Home Blog Page 1673

અનંત-રાધિકા વેડિંગ: વહુઓ અને સાસુ નીતા અંબાણી વચ્ચે જામ્યો રંગ

મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જોકે, લગ્નના ફંક્શનો શરૂ થઈ ગયા છે. અંબાણી પરિવારમાં લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. દરેક લોકો લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. તેની શરૂઆત મામેરુની વિધિથી થઈ હતી અને હવે સંગીત સેરેમની પણ કરવામાં આવી છે. એટલું જ નહીં ગઈકાલે ગ્રહ શાંતિ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હજુ ઘણા કાર્યક્રમો યોજવાના બાકી છે, જેની સુંદર ઝલક સામે આવતી રહેશે, પરંતુ આ દરમિયાન સંગીત કાર્યક્રમનો એક વિડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અંબાણી પરિવારની મહિલાઓની સુંદર સ્ટાઈલ જોઈ શકાય છે.અંબાણી વહુઓ પરંપરાગત પોશાક પહેરીને પોતાની સ્ટાઈલ બતાવી રહી છે. વીડિયોમાં ઈશા અંબાણી પણ જોવા મળી રહી છે. આ વીડિયોમાં લેડિઝ વચ્ચે ખાસ બોન્ડ જોવા મળે છે.

અંબાણી મહિલાઓ અદ્ભુત ડાન્સ કરતી જોવા મળી

તાજેતરમાં સામે આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે નીતા અંબાણી, શ્લોકા મહેતા, રાધિકા મર્ચન્ટ અને ઈશા અંબાણી એકસાથે જોવા મળે છે. ચારેય એક સાથે નૃત્ય કરી હરખ વ્યક્ત કરી રહ્યા છે. વીડિયોમાં તમે તેને ‘ડ્રામા ક્વીન’ ગીત પર ડાન્સ કરતા જોઈ શકો છો. દરેકના અભિવ્યક્તિ આશ્ચર્યજનક લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

અંબાણી લેડિઝ ગીત પર આકર્ષિત અને ગ્રેસફુલી ક્લાસિકલ મૂવ્સ કરી રહ્યાં છે. એટલું જ નહીં નીતા અંબાણી આકર્ષણનું કેન્દ્ર છે. દરેકના પોશાક ગુલાબી રંગના જુદા જુદા ટોનમાં છે. તમામ પર મિરર અને સ્ટોન વર્ક કરવામાં આવ્યું છે. નીતા અને ઈશા અંબાણીએ ભારે લહેંગા પહેર્યા છે, જ્યારે શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટે ક્રોપ ટોપ અને સ્કર્ટ સાથે ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો છે. ચારેયનો અંદાજ ખુબ જ સોહામણો જોવા મળે છે.

આ દિવસે લગ્ન થશે

ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે અંબાણી લેડીઝનો ચાર્મ અલગ જ દેખાય છે.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈ, 2024ના રોજ Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સાત ફેરા લેશે. એટલું જ નહીં, આ કાર્યક્રમ 13 જુલાઈ અને 14 જુલાઈએ પણ ચાલુ રહેશે. લગ્ન સમારોહમાં બોલીવુડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સ ભાગ લેશે. આ ખાસ પ્રસંગ પહેલા ઘણી બધી ધાર્મિક વિધિઓ જોવા મળશે.

આ ધીરૂભાઇ પાસે હાથ નથી, પણ હામ છે…

કુદરતે આપેલી લાચારીથી નિરાશ થયા વગર તેનો હિંમતથી સામનો કરવાવાળા અનેક દિવ્યાંગજનો આજે સમાજમાં ઉદાહરણરૂપ બન્યા છે. તેમાંના જ એક છે પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામના રહેવાસી ધીરૂભાઈ કાંતિભાઈ ઠાકોર. 24 વર્ષીય ધીરૂભાઈને જન્મજાત બંન્ને હાથે વિકલાંગતા છે. બંને હાથ કાંડાથી જ વળેલા હતા. નાનપણમાં તેમના માટે હાથથી કોઈપણ વસ્તુ પકડવી અશક્ય લાગતી હતી. પરંતુ માતાના સ્નેહ અને પરિવારના સહયોગથી આજે તેમણે દરેક અશક્ય કામને શક્ય બનાવ્યું છે.

