જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સેના પર હુમલો કરવામાં આવ્યો છે. સોમવારે જમ્મુના બિલવાર, કઠુઆના ધડનોટા વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના એક વાહન પર ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા બે સેનાના જવાનો ઘાયલ થયા હતા. પ્રારંભિક માહિતી અનુસાર, આતંકવાદીઓ એક ગ્રેનેડ લઈને આવ્યા હતા અને સેનાના વાહનને ઉડાડવાના ઈરાદાથી તેને ફેંક્યા હતા અને પછી ફાયરિંગ શરૂ કર્યું હતું.
આતંકવાદીઓએ લોઇ મરાડ ગામ પાસે સેનાના વાહન પર હુમલો કર્યો હતો. જવાબમાં ભારતીય સેનાએ વિસ્તારને ઘેરી લીધો અને આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ હુમલો કઠુઆ જિલ્લાના મચ્છેડી વિસ્તારના ધડનોટા ગામમાં ત્યારે થયો જ્યારે સેનાના જવાનો તેમના નિયમિત પેટ્રોલિંગ પર હતા. તે જ સમયે, સુરક્ષા દળો ચોક્કસ જોખમોની શોધમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખી રહ્યા છે.
સૈનિકોએ આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો
સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય સેનાના 9મી કોર્પ્સ હેઠળના વિસ્તારમાં ભારતીય સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓના ગોળીબાર બાદ જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ સાથે વધારાના સુરક્ષા દળોને પણ મોકલવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ત્યાં 2 થી 3 આતંકવાદીઓની હાજરી છે, જેમણે કથિત રીતે સેનાના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.
મુંબઈ: મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે. ચોમાસાની સ્થિતિને જોતા શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે.
મુંબઈમાં રવિવારે મોડી રાતથી ભારે વરસાદ ચાલુ છે. સવારના 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીમાં અનેક સ્થળોએ 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
ભારે વરસાદને કારણે દાદર સૌથી વધુ પ્રભાવિત થયું હતું. અહીં રસ્તાઓથી લઈને રેલવે સુધી બધું જ પાણીથી ભરેલું છે. રસ્તા પર પાર્ક કરેલી કાર પણ પાણીમાં તરી રહી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં પ્રથમ સત્ર માટે રજાઓની જાહેરાત કરી છે.
ધોધમાર વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટે બપોરે 2:22 થી 3:40 વાગ્યા સુધી રનવેની કામગીરી સ્થગિત કરી દીધી હતી. અમદાવાદ, હૈદરાબાદ, ઇન્દોર તરફ 50 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મુંબઈના પાલક મંત્રી એમપી લોઢા, રાહત અને પુનર્વસન મંત્રી અનિલ પાટીલ પણ હાજર હતા. બેઠકમાં સીએમ શિંદેએ જણાવ્યું હતું કે, “મુંબઈમાં ગઈકાલે રાતથી 300 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદી પાણીને દૂર કરવા માટે 200 વોટર પંપ અને 400 BMC પંપ સેવામાં મૂકવામાં આવ્યા છે. સેન્ટ્રલ અને હાર્બર લાઈનો પર ટ્રેનો ફરી શરૂ થશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝ સેના, નેવી અને એરફોર્સને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
સીએમ શિંદેએ લોકોને જરૂર પડે ત્યારે જ ઘરની બહાર નીકળવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, મુંબઈમાં સર્વત્ર ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તા પર જામ છે અને રેલ્વે લાઇન પરના ટ્રાફિકને પણ અસર થઈ છે. શિંદેએ કહ્યું કે રેલવે પ્રશાસન દ્વારા ટ્રેક પરથી પાણી હટાવવાનું કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં ટ્રાફિકને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મેં તમામ ઈમરજન્સી એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે. હું મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ પ્રશાસન અને ઈમરજન્સી સેવાઓને સહયોગ માટે અપીલ કરું છું.
હાઈટાઈડ દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ લોકોને મરીન ડ્રાઈવ વિસ્તારમાં આવતા અટકાવી રહી છે. ઉચ્ચ ભરતી દરમિયાન સમુદ્રમાંથી ઉછળતા મોજાઓની ઊંચાઈ 4.40 મીટર સુધીની હોઈ શકે છે. બપોરે 1:41 કલાકે 3.78 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. આજે રાત્રે 8:03 કલાકે નીચી ભરતી હશે, જે દરમિયાન દરિયાઈ મોજાની ઉંચાઈ 1.64 મીટર હશે. આ સાથે આવતીકાલે સવારે 7.25 કલાકે લો ટાઈડ દરમિયાન મોજાની ઉંચાઈ 0.96 મીટર રહેશે.
