Home Blog Page 1635

ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે CM ભુપેન્દ્ર પટેલ બગદાણાની મુલાકાતે

ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લાનાં બગદાણા ખાતે આવેલા ગુરુઆશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ઉપસ્થિત ભાવિકોના માનવમહેરામણે ‘બાપા સીતારામ’નાં જયઘોષ સાથે માનવમહેરામણે મુખ્યમંત્રીનું ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યુ હતુ. બગદાણા ગુરુઆશ્રમની વેબસાઇટનું મુખ્યમંત્રીનાં હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંતશ્રી બજરંગદાસબાપાનાં ગાદીસ્થળ ખાતે નાની બાલિકાઓ સાથે પૂજા-અર્ચન કર્યા હતા અને બાદમાં બજરંગદાસબાપાનાં સમાધિસ્થળનાં દર્શન કર્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીએ ધ્યાનમંદિર અને મુખ્ય શિખરબદ્ધ મંદિરનાં દર્શન કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિખરબદ્ધ મંદિરનાં પગથિયા પરથી ભાવિકોનાં માનવમહેરામણને સંબોધન આપ્યુ હતુ. તેમણે સમગ્ર રાજ્ય અને દેશને ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાનાં પવિત્ર અવસરે બજરંગદાસબાપાનાં ચરણોમાં શીશ નમાવવાની તક ખરેખર સૌભાગ્યપૂર્ણ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે ગુરુઆશ્રમનાં દર્શન દરમિયાન તેમણે સૌનાં માંગલ્ય માટે પ્રાર્થના કરી છે, તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધીએ તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ગુરુઆશ્રમનાં ટ્રસ્ટીમંડળ સાથે બેઠક કરી હતી આશ્રમની વેબસાઇટ bagdanatemple.org નું તેમનાં હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વેબસાઇટ પર ઓનલાઇન દર્શન અને દાન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

આ અવસરે ધારાસભ્ય શિવાભાઇ ગોહિલ, ગૌતમ ચૌહાણ, ભીખાભાઇ બારૈયા, જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી જી. એચ. સોલંકી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, પ્રાંત અધિકારી ઇશિતા મેર, આગેવાન મહેન્દ્રસિંહ સરવૈયા, આગેવાન ભરતભાઇ મેર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુરુઆશ્રમ તરફથી ટ્રસ્ટી યોગેશભાઈ સાગર, ધીરુભાઈ બાબરીયા, રણજીતસિંહ ચમારડી, મુકેશભાઈ પટેલ, નિલેશભાઈ ડોડીયા, વિનોદભાઈ ગુજરાતી, રસિકભાઈ સાગર, જનકભાઈ કાછડીયા ઉપસ્થિત રહ્યા હતા.

હવામાન વિભાગની મોટી આગાહી, વાવાઝોડાની શક્યતા

ભારતના મેદાની અને પહાડી વિસ્તારોમાં ચોમાસાએ ફરી ઝડપ પકડી લીધી છે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર બની રહ્યાં છે. આ દરમિયાન IMDએ કહ્યું કે બંગાળની ખાડીથી એક ઓછા દબાણ વાળી સિસ્ટમ લોપર નામના વાવાઝોડામાં બદલાઈ ગઈ છે. આઈએમડી અનુસાર આ સિસ્ટમ છેલ્લા છ કલાકોમાં 7 કિલોમીટર પ્રતિ કલાકની ગતિની ઝડપથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ વધી છે.


ચોમાસાની ટ્રફ વર્તમાનમાં સક્રિય છે અને પોતાની સામાન્ય સ્થિતિના દક્ષિણમાં સ્થિત છે. આગામી 2-3 દિવસ સુધી તેની આ સ્થિતિમાં રહેવાની આશા છે. વધુ એક ટ્રફ સમુદ્ર તળિયા પર હાજર છે. જે દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ફેલાયેલી છે. આ સિવાય એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્ર વિસ્તારને અસર કરી રહ્યું છે. આઈએમડી પ્રમાણે આગામી 5 દિવસ દરમિયાન ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તટીય કર્ણાટક અને વિદર્ભમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે.


