દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત CBI કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થયા પછી, તેમને મંગળવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઈની માંગ પર રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીની ન્યાયિક કસ્ટડી 11 સપ્ટેમ્બર સુધી વધારી દીધી. આ દરમિયાન કેજરીવાલના વકીલે તેમના જામીન વધારવાનો વિરોધ કર્યો હતો.
કોર્ટે સીબીઆઈની ચાર્જશીટની નોંધ લીધી
રાઉઝ એવન્યુ કોર્ટે આ જ કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ચોથી ચાર્જશીટની પણ નોંધ લીધી છે. સીબીઆઈએ અરવિંદ કેજરીવાલ, દુર્ગેશ પાઠક, વિનોદ ચૌહાણ, આશિષ માથુર અને સરથ રેડ્ડી વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. કોર્ટે પાંચેય આરોપીઓને હાજર થવા માટે સમન્સ જારી કર્યા છે. આ કેસની સુનાવણી સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં થઈ છે.
સિમલાઃ હિમાચલ પ્રદેશમાં ગયા મહિનાની સેલરી સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોના બેન્ક અકાઉન્ટમાં અત્યાર સુધી ક્રેડિટ નથી થઈ. જેથી કર્મચારીઓમાં ખાસ્સો આક્રોશ છે. રાજ્ય પર આશરે રૂ. 94,000 કરોડનાં દેવાં છે. રાજ્ય સરકાર કુદરતી આફતો અને બાકીના આર્થિક પડકારોનો હવાલો આપી રહી છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ જુદી છે.
રાજ્યની કોંગ્રેસ સરકારની હાલત મફત રેવડીઓ વહેંચવાને કારણે થઈ છે. હાલમાં જ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મફત રેવડીઓ વહેંચી હતી, જેમેં મફતની યોજનાઓ જેમ કે 350 યુનિટ મફત વીજળી, જેનાથી 18,000 કરોડના બોજનો અંદાજ છે. મહિલાઓને પ્રતિ મહિને રૂ. 1500ની મદદની ઘોષણા- જેનાથી સરકારી ખજાના પર બોજ પડે છે. આ સિવાય ઓવરડ્રાફ્ટ લિમિટમાં ઘટાડો, આવકમાં ઘટાડો. લોનની મર્યાદા પણ સરકાર મહત્તમ ઉપયોગ કરી ચૂકી છે. આ સાથે GST વળતર પણ બંધ થઈ ચૂક્યું છે. વોટર સેસને કોર્ટ ગેરકાયદે બતાવી ચૂકી છે, જેનાથી આશરે રૂ.4000 કરોડની આવક બંધ થઈ હતી.
CM સુખએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23માં સરકારે 15 ડિસેમ્બર, 2022થી 31 માર્ચ, 2023 સુધીમાં રૂ. 6897 કરોડનાની લોન લીધી હતી. જ્યારે નાણાં વર્ષ 2023-24માં રૂ. 10,521 કરોડનાં દેવાં કર્યા હતાં, જ્યારે 2024-25માં પહેલી એપ્રિલ, 2024થી 31 જુલાઈ, 2024 સુધીમાં રૂ. 39.48 કરોડનાં દેવાં કર્યાં હતાં. આમ સરકારે છેલ્લા 20 મહિનામાં રૂ. 21,366 કરોડનાં દેવાં કર્યાં છે.કર્મચારી નેતાઓનું કહેવું છે કે સેલરી ક્યારે આવશે, એને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. સરકારે કોઈ સત્તાવાર સૂચના નથી આપી. બીજી બાજુ, જે કર્મચારીઓ સરકારની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે તેમની બદલી કરી દેવામાં આવે છે.
બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને ચાલી રહેલા વિવાદોને લઈને સતત ચર્ચામાં રહે છે. તેમની ફિલ્મ 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ વિવાદો બાદ સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે અને ફિલ્મને મોકૂફ રાખવામાં આવી છે. પરંતુ બીજી તરફ ‘ઇમરજન્સી’ના વિવાદોનો સામનો કરી રહેલી કંગના રનૌતે પણ એક નવો પ્રોજેક્ટ સાઇન કર્યો છે. કંગના હવે એક નવી ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે જેનું ટાઈટલ છે ‘ભારત ભાગ્ય વિધાતા’.
