નવી દિલ્હીઃ પંજાબમાં આપ-કોંગ્રેસની સાથે એકબીજાની વિરુદ્ધ ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસની સાથએ ગઠબંધનના ભાવિ માટે CM કેજરીવાલે વિરોધાભાસી નિવેદન આપ્યું છે. દિલ્હીમાં આપ અને કોંગ્રેસની વચ્ચે કોઈ કાયમી ગઠબંધન નથી. ચોથી જૂન પછી પરિણામો તેમના દાવાની વિરુદ્ધ આવ્યાં તો એ વિપક્ષી ગઠબંધનથી અલગ પણ થઈ શકે છે.
દિલ્હી, હરિયાણા અને ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે એક ગઠબંધન થયું છે, જ્યારે પંજાબમાં બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે. આવામાં હરિયાણા, દિલ્હી અને ગુજરાતમાં મતદાન થઈ ચૂક્યું છે અને પંજાબમાં પહેલી જૂને મતદાન થવાનું છે.
અમે કોઈ લગ્ન થોડાં કર્યાં છે. ના તો કોઈ લવ મેરેજ કર્યા છે અને ના તો અરેન્જ મેરેજ. અમે લોકો દેશ બચાવવા માટે ચોથી જૂને ચૂંટણી લડવા સાથે આવ્યા છીએ. અમારું લક્ષ્ય માત્ર ભાજપને હરાવવાનું છે, એમ તેમણે કહ્યું હતું. ભાજપ પર હુમલો કરતાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં તેમણે NCPના બે ટુકડા કર્યા છે અને પાર્ટીનું ચૂંટણીનિશાન પણ છીનવી લીધું છે. જો મોદી ફરીથી સત્તામાં આવ્યા તો દેશના બધા વિરોધ પક્ષોના નેતાઓને જેલમાં નાખી દેશે.
લોકસભા ચૂંટણીમાં જ્યાં જરૂર હતી, ત્યાં અમે ભાજપને હરાવવા માટે કોંગ્રેસની સાથે ચૂંટણી લડી છે, પણ પંજાબમાં ભાજપનું કોઈ વજૂદ નથી, જેથી અમે પંજાબમાં અલગ-અલગ ચૂંટણી મેદાનમાં છીએ.
અમદાવાદ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં બાળકો માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 20થી 29 મે, 2024 દરમિયાન અમદાવાદનાં 36 કેન્દ્રો પર નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની આ પહેલમાં અમદાવાદનાં 20 હજારથી વધુ બાળકો સહભાગી થયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલના માર્ગદર્શનમાં રાજ્યભરમાં યોગને કેન્દ્રમાં રાખી સમર કેમ્પનું આયોજન કરાયું હતું.
અમદાવાદનાં વિવિધ સેન્ટર ખાતે વાલીઓ તેમના સંતાનોને લાવ્યા હતા. બાળકોમાં સંસ્કારની અભિવૃદ્ધિ અને આહારમાં સુધારાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ સમર કેમ્પ અને સંસ્કાર શિબિરમાં તજજ્ઞો દ્વારા યોગ તાલીમ આપવામાં આવી હતી. જેમાં યોગ પ્રત્યે બાળકોની અભિરુચિ વધારવા તથા તેમને પેકેજ્ડ ફૂડ અને ફાસ્ટફૂડથી દૂર રાખી હેલ્ધી ફૂડ આપવાની વાલીઓને શીખ આપવામાં આવી. આ ઉપરાંત બાળકોને વિવિધ યોગાસનો અને પ્રાણાયામની તાલીમ અપાઈ. બાળકોમાં મોબાઇલની લતના વધતા પ્રમાણ વચ્ચે તેમને મોબાઈલથી દૂર કરી કસરત, યોગાસનો અને મેદાની રમતો તરફ કેવી રીતે વાળવા તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.