આ દરમિયાન કેરળ, તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઓડિશા અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં અલગ-અલગ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 5 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમી રાજસ્થાનમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. આઈએમડીએ પોતાના બુલેટિનમાં કહ્યું કે આજે પૂર્વી રાજસ્થાનમાં અમુક સ્થળો પર ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં 22 અને 23 જુલાઈએ અને ઉત્તરાખંડમાં 20-22 જુલાઈ દરમિયાન આવી સ્થિતિ બની રહેશે. આગામી 4-5 દિવસ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધતા હડકંપ

રાજ્યમાં નવા વાયરસ કહેર વર્તાવ્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધ્યા છે. જેમાં આંકડો જાણી દંગ રહેશો. તેમાં શંકાસ્પદ કેસ વધીને 71 થયા છે. તેમજ સૌથી વધુ 11 કેસ પંચમહાલમાં નોંધાયા છે. હાલમાં કુલ 41 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ 3 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 27 દર્દીઓના મૃત્યુ થયા છે.

ભાવનગરમાં 1, કચ્છમાં 1 કેસ, દેવભૂમિ દ્વારકામાં 1 કેસ, 1 દર્દીનું મોત થયુ છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 41 દર્દી દાખલ છે તથા 03 દર્દીઓને રજા આપેલ છે. રાજસ્થાનના 2 કેસ જેમાં 1 દર્દી દાખલ છે તેમજ 1 દર્દી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનો 1 કેસ છે.આરોગ્યની ટીમ દ્વારા કુલ 17248 ઘરોમાં કુલ 12,1826 વ્યક્તિઓના સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે.

અરવલ્લીમાં 4 કેસ નોંધાયા, 2ના મોત તેમજ મહીસાગરમાં 2, ખેડામાં 5 કેસ નોંધાયા છે. મહેસાણામાં 4 કેસ, 2 દર્દીઓના મોત થયા છે. તેમજ રાજકોટ 3 કેસ નોંધાયા, 2 દર્દીઓના મોત થયા છે. તેમજ અમદાવાદમાં 4 કેસ, 3 દર્દીઓના મોત થયા છે. તેમજ ગાંધીનગરમાં 7 કેસ, 1 દર્દીનું મોત થયુ છે. તેમજ પંચમહાલમાં 11 કેસ, 4 દર્દીઓના મોત થયા છે. જામનગરમાં 5 કેસ, છોટાઉદેપુરમાં 2 કેસ તેમજ મોરબીમાં 4 કેસ, 3 દર્દીઓના મોત થયા છે. દોહાદમાં 2 કેસ, 2 દર્દીઓના મોત થયા છે. તેમજ વડોદરામાં 2, નર્મદામાં 1 કેસ સામે આવ્યો છે.

મોંઘવારીનો માર, સિંગતેલના ભાવ વધ્યા

ગુજરાતમાં ફરી મોંઘવારી માજા મુકી રહી છે. પહેલા શાકભાજી બાદ હવે તેલના ભાવમાં વધારો થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં સતત વરસાદના પગલે યાર્ડમાં મગફળીની આવક ઘટી છે. તેમજ 15 દિવસમાં સિંગતેલનો ભાવ રૂપિયા 70થી 100 વધ્યો છે. તથા સિંગતેલના ડબ્બાનો ભાવ 2700એ પહોંચ્યો છે. સતત વરસાદના પગલે યાર્ડમાં મગફળીની આવક ઘટતા ચોમાસામાં તેલની માગ વધતા આ ભાવ વધારો થયો છે તેવું વેપારીઓ જણાવી રહ્યાં છે.

રાજકોટ અને સૌરાષ્ટ્રના યાર્ડમાં મગફળીની આવક ઘટી છે.યાર્ડમાં મગફળીની આવકમાં 100 ક્વિન્ટલનો ઘટાડો થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો થયો છે. સતત વરસાદના પગલે યાર્ડમાં મગફળીની આવકો ઘટી છે. આવકો ઘટતા મગફળીના ભાવમાં 30 રૂપિયા વધારા સાથે 1250 થયા છે. પીલાણ માટે મગફળીની આવકો ઘટતા સિંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવ્યો છે. એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. બે મહિનામા ચોથીવાર સિંગતેલના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે. આ વખતે સીધો 15 દિવસમાં 100 રૂપિયાનો વધારો કરાયો છે.

