેલકમ લંચ’

ડ્રેસ કોડ: ક્લાસિક ક્રૂઝ
મહેમાનના આગમન પછી ખાસ વેલકમ લંચનું આયોજન કરવામાં આવે છે. તેમાં ખાવા માટે ઉત્તમ ફૂડ હશે.

  • મે 29: સમુદ્રમાં જહાજ પર
    થીમ: ‘સ્ટારી નાઇટ’
    ડ્રેસ કોડ: વેસ્ટર્ન ફોર્મલ્સ
    સ્ટાર ગેઝિંગ માટે સ્ટારી નાઈટ થીમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ થીમ પાર્ટીમાં લોકો સંગીત સાથે ક્રૂઝ શિપ પર સ્ટાર્સને નિહાળશે. ખાણી-પીણીની પણ મજા લેશે.

 

  • 30 મે: રોમની ધરતી પર
    થીમ: ‘રોમન હોલિડે’
    ડ્રેસ કોડ: ટૂરિસ્ટ ચીક અટાયર
    અંબાણી પરિવારની સાથે તેમના મહેમાનો પણ રોમના મેદાન પર ધમાલ મચાવશે. આખો પરિવાર તેમના મહેમાનને રોમની ટૂર પર લઈ જશે. જ્યાં દરેક પ્રવાસીઓની જેમ પોશાક પહેરીને મજા માણશે.

 

  • મે 30: જહાજ પર
    થીમ: La Dolce Far Niente
    ડ્રેસ કોડ: રેટ્રો
    ‘La Dolce Far Niente’ નો સીધો અર્થ થાય છે કંઈ ન કરવાની મીઠાશ. જેથી લોકોને આ ખાસ પ્રસંગમાં આરામ કરવાનો મોકો મળશે. રેટ્રો લુકમાં દરેક જહાજ પર આરામ કરતા જોવા મળશે.

 

  • 30 મે: ટોગા પાર્ટી
    ટોગા પાર્ટી ગ્રીક અને રોમન રિવાજનો એક ભાગ છે. અહીં પહેરવામાં આવતા કપડાં ખૂબ જ ખાસ હોય છે. વાસ્તવમાં, પહેરવામાં આવેલા કપડાને જોતા એવું લાગે છે કે તે બેડશીટના બનેલા છે. તે તદ્દન ‘એ રોમન હોલિડે’ થીમ છે.

 

  • મે 31: જહાજ પર
    થીમ: ‘વી ટર્ન્સ વન અંડર ધ સન’
    ડ્રેસ કોડ: પ્લેફુલ
    આ એક ખૂબ જ અલગ થીમ પાર્ટી પણ બનવા જઈ રહી છે. આમાં લોકો રમતિયાળ અંદાજમાં જોવા મળશે. એકંદરે આ પાર્ટીમાં ખૂબ જ મસ્તી જોવા મળશે.

 

  • મે 31: કાન્સની ધરતી પર
    થીમ: લે માસ્કરેડ
    ડ્રેસ કોડ: બ્લેક ધ માસ્કરેડ
    આ થીમ પાર્ટીમાં દરેક વ્યક્તિ ચહેરા પર માસ્ક પહેરીને જોવા મળશે, એટલે કે તમે આ પાર્ટીમાં લોકોના ચહેરા જોઈ શકશો નહીં. આ પાર્ટી ખૂબ જ મજેદાર છે.

 

  • મે 31: જહાજ પર
    થીમ: પાર્ડન માય ફ્રેન્ચ માફ કરો (આફ્ટર પાર્ટી)
    તમામ પાર્ટીઓ બાદ આફ્ટર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પછી પાર્ટીમાં લોકો ડાન્સ કરતા અને ગાતા જોવા મળશે.

 

  • જૂન 1: પોર્ટોફિનોની ધરતી પર
    થીમ: ‘લા ડોલ્સે વિટા’
    ડ્રેસ કોડ: ઇટાલિયન સમર
    અંતિમ ઉજવણી ઇટાલિયન સમર ડ્રેસ કોડમાં ‘લા ડોલ્સે વિટા’ થીમ આધારિત હશે. લા ડોલ્સે વીટા એટલે સુખી જીવન. આ પ્રસંગમાં લોકો દંપતીને સુખી જીવન માટે અભિનંદન આપશે.