નવી દિલ્હી: ગુજરાતના સંગીત ગૌરવ સમાન એવા પદ્મશ્રીથી સન્માનિત ગાયક સ્વ. પંકજ ઉધાસની સ્મૃતિમાં એક ભવ્ય સંગીતમય કાર્યક્રમ રાજધાનીમાં યોજાયો. રવિવારની સાંજે શાહ ઓડિટોરિયમમાં “પંકજ ઉધાસના ગાયનમાં જીવનની ફિલસૂફી” શીર્ષક હેઠળ યોજાયેલ કાર્યક્રમને માણતાં શ્રોતાજનો મંત્રમુગ્ધ થયા હતા.
આ અવસરે મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના નોલેજ પાર્ટનર નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા (શિક્ષણ મંત્રાલય હેઠળ પ્રકાશન સંસ્થા)ના ડાયરેક્ટર યુવરાજ મલિક ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું, “પંકજ ઉધાસની ગઝલો આંખોં બંધ રાખીને સાંભળીએ તો એમની આંખો બોલતી દેખાશે. તેમણે જણાવ્યું કે ગઝલ ગાયકનો સ્વર ભારેખમ હોવો જોઈએ એ માન્યતાનું પંકજ ઉધાસે ખંડન કર્યું અને ગઝલ તથા ફિલ્મ ગીતમાં તેઓ સમાંતરે સફળ થયા.”
સીનેસંગીત ઇતિહાસકાર રાજીવ શ્રીવાસ્તવે પંકજ ઉધાસની જીવનકવન યાત્રાનો સુપેરે પરિચય આપ્યો. મંચ સંચાલન ડો. રચના વિમલે કર્યુ હતું. નવોદિત ગાયક મૃદંગ પટેલ, યોગેશ કુમાર અને પ્રતિભાવાન ગાયિકા અનુશ્રીએ સુંદર ગીતો રજૂ કર્યાં.
નેશનલ બુક ટ્રસ્ટના ગુજરાતી સંપાદક ભાગ્યેન્દ્ર પટેલે કહ્યું, “પંકજ ઉધાસની ગાયેલી કોઈપણ રચનામાં સહજતા, માધુર્ય અને સાંદર્ય મળે જ છે. પણ એમાં ઊંડાણમાં જીવનની કોઈ ને કોઈ ફિલસૂફી પણ અનુભવાય છે. તેમણે પંકજ ઉધાસની કેટલીક ગઝલો પણ રજૂ કરી હતી.”
આ પ્રસંગે હિતેશ અંબાણી, વિરાટ શાહ, કૌશિક પંડ્યા, નીતિન આચાર્ય, શિલ્પા મહેતા, નૃત્યગુરુ મીનુ ઠાકુર, ચિત્રકાર શૈલેષ સંઘવી, ક્ષમા સંઘવી વગેરે દિલ્હીવાસી અગ્રણી ગુજરાતીઓ અને હિન્દી કલા-સંસ્કૃતિના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન વાંસદા પાસેના ભીનાર ગામનાં વતની અને ત્રણ દાયકાથી દિલ્હી નિવાસી લતા ભાગ્યેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં શ્રી દિલ્હી ગુજરાતી સમાજ, ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્ર, ભારત ભારતી ગુજરાતી (દિલ્લી પ્રાંત) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનો સહકાર મળ્યો હતો.
DRDOની લાઈટ કોમ્બેટ ટેન્ક જોરાવર ચીનને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. ગુજરાતના હજીરામાં શનિવારે લાઇટ બેટલ ટેન્ક જોરાવરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. લાર્સન એન્ડ ટુબ્રો (L&T) લિમિટેડ અને DRDO દ્વારા સંયુક્ત રીતે વિકસિત, જોરાવર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાર ચીન સામે ટક્કર લેવા તૈયાર છે. તેને લદ્દાખમાં તૈનાત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.