બાળક ઘરે પણ નિયમિત રૂપે યોગ-પ્રાણાયામ કરી શકે તેના માટે તૈયાર કરાયેલી આકર્ષક યોગાસન માહિતી પુસ્તિકા, ચિત્રપોથી અને સમર કેમ્પમાં જોડાયેલાં બાળકોને ભેટ સ્વરૂપે આપવામા આવ્યા. સાથે જ સમગ્ર કેમ્પ દરમિયાન બાળકો માટે પોષણયુક્ત પીણું અને અલ્પાહારની વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. રાજ્ય યોગબોર્ડના સભ્યો, યોગ કો-ઓર્ડિનેટર તથા સ્વયંસેવકો દ્વારા સમરકેમ્પના સુચારુ આયોજનને વાલીઓ બિરદાવ્યું હતું. આ શિબિરના અંતે બાળકો નિયમિત યોગ-પ્રાણાયામ કરવા માટે કટિબદ્ધ થયા હતા.
અમદાવાદઃ સેન્સેક્સ અને નિફ્ટી સતત ચોથા સેશનમાં નરમ બંધ રહ્યા હતા. લોકસભા ચૂંટણીમાં સાત તબક્કાનું મતદાન હજી બાકી છે અને એ પછી ચોથી જૂને ચૂંટણી પરિણામો વિશેની અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાને કારણે રોકાણકારોએ શેરોમાં સાવચેતીરૂપી નફારૂપી વેચવાલી કાઢી હતી. મિડકેપ ઇન્ડેક્સ પણ ઘટીને બંધ થયો હતો. નિફ્ટી બેન્ક એક ટકો ઘટીને બંધ થયો હતો.બજારમાં ટ્રેડિંગ સેશનમાં IT શેરો અને નાણાકીય શેરોની આગેવાની હેઠળ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. આ સાથે કંપની પરિણામોની સીઝન પૂરી થવા આવી છે, જેથી પણ બજારમાં વેચવાલી ફરી વળી હતી. BSE સેન્સેક્સ 668 પોઇન્ટ તૂટીને 74,503ના મથાળે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 183 પોઇન્ટ તૂટીને 22,704ની સપાટીએ બંધ રહ્યો હતો.
લોકસભા ચૂંટણીમાં જો મોદી સરકારને 303 સીટો હાંસલ થશે તો શેરોમાં તેજી જોવા મળશે. સરકાર નીતિ વિષયક આકરા નિર્ણયો ત્રીજી મુદ્દતમાં લઈ શકશે, પણ જો સીટો ઓછી મળશે તો બજારમાં ટૂંકા ગાળા માટે અસમંજસતા ફેલાશે અને થોડો સમય અનિશ્ચિતતા પ્રવર્તશે. આમ પણ વિદેશી રોકાણકારો હાલ પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે, એમ બ્લુમબર્ગનો અહેવાલ કહે છે.
શેરબજારમાં હાલ ઇન્ટ્રા-ડેમાં ઘણા ઉતારચઢાવ જોવા મળ્યા છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે હાલ નાના રોકાણકારોએ શોર્ટ ટર્મ માટે શેરોની ખરીદીમાંથી બચવાની જરૂર છે. બજારમાં ચૂંટણી પરિણામોને લઈને ઉતારચઢાવ જોવા મળે છે. રોકાણકારોએ હાલ થોભો અને રાહ જુઓની નીતિ અખત્યાર કરવાની જરૂર છે.
રાજકોટ અગ્નિકાંડને આજે ચાર દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ અગ્નિકાંડમાં 28 લોકોને મૃત્યુ થયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આજે 28 લોકોના DNA ટેસ્ટ મેચ થયા છે. જ્યારે 25 લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. જ્યારે ત્રણ મૃતદેહના DNA મેચ કરવાના બાકી છે.
આ બાજું SITની રચના કરવામાં આવી છે અને દુર્ઘટનાની તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSLના ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડિયા, માર્ગ અને મકાન વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર એમ.બીદ.દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં સવા કલાક SITની બેઠક મળી હતી. આ બેઠક બાદ SIT વડા સુભાષ ત્રિવેદીએ મોટુ નિવેદન આપતા કહ્યું હતું કે કે ‘અમારી પાસે પ્રાથમિક તપાસના 24 કલાક જ હતા, રાજય સરકારના ઘણા વિભાગો સંકળાયેલા છે. અને તપાસમાં ઘણો સમય માગી લે એમ છે. પરંતુ દેશમા કદાચ પ્રથમ આવું બન્યું હશે કે DNA મેચિંગનું કામ ઝડપથી થયું છે.’
