Home Blog Page 1312

ભારત-યુકે અચીવર્સ ઓનર્સ માટે અરજી કરવાની તક

નવી દિલ્હીઃ ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ અને બ્રિટનના આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગની ભાગીદારીમાં ઇન્ડિયા-યુકે અચીવર્સ ઓનર્સ એવોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા-યુકે અચીવર્સ 2025 માટે અરજી, નામાંકન હજી કરી શકાશે, એમ સંસ્થાએ જણાવ્યું છે. આ એવોર્ડ બ્રિટનની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સફળતા માટે આપવામાં આવે છે.

દેશની સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થવાના પ્રસંગે ઇન્ડિયા-યુકે અચીવર્સ ઓનર્સ એવોર્ડ હેઠળ 75 હસ્તીઓને અચીવર્સથી સન્માનિત કરવામાં આવી છે, જેમાં મહાત્મા ગાંધી, ડો. આંબેડકર, સરોજિની નાયડુ અને પંડિત નેહરુ સુધીનાને -બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓએ ઇતિહાસને બનાવ્યો હતો. આ વારસાને જારી રાખતાં ઇન્ડિયા-યુકે અચીવર્સ ઓનર્સ ભારતીય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિઓની સફળતાની ઉજવણી કરવા માટે એવોર્ડ આપવામાં આવે છે, જે ભવિષ્યના નેતાઓને પ્રેરણા આપે છે.

આમાં ભાગ લેનારા વિજેતાઓ અચીવર્સ જૂથમાં સામેલ થશે, જે પ્રતિભાશાળી, અસાધારણ પ્રતિભા વ્યક્તિઓ છે, જે બંને દેશોના ભવિષ્યને ઘડ્યું છે અને વિશ્વમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે, તેમને 12-13 ફેબ્રુઆરી, 2025ને યુકે સંસદ, પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર અને લંડનમાં એક ભવ્ય સન્માન સમારોહમાં સન્માનિત કરવામાં આવશે. બધા ફાઇનલિસ્ટોને 13 ફેબ્રુઆરી, 2025એ લંડનમાં થનારા ભારત-યુકે શિક્ષણ સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે અને એક મહત્ત્વના ડિજિટલ અભિયાનના માધ્યમથી પણ ઉજવણી કરવામાં આવશે અને 2025 દરમ્યાન મુખ્ય વૈશ્વિક વિષયો પર ચર્ચા-વિચારણા કરવા આમંત્રિત કરવામાં આવશે.

આ એવોર્ડ મેળવવાની પાત્રતા એ ભારતીય વિદ્યાર્થી ને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને છે, જેમણે યુકેમાં અભ્યાસ કર્યો હોય અને વ્યાવસાયિક રીતે કામ કર્યું હોય અને સામાજિક યોગદાન આપ્યું હોય. આ એવોર્ડ માટે ભાગ લેનારા અરજીકર્તા માટે ફ્રી વેબિનારનું આયોજન 23 અને 30 નવેમ્બરે બપોરે બે વાગ્યે (UKના સમય અનુસાર) અને ભારતીય સમય 7.30 વાગ્યે રાખવામાં આવ્યો છે અને તેમણે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરવાનું રહેશે. આ એવોર્ડ માટે અરજી કરવાની કે નામાંકન કરવા માટેની અંતિમ તારીખ આઠ ડિસેમ્બર, 2025 (11.59 PM) સુધી છે. એની લિન્ક આ મુજબ છે.એ માટે આ લિન્ક પર http://indiaukachievers.eventbrite.co.uk રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

 

 

 

 

 

 

 

 

ફ્રીડમ એટ મિડનાઈટઃ સ્વાતંત્ર્યના પ્રવાસનું અસરકારક ચિત્રણ

યા અઠવાડિયે એકતા કપૂર નિર્મિત ગોધરાકાંડ પર આધારિત ‘ધ સાબરમતી રિપોર્ટ’ થિએટરમાં રિલીઝ થઈ, તે જ સમયે ઈતિહાસ-આધારિત વેબ સિરીઝ ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ ઓટીટી પર, ‘સોની લિવ’ પર સ્ટ્રીમ થઈ. ‘સાબરમતી રિપોર્ટ’નાં વડા પ્રધાને વખાણ કર્યાં. ‘ફ્રીડમ એટ મિડનાઈટ’નાં મારે કરવાં છે. દરેક ઈતિહાસપ્રેમીએ, ભારતના ઈતિહાસમાં રસ ધરાવનારાએ જોવી જોઈએ. નવી પેઢીએ તો ખાસ આ સિરીઝ જોવી જોઈએ.

મુઘલ સામ્રાજ્યની ચડતી-પડતી પર આધારિત ‘ધ એમ્પાયર,’ ડૉ. જહાંગીર ભાભા-ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈના જીવનકવન પર આધારિત ‘રૉકેટ બૉય્સ’ જેવા વેબ-શો તેમ જ ‘કલ હો ના હો’થી ‘બાટલા હાઉસ’ અને જૉન અબ્રાહમ-શર્વરી વાઘની ‘વેદા’ જેવી ફિલ્મોના સર્જક નિખિલ અડવાની લાવ્યા છે ‘ફ્રીડમ ઍટ મિડનાઈટ.’

બે વર્ષ પહેલાં 91 વર્ષની વયે જેમનું અવસાન થયું એ ફ્રેન્ચ લેખક ડોમિનિક લેપિયેર અને લેરી કૉલિન્સ લિખિત, પારિતોષિક-વિજેતા પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઈટ’નો સમયકાળ ૧૯૪૬થી ૧૯૪૮નો છે. અમેરિકન રાઈટર લેરી કોલિન્સ 2005માં 75 વર્ષની વયે કાળધર્મ પામેલા. ‘અડધી રાતે આઝાદી’ એ શીર્ષક હેઠળ અશ્વિની ભટ્ટે ‘ફ્રીડમ એટ મિડનાઈટ’નો અનુવાદ કર્યો .