સીંગતેલમાં સતત તેજીનો માહોલ જોવા મળ્યો છે. અષાઢી બીજ અને સાતમ આઠમના તહેવારમાં ખાદ્યતેલ મોંઘુ થયું છે. ઓફ સીઝન હોવા છતા ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે હવે છેક દિવાળી સુધી સિંગતેલ મોંઘુ થતું જશે. તો બીજી તરફ, શાકભાજીના વધતા ભાવથી ગૃહણીઓ મુશ્કેલીમાં મૂકાઈ છે. મોટાભાગની શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. નક્કી કરેલા બજેટથી શાકભાજીના ભાવ વધુ થયા છે. ડુંગળી 100 રૂપિયા કિલો, બટેકા 100 રૂપિયા કિલો થયા છે. લસણ 400-500 રૂપિયા, તો આદું 260-280 રૂપિયા કિલો પર પહોંચ્યું છે.

કેપ્ટનશિપ..છૂટાછેડા..હવે ટીમમાંથી બહાર થશે પંડ્યા ?

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ દિવસોમાં ચર્ચામાં છે. તેને રોહિત બાદ ટીમ ઈન્ડિયાનો આગામી ટી20 કેપ્ટન માનવામાં આવી રહ્યો હતો. પરંતુ તેની જગ્યાએ સૂર્યકુમારને આ તક મળી છે અને તેને વાઇસ કેપ્ટન્સી પણ મળી નથી. બીજી બાજુ, તેના અંગત જીવનમાં પણ કંઈક બરાબર નથી ચાલી રહ્યું. હાલમાં જ તે તેની પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થઈ ગયો છે. આ બધા વચ્ચે હાર્દિક પંડ્યા સાથે જોડાયેલા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.

હાર્દિક પંડ્યાએ કોઈપણ ભોગે આ પરીક્ષા પાસ કરવી પડશે

આગામી વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા પાસે માત્ર છ ODI મેચ બાકી છે. ત્રીજી વનડે મેચ શ્રીલંકામાં રમાશે અને ત્યારબાદ ભારતે જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડ સામે આગામી ત્રણ વનડે મેચ રમવાની છે. પરંતુ હાર્દિક પંડ્યાએ શ્રીલંકા પ્રવાસ પર ન જવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં 50 ઓવરના ફોર્મેટમાં હાર્દિકની બોલિંગ ફિટનેસ પર શંકા છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આગામી કેટલાક મહિનાઓ સુધી ઘરેલુ ક્રિકેટમાં હાર્દિક પંડ્યાની ફિટનેસ પર બારીકાઈથી નજર રાખવામાં આવશે. આ પછી જ નિર્ણય લેવામાં આવશે કે હાર્દિક ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમશે કે નહીં. બીસીસીઆઈના એક સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે ઈજામાંથી પરત ફર્યા બાદ હાર્દિકે ટી20 ક્રિકેટમાં માત્ર ચાર ઓવર નાંખીને સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ લાંબા ફોર્મેટમાં હાર્દિકની કસોટી થઈ નથી. તેમના સ્ટેમિના પર નજર રાખવાની જરૂર છે. વર્ષના અંતમાં વિજય હજારે ટ્રોફીમાં તે કેવું પ્રદર્શન કરે છે તેના પર પસંદગીકારોની નજર રહેશે. જો હાર્દિક લાંબા સ્પેલ બોલિંગ કરી શકતો નથી તો તેનું ટેન્શન વધી શકે છે.