 

વ્યક્તિ મનથી મજબૂત હોય તો સંઘર્ષ સાથે સતત પ્રયાસ કરી તે પોતાની ઈચ્છા મુજબનું કામ કરી શકે છે. ધીરૂભાઈની માતાની ઈચ્છા હતી કે તેઓ ભણે એટલે તેમણે પોતાના ત્રણ દીકરાઓમાંથી સૌથી મોટા ધીરૂને શાળાએ મૂક્યો. નાનકડા ધીરૂએ મજબૂત મને સતત કાંડાની મદદથી આંગળી વચ્ચે પેન ભરાવી પ્રયાસોથી અંતે જાતે જ લખાણ લખવાનું શીખી લીધું. આજે તેણે પ્રાથમિક, માધ્યમિક બાદ સેનેટરી ઈન્સપેક્ટરનો ડિપ્લોમા સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હવે B.A. કરવાની ઈચ્છા ધરાવે છે. જેની માટે તેઓ કોલેજમાં પ્રવેશ લઈ રહ્યા છે. ધીરૂભાઈએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પણ શાળા દ્વારા આપવામાં આવતા રાઈટર્સની ના પાડીને જાતે જ પરીક્ષામાં પેપર લખીને સારા ટકા સાથે બોર્ડની પરીક્ષા પાસ પણ કરી છે. આ ઉપરાંત તેઓ રોજિંદા જીવનના દરેક કામો પણ પોતાના બંને કાંડાના સહારે કરીને આત્મનિર્બર જીવન જીવી રહ્યા છે.

સામાન્ય પરિવારમાંથી આવતા ધીરૂભાઈના વિચારો ખુબ જ ઉમદા છે. તેમના પિતા ખેડૂત અને માતા ગૃહિણી છે. બે નાના ભાઈઓમાંથી એક પિતાને ખેતીમાં મદદ કરે છે. જ્યારે બીજો ભાઈ ગ્રેજ્યુએટ થઈને આગળના અભ્યાસ પર ધ્યાન આપી રહ્યા છે. ધીરૂભાઈનું માનવું છે કે પરિવારના સપોર્ટથી તેઓ આજે વિકલંગતાની સાથે એક ખાસ મુકામ પર પહોંચ્યા છે. પરંતુ સમાજમાં એવાં અનેક વિકલાંગો છે જેઓ પાસે મનોબળ તો હોય છે પરંતુ તેમના હક અને સરકાર દ્વારા આપવામાં આવતી મદદો વિશે માહિતી હોતી નથી. ધીરૂભાઈ તેમના જેવાં બીજા વિકલાંગો માટે હાલમાં મદદનું કામ પણ કરે છે. જો કોઈને દિવ્યાંગતા સર્ટિફિકેટ ક્યાંથી મેળવવું, સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ કે યોજનાઓ વિશેની માહિતી તેઓ બીજા વિકલાંગોને આપે છે. તેઓ હજુ જીવનમાં વધુ ભણવા માંગે છે અને મહેનત કરી સરકારી નોકરી મેળવવાની ઈચ્છા ધરાવે છે. તેમને વિશ્વાસ છે કે તેઓ ચોક્કસથી પોતાની મહેનત દ્વારા એક દિવસ સારામાં સારી નોકરી મેળવશે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

ચોમાસાને લઈ હવામાન વિભાગની આગાહી..

રાજ્યમાં સહિત દેશમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે આગમી સપ્તાહમાં વરસાદ કેવો રહેશે, તેને લઈ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ વર્ષે ચોમાસું વહેલું આવી અનુકુળ પરિસ્થિતિ ના હોવાને લઈ ચોમાસું થંભી ગયું હતું. જ્યારે સામાન્ય રીતે આ વર્ષે ચોમાસુ થોડું નબળી શરૂઆત થઈ છે. હાલના સમયમાં રાજ્યમાં ચોમાસાએ બરાબર જમાવટ લીધી છે. અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે  રાજ્યમાં 8-9 જુલાઇ માટે આગાહી કરવામાં આવી છે.