ફ્રેન્ચ-અમેરિકન લેખક-જોડીના પુસ્તકનો ઉપાડ 1947ના ન્યુ યરથી એટલે ફર્સ્ટ જાન્યુઆરીએ લંડનમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર ત્યારના બ્રિટનના વડા પ્રધાન ઍટલીને મળવા જતા લૉર્ડ માઉન્ટબેટનની મનોઝંઝટથી થાય છે. ભારતને આઝાદી આપવાનો વિધિ પાર પાડવા માઉન્ટબેટને હિંદુસ્તાન જવું એવો ઍટલીનો આગ્રહ છે, પણ માઉન્ટબેટન મુદ્દલ ઈચ્છા નથી આ કામ હાથ પર લેવાની… સિરીઝના આરંભમાં અંગ્રેજોને દાદાગીરીથી બ્લેકમેલ કરતા ઝીણા અને એનાથી વ્યથિત બાપુની વેદના જોવા મળે છેઃ “હિંદુસ્તાન કા બટવારા હોને સે પેહલે, મેરે શરીર કા બટવારા હોગા…” બાપુની વેદના બાદ ધીરે ધીરે આપણને ભારતના ભાગલા અને હિંસા વચ્ચે સ્વતંત્ર ભારતના જન્મનાં દશ્ય જોવા મળે છે. આ સમય દરમિયાન ખેલાયેલું રાજકારણ, આઝાદી, વગેરે.

સ્વાતંત્ર્યપ્રાપ્તિ ને ભાગલા બાદ 30 જાન્યુઆરી, 1948ના રોજ મોહનદાસ કરમચંદ ગાંધી દિલ્હીમાં ગોડસેની ગોળીથી હણાયા. તો, રાજકોટ જિલ્લાના પાનેલીથી નીકળેલા મહમદ અલી ઝીણા પૂંજા વાલજી ઠક્કરનું મોત કરાચીમાં, 10 સપ્ટેમ્બર, 1948ના થયું.

કહેવું જોઈએ કે સિરીઝના ઓલમોસ્ટ અડધો ડઝન લેખકો, સર્જક નિખિલ અડવાની મૂળ કૃતિને, પુસ્તકને વળગી રહ્યા છે, કોઈની બાજુ, કોઈનો પક્ષ અહીં લેવામાં આવ્યો નથી. સ્વાતંત્ર્ય સાથે આવેલી સામૂહિંક હિંસા, કત્લેઆમ, અત્યાચાર, ભૂખમરો, રોગચાળો, વગેરેને ઝાઝું ફૂટેજ આપવામાં આવ્યું નથી. આવાં અમુક દશ્યો સેપિયા કલરમાં જોવા મળે છે, જે દશ્યની અસરકારકતા વધારે છે. અલબત્ત, લોહીનીંગળતાં શરીર બતાવવાથી સર્જકો દૂર રહ્યા છે. કથાપ્રવાહને સુરેખ બનાવવા અમુક જગ્યાએ ક્રિયેટિવ લિબર્ટી લેવામાં આવી છે એવું સર્જકો કબૂલે છે, પણ ઈતિહાસ સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી.

સિરીઝમાં આપણા ચિરાગ વોરા (મહાત્મા ગાંધીજી)થી લઈને અરીફ ઝકરિયા (ઝીણા), આરજે મલિશ્કા (સરોજિની નાયડુ), ઈરા દુબે (ફૅટી અથવા ફાતિમા ઝીમા), જ્યુબિલી વેબસિરીઝમાં જય ખન્નાના કેરેક્ટરથી જાણીતો થયેલો ચહેરો સિદ્ધાંત ગુપ્તા (જવાહરલાલ નેહરુ), એમએસ ધોની, લૂપલપેટા તથા કેટલીક ટીવીસિરિયલના કલાકાર રાજેન્દ્ર ચાવલા (સરદાર વલ્લભભાઈ પટેલ) જેવા સશક્ત કલાકારો છે. ચવાઈને ચુથ્થો થઈ ગયેલું વાક્ય વાપરીને કહેવું હોય તો, ચિરાગ આ પાત્રને જીવી ગયા છે, એની ત્વચાની અંદર ઊતર્યા છે. પોતડી પહેરીને રેંટિયો કાંતતા ચિરાગને જોવો એક આહલાદક અનુભવ છે. અલબત્ત, અન્ય બધા કલાકારોએ ઉમદા કામ કર્યું છે. બધા કલાકારોની જેમ અહીં પ્રોડક્શન ડિઝાઈનિંગ પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. આખી પ્રોડક્શન ટીમે ખૂબ જહેમત ઉઠાવીને આજથી 76-77 વર્ષ પહેલાંનો કથાનો એ કાળખંડ તાદશ કર્યો છે.

સુરત પોલીસનું મેગા સર્ચ ઓપરેશન: 1600 મકાનની તપાસ

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અને અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ અનુસાર, ભેસ્તાન વિસ્તારમાં વહેલી સવારે વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ ઓપરેશનમાં 100થી વધુ પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો, જેમાં 4 નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરીને વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું.

1600 મકાનની તપાસ અને 50 હિસ્ટ્રી શીટર્સની પૂછપરછ

ભેસ્તાન આવાસ વિસ્તારમાં 1600થી વધુ મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 50 જેટલા હિસ્ટ્રી શીટર લોકોની યાદી સાથે 100થી વધુ પોલીસકર્મીઓએ ગુનેગારો પર નજર રાખી હતી. આ દરમિયાન અનેક શકમંદ લોકોની પૂછપરછ પણ કરાઈ હતી. સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુખ્યાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં DCP ઝોન-2 વિસ્તારના ડીંડોલી, લિંબાયત, ઉધના, ગોડાદરા, સલાબતપુરા પોલીસ સ્ટેશનોના કર્મચારીઓની 7 ટીમો બનાવી આજરોજ 22 નવેમ્બરના સવારે 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું.

ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, ભેસ્તાન આવાસ જે ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે, ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું. મોડી રાતથી કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગમાં ઝોનના તમામ પોલીસ ઓફિસરની ટીમ બનાવી હતી. 100થી વધુ અધિકારી અને કર્મચારીઓ ભેસ્તાન આવાસમાં 1600થી પણ વધારે મકાનોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં જ્યાં હિસ્ટ્રી શિટર, એમસીઆર કાર્ડમાં રજિસ્ટર્ડ  ગુનેગાર લોકોના ત્યાં તપાસ હાથ ધરી હતી. લિસ્ટેડ લોકોની ખાસ પૂછપરછ કરાઈ હતી.

નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરાયો

વધુમાં ઉમેર્યું કે, અમે ચેકિંગમાં જોયું કે કોઈ પ્રતિબંધિત વસ્તુ છે કે નહીં. ખાસ કરીને આ વિસ્તારના એરિયાના વ્યૂ  માટે, એરિયા ચેકિંગ માટે નાઈટ વિઝન ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. આ સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ આખો વિસ્તાર કોર્ડન કરી આખા વિસ્તાર ચેકિંગ હાથ ધર્યું હતું.   કેટલાક લોકો મળી પણ આવ્યા છે, જેની પૂછપરછ અમે કરી રહ્યા છીએ. જે લોકો અમને નથી મળ્યા તેમને ત્યાં અમે આવનાર દિવસોમાં ચેકિંગ કરીશું.

કોમ્બિંગની દરમિયાન ચેકિંગ કરાયેલી કામગીરીની વાત કરીએ તો એમાં, હથિયારધારા જાહેરનામાનો ભંગ કરતા કુલ 5 શખસ વિરુદ્ધ જી.પી.એક્ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી. કોમ્બિંગની દરમિયાન સુલેહ શાંતિનો ભંગ કરે તેવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં BNSS 126,170 મુજબ 6 કેસ કરી અટકાયતી પગલાની કામગીરી કરાઈ. ભેસ્તાન આવાસની બહાર નીકળવાના 6 રસ્તા (ગેટ) ઉપર અલગ-અલગ 6 ટીમ દ્વારા વાહન ચેકિંગ કરી, નંબર પ્લેટ વગરના, ફોલ્ટી નંબર પ્લેટ વાળા, વાહનના દસ્તાવેજ વગરના કુલ 50 વાહન ચેક કરવામાં આવ્યાં.ઉપરાંત કોમ્બિંગ દરમિયાન MCR-H.S.-237, ટપોરી 5, તડીપાર 6, લિસ્ટેડ બુટલેગર 7, NDPS નાસતા ફરતા તથા શકમંદ ચેક 11, સક્રિય ગુનેગાર 37 શખસ ચેક કરવામાં આવ્યાં. અને કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલ MCR,H.S., ટપોરી, શકમંદ, સક્રિય ગુનેગાર 50 શખસ ચેક કરી પૂછપરછ કરવામાં આવી. જ્યારે કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલ 1 શખસ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો.

સુરત પોલીસના આ પ્રયાસો અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ લાવવાના દિશામાં મહત્વપૂર્ણ છે.

દિલીપ કુમારમાંથી એ.આર રહેમાન કેવી રીતે બન્યા સંગીત સમ્રાટ?

મુંબઈ: બોલિવૂડના સુપરસ્ટાર સિંગર અને મ્યુઝિક કમ્પોઝર એઆર રહેમાન આજકાલ છૂટાછેડાને લઈને ચર્ચામાં છે. એઆર રહેમાને 57 વર્ષની ઉંમરે પત્ની સાયરા બાનુથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. એઆર રહેમાન બોલિવૂડના એકમાત્ર ગાયક અને સંગીતકાર છે જેમણે 2 ઓસ્કાર જીત્યા છે. એઆર રહેમાને બોલિવૂડને ડઝનેક સુપરહિટ ગીતો આપ્યા છે અને તેમને સંગીતના સમ્રાટ કહેવામાં આવે છે.

આ સંગીત સમ્રાટનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે એઆર રહેમાનનું સાચું નામ દિલીપ કુમાર હતું. પરંતુ બાદમાં એઆર રહેમાને હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવ્યો અને એઆર રહેમાન નામ રાખ્યું. પાછળથી, આ ગાયક સંગીતની દુનિયામાં ચમકતો સિતારો બની ગયો. આજે એઆર રહેમાન બોલિવૂડના શ્રેષ્ઠ ગાયકોમાંના એક છે.

કેવી રીતે એઆર રહેમાન દિલીપ કુમારમાંથી ગાયક બન્યા

6 જાન્યુઆરી 1967ના રોજ ચેન્નાઈમાં એઆર રહેમાનનો જન્મ થયો. તમિલનાડુમાં જન્મેલા એઆર રહેમાને ઘણી ગરીબી જોઈ છે. એક સામાન્ય હિન્દુ પરિવારમાં જન્મેલા એઆર રહેમાનની માતા ખૂબ જ ધાર્મિક મહિલા હતી. એઆર રહેમાને કરણ થાપરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે,’મારા પિતા તેમના જીવનના અંતિમ દિવસોમાં કેન્સર સામે લડતા રહ્યા. આ દિવસોમાં એક સૂફી સંત તેમની સારવાર કરી રહ્યા હતા. પરંતુ થોડા સમય પછી મારા પિતાનું અવસાન થયું. પછી 7-8 વર્ષ પછી અમે એ જ સૂફી સંતને મળ્યા. આ પછી અમે અમારો ધર્મ બદલ્યો અને તેનાથી અમને ઘણી શાંતિ મળી. જો કે, અમારા પરિવારમાં સંગીતનો દબદબો હતો, જેના કારણે અમારી સામાજિક સ્થિતિમાં કોઈ ખાસ તફાવત નહોતો. મારી માતા પહેલા હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરતી હતી. મને યાદ છે કે અમારા ઘરમાં હિન્દુ દેવતાઓ અને મક્કા મદીનાના ચિત્રો હતા.’