કંગના નવી ફિલ્મમાં આ પાત્ર ભજવશે
ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે માહિતી આપી હતી કે કંગના હવે ‘ભારત ભાગ્ય વિધાતા’ નામની નવી ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. તરણની સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, આ ફિલ્મ ‘સામાન્ય લોકોની અદભૂત વાર્તા અને તેમની અસાધારણ સિદ્ધિઓ દર્શાવશે.’
KANGANA RANAUT TO STAR IN ‘BHARAT BHHAGYA VIDDHAATA’… #KanganaRanaut will essay the central role in #BharatBhhagyaViddhaata… The film will showcase the remarkable stories of ordinary people and their extraordinary achievements.
આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક મનોજ તાપડિયા છે જેમણે ‘ચીની કમ’, ‘મદ્રાસ કેફે’ જેવી ફિલ્મો માટે ગીતો લખ્યા છે. 2016 માં, મનોજે આર માધવનની ફિલ્મ ‘ઇરુધિ સુત્રુ’ લખી હતી, જે હિન્દીમાં ‘સાલા ખડૂસ’ નામથી રિલીઝ થઈ હતી. બબીતા આશિવાલ અને આદિ શર્મા ‘ભારત ભાગ્ય વિધાતા’ના નિર્માતા છે.
કંગનાની ‘ઇમરજન્સી’ને લઈને થયો છે વિવાદ
કંગનાની ફિલ્મ ‘ઇમરજન્સી’ આ દિવસોમાં એક મોટા વિવાદમાં ફસાયેલી છે. આ ફિલ્મમાં કંગના ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ કરી રહી છે. વાર્તામાં લીડ રોલ કરવા ઉપરાંત કંગના ‘ઇમરજન્સી’ની ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પણ છે. ફિલ્મનું ટ્રેલર 14 ઓગસ્ટે રિલીઝ થયું હતું અને તેની સાથે જ ફિલ્મને લઈને વિવાદો પણ શરૂ થઈ ગયા હતા. શીખ સંગઠનોએ કંગનાની ફિલ્મ પર ‘ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો’ અને ‘શીખોની ખોટી છબી’ બતાવવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રેલર રિલીઝ થયા બાદ પંજાબમાં ફિલ્મનો વિરોધ થયો હતો અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. આખરે સેન્સર બોર્ડે ફિલ્મનું સેન્સર સર્ટિફિકેટ અટકાવી દીધું. ‘ઇમરજન્સી’ ક્યારે રિલીઝ થશે તે અત્યારે કોઇ કહી શકે તેમ નથી.
ફિલ્મની મૂળ રજૂઆત ઓક્ટોબર-નવેમ્બર 2023 માટે આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તે પછી તે 14 જૂન, 2024 ના રોજ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે આ ફિલ્મ ફરી એક વખત મોકૂફ રાખવામાં આવી હતી અને આખરે તેની રિલીઝ ડેટ 6 ઓગસ્ટ રાખવામાં આવી હતી. અને આ નવી તારીખે પણ ‘ઇમરજન્સી’ રિલીઝ થશે નહીં.
અમદાવાદ: શહેરના વેજલપુર વિસ્તારમાં મધુરમ ફ્લેટના એક બ્લોકના મોટો અકસ્માત સર્જાયો છે. ફ્લેટના એક બ્લોકના દાદરાનો ભાગ ધરાશાયી થયો છે. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસ વિભાગ દોડતું થયું હતું. બ્લોકમાં રહેતા લોકોનું તાબડતોબ રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ વેજલપુરમાં જીવરાજ પાર્ક, HP પેટ્રોલ પંપની બાજુમાં આવેલ મધુરમ ફ્લેટમાં દાદરાનો ભાગ એકા-એક ધરાશાયી થઈ ગયો હતો. દાદરા પડવાનો અવાજ આવતાની સાથે જ નજીકમાં રહેલા લોકો પણ સ્થળે પહોંચી ગયા હતાં. જે બાદ તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરની એકથી બે ગાડી અને એમ્બ્યુલન્સ પણ સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં 4 માળના રહીશો અંદર ફસાયા હતાં. ફાયર વિભાગની ટીમ દ્વારા ઉપરના માળે ફસાયેલા લોકોનું સ્નોરકેલની મદદથી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લોકોના કમરના ભારે દોરડું બાંધી સીડીની મદદથી ધીરેધીરે નીચે ઉતારવામાં આવ્યા હતાં. ગણતરીની કલાકોમાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમે 26 લોકોનું સલામત રેસ્ક્યૂ કરી લીધુ હતું. વહેલી સવારની ઘટના અને લોકો સૂઈ રહ્યાં હોવાથી મોટી દુર્ઘટના બનતા રહી છે. આ સાથે જ બિલ્ડિંગ પણ જર્જરીત હોય તેવું જણાઈ રહ્યું છે.