ક્યાં વિસતારમાં થશે ધીમી ધારે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસમાં કેટલાક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાય શકે છે. આજે વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 9 જુલાઈના રોજ મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદની શક્યતા ઓછી રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઝાપટા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ-પશ્વિમ દિશામાંથી 10-20 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 10 જુલાઇએ કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે 11 જુલાઇએ વાદળછાયું વાતાવરણ યથાવત્ રહેશે. 12 જુલાઇએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં 30.21 ટકા, કચ્છમાં 25.63 ટકા, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 25.44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 14.97 ટકા અને ઉત્તર ગુજરાતમાં 15.66 ટકા વરસાદ નોંધાયો છે.

 

બજેટમાં સરકાર આયુષ્માન ભારતની મર્યાદા બમણી કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ સરકાર આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના વિશે આગામી ત્રણ વર્ષોમાં સારવારમાં મળતી વીમા રકમ બે ગણી કરવા પર વિચાર કરી રહી છે. એમાં 70 વર્ષથી વધુ વયના બધા લોકોને પ્રારંભમાં આ યોજનાના દાયરામાં લાવવામાં આવશે અને વીમા કવરેજને વધારીને રૂ. 10 લાખ વાર્ષિક કરવામાં આવશે.

સરકારના આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો સરકારની તિજોરી પર પ્રતિ વર્ષ રૂ. 12,076 કરોડથી વધારાનો ખર્ચ આવશે. હાલ આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજનાની કવરેજ રકમની મર્યાદા રૂ. પાંચ લાખ છે.આ પ્રસ્તાવો અથવા એના કેટલાક ભાગોની ઘોષણા આ મહિનાના અંતમાં રજૂ થનારા બજેટમાં કરવામાં આવે એવી શક્યતા છે. વચગાળાના બજેટમાં  સરકારે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) માટે ફાળવણી વધારીને રૂ. 7200 કરોડ કરી હતી. જે  12 કરોડ પરિવારોને માધ્યમિક અને તૃતીય દેખભાળ હોસ્પિટલમાં દાખલ થનારા પ્રતિ પરિવાર પ્રતિ વર્ષ રૂ. 10 લાખનું આરોગ્યનું કવર પ્રદાન કરે છે, જ્યારે આયુષ્માન ભારત આરોગ્ય ભારત મિશન માટે રૂ. 646 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના અધિવેશનને સંબોધિત કરતાં કહ્યું હતું કે 70 વર્ષથી વધુ વયના બધા સિનિયર સિટિજન્સને પણ હવે આયુષ્માન ભારત યોજના હેઠળ કવર કરવામાં આવશે, જેથી તેમને મફત યોજનાનો લાભ મળશે. આ યોજનામાં 70 વર્ષથી વધુ વયના લોકોએ મળીને આશરે 4-5 કરોડ ઔર લાભાર્થી સામેલ છે.

આયુષ્માન ભારત-PMJAY માટે રૂ. પાંચ લાખની મર્યાદા વર્ષ 2018માં નક્કી કરવામાં આવી હતી. હવે, મોંઘવારી અને ટ્રાન્સપ્લાન્ટ સહિતની અન્ય મોંઘી સારવારના કિસ્સામાં પરિવારોને રાહત આપવાના ઉદ્દેશથી આ યોજના હેઠળ ઉપલબ્ધ કવરેજ મર્યાદાને બમણી કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.

