Home Blog Page 1787

All Eyes On Rafah: સોશિયલ મીડિયા પર કેમ ટ્રેન્ડમાં છે આ તસવીર?

‘ઓલ આઈઝ ઓન રફાહ’ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અત્યાર સુધી લાખો યૂઝર્સ તેને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની સ્ટોરી પર શેર કરી રહ્યાં છે. આ સાથે અનેક સેલિબ્રિટીઓ પણ આ અભિયાનમાં સામેલ થયા છે.

શું તમે જાણો છો કે વાયરલ થઈ રહેલી આ પોસ્ટનો અર્થ શું છે? જો ન જાણતા હોય તો આ અહેવાલમાં જાણી લો કે આ પોસ્ટ શેના સંબંધિત છે. આખરે આ તસવીર શું કહેવા માંગે છે. અહીં અમે તમને ‘ઓલ આઈઝ ઓન રાફા’નો અર્થ અને તેની પાછળની વાર્તા વિગતવાર જણાવીશું

‘ઓલ આઇઝ ઓન રફાહ’ શું છે? (All Eyes On Rafah)
‘ઓલ આઈઝ ઓન રફાહ’ એ એક ઝુંબેશ છે જે સમગ્ર વિશ્વમાં લોકોનું ધ્યાન ઈઝરાયલી સૈનિકો દ્વારા ગાઝા સિટી પર થઈ રહેલા હુમલા તરફ દોરે છે.સૈનિકો ગાઝામાં જમીની હુમલાઓ કરી રહ્યા છે, જેમાં હજારો લોકો માર્યા ગયા છે. ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે તે ફરી એકવાર સમગ્ર વિશ્વના લોકોના ધ્યાન પર આવી ગયું છે.

ગીચ વસ્તીવાળા શહેર રફાહમાં વધતા તણાવ અને ઇઝરાયલી સૈનિકો દ્વારા ગ્રાઉન્ડ આક્રમણ વચ્ચે, ‘ઓલ આઇઝ ઓન રફાહ’ ના નારા સાથેના પાયાના અભિયાનને સમગ્ર વિશ્વમાં નોંધપાત્ર વેગ મળ્યો છે.

આનો મતલબ શું થયો?

તેના વિશે જાણતા પહેલા, તમારે જાણવું જોઈએ કે તેની શરૂઆત કોણે કરી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પેલેસ્ટાઈન ઓફિસના ડાયરેક્ટર ડો. રિક પેપરકોર્નના નિવેદન સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તેણે ફેબ્રુઆરી 2024માં કહ્યું હતું કે બધાની નજર રફાહ પર છે.

આ તે સમય હતો જ્યારે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શહેરને ખાલી કરાવવાની યોજનાનો આદેશ આપ્યો હતો. આ હુમલાઓ આતંકવાદી જૂથ હમાસના છેલ્લા બાકી રહેલા ગઢને ખતમ કરવાની યોજના દ્વારા પહેલા કરવામાં આવ્યા હતા.

આ વાક્યનો હેતુ આંતરરાષ્ટ્રીય સમુદાયને રફાહની પરિસ્થિતિ તરફ આંખ આડા કાન ન કરવા દેવાનો હતો, જ્યાં અંદાજિત 1.4 મિલિયન લોકોએ હિંસક અથડામણોમાંથી અન્યત્ર ભાગીને ગાઝામાં આશ્રય લીધો છે.

ઇઝરાયેલની નિંદા

આ ઘટનાને કારણે રાષ્ટ્રપતિ બાઈડનસહિત વિશ્વભરના નેતાઓએ રફાહ પરના હુમલા માટે ઈઝરાયેલની ટીકા કરી છે.

આ સાથે તેણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સુરક્ષા માટે ઈઝરાયલને હથિયાર આપશે, પરંતુ રફાહ પરના હુમલામાં ઉપયોગમાં લેવાતા હથિયારો નહીં આપે.

આ સાથે આંતરરાષ્ટ્રીય અપરાધિક અદાલતે એમ પણ કહ્યું કે તે હમાસ અને નેતન્યાહૂ સહિત ઇઝરાયેલના અધિકારીઓ માટે યુદ્ધ અપરાધો માટે ધરપકડ વોરંટ ઇચ્છે છે.

