Home Blog Page 1382

ઐશ્વર્યા રાયની કઝીનની પાર્ટીમાં કેમ ન ગયો અભિષેક?

મુંબઈ: બુધવારે સવારે ઐશ્વર્યા રાયના પરિવારની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. આ તસવીર ઐશ્વર્યા રાયની કઝીનના જન્મદિવસની હતી, જ્યાં અભિનેત્રી તેની પુત્રી સાથે પહોંચી હતી. આ ફંક્શનમાં તેની સાથે તેની માતા પણ જોવા મળી હતી. જો કોઈએ તેમાં ભાગ લીધો ન હોય તો તે અભિષેક બચ્ચન હતો. અભિષેક બચ્ચનની ગેરહાજરીએ છૂટાછેડાની અફવાઓને વધુ વેગ આપ્યો અને સોશિયલ મીડિયા પર એવી વાતો શરૂ થઈ કે બંને વચ્ચે તણાવ છે, જેના કારણે અભિષેક ફેમિલી ફંક્શનનો ભાગ પણ બન્યો નથી. નેટીઝન્સ અનુમાન કરી રહ્યા હતા કે અભિષેક તેની અને ઐશ્વર્યા વચ્ચેના મતભેદોને કારણે પાર્ટીથી દૂર રહ્યો હતો. પણ વાસ્તવ કારણ નથી. હકીકતે કારણ કંઈક બીજુ છે.

 (Photo: IANS)

આ કારણોસર અભિષેક પહોંચ્યો ન હતો

વાસ્તવમાં અભિષેક બચ્ચન તેની બીમાર નાનીસાથે હતો. જયા બચ્ચનની માતા ઈન્દિરા ભાદુરી બીમાર હતા અને તેમને કરોડરજ્જુમાં ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અભિષેક તેની નાની સંભાળ લેવા માટે ભોપાલ પહોંચ્યો હતો. અભિષેકના નાની ભોપાલમાં રહે છે. આ જ કારણ હતું કે અભિષેક ઐશ્વર્યાની કઝીનના બર્થડે સેલિબ્રેશનમાં સામેલ ન થઈ શક્યો.બચ્ચન પરિવારે હંમેશા એકબીજાને ટેકો આપવાના મહત્વ પર ભાર મૂક્યો છે. જો કે, અભિષેક બચ્ચન તેની નાનીની ખૂબ નજીક છે. હાલમાં ટ્રોલ કરી રહેલા લોકો માટે વિચારવાનો વિષય છે કે એક વ્યક્તિ એક જ સમયે બે જગ્યાએ કેવી રીતે હાજર રહી શકે છે.

અભિષેક બચ્ચનના પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,’ ભોપાલમાં તેની નાની સાથે હોવાના સમાચાર ચાહકોને ઊંડી અસર કરે છે. તે ખ્યાતિ અને જાહેર જીવનને ધ્યાનમાં લીધા વિના હંમેશા ફેમિલીને પ્રથમ પ્રાયોરિટી આપે છે. ઇન્દિરા ભાદુરીના સ્વાસ્થ્ય અંગેના અપડેટ્સ બહાર આવતાં, ચાહકો નિઃશંકપણે આ સમય દરમિયાન તેમના અને બચ્ચન પરિવાર બંને માટે તેમનો સપોર્ટ આપવાનું ચાલુ રાખશે.

કબીરવાણી: સત્સંગનો દરેકને સમાન લાભ કેમ નથી થતો?

હરિયા જાનૈ રુખડા, ઉસ પાની કા નેહ,

સુખા કાઠ ન જાનિ હૈ, કિતહૂં બૂડા મેહ.

 

કબીરજી આ સાખી દ્વારા એ સમજાવે છે કે, સત્સંગ સૌ કરે છે પણ દરેકને તેનો સમાન લાભ નથી થતો. રુખડાનું વૃક્ષ જમીનમાં હોય અને મૂળ મજબૂત હોય ત્યારે એક જ વરસાદ તેને નવપલ્લવિત કરી દે છે. જે લાકડું સુકાઈ ગયું છે. મૂળમાં જ ખામી છે, તેવા લાકડા પર ગમે તેટલો વરસાદ કેમ ન વરસે પણ તેમાં અંકુરો કે પર્ણો ઊગતાં નથી.