ફ્રાંસમાં રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોની પાર્ટીની હારઃ દેશમાં હિંસા ફેલાઈ

પેરિસઃ બ્રિટનની સત્તા બદલ્યા પછી જનતાએ ફ્રાંસમાં પણ તખતાપલટો કરી દીધો છે. ફ્રાંસમાં રવિવારે થયેલી સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોની પાર્ટી હારી ગઈ છે. ચૂંટણી પંચના ડેટા મુજબ કુલ 577 સીટો પર મતદાન થયું હતું, એમાંતી ડાબેરીઓની ન્યુ પોપ્યુલર ફ્રંટ ગઠબંધનને 82 સીટો મળી હતી. બાજા ક્રમને ઇમાન્યુઅલ મેક્રોની રેનેસાંની પાર્ટીને માત્ર 163 સીટો મળી હતી. દક્ષિણપંથી નેશનલ રેલી ગઠબંધનને 143 સીટો મળી હતી. ત્રણ મોટી પાર્ટીમાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમતી હાંસલ નહોતી થઈ. ફ્રાંસમાં બહુમત માટે 289 સીટો જીતવી જરૂરી છે. કોઈ પણ પાર્ટીની પાસે બુહમત નથી એવામાં ફ્રાંસમાં ગઠબંધનની સરકાર બનવી એ નક્કી છે.

ચૂંટણી પરિણામો આવ્યા બાદ હારની જવાબદારી લેતાં વડા પ્રધાન ગેબ્રિયલ અટ્ટલે રાજીનામું આપવાની ઓફર કરી છે. તેમણે કહ્યું હતું કે  જ્યાં સુધી નવા વડા પ્રધાન નહીં બને ત્યાં સુધી તેઓ વડા પ્રધાન રહેશે. અમારી પાસે બહુમતી નથી તેથી હું મારું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપીશ, એમ તેમણે કહ્યું હતું. પરિણામો બાદ હિંસા ફાટી નીકળી હતી. દક્ષિણપંથી નેશનલ રેલીના લોકો રસ્તા પર આવી ગયા અને વિરોધ કરવા લાગ્યા. પોલીસે પેરિસમાં ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.

ચૂંટણી પરિણામો બાદ હિંસા

ડાબેરી ગઠબંધનને વધુ બેઠકો મળવાને કારણે રાજધાની પેરિસ સહિત સમગ્ર દેશમાં હિંસા ફાટી નીકળી હતી. પરિણામ આવ્યા બાદ વિરોધીઓ રસ્તા પર ઊતરી આવ્યા અને હિંસા શરૂ કરી દીધી. એક વિડિયોમાં પ્રદર્શનકારીઓ આગચંપી કરતા જોવા મળી રહ્યા છે. હિંસાને જોતાં દેશભરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દેશનાં વિવિધ સ્થળોએ વિરોધીઓ દ્વારા હિંસા કરવામાં આવી હતી. હિંસા બાદ ભીડને વિખેરવા માટે પોલીસે અનેક સ્થળોએ ટિયર ગેસના શેલ છોડ્યા હતા, એમ ફોક્સ ન્યૂઝનો અહેવાલ કહે છે.

મુંબઈમાં ભારે વરસાદ, ટ્રેન વ્યવસ્થા ખોરવાઈ, લોકોને હાલાકી

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થઈ ગયુ છે. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ સહિત ઉપનગરોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદાને કારણે મુંબઈવાસીઓની જીવન વ્યવસ્થા ખોરવાઈ છે. તેમજ ધોધમાર વરસાદને કારણે અનેક સમસ્યાઓ ઉભી થઈ છે. શહેરમાં ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે.

રવિવારે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં ઘણી લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ લોકલ સેવાઓ ધીમી ગતિએ ચાલી રહી છે. જેના કારણે સવારે મુંબઈગરાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. થાણે, વસઈ, પાલઘર, રાયગઢ, કોલ્હાપુરી, સાંગલી, ઘાટકોપર અને કુર્લા સહિતના કેટલાક એરિયામાં ટીમ સ્થાયી છે.

