શુભમન ગીલની કેપ્ટન્સીમાં યુવા ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામે રમાઈ રહેલી ટી-20 શ્રેણીમાં શાનદાર વાપસી કરી છે. શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને 13 રને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય ટીમે એકતરફી રીતે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ટીમનો શરૂઆતથી જ દબદબો રહ્યો, જેના કારણે તે મોટી જીત મેળવવામાં સફળ રહી.
Dominant India secured a comprehensive win in Harare to tie the series 💪#ZIMvIND 📝: https://t.co/vjWsuJYgVU pic.twitter.com/nGPCRKZQAG
— ICC (@ICC) July 7, 2024
ટીમ ઈન્ડિયાએ 234 રન બનાવ્યા
ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગીલે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો જે સાચો સાબિત થયો. ભારતીય બેટ્સમેનોએ ખૂબ જ આક્રમક બેટિંગ કરી અને 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 234 રન બનાવ્યા. જો શુભમન ગિલ માત્ર 2 રન બનાવી શક્યો હોત. પરંતુ તેની અસર ભારતીય બેટિંગ પર પડી નથી. ટીમ તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 47 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી હતી, જેમાં તેણે 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.
📸 📸 That 💯 Feeling! ✨
Congratulations Abhishek Sharma! 👏 👏
Follow the Match ▶️ https://t.co/yO8XjNpOro#TeamIndia | #ZIMvIND | @IamAbhiSharma4 pic.twitter.com/EWQ8BcDAL3
— BCCI (@BCCI) July 7, 2024
રુતુરાજ ગાયકવાડ પણ આ મેચમાં પાછળ રહ્યો ન હતો. તેણે 47 બોલમાં 77 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે આ શાનદાર ઇનિંગમાં 11 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ખાસ વાત એ હતી કે તેણે આ રન 163.82ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા હતા. આ સાથે જ છેલ્લી મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયેલા રિંકુ સિંહે પણ વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે 22 બોલમાં અણનમ 48 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં રિંકુએ 2 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.
A maiden T20I ton for Abhishek Sharma 👏
📸: @ZimCricketv#ZIMvIND 📝: https://t.co/jfLJGj3T3S pic.twitter.com/WbmfNo341k
— ICC (@ICC) July 7, 2024
બોલરોએ પણ કોઈ કસર છોડી ન હતી
બેટ્સમેન બાદ બોલરોએ પણ આ મેચમાં પોતાની છાપ છોડી હતી. ઝિમ્બાબ્વેની ટીમ 18.4 ઓવરમાં બેટિંગ કરી શકી અને 134 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. આ મેચમાં અવેશ ખાન અને મુકેશ કુમારે સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી. તે જ સમયે, રવિ બિશ્નોઈ ફરી એકવાર સૌથી વધુ આર્થિક હતા. તેણે 4 ઓવરમાં માત્ર 11 રન આપ્યા અને 2 વિકેટ લીધી. આ સિવાય વોશિંગ્ટન સુંદરના નામે 1 સફળતા હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ આ મેચ 100 રને જીતી લીધી હતી. આ જીત સાથે બંને ટીમો વચ્ચેની શ્રેણી હવે 1-1ની બરાબરી પર પહોંચી ગઈ છે. શ્રેણીની ત્રીજી મેચ હવે 10 જુલાઈએ રમાશે.





ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં ભક્તોની ભીડ ઉમટી છે. આ સાથે જ સરસપુરમાં રસોડા ધમધમવા લાગ્યા અને મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવા ઉમટ્યા.



ભગવાન જગન્નાથ રાજવી વેશમાં નગરચર્ચાએ નીકળ્યા. રસ્તા પર ઢોલ નગારા, તેમજ ડી.જેના તાલ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા.
રથયાત્રામાં સામેલ ટ્રકના ટેબ્લોનું લોકોમાં આગવું આકર્ષક હોય છે. મગ, જાંબુ, કાકડી, સહિતની પ્રસાદીઓનું વિતરણ ટ્રકમાં રહેલા લોકો કરતા હોય છે. અલગ અલગ વેશભૂષા, વિવિધ શણગાર સાથે જયરણછોડના અપાર નાદ સાથેની ટ્રકોની હારમાળા રથયાત્રામાં જોવા મળે છે.
રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સેંકડો લોકો ભગવાનના દર્શન અને તેમની ભક્તિમાં લીન થાય છે. તો કેટલીય મહિલાઓ માથે માટીની ગરબીઓ મૂકીને જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ગરબે ઘૂમતા જોવા મળે છે. તો પ્રભુ ભક્તિમાં લીન કેટલીંય ભજન મંડળીઓ પણ રથયાત્રામાં જોવા મળે છે.