કોરાનાના 22 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 સિંગાપુરમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અંદાજ છે કે જૂનના મધ્યમમાં કે અંત સુધીમાં સિંગાપુરમાં કોરોના કેસ ચરમસીમાએ પહોંચવાની વકી છે.  US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,614 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,05,792 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 63 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 338 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,614 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 54 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

સુવિચાર – ૩૦ મે, ૨૦૨૪

કાંદા ટામેટાં સેન્ડવિચ

ગરમીમાં લીલા શાક જલ્દી મળતાં નથી. વેકેશન પણ છે. તો કાંદા ટામેટાં સેન્ડવિચનો વિકલ્પ સારો રહેશે. જે ઝટપટ પણ બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે!

સામગ્રીઃ

  • કાંદા 2
  • ટામેટાં 2
  • લીલા મરચાં 2-3
  • ચિલી ફ્લેક્સ અથવા મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • કાળાં મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • બ્રેડ
  • ચીઝ સ્લાઈસ
  • સેન્ડવિચ શેકવા માટે ઘી

રીતઃ એક બાઉલમાં કાંદા, ટામેટાંને ઝીણાં સમારી લો. લીલા મરચાં ગોળ સુધારી લો. તેમાં ચાટ મસાલો, મરચાં પાઉડર, કાળાં મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું મેળવી મસાલો તૈયાર કરી લો.

 

લોખંડના તવા ઉપર 1 ટી.સ્પૂન ઘી ફેલાવીને ગરમ કરીને બ્રેડને તેમાં એક સાઈડથી કડક શેકી લો. ગેસની આંચ ધીમી રાખવી. આ બ્રેડની કડક કરેલી સાઈડને અંદરની બાજુએ રાખીને તેમાં મસાલો ભરી લો. મસાલા ઉપર ચીઝ સ્લાઈસ ગોઠવીને ઉપર બીજી બ્રેડ મૂકો. બીજી બ્રેડ પણ અંદરની સાઈડથી કડક કરેલી રાખવી.

ફરીથી તવામાં 1 ટી.સ્પૂન ઘી રેડીને ગેસની ધીમી આંચે સેન્ડવિચ બંને બાજુએથી સોનેરી રંગની શેકાવા દો.

સેન્ડવિચ તૈયાર થાય એટલે ચપ્પૂ વડે કટ કરીને ટોમેટો કેચ-અપ અથવા લીલી ચટણી સાથે પીરસો.

 

૩૦ મે, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 30/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા  કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

પંચાંગ 30/05/2024

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ મતગણતરી કેન્દ્રોની કરી સમીક્ષા

અમદાવાદઃ રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતગણતરી યોજાનાર છે. રાજ્યભરમાં મતગણતરી કેન્દ્રો તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ અમદાવાદમાં મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી.

અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં અમદાવાદ-પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી થવાની છે, તો ગુજરાત કોલેજમાં અમદાવાદ-પશ્ચિમ બેઠકની મતગણતરી કરવામાં આવશે.

મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતી અને સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ. બી. પટેલે  બંને મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈને મતગણતરી અંગેની વ્યવસ્થાઓ તથા સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ નિહાળી હતી તેમ જ આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કર અને નેહા ગુપ્તા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

 

મુંબઈ: આ ગુજરાતી બહેને 65 વર્ષે અનુસ્નાતકની ડિગ્રી મેળવી P.hdનો કર્યો નિર્ણય

મુંબઈના બોરીવલીમાં રહેતા છાયાબહેન વોરાએ 65 વર્ષની ઉંમરે અનુસ્નાતકની ડિગ્રી મેળવી અનેક મહિલાઓ માટે પ્રેરણાત્મક ઉદાહરણ પાડ્યું છે. જોશ અને ધગશ સામે ઉંમરનું કંઈ આવતું નથી. જો કઈંક કરવાની ધગશ હોય તો ઉંમર ક્યારેય અવરોધ બનતી નથી. શરમને નેવે મૂકી 60 વર્ષ પછી કૉલેજ જવું અને વિદ્યાર્થીઓ વચ્ચે બેસીને ભણવું એ હિંમત છાયાબહેને બતાવી છે.

ચિત્રલેખા સાથે વાત કરતાં છાયાબહેન વોરાએ કહ્યું હતું કે, ” મારા પપ્પાનું સપનું હતું કે હું ડૉક્ટર બનું અને તેથી મેં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો હતો.પરંતુ કેટલાક સંજોગોને કારણે આગળ અભ્યાસ ના કરી શકી.અભ્યાસ છોડ્યા પછી હું બ્યુટી પાલર્રનું કામ કરતી હતી. લગ્ન થયા, પણ પરિસ્થિતિ એની એ જ રહી. લગ્ન બાદ પણ મેં તે કામ ચાલું રાખ્યું. મારે એક દીકરો છે, જે યુએસમાં અભ્યાસ કરે છે. 60 વર્ષે મારા દીકરાએ મને પ્રોત્સાહન આપ્યું કે હું અધુરો અભ્યાસ પુરો કરું.”