આપણી વૃત્તિઓ નકારાત્મક હોય, પ્રકૃતિ સ્વાર્થી હોય અને પ્રવૃત્તિઓ તામસી હોય તો સત્સંગની અસર થતી નથી. જોકે ગુરુ નાનકના ઉપદેશથી કુલીચંદને મૃત્યુ બાદ સોય પણ સાથે નથી લઈ જવાની તેવું જ્ઞાન થાય છે. નારદમુનિના ઉપદેશથી વાલિયો લૂંટારો વાલ્મીકિ બને છે. ગાંધીજીને મળીને સરદાર પટેલ વકીલાત અને વૈભવી જીવનને તિલાંજલિ આપે છે.

સાચા ગુરુનો પ્રભાવ તેના ઉપર જ પડે છે જેની મૂળભૂત વિચારણામાં વિકાસ પામી પાંગરવાની તાલાવેલી હોય છે. બાકી તો આપણે કહીએ છીએ ને – “ભેંસ આગળ ભાગવત .”

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

સૌકોઈને એકસરખી મળેલી ઈશ્વરદત્ત બક્ષિસ

થોડાક દિવસમાં વિક્રમ સંવત 2080 વિદાય લેશે ને સંવત 2081 ચાર્જ સંભાળી લેશે. દર વર્ષની માફક આ વર્ષે પણ સંવાદ થશેઃ “હજી હમણાં તો 2024માં એન્ટર થયા ને એકાદ બે મહિનામાં તો 2024 આવી જશે. સમય જતાં વાર લાગતી નથી.” હા, સમય… રેતની જેમ સરકતો સમય. ઈશ્વરે ધનવાન, નિર્ધન સૌને એકસરખી માત્રામાં વહેંચેલી મૂલ્યવાન સંપત્તિ એટલે સમય.

ભારતના મહાન અર્થશાસ્ત્રી ચાણક્યે રોજબરોજના જીવન માટે કેટલાક સિદ્ધાંતો આપેલા. એ કહેતા કે, જિંદગીની વીતી ગયેલી પળ એક કરોડ સોનામહોર આપવાથી પણ પાછી મળતી નથી.

ખરેખર, સમયનું મૂલ્ય સમજી વિશ્વના સર્વે મહાપુરુષોએ યોગ્ય ટાણે તેનો યોગ્ય વિનિમય કરી મહત્તમ લાભ પ્રાપ્ત કરવાની અનુભવપૂર્ણ શિખામણ સમાજને આપી છે, જે વ્યક્તિના જીવનઘડતરમાં પ્રગતિનો પથ અજવાળે છે.

સમય રૂપી મૂડી દરેક પાસે સરખી જ છે. તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરનાર જિંદગીમાં બાજી મારી ગયા. આ જ ભેદ છે સામાન્ય અને અસામાન્ય વ્યક્તિ વચ્ચેનો. જગતની મહાન વ્યક્તિઓએ સમયને સંપત્તિ ગણી તેનો આયોજનપૂર્વક અને સમજદારીથી ઉપયોગ કર્યો, જેના ફ્ળસ્વરૂપે તેઓ સફ્ળતાનાં શિખરસર કર્યાં, કરી રહ્યા છે. સમયનો સદુપયોગ એટલે ચોકસાઈ અને પ્રામાણિકતાથી ખટકો રાખી ખંતપૂર્વક કાર્ય કરવામાં ખર્ચેલો સમય, જેનું પરિણામ અકલ્પનીય હોય છે.

હેન્રી વર્ડ્સવર્થ લોંગફેલો નામના પ્રસિદ્ધ અમેરિકન કવિ અને શિક્ષણશાસ્ત્રીને કૉફી બનાવતાં દસ મિનિટ થતી. ગેસ ઉપર કૉફી ઊકળવા મૂકી તેઓ પુસ્તકનું ભાષાંતર કરવા માંડે. કૉફી તૈયાર થાય ત્યાં સુધીમાં અડધા પાનાનું ભાષાંતર થઈ જાય. આવી જ રીતે સમયનો ઉપયોગ કરીને લોંગફેલોએ ‘ઈન્ફર્નો’ નામના પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કરેલો.