ત્યારે જોરાવર લાઈટ ટેન્કના પરિક્ષણનો વિડીયો X (ટ્વીટર) હેન્ડલ પર રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી શેર કર્યો છે. જ્યારે વિડીયો શેર કરતા તેમને પોસ્ટ તેમણે લખ્યું કે “આ ટેન્ક લદ્દાખમાં ભારતીય શસ્ત્ર સેના દળોને મજબૂત બનાવવામાં આવી છે.”
The Defence Research and Development Organisation (DRDO) and Larsen & Toubro (L&T) introduced the homegrown light tank ‘Zorawar’ in Hazira, Gujarat.
This tank is designed to bolster the Indian armed forces positioned along the China border in Ladakh. pic.twitter.com/3ISxYJxGz3
DRDOના વડા ડૉ. સમીર વી કામતે શુક્રવારે ગુજરાતના હજીરામાં લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટ ખાતે પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. લદ્દાખના ઊંચાઈવાળા વિસ્તારો માટે બે વર્ષના રેકોર્ડ સમયમાં વિકસિત આ ટાંકી સ્વદેશી ઉત્પાદનમાં ભારતીય પ્રગતિનો પુરાવો છે. ઉલ્લેખનીય છે કે 2027 સુધીમાં આ ટેન્ક ભારતીય સીમા પર ચીનને જડબાતોડ જવાબ આપવા માટે તૈનાત કરવામાં આવશે. 25 ટનની જોરાવર એ પ્રથમ ટાંકી છે જે બે વર્ષના રેકોર્ડ સમયમાં ડિઝાઇન અને પરીક્ષણ કરવામાં આવી છે. આ ટાંકી પહાડોમાં પર ચડવા માટે સક્ષમ છે. આ ટેન્કનું નામ 19મી સદીના ડોગરા જનરલ ઝોરાવરસિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીએ સોમવારે આસામ અને મણિપુરની મુલાકાત લીધી હતી. તેમણે આસામમાં પૂરગ્રસ્ત વિસ્તારો અને રાહત શિબિરો અને મણિપુરમાં હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધી મણિપુર પહોંચે તે પહેલા ત્યાંના જીરીબામ વિસ્તારમાં ભારે ગોળીબાર થયો હતો. લગભગ સાડા ત્રણ કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધીનો પૂર્વોત્તરનો આ પ્રથમ પ્રવાસ છે.
LoP Shri @RahulGandhi visits the relief camp at Phubala High School in Moirang, where he meets victims of the Manipur violence and offers support during these challenging times.
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે આસામ અને મણિપુરના પ્રવાસે છે. તેમણે સિલચરથી પ્રવાસની શરૂઆત કરી હતી. અહીં તેઓ પૂર પીડિતોને મળ્યા હતા. યુથ કેર સેન્ટર થલાઈ ખાતે રાહત શિબિરની મુલાકાત લીધી. આસામ પ્રવાસ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન બોરાએ રાહુલ ગાંધીને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું અને આસામમાં બારમાસી પૂરનો મુદ્દો સંસદમાં ઉઠાવવા વિનંતી કરી હતી.
नेता विपक्ष श्री @RahulGandhi ने चुराचांदपुर के राहत शिविर में मणिपुर हिंसा के शरणार्थियों से मुलाकात की।
આ પછી રાહુલ મણિપુર પહોંચ્યા. અહીં તેમણે જીરીબામ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે રાહત શિબિરની મુલાકાત લીધી હતી. આ પછી તેઓ ઇમ્ફાલ પહોંચ્યા. તેઓ અહીં રાહત શિબિરોની મુલાકાત લેશે અને સાંજે મણિપુરના રાજ્યપાલને મળશે. આ સિવાય પીસીસીના નેતાઓને મળશે. લોકસભા ચૂંટણીમાં સમર્થન બદલ જનતાનો આભાર માનશે. કોંગ્રેસે મણિપુરની બંને બેઠકો જીતી હતી.
