ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં 19 થી 25 નવેમ્બર દરમિયાન “વર્લ્ડ હેરિટેજ સપ્તાહ” ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી “Discover and Experience Diversity” થીમ પર થઈ રહી છે. ગુજરાતના કેટલાક મહત્વના હેરિટેજ સ્થળોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પ્રાપ્ત થયું છે. તાજેતરમાં જ કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ધોળાવીરાને યુનેસ્કોએ વર્ષ-2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ કર્યું. ભારત સરકારના સ્વદેશ દર્શન 2.0 પ્રોજેક્ટ હેઠળ ધોળાવીરાના વિકાસના કામો માટે 135 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. જેમાં ધોળાવીરામાં કચ્છની સંસ્કૃતિ, કલા અને ઈતિહાસને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરાશે.
ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત દેશના કુલ 50 સ્થળોની પસંદગી પામી છે. જેમાંથી ગુજરાતના બે સ્થળો ધોળાવીરા અને દ્વારકાને સ્થાન મળ્યું છે. ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને જળ વ્યવસ્થાપનનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે હડપ્પન સંસ્કૃતિનું પ્રાચીન નગર ધોળાવીરા ખાતે સ્વદેશ દર્શન 2.0 પ્રોજેક્ટ હેઠળ કલ્ચર વિલેજ, એમ્ફિથિયેટર, ટેન્ટ સિટી, ટુરિસ્ટ પ્લાઝા સહિતના કામ કરવામાં આવશે. સસ્ટેનેબલ એન્ડ રિસ્પોન્સ ટુરિસ્ટ સ્થળ તરીકે ધોળાવીરાને વિકસાવવામાં આવશે. જેમાં તેની કામગીરી મહત્વના બે ભાગમાં કરવામાં આવશે. જેમાં આશરે 135 કરોડ રૂપિયાના ખર્ચે ટેન્ટ સિટી, એમ્ફિથિયેટર, કલ્ચર વિલેજ, ટુરિસ્ટ પ્લાઝા અને રસ્તાના વિકાસ સહિતના કામો કરાશે. આ સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો થકી કચ્છની કલા, સંસ્કૃતિ અને ઈતિહાસને દર્શાવાશે. તેમજ કમ્યુનિટી હોલ પણ બનાવાશે.
કચ્છના ભચાઉ તાલુકાના ખદિર બેટ વિસ્તારમાં ધોળાવીરા આવેલું છે. જ્યાંની સંસ્કૃતિ 5000 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. એ સમયે આશરે 50 હજાર જેટલા લોકો રહેતા હોવાનું માનવામાં આવે છે. સ્થાનિકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળ ધોળાવીર ગામની નજીક આવેલું હોવાથી તેનું નામ ધોળાવીરા પડ્યું. ધોળાવીરામાં ઉત્ખનન દરમિયાન સિંધુ સભ્યતાનું એક સાઈન બોર્ડ પણ મળી આવ્યું હતું, જેને આજદિન સુધી ઉકેલી શકાયું નથી.
પર્થઃ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે 17 વિકેટ પડી હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમ 150 રન પર ઓલઆઉટ થઈ ગઈ. એ પછી ઓસ્ટ્રેલિયા ટીમે પણ દિવસ પૂરો થતાં સુધીમાં 67 રન પર સાત વિકેટ ગુમાવી હતી. આ દરમિયાન ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે ચાર વિકેટ પોતાને નામે કરી હતી.
ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટના પહેલા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. ટીમ 83 રનથી આગળ છે અને ઓસ્ટ્રેલિયાની માત્ર 3 વિકેટ બાકી છે. ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોઈ બેટર ફિફ્ટી ફટકારી શક્યો નહોતો અને ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે ચાર વિકેટ ઝડપી હતી.ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 73 રન બનાવ્યા બાદ 6 વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલ ખાતું ખોલાવી શક્યા ન હતા. વિરાટ કોહલી 5 રન, ધ્રુવ જુરેલ 11 રન અને વોશિંગ્ટન સુંદર 4 રન બનાવીને આઉટ થયા હતા.