57 વર્ષની ઉંમરે છૂટાછેડા લીધા
એઆર રહેમાને તાજેતરમાં જ 29 વર્ષ બાદ તેની પત્ની સાયરા બાનુથી છૂટાછેડાની જાહેરાત કરી હતી. એઆર રહેમાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. જેમાં એઆર રહેમાને કહ્યું હતું કે અમે લગ્નના 29 વર્ષ બાદ અલગ થઈ રહ્યા છીએ. બોલિવૂડના સૌથી સુપરહિટ ગાયકોની યાદીમાં એઆર રહેમાન ટોચ પર છે. એઆર રહેમાનના ડઝનબંધ ગીતો લોકોના હોઠ પર છે.

Opinion: ગુજરાતની કાયદાકીય વ્યવસ્થા કથળી રહી છે?

દેશમાં સૌથી વધુ સુરક્ષિત રાજ્યોમાં ગુજરાતનું નામ મોખરે હોય છે. ગાંધીના ગુજરાતમાં લોકો સપનાને પાંખો આપવાની આશાએ આવતા હોય છે, પણ શું આપણું ગુજરાત સુરક્ષિત છે? વધતા ક્રાઈમ આંકડા જોઈ રાજ્યમાં દીકરી તો શું દીકરાની સુરક્ષાને લઈ વાલીઓમાં ભયનો ફફડાટ વધતો જઈ રહ્યો છે. નાની વાતે મોટું ધિંગાણું કરવું જાણે સામાન્ય વાત બની ગઈ છે.

આ વચ્ચે મોટો પ્રશ્ન એ થાય કે ખોટ ક્યાં પડી રહી છે? શું ગુજરાતની કાયદાકીય વ્યવસ્થા કથળી રહી છે? શું કાયદો માત્રને માત્ર કાગળ પર રહી ગયો છે?

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને આ વખતે ઓપિનિયન વિભાગમાં જાણો, અલગ અલગ વર્ગના લોકોએ શું આપ્યો અભિપ્રાય..

શાલિની મહાતો, આચાર્ય, બ્લુ બેલ સ્કૂલ, અમદાવાદ

“ગુજરાતમાં કાયદામાં કોઈ પણ ખામી નથી, પરંતુ કાયદાના અમલીકરણ કરતી વખતે ક્યાકને ક્યાક ખોટ પડી જાય છે. બીજી બાજુ કાયદા વ્યવસ્થાને લઈ લોકોમાં જે ડર હોવો જોઈએ, એ નથી. ઉદાહરણ તરીકે આપણે ડ્રીંક અને ડ્રાઇવનો કેસ લઈએ તો, લોકોને ખબર છે કે આ ગુનો છે, તેમ છતા કરે છે, કેમકે એ લોકોને ખબર છે કે કાંઈ પણ કરીને થોડા રૂપિયા આપી, જામીન પર કે પછી ઓળખાણથી છૂટી જવાશે. મોટો ગુનો ત્યારે બને છે જ્યારે કોઈ એક સ્તર પર અધિકારી કે કર્મચારીએ કોમ્પ્રોમાઈશ કર્યુ હોય. તેના પર કડક કાર્યવાહી થાય તો, લોકોમાં કાનૂન વ્યવસ્થાનો ભય ઊભો થાય. સાચી વાત તો એ છે કે નિયમો બન્યા છે લોકોના સારા માટે, તેમ છતાં આપણે નિયમોને મેન્યુ પ્લેટ કરીએ છીએ. કેમ કે ગુનો કરનારાએ પહેલાથી જ કાયદાની છટકબારી શોધી લીધી હોય છે. સુઘડ સમાજ માટે આપણે આપણા બાળકો અને યુવાનોને કાયદાની સમજ આપવી જોઈએ, સાથે ગુનાખોરી કર્યા બાદના પરિણામોનું ભાન કરાવવું જોઈએ.”

પરેશ મોદી, હાઈકોર્ટ એડવોકેટ, અમદાવાદ

“પહેલાના જમાનામાં આટલું પોપ્યુલેશન ન હતું. પણ હવે અલગ અલગ રાજ્યોમાંથી લોકો ગુજરાતમાં રોજીરોટી કમાવા આવતા હોય. હવે તે લોકો એવું વિચારતા હોય કે મારે ગુજરાતમાં રોજીરોટી માટે ટકવાનું છે. બીજી બાજુ સ્થાનિકોને એવું થાય કે આ અમારી જગ્યા પર અતિક્રમણ થાય છે. પોપ્યુલેશન સાથે લોકોનો સંઘર્ષ વધ્યો, બીજી પાસુ એ છે કે કાયદાના જ્ઞાનની કમી. હાલની તકમાં પણ એવા લોકો છે જેને કાયદા વિશે સામાન્ય જ્ઞાન પણ નથી હોતું. રાજ્યમાં ક્રાઈમ તો વધ્યો પણ તેની સામે પોલીસ ફોર્સ કેટલી છે? આજે પણ સમાચારમાં પોલીસ ભરતીની જાહેરાત છપાઈને આવે છે. પોપ્યુલેશન વધારા સાથે કાનૂની ઓછી સમજ અને પોલીસ ફોર્સમાં ઘટાડો આ પરિબળોથી ગુનાના રેશિયોમાં વધારો થઈ રહ્યો છે. કોઈ પણ માણસથી ગુનો ત્યારે થાય છે જ્યારે વાત તેમના અહંકાર, સ્વાભિમાન કે અસ્તિત્વ પર આવી જાય છે.”