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ થોડા સમયનો ઉપયોગ કરવામાં કુશળ હતા. મૉર્નિંગ વૉક લેતાં એ સંતો-ભક્તોને સાથે રાખીને ચાલતાં-ચાલતાં તેમના પ્રશ્નો કે વાત સાંભળી લેતા. ક્યારેક ભોજન સમયે જ સત્સંગ સંબંધી રિપોર્ટ કે વિશિષ્ટ પ્રસંગોની વાત સંતો પાસેથી સાંભળી લેતા. આવું કરવામાં તેમને ભ્રમણ કે ભોજનના કાર્યમાં સહેજ પણ વિક્ષેપ થતો નહીં.

એક ઉક્તિ છેઃ સમય અને ભરતી કોઈની રાહ જોતાં નથી. જો આપણે સમય નહીં વાપરીએ તો તે સ્વયં વપરાઈ જઈશું. “અ સ્ટિચ ઈન ટાઈમ, સેવ્સ નાઈન” અર્થાત્ યોગ્ય સમયે લેવામાં આવેલો એક ટાંકો બીજા નવ ટાંકા બચાવે છે, અને ટાણે ન થયેલું કામ ઘણા પ્રશ્નોની ભેટ આપે છે. વર્તમાન સમયમાં પ્રત્યેક વ્યક્તિ ખૂબ વ્યસ્ત હોવાની માનસિક ભ્રમણામાં ઘેરાયેલા જોવા મળે છે. તેના દૈનિક જીવનમાં કાંઈક અલગ કે વિશેષ કામ માટે વાત આવશે તો કહેશે મને સમય જ ક્યાં મળે છે? પરંતુ, આ જ મહાશયના ઘણા કલાકો મોબાઈલ, વૉટ્સઍપ, ઈન્ટરનેટ, ટીવી જોવામાં વેડફાઈ જતા હોય છે. આ જ બતાવે છે કે સમય નથી મળતો એ દલીલબાજી છે.

વેડફાતા સમય માટે આધુનિક માનવ સભાન નથી. તે એક પ્રકારની જાત સાથેની છેતરપિંડી છે. વાસ્તવમાં તો દાનતનો અભાવ હોય છે. પ્રબળ ઈચ્છાશક્તિ અને દાનત હોય તો સમયનો અભાવ આડે આવતો નથી. શેક્સપિયર કહેતા કે જે સમયને બરબાદ કરે છે તેને સમય બરબાદ કરે છે. ઘડિયાળના કાંટાને ક્યારેય અટકાવી શકાય નહીં માટે સમયરૂપી સંપત્તિનો મહત્તમ લાભ મળે તે માટે વ્યવસ્થિત ઢબે આયોજન કરવું જોઈએ. આ આયોજન એટલે જ ટાઈમ મૅનેજમેન્ટ. સફ્ળતા માટે વર્તમાન સમયની આએક ગુરુચાવી છે.

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ‘ઘીની તાવણી અને અષાઢી બીજની વાવણીમાં મુહૂર્ત જોવાનું ન હોય.’ તેજીને ટકોરો તેમ જીવનઘડતર અને સુખી ભવિષ્ય માટે સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો દૃઢ સંકલ્પ કરીએ. મોબાઈલ, ઈન્ટરનેટ અને ટીવીના સકંજામાંથી સમયનું રક્ષણ કરીને કારકિર્દીનું શ્રેષ્ઠ આયોજન કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

મારી ભૂલ મેં સ્વીકારી લીધી છે, શું હવે મને ફાંસીના માંચડે ચડાવશો?

ગુજરાતી રંગભૂમિના જાણીતા ઍક્ટર-પ્રોડ્યુસર સંજય ગોરડિયાનું આગામી નાટક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’વિવાદમાં ફસાયું. નાટકના પોસ્ટર બાદમાં સોશિયલ મીડિયા પર કેટલીક મહિલાઓએ તેના પર વાંધો ઉઠાવતાં વિવાદ શરૂ થયો હતો. જોકે, વિવાદ બાદ તરત જ નાટકનું પોસ્ટર બદલવામાં આવ્યું. પરંતુ તેમ છતાં કેટલીક બહેનોએ બીજા પોસ્ટર પર પણ આપત્તિ દર્શાવી છે. આખો મુદ્દો ફરી ફરીને ગુજરાતી રંગભૂમિમાં પીરસાતી સામગ્રી સુધી પણ પહોંચ્યો. આવી સ્થિતિમાં ચિત્રલેખા ડૉટ કૉમે લેખિકા પ્રીતિ જરીવાળા, સંજય ગોરડિયા અને નાટકની અભિનેત્રી કૌશંબી ભટ્ટ સાથે વાત કરી હતી.