કેમ ફેરવવામાં આવ્યું બુલડોઝર
રાજકોટ અગ્નિકાંડમાં SIT વડા સુભાષ ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું કે ‘અગ્નિકાંડમાં જવાબદાર હોય તેવા IAS કે પછી IPSને છોડવામાં નહીં આવે અને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બધા જ IAS કે IPS અધિકારીને પૂછપરછ કરવા માટે ગૃહરાજ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે.’ બુલડોઝરની વાત કરતા નિવેદન આપ્યું કે ‘ જે લોકો ગુમ છે કે તેના મૃતદેહના અવશેષો શોધવાનું કામ મહત્વનું હતું. બુલડોઝર ફેરવવાનો આશય ગેમ ઝોન તોડીને નાશ કરવાનો બિલ્કુલ ન હતો. ત્યાં કોઈ ગુમ થયેલા લોકો છે તેના કોઈ પ્રકારના અવશેષો છે કે કેમ જેના આધારે આપણે DNA લઈ શકીએ. જેથી DNAના આધારે એફએસએલ દ્વારા આ DNAની તપાસ કરીને જે પરિજનોના માણસો ગુમ હોય તેમને એક સત્યની માહિતી આપી શકીએ તેવો આશયથી કરવામાં આવ્યુ છે.’
અગ્નિકાંડ પાંચ આરોપી પોલીસની ઝડપમાં
લાક્ષા ગ્રહ સમાન TRP ગેમ ઝોનના અન્ય ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચે કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી છે. રાજકોટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) પાર્થતાજસિંહ ગોહિલે માહિતી આપી હતી કે, ગેમ ઝોન ચલાવતા રેસવે એન્ટરપ્રાઈઝના ભાગીદાર કિરીટસિંહ જાડેજાની મંગળવારે રાજકોટ-કાલાવડ રોડ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ ઉત્તર અને મધ્ય ભારતમાં પ્રચંડ હીટવેવ ચાલી રહી છે. ક્યાંક ગરમીનો પારો 50 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેથી લોકોનું જીવવું મુશ્કેલ થઈ ચૂક્યું છે. આ સાથે ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ભારે વરસાદનો કહેર છે. અહીં કેટલાય લોકોનાં મોત થયાં છે. મોસમ એના રૌદ્ર રૂપમાં છે અને લોકો રાહત માગી રહ્યા છે. બિહારમાં હીટ વેવને કારણે 50 વિદ્યાર્થીઓ બેહોશ થયાના અહેવાલ હતા.
બિહારના શેખપુરા અને બેગુસરાયની સ્કૂલોમાં હીટવેવને કારણે કેટલીક વિદ્યાર્થિનીઓ બેહોશ તઈ ગઈ હતી. આ વિદ્યાર્થિનીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શેખપુરાની સદર હોસ્પિટલના ડોક્ટર રજનીકાંત કુમારને જણાવ્યું હતું કે વધતા પારાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. જે વિદ્યાર્થીનીઓને દાખલ કરવામાં આવી છે, હવે તેમની હાલત સ્થિર છે.
શેખપુરાના મનકૌલ ગામ સ્થિત મિડલ સ્કૂલના હેડ માસ્ટર સુરેશ પ્રસાદે જણાવ્યું હતું કે સ્કૂલમાં ગરમીને કારણે પ્રાર્થના દરમ્યાન 6-7 વિદ્યાર્થી બેહોશ થયા હતા. આ વિદ્યાર્થીઓને તરત પ્રાથમિક સારવાર આપી હતી.
मैं बिहार सरकार और माननीय मुख्यमंत्री श्री नीतीश कुमार जी का ध्यान आकृष्ट करना चाहता हूं की इस तपती गर्मी में विद्यालय खुले रहने से बच्चों की सेहत पर बुरा प्रभाव पड़ रहा है। आपके सरकारी अधिकारी के तुगलकी फरमान की वजह से बच्चें बेहोश हो रहे है , प्रतिदिन अस्पतालों में इलाज चल रहा… https://t.co/010QuRaJjd
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) May 29, 2024
બેગુસરાયમાં એક સ્કૂલમાં વધરી ગરમીને કારમે વિદ્યાર્થીઓની તબિતબ બગડી હતી તેમને સારવાર માટે હોસ્ટિપલ લઈ જવામાં આવ્યા હતા. વધતી ગરમીની વચ્ચે બિહારમાં સ્કૂલ કેમ ખૂલી હતી એના પર વિપક્ષ સવાલ ઊભા કરી રહ્યો છે. ચિરાગ પાસવાને પણ X પર પોસ્ટ કરીને નીતીશકુમારને સવાલ કર્યો હતો કે આ ભીષણ ગરમીમાં સ્કૂલ ખુલ્લી રહેવાથી બાળકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડી રહી છે. તમારા સરકારી અધિકારીના તગલખી ફરમાનને કારણે વિદ્યાર્થીઓ બેહોશ થઈ રહ્યા છે.