કૌશલ ગોહિલ, ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ, સ્વસર્જન ફાઉન્ડેશન, અમદાવાદ

“ગુનાખોરી વધવા પાછળનું એક કારણ એવુ છે, કે ટેકનોલોજી ખુબ આગળ વધી ગઈ છે. પહેલાના લોકોમાં કાયદાની રીતે આટલી માહિતી ન હતી. પરંતુ હવે ટેક્નોલોજીની મદદથી લોકો પાસે પૂરતી કાયદાની સમજ હોય છે, કે મારે કોની સામે કેવી રીતે લડવાનું છે. ગુજરાતમાં એડલ્ટ ક્રાઈમ રેશિયો સાથે જુરિનલ ક્રાઈમમાં પણ ઉતરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. કેટલાક આરોપીએ નાના બાળકોને ટાર્ગેટ બનાવી તેની પાસે ગુનો કરાવશે, કેમકે આરોપીને ખબર છે બાળક તો છૂટી જવાનું છે. આ કિસ્સાને કાયદાની દ્રષ્ટિ માંથી છટકબારી જ કહી શકાય. બીજુ બાજુ ટેકનોલોજી આગળ વધી સોશિયલ મીડિયા જોઈ લોકોમાં સાયકોલોજીક ડિસઓર્ડર થાય. પોતાના સેટીસફેક્સન માટે લોકો કોઈ પણ પગલું ભરી દેતા હોય આવી હિંમત માત્રને માત્ર ટેકનોલોજીથી આવે છે. મારા મત પ્રમાણે સરકાર ઘણી વખત સારા કાયદા લાવતી હોય છે. પણ તેનું અમલીકરણ થતા થતા તે નબળો થઈ જાય છે. જ્યા સુધી કાયદાનો કડક અમલીકરણ નહીં થાય ત્યાં સુધી આવા ગુના વધવાની શક્યતા તો રહેવાની જ છે. હાલના સમયમાં ગુજરાતમાં પોલીસ ફોર્સની સંખ્યા પુરતા પ્રમાણમાં છે, પણ તેની ડ્યુટી જે જગ્યા પર આપવામાં આવી તે સરખી રીતે કરવામાં આવે તો પણ આવા ગુના રેશિયોમાં ઘટાડો થઈ શકે.”

સંદિપ બારોટ, સરકારી કર્મચારી, નડિયાદ

“ગુજરાતના સરકારી કાયદા વ્યવસ્થા ખુબ સારી છે, પણ આપણે ત્યાં બે માનસિકતા શિક્ષિત વર્ગ અને અશિક્ષિત વર્ગ, તેની માનસિકતામાં પરિવર્તન આવે તો ગુનાખોરીમાં ઘટાડો થઈ શકે. મારા મત પ્રમાણે સામાન્ય લોકોમાં જાગૃતિ ઓછી છે. કાયદા અને વ્યવસ્થાનું પાલન કરવા માટે સામાન્ય જનતાને પણ સુધરવું પડે. પોલીસ ફોર્સ વાત થાય તો જરૂરિયાત પ્રમાણે આપણે પાસે પોલીસ બળ છે, આ ઉપરાંત પણ સરકાર પોલીસની ભરતી કરતી રહેતી જ હોય છે. એવુ નથી ગુના વધવામાં પુર જનતાનો વાંક ક્યાંકને ક્યાંક સરકારનો એકાંદરો વાંક છે. શિક્ષણ નીતિ સુધરે તો ગુનામાં ઘટાડો થવાની પૂરી શક્યતા છે. બીજી બાજુ કાયદા થોડા કડક કરવાની જરૂર છે. જેમાંથી આવા ગંભીર ગુના કરનારા છટકબારી ન કરી શકે. નીતિ બદલશે તો પરિસ્થિતિ બદલાશે.”

માધવ ફિચડીયા, યુવા, અમદાવાદ

“ગુના વધી રહ્યા છે એ વાતને નકારી ન શકાય, પરંતુ એનો અર્થ એ નથી કે આખી કાયદા વ્યવસ્થા નબળી છે. આમ જોવા જઈએ તો આખા દેશમાં ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે, પ્રસાશન પોતાનું કામ કરે જ છે. આજના સમયની સમસ્યા એ છે કે, ગુના થાય ત્યારે લોકો તરત જ પોલીસ તંત્રને દોષ આપવાનું શરૂ કરી દે છે. પરંતુ એકમાત્ર પોલીસ વિભાગ પર આખી જવાબદારી મૂકવી યોગ્ય નથી. ગુનાને રોકવા માટે દરેક નાગરિકનું જાગૃત હોવું અને પોતાના ભાગનો સહયોગ આપવો અત્યંત આવશ્યક છે. કાયદા અને વ્યવસ્થાની જવાબદારી એ માત્ર પ્રશાસન માટે નથી, પણ સમાજના દરેક સભ્ય માટે છે.  હકીકતમાં, જો કાયદા વ્યવસ્થા ખરેખર એટલી નબળી પડી ગઈ હોત, તો આજની દિનચર્યા જીવવી પણ મુશ્કેલ થઈ ગઈ હોત. લોકો રસ્તા પર નીકળવામાં પણ ડરી જતા, પરંતુ આજે પણ આપણી સુરક્ષિતતાના મજબૂત આધાર તળે ગુજરાતમાં લોકો નિડર રીતે જીવવાં સક્ષમ છે.”