આખી વાત એમ છે કે સંજય ગોરડિયાનું એક નવું કૉમેડી નાટક આવી રહ્યું છે. જેનું નામ છે ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’. આ નાટકનું પોસ્ટર બહાર આવતાં જ સોશિયલ મીડિયા પર મહિલાઓએ આપત્તિ દર્શાવી હતી. પોસ્ટરમાં જે રીતે મહિલાઓને બતાવવામાં આવી હતી તેની વિરુદ્ધ ફેસબુક પર કેટલીક મહિલા આગેવાનોએ વિરોધ કર્યો હતો. પોસ્ટરમાં સંજય ગોરડિયા ત્રણ મહિલાઓના ચોટલા પકડીને ઉભા હતા અને જાણે કે તે પશુઓને હંકારતા હોય તેવું લાગતું હતું.

આ તમામ વિવાદ અંગે સંજય ગોરડિયાએ કહ્યું કે, ‘ઓરિજિનલ કોન્સેપ્ટ એવો હતો કે હું રથ પર સવાર છું. પરંતુ ક્યાંક એ બહુ જ ખરાબ રીતે ટ્રાન્સલેટ થયું. હું અહીં લોકોને હસાવવા આવ્યો છું કોઈનું દિલ દુભાવવા નહીં. જેવો આ હોબાળો થયો અને લોકોની પ્રતિક્રિયા આવી મેં અને મારા સાથી કલાકારોએ પોસ્ટર હટાવી લીધું અને નક્કી કર્યુ કે આજ પછી આ ફોટો નહીં વાપરીએ.’ તેમણે વધુમાં જણાવ્યું કે મારા હિસાબે આ મુદ્દો અહીં જ પુરો થઈ ગયો છે. બધા જ લોકો જજની ખુરશી પર બેસી જાય છે, મારો વિરોધ એની સામે છે. જો તમારી લાગણી દુભાઈ છે તો મેં પોસ્ટર ડિલીટ કરી નાખ્યું છે આનાથી વધારે હું શું કરું. તમે શું મને ફાંસીના માંચડે ચડાવશો.એક પોસ્ટરને કારણે તમે શું કરશો? મને ફાંસીના માંચડે ચડાવશો? પછી તમે પાણીમાંથી પોળા કાઢો કે બાયડી શબ્દ પણ છે.આપણે ભાયડો શબ્દ નથી બોલતાં!તે ખરાબ કેટેગરીમાં નથી આવતાં. જે લોકોને નાટક સાથે કંઈ સંબંધ નથી એ લોકો પણ જજની ખુરશી પર બેસી ગયા છે અને ચુકાદો આપી રહ્યાં છે. તો આપવા દો હું કંઈ બોલવાનો નથી.’

આ સાથે જ તેમણે કહ્યું કે હું જરા પણ આ મુદ્દાથી વિચલીત થયો નથી. અમે મારા નાટક પર કામ કરી રહ્યા છીએ.જો તમારો ઈરાદો ખરાબ હોય તો તમે વ્યથિત થાઓ. મારો ઈરાદો ખરાબ નથી. હજી પણ હું ધ્યાન રાખીશ કે એવું કંઈ ના થાય. અમુક લોકોના નામ લીધા વગર સંજય ગોરડિયાએ કહ્યું જો તમને નાટકનું નામ ખરાબ લાગતું હોય તો તમે ન આવો નાટક જોવા. ટાઈટલ વિશે પબ્લિકને નક્કી કરવા દો. તમે કેમ જજની ખુરશી પર બેસી જાવ છો. ક્યારેય પણ બુકનું કવર જોઈ તેના કન્ટેન્ટનો અંદાજો ન લાગવવો જોઈએ. જે ઘડીએ મેં પોસ્ટર કાઢી નાખ્યું તે સમયે વિવાદ ખતમ થઈ જવો જોઈતો હતો. હવે કોઈ કારણ વિના તેના ખેંચવામાં આવી રહ્યો છે. મેં મારી ભૂલ સુધારી લીધી છે અને હું તેનો ખોટો બચાવ પણ નથી કરતો.