ભગવાનના જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે શહેરમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તો ભક્તીમાં ડૂબીને જગન્નાથમય બની ગયા છે.
અમદાવાદમાં રથયાત્રાના અલગ અલગ રંગ જોવા મળશે. રથયાત્રામાં શણગારેલા 18 ગજરાજ જોવા મળ્યા. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડબાજા, સાધુ સંતો સાથે 1000થી 1200 ખલાસી રથ ખેંચવા જોડાયા. 2000 જેટલાં સાધુ સંતો રથયાત્રામાં હાજર રહ્યા.
હરિદ્વાર, અયોધ્યા, નાસિકથી પણ સંતો આવ્યા છે. ઉજ્જૈન, જગન્નાથ પુરીથી સાધુ સંતો આવ્યા છે. ટ્રકના ટેબ્લોમાં T20 વર્લ્ડ કપની જીતની ઝલક પણ જોવા મળી ને રામ મંદિરનો ટેબલો પણ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહ્યો.
ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. આજે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચુસ્ત સુરક્ષા વચ્ચે આ રથયાત્રા કાઢવામાં આવી છે. દર વર્ષે સવારે 7 વાગ્યે રથયાત્રા શરૂ થાય છે.
જગન્નાથજીની રથયાત્રા માટે ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભાવિ ભક્તોને ભગવાન જગન્નાથજી આજે દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે. પોલીસ પણ રથયાત્રાની સુરક્ષાને લઇને સતત સતર્ક છે.
આ વખતે સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી નજર રાખવામાં આવી રહી છે. ભક્તોનો વહેલી સવારથી જ મંદિરમાં જમાવડો જોવા મળ્યો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથના રથનું પ્રસ્થાન કરાવ્યુ છે. ભક્તો જે પળની રાહ જોઇ રહ્યા હતા તે પળ આખરે આવી ગઈ છે. જય જગન્નાથના નાદ સાથે રથયાત્રાનું પ્રસ્થાન થઈ ગયું છે. ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળી ગયા છે. રથયાત્રાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાયા છે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ થઈ રહી છે.
આજે રવિવારની રજા હોવાથી અમદાવાદની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. હાલ રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રસાદી લેવા માટે પડાપડી થઈ રહી છે. ખૂબ જ મોટી સંખ્યામાં જગન્નાથજીની નાની પ્રતિકૃતિ માથે મુકી ભજન કિર્તન કરતાં ભક્તજનો રથયાત્રામાં જોવા મળ્યા. રંગબેરંગી પહેરવેશ, શરીર પર ચિત્રો, ટેટૂ લખાણ સાથે ભજન મંડળીઓએ વાતાવરણને ભક્તિમય કરી દીધું હતું.
ભગવાન જગન્નાથ નંદિઘોષ, બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર. બે ભાઈની વચ્ચે બહેન સુભદ્રાનો રથ. ભગવાન જગન્નાથ રાજવી વેશમાં નગરચર્ચાએ નીકળ્યા. રસ્તા પર ઢોલ નગારા, તેમજ ડી.જેના તાલ સાથે ભક્તો ઝૂમી રહ્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષામાં 18,700થી વધુ સુરક્ષાકર્મી ખડેપગે જોવા મળ્યા.
જગદીશ મંદિરના દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને શ્રધ્ધાળુઓનું કોમી એકતા સમિતિઓએ ફૂલહારથી સ્વાગત કર્યુ હતું. જગન્નાથજીની રથયાત્રા જે રૂટ પરથી પસાર થઈ ત્યાં સ્થાનિક આગેવાનો, સામાજિક સંગઠનો, ભક્તો એ ભવ્ય સ્વાગત કર્યુ હતું.
બનાવવા માંગતા હોય તો આ એક પ્રાણાયામને તમારા રોજિંદા જીવનમાં સ્થાન આપો. જેનુ નામ છે અનુલોમ-વિલોમ. આ પ્રાણાયામ મહિલાઓ માટે ખૂબજ ફાયદાકારક છે. આ યોગાસન રોજ 10 મિનિટ કરવાથી તમારો આરોગ્ય સુઘરે છે. આ પ્રાણાયામની રીત પણ ખૂબજ સરળ છે અને આ પ્રાણાયામ દરેક ઉમરના વ્યકિત સરળતાથી કરી શકે છે.
જનમેદની દર્શન કરવા ઊમટી હતી. નાના-મોટા સૌ કોઇ ગામલોકો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર હતું અને એટલે જ આજે પાટોત્સવમાં બધા ભક્તિભાવપૂર્વક સામેલ થયા હતા.