That’s Stumps on what was an engrossing Day 1 of the 1st #AUSvIND Test!
7⃣ wickets in the Final Session for #TeamIndia! 👌👌
4⃣ wickets for Captain Jasprit Bumrah
2⃣ wickets for Mohammed Siraj
1⃣ wicket for debutant Harshit Rana
જોકે ભારતે બોલિંગથી ધમાકેદાર કમબેક કર્યું અને ઓસ્ટ્રેલિયાએ 59 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી. દિવસની રમતના અંત સુધીમાં ટીમનો સ્કોર 67 રન હતો, એલેક્સ કેરીએ 19 અને મિચેલ સ્ટાર્ક 6 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. ભારત તરફથી કેપ્ટન જસપ્રીત બુમરાહે ચાર અને મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી હતી. જ્યારે હર્ષિત રાણાને એક વિકેટ મળી હતી.
ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ દિવસે પહેલી ઇનિંગમાં ટ્રેવિસ હેડે 11, નાથન મેકસ્વીનીએ 10, ઉસ્માન ખ્વાજાએ 8, મિચેલ માર્શે 6, પેટ કમિન્સે 3 અને માર્નસ લાબુશેને 2 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
મુંબઈ: અભિનેત્રી આલિયા ભટ્ટ માટે 2024નું વર્ષ ફિલ્મોની દૃષ્ટિએ થોડું મુશ્કેલ રહ્યું છે. વેદાંગ રૈના સાથે રિલીઝ થયેલી ફિલ્મ ‘જીગરા’ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. આ કારણે આલિયાને ઘણી ટ્રોલીંગનો શિકાર બનવું પડ્યું હતું, જોકે ફિલ્મ ફ્લોપ રહેવાની સંપૂર્ણ જવાબદારી વાસન બાલાએ લીધી હતી. જોકે, ફિલ્મમાં આલિયાના કામની પ્રશંસા કરવામાં આવી છે. તાજેતરમાં આલિયાની પીઆર ટીમે જાહેરાત કરી છે કે અભિનેત્રી એક ફિલ્મ ફેસ્ટિવલની ગુડવિલ બ્રાન્ડ એમ્બેસેડર બની છે.
Mumbai : Actress Alia Bhatt at the red carpet of ‘Umang 2023’ in Mumbai on Saturday, December 23, 2023. (Photo: IANS)
આલિયા ગુડવિલ બ્રાન્ડ એમ્બેસેડર બની
PR ટીમે જાહેરાત કરી છે કે આલિયા ભટ્ટ ‘ALT EFF’ (ઑલ લિવિંગ થિંગ્સ એન્વાયર્નમેન્ટલ ફિલ્મ ફેસ્ટિવલ)ની ગુડવિલ બ્રાન્ડ એમ્બેસેડર બની છે. આ સાથે તેણે પોતાના પ્રોડક્શન હાઉસ ઈટર્નલ સનશાઈન પ્રોડક્શનને પણ આ ફિલ્મ ફેસ્ટિવલનો પાર્ટનર બનાવ્યો છે. આલિયા આ ફેસ્ટિવલ દ્વારા પર્યાવરણની જાગૃતિને પ્રોત્સાહન આપશે.
આલિયા ભટ્ટે ખુશી વ્યક્ત કરી હતી
આલિયા ભટ્ટે એક વિડિયો શેર કરતાં કહ્યું કે તે એ જાહેરાત કરતાં ખુશ છે કે તેનું પ્રોડક્શન હાઉસ ‘ઓલ લિવિંગ થિંગ્સ એન્વાયર્નમેન્ટલ ફિલ્મ ફેસ્ટિવલ’ સાથે ભાગીદારી કરી રહ્યું છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રકૃતિની સુંદરતા જાળવી રાખવાનું કામ કરવામાં આવે છે. આ ફિલ્મ ફેસ્ટિવલ એવી વાર્તાઓ પ્રદર્શિત કરે છે જે આબોહવા, ગ્રહ અને ભવિષ્યમાં કેવી રીતે વધુ સારું કરવું તે વિશે પાઠ શીખવે છે.