નાટકના અભિનેત્રી કૌશંબી ભટ્ટે આ અંગે ચિત્રલેખા ડૉટ કૉમ સાથે વાત કરતાં કહ્યું કે, પોસ્ટર આ રીતે નહોતું કરવાનું એ સંજયભાઈએ કહ્યું જ છે. અમને ખ્યાલ નહોતો તેનો અર્થ આવો કાઢવામાં આવશે. હું માનું છું કે જે પોસ્ટર સામે આવ્યું તે દેખાવમાં ઠીક નહોતું પણ એવું જ શૂટ કરીને જાણી જોઈને આ પ્રકારનું પોસ્ટર મુકવાનો કોઈ ઈરાદો નહોતો. અમુક લોકો અભિનેત્રીઓ પર પણ બોલી રહ્યાં છે. હું છેલ્લા સાત વર્ષથી સંજય સરના પ્રોડક્શન સાથે જોડાયેલી છું. તમારે આ ફિલ્ડમાં ફિમેલ સેફ્ટી ફીલ કરવી હોય ને તો હું કહીશ કે સંજય ગોરડિયાના પ્રોડક્શનમાં કામ કરો. ત્યાં તમને આદર સાથે કામ કરવા મળે છે. દરેક વાતના તથ્ય સુધી પહોંચવું બહુ જરૂરી છે. આ બધા રિએક્શન્સ બહુ બાલિશ હોય એવું મને લાગે છે. હું સહમત છું કે પોસ્ટર જેવું જોઈએ તેવું બહાર ન આવ્યું. પણ એના માટે સંજયભાઈએ માફી માંગી છે. ચીપ પ્રકારની કૉમેડી કરીને નાટકની પબ્લિસીટી કરવાનો કે એવા નાટકો ચલાવવાનો કોઈ ઈરાદો નથી. જયારે તમને નાટકની વાર્તા ખબર નથી, નાટકમાં શું છે તેનો ખ્યાલ નથી અને કશું પણ જાણ્યા વગર સર્ટિફિકેટ આપો તે યોગ્ય નથી.

ગુજરાતી લેખિકાઓની સંસ્થા લેખિનીના પ્રમુખ પ્રીતિ જરીવાળાએ આ અંગે ચિત્રલેખા ડૉટ કૉમને જણાવ્યું કે, નાટકનું સ્તર ધીરે ધીરે ઉતરતું જાય છે. પ્રેક્ષકોને ગમે તેવું પીરસવા માટે આવી રમૂજ કરવામાં આવે છે. સ્ત્રીઓ ઉપર રમૂજ ન થવી જોઈએ. બીજા નાટકો થાય છે એમાં પણ હળવા જોક્સ હોય છે. જોકે આ નાટકના પોસ્ટરનો વિરોધ થતાં તેમણે ભૂલ સ્વીકારી લીધી એ પણ મોટી વાત છે. હવે બધી સ્ત્રીઓ સજાગ છે. તે પોતાને હાસ્યાસ્પદ નહીં બનવા દે. તેમણે પોસ્ટર ઉતારી લીધું છે. પરંતુ આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આવી ભૂલ ન કરે. માત્ર પોસ્ટર નહીં તમારી માનસિકતા પણ બદલો’

ગુજરાતી નાટકોની વિષય વસ્તુ પર વાત કરતાં પ્રીતિ બહેન જણાવે છે કે ગુજરાતી નાટકોમાં ભાષા સારી નથી વપરાતી. ભાષાનું સ્તર નીચું જતું જાય છે. પ્રેક્ષકોને હસાવવા માટે કોઈ પણ સ્તરે નીચે જાય છે. ઘણાં નાટકોમાં પુરુષ પત્નીની મા પર પણ જોક્સ કરે છે.પત્નીમા મા પતિની પણ મા છે, તેનો આદર કરવાનો હોય. આ પ્રકારના ડાયલૉગ નહીં ચાલે હવે. હલકું હ્યુમર નહીં ચાલે. પ્રેક્ષકોને કેળવવા પડશે. જો પ્રક્ષકોને સારુ પીરસવામાં આવશે તો તે સારું લેતા શીખશે. નાટકના લેખકો, સર્જકો અને આપણે સજાગ થવાની જરૂર છે.