કોરાનાના 18 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

સિંગાપુરમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અંદાજ છે કે જૂનના મધ્યમમાં કે અંત સુધીમાં સિંગાપુરમાં કોરોના કેસ ચરમસીમાએ પહોંચવાની વકી છે.  US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,613 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,05,729 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 106 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 340 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,560 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 33 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

નોટ આઉટ @ 82: ડો. ભરતભાઈ ભગત

રાજ્યમાં પોલિયો-નાબૂદીને આંદોલનનું સ્વરૂપ આપવા પોલિયો-ફાઉન્ડેશનના શ્રીગણેશ કરનાર, અમદાવાદની તબીબી-ક્ષેત્રે સુપ્રસિદ્ધ સંસ્થા હેલ્થ-એન્ડ-કેર ફાઉન્ડેશનના સ્થાપક-પ્રમુખ-મેનેજિંગ-ટ્રસ્ટી, મગજના લકવાના બાળ-દર્દીઓનો મોટો આધાર, રેટીનોપથી-ઓફ-પ્રિમેચ્યોરીટી તથા  HIV-AIDS જાગૃતિનાં કામમાં અગ્રેસર એવા કર્મયોગી ડોક્ટર ભરતભાઈ ભગતની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અમદાવાદમાં, ચાર ભાઈ, ચાર બહેનોનું બહોળું કુટુંબ, પિતા મીલ-મેનેજર. શેરબજારનું કામ તથા સામાજિક-કામો પણ કરતા. 60 વર્ષે જાતે નિવૃત્તિ સ્વીકારી. શેરબજારની ઓફિસ મિત્રને આપી. ખૂબ વાંચતા. સમયના એકદમ ચોક્કસ! આ બધા ગુણો ભરતભાઈમાં આવ્યા. કમળાબા પાસેથી ભક્તિ-શ્રદ્ધાનો વારસો મળ્યો. ગીતાનો સંસ્કાર-વારસો પિતા તરફથી. 18-20 જ્ઞાનીઓનાં ગીતાનાં વિવરણ તેમની પાસે છે. કર્મયોગ-ભક્તિયોગ-જ્ઞાનયોગે જીવન ઘડ્યું. પ્રેક્ટિસમાં પ્રામાણિક. પૈસાની જરૂર ખરી, પણ પૈસાએ તેમને ખેંચ્યા નથી.

શાળાનો અભ્યાસ ન્યુ-હાઈસ્કૂલમાં. આગળ એમ.જી.સાયન્સ,બી.જે.મેડિકલ. 1965માં MBBS, 1969માં MS. જુનાગઢ અને તલોદ થોડો સમય નોકરી કરી. 1972થી અમદાવાદ બાપુનગર જનરલ હોસ્પિટલમાં જોડાયા. 29 વર્ષ સેવાઓ આપી. પ્રાઇવેટ-પ્રેક્ટિસ રાયપુર અને શ્રેયસ-ક્રોસિંગ પાસે. અમદાવાદના ગાંધીવાદી, ખાદીધારી મેયર કૃષ્ણવદન જોષી તેમના ઘડવૈયા. તેમણે ભરતભાઈને રાજકારણમાં ન આવવા સલાહ આપી. મેયર જોષીનું ઓચિંતા મૃત્યુ થતાં ભરતભાઈએ ઘણી જવાબદારીઓ ઉપાડી લીધી. ડૉ. રાજેશ વ્યાસ ભરતભાઈના ગુરુ! 84-85માં પોલિયો-કરેક્ટિવ-સર્જરીનો આરંભ. 2000માં મગજના લકવાનું યુનિટ શરુ કર્યું. 2014માં પોલિયો-ફાઉન્ડેશનમાંથી હેલ્થ-એન્ડ-કેર ફાઉન્ડેશન બન્યું. ઈશ્વરની કૃપા, ડોક્ટરો અને મિત્રોની સહાય તથા પત્ની ડૉ.કનક બહેનનો પૂરેપૂરો સાથ, તેમની સફળતાનું રહસ્ય.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