વર્ષ 2012માં છાયાબહેના વોરાના પતિનું અવસાન થયું. ત્યાર બાદ દીકરાને ભણાવવાની તમામ જવાબદારી છાયાબહેન પર આવી પડી. જોકે પરિવારના અન્ય સભ્યોના સહકારથી દીકરાને અભ્યાસ કરવા માટે યુએસ મોકલ્યો. બીજી બાજુ એકલવાયું જીવન જીવતાં છાયાબહેને પણ ફરી અભ્યાસ કરવાનું નક્કી કર્યુ. તેમણે બી.કોમમાં પ્રવેશ મેળવ્યો અને ક઼ૉલેજમાં લેક્ચર અટેન્ડ કરવા પણ જતાં. જોકે યંગ વિદ્યાર્થીઓ વચ્ચે એકલા મોટી ઉંમરના સહઅધ્યાયી તરીકે તેમને થોડું ઑકવર્ડ લાગતું હતું પણ સમય જતાં ટેવ પડી ગઈ. બી.કોમ બાદ તેમણે એમ.કૉમમાં એડમિશન મેળવ્યું અને સારા માર્ક્સ સાથે અનુસ્નાતકની ડિગ્રી પણ મેળવી.

છાયાબહેન વોરાનું કહેવું છે કે જ્યારે બધા નિવૃત્તિનું વિચારતા હોય એવા સમયે એક નવી શરૂઆત કરવી પડકારજનક હતું પણ અશક્ય નહીં. મને મારી પાંચ વર્ષની અભ્યાસની જર્ની દરમિયાન ઘણી મુશ્કેલીઓ આવી પરંતુ પરિવારના સભ્યોની મદદથી બધી સમસ્યાઓ સામે લડી શકાયું. મેં એકાગ્રતા સાથે બી.કોમ અને એમ.કોમ પૂર્ણ કર્યુ અને હવે મેં પી.એચ.ડીમાં પ્રવેશ મેળવ્યો છે.

કેજરીવાલે કોંગ્રેસ-આપ વચ્ચે તિરાડના આપ્યા સંકેત

નવી દિલ્હીઃ પંજાબમાં આપ-કોંગ્રેસની સાથે એકબીજાની વિરુદ્ધ ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસની સાથએ ગઠબંધનના ભાવિ માટે CM કેજરીવાલે વિરોધાભાસી નિવેદન આપ્યું છે. દિલ્હીમાં આપ અને કોંગ્રેસની વચ્ચે કોઈ કાયમી ગઠબંધન નથી. ચોથી જૂન પછી પરિણામો તેમના દાવાની વિરુદ્ધ આવ્યાં તો એ વિપક્ષી ગઠબંધનથી અલગ પણ થઈ શકે છે.

દિલ્હી, હરિયાણા અને ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે એક ગઠબંધન થયું છે, જ્યારે પંજાબમાં બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે. આવામાં હરિયાણા, દિલ્હી અને ગુજરાતમાં મતદાન થઈ ચૂક્યું છે અને પંજાબમાં પહેલી જૂને મતદાન થવાનું છે.  

અમે કોઈ લગ્ન થોડાં કર્યાં છે. ના તો કોઈ લવ મેરેજ કર્યા છે અને ના તો અરેન્જ મેરેજ. અમે લોકો દેશ બચાવવા માટે ચોથી જૂને ચૂંટણી લડવા સાથે આવ્યા છીએ. અમારું લક્ષ્ય માત્ર ભાજપને હરાવવાનું છે, એમ તેમણે કહ્યું હતું.  ભાજપ પર હુમલો કરતાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં તેમણે NCPના બે ટુકડા કર્યા છે અને પાર્ટીનું ચૂંટણીનિશાન પણ છીનવી લીધું છે. જો મોદી ફરીથી સત્તામાં આવ્યા તો દેશના બધા વિરોધ પક્ષોના નેતાઓને જેલમાં નાખી દેશે.

લોકસભા ચૂંટણીમાં જ્યાં જરૂર હતી, ત્યાં અમે ભાજપને હરાવવા માટે કોંગ્રેસની સાથે ચૂંટણી લડી છે, પણ પંજાબમાં ભાજપનું કોઈ વજૂદ નથી, જેથી અમે પંજાબમાં અલગ-અલગ ચૂંટણી મેદાનમાં છીએ.