બાંગ્લાદેશ હિંસા: શુટ એન્ડ સાઈટનો ઓર્ડર, 150થી વધુ લોકોના મોત

બાંગ્લાદેશ અત્યારે હિંસાની આગમાં સળગી રહ્યું છે. દેશમાં વિદ્યાર્થીઓ દ્વારા હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ છે. આને નિયંત્રિત કરવા માટે, શેખ હસીનાની સરકારે દેખાવકારો અને બદમાશોને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. સરકારી નોકરીઓમાં અનામત ખતમ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ હિંસક વિરોધ કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 150 લોકોના મોત થયા છે જ્યારે 2500થી વધુ લોકો ઘાયલ થયા છે.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, સરકારે દેશવ્યાપી કર્ફ્યુને આજે બપોરે 3 વાગ્યા સુધી લંબાવ્યો છે. અગાઉ સવારે 10 વાગ્યા સુધીનો સમય હતો. હિંસાને કારણે દેશના ઘણા શહેરોમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હિંસાને જોતા દેશમાંથી હિજરત પણ શરૂ થઈ ગઈ છે. અહીંથી મોટી સંખ્યામાં લોકો વિવિધ દેશોમાં જઈ રહ્યા છે.

બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી રહી છે

પરિસ્થિતિ સતત ખરાબથી ખરાબ તરફ જઈ રહી છે. હિંસાને કારણે વડાપ્રધાન શેખ હસીનાએ પણ પોતાનો વિદેશ પ્રવાસ રદ્દ કરી દીધો છે. તે આજે એટલે કે રવિવારે સ્પેન અને બ્રાઝિલ જવાની હતી. વાસ્તવમાં, બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ સ્વતંત્રતા સેનાનીઓના બાળકોને 30 ટકા અનામત આપવાનો વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની માંગ છે કે તેમનું આરક્ષણ 56 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવે.

જેલમાં કેજરીવાલ સાથે કંઈ પણ થઈ શકે, આપનો ગંભીર આરોપ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. તાજેતરમાં એલજીના પ્રિન્સિપલ સેક્રેટરી વિનય કુમાર સક્સેનાએ સીએમ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને એક પત્ર લખ્યો હતો. પ્રિન્સિપલ સેક્રેટરીએ પત્ર લખીને કહ્યું હતું કે કેજરીવાલ ડાયટ ચાર્ટ પ્રમાણે નથી ખાતા. સીએમ કેજરીવાલ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, સીએમ કેજરીવાલ જાણીજોઈને જેલમાં ઓછી કેલરી લઈ રહ્યા છે, જેના કારણે તેમનું વજન ઘટી રહ્યું છે.

 

સીએમ કેજરીવાલના સ્વાસ્થ્ય પર ઉઠાવવામાં આવતા પ્રશ્નોના જવાબ આપવા માટે, આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા સંજય સિંહે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એલજીના પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા કરવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો. ભાજપ સરકાર પર પ્રહાર કરતા સંજય સિંહે કહ્યું કે, ભાજપ સરકાર અને એલજી જેલમાં અરવિંદ કેજરીવાલના જીવન સાથે રમત રમી રહ્યા છે અને તેમની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. સંજય સિંહે કહ્યું કે અરવિંદ કેજરીવાલ વિશે ખોટી મેડિકલ રિપોર્ટ જારી કરવી એ હત્યાના પ્રયાસના કેસ સમાન છે, અને એમ પણ કહ્યું કે અમે વકીલોની સલાહ લઈ રહ્યા છીએ

.

સંજય સિંહે ભાજપ અને એલજી પર આકરા પ્રહારો કર્યા હતા

સંજય સિંહે કહ્યું કે, જેલ પ્રશાસન દ્વારા કેજરીવાલના વકીલને આપવામાં આવેલા દસ્તાવેજો અને મેડિકલ રિપોર્ટ્સ દર્શાવે છે કે જેલમાં અરવિંદ કેજરીવાલ સાથે ગમે ત્યારે કંઇક અપ્રિય બની શકે છે. સંજય સિંહે આરોપ લગાવતા કહ્યું કે પહેલા તેમણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ વધુ ખાવાથી તેમની કેલરી અને શુગર વધારી રહ્યા છે. ઇન્સ્યુલિનની જરૂર નથી અને હવે તેઓ કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ ખાતા નથી એટલે તેમનું વજન ઘટી રહ્યું છે, શું આ મજાક છે? જેલમાં અરવિંદ કેજરીવાલને મારી નાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.

સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક યોજાઈ

સંસદ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા રવિવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. કંવર યાત્રા અંગે યુપી સરકારના નિર્દેશો અને વિશેષ રાજ્યના દરજ્જાની માંગનો મુદ્દો બેઠકમાં છવાયેલો રહ્યો. કોંગ્રેસ તરફથી ગૌરવ ગોગોઈ, AAP તરફથી સંજય સિંહ, SP તરફથી રામ ગોપાલ યાદવ, AIMIMના અસદુદ્દીન ઓવૈસી અને અન્ય પક્ષોના નેતાઓએ કાવંદ યાત્રા દરમિયાન યોગી સરકારના નેમ પ્લેટ લગાવવાના નિર્ણયને ઉઠાવ્યો હતો.

સર્વપક્ષીય બેઠકમાંથી બહાર આવ્યા પછી, NCP (અજિત પવાર) જૂથના સાંસદ પ્રફુલ પટેલે મીડિયા સાથે વાત કરતા યોગી સરકાર દ્વારા કંવર યાત્રા (દુકાનો પર નેમપ્લેટ લગાવવા) પર લીધેલા નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરી હતી. તે જ સમયે, ઓવૈસીએ બેઠકમાં જમ્મુ-કાશ્મીર આતંકવાદી હુમલા, બજેટમાં લઘુમતીઓના હિત પર ધ્યાન અને પેલેસ્ટિનિયન ઝંડા લહેરાવા બદલ યુપી સહિત કેટલાક રાજ્યોમાં ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સર્વપક્ષીય બેઠકમાં કયા મુદ્દા ઉઠાવવામાં આવ્યા?

સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર બનાવવા અને આ પદ વિપક્ષને આપવાની માંગ કરી હતી. આ સાથે કોંગ્રેસે NEET પરીક્ષા મુદ્દે ગૃહમાં ચર્ચાની પણ માંગ કરી હતી. તે જ સમયે, એનડીએ ગઠબંધનમાં સરકારના સહયોગી જેડીયુના સંજય ઝા અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી હતી.

જેડીયુએ કહ્યું કે જો વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં કોઈ સમસ્યા હોય તો બિહારને વિશેષ પેકેજ આપવામાં આવે. જેડીયુએ બિહારમાં વારંવાર આવતા પૂરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને ભારત સરકારને આ મુદ્દે પગલાં લેવા અને પડોશી દેશ નેપાળ સાથે પણ આ મુદ્દે વાત કરવાની માંગ કરી હતી. વિરોધ પક્ષ આરજેડીએ પણ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી હતી.

બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે અનામતનો નિર્ણય પાછો ખેંચ્યો

અનામતની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશની સ્થિતિને જોતા સુપ્રીમ કોર્ટે નોકરીઓમાં અનામતનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે રવિવારે આ નિર્ણય લીધો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ અશાંતિને કારણે દેશભરમાં ફેલાયેલી છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યા. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં 93% સરકારી નોકરીઓ યોગ્યતાના આધારે ફાળવવાનો આદેશ આપ્યો છે, જ્યારે 1971માં બાંગ્લાદેશની આઝાદીની લડાઈમાં લડનારા લડવૈયાઓના પરિવારો માટે 7% બાકી છે. અત્યાર સુધી આવા લોકો માટે 30% નોકરીઓ આરક્ષિત હતી.