સાબરકાંઠા: હિંમતનગર તાલુકાના ગામડી ગામ હાલ ચોતરફ ચર્ચાનો વિષય બન્યું છે. કારણ કે આ ગામમાં હાલમાં એકપણ પુરૂષ જોવા મળતું નથી. ચારે તરફ સન્નાટા જેવો માહોલ છે દુકાનો બંધ છે, પંચાયત બંધ છે, ગામની ડેરી પણ બંધ છે. રસ્તા પર તમને કોઈ જોવા મળશે તો તે હશે માત્ર મહિલાઓ અને નાના બાળકો.છેલ્લાં 5 દિવસથી આ ગામના પુરુષો ફરાર છે અને તેનું કારણ છે થોડા દિવસ પહેલા ગામડી ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર થયેલો અકસ્માત. બનાવમાં ગામના એક વ્યક્તિનું મોત નીપજ્યા બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો. બ્લોક ખોલાવવા આવેલી પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો હતો. રોષે ભરાયેલાં ગ્રામજનોએ પોલીસ વાહન પણ સળગાવી દીધું હતું. જેને લઈને જિલ્લાનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટોળાને વિખેરવા 120થી વધારે ટિયરગેસના શેલ છોડ્યા હતા. બનાવને લઈને ગાંભોઈ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીની ફરિયાદ આધારે 42 લોકો સામે નામજોગ સહિત 700ના ટોળા સામે ગુનો નોંધાયો છે.
પોલીસ ફરિયાદ બાદ છેલ્લા 5 દિવસથી ગામમાં કોઈપણ પુરુષ ફરક્યા નથી, માત્ર મહિલાઓના હવાલે ઘરો છે. તેવામાં મહિલાઓની મુશ્કેલી વધી ગઈ છે. પરિવારની જવાબદારી સાથે-સાથે પશુપાલન અને ખેતીનું કામ પણ કરવું પડી રહ્યું છે. ડેરી બંધ હોવાના કારણે મહિલાઓ દૂધ રખડતા શ્વાનને અથવા તો પોતાનો ઢોરને પીવડ઼ાવવા મજબૂર છે. અન્ય પાયાની જરૂરિયાતો માટે પણ મહિલાઓએ રઝળપાટ કરવો પડી રહ્યો છે. પુરુષો ક્યારે પરત ઘરે ફરશે તે મહિલાઓને નથી ખબર. પરંતુ તેમની હાલ એવી માંગ છે કે, ગામમાં ડેરી સહિતની પાયાની જરૂરી વસ્તુઓ શરૂ કરવામાં આવે.
મુંબઈની કોસ્ટલ રોડ ટનલ માટે સરકારની ટીકા થઈ રહી છે. તેના ઉદ્ઘાટનને ત્રણ મહિના પણ થયા નથી કે કરોડોના ખર્ચે બનેલી ટનલમાં પાણી લીક થવા લાગ્યું છે. 10 થી 11 જૂને મુંબઈમાં ચોમાસુ પ્રવેશી શકે છે. આવી સ્થિતિમાં હવે વરસાદમાં આ કોસ્ટલ રોડ કેટલો સુરક્ષિત છે તેવા સવાલો ઉભા થયા છે. લગભગ 12 હજાર કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલ ટનલનું ઉદ્ઘાટન આ વર્ષે 11 માર્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કર્યું હતું.
