Home Blog Page 1300

IFFCOના MD ડૉ. ઉદય શંકર અવસ્થી રોચડેલ પાયોનિયર્સ એવોર્ડથી સન્માનિત

નવી દિલ્હી: ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ઉદય શંકર અવસ્થીને પ્રતિષ્ઠિત રોચડેલ પાયોનિયર્સ એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે. ડો. વર્ગીસ કુરિયન પછી આ એવોર્ડ મેળવનાર ડો. અવસ્થી બીજા ભારતીય છે. ડૉ. કુરિયનને વર્ષ 2001માં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
રોચડેલ પાયોનિયર્સ એવોર્ડ એ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA) દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ એવોર્ડની શરૂઆત વર્ષ 2000માં કરવામાં આવી હતી. તેનો હેતુ એવી વ્યક્તિ અથવા ખાસ સંજોગોમાં સહકારી સંસ્થાને ઓળખવાનો છે, જેમણે નવીન અને નાણાકીય રીતે ટકાઉ સહકારી પ્રવૃત્તિઓમાં યોગદાન આપ્યું છે.

કેમિકલ એન્જિનિયર ડૉ. અવસ્થીને 1976માં IFFCOમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ ઉત્પાદન ક્ષમતામાં 292% અને નેટવર્થમાં 688%નો વધારો થયો છે. તેમના નેતૃત્વ હેઠળ IFFCO એ વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોમાં સાહસ કર્યું છે, તેના વ્યવસાયમાં વૈવિધ્યીકરણ કર્યું છે અને ભારતના ખેડૂતો માટે નવીન અને સ્વદેશી નેનો ખાતરો સફળતાપૂર્વક વિકસાવ્યા છે.

ICAના પ્રમુખ એરિયલ ગુઆર્કોએ 25 નવેમ્બરે ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહેલા ICAની વૈશ્વિક સહકારી પરિષદમાં એક વિશેષ સમારોહ દરમિયાન ડૉ. અવસ્થીને એવોર્ડ અર્પણ કર્યો હતો. IFFCO લિમિટેડ ICA અને કેન્દ્રીય સહકાર મંત્રાલયની ભાગીદારીમાં ICA જનરલ એસેમ્બલી અને ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું આયોજન કરી રહ્યું છે. આ કોન્ફરન્સનું આયોજન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કરવામાં આવી રહ્યું છે અને 30 નવેમ્બર, 2024ના રોજ તેનું સમાપન થશે.

એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી, ડૉ. ઉદય શંકર અવસ્થીએ જણાવ્યું હતું કે, “હું આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કરીને ખૂબ જ સન્માનિત અનુભવું છું. આ પુરસ્કાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સમૃદ્ધિ માટે સહકાર” ના વિઝનનું પ્રતીક છે. સાથે જ ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ IFFCOના અસાધારણ પ્રયાસોને પણ પ્રકાશિત કરે છે. અમે વૈશ્વિક મંચ પર ભારતના સહકારી ચળવળને મજબૂત કરવાના, તેમના વિઝનને આગળ વધારવા માટે સમર્પિત છીએ. હું આ સન્માન માટે ઈન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA)નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, જે અમને વૈશ્વિક સ્તરે સહકારી ભાવનાને ટકાવી રાખવા અને આગળ વધારવા માટે પ્રેરણા આપે છે.”ડૉ. અવસ્થીએ જણાવ્યું હતું કે, “IFFCO એ નેનો ડીએપી અને નેનો યુરિયા (લિક્વિડ) જેવા નેનો ખાતરો દ્વારા ટકાઉ કૃષિને ટેકો આપ્યો છે, ખેતીની પદ્ધતિઓમાં પરિવર્તન લાવી છે અને ઇકો-ફ્રેન્ડલી સોલ્યુશન્સ માટેની માંગ પૂરી કરી છે. સ્વદેશી નેનો ફર્ટિલાઇઝર્સે લોજિસ્ટિક્સની સમસ્યાઓનો સામનો કર્યો, ભારતની ખાતરની આયાત નિર્ભરતામાં ઘટાડો કર્યો અને કોમ્પેક્ટ બોટલો સાથે વિશાળ પેકેજિંગને બદલ્યું. આ નવીનતાઓએ જમીનના સ્વાસ્થ્યમાં સુધારો કર્યો છે, ખેડૂતોની નફાકારકતામાં વધારો કર્યો છે અને પર્યાવરણીય રીતે જવાબદાર ખેતીને પ્રોત્સાહન આપ્યું છે. ભારતના દરેક ખૂણે અને કેટલાક અન્ય દેશો, ખાસ કરીને પડોશી દેશોમાં ખેડૂતો દ્વારા તેને વ્યાપકપણે સ્વીકારવામાં આવી રહ્યું છે. અન્ય દેશો પણ નેનો ખાતરના સપ્લાય માટે IFFCO નો સંપર્ક કરી રહ્યા છે. ભવિષ્યમાં અમે નેનો ફર્ટિલાઇઝર્સ વધુ 25 દેશોમાં નિકાસ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.”

