Home Blog Page 1634

સુવિચાર – ૨૨ જુલાઈ, ૨૦૨૪

સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ, અનેક મુદ્દે ધમાલ થવાની શક્યતાઓ

નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. તેના એક દિવસ પહેલાં એટલે કે સોમવારે સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ જશે. આ દરમિયાન વિપક્ષ નીટ પેપર લીક, રેલવે સુરક્ષા અને કાવડ યાત્રા દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે લીધેલા મુદ્દા પર એન.ડી.એ. સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે.

સંસદ સત્ર પહેલાં રવિવારે સર્વદલીય બેઠકમાં જે.ડી.યુ. અને વાઈ.એસ.આર.પી.સી.એ ક્રમશઃ બિહાર અને આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માગ કરી છે. બીજી તરફ રક્ષામંત્રી રાજનાથ સિંહે સર્વદલીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. બીજી તરફ એન.ડી.એ. ગઠબંધનના નેતાઓ જીતન રામ માંઝી અને જયંત ચૌધરી પણ બેઠકમાં સામેલ થયા ન હતા. એવું માનવામાં આવે છે કે સમાજવાદી પાર્ટી દ્વવારા કાવડ યાત્રાનો મુદ્દો ઉઠાવતા કહેવામાં આવ્યું કે, દુકાનો પર નેમ પ્લેટ લગાવવાનો નિર્ણય ખુબ જ ખોટો છે.

આજથી શરૂ થઈ રહેલું સંસદ સત્ર આગામી 12મી ઓગષ્ટ સુધી ચાલશે. જેમાં કુલ 19 બેઠકોં થવાની છે. આ દરમિયાન સરકાર તરફથી 6 વિધયક પણ રજૂ કરવાની આશા છે. જેમાં 90 વર્ષ જૂનો વિમાન અધિનિયમને બદલવાવાળું વિધયક પણ સામેલ છે. સાથે જ જમ્મૂ-કાશ્મીરને બજેટ માટે સંસદની મજૂરી આપવાનું વિધયક પણ સામેલ છે. આ દરમિયાન વિપક્ષ તરફથી સતત હંગામો થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. મંગળવારે રજૂ થનારા કેન્દ્રીય બજેટ પહેલાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ સોમવારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે.

૨૨ જુલાઈ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 22/07/2024 થી 28/07/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

માનસિક થાકની લાગણીના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાની નાની વાતમાં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમાં તકેદારી રાખવી જરૂરી છે. વેપારમાં કામકાજ કરતી વખતે કામમાં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. સ્પર્ધાત્મક પરિક્ષામાં આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે. નવા આયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિક ખર્ચા વધે તેવા બનાવ બની શકે છે. પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે. અંગત સંબંધ જેવા કે મિત્રતામાં, સગાસ્નેહીની તમે મજાક કરવાની વૃતિવાળા બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમાં ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવી નોકરી કે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. લગ્ન બાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.


મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમાં વધુ રહે. ક્યારેય વાણીવિલાસ ના થાય તેનું ધ્યાન રાખવુ ઇચ્છનીય છે. ઘરમાં કે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. નોકરી કે વ્યવસાયમાં સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમાં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું સારું જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


સાહસિકવૃત્તિ જોવા મળે. આવક-જાવક સરખી રહે. મિલન મુલાકાત કે હરવા-ફરવામાં સમય વધુ પસાર થાય. તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય. ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારી  કે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમાં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સફળતા વધુ જોવા મળે. વિચારોની માયાજાળમાં ફસાયેલા રહો. વેપારના કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમાં ખાસ ન પડે. તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે. પ્રભુભક્તિમાં ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિક શાંતિનો અનુભવ કરી શકો. ક્યાંક આળસવૃતી કે આરામ કરવાની ભાવના વધુ જાગે. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર કે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી. છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવા બાબત ચોકસાઈ રાખવી. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિકકાર્યમાં કોઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય. વેપારના કામકાજમાં કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે. ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણી અનુભવી શકે છે. પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામાં ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.


ઘરમાં કોઈને આરોગ્ય બાબત નાની-મોટી તકલીફ ના થાય તેનું ધ્યાન રાખવુ. લગ્નની વાતચીત ક્યાંય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે. જૂની વાત ક્યાંય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવામાં આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે. વેપારના કામકાજમાં ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમાં પણ સફળતા મળી શકે છે. મુસાફરી કે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે.