અમદાવાદ: હાઈકોર્ટે ફરી એક વખત અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનની ઝાટકણી કરી હતી. વાત એમ છે કે સિનિયર સિટીઝન મહિલાના પતિના ડેથ સર્ટિફિકેટમાં ભૂલ સુધારવામાં અવ્યવસ્થિત જવાબ આપનાર AMC સત્તાધીશોની ગુજરાત હાઇકોર્ટે ઉધડો લીધો હતો. એક તબક્કે AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અદાલતમાં રૂબરૂ હાજર રહી માફી માંગવી પડી હતી. તેમજ મહિલાના પતિના મૃત્યુના પ્રમાણપત્રમાં ભૂલ સુધારી આપવાની ખાતરી આપી હતી. હાઇકોર્ટે AMCને કડક તાકીદ કરી હતી કે, આવી અરજીઓના કિસ્સાઓમાં AMC સત્તાધીશોએ યોગ્ય નિકાલ કરવો અને કોર્ટનું બિનજરૂરી ભારણ વધારવુ નહી.
મળતી માહિતી અનુસાર હાઈકોર્ટે AMC સત્તાધીશોની આ પ્રકારના કિસ્સામાં ટીકા કરતા જણાવ્યું કે, પ્રસ્તુત કેસમાં AMC સત્તાધીશો દ્વારા મગજનો ઉપયોગ કરાયો નથી. ચાર મહિનાથી સિનિયર સીટીઝન મહિલા AMC અને સિવિલ હોસ્પિટલ વચ્ચે ધક્કા ખાઇ રહી છે. સર્ટીફિકેટમાં સુધારો કરી આપવાની જગ્યાએ AMC કર્મચારીઓએ તેને સિવિલ હોસ્પિટલના ધક્કા ખવડાવ્યા છે. આ કેસની સુનાવણી દરમ્યાન સાઉથ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવુ પડયુ હતુ, તેમણે હાઇકોર્ટની બિનશરતી માફી માંગી હતી.આ ઉપરાંત તેમણે મહિલાના પતિના ડેથ સર્ટિફિકેટમાં પુરાવા રજૂ થયા બાદ જરૂરી સુધારો કરી આપવાની ખાતરી આપી હતી. સાથે સાથે ભવિષ્યમાં આવુ નહી થાય તેવી કોર્ટને હૈયાધારણ આપી હતી.
કોલકાતાઃ RG કર હોસ્પિટલની ટ્રેની ડોક્ટરના રેપ-હત્યા કેસમાં બબાલ જારી છે. બંગાળ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેમાં રેપવિરોધી બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે. આ બિલ હેઠળ આરોપીઓને મોતની સજા આપવામાં આવશે. આ બિલમાં બળાત્કારના દોષીઓને 10 દિવસની અંદર ફાંસીની સજા આપવાની જોગવાઈ છે.એનું નામ અપરાજિતા વીમેન એન્ડ ચાઇલ્ડ (પશ્ચિમ બંગાળ અપરાધિક કાનૂન અને સંશોધન) બિલ 2024 છે. આ બિલનો ઉદ્દેશ પીડિતોને ન્યાય અને દુષ્કર્મના દોષીઓને ત્વરિત સજા આપવાનો છે.
બંગાળમાં રજૂ થયેલા એન્ટિ રેપ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે પ્રારંભિક તપાસ રિપોર્ટ 21 દિવસોની અંદર રજૂ કરવાનો રહેશે.
VIDEO | West Bengal CM Mamata Banerjee (@MamataOfficial) speaks in the state Assembly as the TMC government tables the anti-rape Bill.