આ પહેલા આલિયા ભટ્ટના પીઆર પરથી સમાચાર આવ્યા હતા કે આલિયા ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મ કલ્કી 2898ના આગામી ભાગનો ભાગ બનવા જઈ રહી છે. જો કે, આના પર નાગ અશ્વિનીએ પોતાની તરફથી વાત સ્પષ્ટ કરી. તેણે કહ્યું, “ના, આ માત્ર અફવા છે.” દિગ્દર્શકે જાહેર કર્યું કે તેમનો આગામી પ્રોજેક્ટ કલ્કિ 2898 એડીની સિક્વલ હશે. જોકે, આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ સુધી સત્તાવાર રીતે નક્કી કરવામાં આવી નથી.
સુરતમાં 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ મામલો SOG પોલીસે વધુ 5 આરોપીની ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. 3 આરોપીની અમદાવાદ થી અને 2 આરોપીની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સેટેલાઇટ HM અગડિયા પેઢીના સંચાલકની પણ ધરપકડ કરાઈ છે. મિતેષ ઠક્કરની ધરપકડ કરાઈ છે.
તમામ લોકો સાયબર ફ્રોડના રૂપિયા USDT માં કન્વર્ટ કરી વિદેશમાં હવાલાથી મોકલતા હતા. પાકિસ્તાન, દુબઇ, બાંગ્લાદેશ, ચાઈના જેવા દેશમાં હવાલા રૂપિયા મોકલી કૌભાંડ આચરતા હતા. મહેશ દેસાઈ નામ નો માસ્ટર માઈન્ડ હજી પણ પોલીસ પકડ થી દૂર છે. 100 કરોડથી વધુના હવાલા કૌભાંડમાં અત્યાર સુધી 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સુરતમાં 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ બહાર આવ્યું હતું. જે મામલે SOGએ 3ને પકડી પાડી 27.38 કરોડના બેનામી વ્યવહાર શોધી કાઢ્યા હતા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ચાઇનાથી હવાલા મારફત આવતા રૂપિયાને USDTમાં કન્વર્ટ કરી આપતા મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, તેનો પુત્ર કાસીફ મકબુલ ડોક્ટર તથા માઝ અબ્દુલ રહીમ નાડાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારપછી પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. પિતા-પુત્રના 9 જેટલા બેંક એકાઉન્ટ ઉપરાંત વધુ 15 બેંક એકાઉન્ટની માહિતી મળી હતી. આ સાથે વધુ ખુલાસો થયો છે કે, સુરતમાં 100 કરોડના હવાલા કૌભાંડ મામલે SOG પોલીસે અમદાવાદના ઓમ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. ઓમ પંડ્યા દુબઇ માં બેઠેલા મુખ્ય આરોપી મહેશ દેસાઈનો મુખ્ય સાગરીત હોવાનું સામે આવ્યું છે.
મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું 30 એપ્રિલ 2020ના રોજ નિધન થયું હતું. તેમના નિધન બાદ હવે રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે તેના સ્વર્ગસ્થ પિતા ઋષિ કપૂરની બે અંતિમ ઈચ્છાઓ વિશે વાત કરી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન રિદ્ધિમાએ તેના પિતાની છેલ્લી બે ઈચ્છાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેના પિતા રણબીરના લગ્ન અને બાંદ્રામાં તેનું ઘર સંપૂર્ણ રીતે બનેલું જોવા ઈચ્છતા હતાં.
ઋષિ કપૂરની ઈચ્છા તેમના મૃત્યુ બાદ પૂર્ણ થઈ
રિદ્ધિમા કપૂર સાહનીએ જણાવ્યું કે તેમના પિતાની બંને અંતિમ ઈચ્છાઓ તેમના મૃત્યુ બાદ પૂર્ણ થવાની છે. રિદ્ધિમાએ કહ્યું, “તેણીની છેલ્લી બે ઈચ્છાઓ રણબીરની લગ્ન કરવા અને ઘર તૈયાર કરવાની હતી, તેથી ઘર લગભગ તૈયાર છે, રણબીર પરણિત છે. તે અમારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.”