કામકાજમાં ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે. કામકાજમાં ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે. જાહેરજીવનમાં તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે. ઘરમાં કે નજીકના સગાસ્નેહીમાં કોઈ અણબનાવ કે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. નવીનકાર્ય કરવામાં તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે.


કોઇપણ પ્રકારની મિલન-મુલાકાત સફળ થઈ શકે છે. પાડવા, વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી, ઉધરસ, તાવ, ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગથી દુર રહેવાની જરૂર છે. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણી શાંતિ અને સરળતા તમારા વ્યવહારમાં રહી શકે છે.


રોકાણ માટે કે નવા કોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે. યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામાં ધાર્મિક ભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામાં અઘરો પડતો હોય તો તે વિષય શીખવામાં વધુ મહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભની કોઈવાત બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે. કામકાજમાં વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો. કામકાજમાં સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. ઘરમાં વડીલવર્ગ કે ઓફીસમાં ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી. મુસાફરી થોડી કંટાળાજનક તેમજ સમય અને નાણાંનો વ્યય થાય તેવો રહી શકે શકે છે.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુંકમાં યોગ્ય ગણતરી રાખવી સલાહભરી છે. વેપારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગક્ષેત્રમાં તમારી જૂની મિલન-મુલાકાતની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનું આયોજન થઈ શકે છે. કોઈ પ્રવૃત્તિમાં અન્યનો સાથ-સહકાર મળી શકે છે. નાણાંની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.

રાશિ ભવિષ્ય 22/07/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે,  વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે,  વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રરહેવું, પ્રિયજન સાથે વિચાર મતભેદના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે,  તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

સુરતમાં શંકાસ્પદ ચાંદીપુરાનો પ્રથમ કેસ, બાળકીની હાલત નાજુક

સુરત: શહેરની નજીક સચિન બોર્ડ વિસ્તારમાં રહેતા એક પરિવારની 11 વર્ષની દીકરીની શુક્રવારે રાત્રે તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ સચિન સ્લમ બોર્ડ આવાસમાં રહેતો પરિવાર એની પુત્રીને તાવની આશંકામાં પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં સારવાર બાદ તબીયત વધુ બગડતા ડોક્ટરોએ તેમને એઈમ્સ હોસ્પિટલમાં અથવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવા માટે કહ્યું હતું. માતા-પિતા તેને સિવિલ હોસ્પિટલમાં શનિવારે બપોરે લઇ આવ્યા હતા. સિવિલમાં ડોક્ટરે વેલ્ટીનેટર ઉપર રાખી એની સારવાર શરૂ કરી છે. બાળકીની તબિયત હાલ નાજુક છે. બાળકીને તાવ આવ્યા બાદ ઊલટી અને બે-ત્રણ વાર ખેંચ આવતા ICUમાં દાખલ કરાઈ છે.

જો બાઈડન અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક રસપ્રદ વળાંક આવ્યો છે. અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઈડને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તે હવે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે તેવી વાત સામે આવી છે. આ વાતની પુષ્ટિ ખુદ વર્તમાન રાષ્ટ્રપતિએ કરી છે. તેમણે પત્ર લખીને આની જાહેરાત કરી છે. આ સાથે બાઈડન આવતા અઠવાડિયે રાષ્ટ્રને સંબોધન પણ કરશે. તમને જણાવી દઈએ કે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે શું બાઈડન રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે? આ પ્રશ્નને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી. તેમની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે એવી પણ ચર્ચા હતી કે તેઓ સ્વાસ્થ્યના કારણોસર રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે નહીં અને રવિવારે આ અટકળોનો આખરે અંત આવ્યો જ્યારે બાઈડને પોતે આની જાહેરાત કરી.

બાઈડનના રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવાની ચર્ચા થોડા દિવસો પહેલાથી શરૂ થઈ હતી, તે લાઈવ ડિબેટમાં ટ્રમ્પથી પાછળ જોવા મળ્યા હતા. ચૂંટણી પહેલા રિપબ્લિકન અને ડેમોક્રેટિક પક્ષોના ઉમેદવારો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડન વચ્ચે પ્રથમ લાઇવ ડિબેટ યોજાઈ હતી. રાજકીય વર્તુળો, મીડિયા અને સામાન્ય લોકોમાં એવી અટકળો ચાલી રહી હતી કે બાઈડને આ રેસમાંથી ખસી જવું જોઈએ.

