Home Blog Page 1518

ભસતાં કૂતરાં કરડે નહિ ને ગાજ્યા મેહ વરસે નહિ

 

ભસતાં કૂતરાં કરડે નહિ ને ગાજ્યા મેહ વરસે નહિ

 

કેટલાક માણસોને મોટી મોટી વાતો કરવાની ટેવ હોય છે. સાવ નાના મુદ્દાને પણ એ હૂલાવીફૂલાવીને મોટી કરે છે અને એવી આશા ઊભી કરે કે જાણે કેટલુંય કરી નાખશે. આ સંદર્ભમાં કહેવત છે – ગાજ્યા મેહ વરસે નહિ.

 

આથી ઊલટું, કેટલાક એવા હોય છે કે જાણે બહુ જ શક્તિશાળી અને ક્ષમતા ધરાવતા હોય, વાત વાતમાં ચેલેન્જ ફેંકે, ધમકી આપે અને સામા માણસને દબાવવાનો પ્રયત્ન કરે. વાસ્તવમાં એમની ધમકી સાવ ખોખલી એટલે કે પોલી હોય અને એમનાથી દબાવવાનું અથવા ગભરાવવાનું કોઈ કારણ ન હોય. સામાન્ય રીતે કૂતરાની એક ટેવ એવી હોય છે કે એ પાછળથી આવી અને બચકું ભરી જાય. એ રીતે ચૂપચાપ આવે કે ખબર જ ન પડે. આથી ઊલટું જે કૂતરું ભસે છે તે તો તમને સાવધ કરે છે. મોટા ભાગે આ કારણથી તે કરડી શકતું નથી કારણ કે તમે ચેતી જાવ છો. આમ, બહુ હા-હો કરનાર કે વાત વાતમાં ચેલેન્જ ફેંકનાર માણસથી ગભરાવાની કોઈ જરૂર નથી એ સંદર્ભમાં ભસતા કૂતરા કરડે નહીં એ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

હરિયાણામાં કોન્ગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની શક્યતા

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભા ચૂંટણી માટે આપ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની શક્યતા છે. રાહુલ ગાંધી ગઠબંધનની તરફેણમાં છે. હરિયાણામાં ચૂંટણી પહેલાં કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓમાં મતભેદો છે, જેમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કુમારી શેલજા અને રણદીપ સૂરજેવાલા સામેલ છે.

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી અંગે વ્યૂહરચના નક્કી કરવા કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં  કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગઠબંધન સાથે ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. આ બેઠકમાં તેમણે સવાલ કર્યો હતો કે એકલા ચૂંટણી લડવાથી નુકસાન નહીં થાયને?  શું ગઠબંધનની કોઈ સંભાવના છે?

એ સવાલનો જવાબ આપતાં ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ જણાવ્યું હતું કે આમ આદમી પક્ષ સૌથી વધુ બેઠક માગી રહી છે, જેથી તેની સાથે ગઠબંધન કરવું મુશ્કેલ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે આપ પક્ષને ત્રણથી ચાર બેઠક આપી શકીએ, પરંતુ તેની આપ વધુ બેઠકો માગી રહ્યો છે, જેથી તેની સાથે ગઠબંધન કરવું મુશ્કેલ છે. જેના પર ગાંધીએ કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના મતો વહેંચાય ન જાય તેવો પ્રયાસ આપણે સૌએ કરવો જોઈએ. તમે લોકો તેના માટે યોગ્ય માર્ગ શોધી કાઢો. આપ પાર્ટીની સાથે મળીને ચૂંટણી લડવાથી કોંગ્રેસને લાભ થશે અને બંને પાર્ટીઓ અલગ-અલગ લડશે તો નુકસાન ભોગવવું પડશે.

કોંગ્રેસ નેતા કુમારી શૈલજાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રાજ્યમાં અમારો પક્ષ મજબૂત ખેલાડી છે અને એકલા હાથે ચૂંટણી લડશે. આ વર્ષની શરૂઆતમાં દિલ્હીના CM કેજરીવાલે કહ્યું હતું કે આપ હરિયાણાની તમામ 90 બેઠક પર પોતાની તાકાત સાથે ચૂંટણી લડશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ કહ્યું છે કે હરિયાણામાં આપ સાથે કોઈ ગઠબંધન નહીં થાય.