સંજય ગોરડિયાએ નાટકનું પોસ્ટર બદલી નાખ્યું છે. નવું પોસ્ટર કંઈક આવું જોવા મળે છે.

 

સુવિચાર – ૨૪ ઓક્ટોબર ૨૦૨૪

૨૪ ઓક્ટોબર ૨૦૨૪

પંચાંગ 24/10/2024

PM મોદી અને શી જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બુધવારે રશિયામાં બ્રિક્સ સમિટ દરમિયાન છેલ્લા પાંચ વર્ષમાં તેમની પ્રથમ દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠક લગભગ 50 મિનિટ સુધી ચાલી હતી. આ બેઠક ત્યારે થઈ છે જ્યારે ભારત અને ચીન ડેપસાંગ મેદાની વિસ્તાર અને ડેમચોક વિસ્તારમાં એકબીજાના પેટ્રોલિંગ અધિકારો પુનઃસ્થાપિત કરવા માટે સંમત થયા છે. આ પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરના સંઘર્ષને ઉકેલવાના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.

દ્વિપક્ષીય બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “અમારી બેઠક વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. સરહદ પર સર્વસંમતિ આવકાર્ય છે. મને વિશ્વાસ છે કે અમે ખુલ્લા મનથી વાત કરીશું અને અમારી ચર્ચા રચનાત્મક રહેશે.”

શી જિનપિંગે શું કહ્યું?

ભારત અને ચીન વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે, “કઝાનમાં તમને મળીને હું ખૂબ જ ખુશ છું. પાંચ વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે અમે ઔપચારિક રીતે મળ્યા છીએ. અમારા બંને દેશોના લોકો અને આંતરરાષ્ટ્રીય સમુદાય અમારી મીટિંગ પર ખૂબ ધ્યાન આપશે.” ચીન અને ભારત બંને પ્રાચીન સંસ્કૃતિ અને વૈશ્વિક દક્ષિણના મહત્વપૂર્ણ સભ્યો છે. આ આપણા દેશો અને લોકો બંનેના મૂળભૂત હિતોને શ્રેષ્ઠ રીતે સેવા આપે છે. .

પીએમ મોદીનું ટ્વીટ

પીએમ મોદીએ મીટિંગ પૂરી થયા પછી તરત જ X પર પોસ્ટ કર્યું. તેમણે લખ્યું, “કાઝાન બ્રિક્સ સમિટની બાજુમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા. ભારત-ચીન સંબંધો આપણા દેશોના લોકો અને પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. પરસ્પર વિશ્વાસ, પરસ્પર આદર અને પરસ્પર સંવેદનશીલતા દ્વિપક્ષીય સંબંધોને માર્ગદર્શન આપે છે. “કરશે.”

2019 માં છેલ્લી મીટિંગ

બે વિકાસશીલ દેશોના ટોચના નેતાઓ છેલ્લે ઓક્ટોબર 2019 માં મહાબલીપુરમમાં એક અનૌપચારિક સમિટમાં મળ્યા હતા, પૂર્વી લદ્દાખમાં ચીની ઘૂસણખોરીના થોડા મહિના પહેલા, જેના કારણે LAC પર લશ્કરી ગતિરોધ સર્જાયો હતો. જોકે તેઓએ બાલી (2022) અને જોહાનિસબર્ગ (2023)માં થોડી ટૂંકી બેઠકો યોજી હોવા છતાં, બુધવારની (23 ઓક્ટોબર 2024)ની બેઠક એ પ્રથમ યોગ્ય દ્વિપક્ષીય બેઠક છે. નિષ્ણાંતોનું માનવું છે કે પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચેની બેઠક ચાર વર્ષથી ચાલી રહેલી મડાગાંઠને સમાપ્ત કરવામાં મોટી સફળતા છે.