અમદાવાદ: MICAના સેન્ટર ફોર ડેવલપમેન્ટ મેનેજમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન (CDMC) ખાતે તાજેતરમાં બિહાર સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગના નવા નિમાયેલા અધિકારીઓ માટે ‘ઈફેક્ટિવ કોમ્યુનિકેશન એન્ડ મીડિયા મેનેજમેન્ટ’ પર પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બિહાર ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (BIPARD) અને MICAના CDMC વિભાગે સાથે મળીને પાંચ દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં 27 નવા નિમાયેલા અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી. આ 27 અધિકારીઓ BIPARDના બીજા ફાઉન્ડેશન કોર્સનો ભાગ છે.CDMCના પ્રો. મનીષા પાઠક શેલત અને પ્રો. રુચિ તિવારીએ તાલીમ કાર્યક્રમ વિશે જણાવ્યું કે, “અમને કેરળ, પંજાબ,ઓડિશા, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને, ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્ય સરકારો માટે પસંદગીનું કેન્દ્ર બનવાનો આનંદ છે. CDMC દ્વારા ડિઝાઇન કરાયેલ દરેક કેપેસિટી બિલ્ડિંગ સેશન સાથે અમારી ક્ષમતા અને આત્મવિશ્વાસ વધે છે. પરિણામે અમે અમારા હાલના પાર્ટનર રાજ્યોને વિષયોની વધુ ઊંડી અને નવીનત્તમ માહિતી આપી શકીએ છીએ.પાંચ-દિવસીય કાર્યક્રમમાં ઈમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન એન્ડ ક્રિટિકલ થિંકીંગ, ઓડિયન્સ સેન્ટ્રીસીટી એન્ડ મીડિયા મેનેજમેન્ટ, કન્વર્ટ ઈન્ફોર્મેશન ટુ કોમ્યુનિકેશન અને ઈન્ફોર્મેશન મેનેજમેન્ટ દ્વ્રારા સોશિયલ મીડિયા અને ટ્રેડિશનલ ચેનલ્સ જેવાં વિષયોનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલાં બિહાર સરકારના અધિકારીઓએ રાજ્ય સરકારના માહિતી વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
નૂપુર ઝા કે જેઓ બિહાર સરકારના સામાન્ય વહીવટી વિભાગમાં મદદનીશ નિયામક – પબ્લિક રિલેશન્સ છે તેમણે પોતાનો અનુભવને શેર કરતા કહ્યું હતું કે, “આજ-કાલ મીડિયા બહુ જ ડાયનેમિક થઈ ગયું છે. રોજેરોજની પોસ્ટ માટેની પણ સ્ટ્રેટજી બનાવવી પડે છે. મીડિયામાં ઠલવાતા કેન્ટેન્ટમાં નવું શું છે, જૂનું શું છે, સાચું શું છે, ખોટું શું છે, શું ધ્યાન ખેંચશે અને કઈ પોસ્ટ કરવાથી જૂની વસ્તુ રિકોલ થશે તે જાણવું જરૂરી છે. MICA એ એક એવી જગ્યા છે જ્યાં અમે શીખ્યા કે વાસ્તવિક સંચાર દૃશ્યોમાં સિદ્ધાંતનો ઉપયોગ કેવી રીતે થાય છે. આ તાલીમથી અમને મીડિયાના નવા માધ્યમો, પરંપરાગત માધ્યમો અને કમ્યુનિકેશન ઈન જનરલ વિષય વિશે જાણવા મળ્યું.”
વિનીત કુમાર સિંહા કે જેઓ બિહાર સરકારના ગૃહ વિભાગમાં મદદનીશ નિયામક કમ જિલ્લા જનસંપર્ક અધિકારી છે તેમણે જણાવ્યું કે, “હાલના સમયમાં આપણે સૌ બ્રાન્ડિંગ અને ન્યૂ મીડિયાના મહત્વને નકારી શકતા નથી. MICA દ્વારા આયોજિત પાંચ-દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમે બ્રાન્ડિંગ ટેક્નિક, મીડિયા મેનેજમેન્ટ અને નવા મીડિયાના વપરાશ વિશેના ઝીણા પાસાઓ શીખવામાં મદદ કરી.”
નવી દિલ્હીઃ કોંગ્રેસે દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીની વિરુદ્ધ ફરી એક વાર મોરચો ખોલ્યો છે. રાજ્યના ટોચના પદાધિકારીઓએ હાલમાં પૂરી થયેલી ચૂંટણીમાં પાર્ટીની હાર માટે આપને જવાબદાર ઠેરવી છે, એમ કોંગ્રેસનાં સૂત્રોના હાલેથી મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં સત્તારૂઢ પાર્ટીની વિરુદ્ધ કોંગ્રેસનું આકરું વલણ કોંગ્રેસની એ જાહેર ઘોષણા પછી આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હી, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કેજરીવાલની પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે પંજાબમાં કોઈ ઇન્ડિયા ગઠબંધન નથી. હરિયાણામાં અમે લોકસભા ચૂંટણીમાં આપને એક સીટ આપી હતી, પણ મને નથી લાગતું કે વિધાનસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન થશે. આપ પાર્ટીએ પણ કહ્યું હતું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સાથે ગઠબંધન નહીં થાય.
