Home Blog Page 1310

ખ્યાતિ કાંડમાં મૃત્યુઆંક વધ્યો, કુલ નવ લોકોએ ગુમાવ્યા જીવ

ખ્યાતિ ગ્રુપ ગરીબોના નામે સરકારી તીજોરી લુટવામાં મલ્ટિસ્પિશિયાલિટી સાબિત થઈ છે. પહેલા 2022માં એક કાંડ અને હવે બીજી 2024માં ફરી એક વખત બે દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. જેની તપાસ ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ આ મૃત્યુનો આંકમાં વધારો થતો નોંધાય રહ્યો છે. હવે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ 4 દર્દીના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. આમ, કહેવાતી આ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના કેમ્પના બહાને દાખવેલી બેદરકારીથી અત્યારસુધી 9 જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિનાયકપુરા ગામમાં છઠ્ઠી ઓક્ટોબરના રોજ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો. જે પૈકી 75 વર્ષીય ગણપત વાળંદને હૃદયની નળીઓ બ્લોક હોવાનું કહીને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમની એન્જિયોગ્રાફી કર્યા બાદ એન્જિયોપ્લાસ્ટી ડો. પ્રશાંત વજીરાણી દ્વારા કરાઇ હતી. પરંતુ સ્ટેન્ટ મૂક્યા બાદ તબીયત લથડતાં સિવિલની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ચોથી નવેમ્બરના તેમનું મૃત્યુ થયું હતું. બીજી બાજુ પાંચમી માર્ચ 2023માં કડી તાલુકાના ખાવડ ગામમાં કેમ્પ યોજ્યો હતો. જેમાં 12 વ્યક્તિની નળીઓ બ્લોક હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે ગામના દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાં દંપતિ 85 વર્ષીય મૂળજી ચાવડા-ચંપાબેન ચાવડાનો સમાવેશ થતો હતો. બંનેની એન્જિયોગ્રાફી કરાઇ હતી અને રીપોર્ટ ખરાબ હોવાનું કહીને મૂળજીભાઇની એન્જિયોપ્લાસ્ટી કરાઇ હતી. સાતમી માર્ચે રજા આપ્યા બાદ 20મી માર્ચે સ્વાસ્થ્ય કથળતાં સિવિલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત કડી તાલુકાના વાઘરોડા ગામમાં 10મી ઓક્ટોબરના ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ યોજાયો હતો. જેમાં 23 વ્યક્તિની નળી બ્લોક હોવાનું કહેવાયું હતું. 14મી ઓક્ટોબરના તમામને ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા. જેમાં ડો. પ્રશાંત વજીરાણી દ્વારા 85 વર્ષીય ફતાજી ઠાકોરની બે નળીઓ બ્લોક હોવાનું કહી એન્જિયોપ્લાસ્ટી કરાઈ. સારવાર દરમિયાન 15 ઓક્ટોબરના હોસ્પિટલમાં જ મૃત્યુ થયું હતું. મહેસાણાના જોરણંગ ગામમાં યોજાયેલા ડિસેમ્બર 2022માં મેડિકલ કેમ્પ બાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ કથિત સારવાર દરમિયાન લક્ષ્મણ રાવળનું સ્ટેન્ડ મૂકાવ્યાના 3 માસ બાદ મૃત્યુ થયું હતું. આ સિવાય સ્ટેન્ડ મૂકાવેલા પાંચ દર્દીઓની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે.