પાંચ વાગ્યે ઊઠે. મેડીટેશન-જપ-નામ-સ્મરણ, ચાલવું, પ્રાણાયામ, નહાવું-ધોવું, ચા-નાસ્તો…બાર વાગ્યા સુધી ફક્ત પોતાનામાં રહે! બારથી-દોઢ લખવા-વાંચવાનું. 01:30 વાગે જમે. અઢી-વાગે હેલ્થ-એન્ડ-કેર ફાઉન્ડેશનની ઓફિસ પહોંચે. 5:30 સુધી ફિક્સ-અપોઇન્ટમેન્ટથી કામ કરે. 40 વર્ષથી પ્રોજેક્ટ-મેનેજમેન્ટ કરે છે! દાતાની  વ્યવસ્થા કરે, ડોક્ટરો સાથે કામ કરે, સંસ્થાનો વિકસ કરે! છ વાગ્યે ઘરે પહોંચે.  દીકરો-વહુ બંને ડોક્ટર છે, UKમાં રહે છે. એક પૌત્ર છે.

 શોખના વિષયો : 

સતત વાંચન. પ્રવાસ ગમે, 45 દેશમાં ફર્યા છે. લેખનમાં રૂચી. ‘નવગુજરાત-સમય’માં કોલમ લખે, મેગેઝીનમાં લખે. સામાજિક-સારપને ઉજાગર કરતાં 10 પુસ્તકો લખ્યાં છે. મોટીવેશનલ-સ્પીકર અને ટ્રેનર, સ્કિલ-બિલ્ડીંગ અને લીડરશીપ વર્કશોપ કરે. હજારો પુસ્તકોનું પોતાનું પુસ્તકાલય છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત એકદમ સારી! કોલેજમાં રમત-ગમતમાં ભાગ લેતા,ચાલતા, યોગ કરતા. અત્યારે જાતે ગાડી ચલાવે છે, જરૂર પડ્યે 8 કલાક કામ કરી શકે, નવી ટીમ તૈયાર કરે!

યાદગાર પ્રસંગ:  

મેડીકલ-કેમ્પ યાદ કરે છે…. ડોક્ટર-મિત્રો સાથે રાત્રે આઠ વાગ્યે અમદાવાદથી સિધ્ધપુર જાય. 10:15 વાગ્યે પહોંચે અને તરત ઓપરેશન કરવાનાં શરૂ! રાતના 3:00 વાગ્યા સુધીમાં 20 ઓપરેશન કરે, સવાર સુધીમાં પાછા અમદાવાદ! દેશનાં બધાં રાજ્યોમાં થઈ 165 કેમ્પ કર્યા છે!

ઓપરેશનના સાધન માટે રૂ.18,000ની જરૂર હતી. પૈસાની સગવડ નહીં. તેમણે પૂજા કરતાં-કરતાં ભગવાનને વાત કરી. પૂજા ચાલુ હતી ત્યાં તેમના ભત્રીજી આવ્યાં, રૂ.51000/-નો ચેક લઈને! તેમના સસરાએ મોકલ્યો હતો અને કહ્યું હતું: “ભરતભાઈ પાંચ લાખ માંગે તો પણ આપી દેજે!”