કોંગ્રેસી ઉદિતરાજ લાલઘૂમ
દિલ્હી લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર ઉદિત રાજ હારી જવાથી ગુસ્સામાં છે અને તેમણે પણ હાર માટે કોંગ્રેસ નેતાઓ અને આમ આદમી પાર્ટીના વિધાનસભ્યોને જવાબદાર ઠેરવ્યા છે. કોંગ્રેસ પાર્ટી એ જ લોકોને પ્રમોટ કરી રહી છે, જેને કારણે ઉત્તર પશ્ચિમી લોકસભા સીટ પર હાર થઈ, એમ તેમણે કહ્યું હતું.
આપ પાર્ટીના વિધાનસભ્યોની મંછા પર સવાલ કરતાં તેમણે કહ્યું હતું કે વિધાનસભ્યોએ એક સમજ વિકસિત કરી હતી કે કોંગ્રેસ પર આપ પાર્ટીના મત વધ્યા તો ઝાડુને મત નહીં મળે. તેમણે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી હતી અને ઇન્ડિયા ગઠબંધનની અવગણના કરી હતી. તેમણે પોતાની અસુરક્ષાને કારણે કોંગ્રેસને મત ના આપવા દીધા, એમ તેમણે કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે દિલ્હીમાં અનેક કોંગ્રેસ છે, સ્થાનિકોની અલગ કોંગ્રેસ છે, રાહુલ ગાંધી અને ખડગેની અલગ કોંગ્રેસ છે. અમારા લોકોમાં જ આંતરકલહ છે, જેને કારણે મને હરાવવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યમાં વાહન વ્યવહાર કચેરી દ્વારા લર્નિગ લાયસન્સના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર લર્નિગ લાયસન્સ મેળવવાના નિયમો હળવા કરવામાં આવ્યા છે. વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડી નિયમો ફેરફારની જાહેર કરવામાં આવી છે. નવા નિયમ અનુસાર, હવેથી પરીક્ષા 15માંથી 9 પ્રશ્નોના સાચા હશે તો પણ લર્નિંગ લાયસન્સ મળશે.
ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં હવે નવા લર્નિગ લાયસન્સ મેળવનાર ઉમેદવારોને પરિક્ષામાં માત્ર 15 માંથી 9 પ્રશ્નનો સાચો જવાબ આપવાનો રહેશે. જ્યારે આ અગાઉ લર્નિગ લાયસન્સ માટે પરિક્ષામાં 15 માંથી 11 પ્રશ્નોના ઉત્તર સાચા આપવાનો નિયમ હતો. ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જણાવાયું કે, લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ-૧૫ પ્રશ્નોમાથી ૧૧ પ્રશ્નોના સાચા જવાબ આપ્યુંથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવાની પદ્ધતિ અમલમાં છે. જે અંગે સંદર્ભદર્શિત બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તા.૦૧/૦૭/૨૦૨૪ ના પત્રથી મળેલ અનુમોદન મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો, ૧૯૮૯ ના નિયમ-૧૧(૪) અનુસાર, હવેથી ૧૫ પ્રશ્નોમાંથી ૯ પ્રશ્નોના સાચા જવાબ આવ્યેથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવા જણાવવામાં આવે છે. સદર બાબતની જાણ આપની લર્નિંગ લાયસન્સની કામગીરી કરતી તાબાની કચેરીઓમાં કરવા જણાવવામાં આવે છે. આ ફેરફાર કરવા પાછળનો હેતુ ઓછું ભણતર ધરાવતા અથવા સારી રીતે વાંચી ન શક્તા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન તેમની ડ્રાઇવિંગ કુશળતા દર્શાવીને લર્નિંગ લાયસન્સ મેળવવામાં મદદ કરવાનો છે.