‘કુલી નંબર વન’ માં ડેવિડ ધવને કંચન સાથે કરિશ્માનું ગીત મૂક્યું

નિર્દેશક ડેવિડ ધવને ફિલ્મ ‘કુલી નંબર વન’ (1995) માં જરૂરિયાત ન હતી ત્યાં પણ લેખક સાથે રકઝક કરી ગીતો મૂકી દીધા હતા અને એ લોકપ્રિય પણ રહ્યા હતા. નિર્દેશક મનમોહન દેસાઈને પોતાના ગુરુ સમજતા ડેવિડ ધવને ‘કુલી’ બનાવવાનું નક્કી કર્યું ત્યારે એ ટાઇટલ મનમોહન પાસે હોવાથી ‘કુલી નંબર વન’ સાથે ફિલ્મ શરૂ કરી હતી. એના લેખક રૂમી જાફરી હતા. એ ફિલ્મમાં લૉજિક સાથે લખવાનો પ્રયત્ન કરતાં હતા પણ ડેવિડ ખોટું હોય છતાં લોકોને એની ખબર ના પડે અને મનોરંજન મળે એવી રીતે લખવાનું કહેતા હતા. તે કહેતા કે હું વાસ્તવિક નહીં કોમેડી ફિલ્મ બનાવું છું.

રૂમી જાફરી ડેવિડ માટે પહેલી વખત ‘કુલી નંબર વન’ લખી રહ્યા હતા. વાર્તામાં એક જ ગોવિંદા હતો અને બે બહેનો કરિશ્મા કપૂર અને કંચન હતી. એમાં કરિશ્મા સાથે ગોવિંદાના લગ્ન થઈ જાય છે. તે કરોડપતિ હોવાનું જૂઠ કહી લગ્ન કરી લેતો હોય છે. અને કંચનને એના ડ્રાઈવર હરીશ સાથે પ્રેમ થઈ જાય છે. કાદર ખાન જ્યારે આવીને જુએ છે કે ગોવિંદા તો કુલી છે. ત્યારે ગોવિંદા કહે છે કે એ એનો જોડીયો ભાઈ છે અને પિતાએ એને ઘરેથી કાઢી મૂક્યો છે.

કાદર ખાન વિચારે છે કે વારસામાં એના ભાઈને સંપત્તિ અડધી મળે એમ છે. એટલે કાદર બીજી પુત્રી કંચનને એની સાથે પ્રેમ કરવા કહે છે. પરંતુ કંચન હરીશને પ્રેમ કરતી હોય છે. કાદર દૂધમાં દવા ભેળવીને કહે છે કે આ પીને તે મારી પુત્રી કંચન સાથે પ્રેમ કરશે. થાય છે એવું કે એ દૂધ કંચન પી જાય છે અને ગોવિંદાને જુએ છે તો એને હરીશ દેખાય છે અને સપનામાં એક ગીત શરૂ થાય છે. ત્યારે ડેવિડે કહ્યું કે આ ગીત ગોવિંદા અને કરિશ્મા પર ફિલ્માવીશ. રૂમીએ દલીલ કરી કે કંચનના સપનામાં ગોવિંદા અને કરિશ્મા કેવી રીતે ડાન્સ કરી શકે? કરિશ્મા તો એની બહેન છે.

ડેવિડે કહ્યું કે જો આ ગીત ગોવિંદા અને કરિશ્મા પર ફિલ્માવીશું તો જ હિટ થશે. માત્ર ગોવિંદા અને કંચન પર ચાલશે નહીં. રૂમીએ ઘણી દલીલ અને ઝઘડા કર્યા પણ ડેવિડે એ ગીત ‘હુસ્ન હૈ સુહાના, ઈશ્ક હૈ દીવાના’ ની શરૂઆતમાં અને અંતમાં જ કંચનને બતાવી. પણ મોટાભાગનું ગીત ગોવિંદા- કરિશ્મા પર ફિલ્માવ્યું અને બહુ લોકપ્રિય રહ્યું. ડેવિડની ફિલ્મોના ગીતો ધૂમ મચાવતા હતા. એમનું કહેવું હતું કે ગીતનું મુખડું દમદાર હોવું જોઈએ. ‘કુલી નંબર વન’ ના ‘મેં તો રસ્તે સે જા રહા થા’ ગીતની ‘તુઝ કો મિર્ચી લગી તો મેં ક્યા કરું’ લાઇન ઉજ્જૈનના એક કલેક્ટર પાસેથી મળી હતી.