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પૂર્વમાં જળબંબાકારની પરિસ્થિતિ

અમદાવાદ: શહેરમાં સોમવારે સવારથી જુદા-જુદા વિસ્તારોમાં વીજળીના કડાકા અને પવન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. દિવસ દરમિયાન શહેરમાં સરેરાશ સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદ પર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવા સાથે શહેરના પૂર્વ પટ્ટામાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. નરોડા વિસ્તારમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે કુબેરનગર મેઈન બજાર, સૈજપુર, સિંધી બજાર, વગેરે વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. લોકોના મકાનો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. આ ઉપરાંત મણિનગરમાં બે, કોતરપુર, મેમ્કો, વટવા, નિકોલ, અને ઓઢવમાં પોણા બે તથા રામોલમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. સાંજના સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક સ્થળે પાણી ભરાવાને કારણે નોકરી- ધંધેથી ઘેર પરત ફરનારા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. તેમજ ઠેર-ઠેર ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા.શહેરના પૂર્વ પટ્ટાની સરખામણીએ પશ્ચિમ વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાયો હતો. ચાંદખેડા, ઉસ્માનપુરા, રાણીપ, વાસણા બેરેજ, ચાંદલોડિયા, મક્તમપુરા, વગેરે વિસ્તારોમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વાસણા બેરેજમાં 131.25 ફુટનું લેવલ નોંધાયું છે અને વાસણા બેરેજના 4 દરવાજા બેથી ત્રણ ફુટ જેટલા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે.

દેવેન ભોજાણીને લીધે આમિર અભિનયમાં આવ્યો 

ગુજરાતી અભિનેતા દેવેન ભોજાણી આમિર ખાનના અભિનય પ્રવેશ માટે નિમિત્ત બન્યો હતો. અને દેવેન ભોજાણીએ આમિર ખાન સાથેની ફિલ્મ પછી અભિનયને કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો હતો. દેવેન અનાયાસ જ અભિનયમાં આવ્યો હતો. એ કોલેજમાં ભણતો હતો ત્યારે એનો મિત્ર હાર્દિક નાટક માટે મહેન્દ્ર જોશી પાસે ધક્કો મારીને મૂકી આવ્યો હતો. મહેન્દ્ર જોશી એની સાથે શરૂઆતમાં ખરાબ રીતે રજૂ થયા હતા. પણ દેવેને કરેલા અભિનયથી પ્રભાવિત થઈને એને નાટકમાં જોડાવા કહ્યું હતું. ધીમે ધીમે દેવેન કોલેજમાં નાટકો કરતાં કરતાં બહારના વ્યાવસાયિક નાટકોમાં ભાગ લેવા લાગ્યો હતો. તે ભણવાની સાથે સીએને ત્યાં નોકરી કરતો હતો. તેથી શનિ-રવિમાં જ નાટકોમાં કામ કરતો હતો. ત્યારે દેવેન મહેન્દ્ર જોશીના ‘કેસર ભીના’ નાટકમાં અભિનય કરતો હતો.

અચાનક એક દિવસ એને કહેવામાં આવ્યું કે નાટકને ટૂર પર લઈ જવાનું છે. ગુજરાતનાં મોટા શહેરોમાં નાટક ભજવવા જવાનું છે. દેવેનને નોકરીમાં ચાર-પાંચ દિવસ રજા મૂકવી પડે એમ હતી. દેવેને કહ્યું કે એને નોકરીમાંથી રજા મળી શકે એમ નથી. દેવેને શૉ કેન્સલ કરવાનું સૂચન કર્યું. એને કહેવામાં આવ્યું કે શૉ રદ કરી શકાય નથી. તારી જગ્યાએ બીજા કોઈને લેવો પડશે. હવે દેવેન જે નાટકમાં કામ કરતો હતો એ થિયેટર ગૃપના બેકસ્ટેજમાં આમિર ખાન કામ કરતો હતો. એ ઘણા વખતથી સ્ટેજ પર કામ કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. પણ મહેન્દ્ર જોશીએ એને કોઈ ભૂમિકા આપી ન હતી.