પોલિયો-કરેક્ટિવ-સર્જરીનું મશીન બદલવું જરૂરી હતું. ટ્રસ્ટે કોટેશન મંગાવી 1,10,000ના  મશીનનો ઓર્ડર આપ્યો પણ પૈસા હતા નહીં! મશીન આવતાં પહેલાં અમેરિકાથી એક મિત્રએ 90,000નો ચેક મોકલી આપ્યો અને જૂના મશીનના 20,000 મળ્યા અને તેમનું નવું મશીન આવી ગયું!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજીનો સારો ઉપયોગ કરે છે. કોર્પોરેટ્સ અને એનજીઓને મદદરૂપ થાય તેવું ‘અકર્મા’ પ્લેટફોર્મ બનાવ્યું છે. CHAT-GT અને સોશિયલ-મીડિયાનો ઉપયોગ સારી રીતે કરે છે. પોતાનું લેખન-કાર્ય લેપટોપ ઉપર જ કરે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

મૂલ્યો અને નિષ્ઠા બદલાઈ રહ્યાં છે. માન્યતાઓમાં ફેર પડ્યો છે. સંબંધોમાં ફેર પડ્યો છે. ફાસ્ટ પૈસા કમાવાનો મહિમા છે. તો બીજી બાજુ યુવાનો સેવા પણ આપે છે. હૃદયમાં કંઈક કરવાની ભાવના હજી છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

આજના યુવાનો બહુ સ્માર્ટ છે, તેમનામાં પોટેન્શિયલ બહુ છે. યુવાનોને પોઝિટિવ માર્ગદર્શન જોઈએ તો આપવું પણ દોઢ ડાહ્યા થવું નહીં! તેમને યુવાનો સાથે ફાવે છે. સ્ટાફમાં 125 યુવાનો છે. તેમને તાલીમ આપે, પિકનિક ઉપર લઈ જાય. ભાષણ કરતાં એક્શનથી જ યુવાનોની એટીટ્યુડ ચેન્જ થઈ શકે !

સંદેશો :  

દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતાનો વધુમાં-વધુ ઉપયોગ મોટા ધ્યેય માટે કરવો જોઈએ. ધ્યેય પર ફોકસ રાખી પરિશ્રમ કરવો જોઈએ. સાતત્ય જાળવીને બીજાના અનુભવોનો લાભ લઈ અદ્યતન વિચારશૈલીથી આગળ વધવું જોઈએ!

૨૯ મે, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 29/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમાં નાનું અને અનુભવ મુજબનુજ કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમાં પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, વણમાંગી સલાહકે સુચન આજના દિવસેના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, યુવાવર્ગે કોઈની સાથે અર્થહીન વાર્તાલાપના થાય તેનુંધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમાં સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે,ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવું, ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, ઉતાવળિયા નિર્ણયથી બચવું.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિક અશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો દુરવ્યય થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવું, નોકરી-ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે , કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે,યુવાવર્ગને ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં કોઈ મોટા જોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બની શકે છે તેમજ જો નસીબ સાથ આપે,તો ઘણું બધું કાર્ય થઇ શકશે. મુસાફરી થઈ શકે છે, વેપારમાં લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમાં મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવું બની શકે છે, વેપારમાં નાનું કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમાં કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતી કે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

પંચાંગ 29/05/2024

રાજકોટઃ ગેમ ઝોનના માલિક પ્રકાશ હિરનનું મોત

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના માલિક પ્રકાશ હિરનનું પણ આગમાં મૃત્યુ થયું હતું. ગેમ ઝોનમાંથી મળેલા અવશેષોમાંથી લીધેલા ડીએનએ સેમ્પલ પ્રકાશની માતાના ડીએનએ સાથે મેચ થયા હતા. આ ગેમ ઝોનમાં પ્રકાશ સૌથી વધુ પ્રોફિટ શેરર હતો. આગ લાગી તે સમયે પ્રકાશ હિરન પણ સીસીટીવીમાં કેદ થયો હતો. પ્રકાશ હિરનના ભાઈ જિતેન્દ્ર હિરાને પોલીસને અરજી આપી હતી. આગ લાગી તે સમયે પ્રકાશ હિરન સીસીટીવીમાં જોવા મળ્યો હતો. આગની ઘટના બાદ પરિવાર સાથે કોઈ સંપર્ક થયો ન હતો. તમામ ફોન નંબર પણ સ્વીચ ઓફ હતા. ઘટના સ્થળે પ્રકાશની કાર પણ મળી આવી હતી.

tragedy

પ્રકાશના ભાઈની અપીલ પર પરિવાર પાસેથી ડીએનએ લેવામાં આવ્યું હતું. મૃતદેહના અવશેષોમાંથી કોઈ પ્રકાશના છે કે કેમ તે જોવા માટે ડીએનએ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એક અવશેષનું ડીએનએ પ્રકાશની માતાના નમૂના સાથે મેચ થયું. આનાથી એ વાતની પુષ્ટિ થઈ છે કે પ્રકાશ હિરનનું મૃત્યુ થયું હતું.