એ ગીતનું શૂટિંગ થઈ ગયું હતું પણ સ્ક્રીનપ્લેમાં એના માટે કોઈ જગ્યા ન હતી. સંગીત કંપનીના માલિક સહિત બધાને ચિંતા હતી કે ગીતને ફિટ ક્યાં કરીશું. ડેવિડે ફિલ્મનું એક દ્રશ્ય જોયું જેમાં કાદર ખાન ગોવિંદાને દારુ પીવડાવતા હોય છે. અને ડેવિડે ટલ્લી થયેલા ગોવિંદાના મોંમાં વાક્ય મૂકી દીધું કે,‘તેરે કો મિર્ચી ક્યૂં લગ રહી હૈ યાર’ અને એ ગીત મૂકી દીધું. ગીતોને ક્યાં કેવી રીતે મૂકવાના એનો નિર્દેશક ડેવિડ ધવનને બરાબર ખ્યાલ હતો.

વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પરિણામ, નવ રાઉન્ડ પૂર્ણ, કોંગ્રેસનો દબદબો યથાવત્

આજે મહારાષ્ટ્રની 288 બેઠક અને ઝારખંડની 81 વિધાનસભા બેઠકોના પરિણામ જાહેર થઈ રહ્યા છે. ત્યારે તેની સાથે દેશની વિવિધ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીની પણ મતગણતરી હાથ ધરાઈ છે. જેમાં બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પણ સામેલ છે. આ બેઠક પર 13મી નવેમ્બર, 2024ના રોજ ચૂંટણી યોજાઈ હતી. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ વચ્ચે જોરદાર ત્રિપાખ્યો જંગ જામ્યો હતો. વાવ બેઠકનું ચૂંટણી પરિણામ ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ results.eci.gov.in પર પણ જાહેર કરવામાં આવશે. હાલ વાવ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે.

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરી થઈ રહીં છે. જેમાં કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યાં છે. આ દરમિયાન બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નવમાં રાઉન્ડના અંતે ભાજપને 31701 મત, કોંગ્રેસને 44958 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ 13257 મતથી આગળ છે. ઉલ્લેખનીય છે કે વાવ વિધાસભાની પેટા ચૂંટણીમાં 23 રાઉન્ડની મત ગણતરી થશે. અત્યાર સુધીમાં નવ રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ છે. ત્યારે રસપ્રદ એ છે, માવજી પટેલ જે મત મેળવી રહ્યા છે એ ભાજપના ફાયદામાં છે કે કોંગ્રેસના એ જોવાનું રહ્યું.

વાવ વિધાનસભાની મતગણતરી 8 વાગે શરૂ થઇ ગઇ છે. સૌથી પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાઇ છે. ત્યારબાદ ઇવીએમ ખોલવામાં આવ્યા છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે વહેલી સવારે પાલનપુર ખાતે આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા અને જીતનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વાવ વિધાનસભા બેઠકના જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 3,10,681 મતદારો છે. જેમાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, ત્યારબાદ રાજપૂત અને ચૌધરી સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. એટલું જ નહી આ બેઠક પર દલિત, રબારી અને બ્રાહ્મણ સમાજના મતદારો બાજી પલટી શકે છે. આવો વિગતવાર જાણીએ કઇ જાતિના કેટલા મતદારો છે.

ફડણવીસને CM બનાવવાની માગ, ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધન આગળ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતોની ગણતરી સવારથી શરૂ છે. અહીંનાં ભાજપ, CM એકનાથ શિંદે અને અજિત પવારના સત્તારૂઢ મહાયુતિ ગઠબંધન આગળ છે, જ્યારે કોંગ્રેસ અને શિવસેના UBT અને NCP SPવાળા મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધન પાછળ ચાલુ રહ્યું છે.

મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે આયોજિત વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો પર સરેરાશ 65 ટકાથી વધુ મતદાન થયું હતું. મહારાષ્ટ્રનાં ચૂંટણી વલણો પ્રમાણે ભાજપની આગેવાની ધરાવતી મહાયુતિને 210 બહુમતી મળી છે. ભાજપ અને સાથી પક્ષો 200 બેઠકની જીતનો આંકડો પાર કરી લીધો છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં સામેલ ભાજપે 128 બેઠકો પર, એકનાથ શિંદેની શિવસેનાએ 53 બેઠક પર અને અજિત પવારના નેતૃત્વ ધરાવતી એનસીપી 36 બેઠકો પર જીત મેળવવામાં છે. બીજી તરફ MVAમાં સામેલ કોંગ્રેસે 19 બેઠકો પર, શિવસેના (યુબીટી)એ 20 અને એનસીપી (શરદ પવાર)એ 13 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.

મહારાષ્ટ્રના ચૂંટણી વલણો પ્રમાણે ભાજપની આગેવાની ધરાવતી મહાયુતિને 210 બહુમતી મળી ગઈ છે. ભાજપ અને સાથી પક્ષો 200 બેઠકની જીતનો આંકડો પાર કરી લીધો છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠકો પર, એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠક પર અને અજિત પવારના નેતૃત્વ ધરાવતી એનસીપી 59 બેઠકો પર ચૂંટણી લડી હતી. બીજી તરફ એમવીએમાં સામેલ કોંગ્રેસે 101 બેઠકો પર, શિવસેના (યુબીટી)એ 95 અને એનસીપી (શરદ પવાર)એ 86 બેઠકો પર ચૂંટણી લડી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની પ્રચંડ જીત નિશ્ચિત થતાં સોશિયલ મીડિયા પર દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠી છે. નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર દેવેન્દ્ર ફડણવીસ 12402 મતોની લીડથી આગળ ચાલી રહ્યા છે.

ઝારખંડમાં શરૂઆતના વલણમાં કોંગ્રેસ-JMM ગઠબંધનની સરકાર 49 બેઠક જ્યારે NDA 27 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે અન્ય 5 પર આગળ ચાલી રહ્યા છે.

Maharashtra Election Result: પ્રચંડ જીત તરફ BJP, જાણો કોંગ્રેસની સ્થિતિ

મુંબઈ: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે આજે મત ગણતરીનો દિવસ છે. આ બંને રાજ્યોમાં કયો પક્ષ અને કયું ગઠબંધન સત્તાધારી બનશે તે આજે નક્કી થશે. તે જ સમયે ઉત્તર પ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા અને લોકસભા પેટાચૂંટણીના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવશે. આ તમામ પરિણામો આવનારા અમુક સમય માટે દેશના રાજકારણની સ્થિતિ અને દિશા નક્કી કરશે.

મહારાષ્ટ્રમાં મત ગણતરી માટે કુલ 288 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેમાં નાંદેડ લોકસભા પેટાચૂંટણી માટે એક કેન્દ્રનો પણ સમાવેશ થાય છે. કુલ 288 મતગણતરી નિરીક્ષકો દરેક વિધાનસભા મતવિસ્તારની દેખરેખ રાખી રહ્યા છે, જ્યારે નાંદેડ લોકસભા પેટાચૂંટણીમાં મતગણતરી પર નજર રાખવા માટે બે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

પરિણામની વાત કરીએ તો મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો માટેનો ટ્રેન્ડ આવી ગયો છે અને ભાજપ ગઠબંધન વિપક્ષ કરતા માઇલો સુધી આગળ જણાય છે. 288માંથી ભાજપ ગઠબંધન 228 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ ગઠબંધન 53 બેઠકો પર આગળ છે. અન્યના ખાતામાં 7 બેઠકો ગઈ છે.

ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી મહાયુતિએ ટ્રેન્ડમાં જોરદાર લીડ બનાવી. આ પહેલા સ્થિતિ એવી હતી કે તમામ 288 બેઠકોના વલણો અનુસાર ભાજપ ગઠબંધન 201 બેઠકો પર આગળ હતી જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી MVA 82 બેઠકો પર આગળ હતી. જ્યારે અન્ય 5 બેઠકો પર લીડ કરી રહી હતી. શરૂઆતમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના તાજા વલણોમાં ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન 32 સીટો પર અને કોંગ્રેસ ગઠબંધન 16 સીટો પર આગળ હતી.

મહાગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટીએ 149 વિધાનસભા બેઠકો પર, શિવસેનાએ 81 બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. વિપક્ષી MVA ગઠબંધનમાં, કોંગ્રેસે 101 ઉમેદવારો, શિવસેના (UBT) 95 અને NCP (શરદચંદ્ર પવાર) 86 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. બહુજન સમાજ પાર્ટી અને AIMIM જેવા પક્ષોએ પણ ચૂંટણી લડી હતી, જેમાં BSPએ 237 ઉમેદવારો અને AIMIM 17 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

ગુલકંદ – ૨૩ નવેમ્બર ૨૦૨૪

બેસન પનીર પૂડલા

બેસન પૂડલા તો આપણે હાલતા ચાલતા ઘણીવાર બનાવી લઈએ છીએ. પણ એમાં જો પનીર ઉમેરવામાં આવે તો તે હેલ્ધી પણ બની જાય છે!

સામગ્રીઃ

  • ચણાનો લોટ 1 કપ
  • પનીર 100 ગ્રામ
  • કાંદો 1
  • ટામેટું 1
  • સિમલા મરચું અડધું
  • ધોઈને સમારેલી કોથમીર ½ કપ
  • લીલાં મરચાં 2-3
  • અજમો ¼ ટી.સ્પૂન
  • હીંગ 2-3 ચપટી
  • સ્વાદ મુજબ મીઠું
  • તલ ½ ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર ½ ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • તેલ

રીતઃ પનીરને છીણી લો અથવા બારીક ભૂકો કરી લો. એક બાઉલમાં પનીર લો. તેમાં ચણાનો લોટ ઉમેરો. ટામેટું તેમજ સિમલા મરચું, લીલા મરચાં અને કોથમીર ઝીણાં સમારી લો. ચપટી હીંગ, ધાણાજીરુ, હળદર, લાલ મરચાં પાઉડર, તલ, 1 ચમચી તેલ તેમજ મીઠું સ્વાદ મુજબ ઉમેરો. અજમાને હાથેથી થોડો ચોળીને ઉમેરો. થોડું થોડું પાણી ઉમેરતાં જઈ પૂડલા માટેનું બહુ પાતળું નહીં એવું ખીરું તૈયાર કરી લો.

ગેસ ઉપર તવો અથવા ફ્રાઈ પેન ગરમ કરીને 1-1 ચમચી તેલ પૂડલા ફરતે રેડીને પૂડલા શેલો ફ્રાઈ કરી લો.

તૈયાર પૂડલા કોથમીર-ફુદીનાની ચટણી સાથે પીરસો.

૨૩ નવેમ્બર ૨૦૨૪

પંચાંગ 23/11/2024

નવા કલાકારોને મનોજ બાજપેયીએ આપી આવી સલાહ

મુંબઈ: અભિનેતા મનોજ બાજપેયી આ દિવસોમાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં ભાગ લેવા માટે ગોવા પહોંચ્યા છે. અહીં મનોજ બાજપેયીએ પોતાની એક્ટિંગ જર્ની શેર કરી છે. તેણે નવોદિત કલાકારોને કરિયરની સલાહ પણ આપી છે. ગુરુવારે પીટીઆઈ સાથે વાત કરતા મનોજ બાજપેયીએ કહ્યું હતું કે એક અભિનેતા ‘ફ્લાય ઓન ધ વોલ’ જેવો હોવો જોઈએ જેથી તેને ફિલ્મોના પાત્રોને વધુ વાસ્તવિક બનાવવા માટે પ્રેરણા મળી શકે. રૂઢિપ્રયોગનો અર્થ ‘દીવાલ પર બેઠેલી માખી’ એ છે કે કોઈ જગ્યાએ ગુપ્ત રીતે હાજર રહેવું અને વસ્તુઓને નજીકથી જોવી અને સાંભળવી.