રિદ્ધિમા તેના પિતાની ગેરહાજરી અનુભવે છે
તેના પિતાની ગેરહાજરી અનુભવતા, રિદ્ધિમાએ આગળ કહ્યું, હું ખરેખર ઈચ્છું છું કે તે અહીં અમારી સાથે હોત, પરંતુ મને લાગે છે કે ભગવાનની અન્ય યોજનાઓ હતી. નોંધનીય છે કે જ્યારે ઋષિ કપૂરનું અવસાન થયું ત્યારે 2012 પછી રણબીર આલિયાને ડેટ કરી રહ્યો હતો. બંનેએ વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી બાંદ્રામાં રણબીર કપૂરનું ઘર બની રહ્યું છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે.
રિદ્ધિમા ‘ફેબ્યુલસ લાઈવ્સ વર્સિસ બોલિવૂડ વાઈવ્સ’ 3માં જોવા મળી છે
આ વાતચીત દરમિયાન રિદ્ધિમા સાહનીએ તેની ભાભી આલિયા ભટ્ટના પણ વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે આલિયા ભટ્ટ મુશ્કેલ સમયમાં પરિવારની સાથે છે. તેણે જણાવ્યું કે જ્યારે તેના પિતા ઋષિ કપૂર સારવાર માટે ગયા હતા અને તે દરમિયાન તેની દાદીનું અવસાન થયું ત્યારે આલિયા માત્ર તેની સાથે જ ન હતી પરંતુ તેણે વ્યક્તિગત રીતે તમામ વ્યવસ્થા કરી હતી. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં રિદ્ધિમા કપૂર સાહની નેટફ્લિક્સની લોકપ્રિય સીરિઝ ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’ની ત્રીજી સીઝનમાં જોવા મળી રહી છે.
ગુજરાતમાં સોશિયલ મીડિયાની જમાના સાથે ઓનલાઈન ગેમિંગ રમી રહ્યા છે. સાથે સાથે વધુ રૂપિયા કમાવવાની લાલચની સાથે તેમનો જીવ તો ગુમાવી રહ્યાં છે, અને પરિવારને પણ બરબાદ કરી રહ્યાં છે. ફરી એક વખત એવો કિસ્સો રાજકોટમાં બન્યો છે, જેમાં એક યુવાન ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જાય છે અને તે આપઘાત કરીને જીવન ટૂંકાવી દે છે.
રાજકોટમાં ઓનલાઈન ગેમ રમતા-રમતા એક યુવક રૂપિયા હારી ગયો જેના કારણે તેણે જીવન ટૂંકાવી દીધુ છે. માતા-પિતાને પણ ખબર ન હતી કે તેમનો પુત્ર ઓનલાઈન ગેમ રમતો હતો અને તેમાં તે રૂપિયા હારી ગયો અને તેનું મોત થયું છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે રૂપિયા હારી જતા આ પગલું ભર્યુ છે. તો યુવકે આ વાતની જાણ પરિવારના કોઈ સભ્યોને કરી ન હતી કે તે ઓનલાઈન ગેમ રમતા-રમતા હારી ગયો છે. આ ગેમ મંજૂરી વગર વિદેશીથી ઓપરેટ થાય છે અને યુવાનો તેમાં તેમની જિંદગી અને રૂપિયા બગાડી રહ્યાં છે. આ સમગ્ર મામલે પરિવારજનોનું કહેવું છે કે વિદેશથી ઓપરેટ થતી ગમે પર સરકારે પણ વિચારવું જોઈએ અને પગલા લેવા જોઈએ, પોલીસે તપાસ હાથધરી છે અને સ્યુસાઈડ નોટ જપ્ત કરી છે. પોલીસનું કહેવું છે કે,ઓનલાઈન બેટિંગમાં રૂપિયા ગુમાવ્યા છે અને તેના કારણે આ ઘટના બની છે. પોલીસે માતા-પિતાને અપીલ કરી છે કે, બાળકોની પ્રવૃત્તિઓ પર માતાપિતા ધ્યાન રાખે નહીંતર તમારા બાળકનો પણ જીવ જઈ શકે છે.