Titled the ‘Aparajita Woman and Child Bill (West Bengal Criminal Laws and Amendment) Bill 2024,’ the legislation aims to strengthen protections… pic.twitter.com/wlgVrhtm9R
જિલ્લા સ્તરે ટાસ્ક ફોર્સની રચના કરવા અને નક્કી સમય મર્યાદામાં સુનાવણી પૂરી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં મુખ્ય વિપક્ષ ભાજપ આ બિલને ટેકો આપશે. આ બિલ વિધાનસભામાં પસાર થયા પછી રાજ્યપાલને મોકલવામાં આવશે. ભાજપનું કહેવું છે કે તેમની પાર્ટી બળાત્કારની વિરુદ્ધ પશ્ચિમ બંગાળની સરકારના બિલનું સમર્થન કરશે.
CBIની તપાસ
CBI ફરી એક વાર આરજી કરીને મેડિકલ કોલેજ પહોંચી હતી. ક્રાઇમ સીનની મુલાકાત લેવાની સાથે હોસ્પિટલમાં ભ્રષ્ટાચારના કેસોની પણ તપાસ કરવામાં આવી હતી. એટલું જ નહીં, એજન્સીએ ઘણા લોકોની પૂછપરછ કરી છે. CBI લેડી ડોક્ટર કેસમાં હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પણ સતત પૂછપરછ કરી રહી છે. જોકે CBI હજુ સુધી કોઈ પરિણામ પર પહોંચી શકી નથી. બીજી બાજુ, ભાજપ અને TMC વચ્ચે શાબ્દિક વાકયુદ્ધ ચાલી રહ્યું છે.
નવી દિલ્હી: અસના વાવાઝોડાની અસર મધ્ય પ્રદેશમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગ (IMD)એ મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય પ્રદેશમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા વહીવટીતંત્ર પણ સતર્ક થઈ ગયું છે.
Depression over East Vidarbha and adj Telangana moved WNW and weakened into WML over central parts of Vidarbha and neighbourhood at 1730 IST of 2 Sept, 2024. Likely to move nearly NW across Vidarbha and adjoining west MP and weaken into a low pressure area during next 24 hrs pic.twitter.com/qD7hKBn5we
અસના વાવાઝોડું પૂર્વ વિદર્ભ અને તેલંગાણા તરફ આગળ વધ્યું અને બીજી સપ્ટેમ્બરે સાંજે 5:30 વાગ્યે વિદર્ભ અને તેની નજીકના મધ્ય ભાગો પર નબળું પડ્યું. હાલમાં આ વાવાઝોડું વિદર્ભ અને પશ્ચિમ મધ્ય પ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારબાદ તે સંપૂર્ણપણે નબળુ પડી શકે છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, મધ્ય પ્રદેશના હરદા, બેતુલ, દેવાસ, ખરગોન અને બુરહાનપુરમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે. ભોપાલમાં પાંચમી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. ઈન્દોર, રતલામ, શાજાપુર, ઉજ્જૈન, ખંડવા, રાયસેન, ધાર, સિહોર સહિત 22 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. રીવા, સતના, જબલપુર, ગ્વાલિયર, સાગર, દમોહ અને શહડોલ સહિત 28 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ (IMD)એ મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય પ્રદેશમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા વહીવટીતંત્ર પણ સતર્ક થઈ ગયું છે.