નેપાળના PM ઓલીએ વિશ્વાસ મત જીત્યો

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રવિવારે સંસદમાં વિશ્વાસ મત જીત્યો હતો. બે તૃતીયાંશથી વધુ સાંસદોએ ઓલીને સમર્થન આપ્યું હતું. એક સપ્તાહ પહેલા સોમવારે તેમણે ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવા માટે ચોથી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. વિશ્વાસ મત રજૂ કરતા ઓલીએ આ મહિનાની શરૂઆતમાં નેપાળી કોંગ્રેસ અને CPN-UML વચ્ચે થયેલા સાત મુદ્દાના કરારને જાહેર કર્યો. રવિવારે 275 સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં હાજર 263 સભ્યોમાંથી 188 સભ્યોએ ઓલીની તરફેણમાં જ્યારે 74 લોકોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. એક સભ્ય મતદાનથી દૂર રહ્યો હતો.

આ પક્ષોએ વિરોધમાં મતદાન કર્યું હતું

ઓલીને 138 સભ્યોના સમર્થનની જરૂર હતી. નેપાળના બંધારણ મુજબ, ઓલી માટે તેમની નિમણૂકના 30 દિવસની અંદર વિશ્વાસ મત મેળવવો ફરજિયાત હતો. વિરોધ પક્ષો CPN-Maoist Centre, CPN-Unified Socialist, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી અને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી અને અન્યોએ ઓલી વિરુદ્ધ મતદાન કર્યું. મતગણતરી બાદ સ્પીકર દેવરાજ ધીમીરેએ જાહેરાત કરી હતી કે ઓલીએ વિશ્વાસ મત જીતી લીધો છે. બીજી તરફ ઓલીની વડાપ્રધાન તરીકેની નિમણૂકને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે બંધારણીય બેંચને મોકલી છે. કોર્ટે ગંભીર બંધારણીય અર્થઘટનની જરૂરિયાત દર્શાવી છે. સોમવારે શપથગ્રહણના કલાકોમાં ત્રણ વકીલોએ ઓલીની નિમણૂકને ગેરબંધારણીય ગણાવીને સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી અને તેને રદ કરવાની માગણી કરી હતી.

ઓલિમ્પિક ગેમ્સ રમવા ગયેલા ભારતીય ખેલાડીઓને 8.5 કરોડની મદદ

ઓલિમ્પિક્સ 2024 આ અઠવાડિયાથી પેરિસમાં શરૂ થવાનું છે. આ માટે ભારતીય ખેલાડીઓની ટીમ રેકોર્ડ તોડવા અને મેડલ જીતવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પરંતુ આ દરમિયાન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ કહ્યું છે કે તે પણ તેના એથ્લેટ્સ પાસેથી મેડલની અપેક્ષા રાખે છે. આ જ કારણ છે કે ઓલિમ્પિક અભિયાનને ધ્યાનમાં રાખીને BCCIએ ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ને 8.5 કરોડ રૂપિયા આપ્યા છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આની જાહેરાત કરી છે.

BCCI સેક્રેટરી જય શાહે પોતાની પોસ્ટમાં શું કહ્યું?

જય શાહે પોસ્ટમાં લખ્યું- મને એ જાહેરાત કરતા ગર્વ છે કે BCCI પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા અમારા શ્રેષ્ઠ એથ્લેટ્સને સમર્થન કરશે. અમે આ અભિયાન (ઓલિમ્પિક્સ) માટે IOAને 8.5 કરોડ રૂપિયા આપી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષે જૂનમાં T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ BCCIએ ભારતીય ક્રિકેટ ટીમ અને સપોર્ટિંગ સ્ટાફને 125 કરોડ રૂપિયા ઈનામ તરીકે આપ્યા હતા. 15 ખેલાડીઓ અને ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને 5-5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જોકે દ્રવિડે માત્ર 2.5 કરોડ રૂપિયા લેવાનું કહ્યું હતું.

પેરિસ ઓલિમ્પિકમાં 117 ભારતીય એથ્લેટ ભાગ લેશે

તમને જણાવી દઈએ કે આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓ ભાગ લેશે. આ સિવાય રમતગમત મંત્રાલયે સપોર્ટ સ્ટાફના 140 સભ્યોને પણ મંજૂરી આપી છે, જેમાં સ્પોર્ટ્સ અધિકારીઓ પણ સામેલ છે. સહાયક સ્ટાફના 72 સભ્યોને સરકારી ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના 119 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમણે 7 મેડલ જીત્યા હતા. જેમાં નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં જીતેલા ઐતિહાસિક ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયેલા ખેલાડીઓમાં માત્ર શોટ પુટ એથ્લેટ આભા ખટુઆનું નામ યાદીમાં નથી.