દેશનો આ પહેલો રસ્તો છે, જે સમુદ્રની નીચે બનાવવામાં આવ્યો છે. અગાઉ મુંબઈવાસીઓને વરલીથી મરીન ડ્રાઈવ જવામાં 40 મિનિટનો સમય લાગતો હતો. મુંબઈ કોસ્ટલ રોડના ઉદ્ઘાટન બાદ મુસાફરો માત્ર 9 થી 10 મિનિટમાં આ અંતર કાપી રહ્યા છે. જો કે ચોમાસાના બે અઠવાડિયા પહેલા જ મુંબઈ કોસ્ટલ રોડ ટનલમાંથી લીકેજ શરૂ થતાં અનેક સવાલો ઉભા થયા છે. ટનલ એક્ઝિટથી લગભગ 100 મીટર દૂર મરીન ડ્રાઇવ-એન્ડ તરફનો કોસ્ટલ રોડ પૂરમાં ભરાઈ ગયો હતો. પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાઈઓવર પાસે લીકેજ છે.
કોસ્ટલ રોડ પ્રોજેક્ટને હજુ ત્રણ મહિના પણ પૂરા થયા નથી. ભીનાશને કારણે અનેક જગ્યાએ દિવાલો પર કાળા ડાઘ જોવા મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે સવારથી લીકેજ ચાલુ છે. દિવાલમાં ભેજ આવે છે. ટનલમાં લીકેજનું કારણ શું હતું તે હજુ સ્પષ્ટ નથી, તપાસ ચાલી રહી છે. જોકે, બીએમસી કોસ્ટલ પ્રોજેક્ટના એક અધિકારીનું કહેવું છે કે ટનલમાં તિરાડો નથી, પરંતુ દરેક 20 અને 30ની વચ્ચેનો સાંધો છે, જ્યાંથી પાણી લીક થઈ રહ્યું છે. અમે તેને સીલ કરવા માટે ઈંજેક્શન વોટરપ્રુફિંગ અને ગ્રાઉન્ડિંગનો ઉપયોગ કરીશું. આ કામગીરી બાદ લીકેજની સમસ્યા જ નહીં થાય.
સીએમ શિંદેએ ટનલની મુલાકાત લીધી
ચોમાસું આવવામાં હવે થોડા અઠવાડિયા બાકી છે, તેથી કોસ્ટલ રોડ ટનલમાંથી લીકેજના સમાચાર સાંભળીને સીએમ એકનાથ શિંદે પોતે સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા. તેમણે ટનલનું નિરીક્ષણ કર્યું અને કહ્યું કે તે શ્રેષ્ઠ ટેક્નોલોજીની મદદથી થોડા દિવસોમાં ભરવામાં આવશે અને વરસાદની મોસમમાં અહીં પાણી જોવા નહીં મળે. સીએમ શિંદેએ કહ્યું કે 10 જૂને કોસ્ટલ રોડની બીજી લાઈન પણ શરૂ કરવામાં આવશે.
ટનલ વિશે માહિતી
મરીન ડ્રાઈવથી વર્લી સુધીની છે આ ટનલ. લાંબી ટનલ બનાવવા માટે દેશની સૌથી મોટી ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટનલમાં અત્યાધુનિક સેકાર્ડો વેન્ટિલેશન સિસ્ટમ લગાવવામાં આવી છે. દેશમાં પહેલીવાર રોડ ટ્રાન્સપોર્ટ ટનલમાં આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દરિયાઈ પુલ મોનોપાઈલ્સ પર ટકેલો છે, જેનો દેશમાં પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. મુંબઈ કોસ્ટલ રોડને બે તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યો છે. સીએમ એકનાથ શિંદે દ્વારા માર્ચમાં મરીન ડ્રાઈવથી વરલી સેક્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોસ્ટલ રોડની કુલ લંબાઈ 29.2 કિલોમીટર છે અને તેની કુલ કિંમત 13,898 કરોડ રૂપિયા છે. પહેલા તબક્કામાં ખોલવામાં આવેલા 9.87 કિમી લાંબા વિભાગમાંથી 7.87 કિમીનું કામ L&T દ્વારા કરવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં 7 લાખથી વધુ વાહનો આ રૂટ પર મુસાફરી કરી ચૂક્યા છે.