નવસારી શહેરના જાણીતા વ્યાપારી અને રાજકારણી પ્રેમચંદ લાલવાણી પરિવાર દ્વારા કછોલ ગામે અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
યજ્ઞના બીજા દિવસે મોરારિબાપુએ યજ્ઞ સ્થળે હાજરી આપી હતી. યજ્ઞના દર્શન કર્યા બાદ આહુતિ પણ આપી હતી. બાદમાં પ્રવચનમાં યજ્ઞનો મહિમા ગાયો હતો.
મહાયજ્ઞની શરૂઆત કરતા પહેલા સમગ્ર પરિસરને ગીર ગાયના છાણ અને મૂત્રથી પવિત્ર કરવામાં આવ્યું છે. આ પરિસરમાં એક મહિનો ગીર ગાયોને ચરવા માટે છોડવામાં આવી હતી, જેથી આ જગ્યા પવિત્ર થાય, જે ફળને કાંટાના હોય તેવા ફળના ઝાડનો ઉપયોગ અહીં તેમની માફી માંગીને કરવામાં આવ્યો છે, જ્યાં યજ્ઞ કરવામાં આવી રહ્યો છે તે પરીસરને સંપૂર્ણ રીતે પવિત્ર કર્યા બાદ ગુરુવારથી યજ્ઞની શરૂઆત થઈ છે.
આ યજ્ઞ ધાર્મિક રીતે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ યજ્ઞમાં સ્વયમ શિવજી હાજરી આપે છે તેવી લોકવાયકા છે. પવિત્ર વાતાવરણની વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર સાથે દેશના 300 થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે. મહાયજ્ઞમા લંડન અને નેપાળથી પણ એક એક બ્રાહ્મણ આવ્યા છે. આ યજ્ઞમાં હજારો કિલો તથા અંદાજે બે ટન ઓર્ગેનિક કાળા તલનો ઉપયોગ કરવામાં આવશે.
વિપ્રવર્યના કહેવા પ્રમાણે આ યજ્ઞમાં સાક્ષાત શિવજી હાજર રહે છે. આ પૂજન 4 વૈદોમાં ચાલે છે. ભારત વર્ષના 4 વેદોના પંડિતો અહી ઉપસ્થિતિ છે, શિવજીએ અહીં યજમાન પરિવારને નિમિત બનાવ્યા છે. 27 નદીઓના જળ એકત્ર કરીને 108 જલધારા દ્વારા શિવજીના લિંગ ઉપર અભિષેક કરવામાં આવી રહ્યો છે આ યજ્ઞ પાંચ દિવસ ચાલશે.
આ યજ્ઞમાં યજમાન તરીકે પ્રેમચંદ લાલવાણી પરિવારના સભ્યો મુખ્ય યજમાન રૂપે યજ્ઞમાં આહુતિ આપશે ત્યારબાદ બીજા પંડાલમાં શહેરના તમામ લોકો કે જેમણે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેવા લોકોને યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ આપવામાં આવશે.
આ યજ્ઞમાં બેસતા પહેલા શરીરને પવિત્ર કરવું પડે છે અને ત્યારબાદ ધોતી અને પારંપરિક વેશભૂષા સાથે જ યજ્ઞમાં બેસવામાં દેવામાં આવે છે. મોરારીબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરીને કહ્યું હતું કે આ લૌકિક નહીં પણ અલૌકિક યજ્ઞ છે.
અમદાવાદઃ મહારાષ્ટ્રમાં ફરી એક વાર મહાયુતિ સત્તા પર આવે એના સંકેતોને કારણે ઘરેલુ શેરબજારોમાં આગઝરતી તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 2000 પોઇન્ટ અને નિફ્ટી 550 પોઇન્ટ ઊછળ્યા હતા. નિફ્ટી 23,900ને પાર થયો હતો. છેલ્લા પાંચ મહિનામાં બજારમાં આવેલી આ સૌથી મોટી તેજી છે. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.15 લાખ કરોડનો વધારો થયો હતો.