– મધ્ય રેલવે પર કર્જત-ખોપોલી, કસારાથી સીએસએમટી લોકલ માત્ર થાણે સુધી જ ચાલે છે અને તેને આગળ રદ કરવામાં આવી છે.
– ભાંડુપ સ્ટેશન પર રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે મધ્ય રેલવે લાઇનને અસર થઇ છે.
– કુર્લા-માનખુર્દ સ્ટેશન પર રેલવે ટ્રેક પર પાણી જમા થવાને કારણે હાર્બર રૂટ પરની લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.
– વડાલામાં પાણી ભરાવાને કારણે ગોરેગાંવ-સીએસએમટી લોકલને આગલી સૂચના સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી 3-4 દિવસ સુધી મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડમાં 8 જૂલાઈથી 10 જૂલાઈ સુધી ધોધરમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મુંબઈમાં છેલ્લા પાંચ કલાકમાં (બપોરે 12 થી 5 વાગ્યા સુધી) ભારે વરસાદ થયો

કયા સ્થળે કેટલો મીમી વરસાદ?
સાન્તાક્રુઝ 161
ચેમ્બુર 157
મીરા રોડ 151
મુલુંડ 143
વિલે પાર્લે 138
દહિસર 128
ગોરેગાંવ, માટુંગા, વડાલા 125
મેરોલ 124
કાંદિવલી, અંધેરી 120
ભાંડુપ 115
કુર્લા, મરીન ડ્રાઈવ 101
દાદર 96

નસીબની કોને જરૂર છે!

સદગુરુ: જે લોકો નસીબ ઉપર આધાર રાખે છે, તેમની નજર હંમેશા સ્થળો, ચીજવસ્તુઓ, પથ્થરો અને માળા-મણકા પર રહે છે – શુકનિયાળ જૂતાં, શુકનિયાળ સાબુ, શુકનિયાળ આંકડા – આવું બધું. નસીબ પર મદાર રાખવાની અને કામ થવાની રાહ જોઈને બેસી રહેવાની આ પ્રક્રિયામાં, લોકો તેમના માટે જે ચીજોનું સરળતાથી સર્જન કરી શક્યા હોત, તે સઘળું ગુમાવી દીધું.

જીવનના દરેક પાસાં સાથે, આ કામ તમારે કરવાનું રહે છે. તમારી શાંતિ અને તમારી અશાંતિ તમારૂં કામ છે. તમારી બુદ્ધિમત્તા અને તમારી મૂર્ખામી તમારૂં કામ છે. તમારો આનંદ અને દુઃખ તમારૂં કામ છે. તમારામાં રહેલો દુષ્ટાત્મા અને ઈશ્વર તમારૂં કામ છે.

તમે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની શકો કે નહીં તે અમે નથી જાણતા, પણ જો તમે ઈચ્છો, તો તમે પરમ સુખી અને અતિ આનંદિત વ્યક્તિ બની શકો છો. આપણે સૌ આ ક્ષમતા ધરાવીએ છીએ – આપણને કોઈ નસીબની જરૂર નથી. આ ક્ષમતાનો પણ સવાલ નથી. આ કેવળ ઈચ્છાશક્તિ ધરાવવાનો અને સંવેદનશીલ હોવાનો સવાલ છે અને આપણાંમાંની દરેક વ્યક્તિ તેટલી સૂઝ ધરાવે છે. આપણે ન્યૂક્લિઅર રિએક્ટરનું નિર્માણ કરવા જેટલી બુદ્ધિશક્તિ ભલે ન ધરાવતાં હોઈએ, પણ આપણે સૌ અંદરથી પ્રસન્નતા સાથે જીવવા પૂરતી સૂઝ જરૂર ધરાવીએ છીએ. અને, બાહ્ય કાર્યની દ્રષ્ટિએ આપણે જે પણ અન્ય ક્ષમતાઓ ધરાવતાં હોઈએ, તે પણ ત્યારે જ પૂર્ણ અભિવ્યક્તિ મેળવી શકે, જ્યારે તમે શાંતિપૂર્ણ અને આનંદિત હોવ. અન્યથા, તમારી સર્વાધિત મૂળભૂત ક્ષમતાઓ પણ બાહ્ય જગતમાં અભિવ્યક્તિ મેળવશે નહીં.