આ અંડરસી ટનલના નિર્માણથી મરીન ડ્રાઈવથી વરલી સુધીની 45 મિનિટની મુસાફરી માત્ર આઠ મિનિટમાં પૂરી થાય છે. આ ટનલનું નિર્માણ એન્જિનિયરિંગ જાયન્ટ લાર્સન એન્ડ ટુબો દ્વારા કરવામાં આવ્યું છે. આ કંપનીએ દેશ-વિદેશમાં ઘણા અદ્ભુત પ્રોજેક્ટ બનાવ્યા છે. આ રોડના નિર્માણથી મુંબઈના લોકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળી છે. કોસ્ટલ રોડનો બીજો તબક્કો એટલે કે બાંદ્રા-વર્સોવા સી લિંક 2027 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
મુંબઈના ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હાલમાં ઘણા મેગા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. કોસ્ટલ રોડનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે જ્યારે તાજેતરમાં દેશના સૌથી મોટા દરિયાઈ પુલ અટલ સેતુને પણ ખુલ્લો મુકવામાં આવ્યો છે. નવી મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે જેની કોમર્શિયલ કામગીરી આવતા વર્ષે માર્ચમાં શરૂ થવાની ધારણા છે. આ સમગ્ર પ્રોજેક્ટ 2031માં શરૂ થવાની શક્યતા છે. દેશનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈ અને અમદાવાદ વચ્ચે વિકસાવવામાં આવી રહ્યો છે. તેનો પ્રથમ તબક્કો 2026માં શરૂ થવાની ધારણા છે. ઉપરાંત, ઐરોલી-કટાઈ ટનલ અને ઐરોલી-કલ્યાણ-શીલ કોરિડોરનું બાંધકામ ચાલી રહ્યું છે. ટનલ રોડ 17 કિમી લાંબો છે અને કોરિડોર 33.8 કિમી લાંબો છે. આ અંગેનું કામ આ વર્ષે પૂર્ણ થવાની આશા છે. આ સિવાય ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પર પણ કામ ચાલી રહ્યું છે જે ડિસેમ્બર 2026માં ખુલવાની શક્યતા છે.
રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખી, બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ. સહિતના પ્રોગ્રામ અને અન્ય પ્રોગ્રામમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) પોર્ટલ મારફત પ્રવેશ અંગે રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા. ૧-૪-૨૦૨૪થી શરૂ કરી હતી.
વેકેશન કે અન્ય કારણોસર તા. ૨૮-૫-૨૦૨૪ને છેલ્લી તારીખ સુધીમાં ૪,૩૯,૮૬૫ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તે પૈકી ૨,૬૩,૧૧૫ વિદ્યાર્થીઓએ ફી ભરેલ છે. હજુ પણ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન/ફી ભરી શક્યા નથી.
આ અંગે વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજો અને વિદ્યાર્થીઓની રજૂઆત શિક્ષણ વિભાગને મળેલ હતી. આ બાબતે ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરતા વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને શિક્ષણની અગત્યની બાબત ધ્યાને લઈ તેમની સૂચના અનુસાર હવે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) પોર્ટલ મારફતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨ જૂન, ૨૦૨૪ સમય રાત્રે ૧૧.૫૯ સુધી લંબાવવામાં આવે છે.
રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ તારીખ સુધીમાં અચૂક ફોર્મ તથા ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા જાહેર થયેલ કેલેન્ડર મુજબ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ જૂનના અંતમાં શરૂ કરવાનો હોઈ આ તારીખ કોઈ પણ સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં તેમ રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ગુજરાતની જનતાને આકરી ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જ્યારે હાલ અનેક વિસ્તારમાં પવન ફૂંકાવવા સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યાતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનને લઈ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ તાપમાનને લઈ આગાહી વ્યક્ત કરી છે. મળતી માહિતી અનુસાર ચાર જિલ્લામાં વરસાદનું નહીં પણ આંધી વંટોળ ફૂંકાવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હાલ વાતાવરણ શુષ્ક રહેશે. આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન વધવાની કોઇ શક્યતા નથી. નોંધનીય છે કે આજથી ત્રણ દિવસ માટે ડસ્ટ સ્ટ્રોમની (આંધી વંટોળ) વોર્નિંગ આપવામાં આવી છે. આખા ગુજરાતમાં સ્ટ્રોંગ સરફેસ વિંડ રહેશે. ત્રણ દિવસ માટે જેની સ્પીડ 25થી 30 કિમી પ્રતિ કલાક રહેશે. આગામી ચાર દિવસ માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠે પવનની ગતિ 40થી 45 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાશે. જેમાં મહત્તમ 65 કિમી પ્રતિ કલાક પણ જઇ શકે છે. દરિયામાં તેજ પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં 45.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક માટે 43 ડિગ્રી તાપમાન નોંધાઇ શકે છે.