અમેરિકી લેબર માર્કેટમાં આવેલા મજબૂત આંકડાને કારણે IT શેરોમાં જોરદાર તેજી થઈ હતી. 16 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં અમેરિકામાં પ્રારંભિક બેરોજગારી દાવાઓમાં 6000નો ઘટાડો થયો હતો અને એ 2,13,000 પર આવી ગયો હતો. જે સાત મહિનામાં સૌથી નીચલો સ્તર છે. જેને પગલે નિફ્ટી IT ઇન્ડેક્સ બે ટકા ઊછળી ગયો હતો. આ સાથે એશિયન માર્કેટોમાં પણ તેજીને પગલે સ્થાનિક બજારોમાં તેજી થઈ હતી. જેથી BSE સેન્સેક્સ 1961 પોઇન્ટ ઊછળી 79,117એ બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 557.35 પોઇન્ટ ઊછળી 23,907ના મથાળે બંધ થયો હતો. આ સાથે નિફ્ટી બેન્ક 763 પોઇન્ટ ઊછળી 51,135ના સ્તરે બંધ થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજીતરફી સેન્ટિમેન્ટ હતું. આ સાથે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ નીચા મથાળેથી ધૂમ ખરીદી કરી હતી. DIIએ 21 નવેમ્બરે આશરે રૂ. 4200 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
BSE એક્સચેન્જ પર કુલ 4041 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2452 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1469 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 120 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 163 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 107 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.
અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિનો બે અલગ અલગ સ્થળોએ તમામ વય અને વર્ગના કલારસિકોની ઉપસ્થિતીમાં પ્રારંભ થયો.
પ્રથમ દિવસે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના એમ્ફી થિયેટર ખાતે સુપ્રસિદ્ધ નાટ્યકાર અને દિગ્દર્શક સૌમ્ય જોશી દ્વારા ઉદ્ઘાટન નાટ્ય પ્રદર્શન “ઓહ! વુમનિયા” રજુ કરવામાં આવ્યું. જ્યારે આ વર્ષે અટીરા કેમ્પસ ખાતે ખુશી લંગાલિયાએ ક્લાસિકલ કન્ટેમ્પરરી ડાન્સ “સંગીતકારિણી તાના રીરી” ની થીમ સાથે પોતાનું ઉદ્ઘાટન નૃત્ય પ્રદર્શન રજુ કર્યું.
“ઓહ! વુમનિયા” નાટકને એક એવી વાર્તામાં વણવામાં આવ્યું છે જે વ્યવહારિક જીવનમાં એક મહિલાને પુછવામાં આવતા સંસારિક પ્રશ્નોથી ઉભી થયેલ પરિસ્થિતી પર કેન્દ્રિત છે. દર્શકો માટે એક માર્મિક મેસેજ સાથેના આ શાનદાર નાટકમાં જીજ્ઞા વ્યાસે પોતાના પ્રભાવશાળી અભિનયથી કર્યો છે. તો ભારતનાટ્યમમાં એક અભિનેત્રી, કોરિયોગ્રાફર અને કલાકાર તરીકે મજબુત પુષ્ઠભૂમિ ધરાવતી પ્રોફેશનલ કલાકાર ખુશી લંગાલિયા એ ‘સંગીતકારિણી તાના રીરી’ રજુ કર્યું. આ રજુઆત પોતાના ભાવપૂર્ણ અવાજ અને ગુજરાતી સંગીત લોકસાહિત્ય સાથેના આત્મિય સબંધ ધરાવતી ઉત્તર ગુજરાતના વડનગર શહેરમાં ૧૬ મી સદીમાં થઈ ગયેલ શાસ્ત્રીય સંગીતની વિખ્યાત ગાયિકાઓ બે બહેનો: તાના અને રીરીને શ્રદ્ધાંજલિ હતી
આ સાથે જ બંને સ્થળોએ, વિચારપ્રેરક વિઝ્યુઅલ આર્ટ સ્ટોરીઝના પ્રદર્શને મુલાકાતીઓનું ધ્યાન આકર્ષિત કર્યુ હતું. અમદાવાદના સિદ્ધાર્થ રાઠોડે પોતાનું સ્થાપન ” સિગ્નેચર ઓફ ધ બર્ડ ” રજૂ કર્યું છે. હજારો પક્ષીઓની તસ્વિરો અને વિડીયો કેપ્ચર કર્યા બાદ સિદ્ધાર્થે આ તસ્વિરોને એક નવા રૂપમાં રજુ કરી છે. પ્રત્યેક ફ્રેમ રચનાત્મક રીતે બનાવવામાં આવી છે. જેમાં એક ગ્રુપમાં ઉડતા પક્ષીઓ, ખાસ કરીને ચામાચીડિયા અને સ્ટારલિંગના સારને કેપ્ચર કરે છે. આ એકસાથે ક્લિક કરાયેલા ૨૫-૬૦ ફોટાથી બનેલ આ કલાકૃતિ પક્ષીયોની ફોટોગ્રાફી પર એક નવો દ્રષ્ટિકોણ રજુ કરે છે.