સંભલ, અદાણી મુદ્દે લોકસભામાં વિપક્ષનો ભારે હંગામો

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે, પરંતુ વિપક્ષના હંગામાને કારમે લોકસભા સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ બંધારણ પર બે દિવસ ચર્ચા કરવાની માગ કરી છે.

 વિપક્ષી સાંસદોએ સંભલ અને ગૌતમ અદાણી મુદ્દે ચર્ચાની માગણી કરીને હંગામો કરતાં લોકસભા સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્યસભા પણ સરકારને વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. હંગામા પર સ્પીકરે કહ્યું હતું કે સંસદ ચાલવા દો. દરેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે.લોકસભાના સત્રના પ્રારંભમાં મેરઠના સાંસદ અરુણ ગોવિલે જેવું બોલવાનું શરૂ કર્યું કે તરત વિપક્ષે હંગામો શરૂ કર્યો હતો અને વિપક્ષના સાંસદો વચ્ચે આવીને હંગામો શરૂ કર્યો હતો. જેથી અરુણ ગોવિલ ચૂપ થઈ ગયા હતા અને સીટ પર ઊભા રહ્યા હતા. વિરોધ પક્ષના સાંસદોએ અદાણી મુદ્દે પણ ચર્ચાની માગને લઈને સૂત્રોચ્ચાર કરતા હતા. જેથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ભડકી ગયા હતા.

ભાજપની આગેવાની હેઠળનું કેન્દ્ર આ સત્ર દરમિયાન અનેક કાયદાકીય એજન્ડાને આગળ વધારવાનું લક્ષ્ય ધરાવે છે. શિયાળુ સત્રમાં ચર્ચા માટે સૂચિબદ્ધ બિલોમાં વકફ (સુધારા) બિલ છે, જે હાલમાં સંસદની સંયુક્ત સમિતિ દ્વારા સમીક્ષા હેઠળ છે. વધુમાં, અન્ય 16 બિલો વિચારણા માટે તૈયાર છે. તેમાં પંજાબ કોર્ટ્સ (સુધારા) બિલ અને દરિયાઈ જવાબદારીઓ અને બંદર વ્યવસ્થાપન સંબંધિત અન્ય જેવા નોંધપાત્ર સુધારાઓનો સમાવેશ થાય છે.

જુઓ ત્યાં ઠારના આદેશ બાદ, PTI સમર્થકોએ પ્રદર્શન કર્યું સમાપ્ત

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સરકારના દમનકારી વર્તન બાદ ઈમરાન ખાનની પાર્ટી પી.ટી.આઈ.એ પોતાનો વિરોધ પ્રદર્શન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. પી.ટી.આઈ.ના વિરોધને કારણે રાજધાની ઈસ્લામાબાદમાં ડી. ચોક અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે હંગામો અને હિંસા બાદ અડધી રાત્રે સુરક્ષાકર્મીઓએ કડક કાર્યવાહી કરી હતી. જેના પગલે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોએ વિરોધ-પ્રદર્શન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. જો કે આ પછી ઈમરાન ખાનની આગળની રણનીતિ શું હશે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.ઈમરાન ખાનની પાર્ટી પી.ટી.આઈ.એ સુરક્ષા કર્મીઓની કાર્યવાહીને “ફાસીવાદી લશ્કરી શાસન” હેઠળ કરવામાં આવેલ “નરસંહાર”નો પ્રયાસ ગણાવ્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે લગભગ 450 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પી.ટી.આઈ.) એ કહ્યું કે સુરક્ષા દળોએ શક્ય તેટલા લોકોને મારવાના ઈરાદાથી પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો. અગાઉ મંગળવારે સાંજે, પી.ટી.આઈ. સમર્થકોએ કાયદા અમલીકરણ એજન્સીઓના અધિકારીઓ સાથે અથડામણ કરી હતી, જેના પગલે તેઓ રવિવારે શરૂ થયેલી ઈસ્લામાબાદ કૂચના ભાગ રૂપે ડી-ચોક પર ધરણા કરવામાં સફળ થયા હતા. સમર્થકો અને પોલીસ વચ્ચેની અથડામણમાં છ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને ડઝનબંધ ઘાયલ થયા.

PTIએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા
પી.ટી.આઈ.એ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે, શાહબાઝ-ઝરદારી-આસિમ ગઠબંધનની આગેવાની હેઠળના ક્રૂર, ફાંસીવાદી લશ્કરી શાસન હેઠળ સુરક્ષા દળોના હાથે પાકિસ્તાનમાં નરસંહારનો પ્રયાસ કર્યો છે. દેશમાં રક્તપાત થઈ રહ્યો છે.”72 વર્ષીય ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન, જે ગયા વર્ષે ઓગસ્ટથી જેલમાં છે, તેમણે 24 નવેમ્બરના રોજ દેશવ્યાપી વિરોધ માટે “અંતિમ કૉલ” આપ્યો હતો. ઇમરાન ખાને કથિત રીતે જનાદેશની ચોરી, લોકોની અન્યાયી ધરપકડ અને બંધારણમાં 26મો સુધારો પસાર કરવાની નિંદા કરી હતી. બંધારણના 26મા સુધારા પર તેમણે કહ્યું હતું કે તેનાથી “સરમુખત્યારશાહી શાસન” મજબૂત બન્યું છે. ઇમરાન ખાન ગયા વર્ષથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે અને તેમના પક્ષના જણાવ્યા અનુસાર તેમની વિરુદ્ધ 200 થી વધુ કેસ નોંધાયેલા છે.

MAJAniWedding: મલ્હાર ઠાકર અને પૂજા જોષીના ગ્રાન્ડ લગ્નની તસવીરો

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોશી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ખૂબ જ ધામધૂમથી કરવામાં આવેલા આ ગ્રાન્ડ વેડિંગમાં ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ સામેલ થયા હતાં. આરોહી પટેલ, મોનજ ગજ્જર, ઈશા કંસારા અને યશ સોની સહિતના એક્ટર્સે લગ્નના તમામ ફંક્શનમાં ધૂમ મચાવી હતી. આ સાથે બધા જ મલ્હાર અને પૂજાને અભિનંદન પાઠવી રહ્યાં છે. મલ્હાર અને પૂજાએ સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યાં છે.


૨૭ નવેમ્બર ૨૦૨૪

વાહ ભાઈ વાહ! – ૨૭ નવેમ્બર ૨૦૨૪

પાલક-પનીર મુઠીયા સબ્જી

પાલક-પનીરની સબ્જી અલગ રીતે બનાવવામાં થોડી કળાકૂટ રહેશે. પણ અલગ પ્રકારની હોય એટલે બાળકો તો હોંશે હોંશે જમશે!

સામગ્રીઃ

  • તેલ 2 ટે.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • તમાલ પત્ર 1
  • તજ ટુકડો 1 ઈંચ
  • કાળા મરી 3-4
  • સૂકા લાલ મરચાં 2
  • કાંદા 2
  • ટામેટાં 2
  • લીલા મરચાં 2-3
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • લસણની કળી 4-5
  • કાશ્મીરી મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ ½ ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • ક્રીમ 2 ટે.સ્પૂન

પાલકના મુઠીયા માટેઃ

  • પાલક 1 ઝુડી
  • પનીર 100 ગ્રામ
  • ચણાનો લોટ 100 ગ્રામ
  • લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ ½ ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • જીરૂ પાઉડર ½ ટી.સ્પૂન
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • આદુ-મરચાં પેસ્ટ 1 ટી.સ્પૂન
  • લસણની કળી 3-4
  • તેલ 2 ટે.સ્પૂન

રીતઃ પાલકના પાન 2-3 પાણીએથી ધોઈને તેમાં થોડું મીઠું મેળવીને ઢાંકીને 10 મિનિટ માટે મૂકો.

મિક્સીમાં ટામેટાંના ટુકડા કરી નાખો, તેમજ તેમાં લસણ, આદુ, લીલા મરચાં ઉમેરીને બારીક પેસ્ટ બનાવી લો.

એક કઢાઈમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી જીરૂ તતડાવીને તેમાં તમાલ પત્ર, તજ, કાળા મરી, સૂકા લાલ મરચાં 1 મિનિટ સાંતળીને ઝીણાં સમારેલો કાંદો બ્રાઉન રંગનો સાંતળી લીધા બાદ તેમાં કાશ્મીરી મરચા પાઉડર મેળવી. એકાદ મિનિટ બાદ ટામેટાંની પેસ્ટ મેળવીને 2-3 મિનિટ માટે સાંતળો. 2 મિનિટ બાદ તેમાં સાદી મરચાંની ભૂકી, હળદર, ધાણાજીરૂ મેળવો. ત્યારબાદ ક્રીમ મેળવીને ફરીથી થોડું સાંતળો. 1 કપ પાણી મેળવીને કઢાઈ ઢાંકીને ધીમે તાપે 6-7 મિનિટ થવા દો. મુઠીયા થતાં વાર લાગે તેમ હોય તો ગેસ બંધ કરી દો.

પાલકમાં મીઠું મેળવ્યું હોવાથી તેમાંથી પાણી છૂટશે. તે પાણી નિતારીને એક વાટકીમાં ભરી લો.  આ પાણી મુઠીયાનો લોટ બાંધતી વખતે તેમજ વધેલું પાણી ગ્રેવી બનાવો. તેમાં ઉમેરી દેવું.

પનીરને ખમણી લો.

પાલકમાં લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ, હળદર, જીરૂ પાઉડર, કાળા મરી પાઉડર, ચણાનો લોટ, આદુ-મરચાં પેસ્ટ, લસણને ખમણીને ઉમેરો. મીઠું સ્વાદ મુજબ પણ થોડું ઓછું ઉમેરવું. કારણ કે, સમારેલી પાલકમાં મીઠું મેળવેલું હતું. લોટ બાંધતી વખતે જરૂર મુજબ પાલકમાંથી નિતારેલું પાણી રાખ્યું હતું, તેમાંથી થોડું થોડું ઉમેરવું.

લોટના લૂવામાંથી લગભગ 2-3 લૂવા થશે. હાથમાં તેલ લગાડી. એક લૂવો લઈ તેને હથેળીમાં થાપીને લંબચોરસ આકાર આપો. રોલ ઉપર ખમણેલું પનીર પાથરીને રોલ વાળી દો અને હળવેથી દાબીને થોડો ચપટો આકાર આપી દો.

મુઠીયા બાફવાના વાસણમાં પાણી ગરમ કરી દો. તેમાં કાંઠો મૂકીને ઉપર સ્ટીલની ચાળણીમાં મુઠીયા ગોઠવીને વાસણ ઢાંકીને 15 મિનિટ સુધી બફાવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને મુઠીયા બહાર કાઢીને એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરીને મુઠીયા બંને બાજુએથી સોનેરી રંગના સાંતળી લો. ત્યારબાદ મુઠીયા ઠંડા થાય એટલે તેના મોટા પીસ કરી દો.

ટામેટાંની ગ્રેવીમાં મસાલો તૈયાર થયેલી કઢાઈમાં 1-2 કપ જેટલું પાણી ઉમેરીને તેમાં મુઠીયા ઉમેરી દો. ગેસ ચાલુ કરીને ધીમે તાપે 10 મિનિટ સુધી શાક થવા દો. સમારેલી કોથમીર ઉમેરીને શાક ગરમાગરમ રોટલી સાથે પીરસો.

પંચાંગ 27/11/2024

‘હારે તો EVM ખરાબ અને જીતો તો ચૂપ’, સુપ્રીમ કોર્ટનો કડક સંદેશ

મહારાષ્ટ્ર ચૂંટણીમાં હાર બાદ વિપક્ષ ફરીવાર ઈવીએમનો મુદ્દો ઉઠાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે EVM પર સવાલો ઉઠાવ્યા અને દેશભરમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની ઝુંબેશની જાહેરાત કરી. જો કે, તેમની ઘોષણા પહેલા, સર્વોચ્ચ અદાલતે બેલેટ પેપર દ્વારા ચૂંટણીની માંગ કરતી અરજી પર અરજદારને માત્ર સખત ઠપકો આપ્યો ન હતો, પરંતુ રાજકીય પક્ષોને પણ કડક સંદેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું કે જ્યારે ચૂંટણી હારી જાય છે ત્યારે ઈવીએમ બગડે છે અને જો અમે જીતીએ તો મૌન હોય છે. હારનો દોષ ઈવીએમ પર ઢોળવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિક્રમ નાથ અને પીબી વરાલેની બેન્ચે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. આ પીઆઈએલ ડો. કેએ પોલે કોર્ટમાં દાખલ કરી હતી.