ગાંધીનગર: પાટનગરમાં નકલી ભરતી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સરકારી નોકરી અપાવવાના બહાને 60 લાખનું ફૂલેકું ફેરવાયું છે. IAS ઓફિસર સાથે ઓળખાણ હોવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ સમગ્ર મામલે સેક્ટર 7 પોલીસે વિનોદ પટેલ અને નકલી IAS ઓફિસર વિરૂદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ પેપરમાં નકલી જાહેરાત બતાવી ઉદ્યોગ નિગમ સેવા વર્ગ-3માં નોકરીની વાત કરી હતી. આટલું જ નહીં, અસલી પરીક્ષા લઈ નકલી ઓર્ડર આપ્યા હતા. સાથે જ નોકરીની લાલચ આપી પૈસા પડાવ્યાનો આરોપ છે. ફરિયાદી અને તેના મિત્રોએ પૈસા આપ્યા હતા. ગાંધીનગર અને બાલાસિનોરમાં પરીક્ષા લેવાઈ હતી. ગાંધીનગર સેક્ટર 17 સ્ટાફ ટ્રેનિંગ સેન્ટરમાં પરીક્ષા લેવાઈ હતી. જ્યારે બાલાસિનોરની સરસ્વતી હાઇસ્કૂલમાં પણ પરીક્ષા લેવાઈ હતી. અહીં પરીક્ષા કેન્દ્રો પણ નકલી હોવાની શક્યતા છે. ઉપરાંત અન્ય કેટલા લોકોએ પરીક્ષા આપી તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. સમગ્ર કાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે? તેની તપાસ થઇ રહી છે.
પહેલાં ક્યાં-ક્યાં પકડાઈ નકલીના કૌભાંડો ?
ઓક્ટોબર, 2023માં છોટાઉદેપુરથી આખેઆખી નકલી કચેરી ઉભી કરવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. જેમાં એક આરોપીએ કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામની એક ખોટી સરકારી ઓફિસ શરૂ કરી હતી. આ નકલી કચેરીએ સરકારની આદિજાતિ પ્રાયોજના વિભાગની કચેરીમાંથી સરકારી ગ્રાન્ટ મેળવી 26 જુલાઈ 2022થી લઈ કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. દાહોદ જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમા હડકંપ મચાવનાર નકલી કચેરી કૌભાંડમાં અત્યાર સુધીમાં પોલીસે કુલ 14 આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કરી દીધા છે.ડિસેમ્બર 2023માં મોરબી જિલ્લાના વાંકાનેરમાં નકલી ટોલનાકું ઝડપાયું હતું. દોઢ વર્ષથી આ નકલી ટોલનાકું ચાલતું હોવાનો દાવો કરાયો હતો. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી આ ટોલનાકું ચલાવવામાં આવતું હતું. નકલી ટોલનાકું ઉભું કરી કરોડોની ઉઘરાણીનો આક્ષેપ પણ કરાયો હતો.
22 મેના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉનમાં આવેલા તિરુપતિ બંગલોમાં ચાલતી નકલી સિંચાઈ વિભાગની કચેરી મળી આવી છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કચેરીમાં ચાલતી શંકાસ્પદ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. બંગલોમાંથી કોરી બુક્સ, કોરા બિલ, અલગ-અલગ તાલુકાના એન્જિનિયરોના 50-60 જેટલા સિક્કાઓ પણ મળી આવ્યા છે. ઘટનાને લઈને મોડાસા ટાઉન પોલીસ પણ ત્યાં પહોંચી હતી.
આ ઉપરાંત નકલી માર્કશીટ, નકલી ડિગ્રી, નકલી દાખલાઓ, નકલી આધારકાર્ડ, નકલી લોન, નકલી દવાઓ, નકલી કુટુંબ નિયોજન ઓપરેશન, નકલી તેલ, નકલી ઘી, નકલી દૂધ જેવાં અનેક કૌભાંડો રોજબરોજ સામે આવતાં જ હોય છે.