કોલકાતા મુળના વિઝ્યુઅલ આર્ટિસ્ટ સ્નેહા લાખોટિયાએ ” ધ ડ્રીમકેચર્સ સ્નિઝ ” નામનું પોતાનું સ્થાપન રજૂ કર્યું છે. આ ખુલ્લો પત્ર બોડી બેગ દ્વારા જોવામાં આવેલ નકારાત્મક સ્વપ્નનું વર્ણન કરે છે. જે એક ડ્રીમકેચર તરીકે નાઇટ ડ્યુટી દરમિયાન દરરોજ ૬૦,૦૦૦ વિચારોને ફિલ્ટર કરવાના બોજ હેઠળ દબાયેલ છે. જયારે વડોદરાના શિલ્પેક્ષ ખાલોરકરે તેમનું સ્થાપન “અનટેમ્ડ એક્સ્પાન્સન”રજૂ કર્યું છે, જે દર્શકોને તેમની મનની સ્થિતિ દ્વારા પ્રવાસ પર લઈ જાય છે. તેમની કલા વ્યક્તિગત આઘાત અને વિશ્વ પર તેની અસરોની શોધ કરે છે.
અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ એ ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર સ્થાપિત યુ.એન.એમ ફાઉન્ડેશનની એક પહેલ છે, જે સ્થાન, મર્યાદા (શારીરિક અને વ્યક્તિગત) અને સામાજિક ભેદભાવ વગર કલા દર્શકો સુધી પહોંચાડીને કલાને સામાજિક રચનાનો એક અભિન્ન ભાગ બનાવવાની પ્રયત્ન કરે છે. જેમાં આર્થિક રીતે તમામ વર્ગના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ છે. અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન અને રંગમંચથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે.