એક સપ્તાહ સુધી ચાલેલા હિંસક વિરોધ બાદ લેવાયો નિર્ણય

અનામતને લઈને બાંગ્લાદેશમાં એક અઠવાડિયાથી આ હિંસક વિરોધ ચાલી રહ્યો હતો. આમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, સરકારે તમામ ઓફિસો અને સંસ્થાઓને બંધ રાખવાની સૂચના જારી કરી છે. તે જ સમયે, દેશમાં કડક કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. સરકારે પોલીસને બદમાશોને જોતા જ ગોળી મારવાની સૂચના આપી હતી. છેલ્લા એક સપ્તાહમાં ઓછામાં ઓછા 114 લોકોના મોત થયા છે. તે જ સમયે, 4 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. હવે રવિવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નીચલી કોર્ટનો નિર્ણય બદલી નાખ્યો. કોર્ટે 93% સરકારી નોકરીઓ મેરિટના આધારે આપવાનું કહ્યું હતું. ઉપરાંત, 7% નોકરીઓ સ્વતંત્રતા માટે લડનારાઓના પરિવારના સભ્યો માટે હશે.

નેમ પ્લેટનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

ઉત્તર પ્રદેશમાં કંવર યાત્રા રૂટ પર ખાદ્યપદાર્થોની દુકાનોની બહાર નેમ પ્લેટ લગાવવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે સોમવારે સુનાવણી કરશે. એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ નામના એનજીઓએ આ કેસને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી દાખલ કરી હતી, જે સુનાવણી માટે સૂચિબદ્ધ છે. માનવામાં આવી રહ્યું છે કે 22 જુલાઈએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસવીએન ભાટીની બેંચ આ વિવાદાસ્પદ કેસની સુનાવણી દરમિયાન મોટો નિર્ણય આપી શકે છે. મહત્વની વાત એ છે કે શનિવારના રોજ દાખલ કરવામાં આવેલી અરજીમાં એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ એનજીઓએ યોગી સરકારના નેમ પ્લેટ ઓર્ડરને રદ કરવાની માંગ કરી છે.

Haridwar: Lord Shiva devotees or ‘Kanwariyas’ offer prayer to their ‘Kavad’ during the Kanwar Yatra ahead of Maha Shivratri, in Haridwar, Monday, March 4, 2024.(IANS/Rameshwar Gaur)

સર્વપક્ષીય બેઠકમાં પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો

સંસદના બજેટ સત્ર પહેલા રવિવારે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં નેમ પ્લેટનો મુદ્દો સામે આવ્યો હતો. કોંગ્રેસ તરફથી ગૌરવ ગોગોઈ, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ, AIMIMના અસદુદ્દીન ઓવૈસી અને ડાબેરી પક્ષો સહિત અન્ય ઘણા રાજકીય પક્ષોના નેતાઓએ યોગી સરકારના કાવંદ યાત્રા દરમિયાન ‘નેમ પ્લેટ’ લગાવવાના નિર્ણય અંગે ચર્ચા કરી હતી. બેઠક. સર્વપક્ષીય બેઠકમાંથી બહાર આવ્યા પછી, NCP (અજિત પવાર) જૂથના સાંસદ પ્રફુલ પટેલે મીડિયા સાથે વાત કરતા ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારને ‘નેમ પ્લેટ’ અંગે લીધેલો નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી હતી.

એનડીએમાં સામેલ પાર્ટીઓ વિરોધ કરી રહી છે

એનડીએના સાથી પક્ષોએ પણ યોગી સરકારના કંવર માર્ગ પર દુકાનદારોના નામ લખવાના આદેશનો વિરોધ કર્યો છે. વિરોધ કરનારાઓમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, જેડીયુ નેતા કેસી ત્યાગી અને રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરી પણ સામેલ છે. જયંત ચૌધરીએ રવિવારે (21 જુલાઈ) મીડિયા સાથે વાત કરતા નેમ પ્લેટ ઓર્ડરની ટીકા કરી હતી. જયંત ચૌધરીએ કહ્યું કે, આ મામલાને ધર્મ અને રાજકારણ સાથે ન જોડવો જોઈએ કારણ કે કંવર કે નોકરને લઈ જનાર વ્યક્તિની કોઈ ઓળખ નથી. તેણે પૂછ્યું કે જો દરેક વ્યક્તિ પોતાની દુકાનો પર નામ લખે છે, તો બર્ગર કિંગ અને મેકડોનાલ્ડ્સ શું લખશે?