ગાંધીનગર: વડતાલમાં ચાલી રહેલા લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિતિ રહ્યા. સંસારનો ત્યાગ કરી કઠોર જીવનનો માર્ગ અપનાવનાર 47 નવદીક્ષિતોને શુભકામનાઓ પાઠવી.
રાજયપાલ આચાર્ય દેવવ્રતએ આ પ્રસંગે જણાવ્યું કે, “સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે. ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને સમાજસેવાના તમામ ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન રહ્યું છે. જે વિશ્વવ્યાપી બનવા સાથે આવનારી પેઢીને માટે પ્રેરણાદાયી બની રહેશે. સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ સમાન વડતાલધામ છેલ્લા ૨૦૦ વર્ષથી માનવતાના કલ્યાણ માટે સમર્પણ ભાવ સાથે કાર્ય કરી રહ્યું છે.
આચાર્ય દેવવ્રતએ જણાવ્યું કે, ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સંતો મૂલ્યનિષ્ઠ અને કર્મઠ સમાજ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહ્યા છે. આપણા ઋષિમુનિઓએ શાસ્ત્રો અને ધર્મગ્રંથો દ્વારા ભાવી પેઢીને જીવન જીવવાનું દર્શન કરાવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યુવા પેઢીને વ્યસનમુકત અને સુસંસ્કારી બનાવવાનું મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે સરાહનીય છે.
આ પ્રસંગે સંસ્થાના આચાર્ય રાકેશપ્રસાદજી, ટેમ્પલ સમિતિના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી સંતવલ્લભદાસજી સ્વામી, વક્તા સંત સર્વ જ્ઞાનજીવન સ્વામી, નિત્યસ્વરૂપ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી, સંતો, મહંતો સહિત દેશ વિદેશના હરિભક્તો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









ગુજરાતી સમાજ અને અહી નવો ઉભરતો વૈષ્ણવ સમાજે ભેગા મળીને અન્નકુટની ઉજવણી કરી, વૈષ્ણવ ભક્તો ઉપરાંત બીજા ઘણા ગુજરાતીઓ ભેગા મળીને આ ઉત્સવ ઉજવ્યો હતો.
ભગવાનની આ મનોહર મૂર્તિને કલ્પનાબેન પટેલ જે ડોવર ડેલાવરમાં રહે છે તેમના ઘરે રાખવામાં આવી. સહુથી અધરું અને ખુબ માવજત માંગી લેતું કામ છે વિધિસર પારંપરિક રીતે શ્રીનાથજીના શણગાર કરવાનું. રોજની પૂજા શણગાર કલ્પનાબેન કરે છતાં દર મહીને શણગાર માટે અને ખાસ તહેવારોમાં ભગવાન ઘર બદલે છે એટલેકે થોડા દિવસો પહેલા રૂપલ પટેલના ઘરે આવે છે, કારણ છે તેમનો દીકરો હિતેન જે બ્રિટીશ બોર્ન અને અમેરિકામાં મોટો થયેલો 26 વર્ષનો યુવાન છે હાલ ડેન્ટલ કોલેજમાં ડોક્ટરની ડીગ્રી મેળવી રહ્યો છે.
આ દીકરો ભગવાનના ખુબજ સુંદર વાધા અને શણગાર બધું ઘરે જાતે બનાવી પહેરાવે છે. મંદિરના મહંત કરતા પણ ખુબ ચીવટથી પ્રસાદથી લઇ બધીજ કામગીરી કરે છે. આમ સહુના સહકારથી આવા સુંદર પ્રસંગો પરદેશમાં પુરા પડે છે. આવા સંસ્કાર તેને જન્મજાત મળેલા કહી શકાય.
જરૂરી એવું કામ ભગવાનનું ઘર બનાવવાનું, આ માટે અહીના સત્સંગીઓ પુષ્ટિમાર્ગને આગળ લઇ જવા માટે ખુબ મહેનત કરી રહ્યા છે. પરદેશમાં રહીને પણ પોતાનો ધર્મ સંસ્કાર ટકાવી રાખવાની આધ્યાત્મિક સ્થળ એટલેકે એટલે કે શ્રીનાથજીની હવેલી માટે જગ્યાની શોધ આરંભાઈ છે.