દેવેને ના પાડી એટલે એમણે આમિરને એ ભૂમિકા આપી હતી. અને આમિરના જીવનની એ પહેલી ભૂમિકા હતી. અભિનય જગતમાં આમિરને દેવેન ભોજાણીએ ના પાડ્યા પછી તક મળી હતી. તેથી તે હંમેશા એવું માનતો અને કહેતો રહ્યો છે કે દેવેનને કારણે જ અભિનયમાં આવી શક્યો છે. આ વાત એણે જાહેરમાં જ નહીં દેવેનને અંગત મુલાકાતોમાં પણ અનેક વખત કહી છે. દેવેન ભોજાણીએ એક મુલાકાતમાં આમિરના એ કિસ્સા પણ કહ્યા હતા. એક વખત દેવેન ફિલ્મ નિર્માણ શીખવા અમેરિકા ગયો હતો. ત્યાં જુદા જુદા દેશની ફિલ્મો બતાવવામાં આવતી હતી અને એના વિશે નિર્માતા- નિર્દેશક તેમજ કલાકારો સાથે સવાલ-જવાબ થતા હતા. એમાં ફિલ્મ ‘પીપલી લાઈવ’ (2010) બતાવવામાં આવનાર હતી.

આમિર આવવાનો હોવાનું જાણવા મળતા દેવેન ખુશ થયો હતો. દેવેન એ થિયેટરમાં ગયો હતો. આમિરને આવવામાં મોડું થયું હતું. આમિરે સ્ટેજ પર આવ્યા પછી એ માટે માફી માગી પછી નીચે બેઠેલા લોકોમાં એની નજર દેવેન પર પડી. અને ‘અરે દેવેન! તું યહાં ક્યા કર રહા હૈ’ કહી સ્ટેજ પરથી કૂદકો મારી નીચે આવ્યો અને ભેટી પડ્યો. એની સાથે વાત કરી આમિર સ્ટેજ પર ગયો અને કહ્યું કે અત્યારે હું જે છું એ આ દેવેનને લીધે છું. એટલું જ નહીં નોકરીની સમસ્યાને કારણે દેવેનની જગ્યાએ એને નાટકમાં કેવી રીતે તક મળી હતી એ પણ વિગતવાર કહ્યું. આમિરે પુત્રી ઈરાના લગ્નમાં દેવેનને આમંત્રણ આપ્યું હતું. દેવેન શુભેચ્છા પાઠવવા ગયો ત્યારે એની પુત્રીને કહ્યું હતું કે હું આજે આ અભિનય ક્ષેત્રમાં છું એ આ છોકરાને લીધે છું. દેવેનનું કહેવું છે કે આમિર આ વાત કહી રહ્યો છે એ એની મોટાઈ છે. બાકી આ વાત એટલી મોટી નથી.

આમિરે ફિલ્મ ‘પીકે’ ની રજૂઆત વખતે એક પ્રચાર કાર્યક્રમમાં પણ આ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તે કોલેજમાં આવ્યો ત્યારે મહેન્દ્ર જોશીના ગુજરાતી થિયેટર ગૃપમાં ચા લાવવાનું, ઇસ્ત્રી કરવાનું વગેરે કામ કરતો હતો. અને અભિનયની એક તક મળે એની રાહ જોતો હતો. દેવેને જે ગુજરાતી નાટક માટે ના પાડી એનો ચાર દિવસ પછી પહેલો શૉ હતો. મહેન્દ્રએ વિપુલ શાહને કહ્યું કે દેવેનના સંવાદ આમિરને શીખવી દે. આમિરે જીવનમાં ગુજરાતી આવડતું ન હોવા છતાં પહેલી વખત ગુજરાતી નાટકમાં કામ કર્યું હતું. આમિર જ્યારે ફિલ્મોમાં આવ્યો ત્યારે દેવેનને ફિલ્મ ‘જો જીતા વો હી સિકંદર’ (1992) માં આમિરના મિત્રની ભૂમિકા મળી હતી. અને એ ફિલ્મથી એટલો લોકપ્રિય થઈ ગયો કે હીરોના દોસ્તની અનેક ભૂમિકાઓ મળવા લાગી. તેથી દેવેન ભોજાણીએ નોકરી તથા ભણવાનું છોડી અભિનયને કારકિર્દી બનાવવાનો નિર્ણય લઈ લીધો હતો.

પોરબંદરમાં કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરનું દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ, 3 જવાનો લાપતા

ભારતીય કોસ્ટ ગાર્ડના ALH હેલિકોપ્ટરને દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. કોસ્ટ ગાર્ડે માહિતી આપી છે કે 02 સપ્ટેમ્બર 2024 ના રોજ રાત્રે 11 વાગ્યે ગુજરાતના પોરબંદર ખાતે મોટર ટેન્કર હરિ લીલામાંથી ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવા માટે ALH હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યું હતું. જોકે, હેલિકોપ્ટરને દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

કેવી રીતે થયો અકસ્માત?
ભારતીય કોસ્ટ ગાર્ડે ટ્વીટ કરીને માહિતી આપી કે આ ઘટના ત્યારે બની જ્યારે હેલિકોપ્ટર જહાજની નજીક ખાલી કરાવવા માટે આવી રહ્યું હતું. ઇમરજન્સી લેન્ડિંગ કરનાર હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બરને શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે કે અન્ય 3 સભ્યોની શોધ ચાલી રહી છે. રેસ્ક્યુ ટીમને હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી માટે 04 જહાજો અને 02 વિમાન તૈનાત કર્યા છે.

હેલિકોપ્ટરે 67 લોકોના જીવ બચાવ્યા
ભારતીય કોસ્ટ ગાર્ડે એક નિવેદન જારી કર્યું હતું કે તેનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે ભારતીય ધ્વજવાળા મોટર ટેન્કર હરિ લીલામાં સવાર એક ગંભીર રીતે ઘાયલ ક્રૂ મેમ્બરને મદદ પૂરી પાડવા માટે દરિયામાં ઉતારવામાં આવ્યું હતું. આ કાર્યવાહી પોરબંદર દરિયાકાંઠાથી લગભગ 45 કિલોમીટર દૂર કરવામાં આવી હતી. કોસ્ટ ગાર્ડે જણાવ્યું કે મોટર ટેન્કરના માલિક હરિ લીલાની વિનંતી પર આ કાર્યવાહી કરવામાં આવી છે. કોસ્ટ ગાર્ડના ક્રૂમાં ચાર લોકો સવાર હતા. અહેવાલ મુજબ ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટરને અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

હેલિકોપ્ટરનું દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હેલિકોપ્ટર જ્યારે મોટર ટેન્કર સુધી પહોંચવાનું હતું ત્યારે કેટલાક કારણોસર હેલિકોપ્ટરને દરિયામાં લેન્ડ કરવું પડ્યું હતું. દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરના ગુમ થયેલા સૈનિકોની શોધ માટે કોસ્ટ ગાર્ડે ચાર જહાજો અને બે એરક્રાફ્ટને બચાવ કામગીરીમાં તૈનાત કર્યા છે.

આ ફેમસ સિંગરના ઘરની બહાર ધડાધડ ફાયરિંગ, કોણ જવાબદાર?

કેનેડાના વાનકુવરમાં પંજાબી ગાયક અને રેપર એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેની સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. ગાયક વિશેના આ ચિંતાજનક સમાચારે તેના ચાહકોમાં પણ હલચલ મચાવી છે. સિંગરનું ઘર કેનેડાના વાનકુવરમાં છે. અજાણ્યા હુમલાખોરોએ તેમના ઘરની બહાર આ ઘટનાને અંજામ આપ્યો હતો. ગોળીબાર કરનારા હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ નથી.

એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ માટે કોણ જવાબદાર?