ઓલિમ્પિકમાં એથ્લેટિક્સના 29 ખેલાડીઓ ભાગ લેશે

ખેલાડીઓની યાદીમાં સૌથી વધુ 29 (11 મહિલા અને 18 પુરૂષ) ખેલાડીઓ એથ્લેટિક્સના છે. તેમના પછી શૂટિંગ (21) અને હોકી (19) આવે છે. ભારતના 8 ખેલાડીઓ ટેબલ ટેનિસમાં ભાગ લેશે જ્યારે બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ સહિત 7 ખેલાડીઓ બેડમિન્ટનમાં ભાગ લેશે.કુસ્તી (6), તીરંદાજી (6) અને બોક્સિંગ (6) દરેક 6 ખેલાડીઓ ઓલિમ્પિકમાં તેમનો પડકાર રજૂ કરશે. આ પછી ગોલ્ફ (4), ટેનિસ (3), સ્વિમિંગ (2), સેઇલિંગ (2) આવે છે. ઘોડેસવારી, જુડો, રોઇંગ અને વેઇટ લિફ્ટિંગમાં એક-એક ખેલાડી ભાગ લેશે.

‘શરદ પવાર દેશમાં ભ્રષ્ટાચારના સૌથી મોટા ખેલાડી’ : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પુણેમાં ભાજપ મહારાષ્ટ્રના રાજ્ય અધિવેશનને સંબોધિત કર્યું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે પીએમ મોદીએ નારીશક્તિ વંદન એક્ટ દ્વારા લોકસભા અને વિધાનસભાઓમાં બહેનોને 33 ટકા અનામત આપવાનું કામ કર્યું અને દેવેન્દ્ર ફડણવીસે માઝી લાડલી બહેન યોજના હેઠળ દરેક બહેનને 1500 રૂપિયા મોકલવાનું શરૂ કર્યું. તેમણે વધુમાં કહ્યું કે હું આ વાત ખૂબ જ સમજી વિચારીને કહી રહ્યો છું કે જ્યારે પણ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર આવે છે ત્યારે મરાઠાઓને અનામત મળે છે અને જ્યારે પણ શરદ પવારની સરકાર આવે છે ત્યારે મરાઠા આરક્ષણ ગાયબ થઈ જાય છે.

કોંગ્રેસ ક્યારેય ગરીબોનું કલ્યાણ નહીં કરી શકે

આ સાથે જ કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ ક્યારેય ગરીબોનું કલ્યાણ કરી શકતી નથી. માત્ર ભાજપ જ જનહિત અને ગરીબોનું કલ્યાણ કરી શકે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ દલિતો, આદિવાસીઓ અને ગરીબોના ઉત્થાન માટે કામ કરવા જેવી અફવાઓ ફેલાવવામાં વ્યસ્ત છે, પરંતુ અમે પૂછીએ છીએ કે જ્યારે તેઓ આટલા વર્ષો સુધી સત્તામાં હતા ત્યારે તેમને દલિતો, આદિવાસીઓ અને ગરીબો માટે કામ કરતા કોણે રોક્યા હતા? . તેમણે કહ્યું કે રાજીવ ગાંધીનું સૂત્ર હમ દો, હમારે દો હતું. પરંતુ તેઓ છેલ્લા 15 વર્ષથી વિપક્ષમાં બેઠા છે.

ઔરંગઝેબ ફેન ક્લબના નેતા ઉદ્ધવ ઠાકરે

વિપક્ષ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે ‘ઔરંગઝેબ ફેન ક્લબ’ ભારતની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે નહીં. ઉદ્ધવ ઠાકરે આ ઔરંગઝેબ ફેન ક્લબના નેતા છે. તે કસાબ સાથે સંકળાયેલા લોકો સાથે ભોજન કરે છે, તે પીએફઆઈને સમર્થન આપે છે અને ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવાના વિરોધમાં છે. આ ફેન ક્લબ મહારાષ્ટ્ર અને ભારતને સુરક્ષિત નહીં બનાવી શકે. માત્ર ભાજપ જ દરેકની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે.