Home Blog Page 1275

સીરિયાના યુદ્ધમાં હિઝબુલ્લાહ જોડાયુ, ભયંકર સંઘર્ષના એંધાણ

સીરિયા: બળવાખોરોએ આ દેશના દક્ષિણી શહેર દારા પર કબ્જો કરી લીધો હતો. આ શહેર રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સામે 2011માં શરૂ થયેલા વિદ્રોહનું જન્મસ્થાન છે. દારા, સીરિયાનું ચોથું મોટું શહેર છે જેને બશર અલ-અસદ સરકારના સમર્થનવાળી સેનાએ બળવાખોરોના હાથે ગુમાવી દીધું છે.

સીરિયાના બળવાખોરોએ જણાવ્યું કે, સેનાએ દારાને પાછું લેવા માટે એક સમજૂતી કરી છે. આ સમજૂતી હેઠળ બળવાખોરો સેનાના અધિકારીઓને લગભગ 100 કિમી ઉત્તરમાં રાજધાની દમિશ્ક સુધી સુરક્ષિત માર્ગ પ્રદાન કરશે. સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં મોટરસાઇકલ પર સવાર બળવાખોરો દારાના રસ્તા પર સ્થાનિક નિવાસીઓ સાથે વાતચીત કરતાં અને મળતા જોવા મળી રહ્યા છે. લોકો શહેરના મુખ્ય ચાર રસ્તા પર હવામાં ગોળીબાર કરીને જશ્ન મનાવતા જોવા મળ્યા હતાં.

દારા પર બળવાખોરોના કબ્જાને લઈને સીરિયાની સેના અથવા બશર અલ-અસદ સરકારની તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આ શહેર જોર્ડનની સીમાથી અડીને આવેલા સીરિયા પ્રાંતની રાજધાની છે, જેની વસ્તી 1 લાખની આસપાસ છે. 13 વર્ષ પહેલાં અસદ સરકારની વિરૂદ્ધ અહીંથી વિદ્રોહની શરૂઆત થઈ હતી. આ પ્રકારના દાવા પર વિદ્રોહીઓનો કબ્જો થવો, એક પ્રતિકાત્મક મહત્ત્વ રાખે છે.

વિપક્ષના વોકઆઉટ વચ્ચે ઉદ્ધવ જૂથે શપથ લેવાથી કર્યો ઇનકાર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાના ત્રિદિવસીય વિશેષ સત્રનો આજથી પ્રારંભ થયો છે. વિશેષ સત્રનું આયોજન નવા વિધાનસભ્યોના શપથગ્રહણ અને સ્પીકરની પસંદગી માટે કરવામાં આવ્યું હતું. આજે બધા 288 વિધાનસભ્યોએ શપથ લેવાના હતા, પરંતુ વિપક્ષે સેશનનો વોકઆઉટ કર્યો હતો.

અમે નિર્ણય લીધો છે કે અમારા વિધાનસભ્યો આજે શપથ નહીં લે. જો જનતાનો આદેશ હોત તો લોકો ખુશ હોત અને ઉજવણી કરત, પરંતુ આ જીતની ક્યાંય લોકોએ ઉજવણી નહોતી કરી, અમને EVM પર શંકા છે, એમ શિવસેનાના UBTના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું.

બીજી બાજુ, શિવસેના UBTના વડા ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને MVAની બેઠક થવાની છે. આ બેઠકમાં નાના પટોલે માતોશ્રી પહોંચી ગયા છે. આ બેઠકમાં EVMથી મતદાનના મુદ્દે ચર્ચા થશે. આ બેઠકમાં વિપક્ષની આગળની વ્યૂહરચના નક્કી થવાની શક્યતા છે.

કોંગ્રેસ વિધાનસભ્ય વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે પરિણામોએ સવાલો ઊભા કર્યા છે. એવું લાગે છે કે પૂરી પ્રક્રિયા ભ્રષ્ટ છે. જનતા નાખુશ છે અને કંઈક ખોટું થયું છે. વિપક્ષના વોકઆઉટ પર ડેપ્યુટી CM અજિત પવારે કહ્યું હતું કે વિપક્ષે વોકઆઉટ કર્યું છે, પણ ચૂંટણી થઈ છે અને લોકોએ અમને જિતાડ્યા છે. હવે વોકઆઉટ કરવાથી કંઈ નહીં થાય. જો તેમણે કંઈક કરવું હશે તો ચૂંટણી પંચની પાસે જવું જોઈએ, એમ ડેપ્યુટી CM અજિત પવારે કહ્યું છે.

 

સુરતના હીરાના વેપાર પર છવાયો મંદીનો સંકટ, લાખો લોકોની રોજી સંકટમાં

સુરત: કોરોનાના હાહાકાર બાદ સુરતનો હિરા ઉદ્યોગ નરમ ગરમ પરિસ્થિતીમાંથી નીકળી રહ્યો છે. ત્યારે ફરી એક વખત સુરતના હીરા વેપારમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાછલા 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભારે મંદી જોવા મળી તેવો આક્ષેપ વેપારીઓ કરી રહ્યાં છે. હીરાની કેટલીક નાની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હોવાની વાત પણ સામે આવી છે. પ્રથમવાર ગુજરાતમાં હીરાની નિકાસ 36.11% તો પ્રથમવાર ગુજરાતમાં હીરાની આયાત 20.11% નોંધાઈ છે.આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત સૂત્રોનુ માનીએ તો, કેટલાક રત્નકલાકારોના પગારમાં પણ ઘટાડો થયો છે તેવો આક્ષેપ કારીગરો કરી રહ્યાં છે. જેનાથી 17 લાખ રત્નકલાકાર સંકટમાં મૂકાયા છે,તો બે લાખ નોકરી ગુમાવી હોવાનો અંદાજ છે,18 મહિનામાં 45એ આપઘાત કર્યાની શક્યતા છે. સુરતના હીરા વેપારીઓ માને છે કે,જેમ્સ એન્ડ જ્વેલરીનો 60% બિઝનેસ અમેરિકા પર નિર્ભર છે તો આર્થિક મંદીથી માત્ર 30 થી 32% ટાર્ગેટ શકય બન્યો છે. હીરા ઉદ્યોગ માટે એકમાત્ર અમેરિકાની નવી સરકારની જ આશા હતી આ ઉપરાંત ચાઇના – હોંકોંગ આર્થિક મંદી, રશિયા – યુક્રેન યુદ્ધ અને અમિરિકાની આર્થિક મંદીથી હીરા ઉદ્યોગનો વેપાર ઠપ હતો. અમેરિકામાં ફેરફાર આવતા ફરી વેપારની મળી આશા,જેમ્સ જ્વેલરીના એક્સપોર્ટનો ટાર્ગેટ 42 બિલિયન ડોલર હતો જે આર્થિક મંદીના કારણે 33 બિલિયન ડોલર સુધી જ પહોંચી શક્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા 2027 સુધીમાં એક્સપોર્ટ માટે 75 બિલિયન ડોલરનો ટાર્ગેટ આપ્યો છે.

સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.પ્રમોશન કાઉન્સિલના આકડા જ ચોંકાવનારા છે.ઓગસ્ટ 2023માં 12.02 મિલિયન કેરેટ કાચા હીરાની આયાત તો ઓગસ્ટ 2024માં કાચા હીરાની આયાત ઘટી છે.ઓગસ્ટ ૨૦૨૪માં ફક્ત 5.56 મિલિયન કેરેટ થઇ ગઇ છે.વિશ્વના દર 10માંથી 9 કાચા હીરા સુરત આવે છે.સુરતથી અમેરીકા,સ્વીટ્ઝલેન્ડ, યુકે,ચીન, દુબઈ વગેરે જેવા દેશોમાં ફિનિશ્ડ ડાયમંડ એક્ષ્પોર્ટ થાય છે. ચીનીઓએ હીરાને બદલે સોનું ખરીદવાનું શરૂ કરતાં 60 વેપારીઓએ હીરાની ઓફિસ બંધ કરવી પડી છે. હીરામાં મંદીના પગલે ડાયમંડ વેપારીઓ અન્ય વ્યવસાયમાં જઇ રહ્યાં છે, અમુક વેપારી સુરત-મુંબઇ શિફ્ટ થઇ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવોમાં વધારો થતાં વિદેશમાં હીરા વેપાર પર અસર થઇ છે. ઘણા ખરા નિયમો બદલવાને કારણે પણ હીરા ઉદ્યોગમાં મંદીનો મોહલ જોવા મળી રહ્યો છે.

સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે કામ કરવુ છે આમિર ખાનને

મુંબઈ: શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન તેમના ચાહકોને એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા માંગે છે. આમિર ખાને પોતાના એક ઈન્ટરવ્યુ વિશે વાત કરી હતી. આમિરે લગભગ છ મહિના પહેલા બંને કલાકારો સાથે ફિલ્મ કરવા વિશે કરેલી વાતચીત શેર કરી અને કહ્યું કે તેઓ “સાચી સ્ક્રિપ્ટ”ની રાહ જોઈ રહ્યા છીએ.

ત્રણેય ખાન એકસાથે જોવા મળી શકે છે
આ વિશે વાત કરતા આમિર ખાને કહ્યું, “સારું, લગભગ છ મહિના પહેલા, શાહરૂખ, સલમાન અને હું સાથે હતા અને અમે આ વિશે વાત કરી હતી. હકીકતમાં, મેં જ આ મુદ્દો ઉઠાવ્યો હતો. મેં શાહરૂખ અને સલમાનને કહ્યું હતું કે જો આપણે ત્રણેય એક સાથે ફિલ્મ નહીં કરીએ તો ખરેખર દુઃખ થશે.”

સલમાન અને શાહરૂખ સાથે કામ કરવા માંગુ છું
આમિર ખાને કહ્યું, મને લાગે છે કે સલમાન ખાન અને શાહરૂખ ખાને આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. તેઓને પણ લાગ્યું કે આપણે ચોક્કસ કરવું જોઈએ. જો કે, આ માટે આપણને સારી વાર્તાની જરૂર છે. અમે સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છીએ, જોકે અમે ત્રણેય પણ કામ કરવા માટે ઉત્સાહિત છીએ.

આમિરે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં કહ્યું
આવું પહેલીવાર બન્યું જ્યારે આમિર ખાને શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે કામ કરવાની વાત કરી. તાજેતરમાં જ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં આમિર ખાને કહ્યું હતું કે તારી અને મારી વિચારસરણી એકસરખી છે. હું તાજેતરમાં જ શાહરૂખ ખાન અને સલમાન ખાનને મળ્યો હતો.

શ્રોતાઓને આ વાત કહી
અમે ત્રણેય આટલા વર્ષોથી એક જ ઇન્ડસ્ટ્રીમાં છીએ અને જો અમારી કારકિર્દીના આ સમયગાળા દરમિયાન અમે એક સાથે એક ફિલ્મ ન કરીએ તો ઓછામાં ઓછી એક ફિલ્મ તો બને તે દર્શકો માટે ઘણું ખોટું હશે. જો અમે સાથે ફિલ્મ નહીં કરીએ તો તે ચાહકો માટે પણ સારું નહીં હોય.

કેન્દ્રીય મંત્રીથી માગવામાં આવી રૂ. 50 લાખની ખંડણી

નવી દિલ્હીઃ PM મોદીના મંત્રીને ધમકી મળી છે. કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠે આ માહિતી આપી હતી. તેમણે એક ખાનગી ચેનલને જણાવ્યું હતું કે અજાણી ગેન્ગે રૂ. 50 લાખની ખંડણી માગી છે. ગેન્ગે કહ્યું હતું કે પૈસા આપો નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહો. મોબાઇલ ફોન પર રૂ. 50 લાખની ખંડણી માગવાનો ધમકીભર્યો મેસેજ આવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે અજાણ્યા શખસો તરફથી ધમકી મળી છે. એક અજાણી ટોળકીએ કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી પાસેથી રૂ. 50 લાખની ખંડણીની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે તેમણે શુક્રવારે સાંજે જ દિલ્હીના DCPને આ અંગે જાણ કરી હતી. DCP તેમને મળ્યા હતા. જે બાદ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં જે મોબાઇલથી મેસેજ મોકલવામાં આવ્યો હતો, તે રાંચીના કાંકેનો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે બપોરે લગભગ ચાર વાગ્યે સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠને તેમના મોબાઈલ પર આ ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. આ મેસેજમાં તેમની પાસેથી રૂ. 50 લાખની ખંડણી માગવામાં આવી છે.

આ મામલે ઝારખંડના DGP અનુરાગ ગુપ્તાને પણ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ સંપૂર્ણ સહકાર આપી રહી છે, એમ તેમણે કહ્યું હતું. સંજય સેઠ રાંચીથી ભાજપના લોકસભા સાંસદ છે. લોકસભા ચૂંટણીમાં ઝારખંડની રાજધાની રાંચીથી ભાજપના સંજય સેઠે કોંગ્રેસના યશશ્વિની સહાયને 1.20 લાખ મતોથી હરાવીને સીટ જાળવી હતી.

પુષ્પાના પ્રીમિયરમાં એક મહિલાનું મોત, અલ્લુ અર્જુન 25 લાખની કરશે સહાય

મુંબઈ: એક્ટર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ ગુરુવારે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન પુષ્પા 2ના પ્રીમિયર દરમિયાન નાસભાગને કારણે એક મહિલાનું પણ મોત થયું હતું. આ મામલે અલ્લુ અર્જુન અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના બાદ એક્ટર અલ્લુ અર્જુને એક વીડિયો જાહેર કરીને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે પીડિત પરિવારને 25 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.

અલ્લુ અર્જુને વીડિયો જાહેર કર્યો અને કહ્યું,”ગઈકાલે અમે પુષ્પા 2 મૂવીનું પ્રીમિયર જોવા માટે આરટીસી એક્સ રોડ પર સંધ્યા થિયેટરમાં ગયા હતા. અણધારી રીતે ત્યાં મોટી ભીડ એકઠી થઈ ગઈ. બીજા દિવસે સવારે અમને ખબર પડી કે એ ભીડમાં એક પરિવાર પણ હતો. ત્યાં નાસભાગમાં રેવતી નામની એક મહિલા, જે બે બાળકોની માતા હતી, અચાનક મૃત્યુ પામી. જ્યારે મને તેના વિશે ખબર પડી, ત્યારે હું, સુકુમાર ગરુ, પુષ્પાની આખી ટીમ, અમે બધા અચાનક નિરાશ થઈ ગયા. અમને આની બિલકુલ અપેક્ષા નહોતી, કારણ કે હું લગભગ 20 વર્ષથી થિયેટરમાં જઈ રહ્યો છું અને ફિલ્મો જોઉં છું. આવું ક્યારેય બન્યું નથી. આ અચાનક થયું ત્યારે અમે ચોંકી ગયા. આ સમાચાર જાણીને અમે અને અમારી આખી ટીમ પુષ્પા સમારોહમાં સક્રિયપણે ભાગ લઈ શક્યા નહીં. ખૂબ દુઃખ થયું.”

અલ્લુ અર્જુને કહ્યું,”અમે ફિલ્મો બનાવીએ છીએ. લોકો થિયેટરોમાં આવે છે અને આનંદ માણે છે. મને એ પણ ખબર નથી કે આવા થિયેટરમાં આવી ઘટના પર કેવી પ્રતિક્રિયા આપવી. આ વાત શબ્દોમાં પણ કહી શકાય તેમ નથી. મારા અને ટીમ પુષ્પા વતી સમગ્ર રેવતી પરિવાર પ્રત્યે મારી સંવેદના.હવે આપણે ગમે તેટલું કરીએ તો પણ આપણે તે નુકસાનને પાછું નહીં લઈ શકીએ. પરંતુ, અમે અમારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ પરિવારને જે જોઈએ તે કરવા તૈયાર છીએ. તમને ખાતરી આપવા માટે કે હું તમારા માટે છું, હું પીડિત પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપી રહ્યો છું. તેમના બાળકને ગમે તેટલી મદદની જરૂર હોય, કોઈપણ સમયે આપવા હું તૈયાર છું. અમે અત્યાર સુધી થયેલા મેડિકલ ખર્ચનું પણ ધ્યાન રાખીશું.”

પોલીસે ગુનો નોંધ્યો હતો
તમને જણાવી દઈએ કે ‘પુષ્પા 2: ધ રૂલ’ના પ્રીમિયર શો દરમિયાન ભગદોડમાં ગૂંગળામણને કારણે એક મહિલાના મૃત્યુના સંબંધમાં અભિનેતા અલ્લુ અર્જુન અને અન્ય લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાની ઓળખ 35 વર્ષીય રેવતી તરીકે થઈ છે. મહિલાની સાથે તેનો 13 વર્ષનો પુત્ર પણ ગૂંગળામણથી પીડાતો હતો અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે મહિલાના પુત્રને 48 કલાક સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. મૃતકના પરિવારની ફરિયાદના આધારે, અભિનેતા, તેની સુરક્ષા ટીમ અને સિનેમા હોલ મેનેજમેન્ટ વિરુદ્ધ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસ તંત્રમાં 2000 પ્રમોશનલ જગ્યાઓ પર આગામી મહિને ભરતી થશે!

રાજ્ય સહિત દેશમાં વધતા અસાજિક તત્વો અને જાહેર મિલ્કત અને જાનમાલને થતા નુકસાનને લઈ હાઈકોર્ટમાં થયેલી સુઓમોટો પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. જેના પર સરકાર સ્પષ્ટ કરતા કહ્યુ કે, પોલીસ તંત્રમાં ખાલી પડેલી બે હજાર પ્રમોશનલ જગ્યાઓ પર એક જ મહિનામાં ભરતી કરવામાં આવશે. તો, પોલીસ તંત્રમાં કુલ ખાલી જગ્યાઓ પર સીધી ભરતી અંગેની જાહેરાત મામલે પણ ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવનાર છે.

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેચમાં દેશના વિવિધ રાજયોમાં કોમી તોફાનો સહિતના કિસ્સાઓમાં જાનમાલને થતા નુકસાન મામલે પોલીસની ભૂમિકા સહિતના અનેક મુદ્દાઓને લઇ સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર હાઇકોર્ટ તરફથી દાખલ કરાયેલી સુઓમોટો પીઆઇએલમાં શુક્રવારે સરકાર તરફથી પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓ ભરતી અંગેની રૂપરેખા વર્ણવતા જણાવાયું હતું કે, પોલીસ તંત્રમાં પ્રમોશનલ એટલે કે, બઢતીથી ભરવાની થતી કુલ જગ્યાઓ 4723 છે, તેમાંથી છેલ્લા બે મહિનામાં 1006 જગ્યાઓ ભરી દેવાઇ છે. જ્યારે બાકીની જે 3717 જગ્યાઓ બચી છે, તે જગ્યાઓ પર આગામી મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ફીઝીકલ પરીક્ષા માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે, જે પૂર્ણ થયા બાદ જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત બિનહથિયારધારી પીએસઆઇની ભરતી પ્રક્રિયા પણ ચાલુ છે. જેમાં બિનહથિરયારધારી પીએસઆઇ પ્રમોશનનું પરિણામ ઓકટોબર માસમાં જ જાહેર કરાયું છે અને તેથી તેની પણ આગળની કાર્યવાહી પ્રોસેસમાં છે. અદાલતનું એ મુદ્દે પણ ઘ્યાન દોરાયું કે, પોલીસ ભરતી બોર્ડને હવે ફુલ ટાઇમ ચેરમેન મળ્યા છે.  જેઓ એડિશનલ ડીજી કક્ષાના અધિકારી છે, તેમની પાસે ટ્રેનિંગ વિભાગનો એડિશનલ ચાર્જ છે. સરકારપક્ષની રજૂઆત અને સોંગદનામું ઘ્યાને લીધા બાદ વધુ પ્રોગ્રેસ રિપોર્ટ સાથે કેસની વધુ સુનાવણી જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં રાખી હતી.

જયા ભાદુરીના અભિનયને કારણે શબાના ફિલ્મમાં આવી

શબાના આઝમીએ જયા ભાદુરીનો ફિલ્મોમાં આવતા પહેલાંનો અભિનય જોઈ આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો હતો. ફિલ્મોમાં શરૂઆત કરતાં પહેલા અભિનયમાં તક મેળવવાના શબાનાના બે પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. શબાના કિશોર વયની હતી ત્યારે નિર્દેશક કે. એ. અબ્બાસ બાળકોની ફિલ્મ ‘હમારા ઘર’ (1964) બનાવી રહ્યા હતા. એમાં મુખ્ય ભૂમિકા માટે એક છોકરીની જરૂર હોવાની ખબર પડતાં શબાના ગઈ હતી પણ એમણે એમ કહી ના પાડી દીધી હતી કે તું પાત્ર માટે ઉંમરમાં મોટી છે. પરંતુ વાયદો કર્યો કે ભવિષ્યમાં એને તક આપશે. એ પછી શબાનાએ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.

કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો ત્યારે ખબર પડી કે અંગ્રેજી થિયેટર ગૃપ છે પરંતુ હિન્દીનું નથી. ત્યાં સિનિયર વિદ્યાર્થી ફારૂખ શેખ સાથે મળીને શબાનાએ હિન્દી નાટ્ય મંચની શરૂઆત કરી અને નાટકો ભજવવા લાગ્યા. જ્યારે પણ આંતર કોલેજ નાટ્ય સ્પર્ધા યોજાતી ત્યારે બધા જ એવોર્ડ એમના નાટકને મળતા હતા. એમના માટે સૌથી મોટી વાત એ હતી કે દરેકને ઈનામમાં રૂ.50 મળતા હતા. એ કારણે જ જ્યારે અમેરિકન કાસ્ટિંગ ડાયરેક્ટર કોલેજમાં વિદ્યાર્થીઓને ઈસ્માઈલ મર્ચન્ટની ફિલ્મ માટે લેવા આવ્યા ત્યારે શબાનાએ એમાં કામ કરવાનું નક્કી કર્યું. કેમકે એક દિવસ કામ કરવાના રૂ.100 મળવાના હતા.

ફિલ્મમાં એક સૌંદર્ય સ્પર્ધા બતાવવામાં આવનાર હતી. એમાં ભાગ લેતી વિદ્યાર્થીનીઓના દ્રશ્ય હતા. શબાના એની સખી સાથે એમાં ભાગ લેવા ગઈ અને પહેલા જ રાઉન્ડમાં બ્યુટી ક્વીન તરીકે ચાલી શકે એમ ન હોવાથી એમને કાઢી મૂકવામાં આવ્યા. તેથી તે દુ:ખી થઈ હતી. શબાના ત્યારે માત્ર પૈસા મળે એ માટે જ કામ કરવા માગતી હતી. શબાનાએ કારકિર્દી તરીકે ફિલ્મોમાં કામ કરવાનો ક્યારેય વિચાર કર્યો ન હતો. કેમકે માતા થિયેટરમાં અભિનય કરતાં હતા અને શબાના માટે પણ એવો જ આગ્રહ હતો.

બન્યું એવું કે ફિલ્મ એન્ડ ટીવી ઈન્સ્ટીટ્યૂટ દ્વારા એક વખત ડિપ્લોમા કોર્સના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલી ફિલ્મોનો એક ફેસ્ટીવલ યોજાયો હતો એમાં ફિલ્મો જોવા શબાનાને એમના એક ઓળખીતા ભાઈ લઈ ગયા હતા. ત્યાં શબાનાએ જયા ભાદુરીની શોર્ટ ફિલ્મ ‘સુમન’ જોઈ. એમાં જયાનો વાસ્તવિક અભિનય જોઈ શબાનાને થયું કે ફિલ્મોમાં જવું જોઈએ અને એમણે અભિનયની તાલીમ માટે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ લેવાનો નિર્ણય કરી પિતા કૈફી આઝમીને કહ્યું કે તે અભિનયમાં જવાનું ગંભીરતાથી વિચારી રહી છે. એમણે કહ્યું કે તારે જે ક્ષેત્રમાં જવું હોય એના માટે સહકાર આપીશ. શરત માત્ર એટલી જ છે કે એમાં શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરવાનો. શબાનાએ એ શરત પૂરી પણ કરી બતાવી હતી. શબાનાએ ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મેળવ્યો અને એને બહુ જલદી સ્કોલરશીપ મળી ગઈ હતી. એ પછી અભિનયમાં શ્રેષ્ઠ વિદ્યાર્થિનીનો સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. એટલું જ નહીં કોર્સ પૂરો થાય એ પહેલાં જ બે ફિલ્મો મળી ગઈ. તેથી શબાનાએ સંઘર્ષ કરવાની જરૂર પડી ન હતી.