પ્રખ્યાત પંજાબી ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લોરેશ વિશ્નોઈ રોહિત ગોદારા ગેંગે લીધી છે. વાયરલ થઈ રહેલી પોસ્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. ફાયરિંગના વીડિયોએ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પગલે આ ઘટનાએ હોબાળો મચાવ્યો. વિક્ટોરિયા આઇલેન્ડ વિસ્તારમાં ગાયકના ઘર પાસે ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે 1 સપ્ટેમ્બરની રાત્રે કેનેડામાં બે સ્થળોએ ગેંગે ગોળીબાર કર્યો હતો – એક વિક્ટોરિયા આઈલેન્ડ પર અને બીજું વુડબ્રિજ, ટોરોન્ટોમાં.

ફેસબુક પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે,’1 સપ્ટેમ્બરની રાત્રે અમે કેનેડામાં બે સ્થળોએ ફાયરિંગ કર્યું, જેમાંથી એક વિક્ટોરિયા આઈલેન્ડ અને વુડબ્રિજ ટાર્નોન્ટો છે. આ ફાયરિંગની જવાબદારી અમે રોહિત ગોદારા લોરેશ વિશ્નોઈ ગેંગ લઈએ છીએ. આગળ લખ્યું છે કે,’વિક્ટોરિયા આઇલેન્ડનું ઘર એપી ધિલ્લોનનું છે. આ પોસ્ટમાં સલમાન ખાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે લોકો અંડરવર્લ્ડના જીવનની નકલ કરો છો, પરંતુ વાસ્તવમાં અમે તે જીવન જીવી રહ્યા છીએ. તમારી મર્યાદામાં રહો નહીંતર તમે કૂતરાનું મોત મરશો.

પોલીસ એપી ધિલ્લોન ફાયરિંગ કેસની તપાસમાં વ્યસ્ત

સુરક્ષા એજન્સીઓ આ પોસ્ટ અને ફાયરિંગની હકીકત શોધવામાં વ્યસ્ત છે. આ પહેલા પણ ગોલ્ડી લોરેન્સ ગેંગે થોડા મહિના પહેલા વિદેશમાં ગિપ્પી ગ્રેવાલના ઘરે ફાયરિંગ કર્યું હતું. કેનેડિયન પોલીસે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

‘જો કોઈ સમસ્યા હોય તો કોર્ટમાં લઈ જાઓ, કાયદો નક્કી કરશે’

મુંબઈ: બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. ફિલ્મના વિવાદ બાદ સેન્સર બોર્ડે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ દરમિયાન કંગનાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કવિ અને લેખક મનોજ મુન્તાશીરનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મનોજ મુન્તાશીરે ફિલ્મને સર્ટિફિકેટ ન મળવા પર અનેક સવાલો ઉઠાવ્યા છે.

મનોજ મુન્તાશીરે ફિલ્મના દરેક ભાગ પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવ્યા છે જેના પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે પણ વાત કરી. તેમણે વાંધો ઉઠાવનારાઓને વિનંતી કરી છે કે જો તેમને કોઈ સમસ્યા હોય તો તેઓ કંગનાને કોર્ટમાં લઈ જાય, કાયદો નક્કી કરશે. વીડિયો શેર કરતી વખતે કંગના રનૌતે તેને કેપ્શનમાં લખ્યું છે કે ‘ઇમરજન્સી vs અભિવ્યક્તિની સ્વતંત્રતા’.

“મહાનતાનો આ ઢોંગ છોડી દો “

મનોજ મુન્તાશીરે જણાવ્યું હતું કે, “ઇમરજન્સી 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે નહીં, કારણ કે ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી. સારી વાત છે, પરંતુ આ સર્ટિફિકેટની રમત અધૂરી કેમ રમાઈ રહી છે, તે સંપૂર્ણ રીતે રમવી જોઈએ. આ સાથે જ વધુ એક સર્ટિફિકેટ અમારી પાસેથી છીનવી લેવું જોઈએએ કે આપણે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન કરનારા લોકો છીએ. આ મહાનતાનો ઢોંગ છોડો, આપણે એક ફિલ્મ પણ સહન કરી શકતા નથી અને ફ્રીડમ અને એક્સપ્રેશનની વાત કરીએ છીએ.”