(તેજસ રાજપરા – અમદાવાદ)

રાજ્યમાં ઠંડીનો વઘારો, નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું

શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડતા ઠંડીમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. રાજ્યના સાત શહેરોમાં 17 ડિગ્રી તો છ શહેરોમાં 18 ડિગ્રીથી નીચે લઘુતમ તાપમાન નોંધાયું હતું.

કચ્છ-સૌરાષ્ટ્રમાં ઠંડીનું વધુ પ્રભુત્વ જોવા મળી રહ્યુ છે. જેમાં નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે ડીસામાં 14 ડિગ્રી તો વડોદરામાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 14.6 ડિગ્રીએ પહોંચ્યો હતો. જયારે સૌરાષ્ટ્રના કેશોદમાં 16.3 ડિગ્રી, મહુવામાં 16.4 ડિગ્રી, રાજકોટમાં 16.6 ડિગ્રી તો ભૂજમાં લઘુતમ તાપમાન 16.8 ડિગ્રીએ પહોંચ્યુ હતું. વલ્લભ વિદ્યાનગરમાં 17.2 ડિગ્રી, પોરબંદરમાં 17.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદના લઘુતમ તાપમાનના ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. અમદાવાદમાં ગુરૂવારે 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું અને આગામી એક સપ્તાહ સુધી અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. પાટનગર ગાંધીનગરમાં 17.8 ડિગ્રી, ભાવનગરમાં 17.9 ડિગ્રી તો અમરેલીમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 18 ડિગ્રીએ પહોંચ્યો છે.

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં એકાએક પારો ગગડતા ચારેય તરફ બરફ છવાયો છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં માઈનસ એક ડિગ્રી, જ્યારે ગુરૂશિખર પર માઈનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાતા બરફ છવાયો હતો. મીની કશ્મીર તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં બે મહિના સુધી સતત બરફ છવાયેલો રહે છે.

સામાન્ય રીતે માઉન્ટ આબુમાં દર વર્ષે ડિસેમ્બરમાં બરફવર્ષા થતી હોય છે. પરંતુ આ સીઝનમાં નવેમ્બરમાં જ બરફવર્ષાથી શરૂઆત થઈ ગઈ છે. તાપમાન ગગડીને માઈનસ એક ડિગ્રી નોંધાયું છે. માઉન્ટ આબુ અને અરવલ્લીની ગિરિમાળાનું સૌથી ઉંચી ચોટી ધરાવતું ગુરૂશિખરમાં માઈનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયુ હોવાથી બરફ છવાઈ ચૂક્યો છે. માઉન્ટ આબુની હોટલો આગળ પાર્ક કરેલા વાહનો, બાગ બગીચા અને ખુલ્લા મેદાનોની ઘાસ પર પણ બરફની ચાદર છવાઈ ગઈ છે.

સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષનો શુભારંભ કરશે PM મોદી

નવી દિલ્હીઃ PM મોદી સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025નો શુભારંભ કરાવશે. ઇફકો આતંરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન (ICA) અને કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના સમહયોથી ICA મહાસભા અને વૈશ્વિક સહકારી સંમેલન, 2024નું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્વિક સહકારી આંદોલન માટે મુખ્ય સંસ્થા આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠન ગઠબંધન (ICA)ના 130 વર્ષના ઇતિહાસમાં આ સૌપ્રથમ વાર છે, કે વૈશ્વિક સહકારી સંમેલન અને સામાન્ય સભાનું આયોજન ભારતમાં થઈ રહ્યું છે.

આ કાર્યક્રમ દિલ્હીના ભારત મંડપમમાં 25થી 30 નવેમ્બર દરમ્યાન આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 પર એક સ્મારક પોસ્ટની ટિકિટ પણ જારી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભૂતાનના PM દાશો શેરિંગ તોબગે અને ફિજીના નાયબ PM મનોઆ કામિકામિકા પણ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે, એમ ઇફ્કો લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થીએ જણાવ્યું હતું.

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 25 નવેમ્બરે બપોરે ત્રણ વાગ્યે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વૈશ્વિક સહકારી સંમેલનના ઉદઘાટન સત્રની અધ્યક્ષતા કરશે, એમ સહકાર મંત્રાલયના સચિવ ડો. આશિષ કુમાર ભૂટાનીએ જણાવ્યું હતું.


આ આયોજનનો વિષય સહકારિતાથી બધાની સમૃદ્ધિનું નિર્માણ કેન્દ્ર સરકારના સહકારથી સમૃદ્ધિને અનુરૂપ છે. જેનો સાચો અર્થ સહકારિતાના માધ્યમથી સમૃદ્ધિ છે.

સહકારિતા મંત્રાલય મંત્રાલયની રચના અને શાહે સહકારિતા મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા પછી દેશમાં સહકારી ક્ષેત્રએ સહકારી આંદોલનના વિકાસ અને વૃદ્ધિમાં 54 મોટી પહેલો શરૂ કરીને દેશની GDPમાં વધુ યોગદાન આપ્યું છે. આ સાથે ભારત સૌથી ઝડપથી વધતા સહકારી ક્ષેત્રોમાંથી એક બની ગયું છે. આ કાર્યક્રમમાં રોશડેલ પાયનિયર્સ એવોર્ડ 2025 પણ આપવામાં આવશે, જે સહકારી સમિતિઓના વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહકારી આંદોલનને મજબૂત કરવા માટે એમના મોટા યોગદાનની વ્યક્તિઓ કે સંગઠનોને આપવામાં આવે છે, એમ તેમણે કહ્યું હતું.