અમદાવાદ: ગત 31 ઓગસ્ટના રોજ રાજ્ય સરકારે રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઈપેન્ડમાં 20 ટકાના વધારાની જાહેરાત કરી હતી. જ્યારે આ તમામ રેસિડેન્ટ ડોક્ટરોની 40 ટકાના સ્ટાઈપેન્ડ વધારાની માગ હતી. આ જ માગને લઈને તમામ રેસિડેન્ટ ડોક્ટરો ગઈકાલથી હડતાલની જાહેર કરી હતી. જ્યારે આ હડતાલને લઈ ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડતી જોવા મળી રહી હતી. આ દરમિયાન આરોગ્ય વિભાગે હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટરોને અલ્ટીમેટમ આપ્યું હતું કે, મંગળવારે સવારે નવ વાગ્યા સુધીમાં ફરજ પર થાઓ નહીંતર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આજે હડતાલના બીજા દિવસે પણ ડોક્ટરોએ એકઠા થવાનું શરૂ કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરની રેસિડેન્ડ ડોક્ટરોની હડતાળને પગલે સિવિલ હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલોમાંથી ડોક્ટરોને બોલાવી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ છે જેથી દર્દીઓને હાલાકી ન પડે. ડોક્ટર દ્વારા સોમવારે સુધી સ્ટાઈપેન્ડમાં 40 ટકા વધારાની માંગ કરવામાં આવી હતી, પરંતુ આજે 40 ટકાની જગ્યાએ 30 ટકાની માંગ કરવામાં આવી છે. એટલે કે, હવે બાકી રહેલો 10 ટાકા વધારો માંગીને હડતાલ શરૂ કરવામાં આવી છે. જ્યારે આ રેસિન્ડેટ ડોક્ટરોની હડતાલને સામે ડોક્ટરોની પણ અડી ખમ રહેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. રેસિડેન્ટ ડોક્ટરો સાથે વાટાઘાટો કરવાનું પણ ટાળવામાં આવી હતી. હાલ બી.જે મેડિકલ કેમ્પસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલમાં બીજે મેડિકલ કોલેજમાં 1 એસીપી, 2 પીઆઈ, 4 પીએસઆઈ, 100થી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર સરકારના આદેશને પગલે આરોગ્ય વિભાગે નક્કી કર્યુ છે કે, જો મંગળવારે સવારે 9 વાગ્યા સુધી ડોક્ટરો હાજર ન થાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. એટલું જ નહીં, હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટરોના રજીસ્ટ્રેશન રદ કરવા સુધીના પગલાં લેવા તૈયારી કરાઇ છે. આ ઉપરાંત જે રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળમાં ભાગ લીધો છે તેમની ગેરહાજરી પૂરવા પણ આરોગ્ય વિભાગે સૂચના આપી દીધી છે. દર્દીઓના ભોગે વારંવાર હડતાળ પાડતાં રેસિડેન્ટ ડોક્ટરો સામે સરકાર કડક વલણ દાખવ્યુ છે. આ ઉપરાંત કોઇપણ ભોગે સ્ટાઈપેન્ડમાં વધારો નહીં કરવા સરકાર મક્કમછે.
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભરૂચના વાલિયામાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના લીધે વાલિયાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદના પગલે વાલિયાના નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. જે ભરૂચ તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં નવા નીરની આવક થતાં વાલિયાના દેસાડ અને સોડગામ પણ બેટમાં ફેરવાયા હતા. વનખાડી અને કીમ નદીના પાણી ફરી વળ્યા હતા.
તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે બે કલાકમાં જ પાંચ ઈંચ જ્યારે ગત 24 કલાકમાં 7.6 ઇંચ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક જાહેર માર્ગો પર વાહનો તણાયા હતા. બીજી તરફ તાપીના સોનગઢમાં 10 ઈંચ, વ્યારામાં 9 ઈંચ, માંગરોળમાં 7.6 ઈંચ, વઘઈમાં 7.6 ઈંચ, ભરૂચમાં 7.2 ઈંચ, તિલકવાડામાં 7 ઈંચ, ઉચ્છલમાં 6.9 ઈંચ, ડોલવણમાં 6.7 ઈંચ, નડિયાદમાં 6.7 ઈંચ, વાંસદામાં 6.5 ઈંચ અને સુબીરમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી ઘોડાપૂર આવ્યા હતા.
હવામાન વિભાગની આગાહીની જો વાત કરવામાં આવે તો ત્રીજી સપ્ટેમ્બર એટલે કે મંગળવારે છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ચોથી સપ્ટેમ્બરને બુધવારે ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પાંચમી સપ્ટેમ્બરને ગુરૂવારે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
મુંબઈ: બોલિવૂડના ફેમસ અને સુંદર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટુંક સમયમાં જ પેરેન્ટ બનવા જઈ રહ્યાં છે. એવામાં અભિનેતા અને અભિનેત્રીએ મેટરનીટી શૂટ કરાવ્યું છે, જેની કેટલીક તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં બંનેના ચહેરા પર ખુબ જ હરખ જોવા મળી રહ્યો છે.