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

તેમણે વધુમાં કહ્યું કે, “અચ્છા ઈમરજન્સીમાં શું સમસ્યા છે, સમસ્યા એ છે કે ઈન્દિરા ગાંધીની નિર્મમ હત્યા બતાવવામાં આવી છે. તો શું ઈન્દિરા ગાંધીનું મૃત્યુ માર્ગ અકસ્માતમાં થયું હતું અને હત્યા નહોતી થઈ? તેમની સમસ્યા એ છે કે ઈન્દિરા ગાંધીના હત્યારાઓને શીખ બતાવવામાં આવ્યા છે. તો શું સતવંત સિંહ અને બેઅંત સિંહ શીખ નહોતા? કે પછી સમસ્યા એ છે કે જરનૈલ સિંહ ભિંડરાવાલેને આતંકવાદી બતાવવામાં આવ્યા છે. તો શું હજારો લોકોની નિર્મમ હત્યા કરનાર તે ક્રૂર આતંકવાદી નહોતો?

“લોકોએ પહેલા ફિલ્મ જોવી જોઈએ”

મનોજ મુન્તાશીરે ‘ઇમરજન્સી’ શીખ વિરોધી હોવાના તમામ આરોપોને ફગાવી દીધા અને શીખોના સેંકડો વર્ષોના ગૌરવશાળી ઇતિહાસની વાત કરી. તેમણે કહ્યું કે લોકોએ પહેલા આ ફિલ્મ જોવી જોઈએ, પછી પોતાનો અભિપ્રાય બનાવવો જોઈએ અને જો તેમને કંઈ વાંધાજનક જણાય તો તેમણે કોર્ટમાં જવું જોઈએ. તમને જણાવી દઈએ કે મનોજ મુન્તાશીરે ફિલ્મ ‘ઇમરજન્સી’ના ગીતો લખ્યા છે.

BJP નેતા અને તેના ડ્રાઈવરે વિધવા પર કર્યો બળાત્કાર, પોલીસે કરી ધરપકડ

મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના નેતા અને નૈનીતાલ સ્થિત ઉત્તરાખંડ કોઓપરેટિવ મિલ્ક યુનિયન લિમિટેડના પ્રશાસક મુકેશ બોરા અને તેના ડ્રાઈવર વિરુદ્ધ નોકરી અપાવવાના બહાને એક વિધવા પર બળાત્કાર કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે. સોમવારે આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે મહિલાની ફરિયાદના આધારે બોરા અને તેના ડ્રાઈવર કમલ બેલવાલ વિરુદ્ધ બળાત્કાર અને ધમકીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા બોરાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

બોરાએ ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી
નૈનીતાલના એસએસપી પ્રહલાદ નારાયણ મીણાએ કહ્યું,’એક મહિલાએ લાલકુઆન પોલીસ સ્ટેશનમાં મુકેશ બોરા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે અને કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. હકીકત સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.’ પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા 3 વર્ષથી બોરાએ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેને ધમકી આપી હતી કે જો તે આ અંગે વાંધો ઉઠાવશે અથવા તો આ અંગ કોઈને જાણ કરશે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.

કાયમી કર્મચારી બનાવવાના બહાને બળાત્કાર ગુજાર્યો
ફરિયાદમાં જણાવાયું છે કે બોરાના ડ્રાઇવરે પણ વિધવા પર બળાત્કાર કર્યો હતો અને તેને ધમકી આપી હતી. મહિલાએ આપેલી ફરિયાદ મુજબ જ્યારે તે તેના પતિના મૃત્યુ પછી 2021 માં લાલકુઆન પહોંચી, ત્યારે બોરાએ તેને આઉટસોર્સિંગ દ્વારા દૈનિક વેતન પર સહકારી સંસ્થામાં નોકરી અપાવી હતી. મહિલાના જણાવ્યા મુજબ થોડા દિવસો પછી તેણીને કાયમી કર્મચારી બનાવવાના બહાને બોરાએ તેણીને હોટલના રૂમમાં બોલાવી અને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા.