આ સંમેલનનો વિષય સહકારિતા બધા માટે સમૃદ્ધિનું નિર્માણ કરે છે. અમારો લાંબા સમયનો ઉદ્દેશ એક એવું સહકારી આંદોલન બનાવવાનો છે, જે સમૃદ્ધ અને સુરક્ષિત થાય. વિચારોના આકર્ષક આદાનપ્રદાન માટે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિની યજમાની કરવી એ અમારા માટે સન્માનની વાત છે, એમ ઇફ્કો લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થીએ કહ્યું હતું.

આ સાથે  આ કાર્યક્રમના પેટા વિષય છે સક્ષમ નીતિ અને ઉદ્યમશીલતા તંત્ર, સહકારી ઓળખની પુષ્ટિ અને 21મી સદીમાં બધા માટે સમૃદ્ધિનો અહેસાસ કરવાનો. 

ઇઝરાયેલી PM નેતાન્યાહુની વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે (ICCએ) ઇઝરાયેલના PM નેતાન્યાહુ અને તેમના સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેન્ટની વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. હેગ સ્થિત કોર્ટે ઇઝરાયેલના નેતાઓની વિરુદ્ધ એ વોરન્ટ ગાઝા અને લેબેનોનમાં સંઘર્ષ દરમ્યાન યુદ્ધ અપરાધો માટે જારી કરવામાં આવ્યું હતું.

નેતાન્યાહુ પર ગાઝામાં અત્યાચારો ગુજારીને યુદ્ધ અપરાધો કરવાનો આરોપ છે. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ ઇઝરાયલના ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ અને હમાસના ભૂતપૂર્વ કમાન્ડર મોહમ્મદ દૈફ સામે પણ ધરપકડ વોરંટ બહાર પાડયું છે, પણ આ પૈકી કોઈની પણ સામેનું વોરંટ બજાવાય એવી કોઈ શક્યતા નથી.

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)નો આરોપ છે કે ગાઝામાં પેલેસ્ટિનિયનો પર અત્યાચાર અને લોકોને ભૂખમરાનો ભોગ બનાવવા માટે નેતાન્યાહુ અને ગેલન્ટને દોષિત ઠેરવવા માટે નક્કર પુરાવા છે. એ જ રીતે હમાસના મોહમ્મદ દૈફ પર ૭ ઓક્ટોબર, ૨૦૨૩એ ઇઝરાયલમાં સામૂહિક હત્યા, બળાત્કાર અને લોકોને બંદી બનાવીને અત્યાચારો ગુજારવાવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

 ભારત ICCનું સભ્ય નહીં હોવાથી ભારતમાં ICCની સત્તા નથી ચાલતી. અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો પણ ICCના સભ્ય નથી તેથી ત્યાં પણ ICCની સત્તા ચાલતી નથી. યુકે સહિતના યુરોપના દેશો ICCના સભ્ય છે તેથી ત્યાં તેની સત્તા ચાલે પણ તેને ગણકારતું નથી. ICCના સભ્ય દેશ દ્વારા ICCના વોરંટનો અમલ ના કરાય તો ICC સાથે સંકળાયેલા દેશો તેના પર આર્થિક પ્રતિબંધો લાદી શકે છે, પણ એવા પ્રતિબંધોની કોઈ અસર હવે થતી નથી.નેતાન્યાહુ સામે ધરપકડ વોરંટ બહાર પાડનારી ICCએ ૨૦૨૩ના માર્ચમાં પુતિન સામે અરેસ્ટ વોરંટ બહાર પાડેલું. આ વાતને દોઢ વરસ થઈ ગયું પણ પુતિનનો વાળ પણ વાંકો થયો નથી.

અભિષેક અને ઐશ્વર્યાના ડિવોર્સની અફવા પર અમિતાભ બચ્ચને તોડ્યું મૌન, કહ્યું કે…

મુંબઈ: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય છેલ્લા એક વર્ષથી હેડલાઇન્સમાં છે. તેમના અલગ થવા અને છૂટાછેડાની અફવાઓ દરરોજ ફેલાઈ રહી છે. સમગ્ર બચ્ચન પરિવાર આ મામલે લાંબા સમયથી મૌન સેવી રહ્યો હતો. અભિષેક અને ઐશ્વર્યા રાય પણ આ મામલે કંઈપણ કહેવાનું ટાળતા હતા, પરંતુ હવે લાગે છે કે તમામ હદ વટી ગઈ છે અને બચ્ચન પરિવારની ધીરજ ખૂટી છે. અમિતાભ બચ્ચને આ મામલે પોતાનું મૌન તોડ્યું છે અને પરિવારમાં સૌથી મોટા હોવાને કારણે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે. અમિતાભ બચ્ચને સ્પષ્ટ કર્યું છે કે જે વાતો પર ચર્ચા થઈ રહી છે તે કોઈપણ તથ્ય વગરની છે અને સંપૂર્ણ રીતે ખોટી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે લોકો આવું કેમ કરી રહ્યા છે. અભિનેતાએ તેના બ્લોગમાં તમામ બાબતો લખી છે, જેમાં તેણે પોતાનું દિલ ઠાલવ્યું છે.

અફવાઓને સદંતર ફગાવી દીધી

અમિતાભ બચ્ચને લખ્યું, ‘અલગ હોવા અને જીવનમાં તેની હાજરીમાં વિશ્વાસ કરવા માટે ઘણી હિંમત, વિશ્વાસ અને ઈમાનદારીની જરૂર છે. હું પરિવાર વિશે બહુ ઓછું કહું છું, કારણ કે તે મારું અંગત જીવન છે અને તેની ગોપનીયતા હું જાળવું છું. અટકળો માત્ર અટકળો છે. તેઓ ચકાસણી વિનાનું જૂઠાણું છે. વેરિફિકેશન સીકર્સ દ્વારા તેમના વ્યવસાય અને વ્યવસાયની જાહેરાતોને પ્રમાણિત કરવા માટે માંગવામાં આવે છે, હું તેમની પસંદગીના વ્યવસાયમાં રહેવાની તેમની ઇચ્છાને પડકારીશ નહીં અને હું સમાજની સેવામાં તેમના પ્રયત્નોની પ્રશંસા કરીશ, પરંતુ ખોટી અથવા પસંદગીયુક્ત રીતે પ્રશ્ન કરાયેલ માહિતીને કાનૂની રક્ષણ મળી શકે છે. જેઓ માહિતી પૂરી પાડે છે તેમના માટે પરંતુ શંકાસ્પદ આત્મવિશ્વાસના બીજ તે સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા પ્રતીક, પ્રશ્ન ચિહ્ન સાથે વાવવામાં આવે છે.’