 

સત્યા’, ‘શૂલ’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ અને ‘ગલી ગુલિયાં’ જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય માટે લોકપ્રિય બનેલા અભિનેતા બાજપેયીએ કહ્યું કે તેણે હંમેશા લોકો સાથે જોડાયેલા રહેવાનો પ્રયાસ કર્યો છે અને આજે પણ સેલ્ફી પોસ્ટ કરવાને બદલે, તેને બજારમાં જઈને શાકભાજી ખરીદવી ગમે છે. અભિનેતાએ પણજીમાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) માં માસ્ટરક્લાસ દરમિયાન કહ્યું, “મને લાગે છે કે સેલ્ફી મારી ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે, આ દિવસોમાં મારી પત્ની પણ મારી એટલી નજીક નથી. સાચું કહું તો, જો હું મારી કારની બારીઓ બંધ રાખું, તો હું લોકોની નજીક કેવી રીતે રહી શકીશ? હું કેવી રીતે સમજીશ કે તેઓ શું કરી રહ્યા છે? હું એ પાત્રોને કેવી રીતે સમજીશ?”

તેમણે વધુમાં ઉમેર્યુ કે,’હું જેટલો લોકોથી અલગ થઈશ,જર્નીમાં હું તેટલો જ પાછળ રહીશ. મારા જેવો એક્ટર લોકોથી દૂર રહી શકતો નથી. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બાજપેયી (55)એ કહ્યું કે તેમની 30 વર્ષની લાંબી કારકિર્દીમાં તેઓ ક્યારેય ‘સ્ટારડમ’ પાછળ દોડ્યા નથી. તેમણે કહ્યું, ‘સ્ટારડમમાં રહસ્ય અને ગ્લેમર હોય છે. હું માત્ર સારા પાત્રોનો પીછો કરી રહ્યો હતો. હું જાહેરમાં જોવા નથી માંગતો કારણ કે હું રસ્તા પર ચાલતા લોકોને, બસ સ્ટોપ પાસે ઉભેલા લોકો અથવા કંઈક વેચતા લોકોને જોવામાં વ્યસ્ત રહેવા માંગુ છું.’ બાજપેયીએ કહ્યું, ‘કલાકાર દિવાલ પર બેઠેલી માખી જેવો હોવો જોઈએ. તે રૂમમાં રહે છે, પરંતુ લોકો જાણતા નથી કે તે રૂમમાં છે. જો તમે વાસ્તવિક જીવનમાં આ કળા શીખો છો, તો વસ્તુઓ સરળ બની જશે. તમે અદ્રશ્ય વસ્તુઓ જોઈ શકો છો’

અભિનેતાએ 2017માં રિલીઝ થયેલી ‘ગલી ગુલિયાં’માં તેણે ભજવેલ પાત્રને તેની કારકિર્દીનું અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ પાત્ર ગણાવ્યું હતું. તેણે કહ્યું કે તે પાત્રો સાથે ન્યાય કરવામાં આનંદ અનુભવે છે, જે તેના વાસ્તવિક વ્યક્તિત્વથી સંપૂર્ણપણે અલગ છે. બાજપેયીએ કહ્યું, ‘જો તમે લોકોની વચ્ચે નહીં જાઓ તો તમે આ નહીં કરી શકો. મને મેટ્રો કે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી અને મુશ્કેલ સંજોગોમાં પણ લોકોને જીવનનો આનંદ માણતા જોવાનું ગમશે. જો હું પડદા પર જે પાત્રો ભજવવા જઈ રહ્યો છું તેવા પાત્રો જેવા લોકોની વચ્ચે ન જાઉં અને તેમના જીવનનો અનુભવ ન કરું તો તે મારા અભિનયમાં સ્પષ્ટ રીતે જોવા મળશે. ગુરુવારે રાત્રે IFFI ખાતે બાજપેયીની ફિલ્મ ‘ડિસ્પેચ’ દર્શાવવામાં આવી હતી. કનુ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક ‘ક્રાઈમ ડ્રામા’ છે, જેમાં બાજપેયી એક ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટના રોલમાં જોવા મળશે. ‘ડિસ્પેચ’ 13 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ ‘Zee5’ પર રિલીઝ થશે.