મહિલા અને બાળકોને મારી નાખવાની ધમકી
મહિલાની ફરિયાદ અનુસાર બોરાએ તેને ધમકી આપી હતી કે જો તે આ વિશે કોઈને કહેશે તો તેને નોકરી ગુમાવવી પડશે. બોરાએ મહિલાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની ધમકી આપીને તેનું શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. મહિલાએ એવો પણ આરોપ મૂક્યો હતો કે બોરાએ તેના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું અને જ્યારે તેણે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તેણે તેને અને તેના બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી.

લાલકુઆનના સીઓએ પીડિતાનું નિવેદન નોંધ્યું
મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે આરોપીના ડ્રાઈવરે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. લાલકુઆં પોલીસ વિસ્તાર અધિકારી સંગીતાએ પીડિતાનું નિવેદન નોંધ્યું અને બોરા અને બેલવાલ વિરુદ્ધ કેસ નોંધ્યો. મીણાએ કહ્યું કે તપાસમાં જે તથ્યો સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

૦૩ સપ્ટેમ્બર, ૨૦૨૪

કોલકાતા કાંડઃ CBI એ સંદીપ ઘોષની કરી ધરપકડ

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના કેસમાં ઘોષ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા સીબીઆઈએ પણ ઘોષની 15 દિવસથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. એટલું જ નહીં, CBIએ ભ્રષ્ટાચારના કેસમાં ઘોષ અને તેના નજીકના લોકોના 15 સ્થળો પર દરોડા પણ પાડ્યા હતા. ઘોષ અને આરોપી સંજય રોય સહિત કુલ 10 લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે.

9 ઓગસ્ટના રોજ મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં મહિલા ડોક્ટરની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. આરોપી નાગરિક સ્વયંસેવક સંજય રોયની ઘટનાના બીજા દિવસે ધરપકડ કરવામાં આવી હતી. કોલકાતા હાઈકોર્ટના આદેશ પર આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે, આ કેસમાં મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની 16 ઓગસ્ટથી સતત પૂછપરછ કરવામાં આવી રહી હતી.

CBIના દરોડા બાદ ઘોષ સામે મોટી કાર્યવાહી

દરોડા પછી સીબીઆઈએ કહ્યું હતું કે આ કાર્યવાહીમાં ઘણું બધું મળી આવ્યું છે. સીબીઆઈના દરોડા બાદ હવે સીબીઆઈએ મોટી કાર્યવાહી કરીને ઘોષની ધરપકડ કરી છે. સીબીઆઈની સાથે ઈડી પણ તપાસ કરી રહી છે. તપાસ એજન્સી મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો હોય કે પછી RG ટેક્સમાં ભ્રષ્ટાચારનો મામલો હોય, સંદીપ ઘોષની ભૂમિકા પર સતત સવાલો ઉઠી રહ્યા છે.

ઘોષની નજીક રહેલા અખ્તરે ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો

બળાત્કાર અને હત્યા કેસમાં વહીવટદાર તરીકે ઘટનાની જવાબદારી અંગે સવાલો ઉભા થયા હતા. બીજા કેસમાં એટલે કે ભ્રષ્ટાચારના કેસમાં તેમની સામે સીધા આરોપો છે. એક સમયે સંદીપના સહયોગી અને આરજી ટેક્સના ભૂતપૂર્વ ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ અખ્તર અલીએ કોર્ટને જણાવ્યું છે કે સંદીપ મેડિકલ ઓર્ગેનિક વેસ્ટ ભ્રષ્ટાચાર, સરકારી ભંડોળની ઉચાપત, વિક્રેતાઓની પસંદગીમાં ભત્રીજાવાદ, કોન્ટ્રાક્ટરોની નિમણૂકમાં સંડોવાયેલા છે. કાયદો અને અન્ય ઘણી નાણાકીય ગેરરીતિઓ.