તમારી ઊર્જાઓને તેમની પૂર્ણ ક્ષમતાઓ સાથે અભિવ્યક્ત થવા દેવાને બદલે, યોગ્ય પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી શકે તે રીતે આપણી આસપાસ જરૂરી આંતરિક અને બાહ્ય વાતાવરણનું સર્જન કરવાને બદલે, આપણે હંમેશા એવી કોઈ અન્ય બાબત તરફ નજર દોડાવતાં રહીએ છીએ, જે આપણા માટે એવા કાર્યો કરી શકે. આજે, સવારથી સાંજ સુધી, તમારા માટે અંદર જે થયું, તે ચોક્કસપણે તમારૂં કરેલું છે.

આજે, તમારૂં તમારી આસપાસનાં લોકો સાથે જેટલું ઘર્ષણ થયું, તેનો આધાર તમે પરિસ્થિતિને સમજવામાં તથા તમારી આસપાસનાં લોકોને – તેમની મર્યાદાઓને અને તેમની અંદરની શક્યતાઓને સમજવા પ્રત્યે કેટલા અસંવેદનશીલ રહ્યા છો, તેના પર છે. આ દિવસે ગ્રહો કઈ સ્થિતિ ધરાવે છે કે પછી તમે કઈ શુકનવંતી ચીજ ધારણ કરી હોઈ શકે છે તે નિઃશંકપણે નક્કી નથી. આ બાબત રહેલો – તમે કેટલી સંવેદનશીલ રીતે, બુદ્ધિશાળી રીતે અને કેટલી સભાનતા સાથે તમારી આસપાસના જીવનને જુઓ છો અને તેના પ્રત્યે કેવો વ્યવહાર કરો છો, તેના પર નિર્ભર કરે છે.

આધ્યાત્મિક પ્રક્રિયાના મૂળભૂત સિદ્ધાંતો આપણી ઊર્જાઓને એ રીતે સુગ્રથિત કરવા માટે છે, જેથી ચીજો, લોકો અને પરિસ્થિતિઓ આપણાં જીવનને હવે પછી માર્ગદર્શિત ન કરે. આપણી નિયતિનું સર્જન આપણી બહાર નથી થયું. આપણી નિયતિ આપણી અંદર જ નિર્મિત થઈ છે – એવી રીતે બનવા માટે કે જેથી જીવન, મૃત્યુ અને તેનાથી આગળની પ્રક્રિયા એક સચેત પ્રક્રિયા બની રહે, તે અસ્તિત્વનાં અન્ય બળોને આધીન નથી. તમે જે છો તેના સ્રોત બનો છો. તમે તમારી સાથે જે બને છે તે સર્વસ્વનો આધાર બનો છો અને બાહ્ય પ્રભાવોથી મુક્ત થાઓ છો.

જ્યારે હું ‘બાહ્ય’ શબ્દનો ઉપયોગ કરૂં છું, ત્યારે હું કેવળ બહારની દુનિયા કે લોકો વિશે વાત નથી કરી રહ્યો, બલ્કે તમારો દેહ અને તમારૂં દિમાગ સુદ્ધાં તમારા માટે બાહ્ય છે. હવે, જો તમારૂં શરીર અને દિમાગ સુદ્ધાં તમને પ્રભાવિત ન કરતું હોય, તો પછી પૃથ્વી કે તેની પાર એવી કોઈ શક્તિ નથી જે તમને આ માર્ગ કે પેલા માર્ગ તરફ ખેંચી શકે. જે પણ માર્ગ તમે ઈચ્છો, જે પણ રીતે તમારૂં અસ્તિત્વ ટકે, તે જ રીતે સઘળું આકાર પામે છે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

રાશિ ભવિષ્ય 08/07/2024 થી 14/07/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

અંગત કામ થવાના કારણે તમને કામકાજમા ધ્યાન ઓછુ અને અન્યપ્રવૃત્તિમા ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમા રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા  હોવ તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે,  સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


સંતાન બાબત અને પ્રેમસંબંધમા કઈક નવીનતા બની શકે છે,  લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારૂ પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો,  બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ પણ બની શકે છે .


નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને  સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.


આતુરતાવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ  કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.


પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા  કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે.  અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો  અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ  ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો.  બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.


તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા  અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા  મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.

રાશિ ભવિષ્ય 08/07/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાના અંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

પંચાંગ 08/07/2024