ગત શનિવારે રાજકોટની TRP ગેમમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃત્યુ પામેલાઓમાં 12 બાળકો પણ સામેલ છે. તમામ મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. આવી સ્થિતિમાં ગેમ ઝોનના માલિકના પરિવારજનોએ દાવો કર્યો હતો કે અકસ્માતમાં એક સભ્ય દાઝી ગયો હતો. તેથી ઘટનાસ્થળેથી મળેલા અવશેષોના સેમ્પલ સાથે તેનું ડીએનએ મેચ થયું હતું.

લોકસભા ચૂંટણી : છઠ્ઠા તબક્કામાં 63.37% મતદાન થયું

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાનના અંતિમ આંકડા જાહેર થઈ ગયા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર છઠ્ઠા તબક્કામાં કુલ 63.37% મતદાન નોંધાયું હતું. જેમાં 61.95 ટકા પુરૂષ, 64.95 ટકા મહિલા અને 18.67 ટકા થર્ડ જેન્ડર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભારતના ચૂંટણી પંચે મંગળવારે જણાવ્યું હતું કે ચાલી રહેલી લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 63.37 ટકા મતદાન નોંધાયું હતું, જેમાં 11.13 કરોડ પાત્ર મતદારોમાંથી 7.05 કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભા ચૂંટણીના પ્રથમ છ તબક્કામાં 87.54 કરોડ મતદારોમાંથી 57.77 કરોડ મતદારો મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચી ગયા છે. ભારતમાં વિશ્વમાં સૌથી વધુ 96.88 કરોડ મતદારો છે.

ચૂંટણી પંચ (EC) અનુસાર, 20 મેના રોજ યોજાયેલા મતદાનના પાંચમા તબક્કામાં 62.2 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કામાં 69.16 ટકા મતદાન થયું હતું, જે 2019ની સામાન્ય ચૂંટણીના સમાન તબક્કા કરતાં 3.65 ટકા વધુ છે. ત્રીજા તબક્કામાં મતદાનનો આંકડો 65.68 ટકા હતો. 2019ની ચૂંટણીના ત્રીજા તબક્કામાં 68.4 ટકા મતદાન થયું હતું. 2024ની ચૂંટણીના બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું હતું, જ્યારે 2019ના બીજા તબક્કામાં 69.64 ટકા મતદાન થયું હતું. વર્તમાન સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66.14 ટકા મતદાન નોંધાયું હતું. 2019ની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 69.43 ટકા મતદાન થયું હતું.

લોકસભા ચૂંટણીના છઠ્ઠા રાઉન્ડમાં 25 મેના રોજ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થયું હતું. આમાં જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ-રાજૌરી સંસદીય મતવિસ્તારનો પણ સમાવેશ થાય છે, જ્યાં મતદાન ત્રીજા તબક્કાને બદલે છઠ્ઠા તબક્કામાં સ્થગિત કરવામાં આવ્યું હતું. આ તબક્કામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી, ભોજપુરી કલાકાર મનોજ તિવારી, નિરહુઆ, પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને મનોહર લાલ સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ EVMમાં નક્કી કરવામાં આવ્યું હતું.

છઠ્ઠા તબક્કામાં જે બેઠકો પર મતદાન થયું તેમાં ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની તમામ 10, બિહાર અને પશ્ચિમ બંગાળની આઠ-આઠ, દિલ્હીની તમામ સાત, ઓડિશાની છ અને ઝારખંડની ચાર બેઠકોનો સમાવેશ થાય છે. તે જ સમયે, જમ્મુ અને કાશ્મીરમાં સૌથી ઓછા લોકોએ એક બેઠક માટે મતદાન કર્યું.

2019માં ભાજપે આ 58માંથી 40 બેઠકો જીતી હતી. બીજા નંબર પર ચાર સીટો બસપાના ખાતામાં ગઈ હતી જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું. છેલ્લી ચૂંટણીમાં આ 58 બેઠકો પર કુલ 64.22% મત પડ્યા હતા. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 84.59 ટકા મતદાન થયું હતું. તે જ સમયે, જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું 8.98 ટકા મતદાન નોંધાયું હતું.

જૂનમાં 12 દિવસ બંધ રહેશે બેંકો, જુઓ સંપૂર્ણ લિસ્ટ

જૂન મહિનો શરૂ થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. જો તમારી પાસે પણ બેંકિંગ સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તેને આ મહિનાની શરૂઆતમાં પૂર્ણ કરી લો. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે દર મહિનાની જેમ જૂનમાં પણ ઘણી બધી બેંક રજાઓ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલી જૂન બેંક હોલીડેઝની સંપૂર્ણ યાદી અનુસાર, બેંકો જૂનમાં કુલ 12 દિવસ માટે બંધ રહેશે. અમે તમને આ સમાચારમાં જણાવવા જઈ રહ્યા છીએ કે કયા દિવસે અને કયા રાજ્યોમાં બેંકો બંધ રહેશે, કારણ કે તમારે આ રજાઓ વિશે જાણવું જોઈએ. નહીં તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તેની સત્તાવાર વેબસાઈટ પર આ માહિતી આપી છે. આ મુજબ જૂનમાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે. જો કે, બેંક રજાઓની આ યાદી આરબીઆઈ દ્વારા રાષ્ટ્રીય સ્તરે જાહેર કરવામાં આવી છે. વિવિધ રાજ્યોમાં આવતા અનેક તહેવારો ઉપરાંત શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તમારે બેંકમાં જતા પહેલા એકવાર બેંક હોલિડે લિસ્ટ તપાસવું જોઈએ, જેથી તમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જૂન મહિનામાં બેંકો ક્યારે બંધ રહેશે તે જાણવું ગ્રાહકો માટે મહત્વપૂર્ણ છે.

રજાઓનું લિસ્ટ

1 જૂન, 2024- આ દિવસે ચૂંટણી સ્થળોએ બેંકો બંધ રહેશે.
2 જૂન, 2024- રવિવારના કારણે દેશભરની બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે.
8 જૂન 2024- મહિનાના બીજા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
9 જૂન 2024- રવિવારના કારણે બેંકો બંધ રહેશે
16 જૂન 2024- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
22 જૂન 2024- મહિનાના ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
23 જૂન 2024- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
30 જૂન 2024- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.

જૂનમાં આ દિવસે પણ બેંકો બંધ રહેશે

10 જૂન – શ્રી ગુરુ અર્જુન દેવ જીના શહીદ દિવસ નિમિત્તે પંજાબમાં બેંકો બંધ રહેશે.
14 જૂન – ઓડિશામાં આ દિવસે પહિલી રાજાને કારણે બેંકો બંધ રહેશે.
15 જૂન – ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં YMA દિવસ અને ઓડિશામાં રાજા સંક્રાંતિના કારણે બેંકો બંધ રહેશે.
17 જૂન – બકરીદના અવસર પર કેટલાક રાજ્યો સિવાય સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
21 જૂન – વટ સાવિત્રી વ્રતને કારણે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.

શું છે અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’નો આખો વિવાદ?

અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’ વિવાદોમાં સપડાઈ છે. એક અલગ જ વિષય પર આધારિત ફિલ્મ ‘હમારે બારહ’ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેણે વિવાદને જન્મ આપ્યો છે. અન્નુ કપૂરની ફિલ્મના ટાઈટલ અને કન્ટેન્ટને લઈને સામાન્ય લોકો જ નહીં પરંતુ કેટલાક રાજકીય પક્ષો પણ પોતાનો વાંધો વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી બાજુ દિગ્દર્શક કમલ ચંદ્રાની પ્રથમ ફિલ્મ ‘હમારે બારહ’ તેના અલગ-અલગ કન્ટેન્ટને કારણે પ્રશંસા પણ મળી રહી છે. આ ફિલ્મ સવાલ ઉઠાવે છે કે ઇસ્લામ ધર્મનું કયું અર્થઘટન સાચું છે? મૂળ પ્રશ્ન એ છે કે શું ઇસ્લામ પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ-અલગ ધોરણો અપનાવે છે? આ ફિલ્મમાં પીઢ અભિનેતા અન્નુ કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી છે. અન્નુ કપૂર લાંબા સમય પછી પડદા પર જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ અનેક રીતે સવાલો પણ ઉઠાવે છે, જેના કારણે હવે વિવાદ ઉભો થયો છે. ફિલ્મને લઈ ફરિયાદ નોંધવામાં આવી છે. જાણીએ કે શું છે સમગ્ર મામલો?

આ ફિલ્મ તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં પણ દર્શાવવામાં આવી હતી. ફિલ્મનો હીરો સાચો મુસ્લિમ છે અને તેની ધાર્મિક માન્યતાઓથી બંધાયેલો છે. જીવનએ તેમને ધાર્મિક ગુરુઓથી આગળ ઇસ્લામની પ્રગતિશીલ પરંપરાઓને જાણવા, સમજવા અને અપનાવવાની તક આપી નથી. તેથી તે ચોક્કસપણે ફિલ્મનો વિલન નથી.

શું છે ફિલ્મની વાર્તા?

જ્યારે તેનીપત્ની તેના મૂર્ખ ઝનૂનને કારણે બારમા બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામે છે, ત્યારે તે તેની કબર પર વલોપાત કરે છે કે ક્યારેય ઇસ્લામ વિશે નવું શીખવાની તક મળી નથી. અહીં રૂખસાનાનો અવાજ છે કે ‘હું મરીને આઝાદ થઈ ગઈ પણ ઘણી સ્ત્રીઓને પીડાની કેદમાં છોડી દીધી.’

ફિલ્મની વાર્તા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. તેમજ ફિલ્મની સ્ટારકાસ્ટને પણ ધમકીઓ મળી રહી છે. ફિલ્મ ‘હમારે બારહ’ના નિર્માતાઓ અને કલાકારોએ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફિલ્મમાં મનોજ જોશી પણ છે. ફિલ્મ મોટી મુશ્કેલીમાં છે કારણ કે કાસ્ટ અને ક્રૂને અજાણ્યા લોકો તરફથી સતત મોત અને બળાત્કારની ધમકીઓ મળી રહી છે. આ અંગે નિર્માતાઓએ ફરિયાદ નોંધાવી છે.આ વિશે નિર્માતાઓની ટીમે કહ્યું, ‘માત્ર અમને જ નહીં પરંતુ અમારા પરિવારના સભ્યો અને મિત્રોને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. પરંતુ પોલીસે અમને ખાતરી આપી છે કે તમે મહારાષ્ટ્રમાં છો, તમારી સાથે કંઈ ખોટું નહીં થાય. અમે આ ફિલ્મ ખૂબ પ્રેમથી બનાવી છે. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આટલી બધી નફરતનો સામનો કરવો પડશે.

અન્નુ કપૂરે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તે કહે છે કે હમારે બારહની કાસ્ટ અને ક્રૂને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. અભિનેતાના કહેવા પ્રમાણે, કેટલાક અજાણ્યા લોકો તેને જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકી આપી રહ્યા છે. આ સાથે અન્નુ કપૂરે પોલીસ સુરક્ષાની પણ માંગ કરી છે. અભિનેતાએ ફિલ્મનું ટીઝર જોયા પછી જ કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાનું ટાળવા વિનંતી કરી છે.