મીડિયા પર ઉઠેલા પ્રશ્નો

આ કડીમાં અમિતાભ બચ્ચને આગળ લખ્યું,’? તમે જે પણ લખવા માંગો છો તે વ્યક્ત કરો, પરંતુ જ્યારે તમે તેના પછી પ્રશ્નાર્થ ચિહ્ન મુકો છો, ત્યારે તમે ફક્ત એમ જ નથી કહેતા કે તમે જે લખ્યું છે તે શંકાસ્પદ હોઈ શકે છે, પરંતુ તમે ગુપ્ત રીતે ઇચ્છો છો કે વાચક તેના પર વિશ્વાસ કરે અને તેને વિસ્તૃત કરે, જેથી તમારા લખાણને મૂલ્યવાન માનવામાં આવે અને તેને રિપીટ કરવામાં આવે. તમારી સામગ્રી સમાપ્ત થઈ ગઈ છે, માત્ર એક પળ માટે નહીં પરંતુ તમામ પળો માટે જતી રહી છે. જ્યારે વાચક તેના પર પ્રતિક્રિયા આપે છે, ત્યારે તે સામગ્રીને વિસ્તૃત કરે છે. પ્રતિક્રિયા આત્મવિશ્વાસ અથવા નકારાત્મક હોઈ શકે છે, ગમે તે હોય, વાચકને વિશ્વસનીયતા આપવી એ જ લેખકનો વ્યવસાય છે. તેમની વ્યવસાયિક નિર્ભરતા.

આ મુદ્દાને અંત તરફ લઈ જતા અમિતાભે કહ્યું,’દુનિયાને અસત્ય અથવા શંકાસ્પદ અસત્યથી ભરી દો અને તમારું કામ પૂરું થઈ ગયું. તે વિષય વ્યક્તિ અથવા પરિસ્થિતિને કેવી રીતે અસર કર્યુ હશે તે તમારા હાથમાંથી ધોવાઈ ગયુ છે. તમારો વિવેક ક્યારેય હતો તે તેને દબાવવામાં આવ્યો છે??? મેં આના પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. આ તો રહ્યું…આગલા પર જઈએ દરેક વ્યવસાયમાં આ ગુણો હોઈ શકે છે અને આ મારી લેખિત સુરક્ષા છે.’

તમને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે છૂટાછેડાની અફવાઓ ઘણા સમયથી જોર પકડી રહી છે. ઘણા પ્રસંગો પર લોકો બંનેને એકસાથે ન જોવાને અલગ થવા સાથે જોડી રહ્યા છે. હાલમાં જ દીકરી આરાધ્યાના જન્મદિવસ પર પણ કોઈ પોસ્ટ સામે આવી ન હતી અને આ પછી પણ લોકો આવી અફવાઓને મહત્વ આપવા લાગ્યા હતા, જે બાદ હવે અમિતાભે મૌન તોડ્યું છે અને સમગ્ર મામલે ખુલાસો કર્યો છે.

નિજ્જરની હત્યામાં PM મોદી કે વિદેશપ્રધાન વિરુદ્ધ પુરાવા નહીં: કેનેડા

નવી દિલ્હીઃ કેનેડા સરકાર ફરી એક વાર ખુલ્લી પડી ગઈ છે. કેનેડા સરકારે કબૂલ કર્યું છે કે એની પાસે ભારતની વિરુદ્ધ ગુનાઇત કામગીરીમાં સામેલ હોવાના કોઈ પુરાવા નથી મળ્યા. સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સહિત કેનેડામાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં ભારતના PM નરેન્દ્ર મોદી અને ભારતના કોઈ ટોચના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા હોવાના કોઈ પુરાવા નથી મળ્યા.

કેનેડાની સરકારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું  કે PM નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલની દેશમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં કોઈ ભૂમિકા નથી. આ સ્પષ્ટતા કેનેડાના એક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે નિજ્જરની હત્યાનું કથિત કાવતરું ઘડ્યું હતું, પરંતુ હવે કેનેડાની સરકારે આ આરોપોથી પોતાને દૂર રાખ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે તેને આ આરોપો અંગે કોઈ પુરાવા મળ્યા નથી. આ સંબંધમાં મિડિયા રિપોર્ટ સંપૂર્ણપણે ખોટા અને શંકાસ્પદ છે.

અમે સામાન્ય રીતે મિડિયાના અહેવાલો પર ટિપ્પણી કરતા નથી. જોકે કેનેડાના સરકારી સ્ત્રોત દ્વારા અખબારને આપવામાં આવેલાં આવાં હાસ્યાસ્પદ નિવેદનોને તે જ તિરસ્કાર સાથે બરતરફ કરવા જોઈએ. અમારા પહેલેથી જ વણસેલા સંબંધોને વધુ નુકસાન પહોંચાડે છે, એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું.

શું છે ખાલિસ્તાની નિજ્જર હત્યા કેસ?

હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. જેની 18મી જૂન, 2023એ કેનેડામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો, જોકે તે કોઈ પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યું હતું. NIAએ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. તેના આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે પણ સંબંધો હતા.