શબાના અભિનયનો કોર્સ કરતી હતી ત્યારે જ નિર્દેશક કે. એ. અબ્બાસ ત્યાં ગયા હતા અને વાયદો પૂરો કરતા હોય એમ પહેલી વખત ફિલ્મ ‘ફાસલા’ (૧૯૭૪) માં ભૂમિકા આપી હતી. એ પછી ફિલ્મ ‘પરિણય’ (૧૯૭૪) માં કામ મળ્યું હતું. પરંતુ ત્રીજી ફિલ્મ ‘અંકુર’ મળી હતી એ સૌથી પહેલી રજૂ થઈ હતી. ‘અંકુર’ (૧૯૭૪) શબાનાની જ નહીં શ્યામ બેનેગલની પણ નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ હતી. ફિલ્મએ એની લાગતથી અનેકગણી વધુ કમાણી કરી હતી અને વધારે મહત્વની વાત એ રહી કે એ સમાંતર સિનેમાની શરૂઆત કરનારી પહેલી ફિલ્મ ગણાઈ હતી. શબાનાને ફિલ્મના અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.

ઇન્ડિયા ગઠબંધનમાં તક મળશે તો હું નેતૃત્વ માટે તૈયારઃ મમતા બેનરજી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં CM અને TMC સુપ્રીમો મમતા બેનરજીએ ઇન્ડિયા ગઠબંધનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સંકેત આપ્યા હતા કે જો તક મળશે તો આ ગઠબંધનનું નેતૃત્વ કરવા માટે તેઓ તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરવામાં સક્ષમ છે.

તેમણે તાજેતરની હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં INDIA ગઠબંધનના ખરાબ પ્રદર્શન પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે  જો તક આપવામાં આવે તો હું INDIA ગઠબંધનનો નેતૃત્વ કરવા તૈયાર છું.તેમણે જણાવ્યું હતું કે હું બંગાળના CM તરીકે મારી ભૂમિકા ચાલુ રાખીને પણ વિપક્ષનો મોરચો સંભાળવાની બેવડી જવાબદારી સંભાળી શકું છું. મેં INDIA ગઠબંધનની રચના કરી હતી. હવે તેનું સંચાલન કરવાની જવાબદારી મોરચાનું નેતૃત્વ કરનારાઓની છે. જો તેઓ તેને ચલાવી ન શકતા હોય તો હું શું કરી શકું? હું માત્ર એટલું જ કહીશ કે આપણે બધાને સાથે લઈને ચાલવું પડશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે એક મજબૂત ભાજપ વિરોધી દળ તરીકેની પ્રતિષ્ઠા હોવા છતાં તમે શા માટે INDIA ગઠબંધનનો હવાલો નથી લઈ રહ્યા? તેના પર મમતા બેનરજીએ જણાવ્યું હતું કે જો મને તક મળશે તો હું તેનું સુચારુ રીતે ચલાવી શકું છું. હું બંગાળની બહાર જવા માગતી નથી, પરંતુ હું તેને અહીંથી પણ ચલાવી શકું છું.

ભાજપનો મુકાબલો કરવા માટે રચાયેલા INDIA ગઠબંધનમાં બે ડઝનથી વધુ વિપક્ષના દળો સામેલ છે. જોકે આંતરિક મતભેદ અને સંકલનના અભાવને કારણે તેની ઘણી વખત ટીકા થઈ છે. મમતા બેનરજીનું આ નિવેદન તેમની પાર્ટીના સાંસદ કલ્યાણ બેનરજીએ કોંગ્રેસ અને અન્ય INDIA ગઠબંધનના સાથીદારોને લઈને આપેલા નિવેદન બાદ આવ્યું છે કે કોંગ્રેસ અને INDIA ગઠબંધને પોતાના અહંકારને બાજુ પર રાખવો જોઈએ અને મમતા બેનરજીને વિપક્ષના ગઠબંધનના નેતા તરીકે માન્યતા આપવી જોઈએ.

અભિનેત્રી આરોહી પટેલના ડેસ્ટિનેશન વેડિંગની સુંદર તસવીરો જુઓ

ગુજરાતી ફિલ્મ લવની ભવાઈ ફેમ અભિનેત્રી આરોહી પટેલે ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા છે. આરોહીએ અભિનેતા તત્સત મુનશી સાથે લગ્ન કરી જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયામાં અભિનેત્રીએ ગ્રાન્ડ વેડિંગની તસવીરો પણ શેર કરી છે. આ સાથે તેણીએ લખ્યું છે કે,’પ્યાર દોસ્તી હૈ’. લગ્નમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નામી કલાકારો અને ફિલ્મ મેર્કસે હાજરી આપી હતી.