આજનો કાર્યક્રમ (22/11/2024)
સાંજે ૫:૦૦ વાગ્યાથી વિઝ્યુઅલ આર્ટ માટે પ્રદર્શન ખુલ્લુ રહેશે
સ્થળ
કલાકારો
થીમ
કલાનો પ્રકાર
સમય
એમ્ફીથિયેટર – GU કેમ્પસ
ગોપાલ અગ્રવાલ અને આકાશ વણઝારા
ટેરિટોરિયલ
નૃત્ય – સમકાલીન માર્શલ આર્ટ્સ સાથે
સાંજે ૦૭:૧૫ વાગ્યે
ઓડિટોરિયમ – GU કેમ્પસ
અનુપા પોટા
શરણમ વૃંદના બેઠા ગરબા
સંગીત
સાંજે ૦૭:૧૫ વાગ્યે
મંચ – GU કેમ્પસ
દેવાંશુ શાહ અને દેવાંગ નાયક
કમિંગ સૂન
નાટક
સાંજે ૦૭:૧૫ વાગ્યે
અટીરા
ડૉ. આઈશ્વરિયા વોરિયર
ત્રિપુથુ
નૃત્ય
સાંજે ૦૭:૧૫ વાગ્યે
પ્લેટફોર્મ અટીરા
તારિણી ત્રિપાઠી અને શાલ્મલી ઝંકાર
આલૈકિક
કથક
રાત્રે ૦૮:૩૦ વાગ્યે
એમ્ફીથિયેટર – GU કેમ્પસ
પ્રિયંક ઉપાધ્યાય
શૂન્યાવતાર
નાટક
રાત્રે ૦૯:૩૦ વાગ્યે
ઓડિટોરિયમ – GU કેમ્પસ
હિરલ બલસારા
ધ અનટોલ્ડ
એરિયલ નૃત્ય
રાત્રે ૦૯:૩૦ વાગ્યે
મંચ – GU કેમ્પસ
મોસમ અને મલકા
હોરી કે રસિયા
સંગીત
રાત્રે ૦૯:૩૦ વાગ્યે
અટીરા
ચેતન ડૈયા
વેલકમ ભુરાભાઈ
નાટક
રાત્રે ૦૯:૩૦ વાગ્યે
અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિ ૨૧ મી નવેમ્બરથી ૦૮ મી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન યોજાઈ રહી છે. આ વર્ષે ૪૯ કલાકારો ૫૦ પ્રદર્શન રજૂ કરશે.
આ ઉપરાંત ૪૭ કલાકારો દ્વારા ૪૬ વિઝ્યુઅલ આર્ટ્સ ડિઝાઇન અને સેટઅપ કરવામાં આવશે. કલા પ્રેમીઓ કાર્યક્રમની રૂપરેખા અને અન્ય માહિતી માટે www.abhivyaktiart.org પર લોગ ઓન કરી શકે છે અથવા ૭૦૬૯૧૦૪૪૪૪/૭૦૬૯૧૦૫૫૫૫ નંબર ઉપર ફોન કરી શકે છે.
વડોદરામાં નવાપુરા વિસ્તારમાં પણ કોર્પોરેશનની ટીમે ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. ખાટકીવાડમાં આવેલા તમામ દબાણો દૂર કરાયા છે. કોર્પોરેશનને દબાણ શાખા ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગ અને પોલીસ કાભલો સાથે રહીને બુલ્ડોજરની કામગીરી તેજ કરી છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે દબાણ હટાવો ઝુંબેશ જારી રાખવામાં આવી છે. આજે શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા સાયકલ બજાર દૂધવાળા મોહલ્લા તેમજ અન્ય વિસ્તારોમાં ગેરકાયદે કેબીનો લારી ગલ્લા તેમજ શેડ ઓટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
વડોદરામાં પાછલા ચાર દિવસથી જુદા-જુદા વિસ્તારોના ગેરકાયદે દબાણોનો પાલિકા ટીમ દ્વારા સફાયો થઈ રહ્યો છે. સતત 4 દિવસે લઘુમતી વિસ્તારમાં આવેલા ગેરકાયદે દબાણો અને બાંધકામો હટાવવાની કામગીરી ચાલુ રાખી છે. આજે નવાપુરા તેમજ પ્રતાપ નગર વિહાર ટોકીઝની આસપાસના ગેરકાયદે દબાણો હટાવી સાત ટ્રક ભરીને લારી ગલ્લા અને સામાન જપ્ત કર્યો ત્યારે કેટલીક જગ્યાએ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. આજ રોજ દબાણ શાખા દ્વારા વિહાર ટોકીઝથી લઈને શરાફી હોલ સુધી તેમજ નવાપુરા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશની કામગીરી આજે સવારથી શરૂ કરવામાં આવી હતી. જેમાં કેટલીક જગ્યાએ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે પોલીસે મામલો શાંત પાડ્યો હતો. દબાણ કરવામાં આવ્યા હતા તેવી લારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા છે સાથે એસીપી સહિત વાડી પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ, દબાણ શાખા કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સહિત વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાત ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. કેટલાક વેપારીઓ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.