રશિયાએ સોમવારે યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કર્યો હતો. આ હુમલો યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે. આ હુમલો બાળકોની હોસ્પિટલ તેમજ ઘણા રહેણાંક વિસ્તારની મોટી ઈમારતો પર કરવામાં આવ્યો છે. સાત બાળકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે ક્રિવી રીહ શહેરમાં અન્ય હુમલામાં 10 લોકો માર્યા ગયા હતા. રશિયાએ 40 થી વધુ મિસાઈલો વડે યુક્રેનના પાંચ શહેરોને નિશાન બનાવ્યા.
ઝેલેન્સકીએ કહ્યું કે મૃતકોની સંખ્યા કહી શકાય નહીં. હાલમાં બાળકોની હોસ્પિટલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને પણ શોધવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે કાટમાળ નીચે દટાયેલા લોકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. યુક્રેનના ગૃહ પ્રધાન ઇહોર ક્લિમેન્કોએ જણાવ્યું હતું કે સોમવારે થયેલા હુમલામાં દેશભરમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા અને લગભગ 50 લોકો ઘાયલ થયા હતા.
રશિયન હુમલાઓને રોકવા માટે આખું વિશ્વ એક સાથે આવ્યું
સોશિયલ મીડિયા પર માહિતી આપતા ઝેલેન્સકીએ કહ્યું કે ફરી એકવાર યુક્રેન પર મોટા પાયે મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. વિવિધ શહેરો પર વિવિધ પ્રકારની 40 થી વધુ મિસાઈલો છોડવામાં આવી છે. એપાર્ટમેન્ટ બિલ્ડીંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાળકોની હોસ્પિટલને સંપૂર્ણપણે નુકસાન થયું હતું. તેમણે વધુમાં કહ્યું કે, સમગ્ર વિશ્વએ રશિયન હુમલાઓને રોકવા માટે તેના સંપૂર્ણ સંકલ્પનો ઉપયોગ કરવો જોઈએ. ફક્ત સાથે જ આપણે વાસ્તવિક શાંતિ અને સલામતી લાવી શકીએ છીએ.
નવી દિલ્હીઃ સંદેશખાલી મામલામાં પશ્ચિમ બંગાળને મોટો આંચકો લાગ્યો છે. રાશન કૌભાંડ, યૌન ઉત્પીડન અને જમીન હડપવાના મામલે કોલકાતાના આદેશને પડકારનારી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે 42 કેસોને CBIને ટ્રાન્સફર કરવાના હાઇકોર્ટના ચુકાદાને યથવત્ રાખ્યા છે.
સંદેશખાલી મામલામાં કોલકાતા હાઇકોર્ટ દ્વારા CBI તપાસ કરાવવાના નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચેલી રાજ્ય સરકારની અરજી પર સુનાવણી થઈ હતી. પશ્ચિમ બંગાળની સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે 43 FIR રાશન કૌભાંડમાં દાખલ કરવામાં આવી છે. રાજકીય કારણોસર એને વધારીને બતાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મમતા સરકારને પૂછ્યું હતું કે રાજ્ય સરકાર કેમ કોઈને બચાવવાના પ્રયાસ કરી રહી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોલકાતા હાઇકોર્ટની ટિપ્પણીઓને તપાસ પ્રભાવિત નહીં થાય. આ મામલે સુનાવણી કરતાં કલકત્તા હાઇકોર્ટે મમતા સરકારને આંચકો આપતાં સંદેશખાલી કેસની CBI તપાસ કરવાનો ચુકાદો આપ્યો હતો અને કહ્યું હતું કે તપાસની નિગરાની ખુદ કલકત્તા હાઇકોર્ટ કરશે. આ ચુકાદાની વિરુદ્ધ મમતા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.
શું છે સંદેશખાલી કેસ?
CBI સંદેશખાલીમાં પાંચ જાન્યુઆરીએ EDના અધિકારીઓ પર થયેલી હુમલાની તપાસ કરી રહી છે. TMC નેતા શેખ શાહજહાંના ઘરે રાશન કૌભાંડ દરોડા પાડીને ED અધિકારીઓ પર ભીડે હુમલો કરી દીધો હતો. આરોપ છે કે શાહજહાં શેખના ઇશારે તપાસ એજન્સીના અધિકારીઓ પર હુમલો કર્યો હતો. શાહજહાં અને તેના સાથીઓએ મહિલા ઉત્પીડન અને જમીન હડપવાના પણ આરોપ છે. વિવાદ વધતાં TMCએ શાહજહાંને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.