આ દરમિયાન કોર્ટે અરજદારને પૂછ્યું કે તમને આ પિટિશન દાખલ કરવાનો શાનદાર આઈડિયા કેવી રીતે આવ્યો? તેના પર પોલે કહ્યું કે તે એક એવી સંસ્થાના પ્રમુખ છે જેણે ત્રણ લાખથી વધુ અનાથ અને 40 લાખ વિધવાઓને બચાવી છે. કોર્ટે કહ્યું કે તમારો આ વિસ્તાર ઘણો સારો છે. તો પછી તમે રાજકીય ક્ષેત્રમાં કેમ આવો છો? તેના પર પોલે કહ્યું કે તે વિશ્વના 150 થી વધુ દેશોની મુલાકાત લઈ ચુક્યો છે. આમાંના મોટાભાગના દેશોમાં હવે બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવે છે.

કોર્ટે કહ્યું કે તમે દુનિયાના અન્ય દેશોથી અલગ કેમ નથી રહેવા માગતા? પોલે કહ્યું કે તેના કારણે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. ચૂંટણી પંચે જ 2024ની લોકસભા ચૂંટણીમાં નવ હજાર કરોડથી વધુ રકમ જપ્ત કરી છે. કોર્ટે કહ્યું કે તમે કેવી રીતે કહી શકો કે જો બેલેટ પેપરથી ચૂંટણી થશે તો ભ્રષ્ટાચાર નહીં થાય.

એલોન મસ્કનો ઉલ્લેખ કર્યો

અરજદારે કોર્ટને કહ્યું કે તેની અરજીને 18થી વધુ રાજકીય પક્ષોનું સમર્થન છે. આ ઉપરાંત ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને આંધ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ કહ્યું છે કે ઈવીએમ સાથે છેડછાડ થઈ શકે છે. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ કહ્યું છે કે ઈવીએમ સાથે છેડછાડ થઈ શકે છે. તેના પર કોર્ટે કહ્યું કે જ્યારે ચંદ્રબાબુ ચૂંટણી હારે છે ત્યારે તેમના માટે ઈવીએમ ખરાબ થઈ જાય છે અને જ્યારે તેઓ જીતીને મુખ્યમંત્રી બને છે ત્યારે ઈવીએમ ઠીક થઈ જાય છે. જગન રેડ્ડીએ પણ આ આરોપ ત્યારે લગાવ્યો હતો જ્યારે તેઓ ચૂંટણી હારી ગયા હતા. લાંબી ચર્ચા બાદ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

મલ્હાર ઠાકર અને પૂજા જોશી લગ્નગ્રંથિથી જોડાયા

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોશી આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોશીએ પોતાના ફેન્સ માટે લગ્નને #MaJaNiWedding નામ આપ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર મલ્હાર ઠાકરની ફેનક્લબ નામના પેજ પર મલ્હાર ઠાકર અને પૂજા જોશીના લગ્નની તમામ વિધિની તસવીરો અને વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.

એક વીડિયોમાં પૂજા જોશીએ પાનેતર પહેર્યું છે, જ્યારે મલ્હાર ઠાકર ક્રિમ કલરની શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. લગ્નના મંડપના બન્નેના ચહેરા પર સ્પષ્ટપણે ખુશી જોઈ શકાય છે. લગ્નની વિધિ અગાઉ સંગીત સંધ્યા, મહેંદી સેરેમની અને હલ્દી સેરેમની પણ યોજાઈ હતી. જેમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના અનેક દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી. આજે લગ્ન સમારંભ બાદ આવતીકાલે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

મલ્હાર ઠાકર મૂળ સિદ્ધપુરના વતની છે, પરંતુ કામ સબબ તેઓ વર્ષોથી અમદાવાદ રહે છે. જ્યારે અભિનેત્રી પૂજા જોશી મુંબઈમાં રહે છે. જો કે ગુજરાતી ફિલ્મોમાં કામ માટે પૂજા જોશી અવારનવાર ગુજરાતમાં આવતી રહે છે. મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ કોરોના કાળ દરમિયાન ‘વાતવાતમાં’ નામની વેબસિરીઝ કરી હતી. આ દરમિયાન તેઓ એકબીજાના નિકટ આવ્યા હતા. આ સિવાય પણ મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ ‘વીર ઈશાનું શ્રીમંત’ અને ‘લગ્ન સ્પેશિયલ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.