 

 

 

MVAમાં સીટ વહેંચણી, 85-85-85 સીટો પર ચૂંટણી લડશે

છેલ્લા ઘણા દિવસોથી સીટની વહેંચણીને લઈને મહાવિકાસ અઘાડીની વાતચીત તેના નિષ્કર્ષ પર પહોંચી છે. બુધવારે (23 ઓક્ટોબર) એ જાહેરાત કરવામાં આવી હતી કે ત્રણેય પક્ષો 85-85 બેઠકો પર સમાન રીતે ચૂંટણી લડશે. મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા સીટો છે. ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસ વચ્ચે 270 સીટો પર સમજૂતી થઈ છે. બાકીની 18 બેઠકો અન્ય સહયોગી પક્ષોને જશે.

15 બેઠકો પર નિર્ણય બાકી છે

270 સીટો માટે જે ફોર્મ્યુલા બહાર આવી છે તેમાં 85×3 એટલે કે 255 સીટો જાહેર કરવામાં આવી છે. એટલે કે 15 બેઠકો પર નિર્ણય લેવાનો બાકી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું કે 270 સીટો પર સર્વસંમતિ સધાઈ ગઈ છે. MVAના ત્રણેય પક્ષો વચ્ચે 15 બેઠકો પર હજુ પણ ચર્ચા ચાલી રહી છે.

શરદ પવાર-રાઉતની સામે છેલ્લી બેઠક યોજાઈ હતી

સંજય રાઉતે કહ્યું કે અમારી છેલ્લી મીટિંગ શરદ પવારની સામે થઈ હતી. તેમણે અમને મીડિયાને સંબોધવાનું કહ્યું. સંજય રાઉતે કહ્યું કે અમે PWP, CPM, CPI અને આમ આદમી પાર્ટીને સીટો આપીશું.

બાકીની બેઠકો પરનું ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થશે – પટોલે

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે ગુરુવારે (24 ઓક્ટોબર) બાકીની બેઠકો પર પણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અમે ગઠબંધન કરીને ચૂંટણી લડવાના છીએ અને અમારી બહુમતીની સરકાર આવશે.

MVA માં મોટા ભાઈ કોણ છે?

કોંગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે જે 15 બેઠકો પર ચર્ચા થવાની બાકી છે તેમાંથી કયો પક્ષ કેટલી બેઠકો જીતશે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. સવાલ એ પણ છે કે શું આ 15 બેઠકો ત્રણેય પક્ષોમાં સમાન રીતે વહેંચવામાં આવશે કે પછી મોટો ભાઈ કોણ હશે તે નક્કી થશે?

તમને જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીઓએ પણ મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સીટ વહેંચણી માટે જે ફોર્મ્યુલા બહાર આવી છે તે સ્પષ્ટ કરે છે કે એમવીએ એટલે કે ત્રણ પક્ષીય ગઠબંધનને બદલે ઈન્ડિયા એલાયન્સ મહારાષ્ટ્રમાં મેદાનમાં ઉતરશે.

તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો, અનેક લોકોના મોત

તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં ઘણા લોકોના મોતની આશંકા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો તુર્કીની રાજધાની અંકારામાં સ્થિત ડિફેન્સ અને એરોસ્પેસ કંપની ‘તુર્કિશ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ’ના હેડક્વાર્ટર પર થયો હતો. ટર્કિશ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દેશના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ KAANનું ઉત્પાદન કરે છે.

તુર્કીના ગૃહમંત્રીએ કહ્યું કે સંરક્ષણ અને એરોસ્પેસ કંપનીના હેડક્વાર્ટર પર થયેલા આતંકવાદી હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, જોરદાર વિસ્ફોટ સંભળાયો અને ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો. આ પછી વિસ્તારમાં ફાયરિંગનો અવાજ પણ સંભળાયો હતો. આ આતંકી હુમલાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં કેટલાક આતંકીઓ ફાયરિંગ કરતા જોઈ શકાય છે. જો કે આ હુમલામાં કેટલા લોકોના મોત થયા તે હજુ સુધી જાણવા મળ્યું નથી. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. હુમલા બાદ સંરક્ષણ અને એરોસ્પેસ કંપનીના મુખ્યાલયમાં ઈમરજન્સી સેવાઓ મોકલી દેવામાં આવી છે.